________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પ્રશસ્ત ભાવપિંડ :
એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ.
પાંચ પ્રકાર તે 2-પ્રાણાતિપાત વિરમણ, ૨-મૃષાવાદ વિરમણ, ૩-અદત્તાદાના વિરમણ, ૪-મૈથુન વિરમણ અને પ-પરિગ્રહ વિરમણ.
છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬-રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિંડેષણા, સાત પારૈષણા, સાત અવગ્રહ પ્રતિમા.
આમાં સાત પિડેષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, 1. સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, 2. અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, 3. ઉદ્ભૂત-તપેલી આદિમાં કાઢેલું, 4. અલ્પલેપ શેકેલા ચણા વગેરે 5. અવગૃહીત-ભોજન માટે લીધેલું, 6. પ્રગહિત-હાથમાં કોળિયો લીધેલો, 7. ઉઝિતધર્મ-નાખી દેવા જેવી.
સાત પારૈષણા તે ઉપર મુજબ પણ અલ્પલેપને બદલે નિર્લેપ-(ઓસામણ કાંજી આદિ).
સાત અવગ્રહ પ્રતિમા તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-1 “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય યાચીને ઊતરે તે. (આ સામાન્ય અભિગ્રહ બધાને માટે જિનકલ્પી તથા સ્થવિરકલ્પી માટે.)
2 હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. (આ ગચ્છાન્તર્ગત સાંભોગિકો આદિનો છે.)
3 હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. (આ વાચનાની ઇચ્છાવાળા યથાલન્ટિકોનો અભિગ્રહ છે.)
4 હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. (આ જિનકલ્પીની તુલના કરનાર અને ઉઘુક્ત વિહારી આદિ માટે છે.)
5 હું મારા માટે અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. (જિનકલ્પી આદિ માટે)