Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001053/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ S21-ilec - રાગ અને વિરાગ For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ કથાસાહિત્ય રાગ અને વિરાગ [જૈન વિભૂતિઓ ] લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય Page #3 -------------------------------------------------------------------------- ________________ RAG ANE VIRAG a collection of Jain Stories by Shree Ratilal Deepchand Desai published by Gurjar Granthratňa Karyalaya 1994 © રતિલાલ દીપચંદ દેસાઈ પ્રથમ આવૃત્તિ ઃ મે ૧૯૯૪ પ્રત : ૧ ૬પ૦ મૂલ્ય : રૂ. ૫૭.00 પ્રકાશક કાંતિલાલ ગો. શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ-નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ લેસર ટાઈપસેટિંગ - શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુંદ્રક ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ વાતના વિસામા સમાં મારા સહૃદય સુહૃદ, અજાતશત્રુ સર્વમિત્ર મહાનુભાવ, નિષ્ઠાવાન પરગજુ વિદ્વાન ભાઈશ્રી પંડિત દલસુખભાઈ માલવણિયાને સાદર સસ્નેહ સમર્પણ – રતિલાલ. Page #5 -------------------------------------------------------------------------- ________________ મુનિતુલ્ય વિદ્વાનનું સત્ત્વગુણી સાહિત્ય શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ અમારી પ્રકાશનસંસ્થાના પ્રારંભિક સ્તંભોમાંના એક હતા. સંસારી છતાં સાચા અર્થમાં કર્મયોગી મુનિ સમા ૨. દી. દેસાઈ પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત વિરલ સત્યવક્તા હતા. ગૂર્જર પરિવારના સ્થાપકો તથા તેમની બીજી પેઢીને માટે પણ એ સાચા સલાહકાર હતા. કોઈની યે કશી યે શેહશરમ રાખ્યા વગર સાચી સલાહ આપનાર આવા વડીલો જવલ્લે જ મળે. એમની ગુણગ્રાહી, રસગ્રાહી દૃષ્ટિ પ્રાચીન જૈન સાહિત્યને જોઈ વળી અને સમકાલીન જીવનને મૂલવી રહી અને એમાંથી જન્મ્યાં એમનાં આગવાં સાચુકલાં કથારત્નો તથા “ગુરુ ગૌતમસ્વામી' જેવું પુસ્તકરત્ન. આ કથારત્નોને પ્રકાશનવર્ષ (ઈ.સ. ૧૫૩થી ૧૯૮૨ ) પ્રમાણે ક્રમશઃ મૂકતાં યાદી આ રીતે બને છે ઃ (૧) અભિષેક, (૨) સુવર્ણકંકણ, (૩) રાગ અને વિરાગ, (૪) પદ્મપરાગ, (૫) કલ્યાણમૂર્તિ, (૬) હિમગિરિની કન્યા, (૭) સમર્પણનો જય. (૮) મહાયાત્રા, (૯) સત્યવતી અને (૧૦) મંગળમૂર્તિ. આ નવસંસ્કરણમાં શ્રી ૨. દી. દેસાઈની શ્રેષ્ઠ રચના “ગુર ગૌતમસ્વામી યથાતથ એક ગ્રંથમાં જ આપીએ છીએ. જ્યારે સંપુટના અન્ય પાંચ ગ્રંથોમાં તેમનાં આ દસે ય કથારત્નોની બધી જ કથાઓને નવેસરથી ગોઠવીને રજૂ કરીએ છીએ. આ ઉત્તમ કાર્યના પ્રેરક મહામના પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્ર- . વિજયજીનો અમે વંદના સહિત આભાર માનીએ છીએ. તેઓએ જાતે જ રસ લઈને શ્રી કુમારપાળ દેસાઈના સહકારમાં આ કથાઓને પાંચે ય ગ્રંથોમાં નવેસરથી ગોઠવી આપી છે તે અમારા માટે વિશેષ આનંદની વાત છે. સમગ્ર ૨. દી. દેસાઈ પરિવારે આ પ્રકાશનના દરેક તબક્કે અમને અમૂલ્ય સહકાર આપ્યો છે તેની અમે સાનંદ નોંધ લઈએ છીએ. જે જે સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રાહક તરીકે આગોતરી નોંધણી કરાવીને અમને પ્રોત્સાહિત કર્યા છે તેમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તકોના પ્રકાશન દ્વારા અમારા પરિવારના પરમ શુભેચ્છક એ નિર્મળ આત્મા પ્રત્યેના અમારા ત્રણથી કેટલેક અંશે મુક્ત થવાના આનંદની અનુભૂતિ કરીએ છીએ. – પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ નિત્ય નૂતન મૂલ્યનિષ્ઠ સાહિત્ય ગાંધીયુગ એટલે મૂલ્યોનો યુગ. આ યુગમાં જે સાહિત્ય રચાયું તે મહદંશે મૂલ્યનિષ્ઠાથી ઓપતું – છલકાતું સાહિત્ય. નૈતિક અને આધ્યાત્મિક જીવનમૂલ્યો પ્રત્યેની આસ્થા અને આશા – એ આ સાહિત્યનાં પ્રાણતત્ત્વો હતાં એમ કહી શકાય, અને એટલે જ, એ સાહિત્યમાં ક્યાં ય ઉચ્છંખલતા કે અશિષ્ટતા જેવાં અનિચ્છનીય તત્ત્વો પ્રવેશી શકયા નથી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય વિશે આવું વિધાન કરવામાં ખોટા પડવાનો ભય બહુ ન લાગે, પણ ગાંધીયુગીન જૈન સાહિત્ય વિશે તો આ વિધાન તદન નિર્ભયપણે અને બેધડક કરી શકાય. જૈન સાહિત્ય તો પરંપરાથી સતત સર્જાતું જ આવ્યું છે. સૈકાઓથી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં સતત વહ્યા કરેલું જૈન સાહિત્યનું વહેણ મધ્યકાળમાં ગુજરાતીમાં પણ પૂરજોશમાં વહ્યું. અને વીસમી સદીમાં જ્યારે સર્જનાત્મક સાહિત્યનો વ્યાપક પવન ફૂંકાયો, ત્યારે જૈન સાહિત્ય પણ તેમાં પાછળ ન રહ્યું. જૈન સમાજે પણ કવિઓ, વાતકારો અને લેખકોનો વિપુલ ફાલ આપ્યો અને સાહિત્યના અર્વાચીન માપદંડોને અનુસરે તેવા સાહિત્યનું પ્રદાન કર્યું. જૈન સર્જકોના આ ફાલમાં જેમના વાર્તાસર્જને સૌનું ધ્યાન ખેંચ્યું તેવા લેખકો હતા : ૧. શ્રી ભીમજી હરજીવન : “સુશીલ', ૨. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ : “જયભિખ્ખું' અને ૩. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. મૂલ્યનિષ્ઠ, સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક વાર્તાસાહિત્યનું સર્જન – એ આ ત્રણે સર્જકોનો સમાન ગુણધર્મ હતો. તેવું તે ત્રણેની વાર્તાઓને તુલનાત્મક રીતે જોતાં સહેજે જણાઈ આવે. ‘જીવન ખાતર કલા અને સાહિત્ય ' – આ ગાંધીયુગીન વિચારનો પ્રભાવ. ત્રણેયના સાહિત્ય ઉપર, કોઈ ને કોઈ રૂપમાં અવશ્ય અનુભવવા મળે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન ધાર્મિક તેમ જ ઐતિહાસિક ગ્રંથોમાં પ્રાપ્ત થતા અને સાથે સાથે પોતાની નજર સામે વર્તતાજિવાતા-જોવાતા જગત તથા જીવનમાંથી તેઓની સર્જક દૃષ્ટિએ પકડી લીધેલાં પ્રેરણાદાયી કથાનકો/પ્રસંગોને અર્વાચીન કે લોકપ્રિય સાહિત્યિક ભાષાસ્વરૂપમાં ઢાળી, તેને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાની નેમ તે ત્રણે સર્જકોની હતી, તે તેમનું સાહિત્ય જોતાં જણાઈ આવે છે. — VI - આ સ્થાને આપણે વાત કરવાની છે શ્રી રતિલાલ દી. દેસાઈના સાહિત્યની ખાસ કરીને વાર્તાસાહિત્યની. રતિભાઈનું વાર્તાસર્જન કેટલું બધું સમૃદ્ધ તેમ જ વૈવિધ્યસભર છે તે તો તેમના દસેક વાર્તાસંગ્રહોને અવલોકીએ ત્યારે જ સમજાય. તેમણે જૈન ગ્રંથોમાં મળતા થાપ્રસંગોને મમળાવ્યા છે, તેનો પ્રવર્તમાન દેશ-કાળને અનુરૂપ મર્મ પકડ્યો છે. અને પછી તે મર્મને કેન્દ્રમાં રાખીને હૃદયસ્પર્શી, પ્રતીતિકર તેમ જ મૂળ કથાનકના વસ્તુને પૂર્ણ ન્યાય મળે તે રીતે વાર્તા સર્જી છે. -- પણ આનો અર્થ એ નથી કે તેઓનું સર્જન માત્ર જૈન ગ્રંથો કે જૈન કથાઓ પૂરતું જ મર્યાદિત છે. તેમણે તો ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો પણ ‘કાચા માલ’ તરીકે ઉપયોગ કરીને તેમાંથી સરસ કથાઓ સર્જી છે. એથી યે આગળ વધીને તેમણે પોતાને થયેલા કેટલાક પ્રેરણાદાયી સ્વાનુભવોને પણ કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. એમણે નારીકથાઓ અને શીલકથાઓ લખી છે, ઇતિહાસકથાઓ આલેખી છે, ધર્મકથાઓ અને શૌર્યકથાઓ પણ આપી છે, તો સત્યકથાના સર્જનમાં પણ તેઓ પાછળ નથી રહ્યા. એમની વાર્તાઓ વાંચતા હોઈએ ત્યારે અગાધ પરંતુ શાંત સાગરમાં, ધીમી છતાં સ્વસ્થ ગતિએ હલેસાંની સહાયથી નૌકાવિહાર કરતા હોઈએ તેવો અહેસાસ થયા કરે. ક્યાં ય તોફાન નહિ, કોઈ આછકલાઈ કે છીછરાપણું નહિ; અનૌચિત્ય તો ફરકે જ શેનું ? સરળ શૈલી, વાક્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ VII વાકયે ઝબકી મૂલ્યપરસ્તી અને સંવેદનશીલતા આ એમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે. આવા સરસ અને સરળ સાહિત્યસર્જકનું વાર્તાસર્જન, આજના અતંત્ર અને વિષમ વાતાવરણમાં, જેના મનમાં જીવન-ઘડતરનાં પાયાનાં મૂલ્યોની થોડીક પણ કિંમત છે અને સાત્ત્વિક સાહિત્ય પ્રત્યે આછીપાતળી પણ અભિરુચિ છે, તેને માટે જીવનજરૂરી અને પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે. એટલે જ, અપ્રાપ્ય બનેલા આ સાહિત્યનું આવા વર્ગીકૃત સંપુટરૂપે પુનર્મુદ્રણ અત્યંત આવકારપાત્ર બની રહે છે. આ સાહિત્ય-સંપુટના પ્રકાશનના સાહસ બદલ ‘ગૂર્જર' પરિવારને હાર્દિક અભિનંદન. શીલચન્દ્રવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ કથાગૌરવની માવજત યુદ્ધસ્ય થા રમ્યા – એ સૂત્ર રચનારે ભારે માર્મિક સત્ય ઉચ્ચાર્યું છે. શૌર્યની કે સમર્પણની, અથવા તો તપ, ત્યાગ, તિતિક્ષા, સંયમ કે સેવાની રસપૂર્ણ કથા-વાર્તા સાંભળવી કે વાંચવી એ એક લ્હાવો છે, એવી વાર્તાઓ કહેવી કે લખવી એ એક કળા છે; પણ જેમાંથી આવી સરસ કથા-વાર્તાઓનું સર્જન કરવાની પ્રેરણા મળે એવું જીવન જીવવું એ ભારે મુશ્કેલ કામ છે. એવું જીવન જીવનાર સૌને વંદના ! આવી કથાઓ જેમ પ્રાચીન ધર્મશાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસમાંથી મળી આવે છે, એ જ રીતે, જો આપણે માનવસમાજના નીચા કે ઊંચા ગણાતા થરોના માનવીઓને સમભાવપૂર્વક સમજવા તૈયાર હોઈએ, તો આપણી સામેથી પસાર થતા વર્તમાન જીવનમાંથી પણ મળી આવે છે. પ્રજાજીવનને નરવું અને નિર્દોષ બનાવવા માટે જનસમૂહને ગમ્મત સાથે જ્ઞાન આપે અને સારા સંસ્કારોનું સિંચન અને પોષણ કરે એવું નરવું સાહિત્ય મળતું રહે એ જરૂરી છે. બીજાં ક્ષેત્રોની જેમ લલિત વાયના સર્જનના ક્ષેત્રમાં પણ, પ્રજાના જીવનને વિકૃત બનાવી મૂકે એવાં જે અનિષ્ટ તત્ત્વો પ્રવેશી જતાં લાગે છે, તે ચિંતા ઉપજાવે અને એ અંગે કંઈક કહેવાનું મન થઈ આવે એવાં પણ છે. એવા જ ચિંતા અને વેદનાભર્યા વિચારો ભારતીય જ્ઞાનપીઠના મહાપુરસ્કારથી સન્માનિત, મલયાલમ ભાષાના સર્જકશિરોમણિ સમર્થ સાહિત્યકાર, સ્વનામધન્ય શ્રી શંકરનકુટ્ટી કુન્ડીમન પોટ્ટેકાટ્ટને પણ પરેશાન કરી રહ્યા છે. તેઓએ સાચું જ કહ્યું હતું કે : 'સાહિત્ય એ બજારુ વસ્તુ બની ગયેલ છે, અને જાણતાં કે અજાણતાં, એ માનવીઓના નીતિમત્તાના ભાનને ઠીંગરાવી નાખે છે. અસભ્ય કામવાસના તથા લૂંટ અને બળાત્કારની ઘટનાઓથી ઊભરાતી વાર્તાઓ ઉપજાવી કાઢવામાં આવે છે, અને એથી બજાર ઊભરાઈ જાય "1 Page #10 -------------------------------------------------------------------------- ________________ “સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે છે અને પાશવી (આસુરી ) વૃત્તિઓથી એને દૂર રાખે છે. ભ્રાતૃભાવ, સમાનતા અને શાંતિ જેવાં મૂલ્યોને પોષણ મળવું જોઈએ. અને આવી સંસ્કૃતિપોષક સમજણ મારફત વિશાળ દેશના જુદીજુદી જાતના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ. આ કાર્ય સાહિત્ય મારફત જ સારી રીતે થઈ શકે.” આ વાર્તાઓમાં વાતકલાનું તત્ત્વ હોવાનો દાવો મારાથી થઈ શકે એમ નથી એ હું જાણું છું અને છતાં આ વાર્તાઓ લખવામાં મેં અલ્પાંશે પણ આનંદનો અનુભવ કર્યો છે – એટલું જણાવવાની રજા લઉં છું. જેમાં આધુનિક વાતકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા માનવતા કે ઉદારતા-સહૃદયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. જેમ જીવનનિર્વાહ માટેનું, તેમ જીવનને ટકાવી રાખવાનું બળ પણ મને માતા સરસ્વતીની કૃપાદૃષ્ટિમાંથી જ મળતું રહ્યું છે, એ હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું. (કથાસંગ્રહોની પ્રસ્તાવનામાંથી સંકલિત ) – રતિલાલ દીપચંદ દેસાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • • • • • • • • • • • • • • • • • • ૮૦ ૧. રાગ અને વિરાગ . . . . . ૨. છેલ્લો અહંકાર . . . . . ૩. કૃતજ્ઞતા . . . . . . . . ૪. હીરાની ખાણ પ. અપૂર્વનો આનંદ . . . . . ૬. શ્રમણોપાસક લલિગ . ૭. પ્રાયશ્ચિત્ત ૮. ભાંગ્યાનો ભેરુ . . . . . . ૯. પ્રાયશ્ચિત્ત – વિજયનું ! . . . . . ૧૦. સાચો ધર્મ . . . . . . . . . . ૧૧. સાચું સંભારણું . . . . . ૧૨. મૃત્યુંજય . . . . . . . . . ૧૩. ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત . . . ૧૪. સહસ્ત્રલિંગનું તર્પણ . . . ૧૫. કલ્યાણગામી દાંપત્ય . ૧૬. ભાવનાનાં મૂલ . . . . . . ૧૭. પતન અને ઉત્થાન . ૧૮. મહાકવિ ધનપાલ . . . . ૧૯. ચોપડાને જળચરણ કરો . . . . ૨૦. મહાયાત્રા . ૨૧. સતના રખેવાળ . ૨૨. હિસાબ કોડીનો ! બક્ષિસ લાખની ! . . ર૩. ભિક્ષા . . . . . . . . . . . . • • • • ૨૪. બે ભાષા સુવર્ણ . . . ૨૫. ઇતિહાસની થોડીક પ્રસાદી . . . . . . . • • • • • • • OP . ૧૫૨ . ૧૪ . ૧૭૮ ૧૮૪ ૧૯૬ ૨૦૮ = ? . . . ૨૪૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ [ જૈન વિભૂતિઓ ] Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ દ્વારિકા નગરીમાં આજે આનંદમંગળ પ્રવર્તી રહ્યાં છે. ઘેર ઘેર તોરણ અને આંગણે આંગળે રંગોળીઓ પૂરવામાં આવી છે. જળ-છંટકાવથી શીતળ બનેલા રાજમાર્ગો ધજા-પતાકાઓથી શોભી રહ્યા છે. યૌવનમાં જ ત્યાગ, વૈરાગ્ય અને સંયમની હઠ લઈ બેઠેલા નૈમિકુમારને માતાની મમતા, શ્રીકૃષ્ણની યુક્તિ, સ્વજનોના આગ્રહ અને ભાભીઓના વિનોદ-કટાક્ષોએ કંઈક કૂણા બનાવ્યા; અને એમણે લગ્નની હા પાડી. ઉગ્રસેન રાજાની .રૂપ-લાવણ્યવતી પુત્રી રાજીમતી સાથે ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. આજે એ લગ્નનો દિવસ છે. આખી નગરી એ લગ્નનો ઉત્સવ માણી રહી છે. સૌને મન ન બનવા ધારેલી વાત બન્યાનો આનંદ છે ! નેમિકુમાર મોટી જાન લઈને પરણવા ચાલ્યા છે. શો વૈભવશાળી એ વરઘોડો અને શી એની શોભા ! નગરીનાં નર-નારીઓ વીથિકાઓ અને રાજમાર્ગો ઉપર મહેરામણની જેમ ઊભરાયાં છે. એમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે; અને યૌવન તો જાણે આજે હિલોળે ચડ્યું છે. રાજમાર્ગોના ઝરૂખાઓમાં ભારે ઠઠ જામી છે. જાણે સૌ કોઈ નેત્ર દ્વારા, રથમાં ઇંદ્રની જેમ વિરાજતા, શ્યામસુંદરનેમિકુમારની પ્રશાંત રૂપસુધાનું પાન કરી રહ્યા છે. કુમારિકાઓ અને નવયૌવનાઓ આંગળી ચીંધી ચીંધીને એકબીજીને નૈમિકુમારનું દર્શન કરાવી રહી છે. વરઘોડો ધીમે ધેમે આગળ વધી રહ્યો છે. નગરીના બીજા વિભાગમાં રાજા ઉગ્રસેન અને રાણી ધારિણી આજે આનંદઘેલાં બની ગયાં છે. પોતાની લાડઘેલી પુત્રી રાજીમતી આજે યોગ્ય વરને પામીને સંસારને શોભાવવાની છે. એમનો ધવલિંગિર Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ ઘેરાગ અને વિરાગ સમો શ્વેત રાજપ્રાસાદ જાણે હર્ષ અને કિલ્લોલના અંઘોળ કરી રહ્યો છે. તૂરી, ભેરી, ઢક્કા અને વિવિધ વાજિંત્રો ગૂંજી ઊઠ્યાં છે. રાજરમણીઓના મધુર કંઠો જાણે એમાં વિવિધ સૂરાવલીની રંગોળી પૂરી રહ્યાં છે. જાન પાસે ને પાસે આવી રહી છે. રાજા ઉગ્રસેનના શ્વેત રાજપ્રાસાદના ગવાક્ષો અને ઝરૂખાઓ રંગબેરંગી વસ્ત્રોથી શોભી ઊઠ્યા છે. ઉત્સવધેલી યૌવનાઓ ત્યાં ટોળે વળી છે, અને નેત્રો વિસ્ફારિત કરીને કોડીલી રાજીમતીના ભાવિ કંથનાં દર્શન માટે તલસી રહી છે. વરઘોડો વધારે નજીક આવી પહોંચ્યો છે. હવે તો થનગનતા તોખારોના હણહણાટો અને આનંદમત્ત ગજરાજોની કિકિયારીઓ રાજપ્રાસાદના સૂરો સાથે ભળી જઈને અજબ સૂરાવલી જગાવી રહ્યાં છે. જાણે મેઘધનુષ ક્રીડા કરવા ધરતી ઉપર ઊતર્યું હોય એમ જાનૈયાઓના વિવિધરંગી પોષાફોથી ધરતી ઓપી રહી છે. પ્રાસાદના એક વિશાળ ઝરૂખામાં સખીઓ ટોળે વળી છે. વચમાં પારેવી સમી રાજીમતી લજ્જાવંત મુખે ખડી છે. અંતરની ઉત્કંઠાને એ મુખની ગંભીરતાથી છુપાવી રહી છે, પણ સખીઓ તો ભારે બટકબોલી છે. ન બોલવાનું બોલી બોલીને રાજીમતીને હસાવી રહી છે, મૂંઝવી રહી છે. રાજીમતી તો આજે જાણે લજામણીનો છોડ બની ગઈ છે. સખીઓ તાળીઓ દે છે અને હસી હસીને રાજીમતીને ચીડાવે . છે : જોજે ને બહેન, આજે તો કાગડો દહીંથરું ઉપાડી જવાનો ! ક્યાં ગૌરવર્ણી અમારી સખી અને ક્યાં શ્યામવર્ણી નેમિકુમાર !” 66 બીજી બોલી ઊઠે છે : ના બહેન, ના ! આજે તો વીજ અને મેઘનું મિલન થવાનું છે !” આમ આનંદ-વિનોદ ચાલી રહ્યો છે ત્યાં વરઘોડો સાવ નજીક આવી પહોંચ્યો. સખીઓ ગંભીર બની ગઈ; રાજીમતી પોતાની આનંદોર્મિઓને છુપાવવા મથી રહી. રાજા, રાણી અને સ્વજનો પ્રાંગણમાં આવી Page #16 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ ૩ પહોંચ્યાં. વરના વધામણે સૌ સજ્જ થઈને ખડાં થઈ રહ્યાં. સખીઓ બતાવી રહી છે : “સખી, પેલો રહ્યો નેમિકુમારનો રથ, અને અંદર એ શોભી રહ્યા નેમિકુમાર. રથ ઉપર ધજા પણ કેવી ફરકી રહી છે ! જાણે નેમિકુમાર ધજાને ફરકાવીને વા સાથે આપણી સખીને પ્રેમ-સંદેશા મોકલી રહ્યા છે !” રાજીમતીનાં નેત્રો એ દિશામાં મંડાઈ રહે છે. વાણી તો જાણે આજે એ ભૂલી જ ગઈ છે ! પણ અરે, આ શું ? વણથંભ્યો ચાલતો નેમિકુમારનો રથ અડધે રસ્તે કાં થંભી ગયો ? રાજીમતી વિચારે છે : આજે જમણું નેત્ર કાં ફરકે ? જાનના માર્ગે એક વિશાળ વાડો હતો, ચારેકોરથી કબજાવાળો ! એમાં જાત જાતનાં સેંકડો પશુઓ ભર્યા હતાં. રૂપાળાં એ પશુઓ હતાં, કાતર એમની દૃષ્ટિ હતી, દર્દભર્યાં એમનાં કંદન હતાં – જાણે હૈયાનાં તાળાં ઉઘાડી દે એવાં. નેમિકુમાર સારથિને પૂછે છે : “ સારથિ આટલા બધા પશુઓને અહીં શા કાજે ભેગાં કર્યો હશે ? શું એમને ય આ લગ્નમાં તેડાવ્યાં હશે ? " સારથિએ ઉત્તર આપ્યો : “ હા સ્વામી, આ લગ્નની અને આપના જાનૈયાની ખરી સેવા તો આ પશુઓ જ કરવાનાં; એમના વિના તો બધું રસહીન અને સારહીન જ બની જાય. " નેમિકુમાર : “ ભાઈ, તારું કથન જરા વિસ્તારથી અને સ્પષ્ટતાથી કહે ! " સારથિ : “ આ પશુઓમાંથી તો આપણા માટે વિવિધ જાતની મધુર અને માદક રસવંતીઓ તૈયાર થવાની. એ આરોગીને જાનૈયા કન્યાપક્ષની વાહ વાહ પોકારવાના !" નેમિકુમારે આગળ કંઈ ન પૂછ્યું. એ ઊંડા વિચારમાં ઊતરી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ Dરાગ અને વિરાગ પડ્યા. એમને થયું : જીભના પળવારના સ્વાદ માટે આટલાં નિર્દોષ પશુઓનો સંહાર ! સર્યું આવાં લગ્નથી ! જાણે દોડવા ઇચ્છનારને ઢાળ મળી ગયો. અંતરના વિરાગીને ાગે તમાચો લગાવીને જગાવી દીધો ! નેમિકુમારે એટલું જ કહ્યું : “ ભલા સારથિ, રથને થોભાવો ! " અને કુમાર પશુઓની દૃષ્ટ દૃષ્ટ મિલાવી રહ્યા. વરરાજાનો રથ થંભી ગયો. સૌ નીરખી રહ્યા ઃ રથ થંભ્યો, સાથે અશ્વો થંભી ગયા, ગજરાજો થંભી ગયા, સ્વજનો થંભી ગયા, મણીઓનાં ગીતો થંભી ગયાં, વાજિંત્રો થંભી ગયાં. સર્વત્ર સ્તબ્ધતા છવાઈ ગઈ. .. નેમિકુમારે ફરી સારથિને આજ્ઞા કરી : ભાઈ સારથિ, થ પાછો ફેરવો ! સર્યું આવાં લગ્નથી !” સૌ જોતાં રહ્યાં અને કોડભર્યા વરરાજાનો રથ લગ્ન મંડપમાં લીલા તોરણેથી પાછો ફરી ગયો ! ધવળમંગળને સ્થાને હાહાકાર પ્રવર્તી રહ્યો. સખીઓ સ્તબ્ધ બનીને જોઈ રહે છે ઃ આ શું ? વરરાજા પાછા વળી ગયા ? લીધાં લગ્ન અધૂરાં રહેશે ? રાજીમતી નેત્રો ખેંચી ખેંચીને જોઈ રહી છે ? શું સાચે જ નેમિકુમાર પાછા વળી ગયા ? એની આંખે અંધારાં આવ્યાં. એ મૂર્છિત થઈને ઢળી પડી. માતા ધારિણી ચોધાર આંસુએ રડી રહી છે. સખીઓ દીન વદને નીરખી રહી છે. સૌનાં મુખ ઉપર ન બનવાની વાત બની ગયાનો શોક છે. અણધાર્યા આઘાતે રાજીમતીની ચેતનાને હરી લીધી જાણે કલિનીની ઉપર આગ વરસી ગઈ. એ મૂર્છામાં કંઈ કંઈ બોલી જાય છે. પાછો ન : એ સખીને પૂછે છે વળ્યો ? જરા જો તો ખરી ! સખી શું જવાબ આપે. .. સખી, નાથનો રથ હજી "? એ જરૂર પાછો આવશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ ૫ રાજીમતી કંઈક ભાનમાં આવે છે અને કંદન કરે છે : “ નાથ ! શું મને એકલી મૂકીને ચાલી નીકળ્યા ? ના, ના, એમ ન બને ! સ્વામી ! વાળો, વાળો, તમે રથડો વાળો ! કેટકેટલા ભવની પ્રીત ! અને આમ ઉવેખીને ચાલ્યા જશો ?” . સૌનાં નેત્રો આંસુ ભીનાં થાય છે. રાજીમતી કહે છે : “ સ્વામી, તમે જીવદયા પ્રતિપાળરે તમે રથ પાછો વાળો, પાછો વાળો, રથને પાછો વાળો !" ત્યાં તો કોઈ બહાર કરુણાદ્ર સ્વરે ગાતું સંભળાય છે : “સુણી પશુડા પોકાર, નેમે છોડી રાજુલ નાર !” રાજીમતી ફરી કહે છે : “ પશુઓની કરુણા જાણનાર નાથ, શું મારા ઉપર કરુણા નહી વરસાવો ? શું મારા તરફ કૂર બનશો ?" માતા અને સખીઓ મૂઢ બની સાંભળી રહી. રાજીમતી વધુ સાવધ બન્યાં ને બોલ્યાં “ ના, ના, આવો કરુણાસાગર કંથ કદી પોતાની કામિની પ્રત્યે ક્રૂર બને ખરો ? સખી, મારો નાથ પાછો નથી વળી ગયો ! એ તો મને પોતાની પાછળ વિરાગને પંથે આવવાનું આમંત્રણ આપી ગયો છે ! પોતે તરે અને પોતાની પ્રિયતમા ડૂબે એમ કયો પ્રિયતમ ઇચ્છે ? મા, જો જો, સાંભળ, મારો નાથ મને સાદ દઈ રહ્યો છે. એનો માર્ગ એ જ મારો માર્ગ ! " સ્વજનોનાં આનંદ-અશ્રુ પળવારમાં શોકનાં આંસુમાં પલટાઈ ગયાં. રે સંસાર, તારી માયા ! અને રાજકુમારી રાજીમતી નેમિકુમારના માર્ગે ચાલી નીકળવાનો સંકલ્પ કરીને શાંત બની ગઈ, સ્વસ્થ બની ગઈ. એનું દુઃખમાત્ર ચાલ્યું ગયું, એનો શોકમાત્ર શમી ગયો ! વિજોગણ રાજીમતીએ જોગણ બનીને સ્વામીનો પંથ અજવાળી મૂક્યો. - નેમિકુમાર કરુણાના વૈરાગ્યથી શોભી રહ્યા. Page #19 -------------------------------------------------------------------------- ________________ કn રાગ અને વિરાગ રાજીમતી વિયોગના વૈરાગ્યથી દીપી ઊઠ્યાં. તે દિવસે રાગનો લાવારસ વિરાગના શાંત રસમાં પલટાઈને ધન્ય બની ગયો ! નેમ અને રાજુલ ! જાણે સાક્ષાત્ કરુણા અને વૈરાગ્ય જ જોઈ લ્યો. બન્ને ત્યાગી બનીને અમરપંથનાં યાત્રિક બન્યાં છે, અને અનેક આત્માઓને એ માર્ગે વાળી રહ્યાં છે. લગ્ન-સમારંભ તો અનેક ઊજવાયા હશે, પણ આ લગ્ન-સમારંભ તો સાવ અનોખો બની ગયો. બે દેહના બદલે બે આત્માઓ જ એક તારે બંધાઈ ગયાં. એ બંધન અજર હતું, અમર હતું, શાશ્વત હતું ! નેમિકુમારના નાના ભાઈ રથનેમિને પણ ત્યાગ-વૈરાગ્યનો આ રંગ સ્પર્શી ગયો; અને એય આત્માના આશક બનીને ચાલી નીકળ્યા. ગિરનારનો ગરવો પહાડ આત્મસાધનાને માર્ગે વળેલા નેમિકુમાર, રાજીમતી અને રથનેમિ જેવા અનેક સાધકોની સાધનાથી પાવન થવા લાગ્યો. એક દિવસની વાત છે. સાધ્વી રાજીમતી ગિરનાર ઉપર પ્રભુ નેમિનાથનાં દર્શન કરી પાછાં ફરી રહ્યાં છે. રસ્તામાં આકાશ વાદળથી ઘેરાવા લાગે છે. મહાસાગરના લોઢ ઊમટીને જાણે આકાશમાં ખડકાવા લાગે છે. વાદળની ગર્જનાથી ગિરનાર ગાજવા લાગે છે અને ચારે દિશાએ, રણશૂરાની તલવારની જેમ, વીજળી ચમકારા કરવા લાગે છે. અને, કો વિજોગણનું હૈયું આંખો વાટે વહેવા માંડે એમ, વાદળ વરસવા માંડે છે. પવન, પાણી અને વીજળી એકતાર સાધીને પર્વતનો ખોળો ખૂંદવા લાગે છે – જાણે પ્રલયકાળ ન આવી પહોંચ્યો હોય ! રાજીમતી - સુકોમળ રાજીમતી – લાચાર બની જાય છે. એનાં Page #20 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ [ ૭ વસ્ત્રો સાવ ભીનાં થઈ ગયાં છે. ગિરનારના વનવગડામાં એની વાટ જાણે રૂંધાઈ ગઈ છે. એ વિચારે છે કે કોઈ ગુફા મળે તો આ વસ્ત્રોને નીચોવી લઉં. મેહ વરસતો બંધ થાય અને વસ્ત્રો કંઈક કોરાં થાય તો આગળ વધું. ત્યાં એક ગુફા નજરે પડે છે. રાજીમતી એમાં પ્રવેશીને વસ્ત્રો કાઢીને નિચોવવા લાગે છે. રાજીમતીનો પગસંચાર ગુફાના કો અંધારા ખૂણાને સચેતન બનાવે છે. કો પાષાણ સમી સ્થિર માનવમૂર્તિ ધ્યાનમાંથી ડોલી ઊઠે છે; અને પાષાણમાં કંડારેલી મનોહર દેવી-પ્રતિમા સમી નારીને જોઈને એ મૂર્તિ ડગ ભરતી આગળ આવે છે. * પળવાર એ જોઈ રહે છે અને મંત્રના પ્રયોગે ભૂત જાગી ઊઠે એમ, આવી રૂપ રૂપના અંબાર સમી નવસ્ત્રી નારીને નીરખીને, પેલા માનવીના મનમાં વાસનાનાં ભૂતો જાગી ઊઠે છે. એક તરફ યૌવનના અવતાર સમો પુરુષ ખડો છે. સામે અપ્સરાને ય શરમાવે એવી નારી ખડી છે. જાણે કામદેવ અને રતિ કો અજાણી ગુફામાં અજાણ્યાં ભેગાં થઈ ગયાં છે. પળ-વિપળની જ એ વાત અને રાજીમતી એકદમ સાવધ થઈ ગઈ અને અંગ-ઉપાંગ ભીનાં વસ્ત્રોમાં જ સંકોચીને ઊભી રહી ગઈ. પળવાર એણે પેલા પુરુષની સામે પોતાની તેજ ઝરતી નજર નાંખીઅને પોતાના મનને સ્વસ્થ બનાવી લીધું. એ પુરુષને ઓળખતાં એને વાર ન લાગી : એ હતા નેમિકુમારના લઘુબંધુ મુનિ રથનેમિ ! પણ રથનેમિ તો આજે પરાધીન બની ગયા હતા. એમને અંગે અંગે વાસનાઓ ડંખ દઈ રહી હતી. એમને માનવીને ઓળખવાની આંખો આજે ન હતી. રાજીમતીએ સ્વસ્થ સ્વરે રથનેમિને સંબોધ્યા, ઉપદેશ્યા : “ દેવરિયા મુનિવર, ધ્યાનમાં રહેજો !” રથનેમિ સાંભળી રહ્યા : આ અવાજ તો પરિચિત છે. એ તરત Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮ ] રાગ અને વિરાગ જ પામી ગયા : આ તો સાધ્વી રાજીમતીનો સ્વર ! પણ આજે તો એમની વાસનાનો આતશ શત મુખે ઝગી ઊઠ્યો હતો, એ શાંત થવાની ના ભણતો હતો. એણે ધીટ બનીને માગણી કરી ઃ રાજીમતી, આજ જેવો આપણો મેળ મુશ્કેલ છે. ભાગ્યે જ્યારે આવા એકાંતમાં ભેગાં જ કરી દીધાં છે, તો સંસારનાં સુખો ભોગવી ને જન્મને કૃતાર્થ કાં ન કરવો ? છેવટે તો આ તપ,ત્યાગ અને સંયમ છે જ ને ? યૌવનને ફોગટ શા માટે ગુમાવવું !' 66 રાજીમતીએ શાંત સ્વરે કહ્યું : “ મુનિવર, જોજો, ધ્યાનથી ચૂકી જતા ! ધ્યાન અખંડ હશે તો જ તમારો નિસ્તાર થશે. પણ રથનેમિને તો આ બધું પથ્થર ઉપર પાણી હતું. 66 રાજીમતીએ આગળ ચલાવ્યું : મુનિવર, જે વાસનાને એકવાર અંતરમાંથી વી કાઢી એ વાસનાની વાંછા કરશો, તો આત્મા વમન કરેલાનું ભક્ષણ કરતા શ્વાન સમો બની જવાનો ! ક્યાં તમારી ઉત્કટ સાધના અને ક્યાં તમારી આ ભૂંડી વાસના ! જરા જાગો, મુનિવર, જાગો !” રથનેમિ સાંભળી રહ્યા. રાજીમતીએ આગળ ચલાવ્યું : દિયરજી, પેલા અગંધના કુળના નાગને જાણો છો ? • જે મરી જાય છતાં વમેલું વિષ પાછું કદી ન ખેંચે ! શું એ નાગ કરતાં પણ હલકા ગણાવું છે ? તમારું કુળ તો વિચારો ! તમારી પ્રતિજ્ઞા તો સંભારો ! " રથનેમિનું ચિત્ત કંઈક સ્થિર થતું લાગ્યું. રાજીમતીએ છેલ્લા બોલ સંભળાવ્યા “ મુનિવર, જરા આ ગુફાની બહાર તો જુઓ. આ મોટાં મોટાં વૃક્ષો પવનનાં પ્રેર્યાં કેવાં ડોલી અને ડગમગી રહ્યાં છે ! એક વાર ચિત્ત વાસનાથી ડોલવા લાગ્યું, પછી તો મારા જેવી અનેક રમણીઓ તમારા ચિત્તવૃક્ષને એવું ડોલાવતી રહેશે કે તમારો આત્મા સદા સંતપ્ત રહેશે. સંતપ્ત આત્માને લઈને તમે ક્યાં ક્યાં ઝળશો ? માટે .. - Page #22 -------------------------------------------------------------------------- ________________ રાગ અને વિરાગ ` ૯ ‘ દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો ! ધ્યાન થકી હોય ભવનો પાર રે, દેવરિયા મુનિવર, ધ્યાનમાં રહેશો !'' થનેમિનો આત્મા જાગી ઊઠ્યો. એ શરમના માર્યા નીચું જોઈ રહ્યા. માતા જેવા ભક્તિભાવથી એ સાધ્વી રાજીમતીને વંદી રહ્યા. એમના આત્મામાં અત્યારે આભારની એક જ લાગણી ગૂંજતી હતી : કૂપ પડંતા તુમે કર ઝાલી રાખિયો રે ! રાજીમતી અને રથનેમિ બન્ને સ્વસ્થ ચિત્તે પોતપોતાને માર્ગે ગયાં. તે દિવસે ફરી વાર રાગ ઉપર વિરાગનો વિજય ગરવા ગિરનારે જોયો ! 66 * Page #23 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર નંદનવન જેવો એ સમય. ઇતિહાસની જ્યાં ગતિ નથી એવા જુગજુગ પહેલાંના સમયની આ વાત છે. ત્યારે સંઘ નહોતો, સમાજ નહોતો, રાજ્ય નહોતું, ધર્મ નહોતો : એ બધાને નામે તે કાળે કોઈ વ્યવસ્થા ન હતી. કારણ કે માનવીના જીવનમાં હજી અવ્યવસ્થાએ જન્મ લીધો નહોતો; અન્યાય, અનીતિ કે અધર્મને કોઈ ઓળખતું ન હતું. ઉપકારની ત્યારે જરૂર નહોતી પડતી, કારણ કે કોઈ કોઈનું બૂરું કરનાર ન હતું. એ કાળે ન જીવવાનો મોહ હતો, ન મરણનો ભય; એ બન્ને ય પ્રકૃતિમાતાની ભેટ લેખાતાં – સરિતાનાં મૂળ અને સરિતાના સંગમની ત્યારે લગ્નની ગોઠવણ નહોતી કરવી પડતી : સૌને પોતપોતાનો જીવનસાથી સહજ રીતે, આપમેળે મળી રહેતો. જેટલા નર એટલી જ નારી, એવો અદ્ભુત એ કાળ હતો. જીવનનિર્વાહ માટેની દોડધામને કોઈ પિછાનતું ન હતું, તેમ આળસને કોઈ આવકારતું ન હતું. સૌને સહું જોણું સહજ રીતે મળી જાય એવો કલ્પવૃક્ષોનો એ યુગ હતો. સારું-નરસું ભલું-બૂરું, સાચજૂઠ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, હિંસા-અહિંસા, શાંતિ-અશાંતિ જેવાં કંકોનું જ્ઞાન થવાને હજી વાર હતી. અને કમોતની તો કોઈને કલ્પના પણ ન આવતી. કલ્પનાની પાંખે ઊડનારા કોઈ કવિની કલ્પનાને ય વટી જાય એવો સ્થિર શાંત એ યુગ હતો. જાણે કોઈ પ્રશાંત સરોવર જ જોઈ લો ! લોકો એને યુગલિયાઓનો યુગ કહેતા. પણ હવે એ યુગની પાંખો જાણે ધીમે ધીમે સંકેલાવા લાગી હતી. ' Page #24 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર I૧૧ યુગપલટાનાં એંધાણ ઠેર ઠેર કળાવા લાગ્યાં હતાં. માનવીનું જીવન જેનાથી ટેવાઈ ગયું હતું, એવું ઘણું ઘણું વિદાય લઈ રહ્યું હતું. તે કાળના માનવીને જેનો જરાય પરિચય નહોતો એવી નવી નવી વાતો અને ઘટનાઓ જન્મવા લાગી હતી. નરનારીનું એક યુગલ ઉદ્યાનમાં તાડના વૃક્ષની નીચે સુખચેનથી બંસી બજાવી રહ્યું હતું, અને ન જાણે કોઈ દૂર દૂરના પર્વતની પાછળથી દૈત્ય સમો ઝંઝાવાત ત્યાં આવી ચડ્યો. આખી વનરાજ એ ઝંઝાવાતથી કંપી ઊઠી. એક તાડફળ પેલા તાડવૃક્ષ ઉપરથી તૂટી ગયું, અને આનંદમાં કિલ્લોલ કરતાં યુગલના નરને માથે જોરથી ઝીંકાયું. જાણે યમરાજાએ છેલ્લો ઘા માર્યો હોય એમ પેલો નર ત્યાં ધરતી ઉપર ઢળી પડ્યો ! અરે ! નર વગરની નારી ? નર ચાલતો થયો અને નારી જીવતી રહી ગઈ ? કદી ન બનેલી, ન સાંભળેલી એ ઘટનાએ એ દુનિયામાં હાહાકાર મચાવી દીધો. યુગપલટાનું એ ભયંકર એંધાણ બની ગયું. પણ પછી તો રોજ રોજ કંઈક ને કંઈક વિચિત્ર ઘટના બન્યા જ કરતી. અરે, હવે તો ખાવાપીવાનું ય પૂરું ન મળતું. બિચારાં યુગલિયાં જે તે કાચુંકોરું ખાતાં અને વ્યાધિનો ભોગ બનતાં. ત્યાં તો એક દિવસ વનમાં દવ લાગ્યો, અને યુગલિયાં ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહ્યાં. રે ! આ તે શું થવા બેઠું હતું ? પણ એટલામાં નાભિરાજાના મહાબુદ્ધિશાળી પુત્રૠષભકુમારે સૌને માર્ગ બતાવ્યો. એમણે અનાથ નારીને પોતાની પાંખોમાં સ્વીકારીને સનાથ બનાવી. નારીનો નિશ્વાસ તો જગતનાં સુખ અને શાંતિને ભસ્મ કરી દે. સુનંદાનું કલ્પાંત શાંત થઈ ગયું. કુમાર ૠષભે અગ્નિનો ઉપયોગ સમજાવ્યો, અને કાચા અત્રફળ ખાઈને વ્યાધિનો ભોગ બનતાં યુગલિયાઓને પક્વ અત્રફળ ખાવાનો માર્ગ બતાવ્યો. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] રાગ અને વિરાગ અને પછી તો એમણે પોતાનાં પુત્ર-પુત્રીઓ દ્વારા પુરુષની બોતર કળા અને સ્ત્રીની ચોસઠ કળાની સ્થાપના કરી. 28ષભના પુત્ર કુમાર ભરત તો જાણે પુરુષાર્થનો અવતાર. એમણે પુરુષોની બોતેર કળાઓ યુગલિયાંઓને શીખવવા માંડી. બીજા પુત્ર બાહુબલી. એ પણ એવા જ બળવાન. અને એમની કાયા જુઓ તો રૂપરૂપનો અંબાર. લોકો તો એમને કામદેવનો અવતાર લેખતા ! એમણે સ્ત્રીઓની ચોસઠ કળાઓ પ્રસારવાનું કામ ઉપાડી લીધું. કુમાર ભરતની સહોદરા બ્રાહ્યી તો સાક્ષાત સરસ્વતીનો અવતાર હતી. 2ષભદેવે એને અઢાર લિપિનું જ્ઞાન આપ્યું. અને બાહુબલીની સહોદરા સુંદરી ? એ તો સાચેસાચ સુંદરી જ હતી. એ તો શાસ્ત્ર અને ગણિતની અધિષ્ઠાત્રી બની ગઈ. કુમાર ભરત તો એની પાછળ ઘેલો જ થઈ જતો. આ રીતે કળા અને વિદ્યાનો જન્મ થયો. '* કરે તે પામે ના કર્મયુગનો ત્યારે આરંભ થયો. અને જિજીવિષાના કારમા યુદ્ધમાં ષભદેવ સૌને સાચો માર્ગ બતાવીને સાચા માર્ગદર્શક અને સાચા અધિનાયક બની ગયા. યુગલિયાઓએ એમને પૃથ્વપતિ તરીકે વધાવી લીધા. કર્મયુગ સોળે કળાએ ખીલવા લાગ્યો હતો. દૈવી અને આસુરી, બન્ને વૃત્તિઓ હવે માનવસમૂહોમાં રેલાવા લાગી હતી. કેટલાક બીજાને મારીને પોતે જીવવા મથતા હતા; તો વળી બીજા કેટલાક પોતાના જીવના જોખમે પણ બીજાને બચાવવા તૈયાર હતા ! એક બાજુ રાજા ઋષભદેવ રાજપાટ અને વૈભવવિલાસની સાહ્યબીનો ત્યાગ કરીને તપસ્વી બનીને તપ તપતા હતા. એમને પોતાના આત્માના કુંદનને શુદ્ધ કરવાની અજબ લગની લાગી હતી. Page #26 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર ૧૩ ભૂખ-તરસ, ટાઢ-તડકો એ સમભાવે સહેતા અને ઉગ્ર તપ તપતા કર્મના માર્ગે માનવી પોતાનું જીવન હારી ન જાય એ માટે એમણે ધર્મમાર્ગની પ્રતિષ્ઠા આરંભી હતી. જનસમૂહ એમને પ્રથમ ત્યાગી અને પ્રથમ ધર્મસંસ્થાપક તરીકે બિરદાવતો હતો. અને એ જ કાળે બીજી બાજુ ક્લેશ-કંકાસ અને સત્તા-સંપત્તિની મારામારી પણ શરૂ થઈ ગયાં હતાં. પોતે મોટો અને બીજા નાના, એવી ઘેલછા ત્યારે માનવીના મનમાં જન્મવા લાગી હતી. મારું-તારે, સાચું-ખોટું, રાગ-દ્વેષ જેવાં ધંધો પણ હવે તો પોતાનો પંજો ફેલાવવા લાગ્યાં હતાં. ' અરે, બીજાની વાત તો શું કરવી ? ખુદ ભગવાન ઋષભદેવના પુત્રો પણ આ સાઠમારીથી અળગા ન રહી શક્યા ! અને, ખરું પૂછો તો, એ જ આવા ક્લેશ-કંકાસના હુતાશનને પેટાવનારા બની ગયા ! ભગવાને તો ત્યાગી બનતાં પહેલાં સૌને સૌનો ભાગ અને સૌની જવાબદારી વહેંચી દીધી હતી; પણ રાજા ભરતની જબરી મહત્ત્વાકાંક્ષાએ કોઈને સુખથી બેસવા ન દીધા. રાજા ભરતને પોતાનું રાજ્ય નાનું લાગ્યું, એને પોતાની સત્તાનો વિસ્તાર કરવાનું ઘેલું લાગ્યું, એને ચક્રવર્તી બનવાના મનોરથ જાગ્યા; એનો અહંકાર ધીમે ધીમે વધવા લાગ્યો. અને જાણે ધરતી યુદ્ધના ઝંઝાવાતમાં સપડાઈ ગઈ ! રાજા ભરતનાં સૈન્યો ધરતીના દૂર દૂરના પ્રદેશમાં ઘૂમી વળ્યાં. અનેક રાજાઓએ રાજા ભરતની આમન્યાને શિરોધાર્ય કરી. રાજા ભરતનો અહંકાર વધુ આગળ વધ્યો. અને જેમ જેમ વિજય હાંસલ થતો ગયો તેમ તેમ રાજા ભરતની મહત્ત્વાકાંક્ષા માઝા મૂકવા લાગી. જાણે વડવાનલ જ જોઈ લ્યો – જે આવે એને ભરખી જાય અને છતાં શાંત ન થાય એવો ! અને એના અહંકારને તો જાણે હવે સીમા જ ન રહી ! Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઘેરાગ અને વિરાગ હવે તો વારો આવ્યો સગા ભાઈઓનો. સગા ભાઈઓ પણ સ્વતંત્ર રાજા તરીકે જીવે એ ચક્રવર્તીને કેમ પાલવે ? જેને રાજસત્તાના અહંકારનો કેફ ચડ્યો એને માટે તો શું સગા ભાઈ કે શું બીજા – બધાં ય સરખાં ! પોતાંની સત્તાને સ્વીકારે એ ભાઈ, અને પોતાની સત્તાને પડકારે એ શત્રુ. સત્તાઘેલા ભરતની આંખ ભાઈઓ તરફ રાતી થઈ. પહેલાં એણે નાના પોતાના ભાઈઓને તાબે થવાનું કહેણ મોકલ્યું. પણ એ ભાઈઓ પણ ભારે ખુમારીવાળા નીકળ્યા. એમણે મોટા ભાઈના અહંકારને અજબ રીતે પડકાર્યો. પોતાનું સ્વત્વ ગુમાવીને, ભલે મોટો ભાઈ હોય તો ય, ભરતના આશ્રિત બનીને રહેવાનું એમણે મંજૂર ન રાખ્યું. એમણે તો પોતાનો માર્ગ નક્કી કરી લીધો અને રાજપાટનો ત્યાગ કરીને એ પ્રભુના ચરણોમાં જઈ બેઠા. બ્રાહ્મી તો ક્યારની પ્રભુના માર્ગે ચાલી નીકળી હતી; પણ સુંદરીઘેલા ભરતે સુંદરીને રોકી રાખી હતી. એ તો સુંદરીના ત્યાગની કલ્પના પણ નહોતો કરી શકતો. એ તો જાણે સુંદરી પોતાના ઉપર સ્નેહનો અભિષેક કરે, એ ધન્ય પળની જ રાહ જોઇ રહ્યો હતો. પણ સુંદરી સૌંદર્યવતી છતાં એનું મન બ્રાહ્મીના પગલે પગલે પિતાજીના ધર્મ-માર્ગે ચાલી નીકળવાનું હતું એને મન રાજરાણીપદ કે વૈભવવિલાસનું કોઈ મૂલ ન હતું; એને તો આત્માના અમરપદની ઝંખના જાગી હતી. પણ આ ઘેલા ભરતને કોણ સમજાવે ? આ કામમાં કોણ સહાય કરે ? પણ સુંદરી તો ભારે શાણી અને શાસ્ત્રપંડિતા નીકળી. એણે પારકી આશાનું નિરર્થકપણું તરત જ પારખી લીધું. મારે જે જોઈએ છે, એ મારે જ મેળવવું ઘટે. બીજા એ મેળવી આપે એ કેમ બને ? અને એણે રાજમહેલમાં ભરતની વિજોગણ તરીકે રહેવાને બદલે આત્માની જોગણ બનવાનો નિર્ધાર કરી લીધો. Page #28 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર C ૧૫ સત્તાભૂખ્યો ભરત અહંકારમાં ચકચૂર બનીને જ્યારે યુદ્ધ ઉપર યુદ્ધ નોતરી રહ્યો હતો, ત્યારે સુંદરી તપસ્વિની બનીને ઉગ્ર તપસ્યાને માર્ગે કાયાને કૃશ અને આત્માને ઊજળો બનાવી રહી હતી. એણે વિનવણીથી નહીં પણ પોતાના દેહદમન અને સંયમથી ભરતનું મન ફેરવવાનો સંકલ્પ કર્યો હતો. અને ચક્રવર્તીની જેમ એ પણ પોતાના માર્ગે આગળ વધી રહી હતી. એ પણ મહાપુરુષાર્થી પિતાની જ પુત્રી હતી. ને ? અનેક યુદ્ધોની વિજયમાળાઓ પહેરીને રાજા ભરત જ્યારે અયોધ્યા પાછો આવ્યો ત્યારે એનું રોમેરોમ સુંદરીના સ્નેહને ઝંખી રહ્યું હતું. એને હતું, મારા આ પરાક્રમને સુંદરી કેવી કેવી રીતે વધાવશે ! મારા ઉપ૨ એ કેટકેટલો સ્નેહ વરસાવશે ! મને કેટકેટલી શાબાશી આપશે ! પણ એણે તો સાવ જુદું જ દૃશ્ય જોયું ઃ ક્યાં એ રૂપ લાવણ્યવતી સૌંદર્યભરી સુંદરી અને ક્યાં આ રૂપવિહીન બની ગયેલી તપસ્વિની ? ક્યાં એ સૌષ્ઠવ અને સુશ્રીભર્યો મનમોહક દેહ, અને ક્યાં આ સાવ કૃશ અને નિસ્તેજ બની ગયેલી કાયા ? જાણે આખો દેહ જ પલટાઈ ગયો ! રાજા ભરતના અહંકારને જાણે ઠેશ વાગી. પળવાર તો એને પોતાના બધા વિજયો ફીકા લાગ્યા. એનો આત્મા કકળી ઊઠ્યો. : એ પરિચારકોને પૂછ્યું. પચિારકોએ ખુલાસો કર્યો “ રાજન્ ! એ તો પ્રભુના માર્ગે જવા તલસી રહ્યાં છે. રાજપાટનો કે શૃંગારભવનનો એમને કોઈ ઉપયોગ નથી રહ્યો. એમણે કાયાનો મોહ ઉતારી દીધો છે. એ તો કેવળ પ્રભુનાં ચરણોમાં જઈ બેસવાની જ વાત કરે છે; આપ અનુમતિ આપો એટલી જ વાર છે ! શરીરનું જતન ક૨વાની અમારી બધી વિનવણીઓ એમણે ફોક બનાવી છે. +1 રાજા ભરત વિમાસી રહ્યા ઃ સૌંદર્યના અને સ્નેહના આપણે ગમે તેટલા ચાહકો હોઈએ, પણ એ બળજબરીથી કદી ન મળી શકે. ધીમે ધીમે રાજા ભરતનો સુંદરી પ્રત્યેનો મોહ ગળવા લાગ્યો. એ પણ છેવટે મહાત્યાગી પિતાનો જ પુત્ર હતો ને ! Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬] રાગ અને વિરાગ અને છેવટે સુંદરીની મૂક વિનવણી સાર્થક થઈ, એની તપસ્યા ફળીભૂત થઈ અને રાજા ભરતે સુંદરીને ત્યાગનો માર્ગ સ્વીકારવાની અનુમતિ આપી. સુંદરી ભગવાનના ધર્મસંઘમાં ભળી ગઈ. બ્રાહ્મી અને સુંદરીની બેલડી તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયને માર્ગે પોતાના જીવનને અજવાળી રહી. સો ભાઈઓમાંથી અઠ્ઠાણું તો ત્યાગી બની ગયા હતા, અને બ્રાહ્મી અને સુંદરી પણ એ જ માર્ગે જઈ પહોંચી હતી. ઋષભદેવના સંતાનોમાં હવે સંસારમાં રહ્યા માત્ર બે જણા જ : * સુમંગલાનો પુત્ર ભરત અને સુનંદાનો પુત્ર બાહુબલી. રાજા ભરતને પણ હવે પોતાનો ચક્રવર્તી વિજય પૂરો થવામાં થોડીક જ ઊણપ હતી. બાહુબલી પોતાની આમન્યા સ્વીકારી લે કે વાત પૂરી થઈ સમજો. પછી પોતે છ ખંડ ધરતીનો ચક્રવર્તી બની રહેવાનો. જાણે રાજા ભરત પોતાના આ અહંકારને મનોમન વાગોળ્યા કરતો હતો, એના કેફમાં રાચ્યા કરતો હતો. પણ વાત ધારી હતી એવી સહેલી ન નીકળી. અયોધ્યાથી રાજા ભરતનો રાજદૂત તક્ષશિલાના રાજા બાહુબલી પાસે ચક્રવર્તીની આમન્યા સ્વીકારવાની વાત લઈને રવાના થયો. બાહુબલીનાં બળ અને સત્તાનો સૌને ખ્યાલ હતો. દૂતે મીઠા મીઠા શબ્દોમાં બાહુબલીને મોટા ભાઈની આમન્યાને શિરોધાર્ય કરવાની વાત કહી, પણ બાહુબલી કાંઈ ગાંજ્યો જાય એવો ન હતો. એને વાતનો મર્મ પકડતાં વાર ન લાગી. એણે તો દૂતને સાફ સાફ સંભળાવી દીધું : “ પિતાનું આપ્યું રાજ્ય હું ભોગવું છું, એમાં ભરતને લાગેવળગે શું ? એનું એ ભોગવે અને મારું મને સુખ ભોગવવા દે. ન્યાય અને નીતિનો એ જ સાચો માર્ગ છે. મોટો ભાઈ હોય તો ય આવી આમન્યા અમને ન ખપે ! નાનાને દબાવે એ તે વળી મોટો કેવો ? " Page #30 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર C ૧૭ જો આપ દૂતે જાણે છેવટનો દાવ નાખતાં બાહુબલીને કહ્યું : આમન્યા નહીં સ્વીકારો તો યુદ્ધ અનિવાર્ય બની જશે. : બાહુબલી તો તૈયાર જ હતો. એણે કહ્યું યુદ્ધ કરવું હોય તો ભલે ભરત ચાલ્યો આવે. પણ જરા તાા અહંકારી રાજાને કહેજે કે ગંગાતીરે સાથે રમતી વખતે મેં અનેક વાર એને આકાશમાં ઉછાળ્યો હતો, અને પડતાં પડતાં હાથમાં ઝીલીને એનો જીવ બચાવી લીધો હતો, એ વખત શું ભૂલી ગયો ? એને પોતાનાં બળ અને સૈન્યનો તેમ જ સત્તાનો અહંકાર હોય તો અમે પણ કંઈ ચૂડીઓ પહેરીને બેઠા નથી ! જા, કહેજે તારા રાજા ભરતને અમારો આ જવાબ ! ” .. ભરતનો અહંકાર જાણે બાહુબલીના અહંકારનો જનક બનતો જતો હતો, પણ બે વચ્ચે હજી ફેર હતો. દૂત વીલે મોંએ પાછો આવ્યો અને રાજા ભરતે યુદ્ધનો હુંકાર કરીને ચતુરંગી સેના સાથે તક્ષશિલા તરફ કૂચ કરી. બાહુબલી પણ ભરતના અહંકારને જવાબ આપવા તૈયાર ખડા હતા. એને હતું, ભલે ને દુનિયા આ યુદ્ધ પણ જોઈ લે ! બન્ને સૈન્યો તક્ષશિલાના રણાંગણમાં ખડાં થઈ ગયાં : જાણે બે પહાડો જ સામસામા અથડાવાની રાહ જોતા ખડા હતા. માનવસંહારથી કાળદેવતાનું મહાતર્પણ થવાની જાણે ઘડીઓ ગણાવા લાગી. ત્યાં કોઈક શાણા પુરુષે સલાહ આપી : યુદ્ધ કરવું છે તમારે બે ભાઈઓને; અને એ માટે તમે આખી ધરતીને ખેદાનમેદાન કરવા અને લાખો માનવીઓનો સંહાર કરવા તૈયાર થયા છો ? જરા વિચાર તો કરો, તમારા બેના આ અહંકારથી કેટલી ધરતી વેરાન બનશે ? કેટલી સ્ત્રીઓ વિધવા બનશે ? કેટલાં બાળકો અનાથ બનશે ? જરા તમારા ત્યાગી પિતાને તો સંભારો. એમણે તો એક નારીને કુદરતે અનાથ બનાવી તો એને પણ પોતાનો આશ્રય આપીને સનાથ કરી હતી ! અને એના જ પુત્રો થઈને તમે આ શું લઈને બેઠા છો ? 32 ભરત અને બાહુબલી સાંભળી રહ્યા, વિચારી રહ્યા, વિમાસી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ m રાગ અને વિરાગ રહ્યા. . પેલા શાણા પુરુષે પોતાની વાત આગળ ચલાવી : જો તમારે સાચે જ તમારા પોતાના પરાક્રમ અને બળાબળની પરીક્ષા કરવી હોય તો આવા ઘનઘોર અને સંહારક યુદ્ધની શી જરૂર છે ? એના કરતાં તમે બે પરસ્પર યુદ્ધ કરીને તમારા જય અને પરાજયનો નિર્ણય કરી લ્યો ! તમે પાંચ પ્રકારનાં યુદ્ધો કરો – દૃષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ, વચનયુદ્ધ, અને મુષ્ટિયુદ્ધ. એમાં જે હારે તે હાર્યો અને જે જીતે તે જીત્યો. 31 ભરત અને બાહુબલીને એ વાત રુચી ગઈ, અને બન્ને આ યુદ્ધો માટે સજ્જ બની ગયા. યુદ્ધનો આરંભ થયો. ભલે ભરતની સત્તા વિશાળ હતી, પણ શક્તિ તો બાહુબલીની જ મોટી નીવડી. દૃષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ અને વચનયુદ્ધ, એ ચારેમાં ભરતની હાર થઈ. બાહુબલી વિજયી થયો. પણ હવે ભરતનો અહંકાર ક્રોધમાં ફેરવાઈ ગયો. એ ભાન ભૂલ્યો અને યુદ્ધની શરતોની વિરુદ્ધ જઈને એણે બાહુબલીનો શિરચ્છેદ કરવા પોતાનું ચક્ર એના તરફ ફેંક્યું. પણ એમાંય એ નિષ્ફળ ગયો ! છેવટે પાંચમા મુષ્ટિયુદ્ધનો વારો આવ્યો. ભરતે મુઠ્ઠી ઉગામીને બાહુબલીના મસ્તકમાં જોરથી એનો પ્રહાર કર્યો. જોનાર સ્તબ્ધ થઈ ગયા : હમણાં બાહુબલીના ચૂરેચૂરા થઈ ગયા સમજો ! બાહુબલી કેડ સુધી જમીનમાં પેસી ગયો, પણ એને સ્વસ્થ થતાં વાર ન લાગી. હવે છેલ્લા યુદ્ધમાં છેલ્લો વારો બાહુબલીનો હતો, અને એમાં જ હારજીતનો છેવટનો તોલ નીકળવાનો હતો. બાહુબલીએ પોતાના પ્રચંડ બાહુ ઊંચા કર્યા. પોતાની મુઠ્ઠીને સજ્જડ કરી. અને જાણે પર્વત ઉપર વજ્ર પડવાની તૈયારી થઈ રહી. જોનારના જીવ કંઠે આવી ગયા. આ મુઠ્ઠી પડે એટલી જ વાર છે ! પછી તો ન ભરત હશે કે ન એનું ચક્રવર્તીપદ. Page #32 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો અહંકાર I ૧૯ બાહુબલીએ મુઠ્ઠી ઉગામી. આ પડી કે પડશે ! પણ અરે, ઉગામેલી એ મુઠ્ઠી અડધે રસ્તે જ કેમ થંભી ગઈ ? આ પ્રહારના પરિણામનો વિચાર બાહુબલીના અંતરને વલોવી ગયો. એમને થયું : શું આ બળનો ઉપયોગ ભાઈના નાશ માટે કરવો ? અહંકારના પોષણ માટે કરવો ? જેને પિતાજીએ તણખલા જેવું સમજીને તજી દીધું એ રાજ્ય માટે કરવો ? સર્યું આવા રાજ્યથી, આવા અહંકારથી અને આવા હિંસક બળથી ! તો હવે કરવું શું ? આ ઉગામેલી મુઠ્ઠી નિષ્ફળ તો ન જ જાય. તો પછી એનાથી અહંકારનો કાંટો જ કેમ ન કાઢી નાખવો ? અને જોનારા જોતા રહ્યા, રાજા ભરત વિમાસતા રહ્યા અને એ ઉગામેલી મુઠ્ઠીથી પોતાના મસ્તકનું મુંડન કરીને રાજા બાહુબલી યોગી બની ગયા. ધરતી ઉપરથી દાણા ઉપાડતાં જો સાવધાની ન રહે તો કેટલાક દાણા વેરાઈ જાય; અને વખત આવે એમાંથી છોડ ઊગી નીકળે. યોગી બાહુબલીને પણ કંઈક એવું જ થયું. મુઠ્ઠીના પ્રહારથી એણે અહંકારને ખેંચી તો કાઢ્યો, અને પિતાજીના ચરણે બેસીને આત્મસાધના કરવાનો સંકલ્પ પણ કર્યો, પણ .અહંકારે ઊખડતાં ઊખડતાં પણ કંઈક બીજ બાકી રાખ્યાં હતાં. એમને થયું : અધૂરી આત્મસાધનાએ જો પિતાજી પાસે જઈશ તો મારે સાધુજીવનને વરેલા મારા અઠ્ઠાણું નાના ભાઈઓની ચરણવંદના કરવી પડશે. હું તો રહ્યો મોટો ભાઈ ! મારાથી એ કેમ થાય ? એમાં તો હું હલકો દેખાઉં !' બાહુબલીના મનમાં ફરી અહંકારનું વિષ વ્યાપી રહ્યું. એમણે નિશ્ચય કર્યો : તો પછી આત્મસાધના પૂરી કરીને અને મહાન જ્ઞાની બનીને જ ભગવાન પાસે કાં ન પહોંચું કે પછી કોઈને નમવાની વાત જ ન રહે ? અહંકારે યોગીને પણ યોગનો સાચો માર્ગ ભુલાવી દીધો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦] રાગ અને વિરાગ બાહુબલીએ તો ભારે ઉગ્ર તપશ્ચર્યા આદરી : જ્યારે એ તપથી કર્મમળ દૂર થાય અને ક્યારે પૂર્ણ જ્ઞાન લાધે ! અને બાર બાર મહિનાનું એ તપ પણ કેવું ? ન અન્ન, ન પાણી, ન ઊંઘ, ન આરામ, ન ચાલવું, ન ફરવું. ઝાડના થડની જેમ સ્થિર બનીને ધ્યાનમગ્ન રહેવું અને જે કષ્ટો આવે એને અવિચલિતપણે સમભાવપૂર્વક સહન કરવાં. એ સ્થિર તપસ્વીના દેહની આસપાસ વેલો વીંટાઈ ગઈ. દેહ ઉપર પંખીઓએ માળા બાંધ્યા, પગની પાસે ભોરિંગોએ રાફડા રચ્યા; છતાં યોગી તો સાવ સ્વસ્થ છે, સ્થિર છે. મનમાં એક જ તાલાવેલી છે ? ક્યારે પૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે ? " પણ યોગી મારગ ભૂલ્યા ! એમના અહંકારે એમના આત્મજ્ઞાનને એવું ને એવું જ આવું રાખ્યું. એમની સાધનાને સિદ્ધિનું વરદાન ન મળ્યું, અને તે પણ સાવ નજીવી વાત માટે. જાણે નવાણું હાથી નીકળી ગયા, અને સોમો પૂંછડે અટકી ગયો ! પણ એ બાકીનું કામ કોણ કરે ? ભગવાન ઋષભદેવ તો કરુણાના સાગર. એ મહાજ્ઞાની પ્રભુએ બાહુબલીના અંતરના શલ્યને પારખી લીધું અને એને દૂર કરવા માટે બ્રાહ્મી અને સુંદરીને વનમાં મોકલી. પ્રશાંત વનમાં બન્ને બહેનીઓનો મધુર સ્વર રણકી રહ્યો છે : વીરા મોરા, ગજ થકી ઊતરો ! વીરા મોરા, ગજ થકી ઊતરો ! ભાઈ ! ભાઈ ! રાજપાટ છોડ્યા પછી આ હાથીને હોદ્દે ચડવું તમને શોભે ખરું ?" અંતરમાંથી નીકળેલાં આ માર્મિક વેણ યોગીના ધ્યાનને વીંધીને એના અંતરમાં પહોંચી ગયાં. એ વિચારે છે : આ શું ? અહીં નિર્જન વનમાં માનવીનો આ સાદ કેવો ? અહીં ગજ કેવો અને એનો હોદ્દો કેવો ? ત્યાં બહેનોનો સાદ ફરી ફરી સંભળાય છે “ ગજ ચર્થે કેવળ ન હોય રે ! ભાઈ, આ રીતે આત્મજ્ઞાન ન પ્રગટે ! માટે એ ગજ ઉપરથી Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ - છેલ્લો અહંકાર | ૨૧ હેઠા ઊતરો !” બાહુબલીનું ધ્યાન તૂટી ગયું. એ વિચારી રહ્યા : “ આ કોનો સાદ ? અરે, આ તો બહેની બ્રાહ્મી અને ભિગની સુંદરીનો સાદ ! પણ અહીં ગજ ક્યાં છે ? આ બહેની શું કહે છે ?' બાહુબલી જરા ઊંડા ઊતરી ગયા : “ હા. હા. બહેની સાચું કહે છે. અહંકારના ગજ ઉપર ચડીને આત્મજ્ઞાન ન લાધે ! સાચી વાત ! હું યોગી થયો, પણ માર્ગ ભૂલ્યો ! નાના ભાઈઓને વંદન નહીં કરવાનો મારો અહંકાર જ મારી તપસ્યા અને સાધનાને સિદ્ધ થતી અટકાવે છે ચાલ, થયેલી ભૂલની હું ક્ષમા માગું અને ભાઈઓનાં ચરણોમાં જઈ વંદન કરું.' બાહુબલીએ પગ ઉપાડ્યા અને છેલ્લા અહંકારનો એ કાંટો દૂર થતાં જ બાહુબલીના આત્મામાં અજવાળાં થઈ રહ્યાં ! બહેનોનો સાદ ભાઈનું પરમ કલ્યાણ કરી ગયો. Page #35 -------------------------------------------------------------------------- ________________ 3 કૃતજ્ઞતા અત્યારના ચિત્તોડને તે કાળે ચિત્રકૂટ કહેતા. બારસો-તેરસો વર્ષ પહેલાંનો એ સમય. ચિત્રકૂટ નગરમાં એક બ્રાહ્મણ રહે એ બ્રાહ્મણ ચૌદે વિદ્યામાં પારંગત અને મોટો અગ્નિહોત્રી. વિઘામાં તો, શોધો તો ય, એની જોડ ન મળે. રાજા જિતારીનો એ બહુ માનીતો. રાજનું પુરોહિતપદ એને ઘેર. ગજા અને પ્રજા બેયમાં એના પાંડિત્યની ભારે છાપ. સૌ કોઈ એને આદરમાન આપે, એની વિદ્યાના વખાણ કરે અને શાસ્ત્રનું કામ પડે તો એને જ પૂછવા આવે. પોતાની વિદ્યામાં એને એવો અડગ વિશ્વાસ કે એ કદી કોનાથી યે ગાંજ્યો ન જાય કે પાછો ન પડે. અને જ્ઞાનનો તો જાણે એ મહાસાગર. અનેક સારસ્વત સરિતાઓ એ મહાસાગરમાં આવીને એક થઈ ગયેલી. કોઈ મહાપંડિત બનીને સામે આવે તો એને તો એ પરાજિત કરીને જ છોડે. એકે વિદ્યા એવી નહીં કે જેમાં એને કોઈ ચૂપ કરી શકે, હરાવી શકે કે એની સામે થઈ શકે ! વાદીનો તો જાણે એ કાળ બની ગયેલો. 44 અને ધીમે ધીમે એના જ્ઞાનને પણ ગુમાનનો રંગ ચડવા માંડ્યો. એ તો કહે ઃ ત્રણ લોકમાં જે કોઈ પોતાને પંડિત માનતો હોય તે આવી જાય મારી સાથે શાસ્ત્રાર્થ કરવા ! જોઉં તો ખરો કે મને હરાવવાની કોના મગજમાં રાઈ ભરી છે ! એની એ રાઈને વેરી ન નાખું તો મારું નામ પંડિત નહીં ! '' અને એ ગુમાનમાં તો એણે માની લીધું કે દુનિયામાં બધાં ય શાસ્ત્રો, અને બધીય વિદ્યાઓ મારી જબાને બાંધ્યાં પડ્યાં છે. એવું એકાદ શાસ્ત્ર, એવી એકાદ વિદ્યા તો બતાવો, જે આ ભેજામાં ન હોય ! અને લોક પણ કેવું વિચિત્ર છે ! એણે આ પંડિત માટે કંઈ કંઈ વાતો જોડી કાઢી હતી. કોઈ કહેતું કે આ પંડિત તો હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ફરે છે. અને એ તો છડેચોક Page #36 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા | ૨૩ પોકાર પાડીને કહે છે : “ મને જીતવાની ઇચ્છાવાળો કોઈ વાદી અગર ધરતીમાં પેસી ગયો હશે તો આ કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીશ, અગર કોઈ વાદી ઊંડા જળમાં સંતાઈ ગયો હશે તો એને હું માછલાની જેમ આ જાળથી બહાર ખેંચી આણીશ. અને જો કોઈ વાદી આકાશે. ચડી ગયો હશે તો એને હું આ નિસરણીથી નીચે આણી પટકીશ !" અને એનું પેટ તો જુઓ : ઉપર કેવો મોટો સોનાનો પટ્ટો બાંધ્યો છે ! એને એમ કે રખેને આટલા બધા જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફૂટી જાય તો ! અને જરા જુઓ તો ખરા : આ બધું ઓછું હોય એમ, એ પોતાની સાથે જંબૂલતાનો લઈને ઠેર ઠેર ફરે છે. જાણે એ કહેવા માગે છે : “ આખા જંબૂદ્વીપમાં જ્ઞાનમાં મારી તોલે આવી શકે એવો એક પણ માનવી નથી ! " વાહ રે પંડિતરાજ ! અને જ્ઞાનના આ ગુમાનમાં ને ગુમાનમાં એ તો હવે કહેવા લાગ્યા : “ હું તો છું આ કળિકાળમાં સર્વજ્ઞ ! એકે વાત મારાથી અજાણી નથી !' એ સર્વજ્ઞતાના ગર્વમાં એમણે એક વાત નક્કી કરી રાખી : “આ દુનિયામાં એવી એક પણ વાણી નથી કે મારે અધીન ન હોય એટલે, જે કોઈનું પણ વચન હું ન સમજી શકું એનો હું શિષ્ય બની જાઉં !" આવા હતા ચિત્રકૂટના એ મહાપંડિત ! એમનું નામ હરિભદ્ર. એક દિવસની વાત છે. મધરાત થવા આવી હતી. પંડિતરાજ હરિભદ્ર મંત્રવિધિ પૂરી કરીને રાજભવનથી પોતાને ઘેર પાછા આવી રહ્યા હતા. એમનું મન તો શાસ્ત્રચિંતનમાં જ મગ્ન હતું. જેના અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] રાગ અને વિરાગ એને બહાર અંધકાર છે કે પ્રકાશ એની કશી ખેવના શા માટે હોય ? એ તો વિચાર કરતા કરતા સ્વસ્થ ગતિએ ચાલ્યા જતા હતા. પંડિતરાજ એક ધમગાર પાસેથી પસાર થઈ રહ્યા હતા એટલામાં કવિતાની એક કડી (ગાથા) એમના કાને પડી. એક સ્ત્રીના પ્રશાંત મધુર કંઠમાંથી એ ગાથા વધુ મધુર બનીને હવામાં પોતાના સૂર પ્રસારી રહી હતી. અનેક ઘોંઘાટો અને આઘાતો વચ્ચે પણ અચલિત ચિત્તે ચિંતન કરનાર પંડિતરાજના ચિત્તને આ ગાથા ચલાયમાન કરી ગઈ. છેવટે તો એ ગાથા પણ વિદ્યાની સહોદરા જ હતી ને ! તો પછી એને ઉવેખાય શી રીતે ? પંડિત હરિભદ્ર તો એનો અર્થ ઉકેલવાના વિચારમાં જ મગ્ન બની ગયા. એ વિચારે છે, વધુ વિચારે છે, વધુ ઊંડા ઊતરે છે. વધુ ચિંતન કરે છે; પણ રે, આવી એક નાની સરખી ગાથાનો અર્થ પણ કાં ન સમજાય ? ક્યાં ગયું મારું શાસ્ત્રપારગામી જ્ઞાન ? – પંડિત હરિભદ્રનું મન વધુ ગંભીર બન્યું. એ ચિંતન કર્યા જ કરે છે; પણ ગાથા પણ કોઈ એવું ભેદી રૂપ ધારણ કરીને આવી છે કે એના અર્થનો ભેદ ઉકલતો જ નથી. પંડિતરાજનો વિદ્યાગવું પડઘા પાડી રહ્યો. કળિકાળનો હું સર્વસ, અને આવી એક નાની સરખી વાતનો મર્મ પણ નથી પકડી શકતો ! અને ધીરે ધીરે એ ગાથાનો અર્થ સમજવાની તાલાવેલીમાં જ્ઞાનગર્વનો હિમાલય ઓગળવા માંડ્યો.