________________
આધાકર્મ દોષ
કરવામાં આવે તેવા ભાગોની સર્વ સંખ્યાનો વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગો હોય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગો સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે.
બુદ્ધિ-(અસત્ કલ્પના)થી ધારો કે “દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં ભાગ ન થઈ શકે તેવા ૧0000 (દશ હજાર) ભાગો છે, તેને સર્વ જીવની અનંત સંખ્યા ધારો કે ૧૦૦ (સો) છે. તેનાથી ગુણતાં એટલે ૧OOOOK૧૦૦ 1000000 (દશ લાખ) થયા. એટલે સર્વવિરતિના જઘન્ય વિશુદ્ધિ સંયમ સ્થાનમાં દશ લાખ અવિભાજ્ય અંશો રહ્યાં છે.
સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. (સર્વ જીવોની સંખ્યાના અનંતમાં ભાગ પ્રમાણ સંખ્યા ઉમેરતાં જેટલી સંખ્યા થાય તે અનંતભાગ વૃદ્ધિ કહેવાય.) એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ચોથું. સંયમસ્થાન, આ પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે
જ્યાં સુધી એ સ્થાનોની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલાં સંયમ સ્થાનોને, શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનોનો સમૂહ હોય છે.
આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલ્લા સંયમસ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે.
* ૧ અનંતભાગ વૃદ્ધિ-એટલે સર્વ જીવોની અંત સંખ્યાથી ભાગાકાર કરતાં જે અનંતભાગ
સંખ્યા આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. ૨ અસંખ્યભાગ વૃદ્ધિ-એટલે અસંખ્ય લોકાકાશ પ્રદેશોની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા
આવે તે વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી. ૩ સંખ્યાતભાગ વૃદ્ધિ-એટલે ઉત્કૃષ્ટ સંખ્યાની સંખ્યાએ ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે વિવણિત સંખ્યામાં ઉમેરવી.
જ્યાં અનંત ગુણ, અસંખ્ય ગુણ, સંખ્યાત ગુણ આવે ત્યાં ભાગાકારને બદલે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા વિવક્ષિત સંખ્યામાં ઉમેરવી (આ ષ સ્થાન કહેવાય છે.)