Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 264
________________ ઇતિહાસ થોડીક પ્રસાદી D ૨૫૧ રાજા ભોજના મનમાં એ વાત આંખના કણાની જેમ ખટકવા લાગી. અને કોઈ પણ ઉપાય, સુરાચાર્યને પાછા પાડાને આ ઘટનાનો પ્રતિકાર કરવા તેમનું મન તલસતું હતું. એમાં પાસવાનોની ભંભેરણીએ ઉમેરો કર્યો, અને પરિણામે ન્યાય-અન્યાયનો વિવેક ભૂલીને રાજા ભોજે સુરાચાર્યને દેહકષ્ટ આપવાનો પેંતરો રચ્યો. સુરાચાર્યનું કુશળ-ક્ષેમ ભયમાં આવી પડ્યું. આ વખતે મહાકવિ ધનપાલ રાજા ભોજની વિદ્વત્સભાના સભ્ય હતા. તે કોઈક રીતે સુરાચાર્ય ઉપર આવનારી આફતને પામી ગયા. પોતાના ધર્મગ ને, પોતાની હયાતી છતાં, કષ્ટ સહન કરવું પડે તે એમના માટે અસહ્ય હતું. અને એમણે સમયસૂચકતા દાખવીને, સુરાચાર્યને વેળાસર ચેતવી દીધા અને બરોબર યુક્તિ રચીને તેમને બીજા પ્રદેશમાં વિહાર કરાવી દીધો. આમ મહાકવિ ધનપાળની સમયસૂચકતા અને બુક્તિએ એક સમર્થ વિદ્વાનને અણધારી આફતમાંથી બચાવી લીધા. એક જ કાવ્યમાંથી ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથના જીવનનો અર્થ બતાવવા દ્વિસંધાન' નામના પાંડિત્ય અને રસોના ભંડાર સમા કાવ્યના રચયિતા તે આ જ સુરાચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266