જે જ્ઞાનનું આટલું ગુમાન, એ જ્ઞાન આટલો સરખો અર્થ પણ ન બતાવી શકે, તો પછી એ જ્ઞાનનું ગુમાન શું કરવાનું ? કુંજરને જાણે કીડી સતાવી રહી. વિપ્ર હરિભદ્રનું મન તો એ અર્થની શોધમાં જ ચોંટી ગયું. એક બાજુ ઘણી ઘણી શોધને અંતે પણ એ અર્થ લાજતો નથીતો બીજી બાજુ એના મનની શાંતિ પણ દૂર દૂર ચાલી જાય છે. ચિત્ત જાણે ચગડોળે ચડી ગયું ! Page #38 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા D ૨૫ અને એનું મન તો હવે જૂની વાતની યાદ દેવરાવી રહ્યું, જે કોઈનું પણ વચન હું ન સમજી શકું એનો હું શિષ્ય બની જાઉં !' આત્મા જાણે પોતાની જાતને ઢંઢોળીનો પોકારી રહ્યો છે ? • પંડિતરાજ ! જ્ઞાનનું ગુમાન તો બહુ બહુ કર્યું, પણ હવે એ ગુમાનને અળગું કરીને શિષ્ય બનવાનો વખત આવી ગયો છે !' અને એ આત્માના અવાજના પ્રેય પંડિતરાજ વિનમ્ર જિજ્ઞાસુ બનીને પેલી ગાથાનો પાઠ કરનાર સાધ્વી પાસે જઈ પહોંચ્યા. ધર્મની પરમ ઉપાસિકા એ વૃદ્ધ સાધ્વી રાત-દિવસ અપ્રમત્તપણે રહે અને જ્ઞાન, ધ્યાન અને ધર્મપાલનમાં પોતાની સયંમયાત્રાને આગળ વધારે. આળસ કે ઈન્દ્રિયની વાસનાને તો એ પાસે પણ ટૂકવા ન દે. એ સાધ્વીના મુખ ઉપર રમતા અહિંસા, સંયમ અને તપના તેજે જાણે પંડિતરાજના અંતર ઉપર કામણ કર્યું. એ સાથ્વીમાં જાણે એમને માતાના દર્શન થયાં. હરિભદ્ર વિનમ્ર બનીને વિજ્ઞપ્તિ કરી : “ માતા ! તમે જે ગાથા થોડા વખત પહેલાં બોલતાં હતાં, એનો અર્થ અને મર્મ મને સમજાવો!" સંસારથી વિરક્ત બનેલ સાથ્વીનું અંતર પણ જાણે આ જિજ્ઞાસુ પંડિતરાજ તરફ પુત્રવાત્સલ્યનો ભાવ અનુભવી રહ્યું. જુગજુગજૂના ઋણાનુબંધ જાણે આજે જાગી ઊઠડ્યા હતા. સાધ્વીએ કહ્યું : “ મહાનુભાવ ! આવી શાસ્ત્રવાણીનો અર્થ અને મર્મ સમજવા માટે તો તમારે અમારા ગુરુની પાસે જવું ઘટે. શાસ્ત્રવચનનો અર્થ કરવાના એ જ સાચા અધિકારી છે. " અને હરિભદ્રના અંતરને તો હવે જાણે સાચા જ્ઞાનની ઠેસ વાગી ગઈ અને એ ઠેસે એના જ્ઞાનના ગુમાનને ઉતારી દીધું – જાણે કો સમર્થ મંત્રવેત્તા ગાડીએ વિષધરનું વિષ નિતારી લીધું ! પંડિત હરિભદ્રની જિજ્ઞાસા એવી અદમ્ય બની ગઈ હતી કે એ રોકી રોકાય એમ ન હતી. અને એ માટે એ જે મૂલ ચૂકવવું પડે એ ચૂકવવા તૈયાર હતા. એટલે તરત જ એ ગુરુ જિનદત્તસૂરિજી પાસે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬] રાગ અને વિરાગ પહોંચી ગયા અને સૂરિજીને પેલી ગાથાનો મર્મ આપવા વિનવી રહ્યા. સૂરિજીએ કહ્યું : “ મહાનુભાવ ! આવુ શાસ્ત્રજ્ઞાન તો સાધુજીવન સ્વીકારી, ધર્મની સાધના કર્યા વગર ન મળી શકે એ માટે તો સંસારનો ત્યાગ કરવો ઘટે !” પણ હવે હરિભદ્ર પાછા પડે એમ ન હતા. એક બાળકના જેવી સરળતાથી એમણે આચાર્યને પૂછ્યું : “ સૂરિવર ! ધર્મ એટલે શું ? અને એની સાધનાનું ફળ શું ?" ' સૂરિજીએ કહ્યું : “ ભદ્રપુરુષ ! ધર્મ બે પ્રકારના : સકામ ધર્મ અને નિષ્કામ ધર્મ અને એની સાધનાનું ફળ પણ બે પ્રકારનું સમજવું : સકામ ધર્મનું ફળ ભોગવિલાસની સામગ્રીની. સંપત્તિની કે સ્વર્ગની પ્રાપ્તિ વગેરે. એનાથી સંસારના સુખો તો મળે, પણ સંસાર ટૂંકો ન થાય; આત્માની મુક્તિ એટલી દૂર ઠેલાય. અને નિષ્કામ ધર્મ (અનાસક્તિ)નું ફળ એક જ અને તે ભવવિરહ. ભવવિરહ એટલે સંસારનો વિરહ, મુક્તિની પ્રાપ્તિ. મહાનુભાવ, યથારુચિ અને યથાશક્તિ ધર્મનું ગ્રહણ કરો ! " અને હરિભ વિના વિલંબે જ વિનમ્રભાવે કહ્યું : “ સૂરિવર્ય ! મને તો ભવવિરહ જ ખપે ! મને એવા ધર્મનું દાન કરો !” ગુરુ પણ આવા સુયોગ્ય પંડિત શિષ્યનો લાભ જાણીને અતિ આહલાદિત થયા. અને પેલા વૃદ્ધ સાધ્વીના પ્રેય પંડિત હરિભદ્ર સાચું જ્ઞાન મેળવવા મુનિ હરિભદ્ર બની ગયા. તે દિવસે દ્વિજ હરિભદ્રનો જાણે નવો અપૂર્વ દ્વિજસંસ્કાર થયો ! હરિભદ્રને ધર્મપુત્ર તરીકે સ્વીકાર કરનાર એ ધર્મમાતાનું નામ સાધ્વી યાકિની. ભિક્ષુણીસંઘનાં એ વડાં, એટલે એમનું પદ મહારાનું. | મુનિ હરિભદ્ર મનોમન એ ધર્મમાતાનો ઉપકાર સ્વીકારી રહ્યા, એમને નમી રહ્યા. પંડિત હરિભદ્ર મુનિ બનીને જ્ઞાન-ધ્યાન-અધ્યયનમાં નિરત બની Page #40 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા D ૨૭ ગયા. એક બાજુ એ જ્ઞાનદીપથી અંતરને અજવાળે છે, તો બીજી બાજુ ચારિત્રની જ્યોતથી આત્માના મળને ઉલેચે છે. થોડા વખતમાં તો મુનિ હરિભદ્ર મહાજ્ઞાની બનીને આચાર્ય હરિભદ્ર બની ગયા. અને એ મહાજ્ઞાનીનો જ્ઞાનરાશિ વિધવિધ શાસ્ત્રોની રચનારૂપે વિશ્વ સમક્ષ રજૂ થવા લાગ્યો છે. પણ હવે હરિભદ્રમાં જ્ઞાનનું એ ગુમાન નથી, વિદ્યાનું એ અભિમાન નથી. એ તો જેમ જેમ જ્ઞાનના માર્ગે આગળ વધે છે, તેમ તેમ નમ્ર, અતિ નમ્ર અને વિનમ્ર બનીને સત્યની શોધ કર્યા કરે છે. એમની વિદ્યા હવે ગુમાનનું સાધન મટીને સત્યશોધનનું સાધન બની ગઈ હતી. અને આ બધી ઊંડી જ્ઞાનસાધના અને ઉત્કટ જીવનસાધના વચ્ચે પણ, ધર્મમાર્ગ ચીંધીને પોતાની ઉપર અપાર ઉપકાર કરનાર ધર્મમાતાને એક દી વીસરતા નથી; એનું સદા સર્વદા એ કૃતજ્ઞભાવે સ્મરણ કર્યા કરે અને પોતાના જીવનસર્વસ્વમાં મહામૂલ શાસ્ત્રગ્રંથોને અંતે પોતાની ધર્મમાતાના ઋણનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવામાં જ એ ભારે આત્મસંતોષ અને આનંદ અનુભવે છે. પોતાની જાતને ઓળખાવવા માટે બીજો કોઈ વિશેષણો હવે એમને રુચતાં નથી, એવાં વિશેષણો તો એમને માત્ર શબ્દજાળ જેવાં જ લાગે છે. અને એક કાળે પોતાની જાતને “કળિકાળના સર્વજ્ઞ' તરીકે ઓળખનાર જાણે પોતાની એ વૃત્તિ તરફ સ્મિતભાવે જોઈ રહે છે ! અને જેમ જેમ જ્ઞાનનો ઉન્મેષ થતો ગયો તેમ તેમ એ તો છેવટે પોતાની જાતને “સત્પમતિ " કહેવામાં જ આનંદ માનવા લાગ્યા. એ તો પોતે રચેલાં શાસ્ત્રોને અંતે પોતાની જાતને કૃતજ્ઞતાપૂર્વક ઓળખાવે છે – “વિનીમધિનુ " – Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] રાગ અને વિરાગ “ યાકિની મહત્તરાના ધર્મપુત્ર ” તરીકે ! ધન્ય એ ધર્મપુત્ર ! ધન્ય એ ઘર્મમાતા ! અને ધન્ય એ કૃતજ્ઞતા ! * આવશ્યકની ટીકાને અંતે પ્રશસ્તિમાં આચાર્ય હરિભદ્રસૂરિજી પોતે જ લખે છે કે – __ " समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तराधर्मસૂનોજ્યનતેરીવાઈદરિદ્રશ્ય | ” – યાકિની મહત્તાના ધર્મપુત્ર, અલ્પમતિ, આચાર્ય હરિભદ્રની આ રચના છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હીરાની ખાણ અલકાપુરી સમી કોસંબી નગરી ભારે વૈભવશાળી નગરી હતી. એની સમૃદ્ધિ અને ધર્મભાવના આદર્શ લેખાતી. વેપારવણજ અને હુન્નર ઉદ્યોગમાં પણ એ નગરી બહુ પંકાયેલી હતી. એ નગરીમાં એક શ્રેષ્ઠી રહે. વિશાખદત્ત એમનું નામ. જેવા કર્મો શૂરા એવા જ ધર્મો પૂરા. એમની સંપત્તિ બહોળી, શાખ જબરી અને દેશપરદેશમાં એમનો વેપાર ચાલ્યા જ કરે. જ્યાં જુઓ ત્યાં એમના નામ પર ફૂલ મુકાય. દેવદર્શન, ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને ધર્મપાલનમાં પણ એ એટલા જ ચુસ્ત. બધું ચૂકે પણ ધર્મ તો વીસરે જ નહીં. ધર્મથી જ સૌ સારાં વાનાં થાય, એવી એમની દૃઢ શ્રદ્ધા. અહિંસા, પ્રાણીદયા અને પ્રભુવચન તો જાણે એમને પ્રાણથી પણ પ્યારાં. એ માટે એ હંમેશાં જાગરૂક રહે, જેવો શેઠનો વ્યાપાર-વ્યવહાર સારો ચાલતો, એવો જ એમનો સંસાર-વ્યવહાર પણ સુખપૂર્વક ચાલ્યા કરતો, કુટુંબમાં, નાતમાં અને ગામમાં એમની આમન્યા પળાતી. પાંચમાં એમનું પૂછશું રહેતું. પંચમાં એમનું સ્થાન હતું. સૌ કોઈ શાણી સલાહ લેવા શેઠ વિશાખદત્તની પાસે આવતું. કાળ કાળનું કામ કરતો હતો. એને મન તો કોણ સુખી અને કોણ દુઃખી, કોણ ધનપતિ અને કોણ ધનહીન – બધાં સરખાં. એનું ચક્ર ફરે અને કોઈ કુબેરભંડારી બની જાય તો કોઈ ભિખારીમાં ફેરવાઈ જાય ! સમયના વારાફેરા તો હમેશાં આવા જ રહ્યા છે. ઊગ્યા તે આથમે, આથમ્યા તે ફરી ઊગે ! શ્રેષ્ઠી વિશાખદત્તનો વખત પલટાયો, અને સૂરજ આથમ્ય દિવસ આથમી જાય એમ એમનું ભાગ્ય આથમ્યું અને એમની લક્ષ્મી માં ફેરવી ગઈ. ધનપતિ વિશાખદત્ત જોતજોતામાં ધનહીન બની ગયા. લક્ષ્મી ગઈ તો ગઈ, પણ સાથે જાણે પ્રતિષ્ઠાને પણ ખેંચતી ગઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦રાગ અને વિરાગ શેઠની ભરી ભરી રહેતી હવેલી હવે ખાલી ખાલી રહેવા લાગી. રડ્યાખડ્યો લેણદાર આવે તો આવે, નહીં તો કોઈ કાગડો ય ફરકે નહીં એવો સૂનકાર વ્યાપી રહ્યો ! શેઠ એના એ હતા, એમની અક્કલ-હોંશિયારી, કુનેહ-કાબેલિયત અને ધર્મપરાયણતા પણ એનાં એજદ હતાંપણ લક્ષ્મીદેવી રિસાઈ ગયાં હતાં ને ! વસુ વિના નર પશુ ! - ધનની પૂજક દુનિયાએ ત્યાં ધન ન જોયું અને જાણે પોતાની પીઠ ફેરવી લીધી ! - વિશાખદત્ત વિચારે છે : “ જ્યાં સ્વજનો છે, સ્નેહીજનો છે, જ્યાં પાંચમાં પ્રતિષ્ઠા મેળવી છે અને જ્યાં સુખસાહેબી માણી છે, ત્યાં હવે ધનહીન બનીને રહેવું ઉચિત નથી. પરિશ્રમને માર્ગે ભાગ્યની અજમાયશ કરવાનું પણ અહીં ન ફાવે; લોકલાજ અને જૂની આબરૂ આડે આવે અને આપણો પુરુષાર્થ ઢીલો પડી જાય. સર્યું અત્યારે વતનમાં વસવાથી ! સંપત્તિ જ જો ચાલી ગઈ, તો પછી સુખસાહ્યબી અને કુટુંબકબીલો કેવો ! ભલો પરદેશ અને ભલો આપણો પુરુષાર્થ ! શેઠે થોડોઘણો પૈસો ભેગો કર્યો. એનાથી કુટુંબની આજીવિકાની થોડીક ગોઠવણ કરી અને થોડુંક કરિયાણું ખરીદ કર્યું. અને એક દિવસ એ પોતાનાં ખડિયા-પોટલાં લઈને ઊપડી ગયા પરદેશ તરફ. વજકર નગરની નામના ત્યારે ખૂબ હતી. જે ત્યાં જઈ મહેનત આદરે એના ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન થયા વિના ન રહે એવી એની શાખા અને એવું એનું નામ એવા જ એના ગુણ. વજકર નગર સાચે જ વજના આકારનું ( હીરાની ખાણોવાળું ) નગર હતું. એના સીમાડામાં હીરાની ઘણી ખાણો હતી. અનેક પુરુષાર્થી માનવીઓ ત્યાં જઈને હીરા ખોદવાના હુન્નરમાં પોતાના ભાગ્યની અજમાયશ કરતા. વિશાખદને વજકર નગર તરફ પ્રયાણ આદર્યું. આશા એમના માર્ગમાં ઉત્સાહનાં ફૂલ વેરી રહી. વખત મળે અને ઉત્સાહ જાગે ત્યારે પ્રવાસ, જરૂર જણાય ત્યારે Page #44 -------------------------------------------------------------------------- ________________ હીરાની ખાણ [ ૩૧ ભોજન અને આરામ, રાત પડે ત્યારે કોઈ ગામને ગોંદરે ધર્મનું ચિંતન કરતાં નિદ્રા – આ રીતે વિશાખદત્તનો પ્રવાસ ધીમે ધીમે આગળ વધતો હતો. ચાલતાં ચાલતાં એને કેટલાક પ્રવાસીઓનો ભેટો થઈ ગયો. એક દિવસની વાત છે. સૂર્ય મધ્યાહ્ન વટાવી ચૂક્યો હતો. ભોજનની વેળા વીતી ગઈ હતી, પેટનો અગ્નિ ઈધનની રાહ જોઈ રહ્યો હતો. એક ગામને સીમાડે, વિશાળ વૃક્ષની શીળી છાયામાં, વિશાખદત્ત ખાવાની તૈયારી કરવા લાગ્યો. એના સાથીઓએ તો ક્યારનું પેટને ભાડું આપી દીધું હતું. સામે ભોજનની સામગ્રી તૈયાર પડી હતી અને વિશાખદત્ત કોઈ ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને થયું. “કેવો આ પ્રવાસ અને કેવી આ ધનલોલુપતા ! કેવળ ચાલ ચાલ જ કરવાનું ! ન ઈષ્ટદેવનું પૂજન, ન ગુરુનું દર્શન, ન ધર્મનું પાલન ! અને ન કોઈ સંતસાધુ કે અતિથિ અભ્યાગતને ભિક્ષા આપવાની ! વખત થાય અને પશુ-પંખીની પેઠે એકલા એકલા પેટ ભરી લેવાનું ! આજીવિકા અને ધન માટેના આવા ને આવા રઝળપાટમાં ક્યાંક આ જીંદગી હારી ન બેસાય !' ખાવાનું ખાવાના ઠેકાણે પડ્યું રહ્યું અને વિશાખદત્ત જાણે પોતાના વિચારોને વાગોળવામાં જ રોકાઈ ગયો. ખાવું એને જાણે આજે હરામ થઈ પડ્યું. એ તો પૂતળા જેવો સ્તબ્ધ બનીને બેસી જ રહ્યો. પ્રવાસીઓ તો જોઈ જ રહ્યા : અરે, આ વિશાખદત્તને આજે શું થયું છે ? આવી વાત બીજાને કહ્યું પણ શું વળે ? પણ આમ ને આમ જિંદગી હારી જવાના વિચારે એની આંખોને આંસુભીની બનાવી દીધી. સાથીઓએ બહુ બહુ આશ્વાસન આપ્યું અને વારંવાર પૂછ્યું ત્યારે વિશાખદત્તે એમને પોતાના મનની વાત કરી. ' પ્રવાસીઓ બોલ્યા : “ ભાઈ, આ પ્રવાસ કંઈ થોડો જ આપણો આનંદ-પ્રવાસ છે ? અને આપણે બે ટંક ખાઈએ છીએ એ કાંઈ થોડું જ સ્વાદ માણવા કે મોજ ઉડાડવા ખાઈએ છીએ ? આ તો ભાઈ, દેહને દાપું આપવાની જ વાત છે. માટે શાંત થાઓ અને થોડુંક ખાઈ લો. ” Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] રાગ અને વિરાગ વિશાખદત્તે જમી લીધું અને રાત પડતાં આરામથી ત્યાં જ ઊંઘી ગયો. બેસતો શિયાળો ! મધરાતે ટાઢ વાવા લાગી એટલે એણે ઓઢવાનું લેવા માટે પોતાના સામાન તરફ હાથ લંબાવ્યો; પણ ત્યાં તો કશું જ હાથ ન લાગ્યું. જાગીને એણે આસપાસ જોયું તો ન મળે કરિયાણાનું પોટલું અને ન મળે પોતાનો સામાન ! અને પેલા આશ્વાસન આપનાર પ્રવાસીઓ પણ ક્યાં ય અલોપ થઈ ગયા હતા ! એ આશ્વાસન મોઘું પડી ગયું : દરિદ્રની રહીસહી બધી પૂંજી હરાઈ ગઈ અને વિશાખદત્તને લલાટે ઉપર આભ અને નીચે ધરતી બાકી રહ્યાં. પણ હવે રુદન કર્યું, હિંમત હાર્યું કે નિરાશ થયે ચાલે એમ ન હતું. એણે પોતાના મનને સાબદું કર્યું અને જેમ તેમ કરીને એ વજકર નગર પહોંચી ગયો. ત્યાં એણે હીરાની ખાણ ખોદવાનું કામ શરૂ કર્યું. હજુ ભાગ્યદેવને પ્રસન્ન થવાને વાર હતી. એટલે કામ ઉપર ધ્યાન આપવામાં આખો દિવસ વીતાવવા છતાં એને માંડ પેટપૂરતું મળી રહેતું. ક્યારેક મન ઢીલું પડતું તો એ એને સમજાવતો : “ અત્યારે ખાવા અને રહેવાનું મળી રહે છે એ પણ શું ઓછું છે ? આજે આટલો માર્ગ મળ્યો છે, તો આગળ વળી ક્યારેક કિસ્મત યારી નહીં આપે એમ શા માટે માનવું ? ' અને એનો આશાતંતુ ઢીલો ન પડ્યો. એણે પોતાનો પુરુષાર્થ વણથંભ્યો ચાલુ રાખ્યો. વજકર નગરની હીરાની ખાણોની નજીકમાં એક બાવાજી રહે. એમનું નામ દિવાકર. લોકો એમને યોગી તરીકે ઓળખતા. રાની પરખમાં અને ખાણોમાંથી હીરા શોધી કાઢવાની વિદ્યામાં એ યોગી નિપુણ લેખાતા. એ બાબતમાં ઘણી એમની સલાહ લેવા પણ આવતા. વિશાખદત્તને ધીમે ધીમે યોગી દિવાકરનો પરિચય થવા લાગ્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક ક્યારેક એ વિશાખદત્તના કામમાં વગર આપતા, તેથી એને યોગી તરફ ભાવ થતો ગયો. વિશાખદત્તની નમ્રતા, વિનયશીલતા અને ધર્મપ્રિયતા જોઈને દિવાકરે એના તરફ વિશેષ લાગણી દર્શાવવા માંડી. ધીમે ધીમે બંને વચ્ચે આત્મીયતાના તાણાવાણા વણાવા લાગ્યા, દિવસમાં એક વાર મળીને નિરાંતે વાતો ન કરે તો એમને ચેન જ ન પડે ! એક દિવસ યોગી દિવાકરે લાગણીભીના સ્વરે શ્રેષ્ઠી વિશાખદત્તને કહ્યું મહાનુભાવ, હીરાની ખાણો ખોદાવતાં તમને જે ભારે મહેનત અને કષ્ટ ઉઠાવવાં પડે છે, તે હવે મારાથી જોઈ શકાતાં નથી. ગમે તેમ કરીને એનું નિવારણ કરવું જોઈએ. 44 હીરાની ખાણ ` ૩૩ માગી સલાહ પણ વિશાખદત્તે વિનમ્ર બનીને કહ્યું યોગીરાજ, પણ જ્યાં ભાગ્ય જ એવું હોય ત્યાં માનવી બિચારો શું કરે ? ભાગ્ય જાગે ત્યાં લગી પુરુષાર્થ કરવો જ રહ્યો – ક્યારેક તો છેવટ નસીબ ઊઘડશે જ એવી દૃઢ આસ્થા રાખીને ! અને મહેનતથી કંટાળીએ તો કેમ કામ ચાલે ? સિંહ જેવો સિંહ પણ જો સૂઈ રહે તો એનું ભક્ષ્ય થોડું જ એના મોઢામાં આવીને પડે છે ? તો પછી અમે તો કોણ માત્ર ? છતાં આપની પાસે કોઈ બીજો માર્ગ હોય તો કૃપા કરીને બતાવો ! હું તૈયાર છું. "" .. 44 દિવાકરે વધુ લાગણી બતાવતાં કહ્યું : ભાઈ, એવો કાંઈક ઉપાય મારી પાસે છે એટલે તો હું વાત કરું છું. તમારી નમ્રતા, ભક્તિપરાયણતા અને પ્રેમે મને પરવશ બનાવી દીધો છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. મારી વિદ્યાસિદ્ધિ તમારા જેવા ધર્માત્માનું દુઃખ દૂર કરવામાં કામે નહીં લાગે તો પછી એનો બીજો ઉપયોગ પણ શું છે ? જરા સાંભળો, મારા ગુરુની કૃપાથી મને · ધરણીકલ્પ નામની વિદ્યા પ્રાપ્ત થઈ છે. અને એ વિધાના પ્રતાપે કઈ ધરતીના પેટાળમાં શું શું ભર્યું છે, એ હસ્તામલકની જેમ હું સ્પષ્ટ જોઈ શકું છું. 4 "1 જાણે પોતાના કથનની અસર માપતા હોય એમ દિવાકર વિશાખદત્તની સામે જોઈ રહ્યા. વિશાખદત્ત પણ મુગ્ધ બનીને એમની વાત સાંભળી રહ્યો. " Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] રાગ અને વિરાગ યોગીએ પોતાની ચમત્કારી વાત આગળ ચલાવી : “ મારી એ વિદ્યાના બળે, અહીં રહ્યો રહ્યો, હું દીવા જેવું સ્પષ્ટ જાણી શકું છું કે અહીંથી પૂર્વ દિશામાં, ત્રણ કોશ દૂર, કાત્યાયની ચંડિકા દેવીનું મંદિર આવેલું છે. એ મંદિરના આગળના ભાગમાં મોટો ધનભંડાર દટાયેલો પડ્યો છે – પૂરા પાંચકરોડ સોનેયા જેટલો ! પૂજન-યજનથી એ દેવીને પ્રસન્ન કરીને એ ભંડાર તમને અપાવવા હું ઇચ્છું છું. તમારા જેવા ભક્તનું ભલું કરવાનો મારી પાસે આ માર્ગ છે; અને એ માર્ગ રામબાણ જેવો અચૂક છે. બોલો તૈયાર છો ને ?" શ્રેષ્ઠી બિચારો ડઘાઈ જ ગયો. ક્યાં અત્યારની “આજ રળવું અને કાલ ખાવું' જેવી દરિદ્રતા, અને ક્યાં, જિંદગીમાં જેની કલ્પના પણ ન કરી હોય એવા, પાંચ કરોડ સૌનેયા ? પણ એનું મન આવી વાતને સાચી માનવાનો ઇન્કાર કરવા લાગ્યું, એનાથી પુછાઈ ગયું ? “ ભલા યોગીરાજ, એ ધનભંડાર અત્યાર સુધી આપે કેમ ત્યાં જ રહેવા દીધો ? એને આપે પોતે કેમ બહાર ન કાઢી લીધો ?" યોગીએ સ્મિત કરીને કહ્યું : “ મહાનુભાવ, તમારી શંકા સાચી છે – કોઈને પણ આવી શંકા થાય; પણ એમ થવાનું કારણ છે. જરા મારી વાત સાંભળો. " શ્રેષ્ઠી આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળી રહ્યો. દિવાકરે પોતાની વાત કહેવા માંડી : “ ગંગા નદીની પાસે આવેલ સરવણ નામનો નેસડો એ મારું મૂળ વતન. અમે વર્ષે બ્રાહ્મણ. મારા પિતાનું નામ જલણ વિપ્ર. યુવાવસ્થામાં. જ હું કુસંગે ચડી ગયો અને મને અનેક વ્યસનો વળગ્યાં. એ વ્યસનોએ મને ઘરચોર બનાવ્યો. મારાં આવાં અપકૃત્યોથી ગુસ્સે થઈને એક વાર પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. મને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યા જેવું થયું. હવે મારા સ્વચ્છંદનો આરો ન રહ્યો. રખડતો રખડતો હું શ્રીપર્વત નામે સ્થાને જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફામાં એક યોગીને ધ્યાનમગ્ન જોઈને હું એમનાં ચરણોમાં બેસી ગયો. Page #48 -------------------------------------------------------------------------- ________________ હીરાની ખાણ 1 ૩૫ યોગી મારા ઉપર પ્રસન્ન થયા અને હું એમનો શિષ્ય બની ગયો. ” “ સમય જતાં મારા વિનય અને ભક્તિથી એ યોગી તુષ્ટમાન થયા અને મને એમની કેટલીક સિદ્ધિઓ શિખવાડવાની કૃપા કરી. “ આ ધરણીકલ્પ વિદ્યા પણ એ મહાગુરુની કૃપાનું જ ફળ છે. પણ એ વિદ્યા આપતી વખતે ગુરુજીએ મને ચેતવણી આપી કે “ આ વિદ્યાનો ઉપયોગ તારા પોતાના સ્વાર્થ માટે કે કોઈ અધર્મી જીવ ઉપર ઉપકાર કરવા માટે કરવાનો નથી, એમ કરીશ તો તારી એ વિદ્યા લુપ્ત થઈ જશે. અવસરે યોગ્ય સુપાત્રને અર્થે જ એનો ઉપયોગ કરવો. ” “ ગુરુની એ શિખામણ મેં માથે ચડાવી અને હું રવાના થયો. અને ત્યારથી અત્યાર સુધી યોગ્ય પાત્રની રાહમાં એ ધનભંડારની વાત કોઈને ન કરી. આજે તારા જેવું ધર્મી સુપાત્ર મળવાથી એ ધનભંડાર તને મળે એવી મને ભાવના થઈ આવી છે. " વિશાખદત્તને હવે કશું પૂછવાપણું ન રહ્યું. એનું મન તો જાણે કરોડો સોનૈયાઓના ઢગમાં આળોટવા લાગ્યું. સંપત્તિએ જન્માવેલ સુખસાહ્યબી અને વૈભવવિલાસની કંઈ કંઈ શાખાઓ ઉપર એનું મનમર્કટ કૂદાકૂદ કરી રહ્યું. ધન આવતું હોય અને તે ય આટલી સહેલાઈથી અને કરોડો સોનૈયા જેટલું વિપુલ – તો ભલા કોને લોભ ન વળગે ? સોનું દેખીને જો મુનિવર પણ ચળતા હોય તો આ તો ધનનો અર્થી ગૃહસ્થ માત્ર જ હતો ને ! એને થયું કે ક્યારે વખત પાકે અને કયારે ધન મળે ? આવું આકડે મધ તો એણે કદી સ્વપ્નમાં ય જોયું ન હતું. હવે વાર કેટલી ? એ તો નત મસ્તકે યોગી દિવાકરની વાતનો સ્વીકાર કરી રહ્યો. વાતનો બંધ વાળતાં દિવાકરે કહ્યું : “ સારા કામમાં સો વિઘન, એટલે શુભ કામને જલદી પાર પાડ્યું જ સારું ! કાત્યાયની ચંડિકા દેવીને પ્રસન્ન કરવાની પૂજા સામગ્રી લઈને આજે મધ્યરાત્રિએ જ આપણે એના મંદિર તરફ રવાના થઈશું. તમે બધી સામગ્રી સાથે તૈયાર થઈ રહેજો. જવાનો વખત થશે એટલે હું અહીં આવીને તમને સાદ કરીશ; મારો સાદ સાંભળતાં જ તમે આવી પહોંચજો. " વાતનો એકજલદી પાર કરીને આજે મધ્યરાત્રિ તૈયાર થઈ એટલે સત્ર કરવાની ના થઈશું. અહીં આવીને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] રાગ અને વિરાગ પછી દિવાકરે પૂજાપામાં શું શું લાવવું એ સમજાવ્યું અને એ પોતાને સ્થાને ગયાં. વિશાખદત્ત તો આજે હર્ષઘેલો થઈ ગયો હતો. એને થતું હતું : એની સાત નહીં પણ સિત્તેર પેઢીનું દારિદ્ર આજે ફીટવાનું હતું એણે બધો પૂજાપો ઊંચી જાતનો ભેગો કરી લીધો – એમાં ખર્ચ કરવામાં જરા ય લોભ ન કર્યો ! હવે તો ક્યારે વખત થાય અને ક્યારે ઊપડીએ, એની જ એને તાલાવેલી લાગી. એક એક ઘડી જાણે એક એક દિવસ જેવી લાંબી થઈ પડી ! વખત શું વીતે ? આજે તો એનું રોમ-રોમ ધનના વિચારથી જ ઘેરાઈ ગયું હતું. ધનના લોભે એના વિવેકને પણ જાણે આવરી લીધો હતો. પોતે કેવો પૂજાપો ભેગો કર્યો હતો, એવા પૂજાપાનો અર્થ શો હતો, અને એનાથી થતી પૂજા કેવી થવાની હતી, એનું પણ એણે ભાન ન હતું. સૂરજ આથમ્યો, સત પડી, મધ્યરાત્રીનો વખત થવા આવ્યો, અને યોગી દિવાકર આવી પહોંચ્યા. વાતો કરતાં કરતાં બંને ચંડિકાના મંદિરે પહોંચી ગયા. દિવાકરે વિશાખદત્તને કહ્યું : “ હવે આપણો સમય થઈ ગયો છે. આપણે આપણું કામ જલદી પૂરું કરવું જોઈએ. તમે અંદર જઈને દેવી કાત્યાયનીનું પૂજન કરો. હું મંદિરના બારણા પાસે મંડળ આલેખી એનું પૂજન કરીને આપણા કામની તૈયારી કરું છું. " યોગી બહાર રહ્યા અને વિશાખદત્ત મંદિરમાં પ્રવેશ્યો. પણ મંદિરનું અંદરનું દૃશ્ય જોઈને શ્રેષ્ઠી તો સ્તબ્ધ જ થઈ ગયો. એનું અંતર જાગી ઊઠ્યું. અને એ વિચારમાં ઊતરી ગયો. એને થયું ? ક્યાં સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી સ્ત્રીશક્તિ સ્વરૂપ દેવી અને ક્યાં પશુ અને નરનો બલિ લેનારી પ્રચંડ, ભયંકર, બીભત્સ આ કાત્યાયની ચંડિકા ? ' એનું મન પોકારી રહ્યું : “ આવી હિંસક દેવીનું હું પૂજન કરું ? ક્યાં મારો દેવ ? ક્યાં મારા ગુરુ ? અને ક્યાં મારો ધર્મ ? અહિંસા, દયા અને કરુણાનો વ્રતધારી હું આજે ધનના લોભે આ શું કરવા તૈયાર થયો છું ? ધનના લોભે હું કાર્ય-અનાર્ય, ધર્મ-અધર્મ, અહિંસા-હિંસા એ Page #50 -------------------------------------------------------------------------- ________________ હીરાની ખાણ ` ૩૭ બધું જ વીસરી ગયો ? ના, ના, આવું પાપનું ધન મારે ન ખંપે ! સર્યું આવા ધનથી ! ભલો હું અને ભલી મારી રિદ્રતા !' અને એ દોડીને એકીશ્વાસે જાણે પાછળ કોઈ પ્રેત પડ્યું હોય એમ મંદિરની બહાર નીકળી ગયો. પછી યોગી પાસે આવીને પોતાના મનની વાત એણે કહી સંભળાવી : - દિવાકરજી, તમે યોગી થઈને મને આવે માર્ગે લઈ આવ્યા ? આવો અધર્મ તમે મારે હાથે આચરાવવા ઇચ્છો છો ? પણ એમાં તમારો શો દોષ ? લોભિયા હોય ત્યાં ધુતારા ધૂતી જાય તો એમાં ધુતારાનો શો વાંક કાઢવો ? મારા લોભે જ મને કુમતિ સુઝાડી અને કુમાર્ગે દોર્યો ! પાંચ કરોડ સોનૈયા કંઈ રસ્તામાં રઝળતા પડ્યા ન હોય, એટલું ય હું ન સમજી શક્યો ! લોભે મારી બુદ્ધિને જ બહેરી બનાવી દીધી હતી. પણ હવે મારા ધર્મે મને માર્ગ બતાવી દીધો છે. તમે તમારા માર્ગે જાઓ અને મને મારે માર્ગે જવા દો. આપણા માર્ગ હવે કાયમને માટે જુદા પડે છે. +9 64 પળવાર તો યોગી આ સાંભળી રહ્યો; પણ એ હવે આવી વાતો માટે તૈયાર ન હતો. પોતાના શિકારને આમ છટકી જતો જોઈને એ રાતોપીળો થઈ ગયો. મૂળ વાત આમ હતીઃ યોગીનો સ્વાંગ સજીને ફરતા એ બાવાજી દિવાકરને કાત્યાયની ચંડિકા દેવીને એક નરબલ ચઢાવવાની પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞા પૂરી કેવી રીતે થાય એની એ હમેશાં ચિંતા કર્યા કરતા. એવામાં એમને આ ભલો-ભોળો શેઠ ભેટી ગયો. એટલે એ પોતાનું કામ પૂરું કર્યા વગર એને છોડે એમ ન હતો. આવો બત્રીશલક્ષણો નર બીજે ક્યાં મળવાનો હતો ? એણે આંખોને લાલચોળ કરીને અને ચહેરાને વિકરાળ બનાવીને બિહામણે સ્વરે વિશાખદત્તને કહ્યું : “ બેટમજી, પાંચ કરોડ સોનૈયા એમ રસ્તામાં થોડા પડ્યા હતા કે ચાલી નીકળ્યા'તા ઉપાડી લેવા ? માથું આપે એ માલ જમે. હવે તો તમારું માથું વધેરીને કાત્યાયની ચંડિકાના ચરણોમાં મૂક્યે જ છૂટકો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ | રાગ અને વિરાગ છે ! આ દુનિયામાં તમારા સો યે વર્ષ પૂરા થઈ ગયાં સમજો તમારો આ લોક તો જાણે બગડ્યો; પણ હવે પરલોક સુધારવો હોય તો ઈષ્ટદેવનું સ્મરણ કરી લો અને જલદી તૈયાર થઈ જાઓ ! દેવી તમારા ભોગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે વિલંબ ન કરો !" વિશાખદત્ત સમજી ગયો કે મામલો જીવ-સટોસટનો છે, અને હવે એમાંથી બચવું મુશ્કેલ છે. વિશાખદત્ત પોતાના કમોતની રાહ જોઈ રહ્યો ! વિશાખદત્તની મોતની પળો ગણાતી હતી. યોગી દિવાકર પોતાની કામના પૂરી થવાના આનંદમાં ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો : “હે દેવી ! હે માતા ! આજે તારું ઋણ હું અદા કરી શકીશ. કેવો બત્રીશ-લક્ષણો નર મળી ગયો ! જગદંબા ! એ પણ તારી જ કૃપા ! હવે વિલંબ નહીં કરું મા !” દિવાકરે આનંદમાં મત્ત બનીને ફરી અટ્ટહાસ્ય કર્યું. એના પડઘા આખા મંદિરમાં ગાજી રહ્યા. વીજળીના જેવી ચમકતી ધારદાર છરી એના હાથમાં તોળાઈ રહી : હમણાં વિશાખદત્તના દેહ ઉપર પડી અને હમણાં બધો ખેલ ખલાસ ! વિશાખદત્તની આંખે અંધારા આવવા લાગ્યાં ! મોતને અને વિશાખદત્તને જાણે વેતનું જ છેટું રહ્યું : આ છરી પડી કે પડશે ! મંદિરમાં પણ જાણે સ્તબ્ધતા વ્યાપી રહી. યોગીએ છરીને છેલ્લો વેગ આપવા હાથને સાબદો કર્યો. પણ અરે ! આ શું ? એ હાથ એમ જ કેમ તોળાઈ રહ્યો ? જરા ય ચસકે કાં નહીં ? યોગી અને શ્રેષ્ઠી બન્ને વિસ્મિત બનીને જોઈ રહ્યા : જોયું તો એક સૌમ્ય છતાં કદાવર પુરુષે. અણીને વખતે, દિવાકરના હાથને પોતાના હાથથી મજબૂત રીતે પકડી લીધો હતો; અને એમ કરીને એણે દિવાકરની બધી બાજી ધૂળમાં મેળવી હતી ! Page #52 -------------------------------------------------------------------------- ________________ હીરાની ખાણ ૩૯ યોગી શરમિંદો બનીને મોં ફેરવી ગયો. શ્રેષ્ઠી વિશાખદત્ત એ નવા પુરુષના ચરણોને વંદી રહ્યો ને બોલ્યો : “ પરોપકારી પુરુષ, આપ ? " ધન નામના એ પુરુષે એટલું જ કહ્યું : “ મહાનુભાવ ! હું એક શ્રમણ છું. મારા હાથે એક મહાદોષ થયો; અને એ માટે મને મારા ગુરુદેવે પારાચિંતક ” નામનું મહાપ્રાયશ્ચિત્ત આપ્યું, એ પ્રાયશ્ચિત્તને પૂરું કરવા હું મથી રહ્યો છું. “ મારા હાથે થયેલ એ મહાદોષના પ્રાયશ્ચિત્તનો એક અંશ આજે પૂરો થયો; એટલે અંશે હું કૃતકૃત્ય થયો. આ કૃત્યથી જેમ તમારું કલ્યાણ થયું તેમ મારું પણ કલ્યાણ થયું. “ મહાનુભાવ, તમે હીરાની ખાણને શોધાવી રહ્યા છો, પણ હું તમને તમારા શાશ્વત હીરાની ખાણ બતાવવા આવ્યો છું. એ હૃદયમાં છે. બહારના હીરા તો તમારું દુઃખ વધારશે. હૃદયમાં જે ધર્મરૂપી, કરુણારૂપી, મૈત્રીરૂપી હીરાની ખાણ છે, એને ખોદો અને હીરા મેળવો ! ” વિશાખદત્ત એ પુરુષનાં ચરણોમાં મૂકી રહ્યો.” * કોઈ રાજાને પ્રતિબોધવા જેવા મહાન કાર્યથી પાર પડે એવું પ્રાયશ્ચિત્ત. * કથારત્નકોશને આધારે Page #53 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વનો આનંદ પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે. દશાર્ણ દેશનો રાજા દશાર્ણભદ્ર ન્યાયી, પ્રજાવત્સલ, શીલસંપન્ન અને ધર્મપ્રેમી હતો. લોકકલ્યાણ માટે પ્રજાનું પાલન અને આત્મકલ્યાણ માટે ધર્મનું પાલન – એ બે ચક્રો ઉપર એનો જીવનરથ ચાલતો હતો. એ સંતોષી હતો, સુખી હતો અને શાંતિનો ચાહક હતો. ભગવાન મહાવીરના ધર્મોદ્ધારનો મંત્ર રાજા દશાર્ણભદ્ર ઉપર કામણ કરી ગયો. એ ભગવાન મહાવીરનો પરમ ઉપાસક અને પરમ ભક્ત બની ગયો. ભગવાનના ધર્મ પ્રત્યે એ અંતરની આસ્થા ધરાવતો; અને ભગવાનના જીવનની, એમના ઉપદેશની ને એમના ધર્મોદ્ધારની વાતો તે ખૂબ ભક્તિ પૂર્વક સાંભળી રહેતો. કોઈ શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન કર્યાની કે એમના શ્રીમુખે ધર્મશ્રવણ કર્યાની વાત કરતું અને રાજા દશાર્ણભદ્રનું હૃદય ગદ્ગદિત થઈ જતું, લાગણીના ભારથી દ્રવી જતું. એનું મન તો જાણે માખણનો પિંડ જ જોઈ લો. રાજાને અહોનિશ થયા કરતું ? “ ક્યારે ભાગ્યે જાગે અને ક્યારે ભગવાનના પવિત્ર ચરણોથી આ ભૂમિ પાવન થાય ? એમની ચરણરજથી આ જીવન ક્યારે કૃતકૃત્ય થાય ?' ચાતક જેમ મેઘની રાહ જુએ એમ રાજા દશાર્ણભદ્રનું અંતર ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યું, ભગવાનના દર્શન માટે ઝંખી રહ્યું. એ મધુરી આશામાં ને આશામાં દિવસો વિતતા ચાલ્યા. – અને એક દિવસ એ આશાના છોડને સફળતાનાં પુષ્પો ખીલી ઊઠ્યાં. રાજકાજમાં ગૂંથાયેલા રાજવીને એક દિવસ વનપાલે વધામણી આપી : “ સ્વામી ! આપના રાજ્યમાં દશાર્ણકૂટગિરિ ઉપર, શ્રમણ ભગવાન મહાવીર સમોસર્યા છે. ” રાજાનું અંતર આનંદથી નાચી ઊઠ્યું. એ ત્યાં રહ્યા રહ્યા ભગવાનને ભાવપૂર્વક વંદી રહ્યા. એમને લાગ્યું કે આજે તો મારે મો Page #54 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વનો આનંદ [૪૧ માગ્યા મેહ વરસ્યા ! રાજા દશાર્ણભદ્ર વિચારે છે : “ જીવનના આ મહાધન્ય અવસરે હું શું કરું ? સ્વામી તો ત્રિલોકના નાથ છે. એમનું સ્વાગત હું શી રીતે કરું ?” રાજાના અંતરમાં ભક્તિનાં પૂર ઊમટ્યાં. એ પૂર ખાળ્યાં ખાળી શકાય એમ ન હતાં. એમણે રાજમંત્રીને અને રાજકર્મચારીઓને સત્વર બોલાવ્યા. એમને થયું : “ આવા પરમ આનંદના અવસરે આખી નગરી આનંદમાં તરબોળ બને તો કેવું સારું ! ' અને એમણે નિશ્ચય કર્યો, : 'મારા રાજ્યની સર્વ પ્રજા અને શોભા સાથે હું આવતી કાલે પ્રાતઃકાળે ભગવાનને વંદના કરવા જઈશ.' રાજાજીએ મંત્રીઓને સૂચના આપીઃ “ મંત્રીરાજ, જોજો, પ્રભુના સ્વાગતમાં કશી વાતની ઊણપ, કશી વાતની ખામી કે કશી વાતની ખોડ ન રહે. આજે આવ્યો છે એવો અવસર વારેવારે આવતો નથી. આજ તો આપણી જાતને અને આપણી સર્વ સંપત્તિને ધન્ય બનાવવાની ઘડી મહાપુણ્ય આવી મળી છે ! " પળવાર રાજા લાગણીના વેગમાં ચૂપ રહ્યા. પછી એમણે પોતાની વાત આગળ ચલાવી, “ આપણા રાજ્યની અને પ્રજાની સર્વ શોભા ત્યાં હાજર થાય અને આપણે એ મહાપ્રભુનું એવું સ્વાગત કરીએ કે એના મધુર સ્મરણોમાં આપણાં અંતર ચિરકાળ સુધી આનંદ અનુભવ્યા કરે. ભારે આનંદનો આ અવસર છે ! આનંદ આનંદ પ્રસરી રહે એટલે આપણે કૃતાર્થ થયા. " સૂયસ્તિ થયો અને આડી માત્ર રાત જ રહી. પણ અંતરની ઉત્સુકતા અને આનંદની હેલીમાં એ રાત જાણે અમાપ બની ગઈ ! આનંદમગ્ન રાજાજીનું અંતર તો માત્ર એક જ ચિંતવન કરી રહ્યું હતું : “ કયારે પ્રાતઃકાળ થાય અને ક્યારે સર્વ શોભા સાથે હું પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થાઉં ? ' રાત પણ વીતી ગઈ. પ્રભુદર્શને જવાનો સમય થઈ ગયો. રાજ્યની તમામ સામગ્રી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ | રાગ અને વિરાગ એમાં હાજર થઈ ગઈ. ગજદળ, હયદળ, રથદળ અને પાયદળ એ ચતુરંગી સેના ભારે ભભકભર્યા સાજ સજીને ત્યાં ખડી હતી. રાજમંત્રીઓ, નગરશ્રેષ્ઠીઓ, રાજરાણીઓ, નગરવધૂઓ અને પ્રજાજનો વૈભવશાળી વેષભૂષા સજીને આવી પહોંચ્યા હતાં – જાણે ધરતીએ સ્વર્ગની શોભા ધારણ કરી હતી ! રાજમાર્ગો અબિલ-ગુલાલ અને પુષ્પોના પુંજોથી મઘમઘી ઊઠ્યા હતા. ગગનમંડળ ધજા-પતાકા અને તોરણોથી દેદીપ્યમાન બની ગયું. હતું. વાજિંત્રોના મધુર નિનાદો ચારે કોર રેલાઈ રહ્યા હતા. પ્રયાણની ઘડી આવી ચૂકી અને બહુમૂલા અલંકારોથી શોભાયમાન રાજહસ્તી ઉપર આરૂઢ થઈને રાજા દશાર્ણભદ્ર આવી પહોંચ્યા. દેવોને ય દુર્લભ એવું એ દૃશ્ય હતું. જાણે કોઈ ચક્રવર્તી કે દેવરાજ ઇંદ્ર પોતે, પોતાના સર્વ આડંબર સાથે. વનકીડાએ સંચરતા હોય એવું ભવ્ય એ દૃશ્ય હતું ! આનંદની એક કિકિયારી કરીને રાજહસ્તીએ પગ ઉપાડ્યો; અને જાણે આખા સમારંભમાં એક જ આત્મા હોય એમ આખી માનવમેદની તાલબદ્ધ રીતે આગળ વધવા લાગી. ડગલે ડગલે રાજા દશાર્ણભદ્રના આનંદમાં ભરતી આવવા લાગી. એ મનમાં ઉચ્ચારે છે : “ પ્રભુ, આજ હું કૃતકૃત્ય થયો; ધન્ય થયો !” અને એ સ્વાગત-મહોત્સવ આગળ ને આગળ વધવા લાગ્યો. મહોત્સવનું આવું વૈભવશાળી અને આવું દેદીપ્યમાન સ્વરૂપ નિહાળીને રાજાનો આનંદ અતિઆનંદમાં પરિણમતો ગયો. આનંદના અતિરેકમાં રાજાને ગર્વ ઊપજ્યો. એ ખુમારીથી વિચારી રહ્યો, “ ભલા, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું આવું દિવ્ય સ્વાગત કોઈએ કર્યું હશે ખરું ? પ્રભુના ભક્ત તો મોટા મોટા રાજાઓ છે, પણ કોઈએ આવું સ્વાગત કર્યું હોય એ જાણ્યું નથી. ખરેખર, મેં આજ અદ્દભુત કામ કર્યું, અપૂર્વ કામ !' જાણે કુંદન ઉપર કથીરનો ઢોળ ચડતો હોય એમ રાજાજીની ભક્તિ ઉપર ગર્વનો આછો-પાતળો રંગ ચડવા લાગ્યો. એમને પોતાને જ પોતાની ભક્તિની અપૂર્વતા ભાસવા લાગી ! મનોમન પોતાની જાતને પોતાનાથી જ શાબાશી અપાઈ ગઈ ! Page #56 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વનો આનંદ [૪૩ પછી તો આનંદનું સ્થાન ગર્વે લઈ લીધું અને રાજાજી ચિંતવી રહ્યા : “ ભલા, પોતાના આરાધ્યદેવનું આવું સ્વાગત વિશ્વમાં કોઈએ કયારે ય કર્યું હશે ખરું ? ના, ના ! ખરેખર, મારું આ સ્વાગત અસાધારણ છે, અપૂર્વ છે, અદ્વિતીય છે, અજોડ છે.' પળભર તો રાજાજીને ગર્વસમાધિ લાગી ગઈ. પછી પાછા એ વિચારવા લાગ્યા, “ કેવું અપૂર્વ સ્વાગત ! આવું તો ન ભૂતો ન ભવિષ્યતિ, આ સ્વાગત અને આ ભક્તિ આગળ તો દેવો ય શી વિસાતમાં ! ખરેખર મારું આ સ્વાગત તો વિશ્વમાં અપૂર્વ તરીકે અમર બની જશે અને દેવરાજ ઈદ્ર કે ચક્રવર્તીના મોમાં પણ આંગળી નખાવી દેશે !' ધીમે ધીમે આનંદના સ્થાને ગર્વનો કેફ રાજાજીના અંતરમાં વ્યાપી ગયો. રાજાજીની ભક્તિ જાણે વિભક્તિમાં પરિણમવા લાગી; પણ રાજાજીને એનું ભાન અત્યારે ક્યાંથી હોય ? અને એ રીતે રાજા દશાર્ણભદ્ર પ્રભુ મહાવીરના ચરણોમાં આવી પહોંચ્યા. પ્રભુને વંદન કરીને પર્ષદામાં બેઠા. હું પ્રભુનાં સાક્ષાત્ દર્શનનો આનંદ કંઈ ઓછો ન હતો, પણ એ આનંદના ચંદ્રને જાણે અત્યારે ગર્વનો રાહુ ગ્રસી રહ્યો હતો ! રાજાના અંતરમાં બજી રહેલી આનંદની મધુર બંસી ઉપ ગર્વના ધડાકાઓ પોતાનું વર્ચસ્વ જમાવી બેઠા હતા અને એ બંસીના સૂરોને ભરખી જતા હતા. રાજા પોતાના સ્વાગતની અપૂર્વતાના ગર્વિષ્ઠ ખ્યાલમાં મગ્ન બનીને બેઠો હતો, અને તળાવે જઈને માનવી તરસ્યો પાછો આવે એમ પ્રભુદર્શન પછી ધર્મસુધાનું પાન કર્યા વગર પાછા આવવું પડે એવી સ્થિતિ સર્જાતી આવતી હતી. કોઈ એ સ્થિતિને નિવારે ? કોણ એ સ્થિતિને નિવારે ? દેવોના રાજા ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા. એમને વિચાર આવ્યો : “ ભલા, આજે કંદન કથીર બનવામાં કાં આનંદ અનુભવે ? સોના જેવો રાજા દર્શાણભદ્ર આજે પોતાની જાતને માટીમાં કાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જ્ઞરાગ અને વિરાગ - રગદોળે ? શું ગર્વ, અભિમાન અને અહંકારનાં માઠાં ફળ એના ખ્યાલમાં નહીં હોય ? એની ભક્તિ અને એનો આનંદ આજે સર્વનાશના મુખમાં જવાની તૈયારીમાં છે – શું એનુ ય એને ભાન નહીં હોય ? શું જન્મભરની ભક્તિને આમ પળવારના ગર્વમાં વિલીન થવા દઈ શકાય? ના, ના, આનો ઇલાજ તો કરવો જ ઘટે ! ' અને દેવરાજ ઇંદ્રે નિશ્ચય કર્યો, ભારે અલૌકિક ઠાઠ સાથે સ્વયં પ્રભુ મહાવીરનાં દર્શને જવાનો! રાજા દશાર્ણભદ્ર તો હજી ય, પ્રભુની સમીપ હોવા છતાં, ગર્વની માળાના મણકા ફેરવી રહ્યો હતો, અને પોતાના સ્વાગતની અપૂર્વતાના કેફમાં મસ્ત બન્યો હતો ! આનંદરૂપી દૂધના મહાપાત્રમાં ગર્વરૂપી એક બિંદુ પડીને એને નકામું કરી મૂકવાની તૈયારીમાં હતું ! રાજા ગમિશ્રિત આનંદમાં વિચારમગ્ન બેઠો હતો, ત્યાં આકાશ આખું દુંદુભિનાદથી ગુંજી ઊઠ્યું. પર્ષદા આખી સ્તબ્ધ બનીને જોઈ રહી. રાજાદશાર્ણભદ્ર પણ વિચારનિદ્રામાંથી ઝબકી ગયો અને એ આકાશ તરફ મીટ માંડી રહ્યો. રાજાજીએ અને બીજાઓએ જોયું કે આકાશના પટાંગણમાં તો વર્ણવી ન શકાય અને જોતાં જોતાં પણ ધરપત ન થાય એવું સ્વાગત રચાઈને ભૂમિ તરફ આવી રહ્યું હતું. દેવરાજ ઇંદ્રના એક એક ઐરાવતની શોભા આગળ વિશ્વની સર્વ શોભા નગણ્ય બની જાય ! શી એ મહોત્સવની શોભા ! અને શું અપૂર્વ સ્વાગત ! આકાશમાં અપાર મેઘ ઊમટ્યા હોય એમ અસંખ્ય હાથીઓ ઊમટ્યા હતા; અને એક એક હાથીની શોભા ન વર્ણવી શકાય એવી અદ્ભુત, અપૂર્વ, અજોડ બની હતી. એક જુઓ અને એક ભૂલો ! રાજા દશાર્ણભદ્ર તો આ શોભાની અપૂર્વતામાં પોતાની અપૂર્વતા જ ક્ષણભર વીસરી ગયા; જેમ જેમ બધો ઠાઠ જોતા ગયા તેમતેમ અપૂર્વતાનો ગુમાની વિચાર મનમાંથી ચાલ્યો ગયો. ઇંદ્રના ભવ્ય સ્વાગતથી રાજાના અંતરમાં વ્યાપેલું ગર્વનું વિષ ધીમે ધીમે ઊતરવા લાગ્યું. . રાજાને થયું : રે, હું કેવો ભૂલ્યો ! મારા આનંદના ચંદ્રને મેં મિથ્યા ગર્વથી કલંકિત કર્યો ! અને તે પણ જેના નામ પર અહંકારને Page #58 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વનો આનંદ ] ૪૫ ત્યાગીને આત્માનો ઉદ્ધાર કરવાનો હોય એવા પ્રભુના જ નામ પર મેં મારા આત્માને મલિન બનાવ્યો !' રાજાજીનું મન વધુ અંતર્મુખ બન્યું. ધીમે ધીમે એમાં આત્મભાવ અને આનંદની સરવાણીઓ વહેવા લાગી. એમણે પોતાની જાતને જ જાણે પ્રશ્ન કર્યો : “ મેં મારા સ્વાગતને અપૂર્વ કહ્યું, અજોડ માન્યું, અદ્વિતીય લેખ્યું ! હું કેવો મૂર્ખ ! ભલા, ક્યા જ્ઞાનના બળે મેં એ ગર્વ ધારણ કર્યો કે આવું સ્વાગત તો ન ભૂતો ન ભવિષ્યતિ ? ક્યાં મારી અલ્પશક્તિ અને કયાં મારી નિર્બળ કલ્પનાઓ ! ખરે જ, હું પ્રભુચરણ પામ્યા છતાં આખી ભીંત ભૂલ્યો ! અને ધીમે ધીમે રાજાજીના અંતરમાંથી ગર્વનું બધું ય વિષ દૂર થઈ ગયું. પછી તો રાજાજીએ વિચાર્યું : “આજે મેં અપૂર્વ કાર્ય કર્યાનો ગર્વ કર્યો. એ ગર્વ તો ભલે નાશ પામ્યો, પણ હવે કંઈક એવું અપૂર્વ કાર્ય કરવું જ રહ્યું. જે કાર્ય ઈંદ્ર જેવો ઈદ્ર પણ ન આદરી શકે; એમ થાય તો જ મારું આ જીવન અને પ્રભુદર્શન કૃતાર્થ થાય.' અને રાજા દશાર્ણભદ્ર સદાને માટે ભગવાનનાં ચરણમાં પોતાનું સ્થાન સ્વીકારી લીધું. એમના અંતરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. + દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત પર્ષદા રાજા દશાર્વભવના આ અપૂર્વ કાર્યને પ્રશંસી રહ્યાં. અભિનંદી રહ્યાં, અભિનંદી રહ્યાં. અપૂર્વ કાર્ય ! કોઈ દેવને પણ અશક્ય ! ખરેખર અપૂર્વ ! ઈદ્રની અપાર ઋદ્ધિ જોઈ રાજા દશાર્ણભદ્રનો અપૂર્વનો ગર્વ ગળી ગયો અને દશાર્ણભદ્રનો ત્યાગ જોઈને ઈદ્રદેવ અચરજ અનુભવી રહ્યા. કોઈ કવિએ એ પ્રસંગની પ્રશસ્તિ ગાઈ કે – દેશ દશારણનો ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાની રે ! ઈદ્રની ઋદ્ધિ દેખી બુઝિયો, સંસાર તજી થયો 'જ્ઞાની રે ! - મદ આઠ મહામુનિ વારીએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોપાસક લલિગ બીજમાંથી વૃક્ષ પાંગરે એમ મહાન આચાર્ય હરિભદ્રની જ્ઞાનસાધના અને જીવનસાધના વિશાળ વડલાની જેમ વિસ્તરી રહી હતી. ભલભલા વિદ્વાનનું દિલ ડોલાવે એવા ધર્મગ્રંથો રચાતા જતા હતા. સત્યની શોધે એ એ ગ્રંથોનો આત્મા હતો. સારું તે મારું અને સાચું તે મારું, એ એની શિખામણ હતી. આત્માને પાવન કરે એવી એ જ્ઞાનગંગા ! આખો દેશ એમનાં વખાણ કરી રહ્યો હતો. અને એમની જીવનસાધના પણ ભલભલાનું મન મોહી લે એવી હતી : શું એ ત્યાગ, શું એ જાગૃતિ, અને શું એ નિરીહતા ! માનવીને હોંશે હોંશે ચરણસ્પર્શ કરવાનું મન થાય એવું હૃદયસ્પર્શી એ ચારિત્ર્ય. સૂરિજીના ધર્મોપદેશ કંઈક માનવીઓને ધમભક્ત બનાવી દીધા હતા. કંઈક આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો. અને કંઈક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષીને એમને ધર્મને માર્ગે વાળ્યા હતા. એમણે સૈકાઓથી રૂંધાયેલી લોકસેવાના માર્ગ મોકળો કર્યો હતો, લોકસેવાને આત્મવિકાસના એક સોપાનનું ગૌરવ અપ્યું હતું. અને એ રીતે ધર્મમાર્ગમાં લોકસેવાની પ્રતિષ્ઠા કરી હતી. સૂરિજીના ધમપદેશની પ્રેરણા મેળવીને અનેક ભાવિકજનો ધર્મનું અને લોકસેવાનું અનુસરણ કરવા લાગ્યા હતા ; અને ધર્મની જાણે એ વખતે લહાણ થવા લાગી હતી. ' સૂરિજીના ઉપાસકોમાં એ લલિગ નામે શ્રાવક. જેવો એને ધર્મ ઉપર પ્રેમ એવી જ એને ગુરુ ઉપર આસ્થા. ગુરુવચનને એ સદા શિરોધાર્ય કરે અને ગુરુની સેવા માટે સદા તત્પર રહે. એની સ્થિતિ સાવ સામાન્ય : આજે રળે અને કાલે ખાય એવી ! અને ક્યારેક તો દરિદ્રતા એવી ઉગ્ર રૂપે દેખાય કે અત્રને અને દાંતને વેર જેવું થઈ જાય ! Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોપાસક લલિગ [૪૭ કુટુંબનું પોષણ કેવી રીતે કરવું અને સંસારનો વ્યવહાર કેવી રીતે નિભાવવો એની તો એને ચોવીસ કલાક ચિંતા રહ્યા કરે. બિચારો દિવસ આખો મહેનત કર્યા કરે અને પોતાનો અને કુટુંબનો નિર્વાહ કરવા માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યા કરે. અને છતાંય પેટ પૂરતું મળી રહે તો મહાભાગ્ય ! કોઈ કહેશે અમુક કામ કરવાથી લાભ મળશે તો લલિગ તૈયાર. વળી કોઈ કહેશે કે આ વેપાર કરવામાં ઘણો ફાયદો થવાનો, તો એ પોતાની બધી શક્તિ એની પાછળ લગાવી દે. પણ ભાગ્ય જ્યાં ચાર ડગલાં આગળ ને આગળ જ હોય ત્યાં એની એક પણ કારી ન ફાવે ! આમ ભારે ભીંસ વચ્ચે એનું જીવન ચાલતું; છતાં એની ધર્મશ્રદ્ધા, ગુરભક્તિ અને પુરુષાર્થ કરવાની ટેવમાં જરાય ઓછપ ન આવી ઊલટું, જેમ જેમ ભાગ્ય અવળું થતું લાગતું તેમ તેમ, એમાં જાણે ભરતી આવતી, અને નિરાશ કે ભગ્નાશ થયા વગર જ એ પોતાના પ્રયાસો ચાલુ રાખતો. મહેનત કરવી આપણું કામ; પછી ભાગ્યને કરવું હોય તે ભલે કરે. વળી એની સ્થિતિ ભલે દરિદ્ર હતી, પણ એનું દિલ દરિદ્ર ન હતું. એ તો દરિયા જેવું વિશાળ હતું. એના મનમાં તો કંઈ કંઈ મનોરથો જાગતા, એને પૂરા કરવા ક્યાંના ક્યાં ઉડવાના કોડ ઊઠતા. આમ ને આમ કાળ વહેતો રહ્યો. પણ એક વખત એની શ્રદ્ધા, ભક્તિ અને પુરુષાર્થ પરાયણતા સફળ થઈ, અને એના ભાગ્યનું પાંદડું ફરવા લાગ્યું. ધીરે ધીરે લલિગનો વેપાર જામવા લાગ્યો. ધીમે ધીમે લક્ષ્મીદેવીની પ્રસન્નતા વધવા લાગી. અને એક કાળ એવો આવ્યો કે લલિગની મોટા શ્રીમંત તરીકે અને મોટા વેપારી તરીકે બધે ખ્યાતિ પ્રસરી ગઈ. છતાં લલિંગનું મન ધર્મભાવનાથી કે પુરુષાર્થથી વિમુખ ન થયું. એ તરફ તો એનું મન એવો ને એવો જ આદર ધરાવતું રહ્યું. હવે તો એને થતું કે સેવેલા મનોરથોને હું કેવી રીતે સફળ કરું ? ધન હતું અને મનોરથો પણ હતા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ m રાગ અને વિરાગ ધીમે ધીમે એ ધનનો પ્રવાહ સત્કાર્યો તરફ વાળવા લાગ્યો. * * લલ્લિગે સાંભળેલું કે ધર્મ પુસ્તકો લખાવવાં એ પુણ્યનું કાર્ય છે. એને થયું ઃ એ માર્ગે મારી લક્ષ્મીને સાર્થક કાં ન કરું ? અને એના ગુરુ રિભદ્રસૂરિજી તો ભારે વિદ્વાન અને પ્રખર શાસ્ત્રવેત્તા તેમ જ સમર્થ શાસ્ત્રકાર હતા. એમનો ઘણો સમય તો શાસ્ત્રોનું સર્જન કરવામાં જ જતો. લિગે હરિભદ્રસૂરિના શાસ્ત્રસર્જનના કાર્યમાં મોકળા મને દ્રવ્ય ખર્ચવા માંડ્યું. એમાં જેમ વધુ દ્રવ્યનો સદુપયોગ થાય એમ એ પોતાની જાતને અને પોતાની લક્ષ્મીને કૃતાર્થ માનવા લાગ્યો. એને થતું ઃ તીર્થંકરના અભાવમાં એમની વાણી જ આપણને ધર્મનો સાચો રાહ બતાવે છે, એટલે એ વાણીનું જતન કરવું અને એનું સર્જન કરાવવું એ પ્રત્યેક શ્રમણોપાસકનો ધર્મ લેખાય. આ રીતે લલિંગની ભાવના ઊંચી ને ઊંચી વધતી જતી હતી. એક બાજુ ધનની વૃદ્ધિ થતી તો બીજી બાજુ નવાં નવાં સત્કાર્યો કરવા તરફ એનું મન દોડવા લાગતું, એક વેળા એને ખબર પડી : શાસ્ત્રસર્જનના કાર્ય માટે આચાર્ય મહારાજને દિવસનો સમય ઓછો પડે છે અને એ માટે રાત્રિનો ઉપયોગ કર્યા વગર ધાર્યું કામ પાર પાડવું શક્ય નથી. પણ પંચમહાવ્રતના ધારી સૂરિજી રાત્રિના વખતે પ્રકાશનો ઉપયોગ પણ કેવી રીતે કરી શકે ? : આ વાત લિંગના મનમાં રાત-દિવસ ચિંતાનો વિષય બનીને બેઠી. એને થયું ઃ કોઈક એવો ઉપાય મળી આવે, અને સૂરિજીને માટે ઉપાશ્રયમાં નિર્દોષ પ્રકાશની વ્યવસ્થા હું કરી શકું ! ભલે ને એમાં ગમે તેટલું ખર્ચ થાય. એકવાર લલ્લિંગના જાણવામાં આવ્યું કે અમુક પ્રદેશમાં એક પ્રકારનું વિશિષ્ટ રત્ન મળે છે, અને એ રત્ન રાત્રે દીપકની જેમ પ્રકાશ આપી શકે છે. પછી તો વાર જ શી હતી ? અને વિચાર પણ વધારે ક્યાં કરવાનો હતો ? કામ થતું હોય તો પૈસા તો મોંમાંગ્યા તૈયાર હતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોપાસક લલ્લિગ H૪૯ } અને એક દિવસ લલિગે એ મહામૂલું રત્ન લાવીને ગુરુ મહારાજની સેવામાં ધરી દીધું એથી ઉપાશ્રયનો ખૂણો, દીપકના પ્રકાશની જેમ, ઝળહળી ઊઠ્યો અને એ પ્રકાશમાં હરિભદ્રસૂરિજીનું શાસ્ત્રરચનાનું કામ વેગપૂર્વક ચાલવા લાગ્યું. લલ્લિગને પોતાનું જીવન કૃતાર્થ થયું લાગ્યું. બહુમૂલા રત્નની જેમ લલિગની ભાવનાનો પ્રકાશ સર્વત્ર પ્રસરી રહ્યો. લલિગની ભાવનાને લોકો પ્રશંસી રહ્યા. આચાર્ય હરિભદ્રસૂરિની ધમદશના જાણે સૂતેલા આત્માઓને ઢંઢોળીને જાગૃત કરતી હતી. એમની શાસ્ત્રવાણી કંઈક સંતપ્ત આત્માને શાંતિનો માર્ગ બતાવતી, સમભાવને માર્ગે પ્રેરતી અને ધર્મકાર્યો કરવાની ઊર્મિ જગાવતી. - લલિગની ભાવનામાં તો ઉત્તરોઉત્તર ભરતી જ આવતી રહી હતી. એ તો એટલું જ વિચારતો હતો કે આ સંજોગો અને આ સંપત્તિ મળી છે, તો એનો જેટલો લહાવો લેવાય એટલો લઈ લેવો. આવો ધર્મ આવો સદ્ગુરુનો સંજોગ વારેવારે મળતો નથી. એક વેળા સૂરિજી પાસેથી એણે આતિથ્યનો મહિમા સાંભળ્યો, અને એનું મન એ માર્ગે દોડવા લાગ્યું. ધીરે ધીરે એનું રસોડું પહોળું થતું ગયું. અને જેટલા વધુ અતિથિ આવે એટલો એને વધુ આનંદ થવા લાગ્યો. સંપત્તિ તો હતી જ, એમાં ભાવનાનો વેગ ભળ્યો, પછી તો શી વાતની ખામી રહે ? પણ હવે તો આટલા અતિથિ પણ લલિગને સંતોષ ન થતો. એનું મન તો વધુ ને વધુ માટે ઝંખ્યા કરતું. અતિથિ તો આંગણે પધારેલા દેવ ! એક વેળા એને થયું ? ભોજન વેળાએ આપણે જમીએ અને ગામનું કોઈ પણ માનવી ભોજન વગર રહે. તો એનો દોષ આપણે શિરે આવે. ગુરુ મહારાજે સમજાવ્યા પ્રમાણે તો છતી શક્તિએ કામ ન કરવાથી, આપણને વયતિચાર જ લાગે ને ? . અને એણે ભોજન વેળાએ ગામના અને પરગામથી આવતા સૌ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] રાગ અને વિરાગ કોઈ અતિથિઓ-અભ્યાગતો અને સાધુ સંતો માટે પોતાના ઘરનાં દ્વાર ઉઘાડાં મૂકી દીધાં. જે કોઈ આવે તે એને ત્યાં આહાર અને આદર પામવા લાગ્યા. પણ પછી તો આ પણ એને ઓછું લાગ્યું હોય એમ ભોજનવેળાએ દાંડી પીટવામાં આવતી; અને સૌ કોઈને ભોજનને માટે આમંત્રવામાં આવતા. ગામને પાદરથી કોઈ પણ અતિથિ ભૂખ્યો ન જાય એ શ્રમણોપાસક લલ્લિગનું જીવનવ્રત બની ગયું. પોતાના ગુરુ ગોચરી પામે અને બીજા કોઈ ભૂખ્યા રહે તો એ બરાબર ન લેખાય. ગુરુનો ઉપદેશ એના અંતરમાં સોળેકળાએ ખીલી ઊઠ્યો. હવે તો લલ્લિંગના મકાને, ભોજનવેળાએ દરરોજ સેંકડો માનવીઓ ભેગાં થવા લાગ્યાં. ભારે ભીડ ત્યાં જામવા લાગી. પણ જ્યાં મનમાં ભીડ ન હતી ત્યાં આ ભીડની શી ચિંતા ? ઊલટું એ તો હર્ષનું સાધન બની રહેતી. આમ ધીરે ધીરે લલ્લિગનું આંગણું જાણે અતિથિગૃહ જ બની ગયું. સૌને ત્યાં સમભાવે, આદરમાન સાથે, ભોજન મળતું. 46 ભોજન કરીને તૃપ્ત થયેલા માણસો લલ્લિગને દુવા દેતા, તો લલ્લિગ નમ્રતાપૂર્વક કહેતો કે આ બધો પ્રતાપ ગુરુની કૃપાનો અને એમના ધર્મબોધનો છે. ગુરુનો મારા ઉપર આ મોટો ઉપકાર છે. અને જમનારાઓ સંતુષ્ટ થઈને ગુરુ હિરભદ્રની પાસે જઈને “ ઘણું જીવો ભવવિરહસૂરિ એવો જયજયકાર ઉચ્ચારતા. .. જવાબમાં સૂરિજી પણ એવો આશીર્વાદ આપતા. 5 19 તમને ભવિરહનો લાભ થાઓ ! ! ' ભાવિક લલિગનાં નેત્રો આ દૃશ્ય જોઈને આંસુભીનાં બનતાં. એને પોતાનું જીવન અને ધન કૃતકૃત્ય થયું લાગતું ! સૌ કોઈ લલિગના આ ધર્મપ્રેમને અને આદર્શ આતિથ્યને પ્રશંસી રહેતાં, નમન કરતાં. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત વીર વનરાજ ગુજરાતનો મોટો રાજા થઈ ગયો. વનમાં એ જખ્યો અને વનમાં જ મોટો થયો એટલે એ વનરાજના નામથી જાણીતો થયો. વળી એ બળુકો અને પરાક્રમી પણ કેસરી સિંહ જેવો જ હતો. સાચે જ એ વનનો બીજો રાજા હતો. વન જ એનું ઘર અને વન જ એનું આંગણું. વનમાં જ એ હરેફરે અને લહેર કરે. પણ એ લહેર તો ફક્ત કહેવાની; કંઈ કંઈ દુઃખ એને સહેવા પડેલાં. એક દિવસ ખાવાનું મળે તો એક દિવસ કડાકા થાય. જીવ બચાવવા ક્યારેક ગુફામાં સંતાવું પડે તો ક્યારેક આઘે આઘે સુધી નાસભાગ કરવી પડે. એની માનું નામ રૂપસુંદરી. પંચાસરના રાજા જયશિખરી ચાવડાની એ રાણી. જયશિખરી રાજા લડાઈમાં હારી ગયો અને ગર્ભવતી રાણી રૂપસુંદરીને પોતાના વંશના વેલાનું જતન કરવા વનમાં નાસી જવું પડ્યું. બિચારી રાણીને માથે તો જાણે દુઃખનાં ઝાડ ઊગી નીકળ્યાં. મુસીબતોનો કોઈ પાર ન હતો, પણ એણે વનરાજને જીવની જેમ સાચવ્યો, અને મોટો કર્યો. એવામાં શીલગુણસૂરિ નામના પરોપકારી જૈન સાધુ મળી ગયા. એમણે રાણીને અને રાજકુમારને આશરો આપ્યો, અને ગુજરાતના ધનનું કાળજીથી જતન કરવા માંડ્યું. જેમ જેમ વનરાજ મોટો થયો તેમ તેમ એનું હીર ખીલી નીકળવા માંડ્યું. એ તો કોઈથી ડરતો નહીં, કદી પાછો પડતો નહીં, અને મનમાં જે નક્કી કર્યું તે વાત પૂરી કરીને જ જંપતો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ઘ રાગ અને વિરાગ પછી તો એને બાપનું રાજ્ય પાછું મેળવવાના કોડ જાગ્યા. પણ એ કંઈ રમતવાત ન હતી. અ માટે તો કેટકેટલું ધન જોઈએ, કેટલા બધા લડવૈયા જોઈએ અને કેટકેટલાં સાધનો જોઈએ ! પણ વનરાજ તો વનરાજ હતો. એણે ચોર, ધાડ અને લૂંટ કરીને ધન ભેગું કરવા માંડ્યું અને પોતાના ગોઠિયાઓ વધારવા માંડ્યા. એણે શૂરાતનની, સ્વમાનની અને માતૃભૂમિના ગૌરવની વાતો કરી કરીને સૌનાં હૈયામાં ગયેલું રાજ્ય પાછું મેળવવાના મનોરથ જગાડી દીધા. ગુરુ શીલગુણસૂરિ તો ગુર્જરભૂમિના આ રતનને હમેશાં કેળવતા હતા, અને ગુર્જરપતિ થવાનો સાચો મારગ પણ બતાવતા હતા. આ રીતે ધન અને સૈન્ય ભેગું કરવાની મહેનતમાં તેમ જ લડાઈની સામગ્રી એકત્ર કરવામાં એનાં પચાસ વરસ અડધી જિંદગી વીતી ગયાં. પણ આખરે એક દિવસ વીર વનરાજના મનોરથ સફળ થયા. એણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એ ગુજરાતનો રાજા બની ગયો . ગુજરાતની ધરતીને એણે પારકા રાજાના હાથમાંથી મુક્ત કરી, અને ઇતિહાસમાં એ ગુજરાતનો પનોતો પુત્ર ગણાયો. પચાસ વરસે એ ગાદીએ બેઠો. સાઠ વરસ જેટલા લાંબા સમય સુધી એણે રાજ્ય ભોગવ્યું અને એક સો ને દસ વરસની ઉંમરે એ વિદેહ થઈને અમર બની ગયો. ગુજરાતના રાજા બન્યા પછી એણે પ્રજાને સુખી કરી હતી અને રાજ્યને મજબૂત બનાવ્યું હતું. છતાં શરૂઆતમાં એણે ચોરી અને લૂંટ કરેલી કે ધાડ પાડેલી એટલે બધા એના રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેતા. કોઈ એને સાચા રાજા તરીકે અને એના રાજ્યને ન્યાયી રાજ્ય તરીકે માન ન આપતા. જ્યારે પણ આસપાસના રાજાઓનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારો કહીંને જ ઓળખાતા ! વનરાજને આ કલંક બહુ જ સાલતું. પણ ગામના મોઢે ગરણું બાંધવા કોણ જાય ? Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત | પ૩ તે રાજ્યનો ભાર એવી બહુ ઘર ગરાજની ઉમર ળ વનરાજનો પુત્ર યોગરાજ ચાવડો બહુ જ નેકદિલ અને નીતિપરાયણ પુરુષ હતો. એ હમેશાં ભગવાનનો ભય રાખતો, અને પોતાને હાથે કે પોતાના નામે કદી ય કોઈનું બૂરું ન થઈ જાય, એની ખબરદારી રાખતો. વનરાજનું અવસાન થયું ત્યારે યોગરાજની ઉંમર એંશી કરતાં પણ વધુ વરસની હતી ! એવી બહુ ઘરડી ઉંમરે એ ગુજરાતનો રાજા થયો અને રાજ્યનો ભાર વહન કરવા લાગ્યો. આટલી ઉંમરે પણ એનામાં શક્તિ અને સમજણની કશી ખોટ નહોતી આવી; ઉંમરે જાણે એનાં તન કે મન ઉપર કશી માઠી અસર નહોતી કરી. . વનરાજની જેમ યોગરાજના મનને પણ એ વાતનો બહુ ખટકો રહેતો કે ચાવડાઓના રાજ્યને કોઈ ચોરટાઓનું રાજ્ય કહે, એ જાણીને એનો જીવ કળીએ કળીએ કપાઈ જતો, એનું મન દુઃખી દુઃખી થઈ જતું. એ કલંકને દૂર કરવા માટે એ રાત-દિવસ ખબરદાર રહેતો અને રાજ્યમાં કોઈ ચોરી, લૂંટ, ધાડ ન કરે કે કોઈ કોઈને રંજાડે નહીં એનું ખૂબ ધ્યાન રાખતો, અને એવા જે ગુનેગાર હોય એમને દંડવાનું પણ કદી ચૂકતો નહીં. એને તો ગમે તેમ કરીને પ્રજામાં પોતાની ધાક બેસાડવી હતી, અને ચાવડાઓના રાજ્યને રામરાજ્યની નામના મેળવી આપવી હતી. અમલદારોને પણ આ માટે એણે એવો સખત હુકમ કર્યો હતો કે બધા પ્રજાની સાથે હેતથી વર્તે અને કોઈની જરા પણ રંજાડ ન કરે. એવી જ રીતે એણે પોતાના કુટુંબીઓને અને ત્રણે દીકરાઓને પણ ખૂબ તાકીદ કરેલી કે કોઈની પાસેથી અણહકની એક પાઈ પણ ન લેવી, કે કોઈને જરા પણ હેરાનગતિ ન કરવી, એટલું જ નહીં બને તેટલું સૌનું ભલું કરવા હમેશાં પ્રયત્ન કરવો. એટલે એ તો હમેશાં એ વાતની જ ચિંતા કર્યા કરતો કે ચાવડાઓના રાજ્યનું લોકમાં જરા ય ઘસાતું બોલાય એ કામ કોઈથી યે ન થઈ જાય. એ તો રાત-દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરતો કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ –રાગ અને વિરાગ ભગવાન, અમારા કુળ ઉપરથી ચોરપણાનું આ કલંક દૂર કરો ! એક દિવસ યોગરાજનો મોટો દીકરો ક્ષેમરાજ પિતાની પાસે આવ્યો. એની સાથે એના બે નાના ભાઈઓ હતા. ક્ષેમરાજે પિતાને કહ્યું : બાપુ, કોઈક પરદેશી રાજાના વહાણ દરિયાના તોફાનમાં સપડાઈ ગયાં છે અને સોમનાથ પાટણના દરિયામાં નાંગર્યાં છે. સોમનાથનો દરિયો તો આપણા રાજ્યની સરહદ ગણાય; આપણી રજા વગર એમાં કોઈ ન આવી શકે અને આવે તો એને શિક્ષા કરવાનો આપણો અધિકાર.' યોગરાજ મન દઈને વાત સાંભળી રહ્યા. એમને એમ હતું કે આ પરદેશી વહાણો પાસેથી કંઈક દંડ વસૂલ કરવાની વાત હશે. ક્ષેમરાજે વાત આગળ ચલાવી : બાપુ, આપણ ગુપ્તચરો ખબર લાવ્યા છે કે એ વહાણોમાં દસ હજાર જેટલા ઊંચી જાતના તોખારો ( ઘોડાઓ), અઢાર ગજરાજો અને કરોડો રૂપિયાનો માલ ભર્યો છે. 64 પણ પછીની વાત કરતાં જાણે જીભ ઊપડતી ન હોય એમ એ થોડી વાર ચૂપ રહ્યો. પણ જાણે આગળની વાતનો વળાંક પામી ગયા હોય એમ યોગરાજના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસી આવી. અને હવે શું વાત આવે છે એ સાંભળવા એ અધીરા બની ગયા. એમણે ક્ષેમરાજને પોતાની વાત પૂરી કરવા ઇશારો કર્યો . .. ક્ષેમરાજ પણ સમજી ગયો. વાત કરતાં એનું મન ભારે સંકોચ અને અકળામણ અનુભવી રહ્યું. પણ હવે વાત કર્યા વગર ચાલે એમ ન હતું. એણે કહ્યું : બાપુ, આવો લાગ તો ગોતવા જઈએ તો ય ન મળે ! આ તો ભગવાનની મોટી મહેર થઈ કહેવાય કે આકડે મધ જેવો અવસર વગર માગ્યે મળી ગયો ! આપ આજ્ઞા આપો એટલી જ વાર છે; એ બધા હાથી, ઘોડા અને ધન આપની પાસે હાજર કરી દઈશું ! કૃપા કરી આપ અનુમતિ આપો !” Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત ૫૫ પણ યોગરાજ આ વાત સહન ન કરી શક્યા. એમણે તરત જ જવાબ આપ્યો : “ આવું અકાર્ય કરવાની મારી તમને સાફ ના છે. તમે કોઈ આ કામમાં હાથ ન ઘાલશો. આવું અણહકનું લાવશો તો, એમાં ભગવાન રાજી નહીં રહે, અને આપણા વંશ ઉપર લાગેલ કલંક વધારે ઘેરું થશે એ વધારામાં ! તમારા દાદા વીર વનરાજના વખતથી ચાલ્યું આવતું આપણા કુળ ઉપરનું કલંક હજી લોકજીભેથી ભૂંસાયું નથી, ત્યાં તમે આવું નઠારું કામ કરશો તો એ કલંક વજ્જર જેવું પાકું થઈ જશે, અને પછી તો લાખ પ્રયત્ન ય એ નહીં ભૂંસાય. માટે મારા પુત્રો, તમે આવા લોભમાં ન તણાઓ અને આવી લૂંટ કરવાનો વિચાર માંડી વાળો ! મારી તમને એ જ આજ્ઞા છે. એનાથી વિરુદ્ધ ન વર્તશો, અને એનું બરાબર પાલન કરજો ! ” ત્રણ પુત્રો સાંભળી રહ્યા. એમને થયું કે હવે આ માટે સતનું પૂછડું બનેલા આ ડોસા સાથે વધુ જીભાજોડી કરવી નકામી છે ! અને એ તો તરત જ ચાલતા થયા. પુત્રનાં લક્ષણો જોઈ યોગરાજ વધુ ચિંતામાં પડી ગયા. એ વેદનાભર્યા સ્વરે બોલી ઊઠ્યા : “ભગવાન, આ જતી ઉંમરે આ એક વધુ કલંક મળવાનું લલાટે લખાયું છે કે શું ? ” પણ એ વેદના સાંભળનાર ત્યાં કોઈ ન હતું. અને જે બાજી એમના હાથ બહારની હતી એમાં એ કરી પણ શું શકે ? દીકરાઓ તો પોતાની વાતમાં મક્કમ હતા. એમણે વિચાર્યું ઃ આ ડોસાને જરૂર સાઠે બુદ્ધિ નાસ્યા જેવું થયું છે, અને ઘડપણે એમની તાકાતને હરી લીધી છે ! એટલે જ આવી પોચી પોચી, ડાહી ડાહી અને નબળી નબળી વાતો કરે છે ! પણ આવો અવસર કંઈ વારંવાર થોડો આવે છે ? એ તો અવસર ચૂક્યો એ વ્યો ! અને વળી આ તો રાજકાજના મામલા ! એમાં ખજાનો ખાલી રહે એ કેમ ચાલે ? અને ભલા-ભોળા થઈને રહીએ તો એ ભરાય પણ કેમ કરી ? અને તેઓ પોતાના સાથીદારો સાથે પેલાં પરદેશી વહાણો ઉપર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ રાગ અને વિરાગ તૂટી પડ્યા. અને એમાંની બધી માલ-મિલકત લૂંટીને એમણે ઘરભેગી કરી દીધી ! એમણે મનોમન માની લીધું કે આટલી બધી મિલકત જોશે એટલે બાપુ આપણો ગુનો જરૂર ભૂલી જશે અને ઊલટી આપણને શાબાશી આપશે. અરે, સોનું દેખીને તો મુનિવર પણ ચળી જાય, તો પછી બાપુ તો એક સંસારી જીવ ! એમને ચળી જતાં કેટલી વાર ? અને બધી માલ-મત્તા લઈને દીકરા બાપુની પાસે હાજર થયા, અને શાબાશીની વાટ જોઈ રહ્યા. યોગરાજ તો એ બધું જોઈને થંભી જ ગયા. એમની અંતરવેદનાને કોઈ સીમા ન રહી. પણ એ સમજી ગયા કે આ માટે હવે દીકરાઓને ઠપકો આપવો કે શિખામણ આપવી સાવ નિરર્થક છે. પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો પણ એનું પરિણામ શું ? અવસરની ગંભીરતા પારખી જઈને એ તો મૌન જ રહ્યા. 44 પણ ક્ષેમરાજથી પિતાનું આ મૌન ન સહેવાયું. એણે સાફસાફ પૂછ્યું : બાપુ, અમારા આ કાર્યથી આપ રાજી થયા છો કે નારાજ થયા છો ? ” એને ખાતરી હતી કે આમાં નારાજ થવા જેવું કંઈ છે જ નહીં. છતાં યોગરાજ કશું ન બોલ્યા જાણે અત્યારે એમની વાચા જ હરાઈ ગઈ હતી ! .. ક્ષેમરાજે ફરી પૂછ્યું : પળવાર તો યોગરાજ શાંત રહ્યા; પણ પછી ગંભીર બનીને એમણે કહ્યું : “ દીકરાઓ, આમાં હું શું બોલું ? જો હું રાજી થયો છું, એમ કહું તો તમારી લૂંટારુવૃત્તિને ઉત્તેજન મળે એમ છે, અને જો, નારાજ થયો છું, એમ કહું તો તમે નારાજ થઈ જાવ એવો ભય છે; માટે આ વાતમાં મારા માટે તો મૌન રહેવું એ જ ઉત્તમ માર્ગ છે ! 19 99 બાપુ, કંઈક તો બોલો ! " દીકરાઓ સમજી ગયા કે આ કામ પિતાને જરા ય ગમતું નથી થયું. પણ થવાનું થઈ ચૂક્યું હતું; અને થયું ન થયું થઈ શકે એમ ન હતું. અને વળી પોતાને તો આમાં કંઈ અજુગતું થયું હોય એમ લાગતું પણ ન હતું. એટલે હવે એમને આમાં વધુ વાત કરવા જેવું કંઈ ન લાગ્યું. એ તો Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત | પ૭ ચૂપચાપ ચાલતા થયા . યોગરાજ તો ઊંડા વિચારમાં ઊતરીને પૂતળા જેવા સ્થિર થઈ ગયા. એમના હૈયામાં જાણે વેદનાનો હુતાશન પ્રગટ્યો હતો. ન માલૂમ એ હુતાશને કોને ભરખી જશે અને ક્યારે શાંત થશે ? પિતા પાસેથી વિદાય થયા પછી ક્ષેમરાજે પોતાના બે ભાઈઓને આશ્વાસન આપતાં કહ્યું : “ આમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ તો જરા તાજો ઘા છે, એટલે થોડો વખત તમતમે પણ ખરો. પણ થોડા દિવસ થશે એટલું બધું પોતાની મેળે ઠેકાણે પડી જશે અને ઘીના ઘડામાં ઘી ભરાઈ રહેશે ! “ દુઃખનું ઓસડ દા'ડા ' એમ જે કહેવાય છે એ કંઈ ખોટું થોડું છે ? " પરિચારકે આવીને યોગરાજજીને વિચારનિદ્રામાંથી જગાડયા ત્યારે એમનાથી એટલું બોલી જવાયું : “ ભાઈ, મારા દીકરા આજે માલ-મિલકત લૂંટી નથી લાવ્યા, પણ મારા માટે મોતને નોતરી લાવ્યા છે ! આવા પુત્રો કરતાં વધારે કપૂત તે વળી કેવા હોય ? હે ભગવાન ! તે શું ધાર્યું છે ? " પરિચારક બિચારો જાણે ઓશિયાળો બનીને સાંભળી રહ્યો; કંઈ કહેવાને એની જીભ જ ન ઊપડી. અને યોગરાજજી પાછા મૌન બની ગયા. એમનું મન જાણે ઊંડે ઊંડે આત્મામાં ઊતરી ગયું. યોગરાજજીના મનમાં હવે જરાય નિરાંત ન હતી. એમને પોતાનું જીવતર એળે ગયું લાગતું હતું. પોતાના ધોળામાં ધૂળ પડી લાગતી હતી અને જીવવું પણ અકારું થઈ ગયું હતું. દિવસો ઉપર દિવસો વીતતા જાય છે, પણ યોગરાજજી તો ન કોઈની સાથે બોલે છે કે ચાલે છે. જાણે એમના ચિત્તનો બીજા કોઈએ કબજો લઈ લીધો હોય એમ એ હમેશાં જડની જેમ ખૂંગા મૂંગા બેસી રહે છે ! અને ખાવું-પીવું અને ઊંઘ-આરામ પણ એમને હરામ થઈ પડ્યાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] રાગ અને વિરાગ - એમને નિરંતર એક જ વિચાર સતાવ્યા કરે છે : કુળ ઉપર મહાકલંક લગાડનાર આવા મોટા દોષના નિવારણ માટે કોઈકે પણ મહાપ્રાયશ્ચિત્ત કરવું જ ઘટે; નહીં તો આ દોષ તો સત્તર જનમ સુધી પણ પીછો નહીં છોડે ! અને મારા દીકરા તો મારું અંગ જ ગણાય. એટલે આનું પ્રાયશ્ચિત્ત અમારામાંથી જ કોઈકે કરવું ઘટે. પણ દીકરાઓને આ વાત કેમ કરી સમજાય ? અને એમને એ સમજાવે પણ કોણ ? એને વગર સમયે તો પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે ? એટલે મારા પુત્રો આ મહાદોષનું પ્રાયશ્ચિત્ત કરે એ વાત ન બનવા જોગ છે. તો પછી છેવટે હું તો છું જ ને ? હું જ આ મહાદોષનું મહાપ્રાયશ્ચિત્ત કરીશ. અને એમણે પોતાના મન સાથે પાકો નિશ્ચય કરી લીધો. એમણે રાજ્યના શસ્ત્રભંડારમાંથી પોતાનું ધનુષ મંગાવ્યું, અને પછી પોતાના દીકરાઓને બોલાવ્યા. વૃદ્ધ યોગરાજે પોતાના જુવાનજોધ દીકરાઓને બોલાવીને ગંભીરપણે કહ્યું : “ તમારામાંથી જેની શક્તિ હોય તે આ ધનુષ્યની પણછ ચડાવે !" ત્રણે દીકરાઓ વારાફરતી મધ્યા, પણ જ્યારે કોઈ પણ એ ધનુષ્યની પણછ ન ચડાવી શક્યો ત્યારે યોગરાજજીએ પોતે રમતવાતમાં ધનુષ્યની પણછ ચડાવી દીધી ! દીકરાઓ પિતાની સામે જોઈ રહ્યા. પિતાની ઘડપણની અશક્તિનો દીકરાઓનો ભ્રમ ભાંગી ગયો. ત્રણે અવાક્ બનીને ઊભા રહ્યા, શરમાઈ ગયા છેવટે વૃદ્ધ પિતાએ સ્વસ્થ અને મક્કમ અવાજે કહ્યું : “ દીકરાઓ, તમારો દોષ એ છેવટે તો મારો પોતાનો જ દોષ ગણાય, એટલે એ દોષ માટે મરણપર્યંત અન્નજળનો ત્યાગ કરવાનો અને કાષ્ઠભક્ષણ કરવાનો મેં સંકલ્પ કર્યો છે ! તમારે હાથે થયેલ મહાદોષનું નિવારણ કરવાના પ્રાયશ્ચિત્તનો એક માત્ર આ જ માર્ગ છે. તમને હું બીજું Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત પ૯ તો શું કહું ? પણ હજી પણ તમે મારી વાત માનવા તૈયાર હો તો મારે તમને એટલું જ કહેવાનું છે કે હવેથી આપણા કુળની કીર્તિને કલંક લગાડે એવું એક પણ કામ ન કરજો, અને કુળનું નામ ઊજળું થાય એ માટે હંમેશા જાગતા રહેજો ! અને બને તો કોઈના ભલાના ભાગીદાર બનજો, પણ કોઈના ભૂંડામાં કદી સાથીદાર ન બનશો !" પુત્રો પિતાની વાત મૂક અને મૂઢ બનીને સાંભળી રહ્યા. સૌની વાણી જાણે હરાઈ ગઈ હતી. પછી તો પરિચારકો અને પુત્રોની કોઈ વિનંતી કામ ન લાગી, અને વયોવૃદ્ધ મહારાજા યોગરાજજીએ અન્નજળનો ત્યાગ કરીને અને ચિતામાં પ્રવેશ કરીને પોતાની જાતનું બલિદાન આપ્યું અને પુત્રોએ કરેલા દોષ માટે પોતાનું પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું ! સૌ એ પ્રાયશ્ચિત્તની ચિતાની ભસ્મને વંદન કરી રહ્યા, એને લલાટે લગાડીને પાવન થયા. પ્રાયશ્ચિત્તની ચિતાની એ શુભ્ર ભસ્મ ચાવડા વંશના નામને ઊજળું બનાવ્યું.. રાજા યોગરાજજીનું એ બલિદાન અને એ પ્રાયશ્ચિત્ત અમર બની ગયું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાનો ભેર તપસ્યા વગર ફળ ન મળે. ધરતી તો જીવમાત્રની માતા. બધાયને ધારણ કરવાનું અને સૌને આહાર આપવાનું એનું અખંડ વ્રત. એ વ્રતને પૂરું કરવા એ આકરાં તપ કરે, અપાર કષ્ટ સહન કરે અને પોતાના દુઃખની ફરિયાદ તો કોઈ દિવસ કોઈને કરે જ નહીં . ગ્રીષ્મઋતુ એ તો ધરતીમાતાની ઉગ્ર તપસ્યાનો કાળ. ધોમ ધખે અને ધરતી ધમધમે. ધરતી પોતાના ઉદરમાં ત્યારે કંઈક આતાપ સમાવી દે, પછી તો ધરતીના તપના પારણાની વર્ષાઋતુ રૂમઝૂમ કરતી અને મેઘમલારના ગંભીર-મધુર નાદ ગજવતી આવે. વીજળીના ચમકારા, વાદલના ગડગડાટ અને વાયુના સુસવાટા જેવા છડીદારો સાથે મેઘરાજાનું આગમન થાય, અને ચારેકોર મૂશળધાર મે વરસવા માંડે. જોતજોતામાં તો બધી ધરતી જળબંબાકાર બની જાય, અને જાણે કોઈ દિવસ તાપ જ પડ્યો ન હતો, એમ સર્વત્ર શીતળતા શીતળતા વ્યાપી રહે. કો નવયૌવનાનો પ્રીતમ પરદેશથી પાછો આવ્યો હોય એમ ધરતીના અંગેઅંગમાં આનંદ આનંદ વ્યાપી રહે. ગ્રીષ્મઋતુની લૂખીલૂખી ધરતી જાણે વર્ષાઋતુમાં હસું હસું બની જાય. એનાં રૂપ ફરી જાય, એના રંગ બદલાઈ જાય, અરે, એનાં વસ્ત્રોય આંખોને ઠારે એવાં લીલવણ, સોહામણાં અને ભાતીગળ બની જાય ! પછી તો એ કરુણામયી ધરતીમાતા પોતાનાં બાળકોને માટે બાર મહિનાની ખોરાક તૈયાર કરવાના કામે લાગી જાય. ધન્ય ધરતીમાતા ! અને ધન્ય વર્ષાઋતુ ! | વિક્રમના અગિયારમા સૈકાનું એક વર્ષ. ગુર્જરભૂમિની ગ્રીષ્મઋતુની આકરી તપસ્યાની અવધિ પૂરી થઈ, અને એના પારણાના દિવસની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાવા લાગી. દિવસ ઉપર દિવસો Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાનો ભેરુL૬૧ પસાર થવા લાગ્યા, પણ પારણાનો દિવસ ન આવ્યો. જોષીઓનાં ટીપણાંઓએ તો કહ્યું કે વરસાદની ત્ર8તુ બેસી ગઈ, પણ આકાશમાં ક્યાંય એના આગમનનાં એંધાણ ન દેખાણાં. ના આકાશમાં વાદળ જામે છે, ન વીજળી ઝબૂકે છે, ન મેઘગર્જના થાય છે; તો પછી મેઘધનુષ તો રચાય જ શી રીતે ? વધુ દિવસો પસાર થયા, છતાં આકાશ તો ખાલી ને ખાલી જ રહ્યું. જ્યારે ગગનમંડળમાંથી શીતળ જલધારાઓ વરસવી જોઈએ, ત્યારે એમાંથી સૂર્યનાં ઊનાં ઊનાં કિરણોની તેજવાલાઓ વરસી રહી ! ધરતી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહી; માનવી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ઊઠ્યો; પશુ-પંખી ત્રાહ્ય ત્રાહ્ય કરી રહ્યાં : સર્વત્ર ત્રાસનું વાતાવરણ સરજાઈ ગયું ! અને પછી તો ધરતીની કાયામાં ચીરાઓ પડી ગયા. નદી-નવાણ સુકાઈ ગયાં. ગૌચરમાં ધૂળ અને કાંકરા ઊડવા લાગ્યાં. જળચરોનો તો બિચારાંનો સોથ વળી ગયો. પંખીઓ પણ જીવ બચાવવા પરભોમ તરફ ઊડવા લાગ્યાં, અને ઢોરઢાંખરને પણ ઘાસ-ચારો દોહ્યલો બની ગયો, તો ય આકાશી દેવના અંતરમાં કરુણાનાં જળ ન ઊભરાણાં તે ન જ ઊભરાણાં ! આશામાં ને આશામાં બીજો એકાદ મહિનો વીત્યો; તો પણ ધરતીમાતાના તપના પારણાનો દિવસ ન ઊગ્યો; આકાશ કોરું ને કોરું જ રહ્યું ! ત્યાં તો ચોમાસાના ધોરી મહિના શ્રાવણ અને ભાદરવો ય પોતાની પાંખો સંકેલીને ચાલ્યા ગયા. તો ય આકાશમાં પાણી ન દેખાયું. માનવીએ વરસાદની આશા છોડી દીધી; ધરતીના પારણાના દિવસો આવા ઠેલાયા. બીજાં માનવીઓ તો બે પૈસા વધારે ખરચીને અને ગમે ત્યાંથી અનાજ લાવીને ય વસમા દિવસો વિતાવી દેશે; પણ ધરતીમાતાના પહેલા પુત્ર ખેડૂતનું શું ? એનું ભાગ્ય તો ધરતીના ભાગ્ય સાથે જ જડાયું હતું; ધરતી રીઝે તો એ રીઝે ; ધરતી કરમાય તો એ કરમાય ! Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પરાગ અને વિરાગ એ તો ધરતીનો સાચો બાળ ! અને ધરતી રીઝે કે ન રીઝે તો ય એને પોતાના, પોતાના કુટુમ્બના અને પોતાનાં પ્રાણપ્યારાં પશુઓના પેટનો ખાડો તો પૂરવાનો જ હતો. પણ એ કેવી રીતે પુરાય ? એક એક દિવસ જ્યાં વસમો થઈ પડ્યો ત્યાં સાવ નોધારા બાર મહિના કેવી રીતે પૂરા કરાય ? ન કોઈ આશા, ન કોઈ ઈલાજ ! એ તો ઓશિયાળાનો ઓશિયાળો બની ગયો ! એને માટે તો જનમ ધર્યો ત્યારથી ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારો ન હતો ! અને એ સહારો તો આજે ભાંગી પડ્યો હતો ! ભગવાન કરે એ ખરું ! કવિઓએ જેને જગતનો તાત કહીને બિરદાવ્યો એ ખેડૂત આજે જાણે સાવ નોધારો બનીને આકાશ સામે દર્દભરી મીટ માંડી રહ્યો, પણ એ કરુણાજનક મીટને નીરખનાર પણ ત્યાં કોઈ ન હતું. એ વાદળના દેવને પ્રાર્થના કરી રહ્યો; પણ એ પ્રાર્થનાને સાંભળનાર કાન અત્યારે બિડાઈ ગયા હતા, વરુણદેવ પૂરેપૂરા નમેરા થઈ બેઠા હતા ! ધરતીના પુત્રની ન આશા ફળી, ન પ્રાર્થના ફળી; અને જોતજોતામાં આખું ચોમાસું, પાણીની એક સરવાણીયા આપ્યા વગર, વીતી ગયું. | ગુજરાતની ધરતી ઉપર ભીષણ દુષ્કાળના ઓળા પથરાઈ ગયા ! ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ તે સોલંકી યુગ. એ યુગના આદિપુરુષ મૂળરાજ સોલંકીએ એ યુગનો પાયો નાખ્યો, એ વાતને એકાદ સૈકો પૂરો થવા આવ્યો હતો ; અને એમની જીવનલીલાને સંકેલાઈ ગયાને ય પાંચેક દાયકા થવા આવ્યા હતા. વિક્રમનો અગિયારમો સૈકો પૂરો થવામાં હતો અને ગુજરાત ઉપર રાજા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. એ શક્તિશાળી રાજવીએ ગુજરાતની કીર્તિ અને શક્તિને સારી રીતે વધારી હતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ વળ્યો. ભાંગ્યાનો ભેરુ ` ૬૩ એ રાજવીના વખતમાં આવો ભયંક૨ દુષ્કાળ ગુજરાત ઉપર ફરી મહેસૂલ ભરવાની ખેડૂતમાં શક્તિ રહી ન હતી; અને મહેસૂલ જતું કરવાની રાજ્યની તૈયારી ન હતી રાજ્યનો ખજાનો તો ગમે તે રીતે ભરવાનો જ હતો. એટલે પેટે પાટા બાંધવા પડે તો ભલે, પણ રાજ્યનું મહેસૂલ ભર્યા વિના ખેડૂતનો છૂટકો. ન હતો – સિંહાસનના ધણીની આજ્ઞા ઉલ્લંઘી શકાય તેમ નહોતી. 46 અધિકારીઓને રાજઆજ્ઞા મળી ચૂકી હતી : ગમે તેમ કરીને ખેડૂતો પાસેથી કર વસૂલ કરો ! અને જે ખેડૂત કર ભરવાની આનાકાની કરે એને તરત જ રાજદરબારે હાજર કરો !' ખેડૂતો માટે તો પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ હતી; પણ આમાંથી કોણ ઉગારે ? રાજઆજ્ઞાને કોણ ઉથાપે ? ખેડૂતોમાં ત્રાસ વર્તી રહ્યો. અધિકારીઓ રાજ્યભરમાંથી ખેડૂતોનાં ટોળેટોળાંને પકડી પકડીને રાજદરબારે હાજર કરવા લાગ્યા. કરની વસૂલાત માટે એમના ઉપર ન જોઈ શકાય એવો ત્રાસ ગુજરવા લાગ્યો . અધિકારીઓ પણ ખેડૂતની વેદના જોઈ વિમાસણમાં પડી ગયા * એ પણ છેવટે તો કાળા માથાના માનવી જ હતા ને ! પણ આ તો રાજઆજ્ઞા ! એનો અમલ તો ગમે તે રીતે પણ થવો જ ઘટે ! એક દિવસની વાત છે : દિવસ જરાક ઊંચે ચડ્યો, અને રાજકુમા૨ મૂળરાજ ફરવા નીકળ્યો. એણે જોયું કે બંદી જેવા લાગતાં માનવીઓનાં ટોળેટોળાં નગરની બહાર બેઠાં છે, અને સિપાહીઓ એમની ખડી ચોકી કરી રહ્યા છે, જાણે કોઈ ચોર-લૂંટારુઓનાં ટોળાં ન હોય ! આ દૃશ્ય જોઈને રાજકુમાર વિચારમાં પડી ગયો. એણે પોતાના અંગરક્ષકને પૂછ્યું : આટલાં બધાં માનવીઓને આ રીતે શા માટે હિરાસતમાં લેવામાં આવ્યા હશે ? શું આપણા રાજ્યમાં આટલા બધા ચોર-ડાકુઓ વધી પડ્યા છે ? આમનો વાંકગુનો શો છે?” “ કુમાર, આ કંઈ ચોર-લૂંટારા નથી; આ તો બધા ખેડૂતો છે. આ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] રાગ અને વિરાગ વરસે વરસાદ ન પડ્યો. ખેતરમાં કંઈ ન પાક્યું. ખેડૂત તો ધાન્ય પાકે તો રાજા, નહિ તો રંકનોય રંક. આ વરસે તેઓ રાજ્યનો કર ભરી શક્યા નથી ? એટલે એમની પાસેથી રાજ્યનો કર જબરદસ્તીથી વસૂલ કરવાનો હુકમ થયો છે. આ લોકોને રાજદરબારે લઈ જશે, અને કર ન ભરવા માટે સજા કરશે.' અંગરક્ષકે ખુલાસો કર્યો . આનો કોઈ ઉપાય ? " કુમાર મૂળરાજનું અંતર કરુણાભીનું બની ગયું. એને થયું, હું આ ભાંગ્યા માનવીઓનો ભેરુ બની શકું તો કેવું સારું ! “આમાં બીજું તો શું થઈ શકે ? આ તો મહારાજાના હાથની વાત છે, એ ધારે તે કરી શકે. બાકી રાજઆજ્ઞાની આડે આવવાની હિંમત બીજો કોણ કરે ? " રાજકુમારે વધુ કંઈ ન પૂછ્યું, અને જાણે મનમાં ગાંઠ વાળી હોય એમ એ તરત જ મહેલે પાછો ફર્યો. મૂળરાજ હજી તો ઊગતો જુવાન હતો. મૂછનો દોરો પણ હજી ફૂટ્યો ન હતો, પણ એના મુખ ઉપર કોઈ દેવાંશી તેજ રમતું હતું. પોતાનાં વિનય અને વાણીથી એ કોઇને પણ પ્રિય થઈ પડતો – જાણે કોઈ જોગભૂલ્યો જોગી યુવરાજના આ અવતારે આવ્યો હતો. પાછો ફરીને એ સીધો પહોંચ્યો મહારાજા ભીમદેવ પાસે . એણે મહારાજાને વિનંતી કરી : “ બાપુ, આપ મારી અશ્વવિદ્યા જોવા આવવાના હતા. એ વાતને ઘણો વખત વીતી ગયો; એટલે આજ મારી અશ્વમેલનની કળા જોવાની કૃપા કરો !” તરત જ મહારાજાની આજ્ઞા થઈ. રાજા, રાણી, રાજ કર્મચારીઓ, સ્ત્રીઓ અને નગરજનો રાજપ્રાસાદના પ્રાંગણમાં ભેગાં મળ્યાં અને કુમાર મૂળરાજે એક તેજી તોખારને લઈને પોતાની અશ્વકળાના નવા નવા પ્રયોગો બતાવવા માંડ્યાં. એ અશ્વ અને શું એ અસવાર ! શું એ ખેલ અને શું એ ખેલાડી ! બધા કુમાર મૂળરાજની કળા ઉપર આફરીન પોકારી રહ્યા. પળવાર તો બધાને લાગ્યું કે આ કોઈ ઊગતો યુવાન નથી , પણ. કોઈ કસાયેલો પ્રૌઢ યોદ્ધો કે અશ્વવિદ્યામાં નિપુણ કોઈ ઉંમરલાયક Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાનો ભેરુ ` ૬પ અશ્વારોહી છે. પોતાના ભાવી રાજવીની આવી અદ્ભુત કળા જોઈને આખો સમૂહ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો . પોતાનું કામ પૂરું થયું અને કુમાર મૂળરાજ મહારાજા . અને મહારાણીને આવીને પ્રણામ કરી રહ્યો. મહારાજાના હર્ષને તો આજે કોઈ અવિધ ન હતી. અને રાજમાતા પણ હર્ષથી ગદ્ગદિત થઈ ગયાં હતાં . મહારાજાએ કહ્યું ઃ કુમાર, અમે બધાં આજે તારા ઉપર ખૂબ પ્રસન્ન થયાં છીએ ; તારી ઇચ્છા હોય તે વરદાન માગી લે ! 64 " કુમારે વિનમ્ર બનીને કહ્યું : બાપુ, આ બધા રાજ્યના ભંડારો એ જ મારા માટે વરદાનરૂપ છે, પછી બીજું વરદાન માગવાથી શું ? " પણ આજનો આ આનંદ-અવસર તો યાદગાર બનવો જ ઘટે, માટે કંઈક તો માગ ! રાજાજીએ આગ્રહપૂર્વક કહ્યું. એમની લાગણીનો વેગ આજે ખાળ્યો ખાળી શકાય એમ ન હતો . 44 પણ બાપુ, હું શું માગું ? આપની કૃપાથી મારે કઈ વાતની ખામી છે કે મારે કશું માગવું પડે ? ” કુમારે વધુ અનાસક્તિ દાખવી. પણ કુમારની એ અનાસક્તિ રાજાજીના અંતરને વધુ ને વધુ સ્પર્શી રહી . એમણે કંઈક વર માગવાનો ફરી ફરી આગ્રહ કર્યો . 46 કુમારે જોયું કે હવે વાત કરવાનો વખત પાકી ગયો છે. એણે અતિ નમ્ર બનીને કહ્યું : પણ બાપુ, હું તો રહ્યો અણસમજુ અને કંઈક એવું માગી બેસું કે જે આપ ન આપી શકો, તો મારું અને આપનું બેયનું વચન ફોક જાય, અને લોક હાંસી કરે એ વધારામાં ! ” 46 હર્ષઘેલા મહારાજા આજે કોઈ રીતે પાછા પડે એમ ન હતા. એમણે તરત જ કહ્યું કુમાર, તારું વચન ખાલી નહીં જાય, એ મારું તને વચન છે. માટે જે માગવું હોય તે ખુશીથી માગી લે. અમે તારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ. 19 : 46 : કુમારને હવે વધુ વિચાર કરવાનો ન હતો. એણે તરત જ કહ્યું બાપુ, જો મારી કળાએ આપને સાચે જ પ્રસન્ન કર્યા હોય અને આપ મને ઇનામ આપવા ઇચ્છતા હો તો આપણા રાજ્યના તમામ ખેડૂતોનું આ વરસનું મહેસૂલ માફ કરવાનું હું આપની પાસે વરદાન માગું છું. Page #79 -------------------------------------------------------------------------- ________________ કn રાગ અને વિરાગ દુષ્કાળને લીધે બિચારા કેવા બેહાલ બની ગયા છે ! એમને પોતાને ય ખાવાના અન્નનાં સાંસાં હોય ત્યાં એ રાજ્યનો કર શી રીતે ભરી શકે ? એમનું દુઃખ જોઉં છું ને અંતર વલોવાઈ જાય છે. પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું, એ તો રાજાનો પ્રથમ ધર્મ ! આપણે એ ધર્મનું પાલન કરીએ. ” રાજા ભીમદેવ પળવાર તો સ્તબ્ધ બની ગયા અને પછી હર્ષભેર કુમાર મૂળરાજને ભેટી પડ્યા. એમની આંખો હર્ષના અમીથી ઊભરાઈ ગઈ. એમને થયું ? આ તો માણસાઈનો સાદ ! જે સાદ હું ન સાંભળી શક્યો એ આ કુમારના હૈયામાં જાગી ગયો. આજે એણે મારા અંતરનાં પડ ઉઘાડી દીધાં ! કેવા કર્મી, ધર્મી અને કરુણાળુ કુમાર ! અને મહારાજા ભીમદેવે હર્ષાતિરેકમાં કહ્યું : “ કુમાર, એ વરદાન તો તને મળી જ ગયું ! પણ એથી તને પોતાને શું મળ્યું ? માટે બીજું વરદાન માગી લે !” કુમારે કહ્યું : “મને તો સર્વસ્વ મળી ગયું, બાપુ ! પછી બીજું શું માગું ? ” અને આખી સભા કુમાર મૂળરાજની કરુણાને ભાવનાનાં આંસુનો અભિષેક કરી રહી. પોતાનાં સૌંદર્ય અને સૌરભથી સહુનાં અંતરમાં વસી જનાર કમળ કંઈ લાંબુ આયુષ્ય લઈને આવતું નથી કે લાંબા જીવનના મોહમાં ફસાતું નથી. એ તો ટૂંક સમયમાં જ પોતાની જીવનલીલા સંકેલી લે છે. કુમાર મૂળરાજનું પણ એમ જ થયું. સહુનો લાડકવાયો અને ભાંગ્યાનો સાચો ભેરુ કુમાર નાની ઉંમરમાં જ સ્વર્ગે સિધાવી ગયો ! રાજા-રાણીના દુઃખનો પાર ન રહ્યો. પ્રજા પણ શોકમગ્ન બની ગઈ. વજપાત થયો હોય એમ આખા રાજ્યમાં હાહાકાર વરતી ગયો ! આંસુ સારતા લોકોએ કહ્યું : “ આપણી મીઠી નજર કુમારને આભડી ગઈ ! આપણે એનાં આટલાં વખાણ ન કર્યો હોત તો ? ” તો વળી કોઈકે કહ્યું : “ભાઈ, આ તો દુનિયા જ એવી છે ! જેનો Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાનો ભેરુ I ૬૭ આપણને ખપ એનો જ ભગવાનને પણ ખપ ! ભગવાનને પણ શું કહીએ ? ” અને જાણે કુમાર મૂળરાજની કરુણા સોગણી ફળી હોય એમ બીજું વર્ષ ખૂબ સારું નીવડ્યું. વરસાદ એવો થયો કે ધરતી ધરાઈ ગઈ, પાક એવો થયો કે માનવી ધરાઈ ગયો. સૌને થયું કે જાણે દુકાળ પડ્યો જ ન હતો. ખેડૂતો તો કુમાર મૂળરાજની દયાને સંભારતા અને એનાં વખાણ કરતા થાકતા જ નથી. એ તો કહેતા ફરે છે : સારા પ્રતાપ કુમાર મૂળરાજના !” .. પછી તો ખેડૂતો હોંશે હોંશે ટોળે વળીને રાજા ભીમદેવ પાસે પહોંચ્યા અને એમને વિનંતી કરવા લાગ્યા ઃ ગયે વરસે આપે કૃપા કરી તો આ વરસે આટલી વધુ કૃપા કરો. ગયા વરસનું બાકી રહેલું અને આ વરસનું ચડેલું એમ બમણું મહેસૂલ લ્યો ! રાજાના ભંડારમાં હશે તો છેવટે એ પ્રજાને જ કામ લાગશે !” 44 પણ મહારાજા ભીમદેવ ન માન્યા. કુમાર મૂળરાજને આપેલું વરદાન પાછું કેમ ખેંચાય ? તો તો કુળની પ્રતિષ્ઠા અને વચન બન્ને જાય ! અને વચન જાય પછી પૈસો શા કામનો ? એક બાજુ ખેડૂતો બમણો કર આપવાનો પોતાનો આગ્રહ છોડતા નથી; બીજી બાજુ રાજા ભીમદેવ બમણો કર લેવા કોઈ વાતે રાજી થતા નથી. ભારે પ્રેમનો કલહ જામી ગયો. દેવોને દુર્લભ એવો એ અવસર હતો . છેવટે એ દ્રવ્યથી સૌને પ્રિય એવા કુમાર મૂળરાજના સ્મરણ નિમિત્તે એક દેવમંદિર ઊભું કરવામાં આવ્યું. અને શુભ દિવસે અને "શુભ મુહૂર્તે, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, એમાં દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ દેવમંદિરની દેવપ્રતિમામાં ભાંગ્યાના ભેરુ કુમાર મૂળરાજની સ્મૃતિ અમર બની ગઈ. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રાયત્તિ વિજયનું ! હિલોળા લેતા સુંદર સરોવરનું તળિયું જાણે કાણું થઈ ગયું હતું. જળભર્યાં વિશાળ સરોવરનાં નિર્મળ નીર જાણે દિવસે દિવસે ઓછાં થતાં જતાં હતાં, છતાં એનું કારણ શોધ્યું જડતું ન હતું. નિશ્ચયપુર નગરની સ્થિતિ ફૂટ્યા તળિયાના સરોવર જેવી બની ગઈ હતી. એની અઢળક સંપત્તિને ચોરીના ઉપદ્રવનો રાહુ આભડી ગયો હતો: દિવસ ઊગતો અને નગરમાં ક્યાંક ને ક્યાંક મોટી ચોરી થયાની બૂમ પડતી ! હીરા, માણેક, સોનું, રૂપું, ઘરેણાં-ગાંઠા અને રોકડનાણું લાખોના લેખે, પાતાળપ્રવેશની જેમ, ચૂપચાપ નગરમાંથી અદૃશ્ય થઈ જતું હતું, અને છતાં એનું કારણ શોધ્યું જડતું ન હતું ! ચોર જરૂર આવતો હતો એ વગર આટલું ધન ક્યાં ચાલ્યું જાય ? છતાં ન એનું કોઈ પગેરું મળતું હતું કે ન કોઈ સગડ સાંપડતા હતા. રોજ ચોરી અવશ્ય થતી હતી, છતાં ન પેટી-પટારા કે ટૂંક-તિજોરી તૂટ્યાનાં એંધાણ મળતાં, ન ખાતર પડ્યાનાં બાકોરાં દેખાતાં, ન બારી-બારણાંને કોઈ નુકસાન થયેલું જોવાતું જાણે કોઈ જાદુભરી સિફરતથી નગરની લક્ષ્મી લૂંટાતી હતી ! નગરરક્ષકો અને સિપાહીઓ અસહાય બની ગયા હતા ; એમની કોઈ હિકમત કામ આવતી ન હતી. પ્રજાની પરેશાનિનો કોઈ પાર ન હતો. .. છેવટે નગરનું મહાજન રાજા રામચંદ્રજી પાસે ફરિયાદે પહોંચ્યું. મહાજનના મોવડીએ વિજ્ઞપ્તિ કરી : મહારાજ, નગરમાં ભારે ગજબ થઈ ગયો છે. સંપત્તિની આવી ભેદી લૂંટ તો ન કદી સાંભળી છે કે ન ક્યારે ય દીઠી છે ! પ્રજાની પાયમાલીને અટકાવવા આ ચોરી તો અટકાવવી જ ઘટે. આ ચોરી કોઈ સામાન્ય માનવી નહીં પણ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત — વિજયનું ! a se ――― આકર્ષણવિદ્યાનો પારગામી અંજનસિદ્ધ પુરુષ લાગે છે. એ સૌને નિહાળી શકે છે, એને કોઈ જોઈ શકતું નથી ! ભારે અજબ લાગે છે આ ચોર ! " રાજસભા વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. રાજાજી ચિંતામાં પડી ગયા. :: એમણે ચારેકોર આતુરતાભરી નજર ફેરવી આવી ભરી સભામાંથી કોઈક વીરનર આ ચોરને નાથવાનું બીડું ઉઠાવે ! પણ કોઈ આગળ આવ્યું નહિ ! સૌનાં મુખ નીચાં થઈ ગયાં ! આવું જીવતું જોખમ ખેડવા કોણ તૈયાર થાય ? આવો ભેદી સિદ્ધપુરુષ એના વિરોધી ઉપર ન માલૂમ કેવા ભયંકર પ્રયોગ કરે ! રાજા રામચંદ્રની નજર છેવટે અચલ ઉપર પડી જાણે એમણે એને આ સાહસનું મૂક આમંત્રણ આપ્યું ! અચલ સાચે જ અચલ હતો. પવનથી પહાડ ડગે તો મુસીબતથી એ પાછો પડે ! લીધું કામ ગમે તે ભોગે પાર પાડવું, એ એનું જીવનવ્રત હતું. એની ખ્યાતિ સહસ્ત્રમલ યોદ્ધાની હતી : એકલો હજાર યોદ્ધાને પહોંચી વળે અને જે કામ હજાર માનવી પાર ન પાડી શકે તે એ એકલો પાર પાડે. એ જેવો પરાક્રમી તેવો જ સ્વચ્છંદી હતો કોઈથી ગાંજ્યો ન જાય એવો ! ઝાઝું બોલતાં એને આવડતું ન હતું ; વિચાર ઝાઝો કરવા એ રોકાતો ન હતો ; લીધા કામને તરત પૂરું કરવું, એ એનો સ્વભાવ હતો. -- - 44 એણે ઊભા થઈને એટલું જ કહ્યું : મહારાજ, પંદર દિવસમાં એ ચોરને હાજર ન કરું તો અગ્નિપ્રવેશ કરીને હું મોતને ભેટું ! કાં ચોરને પ્રગટ કરું, કાં મારી કાયાને અદૃશ્ય કરું ! મને આજ્ઞા આપો !” છેવટે ભરી રાજાજીના મુખ ઉપર સંતોષ છાઈ રહ્યો રાજસભામાંથી એકાદ માડીજાયો વીર જાગ્યો ખરો ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦] રાગ અને વિરાગ કોઈને અચલ મૂર્ખ લાગ્યો. કોઈકે એને બહાદુર કહીને બિરદાવ્યો. પણ અચલને એની કશી ખેવના ન હતી. એ તો પોતાના કામમાં પરોવાઈ ગયો. દિવસો તો પાણીની જેમ વહી જવા લાગ્યા, પણ ચોરનો કોઈ પત્તો ન લાગ્યો ! એક એક દિવસ વીતે છે, અને અચલના પુરુષાર્થમાં ભરતી આવે છે. પણ બધું જ નકામું ! આભ-પાતાળ એક કરીને પણ કામ પૂરું કરવાની એમની ટેવ અને ટેક આજે ફાવતી નથી. બધે નિષ્ફળતાએ પોતાનો પંજો પ્રસારી દીધો છે. એમ ને એમ બાર દિવસ વીતી ગયા ! હવે તો માત્ર ત્રણ જ દિવસ આવા નકામા વીતે અને આખી જિંદગીનો ખેલ ખલાસ ! અચલ વિમાસણમાં પડી ગયો : હવે શું કરવું ? એને મોતનો તો ડર ન હતો, સદા ય ખડિયામાં ખાંપણ લઈને ફરનારો એ વીર નર હતો. પણ કામ પાર ન પડે તો પોતાનું શુરાતન લાજતું હતું, એનું એને દુઃખ હતું. આમાંથી ઊગરવાનો ઇલાજ શો ?– એ વિચારમાં ને વિચારમાં એ છેક મધરાત સુધી ફરતો જ રહ્યો. ફરતાં ફરતાં મસાણમાં જઈ પહોંચ્યો. જોયું તો એક અઘોરી જેવો વિકરાળ માનવી જલતા મડદાની ચિતા પાસે ધૂણી ધખાવીને બેઠેલો – કોઈ મહાપિશાચ જ જોઈ લ્યો ! એને જોતાં જ માનવી હેબતાઈ મરે કે ફાટી પડે એવો બિહામણો ! પણ અચલને તો ભય સ્પર્શતો જ નહીં . એના મનમાં જાણે ઊગી આવ્યું : અદ્દભુત ચોરની ભાળ મળે તો આવા કોઈ અદ્ભુત માનવીની સહાયથી જ ! Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત – વિજયનું ! [ ૭૧ અને મહાપિશાચ જેવા એ નરની પાસે જઈને એણે કહ્યું : અઘોરીરાજ, આપ કહો તો આ કાયા આપને ચરણે ભેટ ધરી દઉં, જે ફરમાવો તે કરું, પણ મારું એક કામ કરી આપો . " વાઘ-વરુના જેવી બિહામણી આંખો ચમકાવતા એ માણસે કહ્યું : “ રે અભાગિયા માનવી ! તું અહીં ક્યાં આવી ચડ્યો ? નરમાંસ એ તો મારો ઉત્તમ આહાર છે. એ મળે એ દિવસ મારો ઉત્સવનો દિવસ બની જાય છે !” એનાં નેત્રો ચિતાના અંગારાની જેમ ઝગી રહ્યાં. જોનાર દાઝી જાય એવો આતાપ એ નેત્રોમાં ઊભરાતો હતો, એ આતાપે કંઈક વિકરાળ પશુઓને રાંક બનાવી દીધાં હતાં – જાણે સાક્ષત્ યમરાજ જ સામે ઊભો હતો. પણ અચલ એથી જરાય પાછો ન પડ્યો. એણે લાગણીભર્યા સ્વરે સ્વસ્થતાથી કહ્યું “ જીવન અને મૃત્યુ બેય મારે મન સમાન છે. લીધું કામ પાર પાડતાં અને પ્રતિજ્ઞાનું ગૌરવ સાચવતાં જો મરણ આવ્યું તો એ પણ જીવન કરતાં વિશેષ છે. અને ગૌરવભ્રષ્ટ થઈને જીવવું એ તો મોત કરતાં પણ બદતર છે. મારો દેહ આપને સોંપું છું. એનું ભક્ષણ કરવું હોય તો ભક્ષણ કરો , રક્ષણ કરવું હોય તો રક્ષણ કરો , પણ મને મારી કાર્યસિદ્ધિનો માર્ગ બતાવો. નહીં તો મોત તો છેવટનો સહારો છે જ !” અઘોરી ખડખડાટ હસી પડ્યો. એ બિહામણા અટ્ટહાસ્યના પડઘા સ્મશાનની નીરવ શાંતિને જાણે ભાલા ભોંકી રહ્યા ! એણે કહ્યું : “હું તને જીવતો ખાઈ જઈશ ! તારી કાયાના ટુકડા કરી આ ચિતામાં ભૂંજીને એની મહેફિલ ઉડાવીશ ! જાણે છે રે, માર્ગભૂલ્યા માનવી , હું કોણ ? ” અચલ તો અચલ જ રહ્યો. એણે કહ્યું : “હું તો મારો દેહ આપને અર્પણ કરી ચૂક્યો, પછી મારે શી ચિંતા ? એને ચાહે તે કષ્ટ આપો, હું એક અરેકારો પણ કરું તો મને ફટ કહેજો !” અઘોરી પ્રસન્ન થઈ ગયો : “ શાબાશ રે નરબંકા ! તારા જેવો વીર નર આજે જ જોયો ! હું તારા પર પ્રસન્ન છું બોલ, તારું શું કામ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ D રાગ અને વિરાગ "" કરી આપું ? ” અચલે પોતાની બધી વાત એ અઘોરીને કહી. 44 અઘોરીએ એને કહ્યું : નગરની પૂર્વ દિશામાં એક બગભગત આશ્રમ બાંધીને રહે છે. પર્વતક એનું નામ છે. સાધુનાં ભગવાં વસ્ત્રો પહેરીને એ શયતાનનાં કાળાં કામ કરે છે ! ધનનો એ ભારે લાલચુ છે. એણે એક શિષ્યને સાધ્યો છે. એનું નામ કુવિલક્ષ રાખ્યું છે. પોતાની સાધનાને બળે એ શિષ્યની પાસે એ ધાર્યું કામ કરાવી શકે છે. તમારા નગરની સંપત્તિ અદૃશ્ય રીતે એણે જ ચોરી લીધી છે, અને પોતાના ભોંયરામાં ભંડારી રાખી છે ! જા, હવે તારું કામ સિદ્ધ કર ! " અચલ રાજી રાજી થઈ ગયો. એને થયું ઃ શેરને માથે સવાશેર મળ્યો ખરો ! હવે પ્રજાપીડક આ નગર-ચોરનો પાપનો ઘડો ભરાઈ ગયો સમજો ! અઘોરીરાજને પ્રણામ કરીને અચલ પોતાના માર્ગે ચાલતો થયો. એને મન તો અઘોરીરાજ એક મોટા યોગીરાજ જેવો ઉદ્ધારક થઈ પડ્યો હતો . માર્ગ મળી ગયો હતો, હૈયામાં હામ હતી, પછી કામ પાર પાડતાં કેટલી વાર ? આ તરફ રાજા અને પ્રજા બંને અચલના દિવસો ગણતાં હતાં. એમને નો ચોરના પકડાવાની કોઈ આશા જ નહોતી રહી; અચલના કમોતની જ જાણે સૌ રાહ જોતાં હતાં. હવે તો ફક્ત એક જ દિવસનો સૂર્ય ઊગીને આથમે એટલી જ વાર હતી. સૂર્યદેવના આથમવા સાથે અચલનો જીવનસૂર્ય પણ આથમી જવાનો! નગર આખામાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. લોકોને અચલના મોતની જેટલી ચિંતા નહોતી, એટલી કીમિયાગર કે જાદુગર જેવો આ ચોર ન પકડાયો તો નગરનું શું થશે, એની ચિંતાનો ભાર સતાવી રહ્યો હતો. પણ ન બનવાનું બની ગયું ! Page #86 -------------------------------------------------------------------------- ________________ - પ્રાયશ્ચિત્ત– વિજયનું ![ ૭૩ સમયની અવધિના છેલ્લા દિવસે અચલે રાજાજીની સહાયથી પેલા બગભગત ભગવાધારીને પકડી પાડ્યો. અને એનું બધું ધન કબજે કરીને રાજસભામાં હાજર કરવામાં આવ્યું. પછી મહાજનને * બોલાવવામાં આવ્યું. નગરજનોએ જોયું કે રાજસભામાં એક બાજુ ધનનો મોટો ઢગ ખડકાયો હતો અને બીજી બાજુ એનો ચોરનાર પોતાના ગુનાની સજાની રાહ જોતો ખડો હતો ! આવા ચોરને તો બીજી શી સજા હોય ? એને યમરાજાને હવાલે કરવામાં આવ્યો ! પ્રજા અને રાજાના માથેથી પીડાકારી ચિંતાનો મોટો ભાર ઓછો થયો રાજસભા અચલના જયજયકારથી ગાજી ઊઠી. પણ અચલને મન તો દૂધના ઘડામાં જાણે ઝેરનાં ટીપાં ભળી ગયાં ! ચોરને મળેલ કમોતને લીધે એનો વિજયનો આનંદ ખારો ખારો થઈ ગયો. પોતાના જયજયકારમાં એને ચોરના કમોતનાં મરશિયા સંભળાવા લાગ્યાં ! એને થયું, મેં આ ચોરને પકડ્યો ન હોત તો એનું આવું કમોત ન થાત ! આ મહાપાપનો મહાદોષ મારો પોતાનો જ છે ! કેવું ભારે કુકૃત્ય મારા હાથે થઈ ગયું ! ચોરી બંધ થયા પછી ચોરને મારી નાખવાની શી જરૂર હતી ? પણ હવે તો વાત વણસી ચૂકી હતી ! મરેલાને જીવતો કરવાનો કોઈ ઈલાજ ન હતો ! અચલને તો જીવતર અકારું થઈ પડ્યું ! આ મહાદોષનું પ્રાયશ્ચિત કરવા એણે મોતને ભેટવાનો નિશ્ચય કર્યો. ચોરના મૃત્યુનો બદલો જાણે એ પોતાના જીવતરના ત્યાગથી ચૂકવવા માગતો હતો ! ન આ દેહ હશે, ન કોઈ બીજો દોષ થશે. સર્યું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ m રાગ અને વિરાગ આવા દોષભર્યા દેહથી ! દોષ કરનાર દેહને તો સજા થવી જ ઘટે ! અને એ જ મધરાતે એ ઘરબાર તજીને વેરાન વન વગડામાં પહોંચી ગયો, અને ચિતા ખડકીને પોતાની કાયાને પ્રજાળી મૂકવાની તૈયારી કરવા લાગ્યો. સહસ્રમલ યોદ્ધો આજે જાણે જીવતરને ટકાવી રાખવાની હજાર હજાર લાલસાઓને જીતવા રણમેદાને પડ્યો હતો. જીવતર આજે અકારું થઈ પડ્યું હતું, મોત આજે પ્યારું બની ગયું હતું ! હવે તો ચિતાએ ચડીને આગ ચાંપે એટલી જ વાર હતી ; અને એની નજ૨ થોડે દૂર ધ્યાનમગ્ન બનેલા એક યુવાન તપસ્વી ઉપર પડી. તપસ્વીની કાયા તો કૃશ બની ગઈ હતી, પણ મુખ ઉપર તપનું તેજ વિલસી રહ્યું હતું. દુઃખિયા પોતાનું દુઃખ ભૂલી જાય અને ક્રોધી પોતાના ક્રોધને વીસરી જાય એવો એમનો પ્રભાવ હતો. એમના સાન્નિધ્યમાં અંતરની વાત જાણે આપોઆપ પ્રગટ થઈ જતી ! અચલ એ તપસ્વીના ચરણે જઈને બેઠો. એને થયું ઃ તપ અને ધ્યાનનું આવું ઉગ્ર કષ્ટ શા માટે સહન કરતા હશે ભલા ? તપસ્વી ધ્યાનમાંથી જાગ્યા એટલે અચલે એમને પૂછ્યું સંતજન ! આવી નાની ઉંમરે આવો ભેખ શા માટે ? આવી આકરી તપસ્યાનો શો હેતુ ? આવાં કષ્ટ વેઠવા કરતાં તો મૃત્યુ શું ખોટું ?” તપસ્વીએ મમતાભર્યા સ્વરે કહ્યું : પાપનું સાચું પ્રાયશ્ચિત્ત મૃત્યુ નહીં પણ તપ અને તિતિક્ષાને માર્ગે જીવનની સાધના એ જ છે. આપઘાત તો જીવનના ક્લેશો અને મળોનો ભારબોજ ઉઠાવીને કરવાનો નર્યો કષ્ટદાયક પ્રવાસ જ છે.. ” : અચલ સ્થિર ચિત્તે સાંભળી રહ્યો ! તપસ્વીએ એનું મન બરાબર હરી લીધું હતું. એણે ગદ્ગદ કંઠે પોતાની વીતકકથા અને મોતને ભેટવાની ઉત્કંઠા કહી સંભળાવી . તપસ્વીએ કહ્યું : “ જેને મરવું જ હોય એને કોણ રોકી શકે છે ? હું તને આપઘાતથી રોકાવાનું નહીં કહું . ફક્ત મારી જીવનકથા Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત – વિજયનું !] ૭૫ સાંભળવા થોડી વાર થોભી જા, એટલુંજ હું માનું છું. " તપસ્વીએ પોતાની કથા શરૂ કરી. અચલ એકચિત્તે એ કથાનું રસપાન કરી રહ્યો. “ કાકંદનગરીનો હું રહેનારો. વનસિંહ મારું નામ. શિકારમાં હું ભારે નિપુણ. અને મારો સ્વર એવો મધુર અને એવો ઉચ્ચ કે જ્યારે હું પંચમ સ્વરે ગીત ગાવા લાગું ત્યારે પશુ અને પંખી પણ સ્તબ્ધ થઈ જતાં. ' કાકંદીના રાજા શિકારના જબરા શોખીન હું પણ જબરો શિકારી, અને વધારામાં કામણગારા સ્વરોનો સ્વામી. એટલે અમારી વચ્ચે ગાઢ મૈત્રી જામી. જ્યારે જ્યારે રાજાજી શિકારે જાય ત્યારે હું એમની સાથે હોઉં જ. એક દિવસની વાત છે. રાજાજી હરણાંઓની પાછળ શિકારે ચડ્યા. હરણાં એવી ઝડપથી છલાંગો ભરતાં દોડે કે રાજાજીનું નિશાન લાગે જ નહીં. હું રાજાજીની સાથે હતો. મેં સંગીતનો મોહક નાદ છેડી દીધો. હરણાં સ્તબ્ધ બની ગયાં, અને સામે જીવતું મોત ખડું હતું એ ભૂલીને ગાયનમાં લુબ્ધ થઈ ગયાં. રાજાજીને જોઈતો અવસર મળી ગયો. એમણે તો તીરોનો વરસાદ વરસાવીને કેટલાં ય જીવોનો સોથ વાળી દીધો ! એમાં એક તીર એક સગભાં હરણીના બરાબર પેટ ઉપર વાગ્યું. હરણી વેદનાની કારમી ચીસ પાડીને ઊછળી પડી, એનું પેટ ચિરાઈ ગયું અને ગર્ભનો લોચો દૂર જઈને તરફડી રહ્યો. કેવું ભયંકર એ દૃશ્ય ! એ કાળી ચીસ અને એ કારમું દૃશ્ય મારા હૈયાને વિદારી ગયાં. મને થયું, મેં આ કેવું મહાપાતક આચર્યું ! બળ્યું આ સંગીત અને બળ્યું આ જીવન ! મારું અંતર ખિન્ન થઈ ગયું. અને તારી જેમ, આ મહાપાતકનું પ્રાયશ્ચિત્ત કરવા હું ભુગુપાત કરીને જીવનનો અંત આણવા પહાડની કરાડ ઉપર જ પહોંચ્યો. ” અચલ જાણે પોતાની આપવીતી જ સાંભળતો હોય એમ એકચિત્તે સાંભળી રહ્યો. તપસ્વીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “ પણ એવામાં મને એક ચારણશ્રમણનો મેળાપ થયો. એમણે મને સમજાવ્યું : “ આપઘાત એ તો જીવનનો અંધકાર છે. એથી કોઈ પાતકનું પ્રાયશ્ચિત્ત નથી થતું; Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ રાગ અને વિરાગ એથી તો ઊલટું જીવનમાં પાતકનો કર્દમ વધારે એકત્ર થાય છે. પાપનું સાચું પ્રાયશ્ચિત્ત તો જીવનને ધારણ કરીને પૂર્ણ સમભાવપૂર્વક તપ, ત્યાગ અને તિતિક્ષાને માર્ગે સંયમપૂર્ણ અત્મસાધના કરવી એ છે. રોગિષ્ટ અંગનું છેદન એ રોગમુક્તિનો સાચો ઇલાજ નથી. એથી તો દેહ અપંગ બને છે. એનો સાચો માર્ગ કષ્ટ સહીને પણ રોગને દૂર કરવાનો ઇલાજ કરવો એ જ છે. માટે વત્સ ! તજી દે આ આપઘાતનો આત્મવિનાશી માર્ગ અને સ્વીકારી લે સંયમનો આત્મકલ્યાણનો માર્ગ. ચારણશ્રમણ મુનિની વાણીએ મારા અંતરને જાણે આંચકો આપ્યો. જીવનને અકાળે સંકેલી લેવાની મારી મોહિનદ્રા ઊડી ગઈ. અચલકુમા૨, કષ્ટો કે અંતસ્તાપથી કંટાળીને આપઘાત દ્વારા જીવનને નામશેષ કરી નાખવું એમાં ન શૂરાતન છે, ન સાર છે. સાચું શૂરાતન તો કોની સામે અડગ રહીને જીવનસંગ્રામ ખેલવામાં છે. જાણી-પેખીને મોતના મોંમાં જઈ પડનારનાં બારે વહાણ બૂડી જાય છે ! અને સંકટમાં જીવનને ટકાવી રાખનાર છેવટે ભદ્રને પામે છે. મહાનુભાવ, મારી કથા અહીં પૂરી થઈ. હવે આપઘાત કરવો કે આત્મસાધના કરવી, એ તારી પોતાની મરજીની વાત છે. સહસ્રમન્ન અચલનો આત્મા જાગી ઊઠ્યો. 66 એની નિરાશા દૂર થઈ ગઈ. એણે આત્મસાધનાનો સુભગ માર્ગ સ્વીકારી લીધો. સાચો સહસ્રમલ ! સાચો વીર ! * "1 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાચો ધર્મ સરસ્વતીનાં જળ જંપી ગયાં હતાં. રાત્રીનો બીજો પ્રહર પૂરો થવાને હવે થોડીક જ વાર હતી. અણહિલપુર પાટણના રાજમાર્ગો અને વિથિકાઓ નિર્જન બનીને શાંતિ અને એકલતાનો આનંદ માણી રહ્યાં હતાં. ક્યાંક ક્યાંક તમરાનો કર્ણમધુર ઝંકાર અને કોક કૂતરાનો કર્ણકઠોર ભસભસાટ હવામાં પડઘા પાડતો હતો; તો વળી કોઈ નિજાનંદમાં મસ્ત માનવીના ભજનનો આત સ્વર અર્ધ જાગ્રત માનવીને આત્મવિચારણામાં નિમજ્જન કરવા પ્રેરતો હતો. આવા સમયે ગુર્જર ચક્રવર્તી મહારાજ જયસિંહ સિદ્ધરાજ પોતાના રાજપ્રાસાદના ઝરૂખામાં ખડા હતા. એમનાં નેત્રો ઘડીકમાં વિશાળ નભોમંડળમાં ફરી વળતાં તો ઘડીમાં શાંત રીતે વહેતાં સરસ્વતીનાં જળ ઉપર સ્થિર થઈ જતાં. એમનું મન પણ આજે રાજકારણની અસ્વસ્થતાને પરહરીને સ્વસ્થતાનો આલાદ અનુભવી રહ્યું હતું. એ આજે રાજકારણના વિચારને વેગળો કરીને ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિચારમાં મગ્ન બન્યા હતા; અનેક મૂંઝવતા પ્રશ્નોની કે યુદ્ધોની વિચારણા કરતી રાજસભાના બદલે કોઈ કોઈ વાર મળતી ધર્મસભાનું દૃશ્ય અત્યારે એમના મનોમંદિરમાં અંકિત થતું હતું. એ વિચારમાં હતા : કંઈ કેટલા ધર્મતત્ત્વના જાણકારો એ રાજસભામાં પધારતા હતા અને એ બધા ય કેવાં કેવાં ધર્મતત્ત્વોની ચર્ચા-વિચારણા કરતા હતા ! જાણે આખું વાતાવરણ જ ત્યાં ધર્મમય બની જતું. અને છતાં ય, કોઈ કોઈ વાર એ ધર્મસભામાં ય એવી સાઠમારી ચાલતી કે એ રાજસભાને પણ ઘડીભર પાછી પાડી દેતી ! જાણે યુદ્ધના મોરચા મંડાયા હોય એમ ત્યાં કોઈ વાદીરૂપે અને કોઈ પ્રતિવાદીરૂપે ખડું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઘરાગ અને વિરાગ થઈ જતું, અને પછી તો ધર્મ અને દર્શનનાં તત્ત્વોને માટે એવું તો વાગ્યુદ્ધ જામતું કે સાંભળનાર દિંગ થઈ જતા. અને કેટલીક વાર તો આ વાદવિવાદ એવો ઉગ્ર થઈ જતો કે પરાજિત થયેલા પુરુષને માટે મોઢું બતાવવું ય મુશ્કેલ બની જતું. પંડિતો, તત્ત્વજ્ઞો અને ધર્મગુરુઓની આવી સાઠમારીનું સ્મરણ થઈ આવતાં મહારાજ જયસિંહના મુખ ઉપર આછું સ્મિત ફરકી રહ્યું. એમને થયું : ભલે એ ધર્મસભા રહી, પણ ત્યાં બેસનારા ય છેવટે તો કાળા માથાના માનવી જ હતા ને ! એમને ય, રાજામહારાજો જેમ જ, પોતાના જય-પરાજયના વિચારો સતાવતા હતા. એમને ય દુનિયામાં મોટા થઈને ફરવાની અને નામના મેળવવાની એટલી જ લાલસા હતી. વિચારમાળાનો મેર આવ્યો હોય એમ મહારાજનો વિચાર જરા બીજી દિશામાં ગતિ કરવા લાગ્યો. તત્ત્વવેત્તાઓની સાઠમારીના સ્મરણનું સ્મિત એમના મુખ ઉપરથી અદૃશ્ય થયું અને ત્યાં ગંભીરતાની રેખાઓ અંકિત થઈ. એમને થયું ? આટઆટલી તત્ત્વચર્ચા, આટઆટલું શાસ્ત્રશ્રવણ અને આટઆટલો ધર્મબોધ, છતાં મનપંખીડાને નિરાંતે બેસવા માટે ધર્મ કે દર્શનની એકે સાચી ડાળ ન લાધી ! આ તો જેમ જેમ વધુ ઊંડા ઊતરો અને જેમ જેમ વધુ સાંભળો – વિચારો તેમ તેમ અક્કલનો મૂંઝારો થતો હોય એવી સ્થિતિ થતી આવે છે અને હવે જો ઓસરતી જિંદગાનીએ પણ સત્યનું નવનીત ન લાધ્યું તો આ બધી મથામણ કેવળ મિથ્યા જ સમજવી. મહારાજ વધારે ગંભીર બન્યા. એમનું મન જાણે પોતાને જ પૂછતું હતું, કયો ધર્મ સાચો ? કયું દર્શન સાચું ? બધાય જ્યાં પોતાના ધર્મ અને દર્શનોની સચ્ચાઈની સરસાઈની વાતો કરતા હોય ત્યાં કોને સાચું માનવું ? જેને પૂછો એ એમ જ કહે છે, આ જ સાચું અને બીજું બધુ મિથ્યા. આ તે કેવી વિચિત્રતા ! પણ એનો જવાબ મળવો સહેલો ન હતો. એ વિચારની માળા ફરતી જ રહી અને જાણે એ વિચારનું ઘેન Page #92 -------------------------------------------------------------------------- ________________ સાચો ધર્મ ૭૯ ચડ્યું હોય એમ મહારાજ જયસિંહ નિદ્રામાં પડ્યા. સૂર્યોદય થયો. મહારાજ જયસિંહ જાગ્યા, પણ એમના મનમાંથી પેલા પ્રશ્નો દૂર થયા ન હતા – એ પ્રશ્રોએ જ જાણે એમના મનનો કબજો લઈ લીધો હતો. એ શોધતા હતા ? આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? એમને ચેન ન હતું. અને એમને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ સાંભર્યા એમને તરત જ તેડાવ્યા. આચાર્ય મહારાજની પાસે જયસિંહદેવે પોતાનો પ્રશ્ન રજૂ કર્યો : “ સૂરિવર, આટઆટલાં દર્શનો અને ધર્મો – એમાં ક્યું દર્શન સાચું અને ક્યો ધર્મ સાચો ? ' મૂરિજી સાંભળી રહ્યા. જયસિંહદેવે આગળ ચલાવ્યું : “ જેને પૂછો એ પોતાના ધર્મ કે દર્શનનાં વખાણ કરે અને બીજાના ધર્મદર્શનની નિંદા કરે ! આમાં તો સાચો માર્ગ કેમ કરી શોધી કાઢવો ? " સૂરિજી તો હજીય મૌન જ હતા. રાજાજીએ પોતાની અકળામણ રજૂ કરતાં કહ્યું, “આ તો સૂરિજી, મારું તેટલું સારું અને બીજું બધું નરસું ' એવો ઘાટ થયો છે. આમાં તો ધર્મનું તત્ત્વ પાતાળમાં સંતાઈ જતું હોય એવું લાગે છે. તત્ત્વવેત્તાઓની આ સાઠમારીમાં ભલો ભોળો પામર માનવી બિચારો શું કરે ? શું માને અને શું ન માને ? એને સાચો ધર્મ કેવી રીતે લાધે ?” હેમચાર્યજીએ સ્મિત કરી કહ્યું : “ રાજનું. એમાં આવું અકળાવું શા માટે ? માનવી પોતાનો વિવેક વાપરે તો માર્ગ આપમેળે મળ્યા વગર ન રહે ! અને એમાં જો એ સાઠમારીથી બચીને મધ્યસ્થ બને તો તો જ્યાં જ્યાં સાર હોય એને એ શોધી શકે અને ગ્રહણ પણ કરી શકે. સત્ય * ઘર્મચ તત્ત્વ નિહિત કુટીયામ્ | WWW.