________________
બે ભાષા સુવર્ણ ] ૨૩૭ આમ દિવસો વધુ ને વધુ ઉદાસીનતાથી ભારે થવા લાગ્યા.
એક દિવસ તેની સ્ત્રીએ કહ્યું : “આપણા નગરના મહારાજા રોજ પ્રાતઃકાળમાં, જે.પહેલો ભિખારી તેમના દ્વારે જાય તેને, બે ભાષા સુવર્ણનું દાન કરે છે. આપ પ્રાતઃ કાળે વહેલા ઊઠીને એ દાન લઈ આવો તો આપણું દારિત્ર્ય નાશ પામે, અને આપણે સુખ-શાંતિપૂર્વક રહી શકીએ. અને વળી ઘર ઘર ભટકીને રોજ રોજ આ ચપટી લોટની ભીખ માગવાનું પણ ટળી જાય.”
કપિલનું હૃદય આ વાત સાંભળીને નાચી ઊઠ્યું : રોજ બે ભાષા સુવર્ણ ? અને તેય કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ? ખરે જ મારું ભાગ્ય જાગી ઊઠયું લાગે છે. હવે મારું દારિદ પળવારમાં ચાલ્યું જવાનું ! મારો બેડો પાર થઈ જવાનો !
અને રાજદરબારે સૌથી પહેલાં પહોંચી જવાની ચિંતામાં કપિલને આખી રાત નિદ્રા ન આવી. જ્યારે સમય થાય અને ક્યારે બે ભાષા સુવર્ણ લઈ આવું – એના હૃદયમાં બસ આ એક જ રટન ચાલ્યા કર્યું. નિરંતર શાસ્ત્રોના પાઠોનું રટન કરનાર ચિત્ત આજે ભીખ, ભીખ ને ભીખની જ માળા જપવા લાગ્યું હતું.
કોઈ બીજો ભિક્ષુ પોતાનાથી પહેલો પહોંચી જઈને બે ભાષા સુવર્ણનો અધિકારી ન બની બેસે, એ ચિંતામાં ને ચિંતામાં એ પરોઢ થયા પહેલાં ઘણા સમય અગાઉ, રાજદ્વારે પહોંચી જવા માટે, પોતાના ઘરેથી રવાના થયો. પણ ગરીબનું નસીબ પણ ગરીબ જ નીવડે !
આટલી રાતે તેને એકલો ફરતો જોઈને, તેના હાલહવાલ ઉપરથી ચોર સમજીને, રાજપુરુષોએ તેને કેદ કરી લીધો. સોનું સોનાના ઠેકાણું રહ્યું, અને નસીબમાં લોઢાની હાથકડીઓ આવી પડી ! હવે તો આમાંથી કેમ કરી છુટકારો થાય એ રટણ જ કરવાનું રહ્યું.
રહીસહી રાત્રી માંડમાંડ પસાર થઈ અને સવાર થતાં તેને ન્યાય માટે રાજા પાસે હાજર કરવામાં આવ્યો. કપિલના ભયનો પાર ન હતો ! તેને તો અત્યારે મોત સામું ચાલ્યું આવતું દેખાયું. રે કમનસીબી ! આ તો રાજા રામચંદ્ર જેવું થયું ! રાજ્યારોહણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org