Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૮ રાગ અને વિરાગ ‘લલિતવિસ્તરા’ ગ્રંથ અને તેના કર્તાને કદી નથી ભૂલ્યા. જે હરિભદ્રસૂરિ પોતાથી કેટલાંય વર્ષ અગાઉ થઈ ગયા હતા, તેમણે જાણે, એ ‘લલિતવિસ્તરા’ગ્રંથ પોતાના ઉપર ઉપકાર કરવા માટે જ ન લખ્યો હોય, એવી રીતે તેમણે શ્રી હરિભદ્રસૂરિજીને કૃતજ્ઞતાભરી અંજલિ આપતાં લખ્યુ કે, नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मर्थे निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ॥ ૭. કસોટી - ઠાકોર લવણપ્રસાદ (લાવણ્યપ્રસાદ ) અને તેનો પુત્ર વીરધવળ તે વખતે ધોળકાના માંડલિક રાજા હતા. ગુજરાત ઉપર તે વખતે ભોળા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. ભોળો ભીમદેવ રાજકાજમાં અકુશળ અને વિલાસી હતો. તેથી ગુજરાતના રાજકારણમાં પણ લવણપ્રસાદ અને વીરધવળનું ઠીક ઠીક માર્ગદર્શન અને વર્ચસ્વ રહેતું. છતાં, સદ્ભાગ્યે એમના અંતરમાં ગુજરાતના રાજવી બનવાની ઇચ્છા નહોતી જાગી, એટલે તેમણે માંડલિક રહીને ગુર્જરસમ્રાટનું વર્ચસ્વ આપમેળે જ સ્વીકાર્યું હતું. તેમનો રાજ્યવિસ્તાર પણ કંઈ ઓછો ન હતો. તેમાં વળી વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાસમર્થ, સર્વકાર્યકુશળ, વફાદાર અને નિષ્ઠાવાન બે ભાઈઓને પોતાના અમાત્ય તરીકે નીમ્યા પછી તો તેમના રાજ્યની ઉન્નતિ સવિશેષ થવા લાગી હતી. એક વખત દક્ષિણનો રાજા સિંહ પોતાના ઉપર ચડી આવવાના સમાચાર મળવાથી લવણપ્રસાદ અને વીરધવળ બંને જણા તેનો સામનો કરવા ભરૂચ સુધી સામે ગયા. રાજ્યની લગામ કુશળ મંત્રીઓના હાથમાં હતી, એટલે તેની તેમને કશી ફિકર ન હતી. બીજાં પણ કેટલાંક નાનાં નાનાં રાજ્યો આ વખતે તેમની મદદે હતાં, એટલે સ્વાભાવિક રીતે જ તેઓ ચિંતામુક્ત હતા. વસ્તુપાલ તે વખતે ખંભાતના સૂબા તરીકેનું પદ સંભાળતા હતા. રાજરમતની શેતરંજમાં કયું સોગઠું ક્યારે, કઈ ચાલ લે તે કળવું www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266