________________
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
૧૧ ભાવ-લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત.
લૌકિક એટલે સામાન્ય માણસોમાં પ્રચલિત. લોકોત્તર એટલે શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પ્રચલિત. પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહિ.
જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે, પણ પોતાનાં રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતો નથી તથા જે આહાર વગેરે લાવે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક થાય છે, આ લોકોત્તર પ્રશસ્ત ભાવ.
જે સાધુ પોતાના વર્ગ માટે, બળ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે તે જ્ઞાનદર્શન ચારિત્રનો આરાધક થઈ શકતો નથી. આ લોકોત્તર અપ્રશસ્ત ભાવ. (3) ગ્રાસએષણા
બેતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય પ્રાદુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણા કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે. વિશેષ વિધિ ઓઘનિર્યુક્તિ આદિ ગ્રંથમાંથી જાણી લેવી.
આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગવેષણાએષણા. તેમાં દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો તે ગ્રહણએષણા. અને દોષ ન લાગે તે રીતે વાપરવો તે ગ્રાસએષણા કહેવાય છે. ગવેષણામાં ઉદ્ગમ, ઉત્પાદનોના દોષો જોવાય છે. ગ્રહણમાં શંકિતાદિ દોષો જોવાય છે. અને ગ્રાસમાં સંયોજનાદિ દોષો ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે. (૪) સંયોજના-એટલે રસના સ્વાદ માટે પૂરી-શિખંડ આદિ સાથે મેળવવાં તે.
તે દ્રવ્ય સંયોજના અને ભાવ સંયોજના એમ બે પ્રકારે છે. અર્થાત્ ઉદ્દગમ ઉત્પાદનાદિ દોષો કયા કયા છે, તે જાણીને ટાળવાની ગવેષણા કરવી, તેમાંયે