________________
૧૨૬ રાગ અને વિરાગ લાગ્યું.. - સમ્રાટ સિદ્ધરાજે જાહેર કર્યું : “ સહસ્ત્રલિંગ સરોવરની ધરતીને તર્પણ મળી ગયું છે ! હવે એ નિર્દોષ છોકરાનો વધ કરવાની જરૂર નથી. "
જાણે કરુણાસાગર ભગવાને માયાની પ્રાર્થના વેળાસર સાંભળી ! રાજા અને પ્રજા, સૌની આબરૂ સચવાઈ ગઈ ! અને એક નિર્દોષ જીવની હત્યાના પાપથી ગૂર્જરપતિ અને એની ધરતી બચી ગયાં.
મહારાજા જયસિંહ સિદ્ધરાજનું અંતર ભારે શાતા અનુભવી રહ્યું. માયાના નામે થયેલો જ્ઞાતિનો ઉદ્ધાર અમર બની ગયો. નગરમાં સર્વત્ર આનંદ-ઉત્સવ પ્રવર્તી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org