________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પાત્ર ભાંગી જાય તેથી છકાય જીવની વિરાધના થાય. માટે આવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
પ્રવચન ઉપઘાતિક સ્થાન-લઘુનીતિ-વડીનીતિનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરાવાના સ્થાન, ખાળ આદિ અશુચિવાળા સ્થાન આવા સ્થાને ઊભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં, પ્રવચનની હીલના થાય, માટે આવા સ્થાને ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
સંયમ ઉપઘાતિક સ્થાન-પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ આદિ જ્યાં હોય ત્યાં ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીવોની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૨ દાયક-આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નોકર, નપુંસક, ગાંડો, ક્રોધાયમાન આદિ (આનું વર્ણન આગળ દાયક દોષ વખતે કરવામાં આવશે) પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કોઈ જાતનો દોષ થાય એમ ન હોય તો ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે.
૩ ગમન-ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતાં કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે.
૪ ગ્રહણ-નાનું-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસો આવજાવ કરતા હોય, ગાડા વગેરે આડા પડેલાં હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જો બરાબર ઉપયોગ રહી શકે એમ હોય તો ભિક્ષા ગ્રહણ કરવી.
૫ આગમન-ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૯ પ્રાપ્ત-આપનારનો હાથ કાચા પાણીવાળો છે કે કેમ ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ ? તે જોવું. ભાજન ભીનું છે કે કેમ ? તે જોવું. કાચું પાણી, સંસક્ત કે ભીનું હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ.
૭ પરાવર્ત-આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણને કાચું પાણી આદિ લાગેલું છે કે નહિ, તે તપાસવું. જો કાચું પાણી આદિ લાગેલું હોય તો તે વાસણમાંનો આહાર ગ્રહણ કરવો નહિ.