________________
હિસાબ કોડીનો! બક્ષિસ લાખની !D ૨૧૭ સાથ આપવા તૈયાર ન હોય ત્યાં કોણ પહોંચી વળી શકે ? અને આ નિવાસિતોનો ઉપાડો પણ ક્યાં ઓછો છે ? પ્રજા સાથ આપે તો જરૂર કંઈક ઠેકાણું પડે.
સરકાર તો પોતાની રીતે કામ કરતી જ હતી. નવાં મકાનો ઊભાં કરીને, નવાં ગામ વસાવીને, ખાલી મકાનોનો કબજો મેળવીને – એમ અનેક રીતે એ આ કોયડો ઉકેલવા મથતી હતી, પણ આ તો ફાટ્યા આભને થીંગડું મારવા જેવું કામ થઈ પડ્યું હતું – ગમે તેટલું તોય કરવાનું ઘણું ઘણું બાકી રહી જતું !
આમ સમય ચાલ્યો જતો હતો, ત્યાં મુકુંદરાયને ખબર મળ્યા, કે સરકારે કાયદાને આધારે તેમના એક ખાલી બંગલાનો કબજો લેવાનું નક્કી કર્યું છે. બંગલો નવો જ ચણાવ્યો હતો અને ચોપડામાં નહીં સમાયેલ ધનની એ જાણે ચાડી ખાતો હતો !
લોક કહેતું કે વ્યવસ્થા સ્થાપવા માટે ઘરબાર વગરની બનેલી પ્રજાને ઠેકાણેસર કરવા માટે સરકારે આવો કાયદો ઘડ્યો હતો. પણ મુકુંદરાયને તો એ વાત મંજૂર ન હતી. એ તો મનમાં ને મનમાં ઊકળી ઊઠતા કે આ તે વળી કેવી સરકાર કે ગમે તેની મિલકતનો કબજો કરી લે ? આવો તે વળી કાયદો હોય ખરો ?
અને એ તો ઊપડ્યા પોતાના બંગલાને બચાવવા. ખૂબ દોડધામ કરી. ખાલી બંગલાને કંઈ કંઈ કલ્પનાનાં સજ્ય નરનારીઓથી ભર્યોભર્યો સાબિત કર્યો. ઊભરાતી તિજોરીનાં લોખંડી બારણાં કંઈક વખત ઊઘડ્યાં ને બંધ થયાં. લાગવગ અને ઓળખાણ-પિછાણના કંઈ કંઈ લહાણાં અપાયાં. અને છેવટે નવો બંગલો નિવસિત માનવીઓના વસવાટથી અસ્પૃષ્ટ રહેવા ભાગ્યશાળી બન્યો !
પણ કુબેરના ભંડારી સમા મુકુંદરાયને કોણ પૂછવા જાય, કે આમ કરીને આપે ક્યા કાયદાનું પાલન કર્યું કે કઈ વ્યવસ્થાનું જતન કર્યું ?
અને એમનો ચોખ્ખો વ્યવહાર તો ક્યારનોય તિજોરીના ખાનામાં સંતાઈ ગયો હતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org