________________
૧૪ ઘેરાગ અને વિરાગ
હવે તો વારો આવ્યો સગા ભાઈઓનો. સગા ભાઈઓ પણ સ્વતંત્ર રાજા તરીકે જીવે એ ચક્રવર્તીને કેમ પાલવે ? જેને રાજસત્તાના અહંકારનો કેફ ચડ્યો એને માટે તો શું સગા ભાઈ કે શું બીજા – બધાં ય સરખાં ! પોતાંની સત્તાને સ્વીકારે એ ભાઈ, અને પોતાની સત્તાને પડકારે એ શત્રુ.
સત્તાઘેલા ભરતની આંખ ભાઈઓ તરફ રાતી થઈ. પહેલાં એણે નાના પોતાના ભાઈઓને તાબે થવાનું કહેણ મોકલ્યું. પણ એ ભાઈઓ પણ ભારે ખુમારીવાળા નીકળ્યા. એમણે મોટા ભાઈના અહંકારને અજબ રીતે પડકાર્યો.
પોતાનું સ્વત્વ ગુમાવીને, ભલે મોટો ભાઈ હોય તો ય, ભરતના આશ્રિત બનીને રહેવાનું એમણે મંજૂર ન રાખ્યું. એમણે તો પોતાનો માર્ગ નક્કી કરી લીધો અને રાજપાટનો ત્યાગ કરીને એ પ્રભુના ચરણોમાં જઈ બેઠા.
બ્રાહ્મી તો ક્યારની પ્રભુના માર્ગે ચાલી નીકળી હતી; પણ સુંદરીઘેલા ભરતે સુંદરીને રોકી રાખી હતી. એ તો સુંદરીના ત્યાગની કલ્પના પણ નહોતો કરી શકતો. એ તો જાણે સુંદરી પોતાના ઉપર સ્નેહનો અભિષેક કરે, એ ધન્ય પળની જ રાહ જોઇ રહ્યો હતો.
પણ સુંદરી સૌંદર્યવતી છતાં એનું મન બ્રાહ્મીના પગલે પગલે પિતાજીના ધર્મ-માર્ગે ચાલી નીકળવાનું હતું એને મન રાજરાણીપદ કે વૈભવવિલાસનું કોઈ મૂલ ન હતું; એને તો આત્માના અમરપદની ઝંખના જાગી હતી. પણ આ ઘેલા ભરતને કોણ સમજાવે ? આ કામમાં કોણ સહાય કરે ?
પણ સુંદરી તો ભારે શાણી અને શાસ્ત્રપંડિતા નીકળી. એણે પારકી આશાનું નિરર્થકપણું તરત જ પારખી લીધું. મારે જે જોઈએ છે, એ મારે જ મેળવવું ઘટે. બીજા એ મેળવી આપે એ કેમ બને ?
અને એણે રાજમહેલમાં ભરતની વિજોગણ તરીકે રહેવાને બદલે આત્માની જોગણ બનવાનો નિર્ધાર કરી લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org