________________
આધાકર્મ દોષ
આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ થાય છે. આ માટે ચોર, રાજપુત્ર, ચોરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું; એમ ચાર દૃષ્ટાંતો છે.
૩૯
૧ પ્રતિસેવના-બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરવો. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કોઈ સાધુ કહે કે ‘તમે સંયત થઈને આધાકર્મી આહાર કેમ વાપરો છો ?' આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે ‘આમા મને કંઈ દોષ નથી, કેમ કે હું કંઈ આધાકર્મી આહાર લાવ્યો નથી, એ તો જે લાવે તેને દોષ લાગે. જેમ અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતો નથી, તેમ આધાકર્મી લાવે તેને દોષ લાગે. એમાં મને શું ?’ આ પ્રમાણે ઊંધું દૃષ્ટાંત આપે અને બીજાએ લાવેલો આધાકર્મી આહાર પોતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલો આધાકર્મી આહાર સાધુ વાપરે તો તે વા૫૨વાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચોરનું દૃષ્ટાંત.
ચોરનું દૃષ્ટાંત
કોઈ એક ગામમાં ઘણા ચોર લોકો રહેતા હતા. એક વખત કેટલાક ચોરો નજીકના કોઈ ગામમાં જઈને કેટલીક ગાયો ઉઠાવીને પોતાના ગામ તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં બીજા કેટલાક ચોરો અને મુસાફરો મળ્યા. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતાં પોતાના દેશની હદ આવી ગઈ એટલે તેઓ નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભોજન વખતે કેટલીક ગાયોને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. તે વખતે બીજા કેટલાક મુસાફરો આવ્યા. ચોરોએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાકે ‘ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે.' એમ સમજી તે માંસ ખાધું નહિ, કેટલાક પીરસતા હતા, કેટલાક ખાતા હતા. એટલામાં સિપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધા. જે રસ્તામાં ભેગા થયા હતા તે કહેવા લાગ્યા કે ‘અમે ગાયો ચોરી નથી, અમે તો રસ્તામાં ભેગા થયા હતા, મુસાફરોએ કહ્યું કે ‘અમે તો આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામો લેવા બેઠા છીએ’ સિપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાંખ્યા. ચોરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગા થયેલા પણ ચોરોની સાથે મૃત્યુ પામ્યા.
આ દૃષ્ટાંતમાં ચોરોને રસ્તામાં અને ભોજન વખતે જે મુસાફરો મળ્યાં તેમાં પણ જે ભોજન ક૨વામાં ન હતા, પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી