________________
મહાયાત્રા | ૧૯૩ પણ જાવડશાહના મનને તો હજીય ક્યાંય નિરાંત ન હતી. શત્રુંજય તીર્થની પાપી પિશાચોથી મુક્તિ કરવી, એની આશાતના દૂર કરવી અને એનો જીર્ણોદ્ધાર કરવો એ જ વાત એમના ચિત્તમાં હંમેશ રમી રહી હતી. જ્યારે એ તીર્થનો ઉદ્ધાર થાય અને ક્યારે ધર્મી જનો એની યાત્રા કરી શકે એ જ એકમાત્ર એમની તમન્ના હતી અને એને સિદ્ધ કરવા એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હતા.
પણ આ બધાં વર્ષોમાં અધર્મીઓએ એ તીર્થમાં પોતાનાં પાપી આચરણનાં મૂળ એવાં ઊંડા ઘાલ્યાં હતાં કે તીર્થના ઉદ્ધારનું કામ ભારે મુશ્કેલ બની ગયું હતું.
પણ એ ગમે તેટલું મુશ્કેલ હોય, છતાં પૂરું કર્યે જ છૂટકો હતો. એમાં પાછી પાની કરવી એ તો કર્તવ્યભ્રષ્ટ થવા જેવું કલંક હતું.
અને જાવડશાહ પોતાની ધર્મભાવનાના બળ, અઢળક સંપત્તિ અને વિપુલ સાધનસામગ્રી સાથે વિમલાચલમાં ઉદ્ધાર માટે પહોંચી
ગયા.
કપર્દી અસુરે પોતાના સાથીઓ સાથે તીર્થમાં ભારે ઉપદ્રવ મચાવી મૂક્યો હતો. જ્યાં જુઓ ત્યાં એ પવિત્ર પહાડની શિલાઓ મદિરા અને માંસથી અપવિત્ર બની ગઈ હતી. પાપી લોકોએ મહાપુણ્યના ધામને પાપનો પૂડો બનાવી મૂક્યો હતો.
શરૂઆતમાં તો કપર્દી જરાય પાછો ન પડ્યો. જાવડશાહને પજવવામાં એણે જરાય મણા ન રાખી. પણ જાવડશાહના નિશ્ચયમાં પ્રાણના ભોગે પણ કામ પૂરું કરવાના સંકલ્પનું ગજવેલ ભર્યું હતું. એ ગજવેલે કપર્દી અને એના અસુર સાથીઓને છેવટે પાછા પાડ્યા, શાણા બનાવ્યા.
તથધિરાજના ઉદ્ધારનું કામ વિજળી વેગે ચાલવા લાગ્યું. જાવડશાહનો આત્મા આનંદ આનંદ અનુભવી રહ્યો. શ્રીસંઘના આહલાદને કોઈ અવધિ ન રહી.
તીર્થાધિરાજનું ઉદ્ધારનું મહાકાર્ય એક શુભ દિવસે પૂરું થયું. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org