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦Zરાગ અને વિરાગ કંઈ એક સ્થાને ખીલે બંધાઈને નથી રહેતું.. એ તો વિશ્વમાં ઠેર ઠેર વિધવિધરૂપે વ્યાપેલું પડ્યું છે.” પણ રાજાજીને સંતોષ ન થયો. એમણે તો ફરી વાર સ્પષ્ટ પૂછ્યું : “એ તો બધું ઠીક. પણ ક્યો ધર્મ સાચો અને કયું દર્શન સાચું – એ મારા સવાલનો જવાબ આપે ન આપ્યો. મારે તો એનો ચોખ્ખો ઉત્તર જોઈએ છે.” સૂરિજી તો અનેકાન્તવાદનો અવતાર હતા. મારો ધર્મ અને મારું દર્શન સારું.” એવો જવાબ આપવામાં એમને અનેકાંતવાદની ઉપેક્ષા થતી લાગી. અનેકાન્તવાદ તો સત્યમાત્રનો સ્વીકાર કરતો હતો. રાજાના મનનું સમાધાન કરવા સૂરિજીએ પુરાણ કાળની એક કથા સંભળાવી. એ બોલ્યા, “ રાજન્ ! સાંભળો ત્યારે એ કથા ” – જૂના વખતમાં એક વ્યવહારિયો હતો – બધી વાતે સુખી. એક વખત એ પોતાનો માર્ગ ચૂક્યો અને પોતાની સ્ત્રીને છોડીને રખાતના ફંદામાં ફસાઈ ગયો. પેલીએ તો એને એવો વશ કરી લીધો કે એ પોતાની ધનદોલત બધી એની પાછળ ફના કરવા લાગ્યો. પેલી બિચારી સાચી સ્ત્રી તો દુઃખી દુઃખી થઈ ગઈ. એક બાજુ પતિ પરાયો થયો એનું દુઃખ, બીજી બાજુ ધન ચાલ્યું ગયું એનું દુઃખ, ઘરમાં તો જાણે દરિદ્રતા રાસડા લેવા લાગી ! એ તો બાવરી બનીને ચારે કોર ફર્યા કરે છે, અને પોતાનો પતિ પોતાને ત્યાં પાછો કેવી રીતે આવે એના ઉપાયો મૂક્યા કરે છે. પણ બિચારીની કશી કારી ફાવતી નથી. એ તો ધીરે ધીરે હતાશ બનતી જાય છે અને અહર્નિશ પોતાના દુર્ભાગ્યની નિંદા કર્યા કરે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ સાચો ધર્મ I ૮૧ પછી તો એને થયું ઃ આવા કોઈ ઇલાજો મારા પતિને પેલી ડાકણના પંજામાંથી છોડાવી નહીં શકે. હવે તો કોઈ મંત્ર, તંત્ર કે કામણટ્મણનો જાણનાર મળે તો જ કામ બને. એ તો લાગી એવા મંત્રતંત્રના જાણકારની કે કામણ કરનારની શોધમાં. જે કોઈ એવો મળે એને એ કહે, મારા સ્વામી દોરડે બાંધ્યા બળદની જેમ મારી પાસે આવે અને પછી પાકો બંધાયો હોય એમ કદી પાછો ન જાય એવું કોઈ કામણ બતાવો. હું તમને મોં માંગ્યું ધન આપીશ.” 66 પોતાની ઘેલછામાં એ વીસરી જતી કે પોતે તો સાવ દીન-હીન દિરદ્ર બની ગઈ છે ! મોં-માંગ્યું આપી શકાય એવું પોતાની પાસે કશું જ નથી. પણ એ તો આવો લવારો કર્યા જ કરતી દીવાની ખરી ને ? અને એક દહાડો એવી આશાના છોડને જાણે ફૂલ આવ્યાં : એવું કામણટ્મણ જાણનારો ગૌડદેશનો કોઈ એક માણસ એને મળી ગયો. એણે કહ્યું : “ બાઈ, તારો પતિ દોરડે બાંધ્યા બળદની જેમ સદાકાળ તારો બની રહે એવો કામણનો પ્રયોગ હું જાણું છું. ” બાઈ તો રાજી રાજી થઈ ગઈ. પેલા કામણ કરનારે કોઈ ભારે તાકાતવાળું ઓસડ લાવીને એ બાઈને આપ્યું ; અને કહ્યું, “ આ ઓસડ તારા પતિને ખવરાવીશ તો તારું મનોવાંછિત તને મળશે. .. ઓસડ આપીને પેલો માણસ તો ચાલતો થયો. અને પેલી બાઈએ લાગ જોઈને પેલું ઓસડ એના પતિને ખવરાવી દીધું ! અને એ માણસ તો સાચેસાચ દોરડે બંધાયેલો બળદ બની ગયો ! બાઈ તો જોઈ જ રહી; એનું મન અચરજ અને આનંદમાં લીન થયું. પણ એ આનંદ બહુ ન રહ્યો, થોડા જ વખતમાં એને થયું, બિચારો બળદ ! પણ હું એને શું કરું ? મારે તો માનવ-પતિ જોઈએ. બળદમાંથી માણસ કેમ બનાવવો એનું એને ભાન ન હતું. એને તો ઊલમાંથી ચૂલમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] રાગ અને વિરાગ પડવા જેવું થયું. અને એ તો લાગી ફરી પાછી અફસોસ અને આક્રંદ કરવા. રોતી જાય અને બળદની રાશને પકડીને એને ઠેર ઠેર ફેરવતી જાય, ચરાવતી જાય. આમ ભાગ્યહીન નારીનું ભાગ્ય વધુ હીણું બન્યું. એના દુઃખને કોઈ સીમા ન રહી. એક દિવસની વાત છે. બળદ એક વૃક્ષ નીચે ચરી રહ્યો છે અને પેલી બાઈ બોખ બોખ આંસુડા પાડતી પોકાર કરી રહી છે, એનું દુઃખ આજે અસહ્ય બની ગયું છે. જોનાર કે સાંભળનારનું હૈયું દ્રવી જાય એવી સ્થિતિ છે. બનવા કાળ તે મહાદેવ અને પાર્વતી ત્યાંથી પસાર થયાં. પાર્વતીજીથી એનું રુદન સહન ન થયું. એમનું હૃદય કરુણાભીનું બન્યું – પોતે પણ એક સ્ત્રી જ હતાં ને ! એમણે મહાદેવજીને કહ્યું : “ સ્વામી, કેવી રૂડી રૂપાળી નારી અને કેવો દેખાવડો વૃષભ ! અને છતાં આ નારીને માથે એવું તે શું દુઃખ પડ્યું છે કે એ આમ વિલાપ કરે છે ?” મહાદેવજી બોલ્યા : “ સતી, એને બિચારીને હાથનાં કર્યા હૈયે વાગ્યાં જેવું થયું છે. કરવા તો ગઈ આખી જિંદગીભરનું સુખ; પણ મળી ગયું જનમારાનું દુઃખ ! માનવી જેવો માનવી એનો પતિ કામણઔષધિના પ્રયોગે વૃષભ બની ગયો. હવે એને માણસ બનાવવાનો ઇલાજ એને મળતો નથી. એ દુઃખનું આ દીન આકંદ છે. ” “ નાથ, આનો કંઈક ઇલાજ કરવો ઘટે. આવું દુઃખ તે શું જોયું જાય ? ” પાર્વતીજીએ ગદ્ગદ સ્વરે કહ્યું. ભોળા શંભુ પ્રસન્ન થયા. એમણે તો પેલા વૃક્ષ નીચે ઊગેલા ઘાસમાં બળદને પુરુષ બનાવે એવું પ્રતિઔષધ વેરી દીધું અને બન્ને પોતાના માર્ગે ચાલતાં થયાં. પેલી દુઃખિયારી બિચારી રોતી જાય છે, બળદને પંપાળતી જાય છે અને કૂણાં કૂણાં તરણાં ચૂંટીઘૂંટીને એના મોંમાં મૂકતી જાય છે. એમ કરતાં કરતાં પેલું ઔષધવાળું ઘાસ એને હાથ ચડી ગયું. એ ખાઈને પેલો Page #96 -------------------------------------------------------------------------- ________________ સાચો ધર્મ C ૮૩ બળદ પુરુષરૂપમાં ફેરવાઈ ગયો ! જાણે દેવકુમાર જ જોઈ લ્યો ! બાઈ તો રાજી રાજી થઈ ગઈ. છેવટે એની આશા ફળી ખરી. વાત પૂરી થતાં ગુરુ હેમચંદ્રસૂરિજીએ કહ્યું : “ રાજન્‚ કર્યો ધર્મ સાચો એનો જવાબ તમને આ કથા આપશે. 17 રાજાજી સાંભળી રહ્યા. હેમાચાર્યજીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : પેલી બાઈને મન તો બધું ય ઘાસ સરખું હતું; અને એ ચરાવતાં ચરાવતાં જ એને સાચું ઔષધ લાધી ગયું. કયું ઘાસ ઔષધવાળું અને કયું નકામું એનો ભેદ એ બિચારી શું જાણે ? રાજન, કયો ધર્મ સાચો અને કયું દર્શન સાચું એની સાઠમારીમાં ન પડશો. પેલી બાઈની જેમ બધા ય ધર્મો અને દર્શનો પ્રત્યે આદર અને સમભાવ રાખીને સત્ય પામવાનો પ્રયત્ન કરતા રહેશો તો ક્યારેક પણ આત્મસાધનાનું સાચું તત્ત્વ મળી જશે. ધર્મ, તત્ત્વ કે સત્ય તો ક્યાં કેવે વિવિધરૂપે છુપાયું છે એ કોણ જાણે ?* મોટી વાત તો મનને નિર્મળ કરવા માટે કષાયો દૂર કરવાનો પુરુષાર્થ કરવો એ જ છે. બળદમાંથી પુરુષ બનાવનાર ઔષધનો આ જ બોધ છે." રાજાજી તે દિવસે સાચા ધર્મ અને દર્શનનો ભેદ સમજ્યા અને X રાજી થયા. * * જિનવચનમાં મિથ્યાદર્શનોનો સમૂહ સમાઈ જાય છે "मिच्छादंसणसमूहमइयस्स जिणवयणस्स સિદ્ધસેન દિવાકર; “ ષર્શન જિનઅંગ ભણીજે આનંદઘનજી 64 * X પ્રબંધચિંતામણિ ” ને આધારે Page #97 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું * ગુરુદેવ ! ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર ઘણો થયો છે અને સામ્રાજ્યની શક્તિ અને સ્થિરતા પણ ચિંતા ઓછી કરવી પડે એવી વધી ગઈ છે. હવે તો કૃપા કરી કોઈક એવો માર્ગ બતાવો કે જેથી ગૂર્જર સામ્રાજ્યનું અને મારું નામ, કાળના સીમાડા વીંધીને, અમર બની જાય. ” ગુરુ ગૂર્જર ચક્રવર્તીની વાત ધ્યાન દઈને સાંભળી રહ્યા અને થોડી વાર વિચાર કરીને બોલ્યા : “ રાજન ! કંઈક મોટાં મોટાં સામ્રાજ્યો કાળના અનંત અંધકારમાં વિલીન થઈ ગયાં; કંઈક માંધાતાઓ અને ચક્રવર્તીઓનાં નામનિશાન પણ ભૂંસાઈ ગયાં; અને વૈભવ-વિલાસના ધામ સમી એમની સંપત્તિ અને સાહ્યબી પણ સમયના ઊંડા પ્રવાહમાં એવી વહી ગઈ કે જાણે હતી જ નહીં ! આમાં પછી અમરતાનો આશીર્વાદ કેવી રીતે મળી શકે ? ” રાજવી પળવાર વિમાસણમાં પડી ગયા. પછી વધારે વિનમ્ર બની પૂછી રહ્યા : “ તો શું ગુરુદેવ ! અમરતાનો કોઈ માર્ગ જ નથી ? શું અમરતાનો વિચાર ઝાંઝવાનાં નીર જેવો છેતરામણો કે માયાવી છે ?” “ ના રાજનું, એમ તો કેમ કહેવાય ? પણ એ માટે મનને જાગ્રત કરવું જોઈએ અને પૂરતી તૈયારી હોવી જોઈએ.” જાણે ગુરુ ગૂર્જરપતિના મનનો તાગ લેવા માગતા હતા. વાત કરનાર હતા, ગૂર્જરપતિ મહારાજા કુમારપાળદેવ અને જવાબ આપનાર હતા, આચાર્ય હેમચંદ્રસૂરિ. વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધનો એ સમય. જાણે ત્યારે કાળા માથાના માનવી અને શક્તિના અખૂટ ઝરા સમી ભવિતવ્યતા વચ્ચે પોતાનું ધાર્યું કરવાની હોડ મંડાઈ હતી. ગૂર્જરપતિ જયસિંહ સિદ્ધરાજને બધું મળ્યું હતું, પણ વિધાતાએ એમને સવાશેર માટીની ભેટથી વંચિત રાખ્યા હતા ! પુત્રનું મુખ જોવાનું સુખ એમને નસીબે નહોતું લખાયું ! Page #98 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું ` ૮૫ જેમ જેમ મહારાજા જયસિંહની ઉંમર વધતી ગઈ, તેમ તેમ આવા મોટા અને વૈભવશાળી સામ્રાજ્યનો વારસ કોણ બનશે, એ માટેની એમની ચિંતા પણ વધતી ગઈ ! અને, મોટી કરુણતા કે વિધિની વક્રતા તો એ હતી કે, પોતાના સિંહાસને કોણ બેસશે એની ચિંતા સેવવાના બદલે, પોતાની ગાદી કોને મળવી ન જોઈએ, એવી વિચિત્ર ચિંતા જ આવા શાણા અને શૂરા રાજવીના અંતરને બેચેન બનાવી રહી હતી ! અને એવી બેચેનીમાં ને બેચેનીમાં મહારાજા જયસિંહ મનમાં ગાંઠ વાળી બેઠા હતા કે, ગૂર્જર સામ્રાજ્યનું સિંહાસન, બીજા ગમે તેને મળે પણ, પોતાના પિતરાઈ કુમારપાળને તો ન જ મળવું જોઈએ ! આ માટે કુમારપાળ ગૂર્જરભૂમિની સીમમાંય ન રહી શકે, એવી એવી મુસીબતો સિદ્ધરાજે એને માટે ચોમેર ઊભી કરી મૂકી હતી. અરે, કુમારપાળનો જીવ લેવા માટે મારાઓ સુધ્ધાં એની પાછળ પાછળ ભમતા હતા ! કુમારપાળને માટે તો જીવવું અને ઠરીઠામ રહેવું મુશ્કેલ બની ગયું હતું ! ન સુખ-ચેન, ન નિરાંત ! ઊંઘ અને આરામ તજીને નરી રઝળપાટ કરવાનું જ એના ભાગ્યમાં લખાઈ ગયું હતું ! આવા ખરેખરી કટોકટીના સમયે, દીર્ઘદૃષ્ટિ દાખવીને, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમાચાર્યે અને ઉદયન મંત્રીએ કુમારપાળને પૂરેપૂરો સાથ આપ્યો હતો. એ બંને મહારાજા જયસિંહદેવનો પૂરો વિશ્વાસ ધરાવતા હતા, એટલે એમને માટે આ કામ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું હતું. અને છેવટે માનવી તથા ભવિતવ્યતાની હોડમાં ભવિતવ્યતા જ પોતાનું ધાર્યું કરાવી ગઈ ! અને સિદ્ધરાજ જયસિંહદેવના સ્વર્ગવાસ પછી ગૂર્જરપતિના સિંહાસનનું રાજતિલક, રઝળપાટમાં ખુવાર થવા છતાં પોતાના ખમીરને ટકાવી રાખનાર, કુમારપાળને કરવામાં આવ્યું, ત્યારે એમની ઉંમર અરધી સદીએ પહોંચી ચૂકી હતી ! આચાર્ય હેમચંદ્ર તો પોતાની સાધુતા, વિદ્વત્તા, સમયજ્ઞતા અન લોકકલ્યાણની બુદ્ધિના બળે એ વખતે પણ ધર્મગુરુ, લોકગુરુ અને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ રાગ અને વિરાગ રાજ્યગુરુનું ગૌરવભર્યું પદ શોભાવી રહ્યા હતા, એટલે મહારાજ સિદ્ધરાજની જેમ મહારાજા કુમારપાળ પણ એમના ચરણે બેસવામાં શાંતિ અને આનંદ અનુભવતા હતા. એક દિવસ મહારાજા કુમારપાળને પોતાનું નામ કેવા કામથી અમર થઈ શકે એ વિચાર આવ્યો અને એમણે હેમચંદ્રાચાર્યને એનો ઉપાય દર્શાવવા વિનંતી કરી. હેમાચાર્ય તો ભગવાન તીર્થંકરના ધર્મના આદર્શ વારસદાર હતા. સમતા, સહિષ્ણુતા અને બધા ધર્મો પ્રત્યે આદરની ઉદાર ભાવના એમના રોમરોમમાં ભરી હતી. ન કોઈ ધર્મની નિંદા, ન કોઈ પંથની કૂથલી; જ્યાંથી ગુણ અને સત્ય મળે એનો સ્વીકાર કરવાની અનેકાંતદૃષ્ટિની વિશાળ ભાવના એમના રોમરોમમાં વહેતી હતી. ભગવાન તીર્થંકરના વિશ્વના બધા ય જીવો સાથે મૈત્રીભાવ કેળવવાના આદેશના તેઓ સાચા પાલક, પ્રચારક અને રક્ષક હતા. " અમર નામના કરવાનો માર્ગ સમજાવતા તેઓએ મહારાજા કુમારપાળને કહ્યું ઃ કાં તો પ્રજાના કલ્યાણનું કોઈ અપૂર્વ કામ યા તો ધર્મના ઉદ્યોતનું કોઈ વિશિષ્ટ કાર્ય આ બે માર્ગે જ, માનવી પોતાની નામના મૂકતો જઈ શકે છે. પૂછ્યું. "" 99 એવું કામ મારાથી શું કરી શકાય ? કુમારપાળે જિજ્ઞાસાથી 66 રાજન્ ! કાં તો તમારા સામ્રાજ્યનો ખજાનો ખુલ્લો મૂકીને, પરદુઃખભંજન રાજા વીર વિક્રમાદિત્યની જેમ, તમારી તમામ પ્રજાનું દેવું-લેણું ચૂકતે કરાવીને બધાના ચોપડા ચોખ્ખા કરાવી નાખો, તો તેથી તમારી નામના અમર બની શકે. અથવા તો, સોમનાથ મહાદેવના તીર્થનું લાકડાનું મંદિર, દરિયાના પાણીના મારથી, જીર્ણ થઈ ગયું છે, તેનો ઉદ્ધાર કરાવીને એના સ્થાને પાષાણનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવો, તો પ્રજામાં અમર બની શકો. લોકકલ્યાણનાં કે ધર્મરક્ષાનાં આવાં સત્કાર્યો જ પ્રજાના અંતરમાં સદાયને માટે અંકિત થઈ જાય છે Page #100 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું [ ૮૭ અને એવાં કાર્યો કરાવનારને અમર બનાવી દે છે. ” મહારાજ કુમારપાળ ગુરુની ધર્મવાણીને હૈયાના હેમચોળમાં પ્રસન્નતાથી ઝીલી રહ્યા. રાજવીએ ભાવભીના સ્વરે કહ્યું : “ ગુરુદેવ, જેવો આપનો આદેશ. પણ પ્રજાના ચોપડા ચોખ્ખા થઈ જાય. એટલી સંપત્તિ વહેંચવાની તો રાજ્યના ખજાનાની શક્તિ નથી, પણ ભગવાન શંકર તો ગૂર્જર રાજકુટુંબના કુળદેવતા છે. એટલે ગૂર્જરપતિની સત્તા અને સંપત્તિ સોમનાથ પાટણના શિવમંદિરના નવનિમણથી ચરિતાર્થ થશે. આ ધર્મકાર્ય સર્વાંગસુંદર અને સર્વાંગસંપૂર્ણ બને તથા એમાં લેશ પણ ખામી રહેવા ન પામે, એની ચિંતા એ આજથી મારું વ્રત બની રહેશે. ગુરુદેવ, મારા કાર્યમાં હું સફળ થાઉં એવા મને આશીર્વાદ આપો." રાજવીની ધર્મભાવના જોઈ હેમચંદ્રાચાર્ય આહ્વાદ અનુભવી રહ્યા. સોમનાથ ! લાખો માનવીઓના ઈષ્ટદેવ. એ તીર્થની યાત્રાનો મહિમા તો દેશની ચોદિશામાં વિસ્તરેલો હતો. દૂર દૂરના ભાવિકો પશ્ચિમ ભારતના શાંત-એકાંત સ્થાનમાં, સાગરકિનારે આવેલ આ તીર્થધામની યાત્રાએ આવતાં અને ભગવાન શંકરના પૂજન-અર્ચન અને જયનાદથી પોતાના ધન અને જીવનને કૃતાર્થ કરતાં. મહારાજા સિદ્ધરાજ જયસિંહની માતા-રાજમાતા મીનળદેવીએ - એ તીર્થની યાત્રાએ જતાં યાત્રિકો પાસેથી લેવામાં આવતો રાજકર દૂર કરાવ્યો હતો, અને એમ કરીને, પોતાની ભક્તિને ઉજમાળ કરી હતી તથા એ પવિત્ર યાત્રાનાં દ્વાર ગરીબો માટે પણ ખુલ્લા કરાવી દીધાં હતાં ! કલિકાલસર્વત્ર હેમચંદ્રસૂરિએ એ તીર્થના જીર્ણ બની ગયેલ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું ભવ્ય અને મનોહર મંદિર રચવાનો Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઘેરાગ અને વિરાગ મહારાજા કુમારપાળને આદેશ આપ્યો હતો; એટલે એ મંદિર કુમારપાળદેવની ઈશ્વરભક્તિ અને હેમાચાર્યજીની સર્વધર્મ સમભાવની દૃષ્ટિની જાણે અમર કીર્તિપતાકા બની રહેવાનું હતું. નિર્ણય લેવાઈ ગયો હતો. હવે એ નિર્ણયનો તરત જ અમલ કરવાનો હતો. રાજર્ષિ કુમારપાળ રાત-દિવસ એનો જ વિચાર કરતા રહેતા હતા. કુશળ સૂત્રધારોને બોલાવ્યા; એમની પાસે મંદિરના નકશા તૈયાર કરાવ્યા અને ચણતરકામની ઝીણામાં ઝીણી વિગતો નક્કી કરવામાં આવી. અને આ તો ગૂર્જરપતિનું પોતાનું જ કામ હતું અને એ માટે રાજ્યના ખજાના ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા; વળી આ કામ તો ધર્મનું અને ભગવાનનુંય હતું. એટલે પછી એમાં ખામી રાખવાનું શું કારણ હોય ? સૌ દિલ દઈને કામે લાગી ગયા. અને એક દિવસ સોમનાથ પાટણથી રાજપુરુષોએ મહારાજા કુમારપાળને નવા મંદિરનો શિલારોપણવિધિ થયાની વધામણી લખી મોકલી. રાજાનું રોમરોમ આહ્લાદ અનુભવી રહ્યું : ધન્ય મારા દેવ ! 44 : કુમારપાળ એ વધામણી-પત્ર લઈને ગુરુ હેમચંદ્રાચાર્યજી પાસે ગયા. રાજવીએ વિનમ્ર બનીને, ભાવભીના અંતઃકરણથી, સૂરિજીને વિનંતી કરતાં કહ્યું ગુરુદેવ ! આપની આજ્ઞા મુજબ મંદિરનું કામ તો શુભ મુહૂર્તે શરૂ થઈ ગયું છે, પણ સારા કામમાં સો વિઘ્ન ! ન માલૂમ આવું મોટું કામ પૂરું થતાં થતાં વચમાં કેવાં કેવાં વિઘ્ન આવી પડે ! આ કામમાં કોઈ વિઘ્ન આવવા ન પામે, અને કોઈ વિઘ્ન આવી પડે તો એનું તરત નિવારણ થઈ જાય, એ માટે મારે કોઈક વ્રત કે નિયમ કરવાની જરૂર આપને લાગતી હોય, તો આ એ માટે આજ્ઞા ફરમાવો. આ કામમાં કોઈ સંકટ ન આવે અને બધુ કામ રૂડી રીતે પૂરું થાય, એ જોવાની મારી ઝંખના છે. ** 46 હેમચંદ્રસૂરિ ગંભીર બનીને વિચારી રહ્યા અને રાજવીની ધર્મભાવનાને મનોમન પ્રશંસી રહ્યા. તેઓએ કહ્યું : રાજન્, જેવું મહાન કાર્ય, એવો જ મોટો નિયમ લેવો ઘટે. તમારી આ કાર્ય માટેની ઝંખના અને જાગૃતિને ચરિતાર્થ કરવા અને આ કાર્યમાં તમારી ભાવનાનું બળ પૂરવા તમારે બેમાંથી એક નિયમ સ્વીકારવો ઘટે : આ · Page #102 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું C ૮૯ મંદિરની પ્રતિષ્ઠા થાય અને એના ઉપર ધજાદંડ ચડાવવામાં આવે, ત્યાં સુધી યા તો તમે, તમારી ભોગ-વિલાસની વૃત્તિ ઉપર સંયમ મેળવીને, નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવાનું વ્રત સ્વીકારો; અથવા, જો એ વ્રત પાળવું મુશ્કેલ લાગતું હોય તો, ત્યાં સુધી માંસ-મદિરોનો સદંતર ત્યાગ કરવાનો નિયમ કરો ! આવું ધર્મનું આચરણ જ મંદિરના જીર્ણોદ્વારની તમારી ધર્મભાવનાને સત્વર સફળ બનાવવાનું પુણ્યનિમિત્ત બની. શકશે.” તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સાધક ગુરુવર્યે રાજર્ષિને પોતાના ધર્મ અને જીવનને અનુરૂપ જ માર્ગ બતાવ્યો. કુમારપાળદેવને તો વધુ કંઈ કહેવાનું હતું જ નહીં. એમણે કહ્યું : “ગુરુદેવ, આપની આજ્ઞાને હું માથે ચડાવું છું અને આજથી, મંદિરનો ધજાદંડ ચડે ત્યાં સુધી, માંસ અને મદિરાનો સર્વથા ત્યાગ કરું છું.” દુનિયા તો દોરંગી છે. એમાં કોઈ વખાણ કરનાર પણ નીકળે અને કોઈ વાંકું બોલનારા પણ મળે. પણ એમાં એનો શો વાંક ? જેવું જેનું મન, એવું એનું વચન અને એવું જ એનું વર્તન. જૈનધર્મી ગુરુએ શૈવધર્મી ગૂર્જરપતિને સોમનાથના શિવમંદિરનો ઉદ્ધાર કરવાની સલાહ આપી, એ વાત પણ પાટણની પ્રજામાં ચર્ચાનો વિષય બની ગઈ. જેઓ ગુરુના ગુણને અને ઉદાર મનને ઓળખતા હતા, એમણે ગુરુની સમતા અને ઉદારતાની પ્રશંસા કરી. અને જેઓ હેમાચાર્યના વધતા પ્રભાવને જીરવી ન શક્યા, એમણે જાણે મેણું માર્યું : શિવના ઉપાસક રાજવીને શિવમંદિરનો ઉદ્ધાર કરવાનું કહેવું એમાં શી મોટી વાત ? આ તો પાણીને ઢાળ તરફ વહેતું મૂકવા જેવી સાવ સહેલી વાત ! રાજીને રાજી રાખવો હોય તો, એને ગમતી સલાહ જ આપવી ઘટે ને ? ન જોયા હોય તો, બીજાના ધર્મનો મોટો આદર કરનારા ! આ તો બધી પોતાનો પ્રભાવ ટકાવી રાખવાની માયાજાળ છે માયાજાળ ! ' " બીજાએ ટાપસી પૂરતાં કહ્યું : “ આમાં સાચ-જૂઠની પરીક્ષાને ક્યાં વાર છે ? મંદિર તૈયાર થાય અને એની પ્રતિષ્ઠાનો અવસર આવે, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦Dરાગ અને વિરાગ ત્યારે ખબર પડશે કે જિનના ધર્મના ઉપાસક આ આચાર્ય એ અવસર ઉપર સોમનાથ જાય છે કે નહીં ? એમને સોમનાથ પધારવાનું આમંત્રણ આપવાનું આપણા મહારાજ ન ચૂકે એનું આપણે બરાબર ધ્યાન રાખીશું. " જાણે હેમચંદ્રાચાર્યની ભાવનાની સચ્ચાઈની પરીક્ષા માટે નાનો સરખો દાવ ગોઠવાઈ ગયો ! મંદિરનું કામ શરૂ થયાને બે વર્ષ વીતી ગયાં હતાં. અને મંદિરનું કામ હવે પૂરું થયું હતું. સોમનાથ પાટણના બિલોરી કાચ સમા સાગરકિનારે ભગવાન સોમનાથનું સોહામણું મંદિર તૈયાર થઈ ગયું – જાણે એ ગૂર્જરપતિ કુમારપાળની ધર્મભાવનાની કીર્તિગાથા સંભળાવી રહ્યું. અણહિલપુર પાટણમાં મંદિરનું કામ પૂરું થયાના શુભ સમાચાર પહોંચી ગયા. કુમારપાળદેવના રોમરોમમાં જાણે આનંદ ઊભરાઈ ગયો. રાજવી નમ્ર બનીને પોતાના ઈષ્ટદેવને અને ગુરુને મનોમન પ્રણમી રહ્યા. ગૂર્જરપતિએ હેમાચાર્યજી પાસે જઈને પોતાનો હર્ષ પ્રગટ કરતાં કહ્યું : “ ગુરુદેવ, આપની આજ્ઞા અને મારી ભાવના બન્ને સફળ થયાં. સોમનાથના મંદિરના ઉદ્ધારનું કામ પૂરું થયું. સાથે સાથે માંસ-મદિરાના ત્યાગની મારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ. મહારાજ, એ પ્રતિજ્ઞામાંથી મુક્ત થવાની મને અનુમતિ આપો !" ધર્મગુરુ મનમાં વિચારી રહ્યા : એક વખત જે પાપનો ત્યાગ કરાવ્યો, એ પાપમાં પડવાની અનુમતિ કેમ કરી આપી શકાય ? અને એવી અનુમતિ આપવામાં રાજવીનું પોતાનું ભલું પણ શું થવાનું ? દોષ તજ્યો એ જ્યો ! એમાં ફરી પડવાપણું કેવું ? પણ આચાર્ય બહુ વિચક્ષણ, માનવસ્વભાવના પારખું અને સમયના જાણકાર હતા. અત્યારે વધારે વાત ન કરતાં એમણે કુમારપાળદેવને એટલું જ કહ્યું : “ મહારાજા, જો તમે કરાવેલ આ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થનાર ભગવાન શંકરનાં દર્શન કરવાની તમારી Page #104 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું ૯૧ ભાવના હોય તો, એમનાં દર્શન કરતાં સુધી આ પ્રતિજ્ઞાને સાચવી રાખવી ઉચિત છે.” ગૂર્જરપતિના અંતરમાં જાણે પ્રકાશ પથરાઈ ગયો. એમને થયું ? જે મંદિરનો અંતરના ઉલ્લાસથી ઉદ્ધાર કરાવ્યો, એની યાત્રા તો કરવી જ ઘટે ને ! અને રાજવીએ, આચાર્યશ્રીની શીખને માથે ચડાવીને, સોમનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા વખતે જાતે હાજર રહેવાનો નિર્ણય કર્યો. પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. ગામેગામ પત્રિકાઓ મોકલીને એની જાણ કરવામાં આવી. અને જાણે આખું રાજ્ય એ માટેની તૈયારીમાં લાગી ગયું. જ્યાં સમ્રાટ પોતે જ પ્રતિષ્ઠા કરાવતા હોય અને પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહેવાના હોય, ત્યાં પછી તૈયારીમાં શી ખામી હોય ? અને, હવે તો, ગૂર્જરપતિના પ્રતિષ્ઠા માટેના પ્રયાણની શુભ ઘડી પણ બહુ દૂર ન હતી; એ માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. પોતાના સાથીઓના કહેવાથી, એક દિવસ મહારાજા કુમારપાળે કંઈક સંકોચ સાથે, હેમચંદ્રાચાર્યને વિનંતી કરી : “ ગુરુદેવ, સોમનાથ તીર્થના ઉદ્ધારની પ્રેરણા આપે જ આપી હતી, તો એની પ્રતિષ્ઠાના પુણ્યઅવસર ઉપર પધારવાની આપ કૃપા ન કરો ? " હેમાચાર્યજીએ પ્રસન્ન વદને જવાબ આપ્યો : “ રાજન્ ! આમાં સંકોચ કરવાની શી જરૂર છે ? આ તો, ભૂખ્યા આગળ ભાવતાં ભોજન પીરસવા જેવી, અમને ગમતી વાત છે. અમે જરૂર સોમનાથ પાટણ આવીશું. ” કુમારપાળની ખુશીને કોઈ અવધિ ન રહી. એમણે કહ્યું : આપને માટે જે તૈયારી કરવાની હોય એની આજ્ઞા આપો; બધું વિના વિલંબે હાજર થઈ જશે ! ” હેમચંદ્રાચાર્યે કહ્યું : “ મહારાજા, વીતરાગ ભગવાનના તપત્યાગ-સંયમ-વૈરાગ્યમય ધર્મના ઉપાસકને કોઈ સામગ્રી કે કશી તૈયારી ન ખપે. અમે અહીંથી પગપાળા પ્રવાસ કરતાં કરતાં, શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને, સમયસર સોમનાથ પહોંચી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ [રાગ અને વિરાગ જઈશું. તમે અમારી કશી જ ચિંતા ન કરશો.” અને આચાર્યશ્રીએ રાજા અને પ્રજાની ભાવના પૂરી કરવા તરત જ વિહાર કર્યો. આચાર્યની ટીકા કરનારાનાં મોં જાણે સિવાઈ ગયાં ! પણ જેને દોષ જ શોધવા હોય એને ચૂપ કોણ કરી શકે ? એમણે વિચાર્યું : રાજાજીને રાજી રાખવા જેમ સોમનાથનો ઉદ્ધાર કરવાની સલાહ આપી, એમ એમને રાજી રાખવા જ આચાર્ય સોમનાથ જઈ રહ્યા છે ! રાજાને કોણ નારાજ કરી શકે ભલા ? અને આમાં એમણે મોટી વાત પણ શી કરી છે ? એમના સચ્ચાઈ અને ઉદારતાની ખરી કસોટી તો, પોતે જિનના અનુયાયી થઈને સોમનાથમાં શિવને નમસ્કાર કરે છે કે નહીં, એમાં જ થઈ જવાની છે ! જો એ શિવને નમસ્કાર કરશે તો એમની જિનના ધર્મની પ્રતિજ્ઞાનું ગૌરવ ઘટી જશે; અને નમસ્કાર નહીં કરે તો એમની ઉદારતા નકલી કે નય દંભરૂપ હતી એમ સાબિત થઈ જશે. હવે જ ખરેખરો ખેલ થવાનો ! અને એ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે એક તરફથી ગૂર્જરપતિ કુમારપાળ, પોતાના વિશાળ રસાલા સાથે, સોમનાથમાં પહોંચી ગયા અને બીજી તરફથી હેમચંદ્રસૂરિ પણ પોતાના ધર્મસંઘ સાથે સોમનાથમાં આવી પહોંચ્યા. સોમનાથ પાટણમાં જાણે માનવ-મહેરામણ હિલોળા લેવા લાગ્યો. શુભ મુહૂર્તે, શુભ ઘડીએ, વિધિવિધાનપૂર્વક, સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મહારાજા કુમારપાળ, ભાવભક્તિથી ઊભરાતા અંતરથી, ભગવાન શંકરને પ્રણમી રહ્યા. સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. ટીકાકારો એ જોવા તાકીને જ બેઠા હતા કે હેમચંદ્રાચાર્ય હવે શું કરે છે કાકાએ એ પ્રવર્તી રહીભગવાન , પણ એ ધર્મપુરુષના અંતરને શંકા-કુશંકાઓના કોઈ સાપોલિયો સતાવતાં ન હતાં. એમણે, ભગવાન શંકરની સામે હાથ જોડીને ઊભા રહીને, પોતાની કાવ્ય-સરસ્વતીને વહેતી મૂકી : Page #106 -------------------------------------------------------------------------- ________________ સાચું સંભારણું D ૯૩ નાથ ! આપ ગમે તે સમયમાં, ગમે તે સ્થિતિમાં થયા હો અને ગમે તે નામથી ઓળખતા હો, પણ જો આપ દોષ-મુક્ત હો તો, મારાં આપને વંદન છે ! " રહી. 64 બિચારા ટીકા કરનારા ચૂપ થઈ ગયા ! ભાવિક ભક્તો હર્ષ-ઉલ્લાસ અનુભવી રહ્યા. ભાવ-ભક્તિની ભાગીરથી જાણે ત્યાં વહીને સૌને પાવન કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી થયાનો આનંદ મહારાજા કુમારપાળના અંતરમાં આજે સમાતો ન હતો. એ આજે અપૂર્વ ધન્યતા અનુભવી રહ્યા હતા. હેમચંદ્રાચાર્યની પાસે જઈને એમણે કહ્યું : “ ગુરુદેવ ! આપની વાણી સફળ થઈ; મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ! મને હવે મારી પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત થવાની અનુમતિ આપવા કૃપા કરો !” ગુરુએ જોયું કે અત્યારે ગૂર્જરપતિનું અંતર ધર્મભાવનાથી ગદ્ગદ બની ગયું છે એને સદાને માટે વ્યસનમુક્તિના માર્ગે વાળવાની આ જ શુભ વેળા છે. રહ્યા. "6 હેમચંદ્રસૂરિએ ગૂર્જરપતિને એટલું જ કહ્યું : રાજન્, માંસ અને મદિરાના દોષોનો ત્યાગ કરીને તમે જે સિદ્ધિ મેળવી તે તમારી સામે છે. તમારું રોમરોમ કેવો આહ્લાદ અનુભવી રહ્યું છે ! શું આવી ઉત્તમ પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને તમારે ફરી પાછા એ દોષોમાં પડીને અધોગતિના માર્ગે જવું છે ? સર્યું આવાં પાપોથી ! જે પાપ એક વાર છોડ્યું તે સદાને માટે છોડીને આ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરનું ગૌરવ કરવું ઘટે; એ જ એનું સાચું સંભારણું બની રહેશે.” ગૂર્જરપતિ મહારાજા કુમારપાળ આચાર્યશ્રીને કૃતજ્ઞભાવે પ્રણમી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૃત્યુંજય વીર વનરાજે વસાવેલ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં ત્યારે મહારાજા કુમારપાળનું રાજ્ય તપતું હતું. આ નરવીરની રાજગાદીનો ઈતિહાસ ભારે રોમાંચક છે. દુઃખના ડુંગર ખોદી ખોદીને એને ઉંદર જેટલા સુખની શોધ કરવી પડી હતી. અને છતાં સંસ્કારિતા અને શૂરાતનનો એણે પોતાના જીવનમાં સમન્વય સાધ્યો હતો. મહારાજા સિદ્ધરાજે જમાવેલી ગુજરાતની કીર્તિ એમના રાજ્યકાળમાં સવાયા તેજે ઝળહળવા લાગી હતી. અને ગુજરાતના યોદ્ધાઓની વિરહાકે સમસ્ત આર્યાવર્તમાં ગુજરાતની યશપતાકા ફરકાવી હતી . કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યું તે કાળે ગૂર્જર-રાષ્ટ્રના નિર્માતાનું રૂપ ધારણ કર્યું હતું. એમની પ્રેરણાથી ગુજરાતની સંસ્કારિતા અને વિદ્વત્તાના પડઘા, અનેક દેશોના સીમાડા વીંધી, છેક કાશ્મીર અને કાશી સુધી ગાજી ઊઠ્યા હતા. સૂર્યદેવતાના તેજસ્વી નક્ષત્રમંડળની જેમ, સમરવીર અનેક યોદ્ધાઓ, રાજનીતિનિપુણ અનેક મંત્રીઓ અને સાહિત્યકુશલ અનેક પંડિતો મહારાજા કુમારપાળ અને આચાર્ય હેમચંદ્રની આસપાસ વીંટાયેલા રહેતા. આવા બાહોશ રાજવી અને આવા આદર્શ ધર્મગુરુના ખોળે પડેલ ગુજરાત જ્યારે પોતાના સુવર્ણયુગનો મધ્યાહ્ન અનુભવતું હતું. તે કાળની આ એક સમર્પણકથા છે. ગુજરાતનું પાટનગર અણહિલપુર એક અલબેલી નગરી લેખાતું. એની શોભા અને મહત્તાની અનેક કિંવદન્તીઓ લોકજીભે રમવા લાગી હતી. પાટણના પટોળાં અને પાટણની પનીહારીઓનાં નામે લોકહૃદયમાં જાણે કામણ થતું ! વીરો, વિલાસીઓ અને વ્યાપારીઓના ત્રિવેણી સંગમ સમું પાટણ સંસ્કારિતા કે ધર્મપરાયણતામાં પણ કોઈ વાતે ઊતરતું ન હતું ! દેવમંદિરોના સુવર્ણકળશો રોજ પ્રાતઃકાળે સૂર્યદેવનું સ્વાગત કરતા; ધર્મપરાયણ ભક્તજનોની પ્રાર્થનાના મેઘગંભીર ધ્વનિ વિલાસીઓની નિદ્રાને ઉડાડતા અને સંધ્યાસમયે દેવમંદિરોની Page #108 -------------------------------------------------------------------------- ________________ આરતીના ઘંટારવો સૂતેલ આત્મભાવને જાગ્રત કરતા. આવા ગૌરવભર્યા ગુજરાત અને શોભાયુક્ત પાટણ શહેરના એક ધર્મ-કર્મવી૨ મંત્રીશ્વરની આ કથા છે. અણહિલપુરની રાજસભા ત્યારે ભારે પંકાતી. ત્યાં મહારાજા કુમારપાળ સમક્ષ રોજ દેશ-પરદેશના સમાચાર આવતા અને દેશના કલ્યાણની દૃષ્ટિએ મંત્રીઓ એના ઉપર વિચારણા ચલાવી યોગ્ય નિર્ણય કરતા. મૃત્યુંજય ū ૯૫ રાજસભા આજે કંઈક વિચારમાં પડી હતી. આજે દૂત સમાચાર લાવ્યો હતો કે, સૌરાષ્ટ્રના એક જાગીરદાર સઉંસરે પોતાનું માથું ઊંચક્યું હતું, અને ગુજરાતના રાજવીની આણને પડકાર કર્યો હતો. માળવા, મહારાષ્ટ્ર અને સિંધ સુધી ગુજરાતની વિજયવૈજયન્તી ફરકાવનાર મહારાજાને, તેમના મંત્રીમંડળને કે ગૂર્જરભૂમિના શૂરવીર સુભટોને આમાં જરાય ચિંતા જેવું લાગતું ન હતું. જેની આગળ મોટા મોટા રાજવીઓ, ભલભલા વીર યોદ્ધાઓ અને અભેદ્ય ગણાતા કિલ્લાઓ નમી પડ્યા હતા એ ગુજરાતના શૂરાતન આગળ બિચારા સઉંસરનું શું ગજું ! પણ દુશ્મન અને રોગને ઊગતા જ દાબી દેવાં એ નીતિવાક્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી, એમ વિચારી રાજમંત્રીઓએ છેવટે સઉંસરને દાબી દેવાનાં પગલાં ભરવાનું યોગ્ય ધાર્યું, અને એ માટે વયોવૃદ્ધ મંત્રી ઉદયનની સરદારી નીચે સેના મોકલવાનું નક્કી થયું. - મંત્રીવર ઉદયન જેમ શૂરાતનમાં આગળ પડતા હતા તેમ રાજનીતિમાં પણ ભારે કુનેહબાજ ગણાતા. એમની રાજ્યભક્તિ પણ દાખલારૂપ લેખાતી. એ રાજ્યભક્તિએ જ આજે આટલી વૃદ્ધ વયે એમના ઉપર સેનાપતિનો અભિષેક કર્યો હતો. મંત્રીવરે રાજઆજ્ઞા શિરે ચડાવી, અને એક મંગલ પ્રભાતે સેના સાથે સૌરાષ્ટ્ર તરફ વિજયપ્રસ્થાન કર્યું. દરમજલ આગળ વધતી સેનાએ આજે વઢવાણના સીમાડે પડાવ નાખ્યો હતો. ઉદયનમંત્રી પોતાના શામિયાનામાં આમતેમ આંટા મારતા હતા. તેમનું હૃદય આજે કોઈ ઊંડા ઊંડા વિચારોમાં મગ્ન થયું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯gરાગ અને વિરાગ હતું. રણશૂર અને કર્મવીર મંત્રીની નસોમાં આજે ધર્મ નાના ધબકારા બજી રહ્યા હતા. મંત્રીશ્વરનું મન જાણે અંદરોઅંદર કહેતું હતું. સંગ્રામો ખેલવામાં અને શત્રુઓને સંહારવા ને હરાવવામાં આખી ઉમ્મર પૂરી થવા આવી. હવે તો વૃદ્ધાવસ્થાના કિનારે પહોંચ્યો છું. પાકું પાન બનતી જતી કાયાનો હવે શો ભરોસો ? ન માલૂમ ક્યારે પવનનો એક ઝપાટો આવે અને એ પાન ખરી પડે ! અને પાન ખરી પડ્યા પછી તો બાજી ક્યાં આપણા હાથમાં રહેવાની છે ? એટલે જે કંઈ કરવું સૂઝે તે પવનનો સપાટો લાગતાં પહેલાં જ કરી લેવું. અને વળી આ તો રણખેલના મરવા-મારવાના મામલા ! ત્યાં તો ક્ષણમાત્રનો પણ શો વિશ્વાસ ? એક જ ઘા કારમો આવી પડે અને આપણે હતા-નહતા બની જઈએ, અને મનની બધી મનમાં જ રહી જાય ! સ્થિતિ જ્યારે આવી આવી પડી છે તો પછી આ રણ ખેલતાં પહેલાં એક વાર તથધિરાજ શત્રુંજયની અને યુગાદિદેવની યાત્રા કરી આવું તો કેવું સારું ! જાણે કોઈ પ્રબળ ભાવિની પ્રેરણા કામ કરતી હોય તેમ, મંત્રીશ્વરની ભાવના વધુ ને વધુ સતેજ થતી ગઈ અને થોડી વારમાં તેમણે નિર્ણય કરી લીધો - રણસંગ્રામમાં ઝંપલાવતાં પહેલાં તીર્થાધિરાજની યાત્રાએ જવાનો ! - તેમણે મંડલેશ્વરો અને સેનાના વડાઓને પોતાના તંબમાં બોલાવ્યા અને પોતાનો વિચાર કહી સંભળાવ્યો. છેવટે તેમણે આ વાત કરી : “તમે સૌ કૂચ આગળ ચાલુ રાખજો, મારી ખાતર લશ્કરની કૂચ અટકાવવાની જરૂર નથી. હું યાત્રા કરીને ઝડપભેર તમને આવી મળું અને બીજી સવારે સૂર્યદેવે પોતાનો રથ ચાલતો કયો ત્યારે, પાટણના સૈન્ય સોરઠની ભૂમિ તરફ કૂચ આગળ વધારી અને મંત્રીશ્વર ઉદયને શત્રુંજય તરફ પ્રયાણ કર્યું [૨] મંડલેશ્વરો સહિત સૈન્યને સઉસરને જીતવા માટે વળાવી, મંત્રી Page #110 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય ૯િ૭ ઉદયને પોતાનો અશ્વ તીર્થાધિરાજ શુગંજય તરફ વાળ્યો. ઉષાના આગમન સાથે અંધકારના ઓળા ઓસરવા લાગે અને નભોમણિનાં દર્શન થતાં કમળવનમાં ઉલ્લાસ વ્યાપી જાય, એમ તીથધિરાજ શત્રુંજય તરફના એક એક પગલે મંત્રીશ્વર ઉદયનના હૃદયકમળનાં દ્વાર ઊઘડતાં જતાં હતાં. સંસાર અને સંગ્રામના બદલે આત્મા અને મોક્ષના નાદો એમના અંતરમાં ગાજવા લાગ્યા હતા. પાટણથી સંગ્રામ જીતવાનો સંકલ્પ લઈને નીકળેલ મંત્રીશ્વરના હૃદયમાં અધવચ્ચે જાગ્રત થયેલ પ્રભુદર્શનની આ અભિલાષા જાણે કોઈ વિલક્ષણ ભવિતવ્યતાને સૂચવતી હતી. થોડીક મજલો પૂરી થઈ અને મંત્રીશ્વર તીર્થાધિરાજના ચરણે આવી પહોચ્યા. તળેટીમાં ઊભા ઊભા ઉત્તુંગ તીર્થાધિરાજનાં દર્શન કરતાં મંત્રીશ્વરનું મસ્તક નમી ગયું, એમનું અંતર આહલાદમાં ડોલવા લાગ્યું. એમણે નીચા નમી તીર્થાધિરાજની પરમપાવન રજને મસ્તકે ચડાવી. એમનું હૃદય તીર્થાધિરાજના મહિમાનું ગાન કરવામાં મગ્ન બન્યું ! જય તીર્થાધિરાજ ! જય યુગાદિદેવ ! જય જિનેશ્વર ! સંસારદાવાનળથી સંતપ્ત જીવોને અખંડ આત્મશાન્તિ અપનાર તીર્થાધિરાજનો જય હો ! અનન્ત આત્માઓને મુક્તિના પવિત્ર પંથે વળાવનાર ગિરિરાજનો જય હો ! યુગપ્રવર્તક આદીશ્વર પ્રભુના ચરણથી પવિત્ર થયેલ શત્રુંજયની ધૂલિકાને ધન્ય હો ! અનેક પુણ્યાત્માઓનું સ્મરણ કરીને ગિરિરાજના મહિમા સાથે આત્માને એકરસ કરતા મંત્રીશ્વર ધીમે ધીમે પર્વત ઉપર ચડવા લાગ્યા. સંસારની વાસનાઓ અને દુઃખનાં બંધનો જાણે વિલીન થતાં હોય, આત્મા જાણે સ્વ-કલ્યાણ તરફ પ્રયાણ કરતો હોય, એમ એમનું અંતર Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પરાગ અને વિરાગ વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું. રાજનીતિની ખટપટો અને યુદ્ધભૂમિની યાતનાઓ જાણે ત્યાં વીસરાઈ ગઈ. મનનો મોરલો જાણે કોઈ દિવ્ય ગાનમાં મસ્ત બન્યો હતો. એ નાદે જાણે મંત્રીશ્વરના મંત્રીપણાનો બોજ દૂર કરી દીધો; તેઓ એક નચિંત સેવક બનીને ત્યાં ખડા હતા. થોડી વારમાં મંત્રીશ્વર ઉપર પહોંચી ગયા. હર્ષપુલકિત હૃદયે પરમપાવન યુગાદિદેવને વંદન કર્યું, ભક્તિસભર હૃદયે પરમાત્માની સેવા-પૂજા કરી. એમના અંતરમાં ઉલ્લાસ ઉલ્લાસ વ્યાપી રહ્યો. અને પછી, બે ઘડી વિશ્રાંત બની, તેઓ રંગમંડપમાં ધ્યાનમગ્ર બન્યા – જાણે અંતરનાં ચક્ષુ આત્માની શોધ કરતાં હતાં ! થોડોક સમય શાંતિમાં પસાર થયો, મંત્રીશ્વર વધુ ધ્યાનમગ્ર થયાં પણ એ ધ્યાન કરતાં ય કોઈક વધુ મહત્ત્વની વસ્તુ બનવાની હોય એમ, નજીકમાં કંઈક ખડખડાટ થયો અને મંત્રીશ્વરની ધ્યાનનિદ્રા લુપ્ત થઈ ગઈ. તેમણે કમળપાંખડીની જેમ પોતાનાં બંધ કરેલ નેત્રો ઉઘાડ્યાં, અને ચારે તરફ ફેરવ્યાં. અને ભારે અજાયબી વચ્ચે મંત્રીશ્વરે જોયું કે, એક મૂષકરાજ પૂજાના દીપકમાંથી એક સળગતી દિવેટ લઈને પોતાના દર તરફ દોડી રહ્યો હતો, અને મંદિરના રક્ષકો અવાજ કરીને એની પાસેથી એ સળગતી દિવેટ છોડાવી રહ્યા હતા. અવાજથી ભયભીત બનેલ ઉંદર દિવેટ મૂકીને દરમાં પેસી ગયો, અને મંદિરના રક્ષકો પોતાના કામે વળગી ગયા ! એમને માટે તો આ જાણે રોજ-બ-રોજ બનતી, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર ન હોય એવી, સાવ સામાન્ય ઘટના બની હોય એવું લાગતું હતું. પણ આ દૃશ્ય જોયા પછી મંત્રીશ્વર ઉદયનનું મન માનતું ન હતું. તેમણે મંદિરના કર્મચારીઓ સાથે વાત કરી, પણ તેમને આની જરા ય ભીતિ લાગતી હોય એમ ન લાગ્યું. તેમણે તો ઠંડે પેટે આવો બનાવ હરહંમેશ બનતો હોવાનું કહી એના પ્રત્યે ઉપેક્ષા દાખવી. પણ મંત્રીજીને માટે આ કોઈ સામાન્ય ઘટના ન હતી. એ ઘટનાને વીસરી જવી કે એની ઉપેક્ષા કરવી એમને માટે શક્ય ન હતું. એમને માટે તો આ ઘટના ભારે ચિંતાજનક થઈ પડી. તેમને થયું. તીર્થાધિરાજ ઉપરનું યુગાદિદેવનું આ Page #112 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય [ ૯૯ મંદિર લાકડાનું બનેલું છે. અને આ રીતે ઉંદરો જો સળગતી દિવેટો લઈ વારંવાર દરમાં પેસી જતા હોય તો, કોઈક દિવસ આ મંદિરનો આગના તાંડવથી નાશ થવાનો સંભવ ખરો ! અને આ કલ્પનામાત્રથી મંત્રીશ્વરનું હૃદય કકળી ઊઠ્યું ! મહારાજા કુમારપાળ જેવા ધર્મશીલ રાજવી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ ધર્મગુરુ અને અઢળક સંપત્તિના ધણી અમારા જેવા ઉપાસક મંત્રીઓ હયાત હોવા છતાં, આ પરમપાવન તીર્થને આવી રીતે આંચ આવે તો એ કેટલું શરમભરેલું ગણાય ! મંત્રીશ્વરે તત્કાળ ઊભા થઈ પરમાત્મા યુગાદિદેવની સમક્ષ હાથ - જોડી પ્રતિજ્ઞા કરી : “આ તીર્થાધિરાજનો જીર્ણોદ્ધાર કરીને આ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર ખડું ન કરાવું ત્યાં સુધી મારે બે ટંક જમવું ન ઘટે; આજથી મારે અહર્નિશ એકાશન વ્રત રહેશે. આ કાષ્ઠમય મંદિરનો ઉદ્ધાર કર્યા પછી જ મારા આ વ્રતનું પારણું થશે. અનન્ત શક્તિના અધિનાયક પરમાત્મન્ ! મારી આ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવાનું મને સામર્થ્ય અર્પજો !” સંગ્રામ માટે નીકળેલ મંત્રીશ્વરને, વઢવાણના સીમાડે એકાએક શુગંજયની યાત્રા કરવાની ભાવના થઈ આવી હતી, તેમાં કુદરતનો જે સંકેત સમાયો હતો તે જાણે, આ ઉંદરની ઘટનાથી પૂરો થયો હતો. તીર્થાધિરાજના ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી મંત્રીશ્વરે સંગ્રામ તરફ પ્રયાણ કર્યું. મંત્રીશ્વરનો આત્મા વિચાર-સાગરમાં મગ્ન બન્યો હતો, ત્યારે પૂર્વની ક્ષિતિજમાં સુવર્ણરંગી રંગોળીના ચોક પુરાઈ રહ્યા હતા. [૩] મંત્રીશ્વરનો અશ્વ પૂરપાટ સફેંસર સાથેના યુદ્ધ તરફ દોડી રહ્યો હતો. સંગ્રામ જીતવાનો ભાર પોતાના શિરે છે એ વિચારે વૃદ્ધ મંત્રીશ્વરે થાક અને આરામને વીસરાવી દીધાં હતાં. એમની નાડીમાં વીર યોદ્ધાને છાજતી સંગ્રામની ભાવના ધબકી રહી હતી. તીર્થયાત્રાનો નાદ શાંત બની ગયો હતો : રણયાત્રાનો નાદ ગંભીરપણે ગાજવા લાગ્યો હતો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રાગ અને વિરાગ અને એ મેઘગંભીર રણનાદમાં મંત્રીશ્વર મગ્ન બન્યા હતા. મજલ પૂરી થઈ અને ઉદયન સંગ્રામ ભૂમિપર પહોંચી ગયા. તેમણે ત્યાંની બધી પરિસ્થિતિનું અવલોકન કર્યું. તેમણે જોયું કે સŚસરની જેટલી ઉપેક્ષા કરી હતી તેટલો નિર્બળ તે ન હતો. વાત કરવામાં એને શિકસ્ત આપવાની એમની ગણતરી ખોટી ઠરી હતી. પોતાના નાના સરખા સૈન્યથી તેણે મહારાજા કુમારપાળના સૈન્યને તોબા પોકરાવી હતી. ગૂર્જરભૂમિના વીર ગણાતા યોદ્ધાઓ જાણે શિથિલ બનવાની અણી ઉપર હતા. મંત્રીશ્વર યાત્રા કરીને પાછા ફરે એટલી વારમાં તો સૈન્યમાં નિરાશાના આછા-પાતળા રંગો બેસવા લાગ્યા હતા. અને એ રંગો પરાજયની ઘેરી કાલિમામાં ક્યારે પલટાઈ જાય એ કહી શકાય એમ ન હતું. વિચક્ષણ મંત્રી બધી પરિસ્થિતિ ક્ષણવારમાં સમજી ગયા. અને તેનો ઉપાય તેમણે તત્કાળ હાથ ધર્યો. તેઓ જાણતા હતા કે, દુશ્મનના ધસારાથી ત્રાસીને હારતું, પાછાં ડગલાં માંડતું સૈન્ય પોતાના સેનાપતિને મરણિયો સંગ્રામ ખેલતો જોઈને ફરી ઉત્તેજિત થઈ જાય છે, એનું ઓસરતું ઓજસ અને નબળી બનતી હિમ્મત ફરી જાગ્રત થઈ જાય છે, અને એ પોતાની બધી તાકાત ભેગી કરીને હારને વખતે સંગ્રામને જીતી જાય છે. તેમણે એ પણ જોયું કે, હવે જાત બચાવીને સંગ્રામ જીતવો શક્ય ન હતો. હવે તો જાત બચાવવાના મોહનું બલિદાન દીધે જ છૂટકો છે; અને એ બલિદાનમાંથી જ સંગ્રામને જીતવાની શક્તિ પ્રગટ થવાની છે. અને તેમને સંગ્રામમાં જાતે ઊતરવાને નિર્ણય કરી લેતાં વાર ન લાગી. તેમણે પોતાનો સામાન્ય વેષ તજી સંગ્રામઉચિત વેષ ધારણ કર્યો, અને એક અણનમ વીરની જેમ એ પોતાના સૈન્યની સામે આવીને ઊભા રહ્યા, અને પોતાના યોદ્ધાઓને સંગ્રામનો સામી છાતીએ સામનો કરવાની હાકલ કરી. પોતાના સેનાપતિને જોઈને સેનામાં નવું જોમ આવ્યું. જાણે બુઝાતા દીપકમાં અખૂટ તેલ પુરાઈ ગયું. વીરોની રણગર્જનાઓથી Page #114 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય U ૧૦૧ ગગનમંડળ છવાઈ ગયું. નવું જોમ અને નવી આશા ત્યાં પ્રગટી નીકળ્યાં. ફરી સંગ્રામ શરૂ થયો. આ વખતનો સંગ્રામ એ જીવનમરણનો આખરી સંગ્રામ હતો. ગૂર્જરભૂમિની કીર્તિનો એમાં ફેંસલો થવાનો હતો. ગૂર્જરરાષ્ટ્રના સામર્થ્યનો એમાં તાગ નીકળવાનો હતો. એક ઊગતો દુશ્મન દબાઈ જવાનો છે કે ગૂર્જરપતિની સત્તાની સામે સેંકડો નવા દુશ્મનો જાગી ઊઠવાના છે, એનો નિર્ણય આજે થવાનો હતો. આમ તો સંગ્રામ નાનો લાગતો હતો, પણ એનાં પરિણામો બહુ મોટાં આવવાનાં હતાં. ડોશી મર્યાનો નહીં પણ જમ ઘર ભાળી જવાનો ભય ઊભો થયો હતો. રાજનીતિનિપુણ મંત્રી આ વાત બરાબર સમજતા હતા, અને તેથી કોઈ પણ રીતે પીછેહઠ કરવી એમને મંજૂર ન હતી. તેઓ આજે જીવ ઉપર આવી ગયા હતા. જાણે કેસરિયાં આદરી દીધાં હોય એમ એ ભારે ઝનૂનપૂર્વક ચારે તરફ ઘૂમતા હતા. એમના શસ્ત્રમાંથી જાણે પ્રચંડ શક્તિના તણખા ઝરતા હતા. એ શસ્ત્રોમાં જાણે આજ યમરાજે વાસો કરી દીધો હતો. જ્યાં જ્યાં તેમનો હાથ પડતો ત્યાં ત્યાં દુશ્મનો ત્રાસી ઊઠતા, અને અનેક યોદ્ધાઓ કાળદેવતાનો કોળિયો બની જતા. એમને પોતાના જાનની તો કશી પરવા જ નહોતી રહી. એ તો તથધિરાજની યાત્રા કર્યા પછી જીવવાની મોહમમતા ઉપર વિજય મેળવીને મૃત્યુંજય બન્યા હોય એમ જરા ય મચક આપ્યા વગર લડ્યું જતા હતા. પોતાના શરીર ઉપર શી વીતે છે એની તેમને ખેવના ન હતી, તે તો ફક્ત એટલું જ વિચારતા હતા કે દુશ્મનો કેટલા નાશ પામે છે, વિજય કેટલો નજદીક આવતો જાય છે, ગૂર્જરભૂમિની કીર્તિનો સુવર્ણકળશ ક્યારે ઝળહળી ઊઠે છે. આ ઓસરતી ઉમ્મરે ક્યાંક પરાજયની કાલિમા લાગી ન જાય એની જ એમને એકમાત્ર ફિકર હતી ! - સૈન્ય પણ જીવ પર આવીને સંગ્રામ ખેલી નાખ્યો. અને જોતજોતામાં હારેલી દેખાતી લડાઈ જીતમાં ફેરવાઈ ગઈ. દુશ્મનોએ માર્ગ મૂકી દીધો અને આખું સૈન્ય બોલી ઊઠ્યું : “મહારાજા કુમાળપાળનો જય !” Page #115 -------------------------------------------------------------------------- ________________ હતા. એમના મતો, સુભટો ન ઉદ્વિગ્ન હતા ૧૦૨ રાગ અને વિરાગ પણ આ વિજય સસ્તો નહોતો પડ્યો. એને ખરીદવા માટે મંત્રીશ્વર ઉદયને મરણતોલ ઘા સહન કરવાનું ભારે મૂલ્ય ચૂકવ્યું હતું. જ્યારે સંગ્રામની જીતના વિજયડંકા બજતા હતા ત્યારે, મંત્રીશ્વરનું વૃદ્ધ શરીર ઘાયલ થઈને ધરતી ઉપર ઢળી પડ્યું હતું. ' મંત્રીશ્વર પોતાની આકરી કસોટીમાં પાર ઊતર્યા હતા. સૈનિકો અને સામંતો મંત્રીશ્વરને શિબિકામાં બેસારી શામિયાણામાં લઈ ગયા. [૪] મંત્રીશ્વર ઉદયન મરણતોલ ઘાયલ થયા હતા. એમનું અંગેઅંગ અનેક શસ્ત્રાઘાતોથી ભેદાઈ ગયું હતું. પથારીમાં તેઓ નિશ્વેત પડ્યા. હતા. એમના બચવાની આશાનું એકે કિરણ હવે દેખાતું ન હતું. મંડલેશ્વરો, સામંતો, સુભટો અને સ્વજનો સૌ એમની પથારીની આસપાસ બેઠાં હતાં. સૌનાં મન ઉદ્વિગ્ન હતાં. આજના વિજયના આનંદને સંભારવાનોય કોઈને અવકાશ નહોતો ! સ્વજનોની આંખમાં આંસુ ઊભરાતાં હતાં ! સેનાનાયકો સૂનમૂન બન્યા હતા ! રણશૂર યોદ્ધાઓ નીચું ઘાલી બેઠા હતા ! ન કોઈ બોલે, ન કોઈ ચાલે ! ચારે કોર નરી સ્તબ્ધતા જ વ્યાપી ગઈ હતી. મંત્રીશ્વર મૂચ્છિતની જેમ પડ્યા હતા, છતાં કોઈ કોઈ વાર તેમનું ભાન જાગ્રત થઈ આવતું હતું. થોડીક પળો વીતી અને તેમણે ફરી આંખો ઉઘાડી ચારે તરફ જોઈ લીધું. પોતાનાં સ્વજનો અને સુભટોને ઉદાસ જોઈ, જાણે તેમને સાંત્વન આપતા હોય તેમ, પોતાનું બધું બળ એકઠું કરીને એ બોલવા લાગ્યા : તમે સૌ આમ ઉદાસ શું બનો છો ? આજે તો આપણે બેવડો વિજય હાંસલ કર્યો છે. સંગ્રામમાં સામી છાતીએ ઘા ઝીલી, સંગ્રામને જીતી, વીરગતિને પામવી, એના કરતાં વધુ ઉત્તમ મૃત્યુ એક યોદ્ધા માટે Page #116 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય [ ૧૦૩ બીજું કયું હોઈ શકે ? છેવટે તો આ શરીર નશ્વર જ છે ને ! અને વળી આ કાયા તો હવે વૃદ્ધ બનીને મૃત્યુના કિનારે પહોંચી ગઈ છે. એ ક્યારે ડૂલ થઈ જાય એનો શો ભરોસો ? અરે, મોત દોડી આવીને છાપો મારે એ પહેલાં જ આપણે તો સામે ચાલીને મોતને માગી લીધું, અને આ દેહને અમર બનાવી દીધો ! તો પછી હવે આ દેહને માટે દુઃખ શું લગાડવું ? તમે સૌ પરમેશ્વરનું ધ્યાન ધરો ! અને મને પણ પરમાત્માનું નામ સંભળાવો, જેથી મારો આત્મા બીજા વિચારોમાં ન ચડતા ધર્મભાવનામાં લીન થાય. ઓ પરમાત્માનું, તારું શરણ !” મંત્રીશ્વર જાણે પોતાના કાળને ઓળખી ગયા હતા. ધીમે ધીમે તેમની શક્તિ ક્ષીણ થતી જતી હતી. હવે તો બોલવું પણ અશક્ય થઈ પડ્યું હતું. છતાં તે પોતાની ભાવનાને ધર્મમય રાખવા મળી રહ્યા હતા. પાસે બેઠેલ માણસ અસ્મલિતપણે ધર્મ સંભળાવતો હતો. પરમેશ્વરના નામની જાણે ત્યાં ધૂન જામી હતી. આખું વાતાવરણ ધર્મના નાદથી ભરાઈ ગયું હતું, અને મંત્રીશ્વર તે નાદમાં લીન બની જઈને પોતાના ચિત્તને સ્થિર કરવા મથતા હતા. પોતાની અંતિમ ઘડી સુધારી લેવાની એમને તાલાવેલી લાગી હતી. પણ એમની વેદના પળે પળે વધતી જતી હતી. સૌને લાગતું હતું કે, ક્ષણ બે ક્ષણમાં આ પ્રાણ હવે ઊડી જવા જોઈએ. પણ, મંત્રીશ્વરનું અંતર – જાણે કોઈ વાસનામાં જીવ ભરાઈ બેઠો હોય એમ – વારેવારે બેચેન થઈ ઊઠતું હતું. વારંવાર તે આમથી તેમ આળોટવા લાગતા અને કંઈ કંઈ અકથ્ય ભાવો દાખવતા. આટલી ભયંકર વેદના છતાં તેમના પ્રાણ કોઈ રીતે નીકળતા ન હતા. અનુભવીઓને લાગ્યું કે, જરૂર મંત્રીશ્વરના દિલમાં કોઈ વાસના બાકી રહી ગઈ છે, અને અધૂરી રહી ગયેલી એ વાસના એમને અત્યારે છેલ્લી ઘડીએ સતાવી રહી છે, અને એમના જીવને ગતે થવા દેતી નથી. તેમણે પૂછ્યું : “ મંત્રીશ્વર, આપના આત્માને શાંત કરો ! આપને શાંતિ મળો ! આપને અધૂરી રહેલી કોઈ વાસના પજવતી હોય Page #117 -------------------------------------------------------------------------- ________________ વાસના બાર નથી વળતરોની મારી ૧૦૪ ] રાગ અને વિરાગ તો તે જણાવો, અમે તે જરૂર પૂરી કરીશું, જેથી આપના આત્માને શાંતિ મળશે. ” જાણે પોતાના અંતરમાં જ ઊંડે ઊંડે કોઈ બોલતું હોય તેમ મંત્રીશ્વરે આ શબ્દો સાંભળ્યા. અને જેને અનુભવીઓ મરણઓસાર કહે છે તે મંત્રીશ્વરના મુખ ઉપર ચમકી ઊઠ્યો. તેમના મૂઢ બની ગયેલા મનમાં જાણે વેગ આવ્યો તેઓ બોલી ઊઠ્યા : “ મારે સંસારની કશી વાસના બાકી નથી રહી. હું બધી રીતે સુખી છું. મારા ઘર, પુત્ર કે પૌત્રોમાં મારો જીવ નથી વળગ્યો. મને તો માત્ર એક જ વાત સાલે છે કે, તીથધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર કરવાની મારી પ્રતિજ્ઞા અધૂરી રહેશે ! એ પ્રતિજ્ઞા પૂરી થાય તો પછી મને કશી અશાંતિ નહીં રહે. હું સુખ-સંતોષપૂર્વક મૃત્યુ પામીશ. મારી સદ્ગતિ થશે !' મંડલેશ્વરોએ કહ્યું : “ મંત્રીશ્વર ! આપને અશાંત થવાનું કંઈ કારણ નથી. આપને અમારો કોલ છે કે આપની અધૂરી પ્રતિજ્ઞા આપના ધર્મપરાયણ પુત્રો વાલ્મટ અને આદ્મભટ અવશ્ય પૂર્ણ કરશે. અમો આપની પ્રતિજ્ઞાની વાત તેમને પહોંચાડીશું. અને તેઓ તીર્થાધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર જરૂર કરશે. હવે આપ શાંત થાઓ !" આ સાંભળી મંત્રીશ્વરનું અંતર શાંત થઈ ગયું. તેઓ ફરી ધર્મની વાણી સાંભળામાં મગ્ન થયા. એમના મનમાં તો હવે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણની વાત જ રમતી હતી. અને એ વિચારણામાં લીન થતા થતા ફરી એક વાર એમને થયું ? અરિહંત અને સિદ્ધ અત્યારે ઉપલબ્ધ નથી. પણ જો જીવનની અંત ઘડીએ કોઈ મુનિરાજનાં દર્શન થાય તો આ કાયાનું કલ્યાણ થઈ જાય. અને આ વિચારણામાં ફરીથી એમનો જીવ બેચેની અનુભવવા લાગ્યો. મૃત્યુ જાણે હજુ ય દૂર જઈને બેઠું હતું ! મંત્રીશ્વરની આ નવી બેચેનીએ મંડલેશ્વરોને ફરી ચિંતામાં નાખી દીધા. તેમને થયું ઃ હજુ ય કોઈ વાસના વણપૂરી રહી ગઈ કે શું ? અને તેમને મંત્રીશ્વરનું અંતર શોધવા ફરી પ્રશ્ન પૂછ્યો. જવાબમાં થોથરાતી જીભે મંત્રીશ્વરે મુનિદર્શનની પોતાની અંતિમ ઇચ્છા સંભળાવી. Page #118 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય ઽ ૧૦૫ ક્ષણભર બધા વિચારમાં પડી ગયા : આવી રણસંગ્રામની ભૂમિ ઉપર સાધુ ક્યાંથી મળી શકે ? પણ હવે વિચાર કર્યું કામ સરવાનું ન હતું. કોઈક યુક્તિ જ અજમાવવી જરૂરી હતી. એટલે મંડલેશ્વરોએ એક યુદ્ધસેવકને સાધુનો વેષ પહેરાવી, નકલી સાધુ બનાવી, મંત્રીશ્વર આગળ ઊભો કર્યો અને મુનિરાજ પધાર્યાની વાત મંત્રીશ્વરને કહી. મંત્રીશ્વરે પોતાની સમગ્ર શક્તિ એકત્રિત કરી પોતાનાં નેત્રો ઉઘાડ્યાં અને મુનિરાજનાં દર્શન કરી લીધાં. મુનિરાજે પણ મંત્રીશ્વર ઉપર ધર્મલાભની અમી વર્ષાવી તેમને શાંત કર્યા. સેવકે આબાદ વેષ ભજવ્યો ! મંત્રીશ્વરની અંતિમ ઇચ્છા પૂરી થઈ. એમનું દિલ શાંતિ અનુભવી રહ્યું. અને હવે કોઈ વાસના બાકી રહી ન હોય એમ, મંત્રીશ્વરની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ. એમનું શરીર મુનિરાજના ચરણ આગળ પથારીમાં ઢળી પડ્યું. એમનો આત્મા સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયો. મંડલેશ્વરો અને યોદ્ધાઓ નમી રહ્યા. સ્વજનોની આંખો આંસુનો અભિષેક કરી રહી. દેવતાઓએ વિજયદ્મ બજાવ્યાં. રણવીરનું આ મૃત્યુ અમર થઈ ગયું ! ઇતિહાસના પાને આ કથા વિક્રમ સંવત ૧૨૦૯માં નોંધાઈ છે. પાટણ નગરીએ જ્યારે આ વિજયોત્સવ ઊજવ્યો ત્યારે મંત્રીશ્વર ઉદયનની છબી સૌના અંતરમાં વિલસતી હતી : રે, તું સાચો મૃત્યુંજય ! [4] પેલા નકલી સાધુએ શું કર્યું એ પણ જરા જોઈ લઈએ. મંત્રીશ્વરના દેહની અંત્યક્રિયા કરી સૌએ પાટણ તરફ પ્રયાણ કર્યું. અને નકલી સાધુ બનાવેલા પેલા યુદ્ધસેવકને વેષ ઉતારીને સાથે ચાલવા કહ્યું. પણ વેષપલટાની સાથે એનું મન પણ બદલાઈ ગયું હોય એમ તેણે મુનિવેષનો ત્યાગ કરવાનો ઇન્કાર કર્યો. આ નવા વેષે જાણે એના મનને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] રાગ અને વિરાગ કામણ કર્યું હતું. રણસંગ્રામના સેવકને આજે આત્મસંગ્રામનો રાહ ગમી ગયો હતો. તેને થયું જેનું અંતિમ દર્શન માગી લઈને મંત્રીશ્વરે અમર ધામ મેળવ્યું તે મુનિપણું સહજ રીતે મળ્યા પછી એનો ત્યાગ કરવાની ભૂલ કાં કરું ? વણમાગ્યે મળેલી આ અખૂટ સંપત્તિને હવે શા માટે તરછોડી દઉં ? જે સહજ ભાવે મળી આવ્યું છે તેનો સાચો ઉપયોગ કરી મારા આત્માનો ઉદ્ધાર કાં ન કરું ? અને તેણે મુનિવેષે જ આગળ વિહાર કર્યો. ઇતિહાસ કહે છે કે, તે મુનિવરે મહાતીર્થ ગિરનાર ઉપર જઈ અનશન સ્વીકારી પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. ધન્ય એ મુનિવરને ! Page #120 -------------------------------------------------------------------------- ________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત મનના સંસ્કાર એ મોટી વાત છે. સશક્ત અને તંદુરસ્ત શરીર એ ય એવી જ મોટી વાત છે. યૌવનના નવવસંત સમયે તન અને મન બે ય ખીલ્યાં અને ઘડાયાં તો ઘડાયાં, નહીં તો જિંદગીભર વિકારી મન અને નિર્બળ શરીરનો ભાર વેંઢાર્યા કરવાનો ! પછી તો પોતે ય પિલાયા કરવાનું અને બીજાને ય પીલ્યા કરવાના ! ૧૩ પણ જીવન-ઘડતરનો જે વખત, એ જ મન અને તનના બેકાબૂ બનવાનો વખત. અંતર કંઈ કંઈ વાસનાઓ તરફ દોડે. દેહ કંઈ કંઈ ભોગ-વિલાસો પાછળ ઘેલો બને. પોતે પોતાની જાતને સાચવવા ખબરદાર રહે તો બીજાઓ મોહની માયાજાળમાં ખેંચી જાય આવાં કામણગારાં હોય છે યૌવન વયનાં મધુ ! આવા કસોટીના વખતે જે મન અને તનનાં જતન કરી જાણે, એ જગતને જીતી જાય. ગૂર્જરભૂમિનો રાજા ભીમદેવ સોલંકી જેવો શૂરો એવો જ શાણો પુરુષ હતો, સંસ્કારી પણ એવો જ. ધર્મ અને કર્મ બંનેમાં પૂરો નિપુણ એની રાણી ઉદયમતી એ પણ પતિના કંચન જેવા જીવનની શોભા વધારે એવું નારીરત્ન. ભારે તેજસ્વી, કાબેલ અને જાજરમાન નારી. રાજબીજનું શીળું શૌર્ય એના રોમરોમમાં ધબકે. - એમનો પુત્ર તે યુવરાજ કર્ણ; ગૂર્જરપતિના સિંહાસનનો વા૨સ. એ પણ સિંહબાળ જેવો પરાક્રમી અને માતા-પિતાનું નામ શોભાવે એવો તેજસ્વી હતો. રાજા-રાણીને એના ઉપર અપાર હેત; પણ એ હેતની વર્ષા કુમારમાં કુસંસ્કારને ન ઉગાડે એની તેઓ પૂરી સાવચેતી રાખે; અને એ સંસ્કારી, સાહસી અને શૂરવીર બને એ માટે પ્રયત્નો કરતાં રહે છેવટે તો ગૂર્જરપતિનો રાજમુગુટ એને શિરે જ બિરાજવાનો હતો, અને ગૂર્જરપતિના સિંહાસનને એ જ શોભાવવાનો હતો ને ? સારો રાજા આખા દેશનું કલ્યાણ કરે. રાજા જો ખરાબ નીવડ્યો તો દેશનું નિકંદન કાઢે ! કર્ણનો ઉછેર એ ભીમદેવ અને ઉદયમતીને માટે જેમ ચિંતાનો -GA Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાગ અને વિરાગ વિષય હતો તેમ આનંદનો પણ અવસર હતો. ગૂર્જરભૂમિનો ભાવી રાજવી શક્તિશાળી અને સંસ્કારી બને એ માટે તો ભીમદેવ અને ઉદયમતી એના લગ્નનો લહાવો લેવા માટે ઉતાવળાં થયાં ન હતાં. યૌવનનું ખમીર દેહમાં પચીને જીવનને તેજસ્વી બનાવતું હોય તો લગ્ન ભલે ને થોડાં મોડાં થાય ! છેવટે તો લગ્ન લેવાનાં જ છે ને ! તે પહેલાં જેટલી શક્તિ સંઘરી લીધી તેટલી સારી. માતા-પિતાની આવી મમતા અને કાળજીભરી માવજતને લીધે કર્ણનો એક સમર્થ તેજસ્વી યુવાનરૂપે વિકાસ થયો. એનું અંગઅંગ યૌવનના વીર્યથી શોભી ઊઠ્યું. એના જીવનમાં સંસ્કારિતાની સૌરભ પ્રસરી રહી. કાળ આવ્યો અને રાજા ભીમદેવ સ્વર્ગવાસી બન્યા; અને યુવાન યુવરાજ કર્ણને ગૂર્જરપતિનું રાજતિલક કરવામાં આવ્યું. ગુજરાતની ધરતી ઉપર નવા રાજવીની આણ પ્રવર્તી રહી. રાણી ઉદયમતી, શોકના ભારને અંતરમાં સમાવી દઈને, આવી પડેલ કર્તવ્યનો માર્ગ કાપવા તૈયાર થઈ. એને તો અત્યારે બે જ વાતની સતત ચિંતા રહ્યા કરતી : ગૂર્જરરાષ્ટ્રની સત્તા નબળી ન પડે; અને ગૂર્જરભૂમિના નવા રાજવીના માર્ગમાં સંકટો ઊભાં ન થાય કે ભોગ-વિલાસની માયાવી દુનિયામાં સરી પડીને કર્તવ્યવિમુખ ન બને. આ માટે રાજમાતા ઉદયમતીની ચકોર નજર ફરતી રહેતી. વિ. સં. ૧૧૨૦નું એ વર્ષ. વસંત આવે અને આંબે મોર પ્રગટે, કોયલના ટહુકાર વનમાં અને નગરમાં રેલાવા લાગે. નવયૌવનની વસંત છૂપી ન રહે. એની સુરખી અંગ અંગ ઉપર વિલસી રહે. યૌવનનું આગમન થતાં રાજા કર્ણની કાયા સોળે કળાએ ખીલી ઊઠી હતી. વાન જુઓ તો સોના જેવો, દેહ જુઓ તો વજ્ર જેવો, એક એક અંગ ઉપર મસ્તીખોર યૌવનની ખુમારી રમતી લાગે. ચાલે તો ધરણી ધ્રૂજે, બોલે તો પર્વત કંપે અને સામો થાય તો સિંહ પણ માર્ગ મૂકી દે એવો પરાક્રમી વીર નર ! સર્વાંગસુંદર, સર્વશક્તિનો Page #122 -------------------------------------------------------------------------- ________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત D ૧૦૯ ભંડાર જાણે સાક્ષાત્ યૌવનનો અવતાર જ સમજો ! પણ હજી ય આવો નર સાવ એકલો હતો; એનું અર્ધાંગ શોધવાનું હજી બાકી હતું. પ્રજાજનોને આનું ભારે અચરજ લાગ્યા કરે. એમના અંતરમાં તો પોતાના નવા રાજવીનાં લગ્નના લહાવા લેવાનો ઉમંગ ભરતીએ ચડ્યો હતો. રાજમાતાને પણ થતું હતું કે હવે સમય પાકી ગયો છે. મહામંત્રી મુંજાલ પણ કર્ણદેવનાં લગ્નની મંગલ ઘડીની હવે રાહ જોવા લાગ્યા હતા. પણ આવા સિંહપુરુષને અનુરૂપ કન્યારત્ન શોધવું ક્યાંથી ? અને રાજા કર્ણને તો હજી ય જાણે લગ્નની કશી ખેવના જ ન હતી. એ તો ગૂર્જરભૂમિના રક્ષણમાં અને ગૂર્જરપ્રજાના ક્ષેમકુશળમાં પોતાનું મન પરોવીને સ્વસ્થ અને મસ્ત હતો. પણ રાજા કર્ણ ભલે લગ્ન માટે બેપરવા હોય, વિધાતા કંઈ હાથ જોડીને બેસી રહ્યો ન હતો. એક દિવસ કર્ણાટ દેશના રાજા જયકેશીનો ચિતારો ગૂર્જરપતિની રાજસભામાં આવ્યો. એણે પોતાની અદ્ભુત ચિત્રકળા અને મોહક વાક્છટાથી રાજા અને પ્રજાનાં મન મોહી લીધાં. થોડાક દિવસ પછી, વખત પારખીને, એણે રાજા જયકેશીની પુત્રી રાજકુમારી મયણાદેવીના રૂપ, યૌવન, પરાક્રમ અને ગુણનું વર્ણન કરીને મહારાજા કર્ણ સાથે એના સગપણના શ્રીફળનો સ્વીકાર કરવા વિનંતી કરી. ચિતારો સાચે જ ખૂબ કુશળ અને પ્રભાવશાળી હતો. એની વાણીના જાદુએ બધાનાં અંતર વશ કરી લીધાં હતા. રાજમાતા ઉદયમતીને તો માગ્યા મેહ વર્ષ્યા જેવું થયું. મહામંત્રીને પણ થયું કે આવો યોગ્ય અવસર વારે વારે નથી આવતો. પ્રજાજનોને ય એમ જ થયું. સૌનાં અંતરમાં કર્ણાટસુંદરી મયણલ્લદેવીનું સૌંદર્યનીતરતું સુરેખ અને મોહક ચિત્ર અંકિત થઈ ગયું. આવી રૂપ-ગુણ ભરી રાજકુમારી ગૂર્જરભૂમિની રાજરાણી બને એમાં સૌને શોભા અને ગૌરવ લાગ્યાં. સોના અને હીરાનો સંયોગ કોને ન ગમે ભલા ? આ શુભ કામ જલદી કેવી રીતે પાર પડે એના જ વિચારો સૌના મનમાં રમવા લાગ્યા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦] રાગ અને વિરાગ દૂરદૂરના બે દેશ લગ્ન જેવા મીઠા-મધુર સંબંધથી એકરૂપ બને, એવો યોગ કોઈને ય જતો કરવા જેવો ન લાગ્યો. રાજા કર્ણ પણ છેવટે એક માનવી જ હતો. એનું નવયૌવન પણ નવવસંતના ઉલ્લાસ સમી અર્ધાગિનીને માટે ઝંખી રહ્યું હતું. એમાં ચિતારાની જાદુગરી, રાજમાતાની ઝંખના અને મહામંત્રી તેમજ પ્રજાજનોની ભાવના રાજાના અંતરને સ્પર્શી ગઈ. કણટિકની રાજકુમારી ગૂર્જરભૂમિની રાજરાણી બનીને ગૂર્જરપતિની હૃદયેશ્વરીરૂપે ગૂર્જરપતિના અંતઃપુરને અજવાળવા આવી પહોંચી. રાજ્યમાં અને પ્રજામાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. રાજા કર્ણના હૃદયમાં પોતાની હૃદયેશ્વરીના રૂપ અને સૌંદર્ય માટે કંઈ કંઈ કલ્પનાઓ જન્મી હતી. યુવાન રાજવી ચિતારાએ વર્ણવેલ એ રૂપનો વિચાર કરતો અને એને સ્વર્ગની અપ્સરા એનાથી ઊતરતી લાગતી. કેવું એ સૌંદર્ય હશે ! કેવાં એનાં કામણ હશે ! કેવી મનહર વાણી હશે ! કેવાં મોહન એનાં કટાક્ષ હશે ! એ યૌવનમત્ત રાજકમારી રૂપસૌંદર્યના માદક માધુર્યનો કેવો મહાસાગર હશે ! એના અંગેઅંગમાંથી માનવીને બેહોશ બનાવે એવો સૌંદર્યનો આસવ નીતરતો હશે – મયણલદેવીનો વિચાર આવતો અને રાજા કર્ણ જાણે કવિ બની જતો. એના રૂપ મધુની કલ્પનાનો જાણે એને કૅફ ચડતો. રાજવીનું યૌવન પોતાની હૃદયેશ્વરીના યૌવનનું સ્વાગત કરવા થનગની રહ્યું. રાણી મયણલદેવીનું શરીર પ્રયમિલનનો પ્રથમ રોમાંચ અનુભવી રહ્યું. વાણી જાણે થંભી ગઈ; અંતરનો સ્નેહનાદ જાગી ઊઠ્યો. કામદેવ અને રતિની શૃંગારવિલાસ-વાસના વાતાવરણમાં ચૂંટાઈ રહી. હવે તો કામદેવ અને રતિ એકરૂપ બને એટલી જ વાર ! અને પ્રિય મિલનની એ મોહક-ઉત્તેજક ઘડી પણ આવી પહોંચી. પણ, કહે છે કે, પરમ આનંદની ઘડીનું આયુષ્ય લાંબું હોતું નથી; Page #124 -------------------------------------------------------------------------- ________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત L ૧૧૧ અને ક્યારેક નજર સામેનું સત્ય, કલ્પનાના મનમોહક મહેલને જમીનદોસ્ત કરી નાખે છે. રાજમહેલનો શયનખંડ માદક ગંધથી ઊભરાતો હતો. ચોમેર શૃંગાર-સામગ્રી ઊભરાતી હતી. વિવિધ જાતનાં પુષ્પોથી ઢંકાયેલી શવ્યા તારેમઢ્યા આકાશ સમી સોહામણી લાગતી હતી. આખો ખંડ દીપમાળાઓથી ઝળાંઝળાં થઈ રહ્યો હતો. રાજા કર્ણના જીવનની આજે ધન્ય ઘડી હતી. રાજા કર્ણદેવ અને રાણી મયણલદેવીની દર્શનપ્યાસી આંખોનું તારામૈત્રક રચાયું, અને સ્નેહતરસ્યાં હૈયાંના બે જીવ મળ્યા ન મળ્યા, * અને રાણ કર્ણના અંતરમાં વજનો કડાકો થયો ? આ કર્ણાટસુંદરી ! આવી નારી મારા હૃદયની સ્વામિની બનવા આવી છે ! ન રૂપ છે, ન ઊજળો વાન છે, ન શરીરમાં નમણાશ છે, પછી મનોહારી સૌંદર્યની તો આશા જ શી રાખવી ? શ્યામળો વાન અને કદ્રુપો ઘાટ – અરૂપતાનું નર્યું પોટલું જ ! રાજા કર્ણની પોતાની અર્ધાગિનીના સૌંદર્યની કલ્પનાનો પલકમાત્રમાં ભંગાર થઈ ગયો ! એને લાગ્યું કે પોતે બરાબર ઠગાયો રોષ, હતાશા અને તિરસ્કારના આવેશમાં કર્ણ શયનખંડ તજીને ચાલતો થયો. એનું અંતર જાણે નંદવાઈ ગયું. એનું હૃદય-સિંહાસન સૂનું સૂનું થઈ ગયું. મયણલદેવી હતુચેતન બનીને રાજા કર્ણની પીઠને નિહાળી રહી. મોહક પુષ્પશપ્યા અને માદક ભોગસામગ્રી સારહીન બની ગઈ ! શયનખંડના દીપો હતાશ રાણીના દુઃખના મૂક સાક્ષી બની રહ્યા ! મયણલ્લદેવીનું જીવતર અકારું બની ગયું. સમાચાર જાણીને રાજમાતા અને મહામંત્રી મુંજાલ પણ દુઃખી દુઃખી થઈ ગયાં; પ્રજા પણ ભારે આંચકો અનુભવી રહી. દુભાયેલ રાજાનું મન કેવી રીતે બનાવવું એ કોઈને સમજાયું નહીં અને રાજા કર્ણ તો ભોગ-વિલાસ તરફથી પોતાના ચિત્તને પાછું ફેરવી લીધું હતું. પોતાનું થનગનતું યૌવન અને સૌંદર્ય તરસ્યું મન કંઈ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રાગ અને વિરાગ પણ ભૂલ ન કરી બેસે એ માટે એ સદા ય જાગ્રત અને રાજકાજમાં જ ડૂબેલો રહેતો. છતાંય યૌવન અને રાજવૈભવની જ્વાળાઓ વચ્ચે જીવનની નિર્મળતાનાં કુમળા ફૂલનું જતન કરવું સહેલું ન હતું. રાજમહેલના રંગભવનમાં હમેશાં રૂપયૌવનભરી ગુણિકાઓનાં ગાયન-નર્તન ચાલતાં રહેતાં. રાજકાજની અતિ ચિંતાના ભારથી થાકેલા રાજવી અને રાજપુરુષોનો એ વિસામો લેખાતો. એ માટે કંઈ કંઈ મોહક સ્વરકિન્નરીઓ અને માદક રૂપસુંદરીઓ આવતી અને પોતાના રૂપશણગાર અને હાવભાવની મદિરાથી સૌને બેહોશ અને બેહાલ બનાવી મૂકતી. રાજાકર્ણનું અંતર સૂનું સૂનું હતું. જીવને નિરાંત મળે એવા સ્થાન સમાં માતા ઉદયમતી અને મહામંત્રી મુંજાલ પણ આજે એને પોતાનાં નહોતાં લાગતાં. અને એનું ભાગ્ય તો અપાર વૈભવવિલાસની સામગ્રી વચ્ચે રહેવાનું હતું. કામના અને વાસનાઓના આતશને અંતરમાં સમાવવો દિવસે દિવસે મુશ્કેલ બનતો જતો હતો. યૌવનકાળ કામક્ષુધાને ઉત્તેજિત કરતો હતો. જીવન જીવનસંગિનીને માટે ઝંખતું હતું. એક દિવસ રાજવીની કામક્ષુધા અદમ્ય બની બેઠી. નૃત્ય-ગાન માટે રંગભવનમાં આવેલી એક રૂપલાવણ્યભરી ગુણિકા રાજવીના મનમાં વસી ગઈ. આજે રાજવીનું યૌવન સંયમના કોઈ સીમાડાને ગણકારવા તૈયાર ન હતું. તીવ્ર કામવાસના એના રોમરોમને સતાવી રહી હતી. એ ગુણિકાને રાજા કર્ણ પાસે હાજર થવાનો આદેશ મળ્યો. એ વાત ગુપ્તચરો દ્વારા મહામંત્રી મુંજાલ પાસે તરત જ પહોંચી ગઈ હતી. પણ આમાં, જાણે પોતે સાવ લાચાર હોય એમ, એમણે કશું જ પગલું ન ભર્યું. જાણકારોએ મન મનાવ્યું કે આવી બાબતમાં એ કરી પણ શું શકે ? ધણીનો ધણી કોણ ? અને તેમાં ય આ તો લાંબા કાળથી દબાઈ રહેલી કામવાસનાનો ઉછાળો ! એને કોણ રોકી શકે ? બંધ તોડીને Page #126 -------------------------------------------------------------------------- ________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત ૧૧૩ ઢાળ તરફ વહી નીકળેલું પૂર રોકવું રોકી શકાય એમ ન હતું. યૌવનને યૌવનનો નેહઘેલો સાદ પહોંચી ચૂક્યો હતો. તે રીતે જાણે કામદેવ અને રતિનો વિયોગ દૂર થયો. રાજા કર્ણને એ રાત અપૂર્વ સુખભરી લાગી. આકાશનો સ્વામી ઊગે અને ધરતીના સરોવરનું કમળ ન ખીલે એવું ન બને ! દિવસ ઊગ્યો; રાત્રિનો અંધકાર દૂર થવા લાગ્યો; સૂર્યદિવના પ્રકાશથી ધરતી જાણે સોનેરસી બનવા લાગી. રાજા કર્ણ જાગ્યો. સાથે સાથે એના અંતરની સંસ્કારિતા. પણ જાગી ઊઠી. કામવાસનાનો આવેગ હવે શમી ગયો હતો. ભોગ-વિલાસના આવેશનું ઝેર ઊતરી ગયું હતું. એનું અંતર હવે તો જાણે એક જ પોકાર પાડી રહ્યું હતું : મેં, ગૂર્જર પ્રજાના પાલકે આ શું કર્યું ? મારા કુળને મેં લાંછન લગાવ્યું ? આવું પાપી-કલંકિત જીવન જીવવા કરતાં તો મરણ જ સારું ! મેં મારા સંસ્કારોને, મારા ઈષ્ટદેવને અને મારા ધર્મને દગો દીધો, રાજા પોતે જ જો પાપી બને તો પ્રજાના પાપનો દોષ કેવી રીતે કાઢી શકાય ? અને એને સજા પણ કેવી રીતે કરી શકાય ? સર્યું આવા જીવનથી ! દોષનો ભાર અંતરમાં અસહ્ય બની ગયો અને રાજા કર્ણદવે ભરસભામાં પોતાના પાપનો એકરાર કરીને ધર્મગુરુઓ પાસે એનું પ્રાયશ્ચિત્ત માગ્યું ! વેશ્યા નારીના સંગનું પ્રાયશ્ચિત્ત ધર્મશાસ્ત્રોમાં ભારે આકરું કહેવામાં આવ્યું છે : પિત્તળની ધગધગતી પૂતળીને ભેટીને આ દેહને પ્રજાળી નાખવામાં આવે તો જ આવા મહાપાપના ભારથી મુક્ત થઈ શકાય. પણ રાજા કર્ણને તો પોતના મહાદોષનો ભાર એવો અસહ્ય થઈ પડ્યો હતો કે આવી શિક્ષા માટે પણ તૈયાર થઈ ગયો ! વાત સાંભળીને પ્રજામાં હાહાકાર વ્યાપી ગયો ! આવા કાબેલ અને પ્રજાવત્સલ રાજવીને આવી ઊછરતી ઉંમરે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ Dરાગ અને વિરાગ આવા કારમા કમોતના મુખમાં કેવી રીતે જવા દેવાય ? પણ એને અટકાવે પણ કોણ ? કંઈક માર્ગ શોધવા બધાએ મહામંત્રી મુંજાલને વિનંતી કરી. મુંજાલ મંત્રીએ આ વાતનો નિકાલ બીજા દિવસે રાજસભામાં કરવાનું કહ્યું. નગરજનો ભારે ઉત્સુકતા અનુભવી રહ્યાં. : બીજે દિવસે રાજસભામાં તલપૂર જગ્યા ખાલી ન હતી. ચોમેર ગંભીરતા છવાઈ હતી. શું બનશે, એથી સૌનાં દિલ ચિંતિત હતાં. કંઈ પણ ન બનવા જોગું ન બની જાય એની સૌ પ્રાર્થના કરતાં હતાં. મહામંત્રી મુંજાલે ગંભીર સ્વરે કહ્યું “ ગરવી ગૂર્જરભૂમિના પવિત્ર સિંહાસનના સ્વામી આવા ગુણિયલ, આવા પાપીભીરુ અને પાપના પ્રાયશ્ચિત્ત માટે આવા અધીરા હોય એ આ ભૂમિનું અને આપણું અહોભાગ્ય છે, ગૌ૨વ છે; આમાં રાજા અને પ્રજા બંનેનું કલ્યાણ છે. સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : મહામંત્રી અત્યારે આ શું કહેતા હતા ? મહામંત્રીએ વાત પૂરી કરતાં કહ્યું : પણ મહારાજ, આપે જે નારીનો સંગ કર્યો તે ગુણિકા નહીં પણ મહારાણી મયણાદેવી પોતે જ હતાં, તેથી આપને માથે પરનારીના સંગના પાપનો કોઈ ભાર ચડ્યો નથી. એટલે પછી આપને કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત્ત લેવાનું રહેતું જ નથી ! ” 44 ** એ જ ક્ષણે રાણી મયણાદેવીએ રાત્રે રાજા કર્ણ પાસેથી ભેટ મેળવેલી મુદ્રિકા રાજાજીના ચરણે ધરી દીધી. રાજસભા ભારે શાતા અનુભવી રહી. મહામંત્રીનું મહામંત્રીપદ વધુ યશસ્વી બન્યું. તે દિવસે રાજા કર્ણદેવના મયણલ્લદેવી સાથેના સુખી દામ્પત્યનો જન્મ થયો ! Page #128 -------------------------------------------------------------------------- ________________ ડ સહસ્ત્રલિંગનું તર્પણ મૂછનો દોરો તો હજુ ફૂટું ફૂટું થઈ રહ્યો હતો, પણ રોમરોમમાં સાહસ, શૂરાતન અને પરાક્રમની તેજરેખાઓ ચમકારા કરવા લાગી હતી. યૌવનને ઉંબરે ઊભેલા પુરુષનું પુરુષાતન જાણે આભ-પાતાળ એક કરવા તલસી રહ્યું હતું. ગૂર્જર સામ્રાજ્યના યુવરાજ જયસિંહને કોઈ ભય સતાવી શકતો ન હતો; કોઈની શેહ-શરમ પાછો પાડી શકતી ન હતી; કોઈનું તેજ આંજી શકતું ન હતું. જાણે એ સિંહનું શૂરાતન અને સૂરજનું તેજ લઈને જન્મ્યો હતો, અને ધાર્યો વિજય મેળવવાનું બળ એના અંગ અંગમાં ઊભરાતું હતું. રાજમાતા મયણલદેવી યૌવનથી તરવરતા પોતાના પુત્રને જોતાં અને એમનું અંતર આનંદથી ઊભરાઈ જતું. શુક્લ પક્ષના ચંદ્રની જેમ, રાજકુમાર જયસિંહનું તેજ, બળ અને પરાક્રમ વિકસતું જોઈને રાજમાતા પોતાના જીવનને ધન્ય માનતાં, પોતાના દુઃખના દિવસોને જાણે મધુર સ્મૃતિરૂપે માણતાં અને પોતાના ઈષ્ટદેવનો પાડ માનતાં : ધન્ય પ્રભુ ! ધન્ય ! ભલી કરી કરુણા આ દાસી ઉપર ! ગૂર્જરપતિનું સિંહાસન હવે થોડા જ વખતમાં સમર્થ સમ્રાટના હાથમાં સોંપી શકાશે અને પોતાનો કર્તવ્યભાર હળવો થશે, એ વિચારથી મયણલદેવી ભારે આહ્વાદ અને શાતા અનુભવી રહેતાં, કુમાર જયસિંહના આવા ઉછેર અને વિકાસમાં એમને પોતાનું માતૃપદ કૃતાર્થ થયું લાગતું ! ગૂર્જરપતિ મહારાજ કદિવ સોલંકી કૈલાસવાસી થયા ત્યારે રાજકુમાર જયસિંહની ઉંમર ભાગ્યે જ એક દસકો વટાવી શકી હતી અને ગૂર્જર સામ્રાજ્યના વિરોધીઓ તો રાજ્યની સામે માથું ઊંચકવાનું અને, આકડેથી મધ ઉતારી લેવાની જેમ, પોતાનો સ્વાર્થ સહેલાઈથી સાધી શકાય એવી તકની કાગના ડોળે રાહ જોતા હતા. પળવાર તો સૌને લાગ્યું કે, આ ગૂર્જર સામ્રાજ્ય પડ્યું કે પડશે ! પણ ગૂર્જર સામ્રાજ્યના પાયામાં તો મૂળરાજ સોલંકી જેવા પુરુષની રાજભક્તિ અને પ્રજાભક્તિનું ગજવેલ નંખાયેલું હતું. શાણાં અને ચતુર રાજમાતા, શાણા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧દBરાગ અને વિરાગ અને શૂરવીર મંત્રીઓ અને શાણા અને દેશભક્ત પ્રજાજનોએ સામ્રાજ્યને ઊની આંચ સરખી આવવા ન દીધી અને વિરોધીઓના વિરોધને ઊગતો જ ડામી દીધો ! અને હવે ? હવે તો યુવરાજ જયસિંહ, મધ્યાહ્નના સૂરજની જેમ, સોળે કળાએ પોતાની શક્તિનો પ્રભાવ વિસ્તારી રહ્યો હતો. એના રોમરોમમાં માતા અને માતૃભૂમિ પ્રત્યેની અપાર ભક્તિ ઊભરાતી હતી. અને એ માટે એ પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા તલસી રહ્યો હતો. હવે એનો રાજ્યાભિષેક થાય એટલી જ વાર હતી. સૌ એ મંગલ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. અને એ પુણ્યઘડી પણ આવી પહોંચી. યુવરાજ જયસિંહનો ગૂર્જરપતિના સિંહાસને રાજ્યાભિષેક કરવાનો દિવસ નક્કી થઈ ગયો. આથી રાજ્યભરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. કુમાર જયસિંહે એ વખતે જાહેર કર્યું : “ અમારા રાજ્યાભિષેક પહેલાં અમે એક એવું પવિત્ર કાર્ય કરવા ઇચ્છીએ છીએ કે જેથી અમે અમારા પરમ ઉપકારી માતા-પિતા, ગૂર્જર સામ્રાજ્યના ઈષ્ટદેવ પરમ માહેશ્વર ભગવાન શંકર અને ગૂર્જર રાષ્ટ્રના સર્વસ્વ સમા પ્રજાજનોની ભક્તિ કરી શકીએ. આ ભક્તિની ભાગીરથીમાં સ્નાન કર્યા પછી જ અમે રાજ્યાભિષેકના સાચા અધિકારી બની શકીશું ! આ માટે અમે અણહિલપુર પાટણની નજીકમાં એક વિશાળ સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ સરોવરના ચારે કિનારે એક હજાર જેટલાં વિશાળ મંદિરો અને નાની નાની દેવકુલિકાઓ રચાવીને એમાં ભગવાન શંકરના લિંગ પધરાવવામાં આવશે. અને પ્રત્યેક મંદિર અને દેરીમાં અમારાં માતા-પિતાની મૂર્તિઓ ખડી કરવામાં આવશે. આ સરોવર ગૂર્જર પ્રજાજનો માટે શાંતિ, યાત્રા અને સહેલગાહનું ધામ બને એવી અમારી ઝંખના છે. ” યુવરાજ જયસિંહની આ જાહેરાતમાં રાજમાતા, મંત્રીઓ અને પ્રજાજનોએ પોતાના ભાવિ સમ્રાટની શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી-સંગમનાં સુભગ દર્શન કર્યા Page #130 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૧૭ અને શુભ દિવસે, શુભ ચોઘડિયે, રાજકુમાર જયસિંહને હાથે, એ સરોવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રજાજનોએ એને સહસ્ત્રલિંગ સરોવર તરીકે વધાવી લઈને એનો જયજયકાર બોલાવ્યો. એ જ દિવસે, બીજા શુભ ચોઘડિયે, યુવરાજ જયસિંહનો ગૂર્જરસમ્રાટ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. જયસિંહની ઊછરતી ઉંમરની જ સિદ્ધિઓથી પ્રભાવિત થયેલી પ્રજાએ એને સિદ્ધરાજ તરીકે બિરદાવ્યો અને મેં મહારાજા સિદ્ધરાજ જયસિંહનો જય 'ના નાદોથી એ અવસરને વધાવી લીધો. સહસ્રલિંગ સરોવરનું કામ ઝડપથી પૂરું થાય એવી સમ્રાટ જયસિંહદેવની ઝંખના હતી. રાજ્યના ખજાનાનાં દ્વાર એ માટે ખુલ્લાં થઈ ગયાં હતાં અને હજારો હાથ કામે લાગી ગયા હતા. કળાકારો, કારીગરો. અને મજૂરોનો અજબ મેળ ત્યાં સધાયો હતો. સૌ જાણે ભક્તિનું ભાતું લઈને કામે લાગ્યા હતા, દિલચોરી કોઈને ખપતી ન હતી ! જોતજોતામાં સરોવર તૈયાર થઈ ગયું. સરોવરનું જળ સદા ય બિલોરી કાચ જેવું સ્વચ્છ રહે એ માટે સરોવરની પાસે જ એક વિશાળ અને ઊંડું તળાવ રચવામાં આવ્યું. એ તળાવમાં કરીને નિર્મળ થયેલું પાણી જ સરોવરમાં આવે એવી ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. સરોવરનો કિનારો નયનમનોહર દેવમંદિરો અને નાની નમણી-રૂપાળી દેરીઓથી સ્વર્ગના ઉદ્યાનની જેમ શોભી ઊઠ્યો. મંદિરે મંદિરે રાજપિતા કદિવ અને રાજમાતા મીનળદેવીની મૂર્તિઓ જાણે દેવભક્તિનો સંદેશો સંભળાવતી હતી. પાટણના પાદરની એ વેરાન ધરતી કોઈ પવિત્ર તીર્થધામનું ગૌરવ અનુભવી રહી, જંગલમાં મંગલ રચાઈ ગયું. અને એક પવિત્ર દિવસે, એક હજાર શિવલિંગોને સમાવતાં એ નાનાં-મોટાં મંદિરોની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરે મંદિરે સોનાના કળશ ઝળહળી ઊઠ્યા. શિખર ઉપર લહેરાતી ધજાઓ જાણે મહાદેવની શક્તિની અને સિદ્ધરાજની ભક્તિની કીર્તિપતાકા લહેરાવી રહી. વાતાવરણ મધુર-ગંભીર ઘંટનાદોથી ગુંજી ઊઠ્યું. Jain ication International Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રાગ અને વિરાગ પાસેના તળાવમાં નીતરેલું નિર્મળ પાણી સહસ્રલિંગ સરોવરમાં વહેતું મૂકીને એ મનમોહક સરોવરનું પણ મંગલ મુહૂર્ત કરવામાં આવ્યું. ખળભળ કરતું પાણી સરોવરના ચારે ખૂણાની સૂકી ધરતીમાં ઊભરાવવા લાગ્યું, સૌને થયું : હમણાં સરોવર સાગર બની ગયું સમજો ! મહારાજ જયસિંહ સિદ્ધરાજની કામના સફળ થઈ. પ્રજામાં આનંદ પ્રવર્તી રહ્યો. પણ અરે, આ શું ? સવારે જળથી ભર્યું ભર્યું લાગતું સહસ્રલિંગ સરોવર બપોર થતાં થતાંમાં તો સાવ ખાલી થઈ ગયું જાણે, જળ તરસ્યું વૈશાખ માસનું વિશાળ ખેતર જ જોઈ લ્યો ! -- ભલા, આ શો ગજબ થઈ ગયો ? આટલું બધું જળ આટલી વારમાં ક્યાં સમાઈ ગયું ? શું પૃથ્વીનું પડ કાણું થઈ ગયું કે પાતાળલોકનો કોઈ તરસ્યો દાનવ આ બધું પાણી સ્વાહા કરી ગયો ! લોકોના અચંબાનો પાર ન રહ્યો. આ વાત સિદ્ધરાજને કાને પહોંચી. એમણે તપાસ કરાવી. વાત સાવ સાચી હતી : સરોવરનું પાણી સાચેસાચ સાવ શોષાઈ ગયું હતું. સમ્રાટની ચિંતા અને જિજ્ઞાસા વધી ગઈ. એ અધીર બનીને સરોવ૨ની પાળે જઈ પહોંચ્યા; જોયું તો સરોવરમાં ક્યાંય પાણીનું ટીપું ય ન મળે ! જ્યાં નજર પડે ત્યાં ખાલી મેદાન જ મેદાન ! સમ્રાટે મન વાળ્યું અને મંત્રીએ પણ કહ્યું; “ આ ધરતી ઘણા વખતના તાપથી તપેલી અને સૂકી; એને પાણીનો પહેલો યોગ મળ્યો; સંભવ છે, ધરતીનો અંદરનો તાપ જળને શોષી ગયો હોય. એમાં ફરી પાણી ભરો અને પછી નક્કી કરો.” સરોવરમાં તળાવમાંથી ફરી પાણી છોડવામાં આવ્યું. થોડી વા૨માં સરોવર પાણીથી છલકાઈ ઊઠ્યું. પણ દિવસ આથમતાં આથમતાં તો ફરી પાછું પાણી અલોપ થઈ ગયું અને માત્ર સૂકું મેદાન જ Page #132 -------------------------------------------------------------------------- ________________ સહસ્રલિંગનું તર્પણ D ૧૧૯ ત્યાં રહ્યું ! રાજા અને પ્રધાન વિમાસી રહ્યા ઃ આ તે કેવું કૌતુક કહેવાય ! આટલું બધું પાણી આટલી વારમાં ક્યાં અદૃશ્ય થઈ જતું હશે ? ભયંકર યુદ્ધો અને જીવલેણ મુસીબતોમાં પણ સ્થિર રહેનારું સિદ્ધરાજનું મન આ ઘટનાથી બેચેન બની ગયું. એને જાણે એ સરોવરના પાણીની સાથે સાથે પોતાની ભાવના શોષાઈ જતી લાગી ! આમાં ખામી ક્યાં હશે, કોની હશે, કેવી હશે, એ કેવી રીતે દૂર થઈ શકશે ? - બસ, સમ્રાટનું ચિત્ત તો રાત-દિવસ આના જ વિચારોમાં અટવાયેલું રહેવા લાગ્યું. એનાં સુખ-ચેન જાણે હરાઈ ગયાં ! પણ એનો ઉપાય શો ? મંત્રીઓ, અધિકારીઓ અને મુખ્ય નગરજનો એની જ શોધમાં લાગી ગયા. ધરતીના નિષ્ણાતોની સલાહ લેવામાં આવી; પણ એ કશો ઉપાય ન બતાવી શક્યા ! સ્વર્ગના સરોવર સમું આવું સુંદર સરોવર રચનારાઓની બુદ્ધિ પણ જાણે બહેર મારી ગઈ ! સરોવરમાં પાણી ટકી રહે એવો એકે ઉપાય હાથ ન લાગ્યો. બધી દોડધામ અને મહેનત એળે ગઈ ! જેમ જેમ વખત વીતતો ગયો, તેમ તેમ સિદ્ધરાજની ચિંતાને અધીરાઈ વધતી ગઈ. હવે તો એને આમાં કંઈક અમંગળનાં એંધાણની શંકા પણ થવા લાગી : ધરતી જેવી ધરતી આટલા બધા પાણીને શોષી જાય એનો અર્થ શું ? સમ્રાટને તો એવો પણ વહેમ ગયો ઃ આમાં કોઈ જતિ-સતીની લાગણી દુભાઈ હોય અને એની દુભાયેલી લાગણી કોઈક શ્રાપ આપી બેઠી હોય, એવું તો કંઈ આમાં નહીં બન્યું હોય ? પણ એ વહેમનો જવાબ કોણ આપે ? અને સરોવરમાં પાણી ટકતું ન હતું એ તો દીવા જેવું સત્ય હતું. આનો કંઈક ઉપાય તો કરવો જ ઘટે; પણ એ ઉપાય ક્યાંથી શોધવો ? અક્કલ-હોશિયારી કોઈ ઉપાય શોધી ન શકી, એટલે છેવટે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦p રાગ અને વિરાગ શાસ્ત્રો અને શાસ્ત્રના જાણકારોનું શરણું લેવામાં આવ્યું. મંત્રવાદીઓ મંત્રો ભણી ચૂક્યા; તંત્રવાદીઓએ કંઈ કંઈ પ્રયોગો કર્યા યંત્રોના નિષ્ણાતોએ કંઈ કંઈ યંત્રોની આરાધના કરી; પણ પરિણામ કંઈ ન આવ્યું. સૌની વિમાસણ વધી ગઈ. છેવટે સમ્રાટ, પ્રધાનો અને લોકોએ માની લીધું કે, હવે આ સરોવર નકામું જવાનું ! અને છતાં ઉપાય શોધવાનું તો ચાલુ જ હતું. એક દિવસ એક મોટા તપેસરી જોગીએ પાટણના પાદરમાં પડાવ નાખ્યો. મોટા મોટા મહંતને કે મંડલેશ્વરને ય મહાત કરે એવો એનો ઠાઠમાઠ અને રસાલો હતો. એમાં હાથીઓ ય હતા, ઊંટો ય હતા અને પાયદળ પણ સારું હતું. લોકો એને સિદ્ધ પુરુષ કહેતાં. ભલભલા સાધકો અને શૂરાઓ જે કામ ન કરી શકે એ કામ સહેજમાં કરી આપવાની અદ્ભુત સિદ્ધિ એની પાસે હતી, એમ લોકોમાં કહેવાતું. મહારાજા સિદ્ધરાજ એ જોગીનાં દર્શને ગયા. યોગીનું તેજ જોઈને જયસિંહદેવે એમને સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી નહીં ટકતું હોવાનું કારણ, અને એ કારણના નિવારણનો ઉપાય પૂછ્યો. યોગીએ પળવાર સમાધિ લગાવીને કહ્યું : “ મહારાજ, આ ધરતી ઉપર કોઈના શાપ પડેલા છે. એ શ્રાપના નિવારણ માટે એ ધરતી માનવીના રુધિરનું પાન માગે છે. એ ધરતીને કોઈ બત્રીસલક્ષણા માનવીનો ભોગ આપો ! અને પછી જુઓ કે, આની આ જ ધરતી પાણીથી કેવી છલકાઈ જાય છે !” પળવાર તો સમ્રાટ વિમાસણમાં પડી ગયો : જીવતા માનવીનો ભોગ આપવો ? એ તે કેવી રીતે બને ? અને એવો માનવી મળે પણ ક્યાંથી ? વળી એના ઉપર પણ જુલમ કેવી રીતે વરસાવાય ? ન બને એવી આ વાત છે ? પણ બીજી જ પળે પોતાના મનના મનોરથ સમું એ મનમોહક સરોવર એના અંતર ઉપર રમી રહ્યું અને એની સૂકી સૂકી ધરતીની યાદ એના ચિત્તને બેચેન બનાવી રહી. સમ્રાટે સંકલ્પ કર્યો : થવાનું હોય તે Page #134 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૧ થાય, સરોવરની શાપિત ધરતીને બત્રીસલક્ષણાનો ભોગ આપવો જ આપવો ! આ તો માત્ર એક જ બલિદાનની વાત છે, અને તે પણ લોકકલ્યાણને માટે ! જયભર્યું સહસ્ત્રલિંગ સરોવર કેટકેટલા લોકોનો ઉપકાર કરશે ! અરે, એ તો તીર્થયાત્રાની ભૂમિ બનીને કંઈકના મનનો મેલ પણ સાફ કરી દેશે ! આવા મહાન કાર્ય માટે એક માનવીનું બલિદાન શી વિસાતમાં ! યુદ્ધમાં હજારો માનવીઓ જોતજોતામાં યમરાજના મહેમાન બની જાય છે, તો અહીં તો ફક્ત એક જ માનવીના ભોગની જરૂર છે. સિદ્ધ જોગીની વાત સમ્રાટના મનમાં વસી ગઈ. મહેલે આવીને એમણે પ્રધાનને આવા બત્રીસલક્ષણા માણસને શોધી લાવવાની આજ્ઞા કરી. વાત આખા અણહિલપુરમાં ફેલાઈ ગઈ. પટ્ટણીઓ અને ગૂર્જરભૂમિના વસનારાઓ યુદ્ધોથી બહુ ટેવાયેલા હતા, અને સ્વમાન અને સ્વદેશને ખાતર ખાંડાના ખેલ ખેલીને દુશ્મનોનો જાન લેવામાં અને વખત આવે પોતાના પ્રાણ ન્યોછાવર કરવામાં ય તે પાછી પાની કરે એવા ન હતા. રણસંગ્રામમાં હજારો માનવીઓનો સંહાર અને રુધિરની સરિતાઓ એમણે સગી આંખે નિહાળ્યાં હતાં. પણ માનવી જેવા માનવીનું એના કોઈ પણ જાતના વાંક-ગુના વગર, ઠંડે કલેજે, લેવાતું બલિદાન એમના ગળે કોઈ રીતે ઊતરતું ન હતું. આખી પ્રજામાં આ સમાચારથી એક પ્રકારનો હાહાકાર પ્રવર્તી ગયો : કેવું ગોઝારું આ કૃત્ય ! ' સમ્રાટ જયસિંહ પણ આવી વેદના અને તિરસ્કારભરી લોકલાગણીથી કંઈ સાવ અસ્કૃષ્ટ રહી શક્યા ન હતા. વળી એમનો કુળ-સંસ્કાર પણ આવી ઠંડી કૂરતા સામે મનમાં જાણે દર્દ અને બેચેની જગવતો હતો. એમણે પણ મનમાં એવી લાગણી થઈ આવતી કે એક નિર્દોષ માનવીનું આવું ક્રૂર અને કરુણ બલિદાન નિવારી શકાય તો કેવું સારું ! સમ્રાટના અંતરમાં જાણે કરુણા અને ક્રૂરતાનું દ્વન્દ્ર જાગ્યું હતું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૨ાગ અને વિરાગ પણ સહસ્રલિંગ સરોવરની નિષ્ફળતાના વિચારે સમ્રાટને પરવશ બનાવી દીધો હતો. અને આવું અકાર્ય પડતું મૂકવાની મંત્રીઓની પ્રાર્થના પણ કાને ધરવા એ તૈયાર ન હતો. એટલે બલિદાન માટે ચોમેર બત્રીસલક્ષણા માનવીની શોધ થવા લાગી. રાજકર્મચારીઓ એ માટે ધરતી ને આભ એક કરીને પાટણ નગરનો ખૂણેખૂણો શોધવામાં લાગી ગયા હતા. એક દિવસ એક નવજુવાન એમની નજરમાં વસી ગયોઃ આ રહ્યો બત્રીસલક્ષણો માનવી ! તરત જ સમ્રાટને અને મહામંત્રીને એની ખબર કરવામાં આવી. જમદૂત જેવા રાજદૂતો રાજઆજ્ઞા લઈને એ યુવાનનું માગું કરવા એના ઘરને ઘેરી વળ્યા ! મોટા માનવીઓની હવેલીઓમાંથી બત્રીસલક્ષણાને બલિદાન આપવા માટે શોધી કે પકડી લાવવાનું બાપડા રાજકર્મચારીઓનું શું ગજું ! એ તો શોધી લાવ્યા હતા નગર બહારના મેતરવાસના એક છોકરાને ! ગરીબનું નસીબ ગરીબ તે આનું નામ ! હાવો મેતર મેતરવાસનો વડો હતો. એના છોકરા માયાને પકડી જવા રાજદૂતો એના ઘેર પહોંચી ગયા અને સહસ્રલિંગ સરોવરમાં ભોગ આપવા માટે માયાને સોંપી દેવાની રાજઆજ્ઞા સંભળાવી રહ્યા ! હાવાને ત્યાં તો લોહીનાં આંધણ મુકાઈ ગયાં; ઘર આખું રો-કકળમાં ભાન-સાન ખોઈ બેઠું. હસતા-ખેલતા માયાને જીવતે જીવ આવું મોતનું તેડું આવ્યું જાણીને એનાં માતા-પિતા, ભાઈ-ભગિની અને સગાંવહાલાંની લાગણીના બંધ છૂટી ગયા. આખા ઘરમાં કોઈ કોઈને છાનું રાખે એવું ન રહ્યું ! સૌને થયું; ભગવાનનો આ તો કેવો કોપ ! આવા મોત માટે સગો દીકરો, સગે હાથે, શેં સોંપી શકાય ભલે ને પછી એને માગનાર રાજા પોતે કેમ ન હોય ? દીકરા સહુને સરખા વહાલા શું અમીરને કે શું ગરીબને ! માયાની માતાની વેદનાનો કોઈ પાર ન હતો. એ તો વારે વારે પેલા સિદ્ધ યોગીને, સમ્રાટ સિદ્ધરાજને અને રાજતોને ગાળો આપતી હતી — Page #136 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૩ અને કહેતી “ આપવું જ હોય તો મૂવા !” આપે ને એમના પોતાના જણ્યાનું બલિદાન ! અમારા રાંકના રતનને શા માટે રોળવા ઊભા થયા છે ? ” પ્રધાને એને સમજાવી ? " બાઈ, તું માગે એટલું ધન તને આપીએ. તું જરા ધીરજ રાખ, અને શાંતિથી દીકરાને લઈ જવા દે !" માયાની માતા જાણે રણચંડી સ્વરૂપ બની ગઈ. એણે કહ્યું : “તમે જ ધન લઈને તમારા દીકરાને આપી દો ને ! દીકરો મર્યા પછી એ ધન શા કામનું ? મારા દીકરાને ભરખી જવા તમે શા માટે રાક્ષસ બન્યા છો ? ” અને બાઈ દુખના આવેગમાં મૂછિત થઈ ગઈ અને રાજપૂતો માયાને રાજદરબારમાં લઈ ગયા. પછી પ્રધાને હાવા મેતરને સમજાવ્યો : “ જો ભાઈ, આમાં તો આપણા રાજાજીની ય લાચારી છે. એમનું ચાલ્યું હોત તો એ આવું કામ કરવા ક્યારે ય તૈયાર ન થાત. તમે સમજીને માયાને નહિ આપો તો રાજ્ય બળજબરીથી એને લઈ જશે. એના બદલામાં એનું નામ અમર રહી જાય એવું ચાહે તે કંઈક માગી લ્યો ! હવે વધુ વખત કાઢશો તો અમારે નકામાં સખત થવું પડશે.” વૃદ્ધ હોવાનું મન કોઈ રીતે માને નહિ. આ રીતે સગે હાથે દીકરાને કમોતના મોંમાં કેવી રીતે મોકલી દેવાય ? છેવટે એણે મેતરોને બોલાવીને સલાહ લીધી. પણ આવા જીવસટોસટના ગંભીર મામલામાં કોણ શી સલાહ આપે ? માયાને બચાવી લેવાની તો હવે કોઈ આશા ન હતી, પણ માયાના મોતના બદલામાં નાતનું કંઈક ભલું થતું હોય તો સારું, એમ વિચારીને, મનને કઠણ કરીને, રોતાં રોતાં હાવાએ કહ્યું : “ધણીનો કોણ ધણી ? જો તમને માયાનો જીવ જ જોઈતો હોય તો, એના બદલામાં અમારા મેતર લોકો ઉપર રાજ્ય તરફથી તથા ઊજળા લોકો તરફથી જુલમ થાય તે બંધ કરો, અને વગડાને બદલે ગામના પાદરમાં વસવાની રજા આપો; માથે રૂમાલને બદલે પાઘડી બાંધવાની રજા આપો; અમારે ડોકમાં કૂલડી બાંધવી પડે તે, અને પીઠ ઉપર સાબરનું શીંગડું લટકાવવું પડે છે, એ બંધ કરાવો – Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] રાગ અને વિરાગ આટલું રાજ્ય કરશે તો અમે માનીશું કે અમારા માયાએ અમારા માટે આપેલો પોતાના જીવનો ભોગ સફળ થયો છે.” મહારાજાએ હાવા મહેતરની બધી માગણી તરત જ મંજૂર રાખી; એમને તો કોઈ પણ રીતે આ વાત જલદી પતાવી દેવી હતી. એમના અંતરમાં પણ ઊંડે ઊંડે બેચેનીનો આતશ પ્રજ્વલી રહ્યો હતો. એનાથી જેટલા જલદી છૂટાય એટલું સારું ! માયાનું કમભાગ્ય નક્કી થઈ ગયું ! એ બાપડો જીવતા કમોતની પ્રતીક્ષા કરી રહ્યો ! માયાને મઘમઘતાં સુંદર ફૂલોના હાર પહેરાવ્યા છે. એના કપાળે કંકુનું તિલક કરેલું છે. જાતજાતનાં વસ્ત્રો અને આભૂષણો એની કાયાને શોભાવી રહ્યાં છે. અને આ રીતે શણગારીને એને સરોવરની વચ્ચોવચ્ચ બેસાડ્યો છે. સામે મેવા-મીઠાઈથી ભર્યા ભય થાળ પડ્યા છે. અને રાજકર્મચારી અને જે ખાવું હોય એ છૂટ હોવાનું કહીને મનગમતું ખાવા સમજાવે છે. અને એની પાસે જ જલ્લાદ ઉઘાડી તલવારે પોતાનું કામ પતાવવા ખડો છે – આજ્ઞા થાય એટલી જ વાર છે ! ભલે લાખેણી ખાવાની ચીજો સામે પડી હોય, પણ મોતના ભયની સામે ખાવાનું કોને ગમે ? બિચારો માયો તો કંઈ રુવે છે, કંઈ રુવે છે. પથ્થરને ય પિગળાવી નાંખે એવી કરુણતા એના રુદનમાંથી વહેવા લાગી છે. ચારે કાંઠે ઊભેલા પ્રજાજનો આ દૃશ્ય જોઈ શકતા નથી; એમની આંખો ય આંસુભીની બનીને બિડાઈ જાય છે. રાજા અને મહામંત્રી પણ, અણીની પળે ઢીલા ન થઈ જવાય એ માટે, મહામહેનતે, પોતાના મનને મક્કમ રાખવા મથી રહ્યા છે – છેવટે તો એ ય કાળા માથાના માનવી જ છે ને ! અને છોકરાનું રુદન તો જાણે આભ-ધરતીને ય રુદન કરાવે એવું કારમું વહી રહ્યું છે ! Page #138 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૫ પણ એ રુદનને શાંત પાડે અને છોકરાનો જીવ બચાવે એવા કરુણાના સાગર આજે અહીં કોઈ નથી ! છોકરો મોતના ભયમાં પણ ભગવાનનું સ્મરણ કરી રહ્યો છે. બધાંને થાય છે કે છોકરાનું આક્રંદ ક્યાંક બ્રહ્માંડને ડોલાવી ન મૂકે ! પણ હવે વાટ જોવાને વખત નથી. મંત્રશાસ્ત્રીઓએ મંત્રોચ્ચાર પૂરા કર્યા. બલિદાનના બત્રીસલક્ષણાને છેલ્લી વાર અક્ષત, કંકુ અને ફૂલોથી વધાવી લેવામાં આવ્યો. અને જલ્લાદને એનું કામ પતાવવા સંકેત પણ મળી ગયો. જલ્લાદનું ખગ હવામાં ચમકી રહ્યું. પળની જ વાર અને આંખના પલકારમાં બધો ખેલ ખલાસ ! માયાનો દેહ પડ્યો જ સમજો ! પ્રેક્ષકગણનાં હૈયાં થંભી ગયાં. સૌએ આંખો બંધ કરી દીધી. જલ્લાદની તલવાર માયાની ગરદન પર આ પડી જ ! અને માયાએ આકાશને ચીરતી ભયંકર ચીસ પાડી ! સૌ સમજ્યાં કે બત્રીસલક્ષણાની એ છેલ્લી મરણચીસ ! પણ બીજી જ પળે સૌએ જોયું કે, માયા બલિદાનની વેદી પાસેથી, જલ્લાદની તલવારના ઘાને ચુકાવીને, જોરથી નાસી રહ્યો છે – મોતથી બચવા ભલા કોણ ન નાસે ? અને મૂઠીઓ વાળીને નાસતો માયો, એક પથ્થરની શિલા સાથે અથડાઈને, બેભાન બની ગયો. એનું માથું શિલા સાથે જોરથી અથડાયું અને એમાંથી લોહી વહી નીકળ્યું. સહસ્ત્રલિંગ સરોવરની ધરતી બત્રીસલક્ષણાના એ રુધિરથી ભીની બની ગઈ – માયાના રક્ત જાણે એ ધરતીને કંકુવર્ણ તિલક કર્યું ! - પેલા સિદ્ધ યોગીએ આપેલ સૂચના પ્રમાણે બત્રીસલક્ષણાના ભોગની પળે જ તળાવમાંથી પાણી સરોવરમાં વહેતું કરવાનું હતું. જલ્લાદની તલવારને હવામાં વીંઝાતી જોઈને રાજ્યના અધિકારીએ, સંકેત પ્રમાણે, તળાવમાંથી પાણી સરોવરમાં વહેતું કર્યું. માયાના રુધિરના તિલકની સાથે જ સરોવરમાં પાણી ભરાવા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રાગ અને વિરાગ લાગ્યું.. - સમ્રાટ સિદ્ધરાજે જાહેર કર્યું : “ સહસ્ત્રલિંગ સરોવરની ધરતીને તર્પણ મળી ગયું છે ! હવે એ નિર્દોષ છોકરાનો વધ કરવાની જરૂર નથી. " જાણે કરુણાસાગર ભગવાને માયાની પ્રાર્થના વેળાસર સાંભળી ! રાજા અને પ્રજા, સૌની આબરૂ સચવાઈ ગઈ ! અને એક નિર્દોષ જીવની હત્યાના પાપથી ગૂર્જરપતિ અને એની ધરતી બચી ગયાં. મહારાજા જયસિંહ સિદ્ધરાજનું અંતર ભારે શાતા અનુભવી રહ્યું. માયાના નામે થયેલો જ્ઞાતિનો ઉદ્ધાર અમર બની ગયો. નગરમાં સર્વત્ર આનંદ-ઉત્સવ પ્રવર્તી રહ્યો. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એક તેજસ્વી યુવાન ! મૂછનો દોરો તો હજુ ફૂટું ફૂટું થઈ રહ્યો છે; ઉંમર તો હજી માંડ સોળ-સત્તર વર્ષની; પણ જોયો હોય તો જાણે વીર જોદ્ધો જ લાગે; એવી કસાયેલી કાયા ! કલ્યાણગામી દાંપત્ય એ ચાલે તો ધરતી ધ્રૂજે અને બોલે તો વિધાતાના વજ્રલેખ આલેખાય ! એનો રૂપાળો ચહેરો જાણે ગંભીરતાનું મંદિર. વગર જોઈતું એ બોલે નહીં, નકામી દોડાદોડ કરે નહીં; અને કામ પડ્યું કે વગર બોલાવ્યે હાજર જ હોય ! લીધું કામ પૂરું કરે ત્યાં જ એને શાંતિ વળે ! મા-બાપે વિનય પણ એવો શીખવેલો કે કદી કોઈનું બહુમાન કરવાનું ચૂકે નહીં; પણ કોઈ અજુગતી વાત કરે તો એ જરા ય સાંખી ન લે; તરત જ સાચો જવાબ રોકડો પરખાવે ત્યારે જ એને નિરાંત વળે ! અને છાતીકઢો હિંમતબાજ પણ એવો કે કોઈનાથી ય ગાંજ્યો ન જાય ! ભલભલા જુવાનિયા ય જ્યાં પાછા હઠી જાય ત્યાં આ જુવાનિયો હોંશે હોંશે દોડી જાય! જેમ કામ વધુ કઠણ એમ એનું હીર વધારે પ્રગટી નીકળે. — ગામને પણ આ યુવાન તરફ બહુ હેત. એના મિત્રો પણ અનેક; પણ કોઈ લબાડ કે માયકાંગલાનું એમાં સ્થાન જ નહીં. બધા ય બળિયા અને કામગરા; પાછો હઠે એવાનું તો ત્યાં કામ જ નહીં. હજી થોડા દિવસની જ વાત છે ઃ યૌવનના બારણે પગ મૂકતા આ યુવાનનું સગપણ હમણાં જ થયું હતું; અને આખી નાતમાં એની સાકર વહેંચવામાં આવી હતી; અને આખા ગામે એના ગોળધાણા ખાધા હતા. બધે આનંદ આનંદ થઈ રહ્યો હતો. અને આ જુવાનના મોઢા પર પણ આનંદની અને શરમની રેખાઓ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાગ અને વિરાગ ઊપસી આવતી હતી. સગપણનો સ્વાદ જાણે એના ગંભીર મોંઢાને પણ મલકાવી ગયો ! સૌને લાગ્યું કે જુવાન કેવો લહેરી બની ગયો ! ' પણ અરે, એનો એ સ્વાદ હમણાં હમણાં ક્યાં અલોપ થઈ ગયો ? એની એ લહેર ક્યાં ઊડી ગઈ ? આવો ફૂટડો જુવાન આવો ઉદાસ બનીને કાં ફરે ? શું કોઈએ એના ઉપર મંત્ર ચલાવ્યો ? એને કોઈની સાથે બોલવું ગમતું નથી; ક્યાંય જવું-આવવું ગમતું નથી. કોઈ બોલાવે છે તો ય માઠું માઠું લાગી જાય છે અને કોઈ વધુ પૂછપરછ કરે તો એ રોવા જેવો બની જાય છે. ભલા, આવો જોરાવર જુવાન ઓશિયાળો ઓશિયાળો કાં લાગે ? એને થયું છે શું ? અને હવે તો એ બહાવરો ફરે છે, અને રઘવાયો રઘવાયો દેખાય છે ! એના મનને કોઈ જાતની નિરાંત જ નથી. ક્યાં ગઈ એની ગંભીરતા ? અને ક્યાં અલોપ થઈ ગઈ એની હિંમત ? ' અરેરે, હવે તો એ ગાંડા જેવો બની ગયો ! મા અને મોટા ભાઈ બહુ ચિંતા કર્યા કરે છે. કોઈ કાંઈ પૂછે તો એનો એ ઉત્તર આપતો નથી. એ તો મનોમન જ મૂંઝાયા કરે છે, મૂંગો મૂંગો ફર્યા કરે છે. ક્યારેક એ ગામને ગોંદરે કે ખેતરોમાં રખડે છે, તો ક્યારેક વળી જળાશયને કાંઠે લાંબો વખત બેસી રહે છે. જોનારને લાગે છે કે આ એ યુવાન જ નહીં ! રે જુવાન ! આ તને થયું છે શું ? તારા અંતરમાં એવું તે કેવું હૈયાવલોણું ઘૂમરીઓ લઈ રહ્યું છે ? પણ કોઈને કશી ખબર પડતી નથી. અને છતાં જુવાન તો મનમાં બળ્યા જ કરે છે ! સગપણ થયું અને થોડાક દિવસે જ કોઈક એના અંતરમાં તિખારો વેરી ગયું : “ભલા જુવાન ! તું કેવો સુંદર અને તારી વહુ કેવી રૂપ-રંગ વગરની ! આ તો કાગડીની ડોકે હીરો બાંધવા જેવું ગણાય ! બીજી કોઈ કન્યા ન મળી તે આની સાથે સગપણ કર્યું ? " Page #142 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય] ૧૨૯ બસ, પછી તો પૂછવું જ શું ? જુવાનનો સગપણનો આનંદ ખારો ધૂ બની ગયો ! અંતરમાં યૌવન તો થનગનવા માંડ્યું હતું, એમાં આવી ન રંગે ઊજળી, ન ઘાટે નમણી સ્ત્રી સાથે લગ્ન કરવાનું ? અને એની સાથે જિંદગી કાઢવાની ? હે ભગવાન, આ તે કેવી મુસીબત ? – યુવાન તો ઘડીએ ઘડીએ એ જ વિચાર કર્યા કરે છે. લોકોને લાગે છે કે એને ચિત્તભ્રમ થઈ ગયો છે ! એ વિચારે છે, ખૂબ વિચારે છે, વારંવાર વિચાર કરે છે : આ બલા કોઈ રીતે છૂટે ! આ સગપણ કોઈ રીતે ફોક થાય ! પણ આ તે કંઈ જેવીતેવી વાત થોડી ગણાય ? આમાં તો નાતજાતના કુટુંબની આબરૂ અને કુળની ખાનદાનીનો પ્રશ્ન આડે આવે. એક બાજુ કુટુંબની આબરૂ અને બીજી બાજુ મોટા ભાઈની આમન્યા, અને એ બધું તો ઠીક, પણ વચમાં કુલગુરુ સમા, સદાના સાચા સલાહકાર આચાર્ય વિજયસેનસૂરિ હતા, એનું શું થાય ? એ પરોપકારી અને જ્ઞાની આચાર્યે જ શ્રમણોપાસક ધરણિગને કહીને, એની પુત્રી અનુપમા સાથે આ સગપણ ગોઠવી આપ્યું હતું અને એ ગુરુ તો ભવિષ્યના જબરા જાણકાર. ન માલૂમ, આ સંબંધમાં એમણે શા શા જોષ અને કેવું કેવું ભવિષ્ય જોયું હશે ? એ ગુરુની વાતને કેમ કરી ટાળી શકાય ? યુવાનને તો કોઈ ઉપાય જડતો નથી, અને એનું મન આ માટે કોઈ રીતે તૈયાર થતું નથી. ક્યારેક તો એની આંખો આંસુભીની બની જાય છે. અને ક્યારેક એને રોષ પણ ચડી આવે છે કે અનુપમા કોઈ વાતે હતી ન હતી થઈ જાય તો ? પણ એમ માંગ્યા વેણ કોઈને ફળ ખરાં ? આમ એને એક ઉપાય જડતો નથી. . છેવટે નબળા મનનાં માનવી બાધા-આખડીના માર્ગે જાય એમ એણે પણ એ ભાગ લીધો. એણે એક મંદિરના ક્ષેત્રપાળની બાધા માની કે “હે ક્ષેત્રપાળદેવ ! મારા ઉપર કૃપા કરીને તમે કોઈ પણ ઉપાયે મને આ સગપણના બંધનમાંથી મોકળો કરશો તો તમને આઠ દ્રમ્પ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦Dરાગ અને વિરાગ (પાવલી)નો ભોગ ચડાવીને નૈવેદ્ય કરીશ !” પણ યુવાનની બધી મથામણ નકામી ગઈ, એની બાધા-આખડી પણ ફોક ગઈ અને પેલા ક્ષેત્રપાળે એની પ્રાર્થના કાને ન ધરી. એનું સગપણ કાયમ રહ્યું, ભાવિના લેખ મિથ્યા ન થયા અને કચવાતે મને એને અનુપમાં સાથે લગ્ન કરવાં પડ્યાં ! એ યુવાનનું નામ તેજપાળ; ગુજરાતના એક કાળના મહામંત્રી વસ્તુપાળના એ નાના ભાઈ ! ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા જ્યારે પ્રકાશી રહી હતી, એવો એ વિક્રમના તેરમા સૈકાનો વખત. ગુજરાતના ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડી હજી ઊગીને ઊભી થતી હતી. એમની કારકિર્દીનું હજુ પહેલું પ્રભાત ઊઘડતું હતું. એવા સમયે અનુપમા પરણીને સાસરે આવી. એનો વાન પણ ભીનો; અને એનો ઘાટ પણ નમણો ન કહેવાય એવો ! રૂપની દેવીએ જાણે એને પોતાની કૃપાથી વંચિત રાખી હતી. તેજપાળ પરણ્યો તો ખરો, પણ એ આઘો આઘો જ રહેવા લાગ્યો. એના અંતરમાં પોતાની ઘરનારને માટે કોઈ પ્રેમની સરવાણી જ ન જન્મી. અનુપમા પાસે જવું એને જાણે અકારું થઈ પડતું. અનુપમનું રૂપ તો ભલે ગમે તેવું હતું, પણ એની બુદ્ધિ અને એના હૃદય ઉપર પ્રભુની મોટી મહેર હતી. બુદ્ધિમાં તો એ જાણે સરસ્વતીનો જ અવતાર હતી. કોઈ પણ વાતની ગૂંચ ઉકેલવામાં એને જરા ય વાર ન લાગતી. જાણે જન્મની સાથે જ એને હૈયાઉકલત સાંપડી હતી. અને એનું હૈયું તો જાણે દરિયા જેવું વિશાળ હતું. ન એમાં કોઈના પ્રત્યે રોષ કે ન કોઈના તરફ રીસ. એમાં તો હંમેશાં હેતની ગંગા જ વહ્યા કરતી, અને સૌને કરુણારસનાં પાન કરાવતી. Page #144 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્યT ૧૩૧ એને મન કોઈને માટે પોતા-પારકાપણાનો વેરોવંચો નહોતો. સૌને એ પોતાનાં માનતી અને સૌનું કામ હોંશે હોંશે કરી આપતી. શાણી સલાહ આપવી એ તો અનુપમાનું જ કામ ! ભલભલાં શાણાં સ્ત્રી-પુરુષો પણ એની સલાહ પૂછવા આવતાં. પણ તેજપાળને મન આ બુદ્ધિ અને શાણપણનું કંઈ મૂલ ન હતું એ તો સૌંદર્યજ્યોતનો પતંગ બનવા માગતો હતો ! ચકોર અનુપમાને પતિની આ નારાજગી સમજતાં વાર ન લાગી, પણ એમાં એને ધીરજ રાખ્યા સિવાય બીજો ઇલાજ ન હતો. એને અગ્નિની સામે અગ્નિ નહીં પણ જળ બનવાનું હતું. પતિના સૌંદર્યધેલા હૃદયને અંતરના સૌંદર્યથી જીતવાનું હતું – કોઈ રીતે એક વાર એ સૌંદર્યનું દર્શન એ પામે ! એ તો સમતા અને શાણપણની મૂર્તિ બનીને કુટુંબની અને સૌ નાના-મોટાની સેવામાં લાગી ગઈ. કોઈ ને કંઈ પણ કામ હોય તો અનુપમા સદા તૈયાર ! અને એ બોલે પણ કેવું મીઠું મીઠું – જાણે વાણીમાંથી અમૃત ઝરતું ન હોય. બીજાને તો રૂપની શી ખેવના હતી ? એમને તો અનુપમાના મોંની મીઠાશ અને કામની હોંશ કામણ કરી ગઈ. અને કુટુંબનો ગમે તેવો સવાલ ઊભો થાય તો ય એ ન કદી જરા ય મૂંઝાય કે ન કોઈને દુઃખ લગાડવાનો પ્રસંગ આવવા દે ! એવા કામમાં તો એની મતિ સોળે કળાએ ખીલી ઊઠે. ધીમે ધીમે મોટા ભાઈ વસ્તુપાળ આ કુલવધૂની અક્કલ, હોશિયારી, ઉદારતા, હૈયાઉકલત ને આવડત પિછાનતા થયા. હવે એમને કુટુંબ-ક્લેશનો એક પણ પ્રસંગ પજવતો ન હતો. એમને સમજતાં વાર ન લાગી કે આ બધો પ્રતાપ અનુપમા દેવીનો જ ! અને અનુપમાને વસ્તુપાળના સલાહકારમંડળમાં ગૌરવભર્યું સ્થાન મળી ગયું. ઘરની કે બહારની ગમે તેવી વાત હોય, વસ્તુપાળ અનુપમાદેવીને પૂછવાનું ન ચૂકે. સ્વામીને રીઝવવા અનુપમાની સમતા અને મમતાની મૌન Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રાગ અને વિરાગ ઉપાસના ચાલુ જ હતી. છેવટે તેજપાળ પણ અનુપમાને સમજતો થયો. દેહના સૌંદર્યની ઘેલછાને અનુપમાએ અંતરના સૌંદર્યથી જીતી લીધી. તેજપાળને થયું કે આ તો કુલતારિણી દેવી છે ! આખા ઘરનો કારભાર એકલે હાથે ચલાવી શકે તેવી આ સ્ત્રીશક્તિ છે ! અનુપમા તો સાચે જ અનુપમા છે ? એનો જોટો મળવો મુશ્કેલ છે. અને બંનેના જીવ મળી ગયા. - હવે તેજપાળને લાગ્યું કે જ્ઞાની ગુરુએ કંઈ અમસ્થા અમારા જોષ નહીં જોયા હોય. દેવી અનુપમાની ધીરજ સફળ થઈ. જાણે વિધાતાએ શૂરાતનને શાણપણની સાથે જોડી દીધું ! તેજપાળ અનુપમાનું અર્ધાગ બની ગયો. એ બંને એકરૂપ થઈને આદર્શ દંપતી બની ગયાં. એ દાંપત્ય ગુજરાતનું ગૌરવ વધારનારું અને કંઈક માનવીઓનું કલ્યાણ કરનારું બની ગયું. અનુપમાના પગલે પગલે જાણે લક્ષ્મી આવવા લાગી. વસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈ ભારે બુદ્ધિશાળી અને મહેનત કરવામાં કદી પાછા ન પડે એવા. ધીમે ધીમે મહેનત સફળ થવા માંડી, અને પાસે બે પૈસાનો જીવ પણ થયો ! - સુહાલપુરમાં પિતા અશ્વરાજ (આસરાજ) તો ક્યારના વિદેહ થયા હતા. અને હવે તો દળણાં દળીને દીકરાને ઉછેરવા જેવા દુઃખના દહાડા કાઢનાર માતા કુમારદેવી પણ માંડળમાં સ્વર્ગવાસી થયાં, એટલે બંને ભાઈને થયું, હવે ભાગ્ય અજમાવવા બહારગામ જઈએ. પણ સૌને થયું કે આ કમાણી માટે પુરુષાર્થની યાત્રાનો આરંભ કરીએ એ પહેલાં દેવાધિદેવનાં દર્શન માટે તીર્થયાત્રા કરીએ તો સારું ; અને બંને ભાઈઓએ, ગુરુના ઉપદેશ પ્રમાણે શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો. જે કંઈ થોડી સંપત્તિ ભેગી થઈ હતી એ સાથે લઈને આખું કુટુંબ યાત્રા કરવા રવાના થયું. Page #146 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૩ એક દિવસ બંને ભાઈઓ હડાળા ગામે નિરાંતે વાતો કરતા હતા, એમાં એમને વિચાર આવ્યો કે, બધી સંપત્તિ સાથે લઈને તો નીકળ્યા છીએ, પણ સોરઠ દેશમાં તો ખૂબ ઊડાઊડ ચાલે છે, અને ત્યાં ભલભલા ય લૂંટારાનો ભોગ થઈ ને લૂંટાઈ જાય છે. આપણને પણ આવું નહીં થાય એની શી ખાતરી ? એટલે આગળથી ચેત્યા સારા. સંપત્તિનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ ક્યાંક ધરતીમાં ભંડારી રાખ્યો હોય તો કપરા વખતમાં કામ લાગે. - પછી એમણે પોતાની મિલકતનો હિસાબ કર્યો તો ત્રણેક લાખ જેટલી લાગી. બંને ભાઈઓએ નક્કી કર્યું કે આમાંથી એક લાખ અહીં જંગલમાં, કોઈ તરત કળી શકાય એવી નિશાનીવાળી જગ્યામાં, ભંડારી દેવા. રાતનો વખત થયો. એક લાખ જેટલું ધન લઈને બંને ભાઈ ગામથી દૂર ગયા; અને એક વિશાળ વડલો જોઈને, એની એંધાણીએ, એની નજીકમાં ધન દાટવા માટે ખાડો ખોદવા લાગ્યા. પણ હજી માંડ થોડુંક ખોવું હશે, ત્યાં ધરતીમાંથી સોનામહોરથી ભરેલો ચર નીકળી આવ્યો. બંને ભાઈઓને થયું, આપણી લક્ષ્મી ભૂમિમાં ભંડારાવા તૈયાર નથી; ઊલટું આ તો વધારે ધન મળી આવ્યું ! - બંને પડાવે પાછા આવીને વિચારવા લાગ્યા : આ તો વગર મહેનતનું ધન મળી આવ્યું. આનો તો કંઈક સારો ઉપયોગ ન કરવો ઘટે. આ માટે અનુપમાદેવીની સલાહ માગવામાં આવી. એણે તરત જ કહ્યું : “વડીલ, ધનને ધરતીમાં ભંડારીને, લોભિયાની જેમ, અધોગતિનો માર્ગ ઉઘાડો કરવો, એના બદલે એનો વ્યય ઊંચે ગિરિવરો ઉપર કરીને ઊર્ધ્વગતિનો માર્ગ મોકળો કરવો ઘટે ! માટે શત્રુંજય અને * ગિરનાર તીર્થના ઉદ્ધારમાં આ ધનનો ઉપયોગ કરો !” - અનુપમાને ધનનો લોભ જરા ય ન સતાવી શક્યો. એને મન તો ધન એ જાણે માટીના ઢેફા જેવું હતું. એનો તો આપણે હાથથી જેટલો સદુપયોગ કરી લીધો એટલો જ સારો. ધન પડ્યું રહેશે, અને સારી-નરસી કરણી જ સાથે આવશે. Jain Edwojon International Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રાગ અને વિરાગ વસ્તુપાળના અંતરમાં આ વાત વસી ગઈ. તેજપાળ તો અનુપમાના આવા નિર્લોભી શાણપણથી રાજીરાજી થઈ ગયો. હવે ધનને ધરતીમાં ભંડારવાની વાત ન હતી. એમને ખાતરી થઈ કે આપણા ધનનું શું થશે કે એને કોઈ લૂંટી લેશે, એની ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્ય અત્યારે પાંશ છે. અને એ ધનથી શત્રુંજય અને ગિરનાર ઉપર અનેક મનોહર મંદિરોની રચના કરવામાં આવી. માતા, પિતા અને ભાઈ માદેવનાં નામ અમર બની ગયાં. * ધવલપુર (અત્યારનું ધોળકા)ના રાજા વીરધવલ પાસે પુરોહિત સોમદેવનું ભારે માન. રાજાને જરૂર પડે ત્યારે એ આ પુરોહિત પાસે પોતાનું હૈયું ઉઘાડું મૂકે. છેલ્લાં કેટલાંક વરસથી રાજ્ય મુસીબતમાં સપડાયું હતું, સામંતો ગાંઠતા નહોતા અને ઘરમાં પણ કંકાસ જાગ્યો હતો. શું કરવું એ રાજા વીરધવલને સમજાતું ન હતું. એમાં વસ્તુપાળ અને તેજપાળ યાત્રા કરીને પાછા ફરતા ધવલક્કપુરમાં આવી પહોંચ્યા. એમને પોતાનું ભાગ્ય અજમાવવા માટે આ નગર ગમી ગયું, અને એ ત્યાં રોકાઈ ગયા. ધીમે ધીમે સોમદેવ સાથે એમને ઓળખાણ થઈ. અને પછી તો એમની વચ્ચે મિત્રતાની ગાંઠ બંધાઈ ગઈ. એ બંને ભાઈઓની ચાણક્ય જેવી બુદ્ધિ જોઈને એક વાર સોમદેવને થયું; રાજ્યની લગામ આ બે બંધુઓને સોંપવામાં આવે તો બધી બાજી ઠેકાણે આવી જાય. પુરોહિતે રાજા વીરધવલને વાત કરી. વીરધવલને એ વાત ગમી ગઈ. પછી સોમદેવે તેજપાળને પૂછ્યું તો એણે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું. 20% તેજપાળે અનુપમાને વાત કરી તો એણે સલાહ આપી : આ તો Page #148 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૫ રાજા કહેવાય ! રાજા, વાજાં ને વાંદરાં ત્રણે સરખાં : રીઝે તો ખ્યાલ કરી દે. અને ખીજે તો ગાંઠનું પણ પડાવી લઈને ધાન ધાન અને પાન પાન કરી મૂકે ! માટે એની પહેલાંથી જ ચોખવટ કરી લેવી સારી ! “આ માટે શું કરવું ?" તેજપાળે પૂછ્યું. રાજા વિરધવલને, એમની રાણી જયતલદેવી સાથે, આપણા આંગણે જમવા નોતરો અને એમને ઉત્તમ ભેટ આપો ! એટલે એ આપણી સ્થિતિ અને આપણા મનની વાત આપમેળે સમજી જશે.” અનુપમાએ કહ્યું. એથી ? ” તેજપાળે પૂછ્યું. “એથી તો બધી ચોખવટ કરવાનો વખત મળી જશે; અને આપણે સલામત થઈ શકીશું.” રાજા વિરધવલ અને જયતલદેવી વસ્તુપાળ-તેજપાળને ત્યાં જમવા આવ્યાં. વસ્તુપાળે એમનું સ્વાગત કર્યું, અને તેજપાળ અને અનુપમાદેવીએ એમને ભાવપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન પછી અનુપમાદેવીએ રાણીને બહુમૂલો હીરાનો હાર અને કાનના હિરેજડ્યાં અદ્ભુત કર્ણફૂલ ભેટ આપ્યાં. અને રાજાજીને પણ બહુ કીમતી ભેટ આપવા માંડી. પણ રાજાજીને માનપૂર્વક એનો અસ્વીકાર કરીને રાજ્યનું મંત્રીપદ સ્વીકારવાનો આગ્રહ કર્યો. કીમતી ભેટો જોઈને રાજા-રાણી તો વિચારમાં પડી ગયાં. કેવો સાદો વણિક ! અને છતાં કેટલી બધી સંપત્તિ ! આ તો જાણે તરણા ઓથે ડુંગર ! તેજપાળને વાત કરવાનો અવસર મળી ગયો. એણે કહ્યું : “પ્રભુ ! આપ તો રાજ્યના ધણી. ચાહો તે કરી શકો. એટલે કાલે કોઈ અમારી સંપત્તિ માટે આપને ભરમાવે તો અમારી આબરૂ ય જાય અને સંપત્તિ ય જાય, માટે આપનું મંત્રીપદ લેતાં પહેલાં અમારી લક્ષ્મીને આપનું અભય મળવું ઘટે.” રાજા વિરધવલ આ ભોજન અને ભેટનો મર્મ સમજી ગયા. એમણે તેજપાળે માગ્યું તેવું અભય આપ્યું. અને તેજપાળ મંત્રી બની ગયા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬Dરાગ અને વિરાગ થોડા વખતમાં જ એમણે રાજ્યને આબાદ અને શક્તિશાળી બનાવી દીધું. દેવી અનુપમાના શાણપણે રાજા અને મંત્રી બંનેને નચિંત બનાવી એકરસ બનાવી દીધા. એક વાર ખબર આવ્યા કે ગોધકપુરનો ઘુઘેલ માથાભારે બની ગયો છે, અને લૂંટારૂનો ધંધો લઈ બેઠો છે. કોઈ વેપારીનો વેપાર સલામત નથી. કોઈ વણઝારાની વણઝાર પણ સુરક્ષિત નથી. એ તો મન ફાવે તેને રંજાડે છે, મન ફાવે તેને લૂંટે છે અને મનફાવે તેનો વધ પણ કરે છે. રાજા વિરધવલે એને આવાં કાર્યો બંધ કરવા કહેણ મોકલ્યું તો ઘુઘૂલે ઉપરથી રાજાને માટે કાજળ અને કાંચળીની ભેટ મોકલી ! વિરધવલને આ અપમાન હાડોહાડ લાગી ગયું. રાણી જયતલદેવી પાસેથી દેવી અનુપમાને આ વાતની ખબર પડી. એને થયું કે આ તો રાજ્યભક્તિનો ખરેખરો અવસર ! આમાં તો રાજ્યની આબરૂ ય સચવાશે અને પ્રજાના જાનમાલની રક્ષા પણ થશે. આવો અવસર કેમ ચૂકાય ? વરધવલે મંત્રી તેજપાલની સલાહ માગી : “આ માટે કોને મોકલીએ ? આ દુશ્મનને તો તરત જ ડામવો ઘટે.” મંત્રી પણ વિચારમાં પડી ગયા : “આવા બેફામ બનેલા વૈરીને કેવી રીતે નાથવો ? ” આ વાત નીકળતાં અનુપમાદેવીએ કહ્યું : “આમાં વિચારવાનું શું ? આ તો રાજ્યનું લૂણ હલાલ કરવાનો પ્રસંગ, એમાં બીજાને મોકલે ન ચાલે; આમાં તો શૂરાતન અને બુદ્ધિબળ બેય જોઈએ. એટલે આ તો આપનું જ કામ ! ” તે દિવસે મંત્રી તેજપાળને અનુપમાદેવીનાં નવા રૂપે દર્શન થયાં. એ સમજ્યા કે અનુપમા એ જેમ શાણી વણિકપુત્રી છે, એમ એનામાં ક્ષત્રિયાણીનું વીરત્વ પણ ભર્યું છે. નહીં તો પોતાના પતિને રણવાટે વિદાય આપવાની કોણ હામ કરે ? Page #150 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૭ અને મંત્રી તેજપાળ સ્વયં ઘુઘૂલની સામે ચડી ગયા અને એને કાષ્ઠપિંજરમાં જીવતો પકડીને લાવ્યા. આ બધો સમય દરમ્યાન અનુપમાએ એક તપસ્વિની જેવું આકરું વ્રત પાળ્યું હતું, જાણે એ મનોમન સ્વામીની સાથે સાથે યુદ્ધભૂમિમાં જ ન હોય ! અનુપમાની શ્રી સલાહે મંત્રી તેજપાળની રાજ્યભક્તિ ઉપર યશકલગી ચડાવી દીધી. એક દિવસ ઘરના મહેતા મુંજાલે મંત્રી તેજપાળને વિચિત્ર સવાલ પૂછ્યો : “મંત્રીજી ! આપ રોજ ટાઢું જમો છો કે ઊનું ?” મંત્રીએ તો વાત કાને ન ધરી. પણ મહેતાએ તો ફરી ફરીને એ જ સવાલ પૂછ્યા કર્યો, ત્યારે મંત્રીને થયું કે આ કોઈ ગામડિયો લાગે છે, કે આવો અણસમજુ પ્રશ્ન પૂછ્યા કરે છે. પણ પેલાએ તો પોતાની વાત ચાલુ જ રાખી, એટલે છેવટે મંત્રીએ એનો મર્મ પૂક્યો. મુંજાલે કહ્યું : “અત્યારે આપ જે કાંઈ વૈભવ ભોગવો છો, એ તો આપની પહેલાંના જન્મની કમાણી છે. હવે આગળને માટે કંઈ નહીં કરો ? આ તો ગુરુજીએ આપને ચેતવવા આ વાત કહેવરાવી છે ! પછી આપની વાત આપ જાણો !” અનુપમાદેવી તરત જ વાતનો મર્મ પામી ગયાં અને પતિ-પત્ની બંને વધારે ધર્મપરાયણ બની ગયાં. પછી તો એમને આંગણે સાધુ-સંતોની ભારે ભીડ જામવા લાગી, પણ અનુપમાદેવી તો ન કદી થાકે કે ન કદી કંટાળે. એ તો સૌને આદરપૂર્વક હોંશેહોંશે ભિક્ષા આપે. અને જેમ વધુ સંતો આવે એમ વધુ આનંદ અને વધુ ધન્યતા અનુભવે. એક દિવસ મંત્રી તેજપાળ ત્યાં બેઠા હતા અને અનુપમાદેવી સાધુઓને ભિક્ષા આપતાં હતાં. એવામાં સાધુઓને નમસ્કાર કરવા જતાં એમના હાથમાંની ઘીની ભરેલી મોટી વાઢી હાથમાંથી સરી પડી : Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રાગ અને વિરાગ બધું ઘી મંત્રીના શરીર ઉ૫૨ ! મંત્રીજીનાં કપડાં અને આખું શરીર ઘીથી તરબોળ થઈ ગયાં ! એ તો રાતાપીળા થઈ ગયા. એમને ઘી ઢોળાયાનું અમંગળ થયું લાગ્યું. પણ અનુપમાદેવી એ હસીને કહ્યું : “ આમાં આકળા થવાનું શું કારણ છે ? આવો ધૃત-અભિષેક તો માગ્યો ય ન મળે !” મંત્રી તેજપાળ શરમાઈ ગયા. * એક દિવસ ગુરુ નાગેને મહામંત્રી વસ્તુપાળ અને તેજપાળ પાસે અર્બુદ(આબુ)તીર્થનું માહાત્મ્ય વર્ણવ્યું, અને મંત્રી વિમળ શાહે બંધાવેલ જિનપ્રસાદનાં ખૂબ વખાણ કર્યાં. લીધી. # મંત્રી વસ્તુપાળ હવે વૃદ્ધાવસ્થાની નજીક પહોંચ્યા હતા. એમણે વિચાર્યું ઃ અત્યાર સુધી અઢળક ધન કમાયા અને સુકૃત્યોમાં એનો વ્યય પણ ઘણો કર્યો; પણ હજી સ્વર્ગવાસી મોટા ભાઈ લૂણિગનું નામ અમર કરવું બાકી છે. એના નામની એક વસહિકા (મંદિર) અર્બુદગિર ઉપર બંધાવીને ધન અને જન્મ બંને સફળ કરીએ. મંત્રીએ તેજપાળને વાત કરી. તેણે તરત જ એ વાતને વધાવી અનુપમાદેવીને પૂછ્યું તો એ તો રાજીરાજી થઈ ગયાં. અને તરત જ નિર્ણય લેવાઈ ગયો. પછી તો વાર શી હતી ? એ કામને પૂરું કરવાની જવાબદારી તેજપાળને સોંપવામાં આવી, એમાં સાથે અનુપમાદેવી તો ખરાં જ. વડીલ ભાઈની આશા અને આવું ધર્મકાર્ય, એટલે મંત્રી તેજપાળ તરત જ ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવને મળ્યા અને શુભ મુહૂર્તે મંદિરના કામનો આરંભ થઈ ગયો. મંદિર પણ એવું બનાવવું કે કળાદેવી ત્યાં સાક્ષાત્ અવતાર ધારણ કરે, અને જોનાર બે ઘડી જોઈ રહે ! કામ શરૂ તો થયું, પણ એમાં ધારી ઝડપ ન આવી. મહામંત્રી Page #152 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય I ૧૩૯ વસ્તુપાળ તો આ માટે જાણે અધીરા બની ગયા હતા રખે ને જિંદગી પૂરી થાય અને આદર્યાં અધૂરાં રહી જાય ! કાચા કાયાકુંભનો શો ભરોસો ? : એ તો રોજ તેજપાળને પૂછ્યા જ કરે છે. એક દિવસ એમને થયું અહીં બેઠા બેઠા વાતો કર્યે કામ નહીં થાય. અને એમણે તેજપાળને જાતે ત્યાં જઈને તપાસ કરવા અને કામમાં ઢીલ કેમ થાય છે તેનું કારણ શોધવા આજ્ઞા કરી. સાથે સલાહ-વિચારણા માટે અનુપમાદેવીને પણ લઈ જવા કહ્યું. મહામંત્રીને અનુપમાદેવી ઉપર ભારે આસ્થા હતી. બંને તરત જ આબુ પહાડ ઉપર જઈ પહોંચ્યાં. તેજપાળે જોયું કે આટલા બધા દિવસો ગયા, અને હજી તો માત્ર મંદિરનો ગર્ભમંડપ જ તૈયાર થયો હતો. આ રીતે કામ ચાલે તો એ ક્યારે પૂરું થાય ? આનો ઉપાય શું કરવો એની ચિંતામાં જ એ તો ડૂબી ગયા. એક દિવસ મંત્રી તેજપાળ મંદિરમાં પ્રભુની પૂજા કરતા હતા, અને બહાર ‘અનુપમાદેવી’ મુખ્ય શિલ્પકાર શોભનની સાથે વાત કરતાં હતાં. એમને પણ પોતાના જ્યેષ્ઠ વસ્તુપાળની ઇચ્છા વિના વિલંબે પૂરી કરવાની ભારે ચિંતા રહેતી હતી. એમણે શોભનને આટલા વિલંબનું કારણ પૂછ્યું. શોભનને પણ લાગ્યું કે હવે મન મૂકીને વાત કરવાનો વખત આવી પહોંચ્યો છે. એણે કહ્યું ઃ “ સ્વામિની ! આ પર્વત ચડવો બહુ આકરો . છે. સવારે ટાઢને લીધે શિલ્પીઓ કામ કરી શકતા નથી. કામ જરાક શરૂ કર્યું ન કર્યું ત્યાં બધા ભૂખ્યા થઈ જાય છે અને રાંધવાના કામમાં પડી જાય છે. ખાધું ન ખાધું અને કામે વળગ્યાં ત્યાં તો પાછી સાંજની ટાઢ હાથ-પગ અને હાડને થીજવી નાખે છે. એમાં વળી ખાવાનું પણ રસકસ વગરનું – જેવો પગા૨ મળે, એવો જ ખોરાક મળે ને ! આ બધાને લીધે કામમાં ઢીલ થયા કરે છે. અને એમાં ધાર્યો વેગ આવી શકતો નથી.” અનુપમાદેવી તરત જ વાતનો મર્મ પામી ગયાં. મંત્રી તેજપાળ પૂજા કરતા કરતા આ વાત સાંભળતા હતા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ Bરાગ અને વિરાગ એમણે આવીને શોભનને પૂછયું : “શોભનદેવ, તમે વાત કરતા હતા ? ” પણ પછી તો શોભનને જવાબ દેવાની જરૂર ન પડી. વચ્ચેથી અનુપમાદેવીએ જ વાત ઉપાડી લઈને કહ્યું : “ સ્વામી ! દિવસ અને રાતનું કામ કરનાર જુદા જુદા શિલ્પીઓ રાખો; બધાને પૌષ્ટિક અને રુચિકર ભોજન મળી રહે એ માટે ભોજનાલય ચાલુ કરો, બધા શિલ્પીઓના શરીર સ્વસ્થ અને સ્કૂર્તિવાળાં રહે એ માટે એમને મર્દન અને સ્નાન કરાવનાર માણસો રોકો, અને બધાને પૂરતું વેતન આપો. આ તો દેવમંદિરનું કામ ! કોઈનું મન દુભાય એવું કંઈ પણ ન થવું ઘટે ! જેમાં સૌ રાજી એમાં જ દેવ રાજી ! ” મંત્રી તેજપાળ તો અનુપમાદેવીની આ ઉદારતા, ધર્મપરાયણતા અને દીર્ઘદૃષ્ટિને અભિનંદી રહ્યા. આવી ઘરનાર મેળવવામાં એ ધન્યતા અનુભવી રહ્યા. તરત જ અનુપમાદેવીની સૂચનાઓનો અમલ કરવામાં આવ્યો અને થોડાક વખતમાં જ આબુગિરિરાજ ઉપર નેમિનાથ ભગવાનનો દેવવિમાન જેવો લૂસિગવસહી નામે મનોહર, કળામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર થઈ ગયો. મહામંત્રી વસ્તુપાળના મનોરથ સફળ થયા. વખત પાકે અને પાંદડું ખરી પડે. . પોતાનો સમય થઈ ગયો અને અનુપમ અનુપમાદેવી સૌને વિલાપ કરતાં મૂકીને, અનુપમ માર્ગે ચાલ્યાં ગયાં ! રાજદરબાર જેવું ભર્યુંભાદર્યું ઘર એમના વગર સૂનું સૂનું બની ગયું. જાણે કુટુંબનો આત્મા જ ઊડી ગયો હતો ! મહામંત્રી વસ્તુપાળને તો પોતાની એક બાંય કપાઈ ગયા જેવી વેદના થઈ. અને મંત્રી તેજપાળના શોક અને સંતાપને તો કોઈ સીમા જ ન રહી. એને તો અનુપમા વગરનું જીવન જ અકારું થઈ પડ્યું. એની Page #154 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણગામી દાંપત્ય – ૧૪૧ આંખનાં આંસુ તો સુકાતાં જ ન હતાં. એક દિવસ અનુપમાથી છુટકારો મેળવવા રઘવાયા બનીને રુદન કરનાર મંત્રી તેજપાળ આજે પત્નીના વિયોગમાં ઝૂરી રહ્યા હતા. અનુપમાદેવીનું જીવન અને મૃત્યુ કૃતાર્થ બની ગયું. બધા મંત્રી તેજપાળને બહુ બહુ રીતે સમજાવે છે; પણ એનું મન કોઈ રીતે માનતું નથી. એને મન તો આખો સંસાર સૂનો બની ગયો છે. એનું અંતર અનુપમા... અનુપમા... અનુપમાના નામના જ પડઘા પાડી રહ્યું છે. એ પડઘા જાણે તેજપાળ અને અનુપમાના અનુપમ દાંપત્યની પ્રશસ્તિ બની ગયા. એ કલ્યાણગામી દાંપત્યે ગુજરાતનું ગૌરવ વધાર્યું અને કંઈક જીવોનું કલ્યાણ કર્યું. ધન્ય એ વિરલ દાંપત્ય ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ વિક્રમના તેરમા સૈકાનો એ સમય. કેટલાંક વર્ષની અરાજકતા અને અવ્યવસ્થા પછી ગુજરાતનું રાજ્ય ફરી શક્તિશાળી બનતું જતું હતું. ૧૭ ગુજરાતના પાટનગર અણહિલવાડના રાજસિંહાસનના પાયા ડગમગવા લાગ્યા હતા; અને ગૂર્જરભૂમિનું કેન્દ્ર ધોળકામાં જામવા લાગ્યું હતું. ચૌલુક્ય વંશની જ એક શાખા વાઘેલા; એ શાખાના રાજા લવણપ્રસાદ અને તેનો પુત્ર વીરધવલ ભારે પરાક્રમી અને ભારે નિષ્ઠાવાન રાજપુરુષો હતા. ગુજરાતની રાજસત્તાને સબળ અને સુવ્યવસ્થિત કરવા માટે પિતાપુત્રની આ જોડે તનતોડ પ્રયત્નો આદર્યા હતા. તે કાળે સૂર્ય અને ચંદ્રની જોડ જેવા બે તેજસ્વી ભાઈઓ થઈ ગયા. એમની જાત તો હતી વૈશ્યની, પણ શૂરાતનમાં ભલભલા સમરવી૨ને હંફાવે એવા; અને બુદ્ધિમાં પણ એવા જ વિચક્ષણ. મોટા ભાઈનું નામ વસ્તુપાળ, નાનાનું નામ તેજપાળ. બંને રાજા વીરધવલના મંત્રીઓ — જાણે એના બે બાહુઓ જોઈ લ્યો. બંને ભાઈ જેવા કર્મમાં શૂરવીર એવા જ ધર્મમાં પણ શૂરા. રાજ્યસેવા એમનું જીવન હતી, તો ધર્મસેવા એમનો પ્રાણ હતી. અન્યાય, અધર્મ અને અત્યાચારને તો એ કદી સાંખે જ નહીં; જીવના જોખમે પણ એનો સામનો કરે; અને ન્યાય, નીતિ ને ધર્મની વાત આગળ હંમેશાં પોતાનું માથું નમાવે. પોતાનો ધર્મ એમને મન જીવનસર્વસ્વ હતું; અને બધા ય ધર્મોનો આદર કરવો એ એમનું જીવનવ્રત હતું. સંપત્તિ તો જાણે એમના આંગણે દાસી બનીને આવી હતી જ્યારે જેટલી જોઈએ એટલી ખડે પગે હાજર જ હોય. એ સંપત્તિથી = Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ` ૧૪૩ એમણે લોકસેવા માટે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ તૈયાર કરાવવા જેવા સેંકડો કામો કર્યાં હતાં. અને બધા ય ધર્મ તરફનો એમનો આદર પણ એવો હતો કે એમણે જેમ જિનમંદિરો ચણાવ્યાં હતાં તેમ શિવમંદિરો પણ બંધાવ્યાં હતાં; અને એટલું જ શા માટે ? યવન ગણાતા મુસલમાનો માટે મસ્જિદ સુધ્ધાં ચણાવી આપી હતી ! એ બંને ભાઈ બુદ્ધિ, બળ અને ધનના સ્વામી; પણ બધાં ય કામોમાં એમની સલાહકાર એક જાજરમાન નારી. અનુપમાદેવી એનું નામ. મંત્રી તેજપાળની એ ધર્મપત્ની. હૃદયની નિર્મળતા, મનની ઉદારતા અને બુદ્ધિચાતુરીમાં એ સાચે જ અનુપમ હતી. અનુપમાના બોલનો બંને ભાઈને મન ભારે તોલ હતો. જાણે કોઈ કુલતારિણી દેવી એમને ત્યાં અનુપમા રૂપે આવી હતી. જરૂર પડતી ત્યારે બંને ભાઈ કુરુક્ષેત્ર જેવું રણક્ષેત્ર ખેડવામાં મોખરે રહેતા, અને શાંતિનો વખત હોય ત્યારે ધર્મક્ષેત્રનું શરણ શોધતા. ગુજરાતમાં આવો જ સુખ-શાંતિ અને આબાદીનો સમય પ્રવર્તતો હતો. એક દિવસ મહામંત્રી વસ્તુપાળ ધર્માગારમાં આચાર્ય નરચંદ્રસૂરિ પાસે બેઠા હતા. રસભરી ધર્મચર્ચા ચાલી રહી હતી. મંત્રીશ્વર ઉપર વિદ્યા દેવીની પણ કૃપા હતી. શાસ્ત્ર વાર્તા અને વિદ્યા-વિનોદમાં એ બીજું બધું વીસરી જતા. તીર્થયાત્રા તરફ મંત્રીશ્વરને ભારે પ્રીતિ. સમય મળે કે યાત્રા કરવાનું ન ચૂકે. ગુરુ સાથે ધર્મવાર્તા કરતાં કરતાં એમને થયું ઃ મોટા સંઘ સાથે શત્રુંજય અને ગિરનાર જેવાં મહાતીર્થોની ફરી યાત્રા કરી શકાય તો કેવું સારું ! અને તરત જ એમણે નિર્ણય કર્યો, ભાઈ તેજપાળ અને અનુપમાદેવીને પૂછી લીધું, અને પછી આચાર્યશ્રીને વિનંતી કરી : “ ગુરુદેવ ! મને સંઘપતિપદના આશીર્વાદ આપવાનો અનુગ્રહ કરો !” Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રાગ અને વિરાગ ન આવો જશ લેવો કોને ન ગમે ? પણ ગુરુ પણ ભારે વિચક્ષણ અને વિવેકવંત હતા. નરચન્દ્રસૂરિએ કહ્યું : “ મહાનુભાવ, અમે છીએ મલધારી ગચ્છના, અને તમારા કુળમાં હંમેશાં નાગેન્દ્ર ગચ્છના ગુરુની આજ્ઞા પ્રવર્તે છે. અમે તો તમારી સાથે જ છીએ, પણ નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરિશ્વરજીને બોલાવીને એમની પાસેથી સંઘપતિપદના આશીર્વાદ લ્યો, એ જ ઉચિત ગણાય. વિનય એ ધર્મનું પહેલું પગથિયું લેખાય. એને કદી ન ચૂકીએ!” મહામંત્રી ગુરુની વિવેકભરી વાણીને વંદી રહ્યા. મહામંત્રીનો પ્રાર્થનાપત્ર મળ્યો અને આચાર્ય વિજયસેનસૂરિ તરત જ આવી પહોંચ્યા. એ પણ એટલા વિવેકવંત હતા. એમણે નરચન્દ્રસૂરિને પોતાની સાથે રાખ્યા. અને બંને ગુરુઓએ સાથે રહીને મહાઅમાત્ય વસ્તુપાળને સંઘપતિપદના આશીર્વાદ આપ્યા. આખા નગરમાં એ પ્રસંગ એક મહોત્સવ જેવો બની ગયો. જાણે કોઈ રાજ્યતિલકનો અવસર હોય એવી રીતે સંઘપતિપદના તિલકનો ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. બધે આનંદ આનંદ થઈ રહ્યો. પછી તો ગામેગામ આમંત્રણો મોકલવામાં આવ્યાં. અને અત્યાર સુધી ન નીકળ્યો હોય એવો મોટો યાત્રાસંઘ કાઢવાની બધી તૈયારીઓ થવા માંડી. એ તૈયારીમાં કશી વાતની ખામી ન રહે, એ માટે મહામંત્રી વસ્તુપાળ પોતે, અને મંત્રી તેજપાળ અને અનુપમાદેવી રાતદિવસ ધ્યાન આપવા લાગ્યાં. થોડા વખતમાં તો હાલતાંચાલતાં અનેક દેવમંદિરો, હાથીઓ, ઘોડાઓ, સેંકડો સુખપાલો, વેલો, રથો, હજારો ગાડાંઓ, રખેવાળો અને ઉતારા માટે અસંખ્ય તંબૂઓ તૈયાર થઈ ગયાં. ગામેગામથી ભાવિક નર-નારીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચ્યાં અને ધોળકા નગરની ચોતરફની વિશાળ ધરતી જાણે સાંકડી બની ગઈ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ` ૧૪૫ અને એ બધું જોઈને, જાણે પોતાની ભાવનાની સિદ્ધિનાં દર્શન કરતા હોય એમ, મહામંત્રી વસ્તુપાળ ગદ્ગદ બની જતા. એમનાં નેત્રો હર્ષાશ્રુથી ભીનાં બની જતાં. એમને પોતાનાં જીવન અને ધન કૃતાર્થ થયાં લાગતાં. અને એ કૃતાર્થતામાં ભાગીદાર બનવા આવેલા નરનારીઓને એ ભાવપૂર્વક વંદન કરતા. આજે જાણે વસ્તુપાળ મહામંત્રી મટી ગયા હતા, પોતાનું મહામંત્રીપદ વીસરી ગયા હતા અને એક ધર્મપુરુષ બની ગયા હતા. સંઘપતિનું પદ એમને મન સર્વસ્વ જેવું બની ગયું હતું. જેમ જેમ સંઘની સામગ્રી તૈયાર થતી ગઈ અને વધુ ને વધુ યાત્રિકો આવી પહોંચવા લાગ્યાં, તેમ તેમ એમનું મન વધારે ને વધારે હર્ષિત અને પ્રફુલ્લ બનતું ગયું. કેટલા ય ધર્મગુરુઓ એ સંઘમાં સામેલ થવા આવી પહોંચ્યા હતા. એમાં શ્વેતાંબરો પણ હતા અને દિગંબરો પણ હતા. મારા-તારાના ભેદો ભૂલીને ધર્મપ્રેમીઓનો જાણે મોટો મેળો જામ્યો હતો. મહામંત્રીની ધર્મભાવનાના સાનુકૂળ પડઘા નગરેનગર અને ગામેગામ ફરી વળ્યા હોય એમ, સેંકડો શ્રેષ્ઠીઓ, પોતાને છાજતા વૈભવ સાથે, વૈરાટ નગરીના પાદરમાં આવી પહોંચ્યા હતા. આવા ધન્ય અવસરમાં કોઈ પાછળ રહી જવા માગતું ન હતું. સૌને હતું કે આવો લાખેણો અવસર મળ્યો કે મળશે. સંઘની બધી તૈયારી પૂરી થઈ. અને યાત્રા-પ્રયાણની શુભ વેળા પણ આવી પહોંચી. રાજા વીરધવલે ભારે ભાવપૂર્વક સંઘપતિને વિદાયમાન આપ્યું. નગર આખું આસોપાલવનાં તોરણોથી શોભી ઊઠ્યું. નગરના નર-નારીઓએ અબીલ, ગુલાલ અને પુષ્પો વરસાવીને સંઘપતિને અને યાત્રિકોને વિદાય આપી. વાજિંત્રોના ગંભી૨ અને મધુર નાદોથી આકાશ ગુંજી ઊઠ્યું. અને એ રીતે સંઘે તીર્થાધિરાજ શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] રાગ અને વિરાગ જાણે હાલતું-ચાલતું કોઈ મહાનગર હોય એમ સંઘ આગળ વધવા લાગ્યો. ભાવિક જનો એ સંઘની ચરણધૂલિને નમી રહ્યા, મસ્તકે ચડાવી રહ્યા. ગામેગામ આદર-માન પામતો અને નવાં નવાં ધર્મકાર્યો કરતો સંઘ તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યો. ગિરિરાજની ઉપયકામાં જાણે મહાનગર વસી ગયું. ગઈકાલે ખાલી ખાલી અને વેરાન લાગતી ધરતી આજે કિલકિલાટ કરીને હસી ઊઠી. માનવમહેરામણ ત્યાં હિલોળા લેવા લાગ્યો. સામે ઊંચો ઊંચો વાદળ સાથે વાતો કરતો ગિરિરાજ, અને નીચે ક્યાંય સુધી વિસ્તરેલો માનવમહેરામણ : ભાવનાની ભરતીનાં જળ જાણે આજે ત્યાં માઝા મૂકતાં હતાં. ચારેકોર આનંદ-ઉત્સવ ચાલી રહ્યા હતા. ભક્તોની મધુર સ્તુતિઓ વાતાવરણને મધુર અને મુખરિત બનાવતી હતી. દેવમંદિરોના ઘંટારવો પવનની પાંખે ચડીને દૂર દૂર વહી જતા હતા. રંગબેરંગી ધજા-પતાકાઓથી આકાશનો ગુંબજ શોભી ઊઠ્યો હતો – જાણે વાદળમાં વસનારું ઈન્દ્રધનું આજે સંઘના વધામણે ધરતી ઉપર ઊતર્યું હતું. શું એ શોભા ! અને શું એ આનંદ ! દેવોને ય દર્શન કરવા ધરતી - ઉપર ઊતરવાનું મન થાય એવું મનોરમ એ દૃશ્ય ! પહેલે દિવસે આખો દિવસ સંઘે આરામ કર્યો. • • બીજા દિવસે ગિરિરાજ ઉપર આરોહણ કરીને દેવાધિદેવનાં દર્શન કરવાનાં હતાં. એ ધન્ય ઘડીની સૌ રાહ જોઈ રહ્યાં. સૂર્યોદય થયો, અને જાણે મહામંત્રીની ભાવના સિદ્ધિની મંગળ ઘડી આવી પહોંચી. સંઘે પર્વત ઉપર ચડવાનું શરૂ કર્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ [ ૧૪૭ પર્વતના બધા માર્ગો વિશાળ માનવસમૂહના સંચારથી સાંકડા બની ગયા. જ્યાં નજર નાંખો ત્યાં પાષાણની કેડીઓના બદલે માનવીઓની કેડીઓ રચાઈ ગઈ. એમાં બાળકો ય હતાં અને વૃદ્ધો ય હતા; સાધુસંતો પણ હતા અને ધનપતિઓ ય હતા. પુરુષોય હતા અને સ્ત્રીઓ પણ હતી. ભગવાનના દરબારમાં તો સૌ સમાન હતાં. ત્યાં મૂલ હતાં ભાવનાનાં ને મહિમા હતો ત્યાગનો. ત્યાં સંપત્તિની શોભા ત્યાગમાં લેખાતી અને વૈભવની શોભા વૈરાગ્યમાં અંકાતી. મહામંત્રી વસ્તુપાળ સંઘ સાથે યુગના આદિ પુરુષ દેવાધિદેવ, આદિનાથના દરબારમાં આવી પહોંચ્યા. મંત્રીશ્વરે આંસુભીની આંખે પરમાત્માનાં દર્શન કર્યા, અને લાગણીભીના સ્વરે મહાપ્રભુની સ્તુતિ કરી. મંત્રીશ્વરની ભાવના સમસ્ત સંઘના હૈયાને સ્પર્શી ગઈ. સૌ ગદગદિત બનીને એક બાજુ ધર્મનાયક જિનેશ્વર અને બીજી બાજુ ધર્મપ્રાણ મંત્રીશ્વરને નીરખી રહ્યાં. પળવાર ત્યાં સ્તબ્ધતા છાઈ રહી. પોતાની ભાવનાની સિદ્ધિની પળે મંત્રીશ્વરનું અંતર હર્ષાતિરેકથી ઊભરાઈ ગયું. એમનાં નેત્રો પ્રભુચરણને આંસુનો અભિષેક કરી રહ્યાં. ધન્ય, પ્રભુ ધન્ય ! એમનું અંતર પ્રભુના જયનાદથી ગુંજી ઊઠ્યું. મંદિરનો વિશાળ ઘુમ્મટ ભગવાન આદીશ્વરના જયનાદથી ભરાઈ ગયો. એ જયનાદના પડઘા ગિરિરાજનાં ઇંગે શૃંગે ગાજી ઊઠ્યા. પછી તો મહામાત્ય વસ્તુપાળ, તેજપાળ અને સૌ શ્રેષ્ઠીઓએ અને ગૃહિણીઓએ પ્રભુના ચરણે હીરા, માણેક, મોતી અને સુવર્ણના આભૂષણો ભેટ ધર્યા, અનુપમાદેવી અને લલિતાદેવીએ પણ મહામૂલી ભેટો ધરી પોતાના જીવનને કૃતાર્થ કર્યું. ' પ્રભુચરણે ભાવભરી ભેટ ધરનારાઓનો ત્યાં એક પ્રવાહ વહી નીકળ્યો. ત્યાં આઘે આઘે એક નારી ઊભી હતી. મંત્રી વસ્તુપાળના ઘરની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] રાગ અને વિરાગ એ દાસી. ભૂપલા એનું નામ. એના અંતરને પણ આ ભાવના સ્પર્શી ગઈ. એનું અંતર પ્રભુભક્તિની ભાવનાથી ઊભરાઈ ગયું. એને થયું, હું ગરીબ. આજે આ મહાપ્રભુને ચરણે શું ભેટ ધરું ? અને મારા પામર જીવનને કેવી રીતે કૃતાર્થ કરું ? પળવાર એ વિચારી રહી, અને પછી માનવમેદની વચ્ચેથી માર્ગ કરતી આગળ આવીને યુગાદિદેવની સામે કર જોડી નત મસ્તકે ખડી રહી. ક્ષણ વાર એણે મન ભરીને પ્રભુને નીરખી લીધા, અને પછી પોતાના જીવનના સર્વસ્વ સમો બહુમૂલો હાર પોતાના કંઠમાંથી કાઢીને પ્રભુને ચરણે ધરી દીધો. ફરી એણે પ્રભુનાં દર્શન કર્યા અને એ પાછી ફરીને મેદનીમાં સમાઈ ગઈ. - દાસી ભૂપલાની ભાવના તે દિવસે અમૂલ્ય બની ગઈ, અમર થઈ ગઈ ! સૌ એ નારીની ભાવના, ભક્તિ અને સમર્પણવૃત્તિને અભિનંદી રહ્યાં, અભિનંદી રહ્યાં ! બીજે દિવસે ગિરિરાજ પર ઇદ્રોત્સવ ઊજવવાનો હતો. જે ભક્તજન પ્રભુચરણે વધુ દ્રવ્યનું સમર્પણ કરે એના કંઠમાં ઈદ્રમાળા આરોપણ કરવાની હતી – પછી એ રાજા હોય કે રંક ! દેવમંદિરનો આખો મંડપ મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ, એમનાં સ્વજનો, ધર્માચાર્યો, શ્રેષ્ઠીઓ અને યાત્રીઓથી ભરાઈ ગયો હતો. ઇન્દ્રોત્સવની પુષ્પમાળા લઈને મંદિરના અધિકારી ત્યાં ખડા હતા. જીવનની કૃતાર્થતાની એંધાણી સમી .ળાનાં મૂલ થઈ શકે એમ ન હતાં. અધિકારીએ ઈન્દ્રમાળા પહેરવાની બોલી શરૂ કરી. કોઈએ હજાર દ્રમ્ય કહ્યા, કોઈએ દસ હજાર તો કોઈએ પચાસ હજાર ! જોતજોતામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ [ ૧૪૯ બોલી લાખો દ્રમ્પ સુધી પહોંચી ગઈ. ભગવાનની ભક્તિની ભાવના આગળ આજે લાખો દ્રમનું જાણે કોઈ મૂલ નહોતું. સૌને એમ કે ધન ચાહે તેટલું પ્રભુચરણે સમર્પણ થાય, પણ એ માળા હું ધારણ કરેઆવો અવસર ક્યાં વારંવાર મળવાનો છે ? ત્યાં ભાવનાનું પૂર વહી નીકળ્યું હતું. રંગ તો ત્યાં એવો જામ્યો હતો કે કોઈ પાછું પડવા માગતું ન હતું. ત્યાં દૂર દૂર ખૂણામાં એક માનવી ઊભેલો. મેલાંઘેલાં એનાં કપડાં, અને ગામડિયા જેવા એના દેદાર. મોઢા ઉપર ન કોઈ તેજ કે દેહ ઉપર ન કોઈ ઓજસ ઃ સાવ ભલો ભોળો આદમી ! એના અંતરમાં આજે લાગણી અને ભાવનાનું પૂર ઊમટ્યું હતું. એને થયું કે આ ઈન્દ્રમાળા આજે હું મેળવી શકું તો ? પણ હું તો છું સાવ ગરીબ ! મોટામોટાની વચ્ચે મારી તો વાત પણ કોણ સાંભળે ? આ તો દરિદ્રના મહા-દાની થવાના કે પાંગળાના પર્વત પર ચઢવાના મનોરથ ! એ સફળ કેવી રીતે થાય ? ગિરિરાજ શત્રુંજયની છાયામાં એક નાનું સરખું ગામડું ટિમાણક ( ટિમાણું) એનું નામ. ત્યાંના રહેવાસી આ શ્રાવક, નાતે શ્રીમાળી અને ટીલો એનું નામ બહુ ભોળો અને ધર્મપરાયણ. પણ ગરીબ એવો કે જાણે સુદામાનો અવતાર ! ક્યારેક સવારે ખાવા પામે તો સાંજે અન્નના વાંધા. કુટુંબ આખું ગરીબીમાં દિવસો વિતાવે. એ ઘીનો વેપાર કરે અને જે બે પૈસા મળે એનાથી પોતાનો અને કુટુંબનો ગુજારો ચલાવે. પણ એ ન કોઈ દી પ્રભુને ભૂલે કે ન કદી પોતાના ઈષ્ટદેવને દોષ દે ! એ પોતાને ગામથી આજે ઘી વેચવા અહીં આવી ચડેલો. સંઘ આવ્યાના ખબર સાંભળી એ ગિરિરાજ ઉપર ગયો. એણે ભાવથી પ્રભુનાં દર્શન કર્યા અને રંગમંડપમાં આવીને ઊભો રહ્યો. માનવી ગરીબ હોય કે તવંગર, પણ એનું મન એવાં કોઈ બંધનો સ્વીકારતું નથી. એ તો ન માલૂમ કેવા કેવા મનોરથ કરે છે, કેટકેટલે ઊંચે ઊડે છે, અને શુંનું શું કરવાનાં સ્વપ્ન સેવે છે ! Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઘેરાગ અને વિરાગ ટીલા શ્રાવકનું પણ આજે એમ જ થયું. એનું મન આજે કહ્યું કરતું ન હતું. એને તો થતું હતું કે કેમ કરીને ઇન્દ્રોત્સવની આ પુષ્પમાળા મારા કંઠમાં પડે ? એના દિલને તો આજે કેવળ એ વાતની જ રઢ લાગી હતી. 46 પળવાર તો પોતાના વિચારથી એ પોતે જ સ્તબ્ધ બની ગયો, પણ પછી જાણે પોતાના મન સાથે નક્કી કર્યું હોય એમ એ સાબદો થઈ ગયો, અને ભારે ભીડ વચ્ચે ઊભો થઈને કરગરી રહ્યો : અરે ભાઈ, મને જરા આગળ જવા દો ! મારે ય બોલી બોલવી છે ! મારે ય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે ! મારા પર દયા કરો, મને વચ્ચે પહોંચવાનો મારગ આપો ! ય ?? માનવમેદની પણ અચંબામાં પડીને પળવાર આવા દરિદ્રતાના અવતાર સમા માનવીની સામે જોઈ જ રહી, પણ કોઈએ મારગ ન આપ્યો. બાપડો ટીલો ફરી કરગરી રહ્યો. ત્યાં મહામંત્રીની નજર એના ઉપર પડી. એમણે જોયું કે એક ભોળો ભક્ત ભગવાનની ભક્તિ માટે આગળ આવવા ઇચ્છે છે. અને એમણે હાથથી ઇશારો કરીને ટીલા શ્રાવકને પોતાની પાસે બોલાવી લીધો. 44 ટીલાએ વિનંતી કરતાં કહ્યું : “મહામંત્રીજી, મારા પર કૃપા કરો ! મારી પાસે જે કંઈ છે તે સર્વસ્વ આજે હું પ્રભુના ચરણે સમર્પણ કરું છું ! એક પાઈ પણ પાસે રાખું તો મને મારા ઇષ્ટદેવના સમ ! એ સ્વીકારો અને ઇન્દ્રોત્સવની આ પુષ્પમાળા આજે મને પહેરાવો !” મંત્રીશ્વર પળવાર વિમાસી રહ્યા ઃ ક્યાં આ માળા માટેના લાખો દ્રમ્મના બોલ, અને ક્યાં આ સાવ ગરીબ લાગતા ધર્મી જનનું અર્પણ ! પણ તરત જ મંત્રીશ્વરે જાણે પોતાના મન સાથે નક્કી કર્યું : લાખો દ્રમ્મોની બોલી બોલનારા તો પોતાની પાસે કરોડોની મત્તા રાખીને જ અર્પણ કરવા માગતા હતા. એમને મન તો એ અર્પણ સોપારીના ટુકડા બરોબર હતું. બીજાનું તો ઠીક પણ મારું પોતાનું અર્પણ પણ એથી વધે Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ` ૧૫૧ એમ ક્યાં હતું ? અને આ તો પોતાનું સર્વસ્વ સમર્પણ કરતો હતો ! આવી ભાવનાનાં મૂલ તો અમૂલ લેખાય. અને ભગવાનને તો આવી ભાવનાનાં અર્પણ જ ખપે છે. ધર્મ તો ધનના તોલે નહીં, ભાવનાના તોલે જ તોલાય ! ભાવનાને જ ભવનાશિની કહી છે. : અને મંત્રીશ્વરે ગદ્ગદ સ્વરે કહ્યું સંઘ માન્ય રાખે છે ! આગળ આવો, માળાનો સ્વીકાર કરો ! !" સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. ટીલા શ્રાવકે પોતાના જીવનસર્વસ્વ સમા બાર રૂપિયા (સ્ફુર્ધક) મંત્રીશ્વરના હાથમાં ધરી દીધા. અને એ હાથ જોડીને ઊભો રહ્યો ! થયો. .. મંત્રીશ્વર વસ્તુપાળે હર્ષાશ્રુભર્યા નેત્રે ટીલા શ્રાવકના કંઠમાં બહુમાનપૂર્વક ઇન્દ્રમાળા પહેરાવી અને એને ભાવપૂર્વક પ્રણામ કર્યા. મંદિરનો રંગમંડપ પ્રભુના જયનાદોથી ગુંજી ઊઠ્યો. શ્રીસંઘ તે દિવસે ભાવનાનાં સાચાં મૂલ સમજ્યો, અને કૃતાર્થ ભાવિક ભાઈ, તમારી બોલી અને ઇન્દ્રમહોત્સવની આ * Page #165 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન કાળા માથાના માનવીએ કેવી કેવી કરામતો કરી છે, કેવાં કેવાં સાહસો ખેડ્યાં છે, કેવી કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે ! એ પુરુષાર્થ, સાહસ અને શૂરાતનને માર્ગે ચડે તો દુનિયામાં ન થઈ શકે એવું કોઈ કામ એને મન રહેતું નથી; ધાર્યું કામ પૂરું કરીને જ એ જંપે છે – ભલે પછી એમ કરતાં એને યમરાજના ઘરના કેડા ખેડવા પડે ! - જ્ઞાનની ઉપાસનામાં લીન બનેલા માનવીઓ, માતા સરસ્વતીના લાડકવાયા બનીને, જાણે પોતે જ્ઞાનગંગાનો ભગીરથ હોય એમ. ધરતીને જ્ઞાનગંગાથી પાવન કરી છે. એ જ્ઞાનગંગા એના પોતાના આત્માને ઉજાળે છે, અને જગતને સાચનો રાહ બતાવીને એના મેલને પખાળે છે. વિજ્ઞાનના ભેદ પામવા મથનાર માનવી કેટકેટલી શોધો કરે છે, કેટકેટલી સિદ્ધિઓ પ્રગટાવે છે ! એ માટે એ આકાશના ભેદ લેતાં, ધરતીના છેડા શોધતાં કે પાતાળનાં પડ ભેદતાં ય પાછો પડતો નથી. માનવી ધનની પાછળ પડ્યો તો ધનના ઢગલા ઊભા કરતાં એને વાર લાગતી નથી – જાણે લક્ષ્મીજી એનાં દાસી બનીને રહે છે ! પણ આ બધાં ઉપરાંત જ્યારે માનવી, દુનિયાની આવી આવી સિદ્ધિઓની આળપંપાળથી અળગો થઈને, પોતાની જાતની, પોતાના આત્માની, પોતાના પરમાત્માની કે પોતાના ઇષ્ટદેવની શોધને માર્ગે વળે છે, ત્યારે તો વળી એની શક્તિઓ કોઈ જુદી જ રીતે ખીલી ઊઠે છે. એનો પુરુષાર્થ પોતાની જાતના ભેદ લેવામાં ચરિતાર્થ થાય છે, એની સાધના જીવનશુદ્ધિને માર્ગે આગળ વધે છે. અને એની સિદ્ધિ આત્માને પિછાનીને પરમાત્માને સાક્ષાત્કાર કરવામાં – આત્મામાં પરમાત્મભાવ પ્રગટાવવામાં - પૂર્ણ થાય છે. નરમાંથી નારાયણ બનવાનો આ જ રાજમાર્ગ ! એવા જ એક આત્મસાધક યતિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન 1 ૧૫૩ એ આત્માના એવા આશક બન્યા કે ઘરબાર અને કુટુંબ-કબીલો. હોંશેહોંશે તજીને ચાલી નીકળેલા ! ગુરુને ચરણે બેસીને અપ્રમત્તપણે જીવનશોધન કરવાનું એમનું વ્રત. એ પોતાનું વ્રત પણ કેવી રીતે પાળે ? – જાણે તલવારની ધાર ! કોઈ જીવને દુઃખ પહોંચાડતાં એમનો પોતાનો આત્મા જ દુઃખી દુઃખી થઈ જાય. અસત્ય તો બોલાય જ શી રીતે ? ચોરી-લબાડીનું કામ જ શું ? જગતની સ્ત્રીઓ એને મન માતા, ભગિની કે પુત્રી જેવી હતી. અને ત્યાગી બનીને નીકળેલાને ધન-વૈભવના પરિગ્રહની શી નિસ્બત ? કંચન કે કામિની એમના મનને ચળાવી ન શકે એવા એ વૈરાગી, બાની અને તપસ્વી મુનિ. ન એમને નામનાની કામના કે ન કીર્તિની ખેવના. ભલા પોતે ને ભલું પોતાનું આત્મશોધનું કામ. - વિક્રમની તેરમી સદીના એક જાજરમાન અને પરોપકારી ગુરુ આચાર્ય વિજયસેનસૂરિજીના એ શિષ્ય. એ મુનિવરનું નામ તો ઈતિહાસકારે નથી નોંધ્યું પણ એનું કામ આજે ય વાચકને પ્રેરણા આપે છે. એ જ યુગમાં એક તેજસ્વી મહાપુરુષ થઈ ગયા. વસ્તુપાળ એમનું નામ. જ્ઞાતિએ એ હતા તો વણિક, પણ એવા જ શૂરા, એવા જ વિદ્યારસિક, એવા જ ગણતરીબાજ અને એવા જ સેવાપરાયણ – જાણે ચારે વર્ણ એક જ દેહમાં આવીને વસ્યા હતા ! | વિક્રમની તેરમી સદીમાં ગુજરાતનું રાજકારણ ચકડોળે ચડ્યું હતું અને રાજ-પ્રજા બન્નેમાં અરાજકતા પ્રસરી ગઈ હતી. દેશનું જાણે કોઈ ધણીધોરી ન હતું. માનવીની શક્તિ, બુદ્ધિ અને દેશભક્તિની કસોટીનો એ કાળ હતો. તે વખતે રાજા વિરધવલે વસ્તુપાળને ગુજરાતના મહામંત્રીપદે સ્થાપ્યા. એ બડભાગી મહામંત્રીએ પોતાના બાહુસમા નાના ભાઈ તેજપાળની સાથે, પોતાની સમગ્ર શક્તિ, આવડત અને કુનેહ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪nરાગ અને વિરાગ માતૃભૂમિને ચરણે ધરી દીધી અને જોતજોતામાં ગુજરાતના રાજ્યને વ્યવસ્થિત, શક્તિશાળી, સમૃદ્ધ અને વિસ્તૃત બનાવી દીધું. મહામંત્રી વસ્તુપાળ જેવા કર્મશૂર એવા જ ધર્મશૂર ; અને દાનશૂરતામાં તો એમની જોડ જ મળવી મુશ્કેલ ' રાજકાજના રંગે પૂરેપૂરા રંગાયેલા હોવા છતાં એમણે પોતાની ધર્મપરાયણતા, સર્વધર્મસમભાવની ભાવના અને વિદ્યારસિકતાને જરા ય ઝાંખી પડવા દીધી ન હતી. અવસર મળતો અને એ તીર્થયાત્રાઓ કરતા. મોટા મોટા યાત્રસંઘો કાઢતા અને ધર્મસ્થાનોની સ્થાપના કરીને પોતાના જીવન અને ધનને કૃતાર્થ કરતા. આબુ ગિરનાર અને શત્રુંજય પર્વતો ઉપર મહામંત્રીઓ અને એમના કુટુંબે દેવવિમાન જેવાં રળિયામણાં દેવમંદિરો રચીને પોતાની ભાવના અને નામનાને અમર બનાવી હતી. મહામંત્રી વસ્તુપાળને ઘણા વખતથી એક વાતની ચિંતા સતાવ્યા કરતી : દેવભૂમિ શત્રુંજય મહાતીર્થનો વહીવટ જે કોઈ માણસને સોંપવામાં આવતો. એ લોભને વશ થઈને ત્યાંના દેવધનનો રક્ષક રહેવાને બદલે ભક્ષક બની જતો ! સંપત્તિ જો આત્મસાધકને પણ ચળાવી શકતી હોય, તો પછી સામાન્ય માનવીનું તો અચળ રહેવાનું ગજું જ શું ? અને તેમાં ય જ્યારે અપાર ધન વેરાયેલું પડ્યું હોય ત્યારે તો એનાથી કોણ બચી શકે ? પણ દેવધન આ રીતે નાશ પામતું રહે એ કેમ સહ્યું જાય ? એ પાપનો ભાર તો માનવીને રસાતળમાં લઈ જાય ! એને બચાવવાનો કંઈક પણ ઉપાય કરવો ઘટે. સંસારમાં ક્યારેક દારૂ અને દ્રવ્ય સરખાં બની જાય છે. દારૂનો કંફ માનવીને ભાન ભુલાવીને પશુ બનાવી મૂકે છે, અને એની પાસે ન કરવાનાં કામ કરાવે છે. દ્રવ્ય મળ્યું હોય અને વિવેક જાગ્યો ન હોય તો માનવી અભિમાનથી છકી જાય છે, અને વિલાસમાં પડીને પોતાનો અને બીજાનો વિનાશ નોતરે છે. અને દ્રવ્ય મળ્યું ન હોય અને દ્રવ્યનો અદમ્ય Page #168 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાનn ૧૫૫ મોહ જાગી ઊઠ્યો હોય તો તો પછી માનવીને માટે કશું જ કાર્ય કે અકાય નથી રહેતું. એમાં તો માનવી દારૂડિયાને પણ સારો કહેવડાવે એવાં અપકૃત્યો કરે-કરાવે છે, અને કશો દોષ સેવતા ખમચાતો નથી. એનું રોમરોમ જાણે દ્રવ્ય, દ્રવ્ય અને કેવળ દ્રવ્યનો જ નાદ ગજવતું રહે છે ! મહાતીર્થ શત્રુંજય ઉપર લોકોની અપાર ભક્તિ. સૌ પોતાનું ગજું ભૂલીને એણે ચરણે પોતાની સંપત્તિ ભેટ ધરવામાં કૃતકૃત્યતા સમજે. પૈસો જાણે ત્યાં પાણીવેગે ભેગો થાય. એટલે એનો વહીવટ બહુ મોટો. એમાં પૈસાનો તો કોઈ પાર નહીં. અને લોભથી પામર બનેલો માનવી એ ધનની સરિતાને વહી જતી જોઈ રહે અને એમાંથી એક ખોબા જેટલું ય પાણી લેવા ન લલચાય, એ ન બનવાજોગ વાત હતી. ભૂખ્યો ડાંસ માનવી અને પક્વાનથી ભરેલો થાળ, એ બે ક્યાં સુધી જુદાં રહી શકે ? શત્રુંજયના વહીવટમાં ય આ દોષ પેઠો હતો, અને એને કેમ દૂર કરવો એનો વિચાર મહામંત્રી વસ્તુપાળને નિરંતર સતાવ્યા કરતો. એ માટે તેઓ એવા સુયોગ્ય પ્રામાણિક માનવીની શોધ કરતા જ રહેતા. એક દિવસ મહામંત્રી પૌષધશાળામાં પોતાના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિજી અને ઉદયપ્રભસૂરિજી પાસે ગયા. જ્યારે જ્યારે વખત મળે ત્યારે ગુરુઓને ચરણે બેસીને ધર્મવાર્તા કરવાની એમને ટેવ હતી. આવી ટેવમાંથી જ જાણે એમને જીવનમાં તાજગી મળતી રહેતી. બંને આચાર્યોને વંદન કરીને મહામંત્રી પચીસ જેટલા અન્ય મુનિવરોને વંદન કરવા લાગ્યા. એ વંદન કરતાં એમનું ધ્યાન ધમગારના એકાંત ખૂણામાં શાંતચિત્ત ધર્મધ્યાનમાં મગ્ન બનેલા પેલા વયોવૃદ્ધ મુનિવર તરફ ગયું. મુનિવરને તો સામે કોણ આવ્યું છે એની કશી ખેવના ન હતી. ભલા પોતે અને ભલું પોતાનું ધર્મચિંતન ! મંત્રીશ્વર સ્થિરભાવે એમને નીરખી રહ્યા. એમના ચિત્તમાં થયું ? આ મુનિવર કેવા પ્રશાંત અને સ્વાધ્યાયમગ્ન છે ! ને એમને કોઈ જળજથા છે, ન કોઈ લાલસા. આશા અને આસક્તિ તો જાણે એમને સ્પર્શતી જ નથી. ધન્ય મુનિવર, ધન્ય તમારું જીવન અને ધન્ય તમારું ધમરાધન ! જાણે મુનિવરની મૂક ધર્મસાધના મંત્રીશ્વરના ચિત્ત ઉપર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઘેરાગ અને વિરાગ કામણ કરી ગઈ. એમણે વિચાર્યું : શત્રુંજયના વહીવટ માટે આવો જ કોઈ નિઃસ્પૃહીં માનવી જાય તો ? જેને મન ધન ઢેફા જેવું અને સંપત્તિ તણખલાની તોલે હોય ! તો એ મહાતીર્થનો વહીવટ આદર્શ બની જાય, દેવધનનો નાશ અટકી જાય, અમારા માથેથી મોટી ચિંતા દૂર થઈ જાય અને શ્રીસંઘ એ આશાતનામાંથી ઊગરી જાય ! — પછી મહામંત્રીએ પોતાના મનની વાત પોતાના ગુરુ પાસે રજૂ કરતાં કહ્યું : ગુરુદેવ, દેવધનનો વિનાશ થતો હોય તો એની ઉપેક્ષા કરવી સારી કે એની રક્ષા માટે પ્રયત્ન કરવો સારો ? ” 46 પ્રશ્ન સાવ સીધો અને સરળ હતો, અને ગુરુને મહામંત્રીના મનની વાત જાણવી હજી બાકી હતી. ગુરુએ તરત જ કહ્યું : મહાનુભાવ, આવો પ્રશ્ન તે વળી પૂછવાનો હોય ? દેવધનની તો પ્રાણ આપીને પણ રક્ષા જ કરવાની હોય ને ?” k તો ગુરુદેવ, મારી એક વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરો. ” ગુરુ અને મુનિવરો કુતૂહલથી વિચારી રહ્યા : આમાં વળી વિનંતી કરવા જેવું શું હશે ? ગુરુએ કહ્યું : “ જે હોય તે ખુશીથી કહો. ” ' મહામંત્રીએ કહ્યું : “ મહાતીર્થ શત્રુંજયનો વહીવટ કથળી રહ્યો છે. જે આવે છે તે એના દેવધનનો ભક્ષક બનીને પોતાની જાતને અને તીર્થને નુકસાન કરે છે. આ દોષ સત્વર દૂર કરવાની જરૂર છે. અને એમાં મને આપની સહાયની જરૂર છે. " વિજયસેનસૂરિ વિમાસી રહ્યા : આ કામ તો ગૃહસ્થોનું; એમાં વળી અમે શું સહાય કરી શકવાના હતા ? પણ મંત્રી વસ્તુપાળ વિચારીને બોલનાર શાણા પુરુષ હતા, એટલે એમની વાત અર્થ વગરની તો કેમ હોય ? : વસ્તુપાળે મુખ્ય વાત તીર્થાધિરાજના વહીવટ માટે ધર્મભાવનાશીલ માણસ મળે તો જ કામ ચાલે એમ છે. અને આ માટે સ્પષ્ટ કરતાં કહ્યું પ્રામાણિક, નીતિપરાયણ અને ગુરુદેવ, Page #170 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન ૧૫૭ મારી નજર ધર્મધ્યાનપરાયણ આ વયોવૃદ્ધ મુનિવર ઉપર ઠરે છે. આપ આજ્ઞા કરો અને એ મુનિવર આ જવાબદારી સંભાળવા તૈયાર થાય, તો આપણા સંઘના માથેથી દેવદ્રવ્યના નાશનો મહાદોષ દૂર થાય અને અમારી મોટી ચિંતા પણ દૂર થાય. આચાર્યવય, આપ તો શાસનના શુભ ચિંતક છો, માટે મારી આ વિનંતી નકારશો નહીં. ” બન્ને આચાર્યો અને સર્વ મુનિવરો ભારે અચરજમાં પડી ગયા ? ક્યાં સર્વ દોષોથી દૂર રહીને કેવળ આત્મસાધના કરવાની પ્રતિજ્ઞાવાળું મુનિજીવન અને ક્યાં અનેક જંજાળોથી ભરેલું આ કામ ? મંત્રીશ્વરની વાત સાંભળીને પેલા વયોવૃદ્ધ મુનિ પણ ભારે મનોમંથનમાં પડી ગયા. વસ્તુપાળે કહ્યું : “આ તો જલકમળની જેમ જીવીને મુનિજીવનને સફળ કરવાનો સુયોગ છે. કંચન અને કામિનીના ત્યાગી એ મુનિવરને તો આત્મસાક્ષીએ અને પ્રભુ સાક્ષીએ માત્ર આ તીર્થનું દેવધન નષ્ટ ન થાય એટલી જ સંભાળ રાખવાની છે. એમાં એમની સંયમની સાધનામાં શી બાધા આવવાની છે ? આ તો એક પંથ અને દો કાજ જેવી વાત છે : સંયમ-સાધનાની અગ્નિપરીક્ષા થશે. અને મહાતીર્થની સેવા થશે.” આચાર્યશ્રીના ગળે આ વાત ઊતરી તો નહીં, પણ મંત્રીશ્વરની વાતમાં ભાવનાનો એવો વેગ ભયો હતો કે તેઓ એનો ઈન્કાર કરી શક્યા નહીં. એમણે એ વૃદ્ધ મુનિવરને બોલાવીને કહ્યું : “ મુનિ, તમારે આપણા મંત્રી કહે છે તે પ્રમાણે તીથાધિરાજની સેવા કરવાની છે. ” મુનિએ વિનમ્રભાવે કહ્યું : “ મહાગુર, હું તો મારા આત્માની સાધના કરવા સાધુ બન્યો છું. એમાં આવી મોટી ઉપાધિ ક્યાં વળગાડું ? હું તો હજી જીવનસાધનાનો પહેલો એકડો ઘૂટું છું. અને મારું કામ પાશેરામાં પહેલી પૂણી જેટલું ય હજી આગળ વધ્યું નથી. એટલે મારે માટે તો આપની નિશ્રામાં રહીને સંયમની સાધના કરવી એ જ ઉચિત છે. આવું જોખમ ખેડવામાં સાર નથી. રખેને આવાં કામોમાં પડીને હું મારો મૂળ સંયમમાર્ગ જ ચૂકી જાઉં. સતી અને સંયમીને તો સો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઘેરાગ અને વિરાગ વિઘ્ન સમજવાં ! કૃપા કરો, અને મને આ ઉપાધિથી અળગો રહેવા દઈને મારી સાધના કરવા દો ! આગ સાથે ખેલ ખેલવાનું કે નદીના સામે પ્રવાહે તરવાનું મારું ગજું નથી. " " પણ મંત્રીશ્વરની વાતનો છેવટે એમને સ્વીકાર કરવો પડ્યો. વયોવૃદ્ધ મુનિવર શત્રુંજયના વહીવટ ઉપર દેખરેખ રાખવા પાદલિપ્તપુર પહોંચી ગયા. જાણે એ દિવસે ત્યાગ અને ભોગની સ્પર્ધાનો આરંભ થયો. વયોવૃદ્ધ મુનિવર પોતાના સંયમમાર્ગથી જરા ય વિચલિત થતા નથી. ત્યાગ, તપ અને તિતિક્ષાને અખંડ રાખવા એ રાત-દિવસ જાગતા રહે છે. એમને માટે તો કાજળની કોટડીમાં પુરાઈને કલંક વગર બહાર આવવા જેવું આકરું આ કામ હતું. અને મન તો હજી ય માનતું ન હતું. ક્યારેક ક્યારેક એ ચિંતામાં પડી જતા ઃ રખેને દેવના દ્રવ્યનું રક્ષણ કરવાની ઉપાધિમાં મારા આત્માનું દ્રવ્ય લૂંટાઈ ન જાય ! પણ હવે શું થાય જવાનો તો કોઈ અવકાશ જ ન હતો. છે. ગુરુની આજ્ઞા હતી જે! કામ મૂકીને પાછા મુનિ તો બનતી સાવધાની રાખીને પોતાની ફરજ બજાવતા રહે પણ આ તો દારૂ અને અગ્નિને સાથે રાખવા જેવો ખેલ હતો : જરા ય ચૂક્યા કે સર્વનાશ થતાં વાર ન લાગે ! પણ તીર્થભૂમિનો વહીવટ સુધરતો ચાલ્યો. દેવદ્રવ્યનું બરાબર જતન થવા લાગ્યું. એમાંથી પોતાનો સ્વાર્થ સાધનારના હાથ હેઠા પડ્યા. એવા બધાને તો એમ જ થયું : આ તો આપણું ઘીનું કૂડલું હરાઈ ગયું ! Page #172 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન B ૧૫૯ એમને એ સાધુ આંખના કણાની જેવા અકારા થઈ પડ્યા. એમને તો હંમેશાં એક જ વિચાર આવ્યા કરતો : કોઈ રીતે આ ઉપાધિ ટળે ! અને એમણે પોતાની મોહક માયજાળ બિછાવવા માંડી. એક દિવસ આવા બગભગતોએ ભેગા થઈને પેલા મુનિવરને લાગણીભર્યા સ્વરે વિનંતી કરી ? “ મહારાજ, આપ તો કેવા મોટા તીર્થના રખેવાળ ! આપને મળવા તો મોટા મોટા શેઠશાહુકારો અને રાવ-રાજાઓ આવે. આપને આવાં મેલાં, ફાટેલાં ગાભા જેવાં વસ્ત્રો તે શોભે ? મોભા પ્રમાણે તો વસ્ત્રો જોઈએ ને ! એમાં ક્યાં સંયમમાં દૂષણ લાગી જવાનું છે ?” ક્યારેક પ્રતિકૂળ ઉપસર્ગની સામે ટકી રહેવું સહેલું હોય છે, પણ અનુકૂળ ઉપસર્ગનો પ્રતિકાર કરવો મુશ્કેલ બની જાય છે. મુનિ મૌન રહ્યા, અને ભક્તોએ એમની કાયાને સુંદર વસ્ત્રોથી મઢી દીધી ! વળી એક દિવસ એમણે કહ્યું : “આપને તો મોટા મોટા હોદ્દેદારો અને ઠાકોર સાથે વાત કરવી પડે, ત્યારે મોંમાંથી કંઈક સુગંધ તો ફોરવી જોઈએ ને ?” અને એમણે યતિના મુખમાં સુગંધી મસાલાઓથી ભરપૂર તાંબૂલ મૂકી દીધું ! મુનિ બિચારા હજી ય માનતા રહ્યા કે મારે આમાં શી લેવાદેવા ? મારે તો કર્તવ્યની દૃષ્ટિએ આ બધું અનિચ્છાએ કરવું પડે છે ! બાકી હું તો આ બધાથી સાવ અલિપ્ત અને અનાસક્ત છું ! એક દિવસ લાગ જોઈને ભક્તોએ કહ્યું : “ગુરુજી, આપના માથે મહાતીર્થનાં કામોનો કેટલો મોટો ભાર છે ! અને એમાં આપનો કેટલો બધો સમય ચાલ્યો જાય છે ! આપને તો એ માટે ઊંઘ અને આરામ પણ આઘાં મૂકવાં પડે છે. એમાં વળી આવી પદ્ધ ઉંમર અને ઘેર ઘેર ફરીને ભિક્ષા માગી લાવવાની ! કેટલો કાળક્ષેપ અને કેટલી મુસીબત ! આપને તો ગમે તેમ કરીને શરીરને ભાડું જ આપવાનું છે ને ? એ માટે આટલી બધી ઉપાધિ શી ? અહીં પાસે જ રસોઈ થાય છે એ આપ લઈ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ Dરાગ અને વિરાગ લ્યો એટલે બસ ! ઘેર ઘેર ભટકવાની શી જરૂર ? " વાત કરનાર ભારે મમતાળુ લાગ્યા. એમના બોલમાં કેવી ભક્તિ ભરી હતી ! આવી મમતા અને ભક્તિનો ઇન્કાર પણ શેં ભણી શકાય ? મુનિ તો પછી રસોડેથી જ ભોજન લેવા લાગ્યા. વાત કરનારા સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી તૈયાર રાખવામાં જરા ય પાછા પડે એવા ન હતા ! ભૂમિ બરાબર લપસણી થઈ ચૂકી હતી. સંયમના ચઢાણને પાર કરવાનો પુરુષાર્થ કરતું મન, જાણે થાકી-હારીને, ભોગના ઢાળ તરફ દોડવા લાગ્યું હતું ! છતાં મુનિ તો માનતા રહ્યા કે બધું બરાબર ચાલે છે અને સંયમ-સાધનામાં કોઈ ખામી આવતી નથી ! પછી તો વાત એટલી આગળ વધી ગઈ કે મુનિને પગે ચાલવું મુશ્કેલ લાગવા લાગ્યું, અને તેઓ સુખપાલ (પાલખી)નો ઉપયોગ કરવા લાગ્યા ! ક્યારેક પાલખી વખતસર ન મળતી તો તેઓ રાતાપીળા થઈ જતા. બગભગતોનું તીર બરાબર લાગી ચૂક્યું હતું : મુનિ ધીમે ધીમે ત્યાગનો માર્ગ ચૂકીને ભોગના માર્ગે સરકવા લાગ્યા હતા ! દેવદ્રવ્યના રક્ષણની તો હવે વાત જ શી કરવી જ્યાં મુનિના આત્મદ્રવ્યમાં જ આગ ચંપાઈ ગઈ હતી. ? છતાં મુનિને એ વાતનું કશું દુઃખ ન હતું. એ તો હજી ય માનતા હતા અને મનાવતા હતા કે મારો સંયમ અને મારો ત્યાગ અખંડ અને અબાધિત છે; એમાં કશી ક્ષતિ આવી નથી ! રે આત્મવંચના ! રે પરપંચના ! - એક વાર મહામંત્રી વસ્તુપાળ તીર્થાધિરાજની યાત્રાએ ગયા હતા. યાત્રા કરીને તેઓ નગર તરફ જતા હતા. માર્ગમાં એમણે જોયું કે ૧૫-૨૦ માણસોનું ટોળું જયજયકાર પોકારતું કોઈ માનવીને પાલખીમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન ૧૬૧ બેસાડીને જઈ રહ્યું છે; ભારે કુતૂહલ પ્રેરે એવું એ દૃશ્ય હતું. મંત્રીશ્વરે થોભીને પોતાના પરિચારકને પૂછ્યું : ભાઈ, આ બધી શી ધમાલ છે ?’ 44 39 પરિચારકે કહ્યું પ્રભુ ! આ તો આપે તીર્થનો વહીવટ સંભાળવા અને દેવધનનું રક્ષણ કરવા જે યતિને મોકલ્યા હતા, એ પાલખીમાં બેસીને જઈ રહ્યા છે ! ભારે ઠાઠ જમાવ્યો છે એમણે તો ! એમનો પ્રભાવ પણ ખૂબ છે ! આવો વૈભવ તો કોઈ મોટા રાજગુરુને ય ન મળે ! કેવા મોટા તિ ! સૌ એમનો જયજયકાર બોલાવે છે. !” બોલનારના મનમાં ભારે અહોભાવ ભર્યો હતો, પરંતુ વસ્તુપાળનું ધ્યાન એ તરફ હતું; એ તો કંઈ બીજું જ ચિંતવતા હતા. r એમનું મન જાણે એમને કહેતું હતું ઃ કેવા મોટા યતિ અને એમનું આ કેટલું મોટું પતન ! એક દોષને દૂર કરવા જતાં હું તો બે દોષનો ભાગીદાર બની ગયો : ત્યાગી ભોગી બની ગયા, અને દેવધનની દશા તો હતી એવી ને એવી જ રહી ! અને ભોળા ભદ્રિક લોકો અધર્મને ધર્મનો મહિમા માનવા લાગ્યા, એ વધારામાં ! રે ભગવાન ! આ તે કેવો દોષ ! મંત્રીશ્વરનો આત્મા કકળી ઊઠ્યો હતો, પણ સમય પારખીને એમણે પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. તરત જ પોતાના ચિત્તને સ્વસ્થ કરીને તેઓ પેલા યતિની પાલખી પાસે પહોંચી ગયા; અને મુનિને ખૂબ આદરભક્તિપૂર્વક વંદન કરી રહ્યા. પછી મંત્રીશ્વરે, મુખ ઉપર અણગમા કે તિરસ્કારનો જરાસરખો પણ ભાવ આવવા દીધા સિવાય, સાવ સહજ રીતે, યતિજીને કહ્યું : “આપ જે કામે જતા હો એ કામ પતાવીને પછી આપના સ્થાને પધારજો. આપણે તીર્થના વહીવટ સંબંધી કેટલીક વાત કરવી છે. મંત્રીશ્વર પોતાને ઉતારે ગયા. યતિ પોતાને માર્ગે ગયા. સૌએ માન્યું કે વાત આટલેથી જ પતી ગઈ. * Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઘેરાગ અને વિરાગ હતો. પણ મુનિની વાણી જાણે હવે સિવાઈ ગઈ હતી. ભક્તોની વાતો સાંભળવાનો એમનો ઉત્સાહ આજે ઓસરી ગયો એ કોઈ વાતનો જવાબ ન આપતા. ધીમે ધીમે એમનું મુખ ગંભીર બની ગયું. આંખો મીંચીને એ જાણે પોતાના અંતરમાં ઊતરી ગયા ઃ ન કશું બોલવું, ન કોઈની સામે જોવું ! ભાવિક ભક્તો તો જોઈ જ રહ્યા ઃ આજે ગુરુજીને આ શું થયું હતું ? પણ, ઘાયલ હરણની માફક, મુનિનું મન આજે ભારે વેદના અનુભવી રહ્યું. મહામંત્રી વસ્તુપાળે તો એક પણ કડવું વેણ નહોતું ઉચ્ચાર્યું અને મુખ પર અવિવેકની રેખા પણ નહોતી દેખાવા દીધી, પણ મુનિ બિચારા મનોમન ભારે ભોંઠપ અનુભવી રહ્યા. એમને થયું ઃ ક્યાં મારો નિર્મળ સંયમ, અને ક્યાં મારું આ અઘોર પતન ! સંયમની સીડી દ્વારા ઉપર ચડવાના વ્રતવાળો હું કેવા ઢાળમાં સપડાઈ ગયો ! મારુ આ કેવું અધઃપતન થઈ ગયું ! મુનિના ઊંઘતા આત્માને બરાબર ઠેસ વાગી ચૂકી હતી, અને વૈભવ-વિલાસની વાસનાથી શિથિલ બનેલું એમનું મન બરાબર જાગી ઊઠ્યું હતું. યતિને થયું ઃ મહામંત્રીએ મને બોલાવ્યો છે, પણ હું શું મોઢું લઈને એમની સામે જાઉં ? આવા અસંયમ, આવા પતન અને આવી અપકીર્તિ કરતાં તો મોત સારું ! મહામંત્રીએ મને કેવા ઉત્તમ ધર્મકાર્ય માટે નીમ્યો હતો, અને હું એ કાર્યને કેવો બેવફા નીવડ્યો ! સર્યું હવે આવા અસંયમી જીવનથી ! - અને એ મુનિવરે મહામંત્રી વસ્તુપાળને કહેવરાવી દીધું મંત્રીવર, મારું કલંકિત મોં લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત નહીં થાઉં! મારા આત્મા ઉપર લાગેલ કલંકને ધોવા ઉગ્ર તપસ્યા આદરવાની મેં પ્રતિજ્ઞા કરી છે. ભગવાન વીતરાગની સાક્ષીએ હું અનશનનું મહાતપ 44 Page #176 -------------------------------------------------------------------------- ________________ પતન અને ઉત્થાન D ૧૬૩ સ્વીકારું છું. અધમ બનેલા મારા આત્માનો ઉદ્ધાર થાઓ, એ જ મારી પ્રાર્થના છે. ' 99 મંત્રીશ્વર વાત સાંભળી રહ્યા; અને ભોગવિલાસના ઢાળની સામે થઈને પળવારમાં આત્મસાધનાનાં આકરાં ચઢાણ ચડવા માંડેલા એ યતિવરને મનોમન વંદી રહ્યા ! ધન્ય રે જાગ્રત આત્મા ! Page #177 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ વનપાલ કોઈક માનવીનું મન ગુલાબના છોડ સમું હોય છેએના ઉપર સુંદર, સુગંધી, સુકુમાર ફૂલ પણ ખીલે છે અને આંગળીને વીંધી નાખે એવા તીણા કાંટા પણ ઊગે છે. ધનપાલનું હૃદય કંઈક એવું જ હતું. ભક્તિ, કરુણા અને વિવિધ રસોનું સંવેદન ઝીલીને એ કવિ બની જતું, તો સત્ય અને સ્વમાનની રક્ષા માટે એ અણનમ યોદ્ધાનું રૂપ ધારણ કરતું. ભય કે લાલચ એને ક્યારેક ચળાવી ન શકતાં. એ બાળપણથી જ ખૂબ તેજસ્વી હતો. અને ક્યારેક કોઈથી પાછા પડવાનું તો એના સ્વભાવમાં જ ન હતું. વળી સ્વમાની પણ એવો કે કદી દીનતા કે લાચારી ન દાખવે, ન અનુભવે. માતા સરસ્વતીની એના ઉપર પૂરી મહેર હતી. બધાં શાસ્ત્રો અને બધી વિદ્યામાં એ પારંગત હતો. અને કવિતામાતા તો એના ઉપર એવાં પ્રસન્ન રહેતાં કે એ બોલે ત્યારે જાણે કાવ્યગંગા વહેવા લાગે, અને લખવા બેસે તો રસસાગરમાં ભરતી આવે. રમતવાતમાં મધુર કાવ્ય રચીને એ ભલભલાનાં દિલ ડોલાવી દેતો અને મન જીતી લેતો ! આમ ધનપાલ પંડિત પણ હતો અને કવિ પણ હતો. વખત આવ્યે કડવું સત્ય બોલવામાં પણ એ પાછો ન પડતો અને સત્યપ્રિય પણ એટલો જ. કોઈની પણ વાત સાચી લાગે તો એનો સ્વીકાર કરવામાં એને વાર ન લાગે, પોતાની વિદ્યાના ગર્વને અને પોતાના અહંકારને ગાળી નાખીને એ સાચી વાતનો સ્વીકાર કરે ત્યારે જ એને જીપ વળે. એવો તો એ વિનમ્ર અને વિવેકી હતો. પોતાના ધર્મનું અને પોતાના પાંડિત્યનું એને મન ભારે ગૌરવ. વર્ષે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણધર્મના બધા આચારવિચાર પાળવામાં હંમેશ ખબરદાર રહે અને ધર્મકર્મનો પણ પૂરેપૂરો આગ્રહ રાખે. એના પિતા સવદવ પણ વિદ્યાપરાયણ અને ભારે ક્રિયાકાંડી બ્રાહ્મણ હતા. એમનું કુટુંબ અવંતિ દેશની રાજધાની ધારાનગરીમાં રહેતું. Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ [ ૧૬૫ ધનપાલે હજી યૌવનમાં ડગ માંડ્યાં ન હતાં અને મૂછનો દોરો પણ હજી ફૂટ્યો ન હતો, ત્યારે એક દિવસ એણે જોયું કે પિતાના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ છે. એણે નમ્રતાથી પૂછ્યું : “ પિતાજી, આજે આપ શી ચિંતામાં પડ્યા છો ? આપની આજ્ઞા ઉઠાવનાર હું અને મારો નાનો ભાઈ શોભન બેઠા છીએ અને આપને ઉદાસીન થવાનું શું કારણ હોય ? જે કંઈ હોય તે આજ્ઞા કરો.” સર્વદવે ગંભીર બનીને કહ્યું : “વત્સ, વાત કંઈક એવી જ છે. મારા બે પુત્રોમાંથી એકને અહિંસાધર્મની - શ્રમણધર્મની દીક્ષા અપાવવા હું વચનથી બંધાયો છું. આજે એ વચનપાલનની ઘડી આવી પહોંચી છે. હું ઈચ્છું કે તું શ્રમધર્મનો સ્વીકાર કરી અને મારી પ્રતિજ્ઞાથી મને મુક્ત કર !” પણ ધનપાલ તો ભારે મનસ્વી જીવ હતો ? મનને ન રુચે એવું કામ કરે જ નહીં ! એ એક પળવાર વિમાસી રહ્યો : એક બાજુ પિતાની આજ્ઞા ખડી હતી, બીજી બાજુ અંતરની આજ્ઞાનો અવાજ સંભળાતો હતો; કયે માર્ગે જવું અને કોની આજ્ઞા માનવી ? થોડી વાર એ ચૂપ રહ્યો, પણ નિર્ણય કરતાં એને વધુ વખત ન લાગ્યો. એણે દૃઢતાથી પિતાને ઉત્તર આપ્યો : “પિતાજી ! આપે આજ્ઞા કરી એ સાચી, અને પિતૃઆજ્ઞાનું પાલન પણ થવું જ જોઈએ. પણ એની પણ હદ હોય. જ્યાં મન સામો પોકાર કરતું હોય અને આજ્ઞાપાલનમાં પોતાના સ્વત્વનો અને ગૌરવનો લોપ થતો હોય ત્યાં વિચાર કરીને જ પગલું ભરવું ઘટે. શાસ્ત્રાભ્યાસનું એ પણ એક ફળ જ ગણાય કે પોતાના મનને ન રુચે એવું કામ કદી ન કરવું અને મનને કદી પણ ન છેતરવું. મનને છેતરનાર ખરી રીતે પોતાના આત્માને છેતરે છે. આપની આજ્ઞાનું પાલન મને કંઈક આવું જ લાગે છે. ” સર્વદેવના મુખ ઉપર વિષાદની વધુ રેખાઓ ઊપસી આવી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રાગ અને વિરાગ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ એને પ્રાણભંગ જેવો વસમો લાગતો હતો. પ્રાણ રહે કે ન રહે, પ્રતિજ્ઞા તો રહેવી જ જોઈએ. આ તો વિપ્રનું વચન ! એણે ધનપાલને સમજાવવા પ્રયત્ન કર્યો : વત્સ ! તો પછી મારા વચનનું શું ? હું તો મારી પુત્રસંપત્તિમાંથી અર્ધી શ્રમણધર્મને અર્પણ ક૨વાના વચનથી બંધાઈ ચૂક્યો છું, અને એનું પાલન કરવાની ઘડી આજે પાકી ગઈ છે. ' "" 46 ધનપાલે તરત જ જવાબ આપ્યો : પિતાજી ! આ તો પ્રાણ આપવા કરતાં ય વધારે વસમી વાત છે. કયો શાણો અને સ્વમાની માણસ પોતાના ધર્મનો ત્યાગ કરવા તૈયાર થાય ? તેમાં ય આપણે તો રહ્યા બ્રાહ્મણ ! બ્રાહ્મણધર્મ તો આપણો પ્રાણ; અને યજ્ઞયાગાદિ ક્રિયાકાંડ અને વેદવિદ્યા એ આપણું જીવન અને આપણું સર્વસ્વ ! એનો ત્યાગ કેમ કરી શકાય ? કહો તો મારો પ્રાણ આપું, પણ પરધર્મનો સ્વીકાર હું નહીં કરી શકું. મને ક્ષમા કરો ! વિપ્ર સર્વદેવની વાચા જાણે હરાઈ ગઈ. ધનપાલ પોતાની વાતમાં દૃઢ રહ્યો, પણ એ દૃઢતાનું મૂલ્ય આંકનાર ત્યારે ત્યાં કોઈ ન હતું. કડવું સત્ય બોલ્યાની અને આચર્યાની કડવાશ એના અંતરમાં પણ વ્યાપી ગઈ હતી. એને પણ આવા કઠોર બનવું રુચતું ન હતું, પણ લાચાર બની ગયો હતો. પણ નાના ભાઈ શોભને રંગ રાખ્યો ઃ એણે જરા પણ અણગમો કે ક્ષોભ દાખવ્યા વગર પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો, અને નાની ઉંમરમાં જ શ્રમણધર્મ અંગીકાર કરીને જૈન મુનિનો વેશ ધારણ કરી લીધો. અહિંસાધર્મના પૂર્ણ પાલનને માર્ગે એણે પોતાના જીવનને વાળી દીધું. ધનપાલની જેમ સ્વધર્મના ત્યાગની વાત શોભનને અકારી ન લાગી. એને મન પિતૃઆજ્ઞાનું પાલન એ જ પરમધર્મ અને જીવનસર્વસ્વ બની ગયું હતું. પિતાની આજ્ઞાનું પાલન કરીને શોભન કૃતકૃત્ય થયો. પોતાના વચનનું પાલન થવાથી સર્વદેવ સંતુષ્ટ થયા. Page #180 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ [૧૬૭ ધનપાલની અંતરના સાદને વફાદાર રહેવાની શક્તિની પણ આજે કસોટી થઈ. ત્રણે જીવ જાણે પોતપોતાની ભાવનામાં વિજયી થયા. એ વાતને થોડાંક વર્ષ વીતી ગયાં. મુનિ શોભન તો શ્રમણધર્મના પાલનમાં અને ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં એકાગ્ર બનીને પોતાની જાતને અને ઊંઘ કે આરામને ય ભૂલી ગયા હતા. એ તો સદાકાળ જાગ્રત રહેતા અને પોતાની જીવનસાધનાને વધુ ને વધુ સતેજ કરતા. વખત પાકે અને પંખીને પાંખો આવે, અને ત્યારે એને આભમાં ઊંચે ઊંચે ઊડવાનું મન થયા વગર ન રહે. મૂનિ શોભને પણ જાણે જ્ઞાન અને આચારની બે પાંખો મેળવી લીધી હતી અને હવે એમને અહિંસાધર્મના પ્રસારના કંઈ કંઈ મનોરથ જાગવા લાગ્યા હતા. એક વાર એમને થયું કે મેં તો અહિંસાધર્મના સાધક બનીને મારું જીવન સફળ કર્યું, પણ મારા મોટા ભાઈને એ તરફ દોરું તો જ મારો ધર્મ અને મારું જ્ઞાન સફળ થયાં લેખાય. ગુરુની આજ્ઞા લઈને એમણે ધારાનગરી તરફ વિહાર કર્યો. મુનિ શોભન અને કવિ ધનપાલ – એક શ્રમણ અને એક બ્રાહ્મણ – બંને ભાઈ ખૂબ હેતપ્રીતથી મળ્યા અને બંનેએ મોકળે મને ધર્મચર્ચા કરી. | મુનિ શોભનની સરળતા, સાધુતા, સત્યપરાયણતા, અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના કવિ ધનપાલના અંતર ઉપર જાણે કામણ કરી ગઈ. સત્યના સાચા આગ્રહીને જાણે જીવનનું અને ધર્મનું નવું સત્ય લાધી ગયું. એ જ કવિ ધનપાલ, એ જ એની વિદ્વત્તા અને એ જ એનો પોતાના ધર્મ માટેનો આગ્રહ, પણ આજે કવિના અંતરનો રંગ પલટાઈ ગયો હતો. સત્યનો સ્વીકાર કરીને એણે તીર્થકરોના અહિંસાધર્મનો સ્વીકાર કર્યો અને પોતાના બ્રાહ્મણધર્મને વધુ ઉજ્જવળ બનાવ્યો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ | રાગ અને વિરાગ મુનિ શોભનના મનોરથ સફળ થયા. એમનું અંતર અપૂર્વ આલાદ અનુભવી રહ્યું. . તે દિવસે અહિંસાધર્મનો વધુ વિજય થયો. ત્યારે વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી. અવંતિપતિ અને રસોના સ્વામી મહારાજ મુંજની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી, અને ધારાનગરીનું સિંહાસન મહારાજા ભોજ શોભાવી રહ્યા હતા. અવંતિ દેશ તે કાળે સાહિત્ય, સંગીત અને કળાનું ધામ લેખાતો. એની વિદ્યાભક્તિ પણ ખૂબ પંકાતી હતી. ધારાનગરીની રાજસભામાં કવિઓનું, વિદ્વાનોનું અને કળાકારોનું સદા બહુમાન થતું. રાજા ભોજ પણ ભારે કાવ્યવિનોદી અને વિદ્યાપ્રેમી રાજા હતો. કવિ ધનપાલ તેનો બાળગોઠિયો હતો. મીઠાબોલા અને વિદ્યાના રસિયા તેમ જ કાવ્યકળામાં કુશળ ધનપાલ ઉપર મહારાજ મુંજને પણ ખૂબ હેત હતું. એ હેતે કુમાર ભોજને ધનપાલ તરફ આકર્મો હતો. અને છેવટે એક રાજા અને એક કવિ – રાજા ભોજ અને કવિ ધનપાલ – બાળપણથી જ મૈત્રીની ગાંઠ બંધાઈ ગયા હતા. ' રાજા સાથેની મૈત્રી નભાવવી અને સાથે સાથે મહાકવિ તરીકેની પોતાની ખુમારીને ટકાવી રાખવી, એ ભારે મુશ્કેલ કામ હતું. પણ ધનલોભ કે રાજભયને લીધે એ ખુમારીમાં કશી ખામી ન આવે એ માટે ધનપાલ હંમેશાં જાગૃત રહેતા. અને પોતાના અહિંસાધર્મની છાપ રાજાના અંતર ઉપર પડે એવો પ્રયત્ન કરવાનું એ કદી ન ચૂકતા, અને વખત આવ્યે કડવું સત્ય ઉચ્ચારવામાં પણ પાછા ન પડતા. આમ રાજા ભોજની વિદ્યાપ્રીતિ અને કવિ ધનપાલની હૃદયસ્પર્શી રસઝરતી કવિતાને લીધે એ મૈત્રી અતૂટ રહેતી. એ કવિતાને તો ધનપાલને “સિદ્ધ સારસ્વત નું ગૌરવશાળી બિરુદ અપાવ્યું હતું. પણ ક્યારેક એ મૈત્રી પણ કસોટીએ ચડી જતી. એક દિવસની વાત છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ ] ૧૬૯ મહાકાલના મંદિરમાં મોટો યજ્ઞ મંડાયો હતો. ધર્મશાસ્ત્રનું અખંડ પારાયણ ચાલી રહ્યું હતું, અને યજ્ઞમાં હોમવા માટે ત્યાં ઘણાં પશુ એકત્ર કરવામાં આવ્યાં હતાં. રાજા ભોજ અને કવિ ધનપાલ યજ્ઞના દર્શને ગયા. " ધર્મને નામે થનાર પશુવધના વિચારથી કવિનું અંતર કમકમી ઊઠ્યું. એમનું હૈયું વલોવાવા લાગ્યુંઃ ધર્મના નામે આવો અધર્મ ! છેવટે તો એ કવિ ! એમનાથી ચૂપ ન રહેવાયું. એમણે રાજા ભોજને કહ્યું : “ રાજન્ ! જરા જુઓ તો ખરા ! આ નિર્દોષ પશુઓ કેવું દીન આક્રંદ કરી રહ્યાં છે ! એને હોમીને આપણે સ્વર્ગ મેળવવું છે ! કેવું એ સ્વર્ગ અને કેવો આ યજ્ઞ ! જાણે વૃક્ષને મૂળમાંથી કાપીને આપણે એની છાયા અને એનાં મીઠાં ફળનો ઉપભોગ કરવા માગીએ છીએ ! આ તે ક્યાંનો ન્યાય ? અને આમાં રાજશાસનની શોભા પણ શી ? અને કહે છે કે, જે પશુને યજ્ઞમાં હોમવામાં આવે છે એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે ! ભલા, આ તે કેવી ભયંકર આત્મવંચના ! દયાભીના અંતરને કઠોર બનાવનારી આ કેવી વિચિત્ર અંધશ્રદ્ધા ! રાજન્ ! કંઈક તો વિચાર કરો ! કંઈક તો ન્યાય તોળો ! " રાજા ભોજ વિચારમગ્ન થઈને સાંભળી રહ્યા. એક બાજુ પોતાના માનેલા ધર્મની, ધર્મશાસ્ત્રની અને ધર્માચરણની વાત હતી; બીજુ બાજુ પોતાના કવિ-મિત્રની અંતરને સ્પર્શી જાય એવી ન્યાયની વાત હતી. આમાં શું સાચું ? રાજા ભારે વિમાસણ અનુભવી રહ્યો. ધનપાલનો આત્મા કકળી ઊઠ્યો હતો. આજે એનાથી ચૂપ રહેવાય એવું ન હતું. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું : રાજન્ ! જરા આ ગરીબડાં પશુઓનાં અંતરની વેદના તો વાંચો ! હું તો એમનાં અંતરની વેદના બરાબર વાંચી શકું છું. એ જાણે એમ કહી રહ્યાં છે ઃ · અરે ઓ ક્રૂર માનવીઓ, અમારો વધ કરીને તમારે તમારા આકાશી દેવને રાજી કરવા છે ? અમારું આ દુનિયાનું સુખ હરી લઈને તમારે સ્વર્ગનાં સુખ હાંસલ કરવાં છે ? તમારો એ દેવ તે દેવ છે કે દાનવ, જે પશુઓના માંસનો ભૂખ્યો અને એમના રુધિરનો તરસ્યો છે ? અને તમે એમ પણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦Dરાગ અને વિરાગ કહેતાં શરમાતા નથી કે યજ્ઞ કરવાથી જેમ તમને સ્વર્ગ મળશે, એમ યજ્ઞમાં હોમાવાથી અમને પશુઓને પણ સ્વર્ગ મળશે ! ભોળા માનવીઓ, તમે તે કેવા ભ્રમમાં ફસાયા છો ? જાણે તમે બાવળ વાવીને પ્રફળની આશા રાખો છો ! પણ જરા અમારાં અંતરની અપાર વેદનાને તો સમજો ! પણ તમે તો ભારે બુદ્ધિશાળી માનવી ! બુદ્ધિની લડાઈમાં અમે તમને ન પહોંચી શકીએ ! પણ અમારી એક સીધીસાદી વાત સાંભળો. અમે તમારી પાસે સ્વર્ગની ભીખ માગી નથી, અને એવા સ્વર્ગની અમારે ખેવના પણ નથી. અને જો યજ્ઞમાં હોમાનાર જીવને સાચે જ સ્વર્ગ મળતું હોય તો તમારા માતા-પિતા, ભાઈ-ભગિની કે પુત્ર-પુત્રીઓના પરિવારને એમાં હોમીને આ દુઃખી દુનિયામાંથી મુક્ત કરીને સ્વર્ગનાં અપાર સુખ-વૈભવ ભોગવવા કેમ મોકલી આપતા નથી ? તમારું સ્વર્ગ તમને જ મુબારક !' મહારાજ, આ મૂંગા પશુઓનો આવો આર્તનાદ આપ નહીં સાંભળો તો બીજું કોણ સાંભળશે ?” બોલતાં બોલતાં કવિ ધનપાલ અંતરમાં ઊતરી ગયા. એમની વાણી થંભી ગઈ. હિંસા-અહિંસાના દ્વન્દ્રનો વિચાર કવિના અંતરમાં જાણે ઝંઝાવાત જગવી રહ્યો ! રાજા ભોજને આ પળે કવિ ખૂબ અકારો લાગ્યો. કવિનાં વેણ એને બહુ કડવાં લાગ્યાં. પોતાના ધર્મની વિરુદ્ધની વાત રાજાના ગળે શી રીતે ઊતરે ? રાજાના મુખ ઉપર અણગમો, નારાજી અને ઉગ્રતાની રેખાઓ. તરી આવી, પણ કવિની વાતનો એની પાસે કોઈ જવાબ ન હતો. રાજાએ મૂંગા રહેવામાં જ સાર માન્યો. કવિની કરુણા અને ખુમારીની કસોટીનો એવો જ એક બીજો પ્રસંગ આવ્યો. એક દિવસ રાજા ભોજ વનમાં શિકારે ગયો. કવિ ધનપાલ અને બીજા કવિઓને પણ એ પોતાની સાથે લેતો ગયો. વાર્તાવિનોદ અને કાવ્યવિનોદ કરતાં કરતાં બધાં વનમાં પહોંચ્યા. પછી તો શિકારની Page #184 -------------------------------------------------------------------------- ________________ એના અંતરમાં ચાલ્યો એવામાં મૂડ ખર્યું હતું તથા કિકોટા નાખો મહાકવિ ધનપાલ [ ૧૭૧ શોધમાં ભોજ એકલો આગળ નીકળી ગયો. સૈનિકો રાજાના રક્ષણ માટે સાથે થઈ ગયા. શિકારને શોધતો શોધતો રાજા જંગલમાં ઊંડે ઊંડે ઊતરી ગયો. એના અંતરમાં અત્યારે શિકાર સિવાય બીજો કોઈ વિચાર ન હતો. જાણે એ રુદ્રનો અવતાર બની ગયો હતો. વાર્તાનો વિનોદ અને કાવ્યની કુમાશ એના અંતરમાંથી સરી ગયાં હતાં. એ થોડેક ચાલ્યો એવામાં એક મોટો ચિત્કાર સંભળાયો. રાજાએ નજર કરી તો સામે એક જંગલી ભૂંડ ખડું હતું. તીણી ધારદાર એની દિવૂડીઓ હતી. પોતાના જોશને ઠાલવવા એ જોરજોરથી છિંકોટા નાખતું હતું, જાળાં-ઝાંખરાંને પોતાની દંતૂડીઓથી છેદી રહ્યું હતું અને ધરતીને ખોદી નાખતું હતું ! જોતાં જ છળી મરાય એવો વિકરાળ શૂકર ! રાજા પળવાર એને જોઈ રહ્યો. પોતાને જોઈતો શિકાર જોઈને રાજાનું મન પ્રસન્ન થઈ ગયું. રાજાએ તરત જ એક જગ્યાએ ઓથ લીધી; સૈનિકો સાવધ થઈ ગયા – રખેને કંઈ અનિષ્ટ ઘટના આવી પડે ! રાજાએ બરાબર શરસંધાન કર્યું, અને શિકાર ઉપર પોતાનું તાતું તીર છોડ્યું. તીરે ધાર્યું નિશાન લીધું અને કારમી મરણચીસ નાખીને શૂકર જમીન ઉપર ઢળી પડ્યો. એ ચીસના પડઘા આખા વનવગડાને ગજાવી રહ્યા. સૈનિકોએ રાજા ભોજનો જયકાર પોકાર્યો. કવિઓ પણ કંઈ પાછા પડે એવા ન હતા. શૌર્યકથા સાંભળી એમણે રાજા ભોજને કંઈ કંઈ રીતે બિરદાવ્યો. એની પ્રશંસા કરવામાં એમણે કોઈ વાતની ખામી ન રાખી. કવિઓની વાણી સાંભળી રાજાનું ચિત્ત પ્રસન્ન થયું. પણ અરે, બધા કવિઓએ પોતાની વાણીની ગંગાને વહેતી મૂકીને રાજાને અભિષેક કર્યો. અને આ કવિ ધનપાલ ચૂપ કેમ ? એ તો રાજાનો બાલસખા ! શું મિત્રના પરાક્રમની ગૌરવગાથાનું ગાન કરવાને વખતે જ એની વાણી સિવાઈ ગઈ ? સૌ અચરજ અનુભવી રહ્યા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર રાગ અને વિરાગ સાચે જ કવિ ધનપાલની વાણી આજે સિવાઈ ગઈ હતી. એનું અંતર વલોવાઈ રહ્યું હતું. એક બાજુ પોતાની કવિ તરીકેની ખુમારી એને સાચી વાત કહેવા પ્રેરી રહી હતી, બીજી બાજુ રાજા સાથેની મૈત્રી એને રાજાને કડવી પણ સાચી વાત સંભળાવવા ઉત્તેજી રહી હતી, ખરે વખતે મિત્ર સાચી વાત ન કહે તો બીજું કોણ કહે ? આ તો કર્તવ્ય બજાવવાની ખરેખરી ઘડી ! પણ જ્યાં ચારેકોરથી પ્રશંસાનાં સુમધુર વચનોની પુષ્પવર્ષા થઈ રહી હોય ત્યાં બાણ જેવાં આકરાં વેણની અગ્નિવર્ષા કેવી રીતે કરી શકાય ? કવિ તો ભારે વિમાસણમાં પડી ગયા. રાજા ભોજે પૂછ્યું : “કવિવર, અત્યારે એવા તે કેવા ચિંતનમાં ઊતરી ગયા છો કે કશું બોલતા જ નથી ? શું તમારી કવિતા અને તમારી સરસ્વતી આજે હરાઈ ગઈ છે ?” કવિ ધનપાલને પોતાની વાચાને ઉઘાડવાનો અવસર મળી ગયો. એણે કહ્યું : “રાજન્ ! આપનું કહેવું સાચું છે. સાચે જ, આજે મારી વાચા હરાઈ ગઈ છે. શું કહેવું અને શું ન કહેવું એ મને કંઈ સૂઝતું નથી. . અને આપને આટલી બધી પ્રશંસા મળી છે એ શું ઓછી છે ?” “પણ તમારી વાણી વગર એ બધું અધૂરું લાગે છે, કવિ !” રાજા ભોજે ભાવ બતાવતાં કહ્યું. - કવિ ગંભીર બની ગયા. એ ગંભીરતાએ સૌને ગંભીર બનાવી દીધા. અને પછી કવિના અંતરની વાણી વહેવા લાગી. કવિએ કહ્યું : “મહારાજ, એ શૂકરની વેદનાભરી મરણચીસ હજી ય મારા અંતરમાં ગુંજી રહી છે. કેવી કારમી અને કેવી હૈયાવલોવણ એ ચીસ ! નિરપરાધી પશુના અંતરમાંથી એવી વેદનાભરી ચીસને જન્માવીને અને એનો વધ કરીને આપને શું મળ્યું ? ક્ષણિક આનંદ ! થોડાંક પ્રશંસાનાં પુષ્પો ! અને આપના એ ક્ષણિક આનંદને ખાતર બિચારા શૂકરને પોતાના પ્રાણનું બલિદાન આપવું પડ્યું !” કવિ પળવાર થોભી ગયા. સૌ સ્તબ્ધ બનીને જાણે કવિની વાણીને વાગોળી રહ્યા. પળ પહેલાંનું આનંદ અને વિનોદની રસભરી વાતોથી . Page #186 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ઘનપાલ [ ૧૭૩ ગાજતું વાતાવરણ પણ ગંભીરતાથી ભાર-બજવાળું બની ગયું. કવિની સરસ્વતી આજે કોઈ બંધન સ્વીકારવા તૈયાર ન હતી. કવિની વાણી કરૂણારૂપે વહેવા લાગી : “રાજનું, બિચારો નિર્દોષ શૂકર ! એણે આપનું શું બગાડ્યું હતું ? શું આપનું શૌર્ય અને પરાક્રમ આટલા માટે જ છે ? આવા ગોઝારા પરાક્રમની પ્રશંસા શી રીતે થઈ શકે ? જે પરાક્રમ નિર્દોષનો સંહાર નહીં પણ એનું રક્ષણ કરે એ જ સાચું પરાક્રમ ! મહારાજ, આપના શૌર્યને, આપની સરસ્વતી-પ્રીતિને અને આપની ધર્મશક્તિને આવી ક્રૂરતા ન શોભે ! કવિતા તો કરુણાની રચવાની હોય, કૂરતટની નહિ ? આજે આપ કરુણાનો કલ્યાણ માર્ગ ચૂકી ગયા છો ! વળી રાજનીતિ પણ નિર્દોષના રક્ષણથી જ શોભે છે. રાજનું, રક્ષક જ જો ભક્ષક બને તો પછી જગતને ઊગરવાનો આરો જ ક્યાં રહે ? જો અંતરમાંથી હિંસા-અહિંસાનો વિવેક વિસરાઈ જાય અને શિકારના આનંદને નામે પણ જો અંતરમાં નિષ્કર્ણાને સ્થાન મળી જાય, તો એનાં કડવાં ફળ ક્યારેક સમસ્ત પ્રજાને પણ ભોગવવાનો અવસર આવે ! ક્રૂરતા તરફ વળેલું અંતર કરુણાનો માર્ગ તજે તો એને કોણ રોકી શકે ? માટે રાજનું, આપના, આપની પ્રજાના અને સૌ કોઈના ભલા ખાતર આપના અંતરને કરુણાની સૌરભથી એવું સુવાસિત કરો કે એમાંથી ક્રૂરતાની દુર્ગધમાત્ર દૂર થઈ જાય ! આ જ સાચો ધર્મ છે, અને આ જ સાચી માણસાઈ છે.” કવિ બોલતા બંધ થયા, પણ એમની વેદનાભરી વાણીના પડઘા સૌનાં અંતરમાં ગાજી રહ્યા. રાજા ભોજનો શિકારનો આનંદ તે દિવસે ખારો થઈ ગયો. કવિ ધનપાલ ક્યારેક ક્યારેક આ રીતે ભારે કડવી વાત કહી દેતા, પણ રાજા ભોજ જાણતા હતા કે એ કડવાશ અંતરની કડવાશ ન હતી; એ તો ઓસડના જેવી ઉપકાર કડવાશ હતી. અને એમનો મૈત્રીનો તાર અખંડ રહેતો. એક દિવસ કવિ અને રાજા કથાવિનોદ કરી રહ્યા હતા. વાતોમાં WWW.jainelibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ Dરાગ અને વિરાગ ભારે રસ જામ્યો હતો. કવિની વાણી પણ સોળે કળાએ ખીલી નીકળી હતી. એના મુખમાંથી એક એક કાવ્યમોતી બહાર પડતું અને રાજા ભોજ એને ઝીલી ઝીલીને આફરીન પોકારી ઊઠતા. જ્યાં કોઈ ન પહોંચી શકતું ત્યાં કવિની કલ્પના પહોંચી જતી, અને એ કલ્પના વાણીમાં સાકાર બનીને શ્રોતાના દિલને જીતી લેતી. કવિની મધુર વાણી સાંભળીને મુગ્ધ બનેલા રાજા ભોજે કવિને કહ્યું, “કવિવર, તમારી કાવ્યપ્રતિભાથી તમે સ્વીકારેલ જૈનધર્મની કોઈ સુંદર કથાનું સર્જન કરો, અને એ સંભળાવીને અમને આહ્લાદ આપો !" બસ, કવિને તો માત્ર પ્રે૨ણાની જ જરૂર હતી. તેમાંય આ તો પોતાના રોમરોમમાં વ્યાપેલા તીર્થંકર ભગવાનના અહિંસાધર્મની કથા રચવાની વાત ! અને તેય પોતાના બાલસખા ધારાપતિ રાજા ભોજને સંભળાવવા માટે ! રાજા બૂઝે અને અહિંસાધર્મને સમજે તો અવનીનો ઉદ્ધાર થઈ જાય ! કવિને તો ભાવતાં ભોજન મળ્યા જેવું થયું ! કવિની કલમને જીવ આવ્યો. કવિની કલ્પનાને પાંખો આવી. કવિની સરસ્વતી જાગી ઊઠી. કવિનો આત્મા નાચી ઊઠ્યો. એના અંતરમાં સમાયેલી ધર્મભક્તિ ભગવાન ઋષભદેવની કથારૂપે અખંડ ધારે વહેવા લાગી. કથાનું નામ રાખ્યું · તિલકમંજરી. ' કથાનું ક્લેવર તો બન્યું હતું ગદ્યમય, પણ એમાં શબ્દેશબ્દે વાક્યેવાડ્યે, પદેપદે એવો રસ નિર્ઝરતો હતો કે એ કથા સર્વરસપૂર્ણ અદ્ભુત કાવ્ય બની ગઈ. જોતજોતામાં કવિએ બાર હજાર શ્લોક જેટલી મોટી કથા રચી દીધી. પણ એ કંઈ કવિની કાયાનું કે બુદ્ધિનું કામ ન હતું, એ તો અંતરની ઊર્મિઓનો ચમત્કાર હતો. એ ઊર્મિઓ તીવ્ર બનીને સહજ રીતે શબ્દનો આકાર ધારણ કરતી હતી. કોઈ પર્વતમાંથી મહાનદીના ઝરણાં વહી નીકળે એમ કવિ એ રસઝરણામાં દિવ્યતા અનુભવી રહ્યા. - કથાની રચના પૂરી થઈ. મહાકવિ ધનપાલ પોતાની કથા લઈને રાજા ભોજની સમક્ષ Page #188 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ [ ૧૭૫ હાજર થયા. પંડિતસભા એકત્ર થઈ. કવિએ કથાનું વાચન શરૂ કર્યું. ઉત્સુકતાપૂર્વક એનું શ્રવણ કરવા લાગ્યા. જેમ જેમ કથા વંચાતી ગઈ, તેમ તેમ સાંભળનારા મુગ્ધ થતા ગયા; અને રાજા ભોજ તો આનંદસાગરમાં એવા લીન બની ગયા કે ન પૂછો વાત ! આ જાણે કથા શું હતી, અંતર ઉપર કામણ કરનાર કોઈ જાદુશક્તિ હતી ! કથાનો રસ વાતાવરણને રસમય બનાવી રહ્યો. કથા પૂરી થઈ અને સૌએ “ધન્ય ધન્ય !”નાદોથી કવિ ધનપાલને વધાવી લીધા : “ સાચો કવિ ! સાચો મહાકવિ !” રાજા ભોજે મહાકવિની મુક્તકંઠે પ્રશંસા કરી. પણ પછી, કોણ જાણે કેમ, એ કંઈક વિચારમાં પડી ગયા. રાજાનું મન જાણે વિચારતું હતું કે આવી જ કથા મારા ઈષ્ટદેવ મહાદેવને અનુલક્ષીને રચાઈ હોય તો કેવું સારું ! એમાં મહાકાલ તીર્થનો, ધારાનગરીનો અને મારો સંબંધ જોડવામાં આવે તો ? તો તો સાચે જ સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય અને અમે સહુ અમર બની જઈએ; અમારી કીર્તિ યુગ યુગ સુધી ગવાતી રહે, અને જ્યારે વાંચો કે સાંભળો ત્યારે નિત્ય નવી લાગે એવી રમણીય એ કથા બને ! મહાકવિ રાજા સામે ગંભીર ભાવે રહે છે. એમના મનની ભીતરમાં પ્રવેશવા મંથન કરે છે, પણ વિચારનો કોઈ દોર લાગતો નથી. રાજા વળી વિચાર કરે છે : આમાં અશક્ય પણ શું છે ? કથાનું આખું ક્લેવર ભલે એનું એ જ રહે, માત્ર થોડાંક નામોનું પરિવર્તન કરે એટલે બસ ! અને મહાકવિ ધનપાલ પણ ક્યાં પરાયા છે ? એ તો મારા બાલસખા છે. શું મારી આટલી વાત એ નહીં માને ? પણ આવી વાત મોઢેથી કેમ ઉચ્ચારાય ? પોતે રાજા ઊઠીને આવી ભીખ માગે ? અને રાજા વધુ ગંભીર બની ગયા. આનંદનો અવસર ધીમેધીમે જાણે વિમાસણનો અવસર બનવા લાગ્યો. કવિ ધનપાલથી આ ગંભીરતા સહન ન થઈ. એમણે પૂછ્યું : “મહારાજ, આટલા બધા ઊંડા વિચારમાં શું ઊતરી ગયા ? Page #189 -------------------------------------------------------------------------- ________________ અગતી વાત ભકિત ૧૭ | રાગ અને વિરાગ કથાકાવ્યમાં કાંઈ દોષ ? કવિતામાં કોઈ ખામી ? મારો કોઈ અપરાધ ?” ભોજરાજે કહ્યું : “કવિવર, આમાં ખામી શોધનાર પોતે જ ખામીવાળો સાબિત થાય ! મેં જ તમને જૈન કથા રચવાનું કહ્યું હતું, અને તમે પૂર્ણ ઉલ્લાસથી એની રચના કરી છે. પણ એનું શ્રવણ કર્યા પછી હવે થાય છે કે ભગવાન શંકરની આવી કથા રચાઈ હોય તો ? કવિ, મારી એક વાત ન માનો ? કથામાં જ્યાં જ્યાં ઋષભદેવનું નામ આવે છે, ત્યાં ત્યાં ઋષભધ્વજનું-મહાદેવનું, શુક્રાવતાર તીર્થના સ્થાને મહાકાલ તીર્થનું અયોધ્યાને સ્થાને ધારાનગરીનું અને મેઘવાહનને સ્થાને મારું નામ ન મૂકો ?” ધનપાલે જરાય ખમચાયા વગર ખુમારીપૂર્વક જવાબ આપ્યો : “પણ મહારાજ, આ કંઈ સ્વર, વ્યંજન કે શબ્દવાક્યનાં જોડકણાંથી રચાયેલી વાત નથી, આ તો અંતરના અમૃતથી આલેખાયેલી કથા છે; અને અંતરનાં અમી ભક્તિની ઉષ્મા વગર કદી વરસી પણ કેવી રીતે શકે ? રાજનું, આ તો આત્માના અવાજની વાત છે ! એમાં મારો શો ઈલાજ ? ” રાજા ભોજે જરાક ઉગ્ર બનીને કહ્યું : “પણ કવિ, આમાં તો માત્ર નામનો જ ફેર કરો એટલે બસ ! આમાં નવસર્જન કરવાની કોઈ વાત જ નથી.” ધનપાલે ગંભીર બનીને જવાબ આપ્યો : “તો રાજનું નામનો આટલો બધો મોહ શો ? મનને જરાક વિશાળ કરશો, અને ભગવાન ઋષભદેવમાં ભગવાન ઋષભધ્વજનાં, અયોધ્યામાં ધારાનગરીનાં, શુક્રાવતાર તીર્થમાં મહાકાલ તીર્થના અને મેઘવાહનમાં આપની પોતાની જાતનાં દર્શન કરવા પ્રયત્ન કરશો, તો આપને આખું વિશ્વ એકરૂપ ભાસશે, અને આપનો આત્મા પરમ આનંદ અનુભવશે. મહારાજ, કૃપા કરી કથાના આત્માને દૂર કરવાનો મને આગ્રહ ન કરશો.” પણ છેવટે રાજા ભોજ તો એક રાજા જ હતા. એમને થયું : “ આવી વાત કરવામાં ધનપાલ પોતાની મર્યાદા ઉલ્લંઘી ગયા છે, અને Page #190 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ ] ૧૭૭ પોતાની દોસ્તીનો એમણે દુરુપયોગ કર્યો છે. મારી ઇચ્છા અને આશાનું આવું ઉલ્લંઘન ! અને રાજા ભોજના અંતરમાં કોપાનળ વ્યાપી ગયો; એમણે કવિની કથાને અગ્નિમાં હોમી દીધી ! એ કથા નહોતી જલતી પણ કવિનો આત્મા જલતો હતો. એ જ્વાળામાં રાજા ભોજ અને મહાકિવ ધનપાલની મૈત્રી જાણે રાખ થઈ ગઈ ! પણ હવે કવિએ પોતાના મનને સ્વસ્થ રાખીને પોતાની વાણી ઉપર સંયમનું ઢાંકણ મૂકી દીધું. અને વધુ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર, વેદનાભર્યા દિલે, કવિ પોતાના ઘર તરફ રવાના થયા. રાજસભા ખિન્ન હૃદયે વિચારી રહી ઃ આજે શું બનવું જોઈતું હતું, અને શું બની ગયું ! પણ ભવિતવ્યતાના ભેદને કોઈ પામી શક્યું છે ? કવિની પુત્રી બારણામાં જ રાહ જોતી બેઠી હતી. પિતાજીએ કેવી સુંદર કથા રચી હતી ! રાજા ભોજ એથી કેવા રાજી થશે, અને કેવી કેવી સુંદર ભેટો આપશે ! આવી આવી કંઈ કંઈ કલ્પના કરીને એ તો આનંદ-વધામણાં માટે તલસી રહી હતી. પણ પિતાજી તો સાવ ઉદાસ દેખાતા હતા. આમ કેમ ? બિચારી પુત્રી વિમાસણમાં પડી ગઈ. મહાકવિએ પુત્રીને એટલું જ કહ્યું : “ બેટા ! ધારાનગરી સાથેનું આપણું લેણું આજે પૂરું થયું ! રાજા કદી કોઈનો મિત્ર થયો સાંભળ્યો છે ?- એ સત્ય આપણે ભૂલ્યા અને ઠગાયા ! હવે વધારે નથી ઠગાવું. ચાલો, સત્યપુર જઈને પ્રભુ મહાવીરના ચરણનું શરણ સ્વીકારીએ.” અને તે જ દિવસ મહાકિવ ધનપાલ ધારાનગરીનો ત્યાગ કરી ચાલતા થયા ! * Page #191 -------------------------------------------------------------------------- ________________ ચોપડાને જળશરણ કરો ! વિક્રમની તેરમી સદીના અંતનો અને ચૌદમી સદીના આરંભનો સમય હતો. ગુજરાતની તેમ જ દિલ્હીની રાજસત્તાના પાયા ડગમગવા લાગ્યા હતા. અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાએ કંઈકની સૂધબૂધ હરી લીધી હતી; કંઈકના જાન-માલ જોખમમાં મૂકી દીધા હતા. આતતાયીઓના આક્રમણને લીધે સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. દેવમૂર્તિઓ ઉપર સર્વનાશ વ૨સવામાં કોઈ બાકી નહોતી રહી અને ધર્મશાસ્ત્રોના કેટલાય ભંડારો આગને શરણ થઈ ગયા હતા ! સમય જ જાણે ત્યારે ગોઝારો બની બેઠો હતો ! ૧૯ પણ ચોમેર સર્વનાશ વેરતા આવા પડતીના કાળમાં પણ માંડવગઢનું રાજ્ય બડભાગી હતું. એની વસતી અને જાહોજલાલી વધતી જતી હતી; અને એની સલામતીને પણ કોઈ પડકારી શકે એમ ન હતું. એવું શક્તિશાળી અને સમૃદ્ધિશાળી એ રાજ્ય હતું. માંડવગઢના મંત્રી પેથડશાહ ભારે અગમચેતી રાજપુરુષ હતા. એમણે રાજ્યના કોટકિલ્લા ફરી મદ્ભૂત કરાવી લીધા હતા, રાજ્યના અન્નભંડારો પૂરેપૂરા ભરાવી લીધા હતા અને, સંકટ આવી પડે તોપણ, પ્રજાજનોને જરા પણ મુસીબતમાં મુકાવું ન પડે એ માટે બધી તૈયારી કરી લીધી હતી. એ વિચક્ષણ રાજપુરુષની નજર ચોમેર ફરતી રહેતી હતી. અનીતિ કે અત્યાચારનું એ રાજ્યમાં કોઈ નામ રહ્યું નહોતું. કોઈ પ્રજાજન દીન કે દુઃખી રહેવા પામ્યો ન હતો. આખા રાજ્યની પ્રજાના અંતરમાં બંઘુભાવની પુનિત ભાગીરથી સદા વહેતી રહેતી. રાજ્યમાં નવો આવનાર પ્રજાજન પણ થોડા જ વખતમાં સુખી અને સમૃદ્ધિશાળી બની જતો. આટલી ઉમદા રાજ્યવ્યવસ્થા પેથડશાહે કરી હતી. મંત્રી પેથડશાહ પ્રજાના અંતરના અધિનાયક બની ગયા હતા. આટલી વિપુલ સત્તા, આટલી મોટી નામના અને આટલી અઢળક સંપત્તિ વચ્ચે પણ મંત્રી પોતાની ધર્મભાવનાને જરાય વીસર્યા ન હતા; Page #192 -------------------------------------------------------------------------- ________________ કમેકમ શામ દેવભકારી હતી. ચોપડાને જળસરણ કરો !૧૭૯ ઊલટું, ચોમાસે નદી-સરોવર ઊભરાય એમ, એમની ધર્મભાવના ક્રમેક્રમે ખૂબ ખીલી ઊઠી હતી. મંત્રીએ દેવભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે પોતાની સંપત્તિને કૃતાર્થ કરવા માંડી હતી. એમણે ચોર્યાસી જેટલાં દેવમંદિરો ચણાવ્યાં હતાં અને બીજાં પણ કંઈ કંઈ સુકૃત કર્યા હતાં, છતાં એમને તો હંમેશાં એમ જ લાગ્યા કરતું કે, હજુ કેટલું બધું કરવાનું બાકી છે ? અને જીવન તો પળે પળે ઘટતું જ જાય છે ! પોતાના જીવતરને કૃતકૃત્ય કરવા એ હંમેશાં ધર્મસેવાના નવા નવા માર્ગો શોધ્યા જ કરતા. દક્ષિણ ભારતનું દેવગિરિ (દૌલતાબાદ) તે કાળે ભારે નામાંકિત નગર ગણાતું. પ્રવાસીઓ એની કંઈ કંઈ યશોગાથા સંભળાવતા અને ત્યાં પ્રવર્તતા બ્રાહ્મણધર્મનો ખૂબ મહિમા વર્ણવતા. એ નગરના રાજાનું નામ રામદેવ, અને પ્રધાનનું નામ હેમ. પ્રધાનની પાસે પૈસો તો એટલો બધો હતો કે પાણીમૂલે વાપરે તોય ન ખૂટે; પણ એનો સ્વભાવ એટલો બધો લોભિયો કે એક પાઈ પણ ન. ખરચે – મમ્મણ શેઠનેય ઉદાર કહેવરાવે એવો ! એ નગરના બ્રાહ્મણો એવા માથાભારે હતા કે બીજા ધર્મને પેસવા જ ન દે ! આવું હતું તે વખતનું દેવગિરિ નગર – બ્રાહ્મણધર્મના મજબૂત કિલ્લા સમું ! દેવગિરિની જાતભાતની વાતો સાંભળીને મંત્રી પેથડશાહ એક વાર વિચાર કરે છે ઃ આવા વિખ્યાત નગરમાં એકાદ પણ જિનપ્રાસાદ ન હોય એ કેવી ખેદની વાત ગણાય ! આ જિંદગીમાં જો આટલું પણ ધર્મકાર્ય ન કરી શકાય તો આટલી સત્તા અને આટલી સંપત્તિ મળી શા કામની ? મંત્રીશ્વરે મન સાથે નિશ્ચય કર્યો : દેવગિરિમાં જિનેશ્વરનું ભવ્ય મંદિર ગમે તે ભોગે ચણાવવું જ, એવું મનોહર મંદિર કે જેનો જોટો ન મળે, અને જોનારા બે ઘડી જોઈ રહીને ધર્મભાવનાનું ભાતું પામી જાય ! કામ તો ભારે પવિત્ર હતું, પણ એ જેવું પવિત્ર હતું એવું જ મુશ્કેલ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦Dરાગ અને વિરાગ હતું. ઝાંઝવાનાં જળમાંથી જાણે સાચી સરિતા ફેલાવવાની હતી ! આ માટે શું કરવું ?-મંત્રી વિમાસી રહ્યા, પણ તરત કોઈ ઉપાય ન મળ્યો. અને સમય તો પોતાનું કામ કરતો જ રહ્યો ! દક્ષિણના લોકોએ હમણાં એક નવી જ વાત જોઈ : દેવગિરિથી થોડે દૂર ઓંકારપુર નામે એક નગર. એ નગરમાં એક દાનશાળા ચાલે નવી નવી જ સ્થપાયેલી. સાધુ-સંતો ત્યાં પૂરો આદર પામે. અભ્યાગતો અને અતિથિઓ ત્યાં ખૂબ સંતુષ્ટ થાય. અને થાક્યાપાડ્યા મુસાફરનું તો સાચું વિશ્રામસ્થાન. અત્ર, પાણી અને આરામની ત્યાં જોઈએ તેવી સગવડ. એ દાનશાળા. દેવગિરિના પ્રધાન હમ પ્રધાનના નામથી ચાલે. આવનાર સાધુસંતો અને પ્રવાસીઓ હેમ પ્રધાનનો જયનાદ બોલાવે. હેમ પ્રધાનની કીર્તિ તો જોતજોતામાં ગામે-ગામ પ્રસરી ગઈ. વાત વહેતીવહેતી પ્રધાનને કાને પહોંચી ! હેમ પ્રધાને જ્યારે જાણ્યું કે કારપુરમાં મારા નામની મોટી દાનશાળા ચાલે છે, ત્યારે એના અચરજનો પાર ન રહ્યો. પહેલાં તો એણે એ વાતને કેવળ ગપ માનીને આવી પાયા વગરની વાત કહેનારને પાગલ માની લીધો. પોતાનાં સંતાનો માટે પણ પાઈ ખરચતા જેનો જીવ કપાઈ જાય, એ આવી દાનશાળા ચલાવે એ ન બને ! પણ દાનશાળા ચાલતી હતી, એ વાતનો ઈન્કાર થઈ શકે એમ ન હતું. તપાસ કરતાં એ વાત સાચી માલૂમ પડી. અને એનો બધો યશ પોતાને જ મળતો હતો, એની પણ એમને ખાતરી થઈ ચૂકી ! ભલા, ધન કોઈ ખરચે અને યશ કોઈનો ગવાય એવું તે બને ખરું ? પ્રધાનના મનને ભારે ચટચટી થઈ ગઈ ઃ આ વાતનો ભેદ તો પામવો જ રહ્યો. પ્રધાને પોતાના વિશ્વાસુ માણસોને તપાસ માટે મોકલ્યા. Page #194 -------------------------------------------------------------------------- ________________ ચોપડાને જળચરણ કરો ! [ ૧૮૧ તપાસ કરનારને વાતનો ભેદ પામતાં વાર ન લાગી. માણસોએ આવીને કહ્યું : “ મહારાજ ! આ તો બધી માંડવગઢના મંત્રી પેથડશાહની કરામત છે ! તેઓ જ અઢળક ધન ખરચીને આપને આ યશ અપાવે છે.” વિચક્ષણ હેમ પ્રધાનને વાતનો મર્મ સમજતાં વાર ન લાગી. એમને થયું ઃ મારા હાથે કોઈક ઉત્તમ ધર્મકાર્ય કરાવવા ખાતર જ મંત્રીશ્વરે આવું મોટું ધર્મકાર્ય આદર્યું લાગે છે. દુનિયામાં તો પારકાના ભોગે પોતે યશ લેનારાનો કોઈ તોટો નથી; પોતાના ભોગે પારકાને યશના ભાગીદાર બનાવનાર તો વિરલા જ હોય મંત્રી પેથડશાહ જાણે મંત્રી તેમના મનમંદિરમાં વસી ગયા ! તરત જ માંડવગઢના મંત્રીને દેવગિરિના મંત્રી હેમનું હેતભર્યું તેડું ગયું. મંત્રી પેથડશાહે આવીને પોતાના મનની વાત રજૂ કરતાં લાગણીભર્યા સ્વરે કહ્યું : “ મંત્રીશ્વર હેમ ! મારી એક જ આકાંક્ષા છે : દેવગિરિમાં મારા ઇષ્ટદેવનો ભવ્ય પ્રાસાદ ચણાવું. પૈસાની તો કોઈ કમીના નથી, માત્ર તમારી રાજધાનીમાં એ માટેની યોગ્ય જમીન મને મેળવી આપો ! મારી આટલી માગણી પૂરી કરો !” આવી ઉત્તમ માગણીનો ઈન્કાર પણ કેમ થઈ શકે ? મંત્રી હેમે મંત્રી પેથડશાહને તરત જ વચન આપ્યું અને થોડા જ વખતમાં યુક્તિ-પ્રયુક્તિથી પોતાના રાજા રામદેવને રીઝવીને એણે પોતાના વચનનું પાલન કર્યું. મંત્રી પેથડશાહનું રોમરોમ હર્ષથી પુલકિત થઈ ગયું. શુભ મુહૂર્ત, ભારે મહોત્સવપૂર્વક, જિનપ્રાસાદનો પાયો નાખવામાં આવ્યો. પણ સારા કામમાં સો વિઘન ! પાયો ખોદતાં જ ધરતીમાંથી અમૃત જેવું પાણી નીકળ્યું. ભારે શુભ શુકન થયાં. પણ વિરોધીઓએ રાજાજીને જઈને કહ્યું : “ આપણા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ Dરાગ અને વિરાગ નગરમાં મીઠા પાણીની બહુ તંગી છે. માટે આ જગ્યા પાણી માટે પાછી લઈ લ્યો !” બીજાં પણ કંઈ કંઈ વિબો આવ્યાં, પણ એ બધાની સામે મંત્રી હેમની વચનપાલનની તત્પરતાએ અને મંત્રી પેથડશાહની ઉત્કટ ધર્મભાવનાએ કિલ્લાનું કામ કર્યું, અને જિનમંદિરનું કામ આગળ વધવા લાગ્યું. ધીમેધીમે દેવગિરિની ધરતી ઉપર ગગનચુંબી દેવપ્રાસાદ પ્રગટ થવા લાગ્યો. જાણે સ્વર્ગનું કોઈ દિવ્ય વિમાન પૃથ્વી ઉપર આકાર ધરતું હતું. એક તરફ મંત્રીની ધર્મભાવના વહેતી હતી. બીજી બાજુ ધનની સરિતા વહેતી હતી અને ત્રીજી બાજુ કારીગરોની ભક્તિની ભાગીરથી વહેતી : એ ત્રિવેણી સંગમના પુણ્યતીરે ગગનચુંબી મહાવીરજિનપ્રાસાદની રચના થઈ રહી હતી. કારીગરોનું મન પ્રસન્ન રહે એ રીતે એમને માગ્યા દામ અને ઉપરથી ઇનામ અપાતાં હતાં. સમય તો જરા પણ ગુમાવવાનો હતો જ નહીં. કાલનું કામ આજે, અને આજનું કામ અત્યારે જ થતું હતું. મંદિરની માંડણી અદ્ભુત હતી; એની કોતરણી કામણગારી હતી, એનું એકા એક શિલ્પ જાણે સજીવ થઈને સામે ખડું થતું હતું. જોતજોતામાં રુદ્રમહાલયની ઊંચાઈનું સ્મરણ કરાવે એવું (એનાથી થોડુંક ઓછું ઊંચું ) જિનમંદિર ખડું થઈ ગયું. અને એક દિવસ મહામંત્રી પેથડશાહની ભાવના સફળ થઈ ? વિ. સં. ૧૩૩પમાં એ મહાપ્રાસાદની અને એમાં ભગવાન મહાવીરની પ્રતિમાની ધર્મમહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. મહામંત્રીનું હૃદય ગદ્દગદ બની ગયું : ધન્ય મારા કરુણાસાગર પ્રભુ ! આજે મારો જન્મ સફળ થયો ! ભાવિકો મહામંત્રીની ભાવનાને અભિનંદી રહ્યા. Page #196 -------------------------------------------------------------------------- ________________ ચોપડાને જળશરણ કરો !ત્ત ૧૮૩ વિરાટ જાણે પાછો વામન બની ગયો ! 4. ભગવાનના આવા દિવ્ય અને ભવ્ય મંદિરનાં દર્શન કરવા છતાં કેટલાક પામર માનવીઓ મહામંત્રીની ભાવનાને પારખી ન શક્યા. એ હતા મંત્રીશ્વર પેથડશાહના વ્યવહારિયા, નામું તપાસનારા ! એ બાપડાઓનો જીવ બળતો હતો : મંદિરમાં કંઈ કેટલું બધું ધન નકામું ખરચાયું હતું ! અરે, કેવળ ધનના ઢગલાથી જ જો મંદિર બાંધ્યું હોત તોય ખરચ ઓછું થાત ! આવા જંગી ખર્ચનાં લેખાં તો ગણવાં જ જોઈએ ને ? એનો હિસાબ તો બરાબર તપાસવો જ ઘટે ને ? પૈસા કંઈ આકાશમાંથી થોડા વરસે છે ! અને એ ડાહ્યાઓ ચોપડાઓનો ગંજ લઈને હિસાબ તપાસવા બેસી ગયા. એમને હતું, આમાંથી તો કંઈક ચોરીઓ પકડાશે. અને આપણી કામગીરી જોઈને મંત્રીશ્વર રાજીરાજી થઈ જશે. બાપડા મુંજી જીવો જાણે ચોપડામાંથી ચોરને શોધવામાં અટવાઈ ગયા ! 44 પણ જ્યારે મંત્રીશ્વરે એ જાણ્યું ત્યારે એમણે તરત આજ્ઞા કરી ઃ આ તો દેવાધિદેવનું પોતાનું કામ ! એમની મહાકૃપાનું જ ફળ ! એમની કૃપા વગર આવા મોટા કામનું મારા જેવા પામર માનવીનું ગજું જ શું ? આવા મહાપવિત્ર અને આવા વિરાટ કાર્યનાં લેખાં લેનારા અને આવા અમૂલ્ય ફાર્યનું મૂલ્ય આંકનાર આપણે વામનો કોણ ? નથી ગણવા હિસાબો અને નથી જોવા ચોપડા ! એ બધાય ચોપડાને જળશરણ કરો !” સાંભળનારા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા. મહામંત્રીના વચને જાણે પાપનાં લેખાં થંભી ગયાં ! 4 એ જિનપ્રાસાદ · અમૂલિકવિહાર' તરીકે જનહૃદયમાં બિરાજીને મહામંત્રી પેથડશાહની ધર્મભાવનાની યશોગાથા સંભળાવી રહ્યો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાયાત્રા સુખ-સંપત્તિનો સંગ ગમે તેવો હોય, જીવન ઉપર તો હૈયાની કંકાવટીમાં જે રંગ ઘોળાયો હોય એ જ ચડે છે. દુનિયાની નજરે સુખી સુખી લાગતો માનવી અંતરમાં દુઃખીદુઃખી હોય છે, દુનિયા જેને દીન-દુઃખી ગણીને એની દયા ખાય છે, એનું અંતર ક્યારેક સુખ-શાંતિમાં મસ્ત હોય છે : આવાં અજબ છે અંતરની દુનિયાના રંગઢંગ ! મનનાં સુખ-દુઃખ એ જ માનવીનાં સાચાં સુખ-દુઃખ બની જાય છે; અને ધરતીનાં સ્વર્ગ અને નરક પણ એનાથી જ સરજાય છે. બાકી તો બધી ઠાલી આળપંપાળ જ સમજવી ! જાવડશાહનું ચિત્ત આવી જ કોઈક અંતરની વ્યથામાં સદા બેચેન રહેતું હતું. અઢળક ધન-સંપત્તિ હતી. પાર વગરનો વેપાર હતો. મોટીમોટી મહેલાતો હતી. રાજમાં અને લોકમાં ખૂબ માન પ્રતિષ્ઠા હતાં. સુખસાહ્યબીનાં સાધનોનો પણ કોઈ પાર ન હતો. લોક કહેતું કે, કેવો વિશાળ જાવડશાહનો વૈભવ છે, અને કેવું સુખ-શાંતિભર્યું એમનું જીવન ' પણ જાવડશાહને મન તો, આ બધુંય હતું છતાં એનું મૂલ્ય કશું જ ન હતું. જીવનમાંથી જાણે જીવતરના સાર રૂપ એકડો જ ખોવાઈ ગયો હતો, પછી સંપત્તિ અને સાહ્યબીનાં શૂન્યોનો ન કોઈ મહિમા હતો, ન કોઈ ઉપયોગ હતો. જિંદગીના સર્વસ્વ રૂપ એક તત્ત્વ હરાઈ ગયું હતું, અને જાવડશાહની જિંદગી સારહીનખારીખારી, અકારી બની ગઈ હતી. એ તત્ત્વ હતું સ્વતંત્રતાનું. જાવડશાહના જીવનની આસપાસ પરતંત્રતાના ભોરીંગે ભરડો નાખ્યો હતો. એ સિવાય એ સર્વ વાતે સુખી હતા. અને દુનિયાની નજરે તો એમના જેવો ધન-વૈભવશાળી સુખી માનવી શોધ્યો જડે એમ ન હતો ! અને છતાં જાવડશાહના અંતરમાં અસુખનો – બેચેનીનો આતશ Page #198 -------------------------------------------------------------------------- ________________ સદા જલતો રહેતો હતો. ભલા, એવું તે શું બન્યું હતું ? વાત આમ બની હતી :– જાવડશાહનો મૂળ દેશ પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર. એમનું વતન ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી આજનું મહુવા બંદર. હતા તો એ ણિક વીર, પણ મધુમતીનો રાજ્યઅધિકાર અને રાજકારોબાર એમને ઘેર હતો. એ તાજ વગરનો રાજા જ હતો. મહાયાત્રા – ૧૮૫ કથા તો એવી ચાલી આવે છે કે જાવડશાહના પિતા ભાવડશાહ સૌરાષ્ટ્રમાં કાંપિલ્યપુરમાં રહેતા હતા. ભાવડશાહ સોનાને પારણે ઝૂલ્યા હતા, રૂપાની દોરીએ હીંચ્યા હતા અને હીરા-માણેક જડ્યાં રમકડે ખેલ્યા હતા. એમના વડીલોએ એક કાળે જાણે લક્ષ્મીદેવીનું વશીકરણ કર્યું હતું – જ્યાં હાથ નાખે ત્યાંથી ધન મળી આવતું હતું ! પણ સૂરજ આથમે એમ સમય પલટાયો, અને ભાવડશાહના ભાગ્યનું સવળું પાંદડું અવળું થઈ ગયું ! લક્ષ્મી પોતાનો વા૨સો લઈને ચાલતી થઈ ! ભાવડશાહનું ઘર દરદ્રતાની ક્રીડાભૂમિ બની ગયું ! ન બનવાનું બની ગયું હતું, છતાં ભાવડશાહ અને એમનાં અર્ધાંગિની ભાવલાદેવી ભાગ્યાના એ કારમા ધક્કાની સામે અણનમ ઊભાં રહ્યાં. બેય માનવીમાં જીવન હતું, જાગૃતિ હતી અને ભાગ્યના વારાફેરાને જીરવવાનું જોમ હતું. લક્ષ્મી હતી ત્યારેય એમનું મન ઠેકાણે હતું, દરિદ્રતા આવી ત્યારેય એમને કોઈ અશાંતિ નહોતી સતાવતી, સુખ-દુઃખને તેઓ દિવસ અને રાતની જેમ જીવનના સહજ ક્રમ રૂપે વધાવતાં, અને સુખ-સાહ્યબીથી હરખાઈ જવાથી કે દુઃખ-દારિદ્રથી વિલાઈ જવાથી અળગાં રહેવામાં જીવનની સાર્થકતા માનતાં : એવાં શાણાં અને એવાં સમભાવી હતાં એ બડભાગી નરનારી ! અને આતિથ્ય તો ભાવડશાહનું જ ! છો ને ઘરને ઘેરી ગરીબીનું દુઃખ ઘેરી વળ્યું હોય, અતિથિની સેવા-ચાકરીમાં તો હરકત ન જ આવવી જોઈએ : પતિ-પત્નીનું આ જીવનવ્રત હતું. ભૂખનું દુઃખ સુખે સહીને, ખાંડાની ધારની જેમ, તેઓ એ વ્રતનું જતન કરતાં અને ધર્મનું Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] રાગ અને વિરાગ શરણ સ્વીકારીને જીનપંથ સુખપૂર્વક કાપતાં. એમ ને એમ કેટલાં ય વર્ષો વીતી ગયાં. એક દિવસ અંતરના ઉલ્લાસપૂર્વક એમણે બે સંતોને ભિક્ષાદાન કર્યું. ભાવડશાહ અને ભાવલાદેવીની ધર્મભાવના એ સંતોનાં અંતરને સ્પર્શી ગઈ. ભાવડશાહના ઉજ્વળ ભાવિનું ભવિષ્ય એમની ધર્મવાણીમાંથી સરી પડ્યું ! સંતો વિદાય થયા, એમનાં પગલે જાણે ભાવડશાહનું દુર્દેવ પણ વિદાય થયું ! પછી તો ભાવડશાહ અશ્વોના મોટા સાહસોદાગર બની ગયા. અશ્વોના પારખુ અને જાતવંત તથા શુકનવંત અશ્વોના મોટા સોદાગર તરીકે એમની નામના સર્વત્ર ફેલાઈ ગઈ ? સૈન્યના મોખરે નિર્ભય થઈને ચાલે અને યુદ્ધમાં ધાર્યો વિજય અપાવે એવા અશ્વો તો ભાવડશાહના એક વાર આવા જાતવંત, પાણીદાર, લક્ષણવંતા સેંકડો અશ્વો લઈને ભાવડશાહ માળવા દેશની પ્રસિદ્ધ રાજધાની ઉજ્જૈની નગરી પહોંચ્યા. અને એ બધાય અમૂલખ અશ્વો પરદુઃખભંજન રાજા વીર વિક્રમને એમણે ભેટ ધરી દીધા ! - રાજા વિક્રમે એના દામ લેવાનો ઘણોઘણો આગ્રહ કર્યો, તો ભાવડશાહે વિનમ્ર બનીને કહ્યું : “મહારાજ, આપ તો આખા દેશના તારણહાર છો. દુઃખી દુનિયાને સુખી કરવા આપ કેટકેટલાં કષ્ટ સહન કરો છો ! લોકકલ્યાણ એ તો આપનું જીવનવ્રત છે. અને ઊંઘ અને આરામ તજીને આપ એનું પાલન કરો છો. આ અશ્વોનો ઉપયોગ પણ આપ, આપના પોતાના સુખને માટે નહીં પણ, દેશના ભલા માટે જ કરવાના છો. તો પછી આટલી અદની ભેટના દામ શી રીતે લઈ શકાય ? જનકલ્યાણ અને દેશસેવાના આપના પુણ્યકાર્યમાં મારી આટલી ભેટ સ્વીકારીને મને કૃતાર્થ કરો !” સમ્રાટ વિક્રમ એ અસંખ્ય અશ્વરનોને અને ભાવનાશીલ ભાવડશાહને ભાવપૂર્વક નીરખી રહ્યા. એમની વાણી જાણે અંતરમાં Page #200 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા ૧૮૭ સમાઈ ગઈ. પણ વિક્રમ રાજા તો ગુણના પૂજારી અને ભારે કદરદાન પુરુષ હતા. થોડા જ દિવસ પછી એમણે ભાવડશાહને બોલાવીને રાજસભામાં જાહેર કર્યું કે, “ભાવડશાહની ધર્મભાવના અને રાજભક્તિથી અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. તેઓ આપણા રાજ્યની અને દેશની શોભારૂપ નરરત્ન છે. એમને અમે મધુમતી અને એની સાથેનાં બાર ગામનું પરગણું બક્ષિસ આપીને એમની ઉદારતા, કુલીનતા અને દેશભક્તિની કદર કરીએ છીએ.” સંતોની ભવિષ્યવાણી સફળ થઈ : ભાવડશાહ રંકમાંથી રાય જેવા બની ગયા ! આવા વિચક્ષણ, સમયપારખું અને સાચા પુરુષ હતા ભાવડશાહ ! આવાં પવિત્ર અને પતિપરાયણા હતાં ભાવલાદેવી ! એમનો પનોતા પુત્ર તે જાવડશાહ. એ જાવડશાહ અત્યારે પરદેશી મ્લેચ્છ રાજાના રાજ્યમાં નજરકેદ જેવી પરાધીનતા ભોગવતો હતો. એને વેપાર ખેડવાની, ધન રળવાની અને જિંદગીની મોજ માણવાની બધી છૂટ હતી. એની પ્રાણપ્રિયા ધર્મપત્ની સુશીલાદેવી અને એમનો પુત્ર જાગનાગ પણ એની સાથે જ હતો. એને દુનિયાની કોઈ વાતની ખામી ન હતી. ફક્ત પોતાના દેશ પાછા ફરવાની એને છૂટ ન હતી અને આ એક જ પરાધીનતા એના અંતરના વારેવારે શલ્યની જેમ સદા ડંખ્યા કરતી અને એની ધન-સંપત્તિ અને સુખ-સાહ્યબીને નકામી બનાવી મૂકતી. જાણે દૂધના મોટા કુંભમાં વિષનાં થોડાંક બિંદુઓ ભળી ગયાં હતાં ! પણ ધન-વૈભવની પૂજારી દુનિયાને આ વાતની કશી જ ખબર કે ખેવના ન હતી; એને મન તો જાવડશાહ સર્વ વાતે સુખી જીવ હતા. પણ જાવડશાહનું અંતર તો પળેપળે પોતાના વતનને જ ઝંખ્યા કરતું હતું. એના રોમરોમમાં જાણે વતનનો સાદ ગુંજી રહ્યો હતો ? ક્યારે પહોંચું મારી સૌરાષ્ટ્રભૂમિમાં અને ક્યારે ચરણ પખાળું મારી માતા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] રાગ અને વિરાગ સમી મધુમતી નગરીનાં ! પણ વતન તો આજે કેટલેય દૂર હતું, અને ત્યાં પહોંચવાનો કોઈ માર્ગ પોતાને માટે. મોકળો ન હતો. જિંદગી એવા વિચિત્ર બંધનમાં સપડાઈ ગઈ હતી ! “એ મારગ બંધ થયો અને પોતાને પરાધીન થવું પડ્યું, એમાં પણ, ખરી રીતે તો, મારો પોતાનો જ દોષ હતો ને ! ” એક દિવસ જાવડશાહ જાણે અંતરમાં ઊંડો ઊતરીને ભૂતકાળની ઘટનાને વિમાસી રહ્યો. ભારતવર્ષમાં ધન-સંપત્તિની છોળો ઊડતી હતી અને બીજાનું છીનવી લેવા કરતાં પોતાનું લૂંટાવા દેવામાં ઉદારતા માનવાની ભારતવાસીઓની પ્રકૃતિ હતી. એટલે ધનલોલુપ અને આક્રમણખોર પરદેશીઓ અને પ્લેચ્છોને માટે ભારતદેશ આકડે મધ જેવો લોભામણો બની ગયો હતો. છાશવારે ને છાશવારે પરદેશીઓનાં ધાડાં ને ધાડાં આ દેશમાં ઊતરી પડતાં અને ધનના ઢગલા ઉપાડીને વિદાય થઈ જતા. ન કોઈ રોકટોક, ન કોઈ સામનો ! એક વાર મધુમતી નગરીની અઢળક સંપત્તિની કથા એક પ્લેચ્છ રાજાના કાને પહોંચી ગઈ. અને એ મોટા લશ્કર સાથે મધુમતી ઉપર ચડી આવ્યો. ત્યારે મધુમતી ઉપર જાવડશાહનો અધિકાર હતો. પિતા ભાવડશાહે વસાવેલ રાજ્યની રક્ષાનો ભાર એના માથે હતો. જાવડશાહ જેવો ધમ હતો, એવો જ કર્મી અને શૂરવીર હતો. એણે વીરતાપૂર્વક પોતાની સેના અને પ્રજાની આગેવાની લઈને સ્વેચ્છ રાજાનો સજ્જડ મુકાબલો કર્યો, પણ મ્યુચ્છ રાજાની અપાર સૈન્યશક્તિ આગળ જાવડશાહનું શૂરાતન કામ ન લાગ્યું એનો પરાજય થયો. મ્યુચ્છ રાજા અપાર ધન લઈને અસંખ્ય નર-નારીઓને ગુલામ બનાવીને પોતાને દેશ પાછો ફર્યો જાવડશાહ અને એની પત્નીને પણ એ યુદ્ધકેદીઓ તરીકે પોતાની સાથે લેતો ગયો. પણ મ્લેચ્છ રાજા માનવરત્નનો પારખુ હતો. એણે જાવડશાહને Page #202 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા ૩૧૮૯ પોતાના રાજ્યમાં માનભર્યું સ્થાન આપ્યું, વેપારવણજ ખેડવાની બધી મોકળાશ આપી. એમના ઉપર માત્ર એક જ પ્રતિબંધ મૂક્યો : રાજાની આશા હોય તો જ તેઓ પોતાને વતન પાછા જઈ શકે; બાકી બીજી બધી વાતે તેઓ ફાવે તેમ વર્તવાને છૂટા. બુદ્ધિ હતી, ચતુરાઈ હતી, કુનેહ હતી. જોતજોતામાં જાવડશાહને આંગણે સંપત્તિની સરિતા રેલાવા લાગી. અને સંપત્તિના સ્વામીને દુનિયા સર્વગુણસંપન્ન અને સર્વ રીતે સુખી માનવા લાગી. અને છતાં જાવડશાહના આંતરિક સંતાપને કોઈ સીમા ન હતી; પરાધીનતાનું શલ્ય પળેપળે એના હૃદયને વીધ્યા કરતું હતું. એનું દિલ સ્વાધીન બનીને પોતાના વતનમાં પાછા ફરવા તલસી રહ્યું હતું. અને તોયે, મનની વેદનાને મનમાં જ સમાવીને, હસતું મોં રાખીને, સુખી અને સમૃદ્ધિશાળી માનવી તરીકે જ રાજા અને પ્રજામાં ફરતા રહેવાનું એના ભાગ્યમાં લખ્યું હતું. વાહ રે દુનિયા ! મનગમતું હોઠે લાવી શકાતું ન હતું, અણગમતું સહ્યું જતું ન હતું. અને એમને એમ સમય વીતતો જતો હતો. દાઝ્યા ઉપર ડામ જેવા સૌરાષ્ટ્રની શૂરી ભૂમિમાંથી કોઈકે જાણે જાવડશાહને સાદ દીધો હતો : “ રે શૂરા જાવડશાહ ! તું દેશ છોડીને ગયો અને જાણે દેશનું શૂરાતન અને શાણપણ આથમી ગયું ! મા ભોમના માનપાનનો રખેવાળ માડીજાયો કોઈ વીરનર આજે અહીં દેખાતો નથી ! સેનાપતિ વગરના સૈન્યની જેવી નબળી અમારી દશા છે ! ખેપિયાઓ તો ખબર આપે છે કે તું તો મ્લેચ્છ રાજાના રાજ્યમાં પણ તારી અક્કલ, હોશિયારી અને આવડતને લીધે, ખૂબ માનપાન પામ્યો છે અને ઘણું ધન કમાયો છે. પણ અમારાં દુઃખ કહ્યાં જાય એવાં નથી ! બીજું તો ઠીક, પણ પરમપવિત્ર શત્રુંજય શત્રુંજય મહાતીર્થનો મહાતીર્થનો પાપિયા લોકોએ, આપણા એવામાં એક દિવસ સમાચાર આવ્યા કારમા એ સમાચાર હતા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦pરાગ અને વિરાગ નધણિયાતા ધનની જેમ, કબજો લઈ લીધો છે, અને એની પવિત્રતાનો ઉચ્છેદ કર્યો છે. જેના એકએક રજકણમાં આત્મસાધકોની પવિત્રતા ભરેલી છે, એ ગિરિરાજના શિલાખંડો આજે મદિરા અને માંસથી લેપાવા લાગ્યા છે. ધર્મ જાણે રસાતળ જવા બેઠો છે ! અને આવા હળાહળ અધર્મને અટકાવીને ધર્મનો માર્ગ મોકળો કરનાર ધર્મવીર અહીં કોઈ નજરે પડતો નથી. શત્રુંજયતીર્થની યાત્રા વર્ષોથી બંધ પડી છે. અને વાઘની બોડની જેમ યાત્રા માટે પગલું ભરવાની કોઈની હામ રહી નથી; અરે એ તરફ લોકો નજર નાખતાં પણ ડરે છે ! આવું પવિત્ર મહાતીર્થ આજે અધર્મીઓ, પાપીઓ અને પિશાચોની પાપલીલાઓનું ક્રીડાધામ બન્યું છે. અમારુ મન તો કહે છે કે, આ તીર્થને જો કોઈ બચાવે તો જાવડશાહ જ બચાવે ! અપવિત્ર થયેલ આ તીર્થનો કોઈના હાથે ઉદ્ધાર થવાનો હોય તો તે તારે જ હાથે ! અમારો આ આર્તનાદ સાંભળજે અને ધર્મની સહાય કરવા સવેળા આવી પહોંચજે !” જાવડશાહને પોતાનો દેશ અને પોતાનો ધર્મ વારેવારે યાદ આવતો જ હતો. એની આડે આવતી મ્લેચ્છ રાજાની આ પરાધીનતા હૈયામાં ખંજરની જેમ ખટકતી હતી. એમાં બળતામાં ઘી હોમાયાની જેમ શત્રુંજય તીર્થની કારમી આશાતનાના આવા હૈયાવિદારક સમાચાર મળ્યા. અને એનું અંતર અસહ્ય આઘાત અનુભવી રહ્યું. પહેલાં તો એને પોતાના ધર્મશ્ર અને કર્મવીર પિતાની યાદ સતાવી રહી. એને થયું, પિતા ભાવડશાહે પોતાના પુત્રને માટે એક નાનું સરખું રાજ્ય વસાવી આપ્યું હતું, અને ધર્મની પુણ્યપાળ બાંધી જાણી હતી. તીર્થયાત્રા અને તીર્થરક્ષાથી એમનું જીવન પાવન થયું હતું. કેવા બડભાગી અને પુણ્યશાળી હતા મારા પિતાજી ! પછી જાવડશાહને પોતાની જાત ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયો. એ વિચારી રહ્યા : કેવા યોગ્ય પિતાનો હું કેવો અયોગ્ય વારસ નીવડ્યો ! પિતાએ આપેલ રાજ્યને વધારવું તો દૂર રહ્યું, હું એનું જતન પણ ન કરી શક્યો ! અને શત્રુંજય જેવું ધર્મતીર્થ આજે વિચ્છેદ જવાનો અવસર આવ્યો છે, અને છતાં હું પ્લેચ્છ રાજાનો ગુલામ બનીને સુખપૂર્વક જીવન વિતાવી રહ્યો છું ! ધિક્કાર છે આ જીવનને અને આ ધનને ! આપણે Page #204 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા – ૧૯૧ જીવતાં બેઠો હોઈએ અને આપણું તીર્થધામ અપવિત્ર અને અસ્તવ્યસ્ત થાય, એની યાત્રા પણ બંધ થાય, એ કેમ બને ? બનવું તો એમ જોઈએ કે તીર્થની અને ધર્મની રક્ષા કરતાં કરતાં આ જીવન ભલેને સદાને માટે અસ્ત થઈ જતું ! અને જાવડશાહે મનમાં સંકલ્પ કરી લીધો. ધર્મભાર્યા સુશીલાને બધી વાત કરીને એમણે કહ્યું : “ આપણું જીવતર રહેવાનું હોય તો એને જવાનું હોય તો જાય, પણ તીર્થાધિરાજની રક્ષા તો હરેક પ્રકારે થવી જ જોઈએ. આપણે આ માટે વહેલામાં વહેલુ સૌરાષ્ટ્ર પહોંચી જવું ઘટે. હવેથી મારો પુરુષાર્થ એ કામને માટે જ લગાવી દઈશ.” પણ મ્લેચ્છ રાજાની પરાધીનતામાંથી મુક્તિ મેળવવાનું કામ, ‘ઉતાવળે આંબા ન પાકે' એવું મુશ્કેલ હતું. આમ છતાં એ પૂરું કર્યે જ છૂટકો હતો. જાવડશાહના રોમ રોમમાં હવે તો ભગવાન આદીશ્વર અને એમના તીર્થની રક્ષાનો વિચાર જ ધબકી રહ્યો. તીર્થરક્ષાની તમન્નાએ એમનાં ઊંઘ, આહાર અને આરામને અકારાં બનાવી મૂક્યાં હતાં ! છતાં, બધી અસહ્ય વેદના અંતરમાં સમાવીને, જાવડશાહ એક શાંત-શાણા માણસની જેમ વર્તી રહ્યા અને અંતરનો ભારેલો અગ્નિ કોઈનાય જાણ્યામાં આવી ન જાય એવો પ્રયત્ન કરી રહ્યા. એમનું ચિત્ત સત્વર સૌરાષ્ટ્ર પહોંચવાના ઉપાયની શોધમાં જ લાગી ગયું હતું. રાજા મ્લેચ્છ હતો, દેશ બધો મ્લેચ્છોથી ભરેલો હતો, અને ધર્મની વાત કોઈ જાણતું ન હતું. એટલે કામ બળથી નહીં પણ કળથી લેવાનું હતું. અને હવે તો એમાં ઉતાવળ પણ કરવાની હતી. તીર્થાધિરાજ હવે ઝાઝો વખત સંકટમાં રહે એ કેમ બને ? જાવડશાહ યોગ્ય તકની શોધ કરતા જ રહ્યા. અને એક દિવસ એણને એવી તક મળી ગઈ. કોઈક પ્રસંગે જાવડશાહે અસાધારણ શૂરાતન દાખવી મ્લેચ્છ રાજાનું મન જીતી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ રાગ અને વિરાગ લીધું. રાજા જાવડશાહની વીરતા ઉપર આફરીન થઈ ગયો. રાજસભામાં રાજાએ જાવડશાહને ખૂબ શાબાશી આપીને, ખુશખુશાલ મિજાજમાં, મનગમતું વચન માંગી લેવા કહ્યું. જાવડશાહને જોઈતો અવસર મળી ગયો, છતાં અધીરા થયા વગર એણે રાજાની તાવણી કરી જોવા કહ્યું : “બાદશાહ, આપના રાજ્યમાં મને શી વાતની કમીના છે કે હું નવી માંગણી કરું ? માન-પાન અને ધન, જે જોઈએ તે, મને મળ્યું છે. વળી, આપની પ્રસન્નતા એ જ મારા માટે બસ છે, એથી વિશેષ મારે કંઈ નહીં જોઈએ.” પ્લેચ્છ રાજા જાવડશાહના જવાબથી વધુ ખુશ થયો અને એણે કંઈક પણ માંગી લેવા ફરી આગ્રહ કર્યો. જાવડશાહને લાગ્યું કે હવે વખત બરાબર પાકી ગયો છે. એણે નમ્રતા સાથે કહ્યું : “બાદશાહ, જો આપ સાચે જ મારા ઉપર પ્રસન્ન થયા હો અને મને બક્ષિસ આપવા ઇચ્છતા હો તો મને, મારી પત્ની અને મારા પુત્ર જાગનાગ સાથે, મારા વતન પાછા ફરવાની અનુમતિ આપો. વતન અને વતનવાસીઓની યાદ કોને ન સતાવે ભલા ? આટલું કરશો તો હું આપનો હંમેશને માટે અહેસાનમંદ રહીશ.” પ્લેચ્છ રાજવી સમજુ હતો. એ જાવડશાહની લાગણીને તરત જ સમજી ગયો. જાવડશાહની માગણીનો સ્વીકાર કરતાં એણે તરત જ કહ્યું : “એમાં અહેસાન કેવો ? અને આમાં માંગી માંગીને તમે મારી પાસેથી કશું જ નથી માગ્યું ! વતનની યાદ કોને ન આવે ? કુટુંબ-કબીલાની યાદ કોને ન સતાવે ? અમે તમારું દિલ સમજી શકીએ છીએ. તમારી માગણી મંજૂર કરવામાં આવે છે. તમે ચાહો ત્યારે તમારા કુટુંબ-કબીલા અને બધી ધનદોલત સાથે તમારા માદરે વતનમાં જઈ શકો છો. તમે તમારા વતન સુખરૂપ પહોંચી જાવ એવો પૂરો બંદોબસ્ત રાજ્ય તરફથી કરવામાં આવશે.” જાવડશાહની આશા સફળ થઈ. થોડા જ વખતમાં જાવડશાહ સુખરૂપ મધુમતી પહોંચી ગયા. લોકોમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. Page #206 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા | ૧૯૩ પણ જાવડશાહના મનને તો હજીય ક્યાંય નિરાંત ન હતી. શત્રુંજય તીર્થની પાપી પિશાચોથી મુક્તિ કરવી, એની આશાતના દૂર કરવી અને એનો જીર્ણોદ્ધાર કરવો એ જ વાત એમના ચિત્તમાં હંમેશ રમી રહી હતી. જ્યારે એ તીર્થનો ઉદ્ધાર થાય અને ક્યારે ધર્મી જનો એની યાત્રા કરી શકે એ જ એકમાત્ર એમની તમન્ના હતી અને એને સિદ્ધ કરવા એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હતા. પણ આ બધાં વર્ષોમાં અધર્મીઓએ એ તીર્થમાં પોતાનાં પાપી આચરણનાં મૂળ એવાં ઊંડા ઘાલ્યાં હતાં કે તીર્થના ઉદ્ધારનું કામ ભારે મુશ્કેલ બની ગયું હતું. પણ એ ગમે તેટલું મુશ્કેલ હોય, છતાં પૂરું કર્યે જ છૂટકો હતો. એમાં પાછી પાની કરવી એ તો કર્તવ્યભ્રષ્ટ થવા જેવું કલંક હતું. અને જાવડશાહ પોતાની ધર્મભાવનાના બળ, અઢળક સંપત્તિ અને વિપુલ સાધનસામગ્રી સાથે વિમલાચલમાં ઉદ્ધાર માટે પહોંચી ગયા. કપર્દી અસુરે પોતાના સાથીઓ સાથે તીર્થમાં ભારે ઉપદ્રવ મચાવી મૂક્યો હતો. જ્યાં જુઓ ત્યાં એ પવિત્ર પહાડની શિલાઓ મદિરા અને માંસથી અપવિત્ર બની ગઈ હતી. પાપી લોકોએ મહાપુણ્યના ધામને પાપનો પૂડો બનાવી મૂક્યો હતો. શરૂઆતમાં તો કપર્દી જરાય પાછો ન પડ્યો. જાવડશાહને પજવવામાં એણે જરાય મણા ન રાખી. પણ જાવડશાહના નિશ્ચયમાં પ્રાણના ભોગે પણ કામ પૂરું કરવાના સંકલ્પનું ગજવેલ ભર્યું હતું. એ ગજવેલે કપર્દી અને એના અસુર સાથીઓને છેવટે પાછા પાડ્યા, શાણા બનાવ્યા. તથધિરાજના ઉદ્ધારનું કામ વિજળી વેગે ચાલવા લાગ્યું. જાવડશાહનો આત્મા આનંદ આનંદ અનુભવી રહ્યો. શ્રીસંઘના આહલાદને કોઈ અવધિ ન રહી. તીર્થાધિરાજનું ઉદ્ધારનું મહાકાર્ય એક શુભ દિવસે પૂરું થયું. અને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪Dરાગ અને વિરાગ એની પ્રતિષ્ઠાનો અવસર પણ આવી પહોંચ્યો. નજીક અને દૂરથી ગામોગામથી નાનામોટા સંઘો એ ધર્મઉત્સવમાં ભાગ લેવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાં વર્ષો અને કેટલાં બધાં કરે મહાતીર્થની યાત્રા છૂટી થઈ હતી. જાવડશાહ અને સુશીલાદેવીની તો જાણે કાયા જ પલટાઈ ગઈ હતી. શું તેજ, શું સંતોષ અને શું હર્ષની રેખાઓ એમના મુખ ઉપર વિલસી રહી હતી ! એ તીર્થાધિરાજને જોતાં અને એમનું હૃદય ગદ્ગદ બની જતું. એ જાણે બોલી ઊઠતું ? “વાહ મારા નાથ ! મારા દેવાધિદેવ ! આજે અમારું જીવન કૃતકૃત્ય બની ગયું !” તેઓ સંઘોનાં દર્શન કરતાં અને એમનું રોમરોમ હર્ષપુલકિત બની જતું. અને પ્રતિષ્ઠાનો એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો. દૂધે ધોઈને પવિત્ર કરેલા અને ધૂપ-સુગંધથી મઘમઘાયમાન બનેલા તીર્થાધિરાજ ઉપર માનવમહેરામણ હિલોળા લેવા લાગ્યો. પર્વતની પવિત્ર શિલાઓ જાણે ભાવક ભક્તજનો રૂપી ધજાઓથી શોભી રહી. જાવડશાહ અને સુશીલાદેવી જીવનની કૃતાર્થતા અનુભવી રહ્યાં. વિધિકારોએ ધર્મમંત્રો ઉચ્ચારી પવિત્ર વિધિથી પ્રભુની પ્રતિષ્ઠા કરી. ભગવાનના ભવ્ય મંદિરના ગગનગામી શિખર ઉપર ધર્મની ધજા ફરફરી રહી. શ્રીસંઘ સાથે જાવડશાહ અને સુશીલાદેવી જિનપ્રસાદ ઉપર ચડીને એ ધર્મધજાને ભાવપૂર્વક પ્રણામ કરી રહ્યાં, મહાપ્રભુના મહિમાની સ્તુતિમાં લીન બની ગયાં, મહાતીર્થના ઉદ્ધારથી હર્ષાતિરેક અનુભવી રહ્યાં. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો. Page #208 -------------------------------------------------------------------------- ________________ મહાયાત્રા | ૧૯૫ ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો. પણ જાવડશાહ અને સુશીલા તો ત્યાંથી જરાય ન ખસ્યાં. જીવનની પૂર્ણ કૃતાર્થતામાં જાણે તેઓ લયલીન બની ગયાં હતાં. થોડી વાર થઈ છતાં એ નીચે ન ઊતર્યો. વળી થોડો વખત વીત્યો, છતાં કોઈ નીચે ન ઊતર્યું. જનસમૂહ એ બડભાગી દંપતીનું બહુમાન કરવાની ભારે ઉત્સુકતા અનુભવી રહ્યો. હજીય કેટલોક વખત વિત્યો પણ કોઈ નીચે ન આવ્યું ! હવે તો સંઘ એ પુણ્યશાળી દંપતીનાં દર્શન અને બહુમાન કરવા અધીરો બની ગયો. અને સંઘના મોવડીઓ ઉપર જઈ પહોંચ્યા. જોયું તો, જાવડશાહ અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્થોદ્ધાર અને તીર્થયાત્રાથી કૃતકૃત્ય બનીને એમના આત્મા સદાને માટે મહાયાત્રાએ સંચરી ગયા હતા. સંઘ એ પુણ્યાત્માઓને વંદી રહ્યો. કવિએ જાવડશાહની ધર્મકરણીને અમર કરતાં ગાયું કે : સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર !' મહાયાત્રાના એ પુણ્ય પ્રવાસીઓને આપણાં વંદન હો ! Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સતના રખેવાળ “મહારાજ સાહેબ, આ પચીસ હજાર રૂપિયા ઃ પાઠશાળાને આપવાના કહ્યા છે તે. આપ કહો તેને અત્યારે જ પહોંચાડી દેવા છે.” શેઠે વંદન કરીને નીચે બેસતાં કહ્યું. 44 * પણ શેઠ, આટલી બધી જલદી શી છે ? એ રૂપિયા ક્યાં જતા રહેવાના છે ? અત્યારે એની જરૂર પણ નથી. જ્યારે જરૂર પડશે ત્યારે પાઠશાળાના સેક્રેટરી તમારી પેઢીએથી મંગાવી લેશે. હમણાં એ ભલે રહ્યા તમારી પાસે. પૈસા તમારી પેઢીમાં રહે કે બૅન્કમાં રહે એમાં શો ફેર છે ? તમારે ત્યાં એ પૂરેપૂરા સલામત છે.” નહીં, મહારાજ ! એવું ન હોય. ધરમના કામમાં લખાવેલા પૈસા તો આપી દીધા જ સારા. જાણી-સમજીને ફાળામાં લખાવીએ અને પછી આપવામાં મોડું કરીએ એ બરાબર ન કહેવાય. એથી તો ઊલટા દોષના ભાગીદાર થઈએ.” શેઠના હાથમાં હજાર હજારની પચીસ નોટોની થોકડી રમતી હતી. 14 મહારાજશ્રીએ શેઠને ફરી આગ્રહ કરતાં કહ્યું : “અરે શેઠજી, આપ આટલી બધી ચિંતા શું કામ કરો છો ? રૂપિયા લખાવ્યા તો હજી પૂરો મહિનોય થયો નથી. તો પછી પૈસા આપી દેવાની આટલી બધી ઉતાવળ કરવાની કંઈ જરૂર ? પાઠશાળાવાળાએ રૂપિયા માગ્યા હોય અને આપે આપવામાં વિલંબ કર્યો હોય તો કદાચ દોષ લાગવાની વાત કરો તો તે બરાબર ગણાય; એમાંયે કોઈ કોઈ પોતાની સગવડ-અગવડ મુજબ મોડું કરે તો તેથી કંઈ દોષ લાગ્યો ન કહેવાય. દાનત સાફ જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આપની તિજોરીમાં પાઠશાળાના પૈસા બિલકુલ સલામત છે, એટલું જ નહીં, જરૂર પડે તો પાઠશાળામાં પૈસા પણ આપની પેઢીને સાચવવા સોંપી શકાય એવી આપની પેઢીની શાખ છે. વળી આપની ધર્મભાવના પણ એવી ઉત્તમ છે. એટલે મને કે પાઠશાળાવાળાને આપના પૈસાની મુદ્દલ ચિંતા નથી, માટે અત્યારે આ પૈસા આપના પાસે જ ભલે રહ્યા.” Page #210 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ C ૧૯૭ આચાર્ય મહારાજ સમયજ્ઞ અને ભારે વિચક્ષણ પુરુષ હતા. અત્યારે તેઓ શેઠના આ રૂપિયા લેવાનું કોઈ પણ રીતે ટાળવા માગતા હતા. અને એનું ખાસ કારણ હતું. શેઠનો વેપાર સટ્ટાનો હતો. મોટા સટોડિયા તરીકે એમની મુંબઈમાં નામના હતી. આ ધંધાએ એમને ખૂબ યારી આપી હતી. તેઓ સટ્ટાની દુનિયામાં ભાગ્યશાળી પુરુષ ગણાતા. વળી, તે સમયે ચાંદીના સટ્ટાના રાજા ગણાતા. શિવચંદજી નેમાણી શેઠજીના ખાસ દોસ્ત હતા. ચાંદીના આવતી કાલના ભાવ નેમાણીજી જાણે !' એવી એમની નામના હતી. શિવચંદજી જેવા ગણતરીબાજ અને હિંમતબાજ હતા એવા જ ભાગ્યવાન હતા. ગણતરી, હિંમત અને ભાગ્યની ત્રિપુટી જામી, પછી સટ્ટામાં લાભનું પૂછવું જ નહીં. આવા કાબેલ મિત્ર મળ્યા અને પોતાનું ભાગ્ય પણ જાગતું હતું. શેઠને રૂ અને ચાંદીના સટ્ટાએ ઘણી યારી આપી હતી. લોક કહેતું કે શેઠજીને સફેદ વસ્તુના વાયદાના વેપાર સાથે ઘણું લેણું છે. 4 એક વાર શેઠ સોનાના વાયદાનો વેપાર કરી બેઠા. ભાગ્યને કરવું તે એમાં એમને ખોટ ગઈ, ઘણી મોટી ખોટ ! વાત તો બજારમાં એટલે સુધી વહેતી થઈ કે શેઠને ગજા ઉપરાંતની ખોટ ગઈ છે અને આબરૂ રહેવી પણ મુશ્કેલ બની ગઈ છે. એમની પેઢી ગઈ કે જશે ! આવી બધી વાતો લોકજીભે ચાલતી ચાલતી, મીઠા-મરચાના મસાલા સાથે ઘણું મોટું રૂપ ધરીને, આચાર્ય મહારાજના કાને પહોંચી ગઈ હતી. આ દિવસોમાં આચાર્યશ્રી તો પાઠશાળાના પૈસાની ચિંતાને બદલે ઊલટું એ જ ચિંતામાં હતા કે શેઠજીને આટલી બધી નુકસાની ગઈ છે, એમાંથી એ કેવી રીતે ઊગી શકશે અને એમની પેઢીની આબરૂ કેવી રીતે બચી શકશે ? ક્યાંક આવા ધર્માત્મા પુરુષને માનભંગ થવાનો કે બજારમાં મોઢુંય ન દેખાડી શકાય એવો કારમો વખત ન આવે ! આચાર્યશ્રીનું મન આ રીતે ખૂબ ચિંતાગ્રસ્ત હતું, એવામાં જ શેઠે આવીને પચીસ હજાર રૂપિયા સામે ધરી દીધા ! પણ આચાર્યશ્રી એ રકમ લેવા માટે અત્યારે કોઈ રીતે તૈયાર ન હતા. સાથે સાથે હૈયાની વાતને હોઠે લાવતાં પણ ભારે સંકોચ થતો હતો. અને છતાં વખત એવો Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ Dરાગ અને વિરાગ હતો કે કંઈક વાત કરવી જ પડે એમ હતી. - આચાર્યશ્રીએ પોતાની આસપાસ નજર નાખીને જોઈ લીધું કે એટલામાં ત્યાં બીજું કોઈ ન હતું. પછી એમણે લાગણીપૂર્વક ચિંતાભર્યા સ્વરે શેઠને કહ્યું : “શેઠજી, લોકો કહે છે કે અત્યારે બજારોની સ્થિતિ બહુ ડામાડોળ છે. તમારે પોતાને પણ અત્યારે પૈસાની ઘણી જરૂર છે એવું પણ સાંભળવામાં આવ્યું છે. તો પછી આ પૈસા તત્કાળ આપવાની શી જરૂર છે ? ભલે ને રહ્યા એ તમારી પાસે. આગળ ઉપર જોયું જશે.” શેઠે સ્વસ્થ ચિત્તે તરત જ કહ્યું : “ ગુરુદેવ, અમારે સટ્ટાવાળાને આ કંઈ નવી વાત નથી. અમારે તો એવું ચાલ્યા જ કરે ! બજારોની સ્થિતિની આપની વાત સાચી છે. મારે પૈસાની જરૂર છે, એ પણ ખરું છે. પણ એ માટે આપને ચિંતા કરવાની કે આ પૈસા મારી પાસે રહેવા દેવાની કશી જ જરૂર નથી. અને સટ્ટાવાળાના પૈસાનો ભરોસો પણ શો ? આજે લાખ હોય અને કાલે પાઈ પણ ન હોય ! માટે દાનમાં આપેલા પૈસા તો વખતસર આપી દીધા જ સારા ! મારે બજાર માટે જે વ્યવસ્થા કરવાની છે એમાં એટલી વધારે કરીશ, એટલી રકમથી કાંઈ મોટો ફેર પડી જવાનો નથી કે મને કોઈ મોટી મુસીબત પણ નડવાની નથી. ધર્મના કામમાં ઢીલ કરવી સારી નહીં ! આપ ચિંતા ન કરશો. ધર્મની અને આપની કૃપાથી બધું ઠીક થઈ જશે. કર્મમાં જે લખેલું હોય તે તો ભોગવવું જ પડે ને !” આચાર્યશ્રીનું અંતર ગદ્ગદ બની ગયું . એમના નેત્રો ભાવનાના અમૃતથી ભીનાં થઈ ગયાં : કેવી વિરલ ધર્મભાવના અને કેવી દૃઢ ધર્મશ્રદ્ધા ! શેઠજી પચીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ સહજ ભાવે આપીને અને આચાર્યશ્રી પાસેથી “ધર્મલાભ'નો અમૂલ્ય આશીર્વાદ લઈને રવાના થયા. એ સમર્થ આચાર્ય તે કાશીવાળા ધર્મસૂરિ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ. એ શ્રેષ્ઠીવર્ય તે આગરાનિવાસી જાણીતા દાનપ્રેમી શ્રી લક્ષ્મીચંદજી Page #212 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ [ ૧૯૯ વેદ. વિ. સં. ૧૯૭ની સાલની એ વાત. સંસારમાં રહીને જે જળકમળ જેવું જીવન જીવી જાણે એ જીવનને કૃતાર્થ કરે અને ધર્મના અમૃતનું પાન કરે. ચારેકોર સંપત્તિની છોળો ઊછળતી હોય, સુખસાહ્યબીનાં •સાધનોની કોઈ સીમા ન હોય, અને છતાં જે એનાથી અલિપ્ત રહે, પોતાની સાદાઈ ને સાચવી જાણે અને એમાં જ જીવનને કૃતાર્થ થયું માનીને પોતાના અંતરમાં મસ્ત રહે, એ વ્યક્તિ બડભાગી અને પ્રભુની પ્યારી સમજવી. લક્ષ્મીચંદજી વેદ આવા જ બડભાગી અને પ્રભુના પ્યારા ધર્મપુરુષ હતા. કારમી ગરીબાઈનું પાન કરી તેઓ ઊછર્યા હતા, અને ભાગ્યબળે અને ધર્મના પસાયે કરોડપતિની નજીક ગણાય એવા મોટા લાખોપતિની અઢળક લક્ષ્મી એમને આંગણે વહેતી હતી. છતાં એમનું મન તો સદા ય સ્વસ્થ અને ધર્મકાર્યમાં સ્થિર રહેતું. સંસારમાં સમજપૂર્વક જીવી જાણવું અને ભોગવિલાસથી બચતાં રહેવું એ એમની સહજ પ્રકૃતિ હતી. એમનું મૂળ વતન રાજસ્થાનમાં ફલોધી શહેર ભણતર. સાવ ઓછું – સહી કરવી હોય તોય મોટા મોટા અક્ષરે કરે એવું ! પણ હૈયાઉકલત ઘણી. શરૂઆતમાં ભાગ્ય પણ એવું જ નબળું. પણ એમની કાર્યનિષ્ઠા ખૂબ દૃઢ. એ દૃઢતાને જોરે તેઓ પોતાના નબળા ભાગ્યને ખીલવવા ફ્લોધીથી આગરા શહેરમાં આવીને વસ્યા. એક શ્રેષ્ઠીને ત્યાં માસિક પાંચ રૂપિયાના પગારથી જીવનની શરૂઆત કરીને એમણે કર્મરાજાના આદેશને માથે ચડાવ્યો, અને પોતાના ભાગ્યને ખીલવવાનો પુરુષાર્થ આદર્યો. થોડાંક વર્ષ તો આકરી કસોટીમાં વીત્યાં પણ પછી એ પુરુષાર્થી નરનું ભાગ્ય ખીલી ઊઠ્યું. તે કાળે ભાગ્યશાળીઓના ઉદ્યાન સમા ગણાતા સટ્ટાના ક્ષેત્રમાં શેઠજીએ પોતાના ભાગ્યને અજમાવવું શરૂ કર્યું. હૈયાઉકલતે મદદ કરી, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦રાગ અને વિરાગ ઝડપી ગણતરી કરવાની સૂઝે માર્ગ દેખાડ્યો, અને ધીમે ધીમે ભાગ્ય યારી આપતું ગયું. જોતજોતામાં ગઈ કાલના ગરીબ લક્ષ્મીચંદ સાચા લક્ષ્મીચંદ બન્યા. ધન વધ્યું તેમ ધર્મભાવના વધતી ગઈ, ધર્મકાર્યમાં ધનનો સદ્વ્યય કરવાની ઉદારતા વધતી ગઈ અને ધન અને ભોગ તરફની અનાસક્તિ તો ગરીબી અને તવંગરીને સમાન ભાવે જીરવી જાણે એવી, ને એવી જ સ્થિર રહી. શેઠનું કુટુંબ મોટું હતું : ત્રણ દીકરા, એક દીકરી, દીકરાને ઘેર દીકરા ! અને પછી તો કાકા-મામા અને એમના દીકરા, દીકરાઓના સાળા-સાઢું અને એમનાય દીકરા અને બીજાય દૂરદૂરનાં સગાંવહાલાં – એ સૌનો જાણે એમના કુટુંબમાં સમાવેશ થઈ જતો ! શેઠની સંપત્તિ મોટી હતી, એના કરતાંય એમનું દિલ ઘણું મોટું હતું અને રસોડું અને રહેઠાણ પણ એવું જ મોટું હતું. કોઈ માણસ અઠવાડિયાઓ સુધી મહેમાન બનીને લીલાલહેર કરે તોય શેઠના ઘરમાં કોઈ એને એમ પૂછનાર ન મળે કે, “ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો, ક્યારે આવ્યા છો, શું કામે આવ્યા છો અને કોનાં સગાં થાઓ છો ?” એક જણ જાણે કે આ બીજા કોઈના સગા હશે; બીજો માને કે આ ત્રીજાના સગા હશે, કે કોઈ વેપારી કે ધર્મની ટીપ કરનાર આવ્યા હશે ! મકાનમાં જાણે હંમેશાં ઘરવાળા, સગાં અને મહેમાનોનો મેળો જ જામેલો રહેતો. શેઠ માનતા હતા કે ગઈકાલે ગરીબી હતી ત્યારે તો કોઈની મહેમાનગતી બહુ નહોતી થઈ શકતી, મહેમાન પણ ભાગ્યે જ આવતા. અને સારે કામે સહધર્મીઓ અને બીજાઓના આવવાની તો કોઈ વાત જ ન હતી. હવે જ્યારે ભગવાને બે પૈસા આપ્યા છે તો એનો લાભ બને એટલો લઈ લેવો. મહેમાન તો દેવ ગણાય. આપકમાઈના ધનને લેખે લગાડવામાં શેઠને જીવનની અને ધનની કૃતકૃત્યતા લાગતી. શેઠનું મકાન પણ જંગી હવેલી. મોટું ભોંયરું, ઉપર ચાર માળ અને માળમાળે ઓરડા. આંગણું અને ચોક પણ એવાં વિશાળ કે કોઈ રજવાડાની અસલ મોટી કોઠી જ જોઈ લો ! ગમે તેટલા માનવી આવીને વસે તોય બીજાને માટે જગા ખાલી મળે ! મન મોટું અને મકાન પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ ૨૦૧ મોટું પછી મહેમાનો કેમ ન આવે ? અને આવાં તો એક નહીં પણ ચાર-પાંચ મકાનોની હારની હાર ! એક જુઓ અને એક ભૂલો એવાં મોટાં ! કોઈમાં સગાંવહાલાં રહે, કોઈમાં નોકરચાકર વસે, કોઈક વળી ખાલી પણ હોય ! ભાડાની આવકની તો કોઈ ચિંત જ નહીં ! મુંબઈમાં પણ શેઠના બે મોટા માળા. શેઠની પેઢીનો કારોબારી બહુ મોટો. જેવો આગરામાં ચાલે એવો જ મુંબઈમાં ચાલે. મુનીમજી પેઢી સંભાળે. રોકડિયાજી રોકડનો વહીવટ કરે. એ જમાનો હતો ચાંદીના રોકડા રૂપિયાનો અને સોનામોહરોનો. કાગળની નોટોનું ચલણ પણ ઘણું હતું. પણ ચાંદીના રૂપિયા અને સોનામહોરો માગો એટલાં મળે. લક્ષ્મીચંદ શેઠની પેઢીમાં પૈસાની લેવડ-દેવડ ઘણી મોટી. ચાંદીના રૂપિયાની ગુણોની ગુણો ત્યાં રોજ ઠલવાય અને ભરાય. આટલા રૂપિયા ગણવા બેસે તો ક્યારે આરો આવે ? કાંટે જોખીને રૂપિયાની ગણતરી થાય ! આ કામ કલાકો સુધી ચાલતું નજરોનજર જોયું છે. સચ્ચાઈ એ તો સટ્ટાના વેપારનો પ્રાણ ને સટોડિયાનું સાચું ધન અને મોટું બળ. ગમે તેમ થાય તોય સટોડિયો સોદામાં ક્યારેય જૂઠું ન બોલે : આવી એની આંટ. તેમાંય લક્ષ્મીચંદ શેઠ તો સાચા ધર્માત્મા. અસત્યનો તો એમને વિચાર સરખો ન આવે. સાચા ધર્મ અને સતવાદી હોવાને કારણે તેઓ શુકનવંતા પુરુષ ગણાતા. એમની સાથે સૌ હોંશે હોંશે સોદા કરતા. બજારમાં શેઠની આંટ-આવડત અને ન્યાય-નીતિની મોટી નામના ! આમ એક બાજુ ભાગ્ય ખીલતું જતું હતું અને ધન વધતું જતું હતું. બીજી બાજુ ધર્મભાવના વધતી જતી હતી ને દિનપ્રતિદિન ખીલતી જતી હતી. - સંપત્તિ ઘણી છે અને સાહ્યબીનોય પાર નથી; છતાં લક્ષ્મીચંદ શેઠના મનને એ જાણે સ્પર્શી શકતી નથી. સાદો વેશ, સાદું જીવન, સાદું ભોજન અને સાદી રહેણીકરણી જ એમના મનને ભાવે છે, અને એમના તનને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લ રાખે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] રાગ અને વિરાગ પાતળી કાઠી જેવી ટટ્ટાર કાયા, ઊજળો વાન, આછું સ્મિત ફરકાવતો સરળ, તેજસ્વી ચહેરો. હૃદયમાંથી ઊઠતી હોય એવી ઓછાબોલી વાણી. શેઠ જાણે શાંતિનું સરોવર લાગે ! મલમલનું ઝીણું અંગરખું, આછા ગુલાબી રંગની મારવાડી પાઘડી, પગમાં સાદી મારવાડી મોજડી. શેઠ ચાલ્યા જતા હોય તો એમ જ લાગે કે કોઈ શ્રીમંતાઈ નહીં પણ સાક્ષાત્ સાદાઈ અને સરળતા જ ચાલી જાય છે ! - ઘરમાં સૌ મોડે સુધી સુખનીંદરમાં સૂતા હોય ત્યારે શેઠજી વહેલી સવારે જાગી ઊઠે. ઈષ્ટદેવનું સ્મરણ કરી, નિર્મળ વસ્ત્રો પહેરી એ દેવદર્શને ચાલી નીકળે, અને બે-ત્રણ દેરાંનાં દર્શન કરી આવે. દેવનાં દર્શન કર્યા વગર અન્ન-જળ નહીં લેવાનાં એમનાં નીમ. શહેરમાં ગુરુમહારાજ હોય તો તેઓ ગુરુવંદના કરવાનું ચૂકતા નહિ. ઘરમાં જણ એટલી જાત-ભાતની મોટરો છે. બે એક શાનદાર બગીઓ પણ છે. પણ શેઠ તો પગે ચાલીને જ દેવદર્શને જાય છે ? આવી છે શેઠની દેવભક્તિ અને સાદાઈ. ક્યારેક કોઈ પૂછતું કે, “શેઠજી, સવારના પહોરમાં આમ પગે ચાલતા નીકળો છો, એના બદલે બગ્ગી કે મોટરગાડીમાં નીકળતા હો તો ?” શેઠ બહુ સહજ રીતે જવાબ આપતા : “અરે ભાઈ, આટલું ચાલીએ એમાં કંઈ મોટી વાત છે ? પછી તો આખો દિવસ વાહનમાં જ ફરવાનું છે ને ! બાપડા ડ્રાઇવરો અને સાઈતો મહેમાનો માટે આખો દિવસ દોડાદોડ કર્યા કરે, પછી થાકી જ જાય ને ? એય માણસ છે ને ? એનેય આરામ તો જોઈએ ને ? જાગ્યા પછી એમને કોઈ નિરાંત બેસવા દેવાનું છે ? છો ને અત્યારે નિરાંતે ઊંઘતા. આપણે તો આટલું ફરવામાં કોઈ મુસીબત નથી.” શ્રીમંત પુરુષની આવી દયાભાવના જોઈ પૂછનારનું માથું નમી જતું. એક વાર કોઈ કામ માટે હું એમને ત્યાં ગયો હતો. જોયું તો શેઠજી જાતે ધોતિયું નિચોવી રહ્યા હતા. જીવનમાં જવલ્લે જ જોવા મળતું એવું Page #216 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ D ૨૦૩ પાવનકારી એ દૃશ્ય હતું ઃ સાચી સાદાઈનો વણબોલ્યો જીવંત બોધપાઠ. એ દૃશ્ય આજેય ભૂલ્યું ભુલાતું નથી; મનની પાટી ઉપર એ સદાને માટે અંકિત થઈ ગયું છે. મારાથી ન રહેવાયું. મેં કહ્યું : “અરે, શેઠ સાહેબ ! આપ આ શું કરો છો ? લાવો, હું એ નિચોવી આપું. આપે કોઈ નોકરને કહ્યું હોત તો ?” શેઠે હસીને કહ્યું : “ અરે ભાઈ, બિચારા નોકરો તો હંમેશાં તૈયાર જ હોય છે. એ ક્યાં કોઈ કામની ના પાડે છે ? પણ બાપડા દિવસ આખો કેટલું બધું કામ કર્યા કરે છે ! પગ વાળીને બેસવાય પામતા નહીં હોય ! ક્યારેક આપણે આટલું કામ કરી લઈએ તો એમાં આપણે ક્યાં ઘસાઈ જઈએ છીએ ? ને છેવટે એમણે ઉમેર્યું : “કામ કરવાની ટેવ રાખવી એ તો બહુ સારી વાત છે. આરામતલબ બનવું સારું નહીં.” પોતાની જાતપૂરતું તો શેઠનું જીવન બહુ જ કરકસરવાળું, જરૂર પડે એટલું જ ખર્ચ કરે. ફિઝુલખર્ચી તરફ એમને ભારે અણગમો. પણ ઘરના બીજા ચાહે તેટલું ખર્ચ કરે એમની સામે શેઠને કશી ફરિયાદ નહીં. અને દાનમાં કે ધર્મમાં આપવામાં તો તેઓ પાછું વાળીનેય ન જુએ. શેઠ મુસાફરીએ નીકળે ( આગરા અને મુંબઈ વચ્ચે તો એમને વારંવાર મુસાફરી કરવી પડે ) ત્યારે ખાન-પાનમાં બહુ જ સંયમ સાચવે. સ્ટેશનની કોઈ વસ્તુ તો ખાય જ નહીં. ઘરમાં બનાવેલી અન્નની કોઈ વાની પણ એમને ચાલે નહીં. થોડોક સૂકો મેવો અને એકાદ-બે જાતનાં ફળ, અને તે પણ બને એટલાં ઓછાં એટલેથી કામ ચલાવી લે. શેઠનો જીવનક્રમ જ એવો કે એમાં શ્રીમંતાઈની છાપ નામમાત્રની પણ ભાગ્યે જ દેખાય. અને છતાં શેઠને એવું ક્યારેય ન લાગે અથવા તેઓ બીજાને એવું લાગવા ન દે કે પોતે કોઈ બહુ મોટી વાત કરી રહ્યા છે. શેઠના જીવનના સિક્કાની એક બાજુ સંપત્તિની છાપ અંકિત થઈ હતી, તો એની બીજી બાજુ ઉપર સાદાઈની છાપ ઊપસેલી હતી. અઢળક સંપત્તિ અને આદર્શ સાદાઈના બે સોહામણા કિનારા વચ્ચે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] રાગ અને વિરાગ એમના ભવ્ય જીવનની ભાગીરથી ધીર-ગંભીરપણે વહેતી રહેતી હતી. લક્ષ્મીચંદજી શેઠને પોતાને ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ઉપર ખૂબ શ્રદ્ધા. ગુરુની આજ્ઞાનું તેઓ પૂર્ણ આસ્થાપૂર્વક પાલન કરવામાં ધન્યતા માને, અને મનની કે ઘરની ખાનગી વાત વિના સંકોચે કરવામાં રાહત અનુભવે. ગુરુ પણ ભારે જાજરમાન અને વિદ્વાન સાધુપુરુષ. સમાજનાં સુખદુઃખને તેઓ પોતાનાં સુખદુઃખ માને, અને સમાજને સુખના અને ઉન્નતિના માર્ગે દોરવો એ પોતાનો ધર્મ સમજે. ઊંઘ અને આરામ તજીને એ ધર્મનું તેઓ બરાબર પાલન કરે. આટલા સારુ જ એમણે જૈન વિદ્વાનો તૈયાર કરવા માટે કાશી જેટલી દૂરની મજલ પગપાળા ખેડીને ત્યાં એક નામાંકિત જૈન પાઠશાળા (શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા), છેક બંગભંગના સમયમાં, સ્થાપી હતી. એ બંધ પડતાં, એવા જ હેતુ માટે, એવી જ બીજી પાઠશાળા સ્થાપવાની મુંબઈમાં જૈન સંઘને પ્રેરણા આપી હતી અને શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામથી એ સંસ્થા વિ. સં. ૧૯૭૬માં મુંબઈમાં વિલપારમાં ચાલુ પણ કરવામાં આવી હતી. એ પાઠશાળા માટે જ શેઠ લક્ષ્મીચંદ વેદ, આચાર્યશ્રીની પ્રેરણાથી, પચીસ હજાર રૂપિયા જેવી મોટી રકમની સખાવત કરી હતી. અને એ માટે આચાર્યશ્રીની અને શેઠની વચ્ચે ના-હા થઈ હતી. ગુરની પ્રેરણાથી શેઠે આગરામાં એક સુંદર દેવમંદિર અને જ્ઞાનમંદિર તૈયાર કરાવ્યું. ઉદારદિલ આચાર્ય મહારાજે પોતાનાં હસ્તલિખિત અને છાપેલાં ૧૮-૨૦ હજાર બહુમૂલાં પુસ્તકોનો સંગ્રહ જ્ઞાનમંદિર માટે ભેટ આપ્યો હતો. શેઠની ભાવના પોતાના ગુરુદેવને હાથે એની પ્રતિષ્ઠા કરવાની હતી. સાથે સાથે એમણે એક વિશાળ ધર્મશાળા પણ બનાવી હતી. આચાર્યશ્રીની ભાવના મુંબઈની સંસ્થાને કાશી લઈ જઈને ફરી ત્યાં જૈન વિદ્યાનું કેન્દ્ર ઊભું કરવાની હતી. એટલે એમણે, આગરા થઈ, પ્રકાશક ભજઈમાં જૈન સંઘના જ હેતુ માટે એવી Page #218 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ ૨૦૫ બના૨સ જવા માટે વિહાર કર્યો. પણ વચમાં જ, વિ. સં. ૧૯૭૮માં, મધ્ય પ્રદેશમાં શિવપુરી ગામમાં તેઓનો સ્વર્ગવાસ થયો, અને આદર્યાં અધૂરાં રહ્યાં જેવી સ્થિતિ થઈ ! છતાં લક્ષ્મીચંદ વેદે પોતાની ભાવના પૂરી કરી; અને પોતાના ગુરુદેવના વિદ્વાન શિષ્યો પાસે દેવમંદિરની પ્રતિષ્ઠા અને જ્ઞાનમંદિર (શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર)ની સ્થાપના કરાવી. એ ધર્મઉત્સવમાં શેઠે, આઠ દિવસમાં, વિ. સં. ૧૯૭૮ની સાલમાં, એક લાખ રૂપિયા જેટલું ખર્ચ કરીને પોતાની ઉદારતા ઉપર જાણે કળશ ચડાવ્યો. લક્ષ્મીચંદજી વેદની ધર્મભાવના અને ઉદારતાને સૌ અભિનંદી રહ્યા. એ સમય જાણે શેઠની કીર્તિ અને સંપત્તિનો મધ્યાહ્ન બની રહ્યો. * ભાગ્યના વારાફેરાને પામવા મુશ્કેલ હોય છે. દિવસ પછી રાત એ તો દુનિયાનો ક્રમ છે. એકધારું સુખ કે કેવળ દુઃખ જ દુઃખ એ તો માત્ર કલ્પનાની વસ્તુ છે. પ્રકાશ-અંધકાર, સુખ-દુઃખ, ચડતી-પડતીની ફૂલગૂંથણીનું નામ જ સંસાર છે. અને એ બધામાં જે સુખને પચાવીને અભિમાનને નાથી જાણે અને દુઃખને બરખાસ્ત કરીને મનને ભાંગી પડતું રોકી જાણે, એ જીવનનો સાર પામી શકે. લક્ષ્મીચંદ શેઠનો સંપત્તિ યોગ અંધકાર, પ્રકાશ અને વળી પાછો અંધકાર એવો હતો. જીવનની શરૂઆત ગરીબીથી થઈ; વચમાં અપાર અમીરી આવી ગઈ, પાછલી જિંદગીમાં સંપત્તિએ જાણે મોં ફેરવી લીધું ! અને છતાં મન તો સાગરની જેમ એવું ને એવું જ સ્વસ્થ અને મોટું રહ્યું. ન અતિ હરખાવાનું, ન અતિ વિલાવાનું ! સંપત્તિ આવી ત્યારે એવી આવી કે ન પૂછો વાત; અને જ્યારે એણે વિદાય લેવા માંડી ત્યારેય એટલી જ ઉતાવળી ! ભાગ્ય પલટાયું અને સટ્ટાના વેપારે યારી આપવી બંધ કરી. અધૂરામાં પૂરું પેઢીનો વેપાર કાણી કોઠી જેવો થઈ ગયો ઃ ઘરનાં બધાંને સટ્ટો કરીને પૈસા કમાવાની ઘેલછા વળગી. આકડેથી મધ ઉતારી લેવાની ઇચ્છા કોને ન થાય ભલા ? પરિણામ એ આવ્યું કે વેપારમાં નફો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ Dરાગ અને વિરાગ થાય તો સૌ પોતે લઈ જાય, અને નુકસાન જાય તો એ પેઢીને માથે ! એ ભરપાઈ કરવાની જવાબદારી શેઠની ! ભાગ્ય ફર્યું અને ઘર ફૂટ્યું, પછી સંપત્તિ રોકી રોકાય કે સ્થિતિને વણસતી અટકાવી શકાય એવી સ્થિતિ ન રહી. ધીમે ધીમે નુકસાની વધતી ગઈ અને સંપત્તિ ઘટતી ગઈ. અને એ નુકસાનીના કારમા જડબામાં મુંબઈના માળા અને આગરાની હવેલીઓ હોમાઈ ગયાં ! સને ૧૯૨૮ની સાલની વાત છે. શિવપુરીની પાઠશાળામાં મારો અભ્યાસ પૂરો થયો હતો અને સંસ્થાનો પહેલો પદવીદાન ઉત્સવ યોજાયો હતો. બહારગામથી અનેક મહેમાનો આવ્યા હતા. મુનિવરોનો આગ્રહ હતો એટલે, પૈસાની તંગી અને વૃદ્ધ ઉંમર હોવા છતાં, એક નોકરને લઈને શેઠજી ત્યાં આવ્યા હતા. મહેમાનોને સારાં સારાં મકાનોમાં ઉતારા અપાયા હતા. પણ શેઠે તો આશ્રમની એક ઓરડીમાં જ ઊતરવાનું પસંદ કર્યું. આ વખતે મોટા જમણવાર યોજાયા હતા, પણ શેઠ તો નોકર પાસે જ શાક અને રોટલી કરાવીને જમી લેતા. જે સંસ્થાને દાન આપ્યું એનો દાણોય કેમ ખવાય ? શેઠની બુદ્ધિ આટલી નિર્મળ, ધર્મમય અને જાગ્રત હતી. સંસ્થાના મકાનમાં રહેવામાંય એમને ભારે સંકોચ થતો. આવી નાણાંભીડ છતાં એ ઉત્સવ પ્રસંગે સંસ્થાને કંઈક ભેટ આપી ત્યારે જ એમને નિરાંત થઈ. રખેને ધર્માદાની વસ્તુનો ઉપયોગ કર્યાનું કોઈ ઋણ પોતાના ઉપર ચડી જાય ! સત્યનો દેવ પણ સતવાદીની કસોટી કરવા લાગે છે ત્યારે જાણે કશી મણા રાખતો નથી ! જેમની પાસે આગરામાં હવેલીઓ હારની હાર હતી અને મુંબઈમાં મોટા માળા હતા એમને રહેવાને એક નાનું સરખું મકાન પણ ન રહ્યું – ન આગરામાં, ન મુંબઈમાં ! છેવટે તો શેઠે • આગ્રા રહેવાનું બંધ કર્યું અને મુંબઈમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. સને ૧૯૩૦ના ઑક્ટોબરમાં મારે મુંબઈ જવાનું થયું. મીઠાનો સત્યાગ્રહ ત્યારે આખા દેશમાં પૂરજોશમાં ચાલે. અને મુંબઈ તો એનું મોટું કેન્દ્ર હતું. પ્રજાના મન પર ગાંધીજીની ચરખા અને ખાદીની વાતે Page #220 -------------------------------------------------------------------------- ________________ સતના રખેવાળ [ ૨૦૭ કામણ કર્યું હતું. મને થયું, મુંબઈમાં આવ્યો છું તો શેઠજીનાં દર્શન કરતો જાઉં. મકાન શોધીને હું એમને ત્યાં પહોંચ્યો. શેઠજી તો તે વખતે ન મળ્યા, પણ શેઠાણીજી સાદાં સફેદ વસ્ત્રો પહેરીને ચરખો કાંતતા બેઠાં હતાં ! હું તો વિચારમાં પડી ગયો કે આ તે સ્વપ્ન કે સત્ય ! ક્યાં હીર-ચીરનાં કીમતી વસ્ત્રો ને સોના-ઝવેરાતનાં અમૂલ્ય ઘરેણાં પહેરનારાં એ વખતનાં શેઠાણી અને ક્યાં અત્યારે સાદાં વસ્ત્રો પહેરીને રેંટિયો કાંતતાં આ શેઠાણીજી ! મારું અંતર ગદ્ગદ થઈ ગયું ! છેલ્લે ૧૯૩૧નો, શેઠના સમગ્ર ધર્મજીવનના સારરૂપ એક પ્રસંગ કહીને આ કથા પૂરી કરું. નુકસાની એટલી મોટી હતી કે બધુંય આપી દેવા છતાં એનું તળિયું ઊણું ને ઊણું જ રહેતું. ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ હજી પણ કેટલાંક ચાંદીનાં વાસણો અને કીમતી રાચ-રચીલાં બચી ગયાં હતાં. લેણદારની ઉપાધિમાં જ એક વાર શેઠ આગ્રા આવ્યા હતા. એ દિવસમાં હું શેઠના જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે નોકરી કરતો હતો. એક ભાઈએ આવીને શેઠને કહ્યું : “શેઠજી, આપના અમુક લેણદાર જમી લાવવાના છે એવી વાત સાંભળી છે. તો આ ચાદીના વાસણ અને બીજો કીમતી સમાન આઘોપાછો કરી નાખીએ તો ?” શેઠે જરાય ખમચાયા વગર તરત જ જવાબ આપ્યો : “અરે ભાયા ! લેણદારનું લેણું તો ઘર અને માલ વેચીને, મહેનત અને નોકરી કરીને પણ, આપી દેવું જોઈએ. છો ને આવીને જે જોઈતું હોય એ ખુશીથી લઈ જતા – આપણો ભાર એટલો ઓછો ! આમાં અકળાવાની કે સામાન આઘોપાછો કરવાની કશી જરૂર નથી. કર્મમાં લખ્યું હોય એ થયા કરે, પણ આપણે આપણી બુદ્ધિને બગડવા ન દઈએ.” જમી લાવવાની તો કોઈની જિગર ન ચાલી, પણ આ પ્રસંગે શેઠની સચ્ચાઈની, ન્યાય-નીતિ અને પ્રામાણિકતાની એક વધુ અગ્નિપરીક્ષા કરી બતાવી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હિસાબ કોડીનો ! બક્ષિસ લાખની ! ધનકે સબ કુછ ફંદે બંદે ! ધનસે પિંડ છુડ઼ાઓ; ધનકો અપને બસમેં રાખો, નહીં તો ફિર પછતાઓ. ભાઈ ! દુનિયાકો ન સતાવો, પ્યારે ! અપનેકો ન મિટાવો. શહેરની ધમાલથી દૂર, શાંત એકાંત ધરતીમાં, એક સાંઈબાબા સરખે સાદે ઉપરની કડીઓ ગાતાં ગાતાં ચાલ્યા જતા હતા. સૂરજ ઊગીને પાસેના નાના સરખા ઝરણામાં પોતાનું મુખ જોવા આગળ વધતો હતો. જેવો રળિયામણો સમય અને જેવું મનમોહક સ્થાન એવી જ મીઠીમધુરી સાંઈબાબાની વાણી ! જાણે બધું વીસરીને, બધી જળોજથા ભૂલીને, એ સ્થળ, કાળ અને વાણીમાં લીન બની જઈએ ! ઝરણાની એક બાજુએ એક નાનું સરખું ઉઘાન હતું. અને એ ઉદ્યાનમાં નાનો સરખો, રમકડા જેવો રઢિયાળો એક બંગલો હતો જાણે અમરાપુરીના ઉદ્યાનમાં આવેલું કોઈ દેવભવન ! પણ એ મનમોહક બંગલામાં આજે કંઈક બેચેની પેસી ગઈ હતી ! વાત તો કંઈ બહુ ભારે હતી નહિ, પણ મૂળ વાત કરતાં વાતના વધુ પડતા વિચારે જાણે રાઈમાંથી પર્વત સર્જી દીધો હતો ! બંગલામાં બૂઢાં, બચ્ચાં, જુવાન સહુ કોઈના પ્રીતિપાત્ર બનેલ લખમણે આજે બંગલામાં ચોરી કરવાનું પાપ કર્યું હતું ! ચાર-પાંચ વર્ષથી હોંશે હોંશે સહુનું કામ કરીને અને પોતાના પગાર સિવાય ધનને ઢેકું માનીને લખમણે બધાંયનો વિશ્વાસ મેળવ્યો હતો. પણ આજે, કોણ જાણે કયા કમભાગ્યે, એ વિશ્વાસમાં પૂળો મુકાઈ ગયો ! રોજ સહુની સાથે હસીખેલીને કામ કરતો લખમણ આજે જાણે મોઢું સંતાડતો હતો ! પચીસ-સત્તાવીસ વર્ષનો જુવાનજોધ નર આજે પવન વગરની ધમણના જેવો ઢીલોઢફ બની ગયો હતો ! બંગલાના માલિક મુકુંદ શેઠ ભારે હોંશિયાર અને ચોખ્ખા વ્યવહારવાળા માણસ લેખાતા. કોઈનું વણહક્કનું લેવું નહીં અને કોઈને Page #222 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની ! ] ૨૦૯ વણહક્ક પાઈ પણ આપવી નહીં, એવી એમની નીતિ હતી. નોકરો સાથેનો એમનો વહેવાર ‘કામ તેના દામ’ જેવો ચોખ્ખોચટ હતો. કોઈનો પગાર બાકી રાખવો નહીં અને પગાર ચડ્યો ન હોય તો લાખ વાતે કોઈને પાઈ આપવી નહીં એ એમનો સિદ્ધાંત હતો. લખમણના હાથે ઘરમાંથી પચાસેક રૂપિયા આઘાપાછા થવાની વાત આજે મુકુંદરાયના કાને પહોંચી ગઈ હતી. મૂળ મુદ્દો ચોરીનો હતો – પછી એ પચાસનો હોય કે પાંચસોનો, એ એમને મન સરખું હતું. “કામ તેના દામ' ની જેમ ગુનો તેવી સજા' એ એમનો બીજો નિયમ હતો. એટલે પછી વિશ્વાસુ લખમણે એ રૂપિયા ક્યારે ચોય, એને એ ચોરી શા માટે કરવી પડી, એ રૂપિયાનું એણે શું કર્યું વગેરે વાતની તપાસ કરવાની એમને જરૂર ન હતી. સાચાબોલા લખમણથી ગુનાનો ઈનકાર ન થઈ શક્યો, એટલી વાત એમને માટે ગુનો તેવી સજા'ના નિયમનો અમલ કરવા માટે બસ હતી. શેઠાણી વીણાબાઈ આ વાતનો અંજામ જાણતાં હતાં. પણ લખમણે જાતે જ ગુનો કબૂલ કર્યો – અને તે પણ મુકુંદરાયની રૂબરૂમાં કબૂલ કર્યો – એટલે એને પોતાના હાથ હેઠા પડ્યા લાગતા હતા. છતાં લખમણની સારમાણસાઈ એમના હૈયામાં એવી વસી ગઈ હતી, કે એ લખમણને ગુનેગાર ગણતાં જ ન હતાં. એમને તો એમ જ થતું કે કોઈ વાતે લખમણ શેઠના સપાટામાંથી બચી જાય. પણ... પણ... હવે એ બને શી રીતે ? ઉદ્યાનની બહાર સાંઈબાબાના મીઠા બોલ ગુંજતા હતા ત્યારે મુકુંદરાય અને વીણાદેવી વચ્ચે લખમણ બાબત ધીમો ધીમો ગણગણાટ ચાલી રહ્યો હતો : આમાં શું થઈ શકે ? જ્યાં કાયદો પોતાનું કામ કરતો હોય ત્યાં આપણાથી આડો હાથ કેમ કરી દઈ શકાય ? કાયદાને ભાંગીએ તો દુનિયાનો વહેવાર જ ભાંગી પડે !” મુકુંદરાય વીણાબાઈને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાગ અને વિરાગ સમજાવતા પૂછતા હતા. 66 · અરે, પણ કાયદો તો, આપણે સામે ચાલીને એને આપણે ઘેર નોતરીએ ત્યારે જ આવે ને ! એ કંઈ પોતાની મેળે થોડો આવી પહોંચે. છે ?” વીણાબાઈએ પ્રતિવાદ કર્યો. “ એક વખત કાયદો ઘડાયો, પછી એના આવવા કે નહીં આવવાનો સવાલ જ નથી રહેતો. એ તો ઘરઘરમાં અને ખૂણા-ખૂણામાં પોતાની મેળે જ વ્યાપી જાય છે. પછી એને નોતરવાનો ન હોય; એનો તો અમલ જ કરવાનો રહે. અમલ વગરનો કાયદો એ તો જીવ વગરનું ખોળિયું સમજવું.” - 64 પણ આવી નમાલી વાતમાં આવા સારા અને ભલા માણસને જેલભેગો કરવો એ આપણને શોભે ખરું ? કોણ જાણે કેવીય મૂંઝવણમાં એના હાથે આવી ભૂલ થઈ ગઈ હશે ! પૈસા આપણા ગયા, ખમી આપણે લઈએ; એમાં કાયદાના બાપનું શું જાય ? આપણે જ ચૂપ રહીએ તો પછી કાયદાના અમલની જરૂર પણ કેવી ?” વીણાના ગળે શેઠની વાત ઊતરતી ન હતી. 44 એવી તમારી બૈરાશાહી વેવલી વાતોથી દુનિયા ન ચાલી શકે ! કાયદો અને વ્યવસ્થાનું બરાબર પાલન થાય તો જ આ દુનિયા ટકી શકે. લખમણે ગુનો કર્યો તો એની સજા પણ એણે ભોગવવી રહી. કર્યું તેવું ભોગવે, એમાં બીજા શું કરે ?” મુકુંદરાય પક્ષકાર મટી ધીમે ધીમે ન્યાયાધીશ બનતા જતા હતા. હતાશ બનેલ શેઠાણીએ છેલ્લી યુક્તિ અજમાવતાં કહ્યું : પણ એ માણસે આપણી કેટલી સેવા ઉઠાવી છે એનો તો કંઈક વિચાર કરો ! આપણો પડ્યો બોલ ઝીલવા એ હંમેશાં ખડે પગે રહ્યો છે, અને પોતાનાં ઊંઘ કે આરામનો પણ એણે કદી વિચાર કર્યો નથી. આપણાં બાળકોને તો જાણે એણે મોટા ભાઈના હેતથી રમાડ્યાં-હસાવ્યાં છે. આ બધાનું કશું મૂલ જ નહીં કે આવા એક નામના ગુનાને માટે આપણે એને ખેદાનમેદાન કરવા બેઠાં છીએ ! જરા તો વિચાર કરો ! માણસાઈનોય કોઈ કાયદો ખરો કે નહીં ?' Page #224 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની ! [ ૨૧૧ પણ એ શબ્દો જાણે બહેરા કાને અથડાઈ પાછા પડ્યા ! મુકુંદરાયે સ્વસ્થપણે મક્કમ જવાબ આપ્યો : “ગોળ અને ખોળને ભેળસેળ કરવા એ જ બૈરાંઓનો સ્વભાવ ! એણે કામ કર્યું તો ક્યાં મફત કર્યું છે ? એના કામના આપણે એને ભારોભાર દામ આપ્યા જ છે. હવે ગુનો કર્યો તો એનું ફળ પણ એણે ઉપાડવું જ રહ્યું. સરકારના કાયદા અને વ્યવસ્થાતંત્રનું જતન કરવું એ પણ આપણી ફરજ છે, તે કેમ ભુલાય ? લખમણને કહો કે એ તૈયાર થાય.” વાત ઉપર આખરી પડદો પડી ગયો. વણાબાઈની માયાળુ લાગણીઓ કે લખમણ પાસે લાડકોડમાં ઊછરેલાં બાળકોનાં કરુણાભર્યા ચહેરાઓ મુકુંદરાયના મનને તલભાર પણ ન ફેરવી શક્યાં ! પોલીસને હવાલે પડીને બિચારા ભલા લખમણનું શું થયું એ તો ભગવાન જાણે, પણ આજે પોતાના જ ઘરમાં સરકારના કાયદા અને વ્યવસ્થાતંત્રના નિયમોનો ભંગ થતો અટકી ગયો હતો, એ વાતનો મુકુંદરાયને ભારે સંતોષ હતો. ધ પડી ગયો ભય , લખમણે મુકુંદરાયનો વેપાર બહુ બહોળો હતો. દસ-બાર ગામોમાં તો એમની પોતાની જ પેઢીઓ ચાલતી, અને દેશ-પરદેશમાં બીજાઓની સાથે નાનીમોટી ભાગીદારીમાં કામ ચાલતું એ વધારામાં. “હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની’ એ વાતને એ વેપારનો જીવનમંત્ર સમજતા. એમની હિસાબની ચીકાશ તો દાખલારૂપ લેખાતી. “કાંકરે કાંકરે પાળ બંધાય” એ કહેવતની જેમ “પાઈએ પાઈએ લાખ રળાય” એ નવી કહેવત એમણે જોડી કાઢી હતી. અને એ કહેવતને સાચી પાડવા માટે કોડીએ કોડીનો હિસાબ કરવો જરૂરી છે, એમ તેઓ માનતા. હિસાબ મળતાં વાર લાગે તો કોઈને પણ ચોર માની લેતાં એ લગીરે ન ખમચાતા. પૈસાની વાતમાં એ આખી દુનિયાને ચોર માનીને જ ચાલતા ! મુકુંદરાયનો ખાનગી નોકર રેવલો ભારે બટકબોલો અને નફૂફટ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [રાગ અને વિરાગ હતો. શેઠની પાસે કોઈને સારો કરી દેખાડવો કે કોઈને નીચું જોવરાવવું એ એને મન રમતવાત હતી. શેઠની મહેરબાનીનું જાણે એને અજીર્ણ થયું હતું. પણ આખી દુનિયાનું પારખુ કરવાનો દાવો રાખતા રેવલાના સાચા દોકડા ન મૂકી શક્તા ! રેવલાને કોઈની ને કોઈની બનાવટ કર્યા વગર ન ચાલતું. જેના તરફ એની નજર વકરી એને કંઈક ને કંઈક તો નવાજૂની થઈ જ સમજો ! શેઠનો આ માનીતો સહુને આંખના કણાની જેમ અકારો લાગતો, પણ કોઈ એને તરછોડી ન શકતું – જાણે કોઈ રણયોદ્ધાના સંગ્રામરથની લગામ વાંદરાના હાથમાં જઈ પડી હતી ! | કિલ્લીદાર પ્રભુદાસને આજે કામનો પાર ન હતો. એને આજે લેણદારોને હિસાબનાં નાણાં ચૂકવવાનાં હતાં. કોઈ લાખ લેવા આવતું તો કોઈ હજાર, તો વળી કોઈ પાંચસો-સાતસો. વર્ષોના અનુભવી પ્રભુદાસે આજ સુધીમાં કરોડો રૂપિયા ચૂકવ્યા હતા, પણ કદી એક પાઈ પણ ખૂટ્યાનો ડાઘ એની આબરૂ ઉપર લાગ્યો ન હતો. શેઠને પણ એના ઉપર પૂરો ઇતબાર હતો. રેવલો શેઠની ખિદમતમાંથી નવરો પડ્યો એટલે એની નજર આજે પ્રભુદાસ ઉપર ઠરી. એ પાસે આવી અલકમલકની વાતો, અજબગજબ ચેનચાળા અને જાતજાતની બનાવટ કરવા લાગ્યો. પ્રભુદાસનું મન તો આજે પૈસા ચૂકવવામાં જ હતું – રખેને ચૂક થઈ જાય ! એને આજે રેવલો ઝેર જેવો થઈ પડ્યો ! પણ શેઠના માનીતાને જાકારો પણ કેમ કરી અપાય ? નોકરી તો કરવી જ હતી ને ! એક બાજુ રેવલાનો બકવાદ ચાલતો હતો; બીજી બાજુ પ્રભુદાસ નાણાં ચૂકવતો હતો. પતવણાનો સમય પૂરો થયો અને હિસાબ મેળવ્યો તો પ્રભુદાસનું મોં ઊતરી ગયું ઃ જિંદગીમાં કદી નહીં ને આજે આ શો ગજબ થયો ? સિલકમાં પૂરા સો રૂપિયા ઘટતા હતા ! હિસાબમાં કે સરવાળામાં પોતાની ભૂલ થતી હોય એમ માની એણે પોતાના સાથીદારને બોલાવ્યો. ફરી હિસાબ કર્યો. ફરી સરવાળા ગણ્યા. પણ લખવા કે ગણવામાં કશી ભૂલ જ ન થઈ હોય તે ક્યાંથી પકડાય ? રૂપિયા એકસો સિલકમાં પાકા ઘટ્યા ! પ્રભુદાસનો જીવ ઉદાસ બની ગયો : એક તો પૈસા ખોયા અને Page #226 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની !D ૨૧૩ ઉપરથી શેઠની પાસે ચોરમાં ખપીશું એ વધારામાં ! પણ વાત જાહેર કર્યા વગર છૂટકો ન હતો. પ્રભુદાસે મોટા મુનીમને વાત કરી. મોટા મુનીમે શેઠ પાસે વાત રજૂ કરી. શેઠનો પ્રભુદાસ ઉપરનો વર્ષોજૂનો ઇતબાર, પવનના જોરે પરપોટો ફૂટી જાય એમ, પળવારમાં ઊઠી ગયો. એને પ્રભુદાસ ચોર લાગ્યો ! - મુનીમે બચાવ કરવા માંડ્યો, તો શેઠે સાફ સાફ સંભળાવી દીધું ? “સાલી આખી દુનિયા ચોર બની ગઈ છે, ત્યાં કોને શાહુકાર ગણવો, અને કોના ઉપર વિશ્વાસ રાખવો ? આપણે તો એટલું જાણીએ કે આપણા હિસાબમાં પૈસા ખૂટ્યા અને તે કિલદારના પોતાના હાથે જ ખૂટ્યા, એટલે એણે એ ભરી આપવા જ રહ્યા. આ તો રહી હિસાબની વાત. એમાં તો કોડીને જતી ન કરાય !” મોટા મુનીમ કંઈક બોલવા જતા હતા, ત્યાં ટેલિફોનની ઘંટડી વચ્ચે બોલી ઊઠી. શેઠે ટેલિફોન લીધો. નામઠામ જાણીને પછી ટેલિફોન કરનારે કહ્યું કે “તમારા કિલદારને પૂછશો કે હિસાબમાં કંઈ પૈસા ઘટે છે ખરા ? ઘટતા હોય તો કેટલા ઘટે છે તે કહે અને અમારી ઑફિસેથી લઈ જાય.” - મુકુંદરાયને મન આ તો નવીનવાઈની વાત હતી : ચોર-દુનિયામાં આવી શાહુકારી તે વળી ક્યાંથી ફૂટી નીકળી ? પણ વાત એવી સાચી હતી કે એને માન્યા વગર છૂટકો ન હતો. ટેલિફોન કરનારની ઑફિસના હિસાબમાં બરાબર સો રૂપિયા વધતા હતા. મુનીમ અને કિલ્લીદાર એ રૂપિયા પાછા લઈ આવ્યા, ત્યારે પ્રભુદાસને મન પોતાની લાખ રૂપિયાની આબરૂ પાછી આવ્યાનો ભારે સંતોષ હતો. એણે ભગવાનનો પાડ માન્યો. પણ મુકુંદરાયને મન તો હજુય આવું નક્કર સત્ય વસતું ન હતું ! એમને તો એમ જ લાગતું કે “સાલી..આખી દુનિયા જ.ચોર...!” મ હતો. એણે તો હજુય આવું દરિયા જ.. શાંતિનો સમય પરવારી ગયો હતો. આખી દુનિયા મહાયુદ્ધમાં ઓરાઈ ગઈ હતી. એ મહાયુદ્ધ સત્તાધીશો, ઉદ્યોગપતિઓ અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ Dરાગ અને વિરાગ માલેતુજાર પૂંજીપતિઓ માટે જાણે વસંતનો રસથાળ લઈને આવ્યું હતું, તો ભલા-ભોળા સામાન્ય જનસમૂહને માટે સંહારનું તાંડવ, નવા નવા કાયદાઓની ઈજાળ અને જાતજાતની યાતનાઓના ભડકા લઈને અવતર્યું હતું ! એકને આંગણે જાણે ધવળમંગળ મંડાયાં હતાં, તો એકને ઘેર જીવલેણ કાગારોળ મચી ગઈ હતી ! પણ એ ધવળમંગળનો જન્મ એ કાગારોળના પેટાળમાંથી જ થતો હતો, એ બિહામણું સત્યય કોઈથી સમજાતું ન હતું – કોઈ સ્વીકારવા તૈયાર ન હતું ! વાહ રે સમય ! આનું નામ જ “રૂહ એક, તકદીરે દો !” – એક જ ધરતીના વસનારા, છતાં બંનેનાં તકદીર સાવ જુદાં જુદાં ! મુકુંદરાયને માટે તો જાણે ધનની મોસમ લણી લેવાનો અપૂર્વ અવસર આવી લાગ્યો હતો. એમનો વેપાર ધમધોકાર ચાલવા માંડ્યો હતો. એવાઓને તો જાણે આ મહાયુદ્ધથી ચિંતામણિ સાંપડી ગયો હતો. લોઢામાંથી સોનું બનતાં વાર ન લાગતી ! અરે, રાખ પણ જાણે લાખને જન્માવનારી બની ગઈ હતી ! ધૂળ અને ધન વચ્ચે જાણે કોઈ ભેદ રહ્યો ન હતો ! એમને તો જ્યાં નાખે ત્યાંથી પાસા પોબાર પડવા માંડ્યા હતા ! ધનના ઢગ કે સંપત્તિની સરિતા જાણે આવા પૂંજીપતિઓને બારણે આવી ખડાં થયાં હતાં ! પણ આ નાણું આવી આવીને એટલું બધું આવ્યું, કે એ ચોપડામાં સમાવું પણ મુશ્કેલ બની ગયું ! જૂનો નિયમ તો એવો હતો કે ચોપડે ન લખીએ તો ધન ચોરાઈ જાય કે ખોવાઈ જાય ! ચોપડો એ તો ધનની સાચી તિજોરી. પણ હવે નવો નિયમ એવો કરવો પડ્યો, કે ચોપડે લખ્યું ધન હરાઈ જાય ! એટલે ધન અને ચોપડાની જુગજુગજૂની ભાઈબંધી પણ આ મહાયુદ્ધમાં છૂટી પડી ગઈ ! ઊભરાતું ધન એક ચોપડામાં ન સમાયું એટલે મુકુંદરાયે ઘણા ચોપડા વસાવ્યા ! એનાથીય કામ ન ચાલ્યું તો વગર ચોપડે તિજોરીઓમાં ધનના થર જામવા લાગ્યા. ને છેલ્લે છેલ્લે તો મુકુંદરાય, પોતાના હજારો વર્ષ પહેલાંનો પૂર્વજોનો, મુખે હિસાબ રાખવાનો વારસો જાણે સજીવન કરવા લાગ્યા ! Page #228 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની!ઘ ૨૧૫ ન હિસાબ, ન કિતાબ ને ધન તો ભેગું થતું જ રહ્યું ! હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની – એ વાતને સંભારવાને તો હવે જાણે ફુરસદ જ નહોતી મળતી ! ભગવાને માણસને હજાર હાથ ન આપ્યા એનું મુકુંદરાયને કોઈ કોઈ વાર બહુ લાગી આવતું – પોતે પહોંચી ન શકે તેટલા સારુ જ બીજા કોઈની સહાય લેવી પડતી હતી ને ? વેપાર એટલા જોરથી ચાલતો, ધન એટલી ઝડપથી ચાલ્યું આવતું કે એ વેપારને પહોંચી વળવા અને એ ધનને ભેગું કરવા માટે એમને બીજાની મદદ માગ્યા વગર ન ચાલે ! કમનસીબી એ કેવી કે પૈસાની બાબતમાં પોતાની જાત ઉપર પણ વિશ્વાસ ન મૂકનારને બીજા ઉપર વિશ્વાસ મૂકવાનો અજબ વખત આવ્યો ! પણ આ બીજો એક દહાડો ભૂંડો થયો અને ફાટફાટ થતી તિજોરીમાંથી તેણે બેએક લાખનો ભાર હળવો કર્યો ! ઝેરના એક ટીપાથી દૂધનો આખો ઘડો નકામો બની જાય તેમ, મુકુંદરાયના લાખો-કરોડો રળ્યાના આનંદ ઉપર આ ઘટનાથી જાણે મીંડું વળી ગયું ! કાનખજૂરાનો એકાદ પગ ભાંગી જાય તો તેની શી વિસાત એમ ડાહ્યાઓ કહે છે, પણ ધનના ઢગમાંથી એકાદ ખોબો ઓછો થતાં બિચારા મુકુંદરાય તો પળવારમાં જાણે દીન-હીન-કંગાળ બની ગયા ! રાત્રિના એકાંતમાં એમનું મન સૂનું પડ્યું ત્યારે એમાંથી સવાલ ઊઠતો હતો કે “આ તે કોડીનો હિસાબ થયો કે લાખની બક્ષિસ થઈ ?” અને એ મનના ઊંડા તળિયે તો પેલા શબ્દો જ અંકાયેલા પડ્યા હતા, કે “સા...લી...આખી...દુનિયા. જ. ચોર...' પણ હવે મુકુંદરાય પણ એ જ દુનિયામાં વસનારા હતા કે બીજી કોઈ દુનિયાના ? પણ એ સવાલનો ઉત્તર આપનાર ત્યાં કોઈ ન હતું. વિશ્વયુદ્ધ શમી ગયું હતું, અને, જાણે હિંસાએ અહિંસા ઉપર કિન્નાખોરીભર્યું વેર લીધું હોય તેમ, હિંદુસ્તાનને લોહી નીંગળતું સ્વરાજ્ય મળ્યું હતું. માનવી ઊઠીને માનવીના લોહીનો તરસ્યો બન્યો Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧D રાગ અને વિરાગ હતો; અને કેટલાંક માનવ-કલેવરોમાં તો જાણે વરુઓનો વાસ થઈ ગયો હતો ! એ વરુઓથી બીધેલાં ભોળાં નર-નારીઓ ચારેકોર જીવ લઈને નાસતાં હતાં. એમાં બાળકોય હતાં, ને વૃદ્ધોય હતાં; બીમારોય હતાં અને અપંગોય હતાં. જાણે જિજીવિષાનો મહાઝંઝાવાત કોઈને અહીં, તો કોઈને ત્યાં ફંગોળી રહ્યો હતો ! ને ત્યાં ખાવાનું ઠેકાણું હતું, ન પહેરવા-ઓઢવાનું સાધન હતું, રહેઠાણની તો વાત જ શું કરવી ? નરકની જીવતી યાતનાઓ જાણે પાતાળલોક તજીને મૃત્યુલોકમાં રમવા નીકળી પડી હતી ! શહેરો બધાં આવાં માનવકીટોથી ઊભરાઈ ગયાં હતાં. ઊંચી ઊંચી મહેલાતોની આડમાં, ઊંચા ઊંચા મંદિરો અને ધર્મસ્થાનોના પડછાયામાં, અરે, જ્યાં પાળેલાં પશુઓને પણ ન બાંધીએ એવી ગટરોથી ગંધાતી ફૂટપાયરીઓ ઉપર – જ્યાં જુઓ ત્યાં – આવી માનવજાત લોથપોથ હાલતમાં પોતાના લબાચા લઈને પથરાઈ પડી હતી ! મહેલોના માલિકોને, મંદિરોના ભક્તોને કે ધર્મસ્થાનોના ધર્મગુરુઓને માનવસમાજની આ બેહાલીની કશી જ પડી ન હતી ! અને ક્યારેક કોઈ ભલા માનવીનું હૃદય જાગી જતું તો એ, અનાસક્તભાવે, પોતાની જાતને નિરાળી માનીને, કોઈ વાર આવો હોબાળો જગાડનાર સરકારની નિંદા કરીને સંતોષ માનતો, તો ક્યારેક આવી અવ્યવસ્થા ઊભી કરનાર નિવાસિતોને દોષ આપીને પોતાની દાઝ ઠાલવતો. આમાં પોતાને પણ કંઈ કરવાપણું છે, એમ તો એને લાગતું જ નહીં. મુકુંદરાય પણ એવા અનાસક્ત માનવીઓમાંના જ એક હતા ! એ તો કહેતા કે કાયદો અને વ્યવસ્થા જાળવવા એ સરકારનું કામ છે. એ જાળવવાની ત્રેવડ નહોતી તો આ સ્વરાજ્ય લેવા અને કોણે બાંધી મારી હતી ? આ તો “વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય' જેવું જ થયું ! સ્વરાજ્ય લેતાં પહેલાં વિચાર ન કર્યો અને હવે પસ્તાવાનો વખત આવ્યો ! વળી, ક્યારેક જાણે સરકાર ઉપર કૃપા કરતા હોય એમ, એ વિચાર કરતા કે બિચારી સરકાર પણ આમાં શું કરે ? જ્યાં પ્રજા જ Page #230 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની !D ૨૧૭ સાથ આપવા તૈયાર ન હોય ત્યાં કોણ પહોંચી વળી શકે ? અને આ નિવાસિતોનો ઉપાડો પણ ક્યાં ઓછો છે ? પ્રજા સાથ આપે તો જરૂર કંઈક ઠેકાણું પડે. સરકાર તો પોતાની રીતે કામ કરતી જ હતી. નવાં મકાનો ઊભાં કરીને, નવાં ગામ વસાવીને, ખાલી મકાનોનો કબજો મેળવીને – એમ અનેક રીતે એ આ કોયડો ઉકેલવા મથતી હતી, પણ આ તો ફાટ્યા આભને થીંગડું મારવા જેવું કામ થઈ પડ્યું હતું – ગમે તેટલું તોય કરવાનું ઘણું ઘણું બાકી રહી જતું ! આમ સમય ચાલ્યો જતો હતો, ત્યાં મુકુંદરાયને ખબર મળ્યા, કે સરકારે કાયદાને આધારે તેમના એક ખાલી બંગલાનો કબજો લેવાનું નક્કી કર્યું છે. બંગલો નવો જ ચણાવ્યો હતો અને ચોપડામાં નહીં સમાયેલ ધનની એ જાણે ચાડી ખાતો હતો ! લોક કહેતું કે વ્યવસ્થા સ્થાપવા માટે ઘરબાર વગરની બનેલી પ્રજાને ઠેકાણેસર કરવા માટે સરકારે આવો કાયદો ઘડ્યો હતો. પણ મુકુંદરાયને તો એ વાત મંજૂર ન હતી. એ તો મનમાં ને મનમાં ઊકળી ઊઠતા કે આ તે વળી કેવી સરકાર કે ગમે તેની મિલકતનો કબજો કરી લે ? આવો તે વળી કાયદો હોય ખરો ? અને એ તો ઊપડ્યા પોતાના બંગલાને બચાવવા. ખૂબ દોડધામ કરી. ખાલી બંગલાને કંઈ કંઈ કલ્પનાનાં સજ્ય નરનારીઓથી ભર્યોભર્યો સાબિત કર્યો. ઊભરાતી તિજોરીનાં લોખંડી બારણાં કંઈક વખત ઊઘડ્યાં ને બંધ થયાં. લાગવગ અને ઓળખાણ-પિછાણના કંઈ કંઈ લહાણાં અપાયાં. અને છેવટે નવો બંગલો નિવસિત માનવીઓના વસવાટથી અસ્પૃષ્ટ રહેવા ભાગ્યશાળી બન્યો ! પણ કુબેરના ભંડારી સમા મુકુંદરાયને કોણ પૂછવા જાય, કે આમ કરીને આપે ક્યા કાયદાનું પાલન કર્યું કે કઈ વ્યવસ્થાનું જતન કર્યું ? અને એમનો ચોખ્ખો વ્યવહાર તો ક્યારનોય તિજોરીના ખાનામાં સંતાઈ ગયો હતો ! Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પરાગ અને વિરાગ મુકુંદરાય તો માત્ર એક નમૂનો હતા – એમના જેવા તો કેટલાય માનવીઓની ત્યારે હાક વાગતી હતી. જાણે “સમરથ કો નહીં દોસ ગુંસાઈ. નો યુગ મંડાઈ ગયો હતો. અને પરમેશ્વરનું સ્થાન પૈસાને મળી ગયું હોંય તેમ, પૈસો જ સર્વ શક્તિમાન ગણાવા લાગ્યો હતો. ઋષિ-મુનિઓ ને અવતારી પુરુષોએ ભલે માયાની પેટ ભરીને નિંદા કરી હોય, પણ અત્યારે તો એ માયાનું જ સામ્રાજ્ય ચારેકોર ફેલાયું હોય એમ લાગતું હતું અને એમાં ત્યાગીઓ અને સંસારીઓના કે સેવાવ્રતધારીઓ અને સત્તાધારીઓના બધા ભેદ ભૂંસાઈ ગયા હતા ! એ માયામાં પાવરધા બનેલ મુકુંદરાયને ગમે તે કામને પાર પાડવામાં કોઈ પણ દોષ સ્પર્શતો ન હતો. કમળપત્રને જળ સ્પર્શે તો મુકુંદરાયને દોષ સ્પર્શે, એમ મનાવા લાગ્યું હતું ! એક વાર સરકારના એક કાયદાએ એમની સામે રાતી આંખ કરી - એમના માથે મોટી દાણચોરી કર્યાનું તહોમત આવ્યું – તો મુકુંદરાયે પોતાની માયાના જોરે પળવારમાં એ રાતી આંખનું ઝેર ઉતારી લીધું ! વળી, કોઈ વાર સરકારનો ખેરખાં કોઈ અમલદાર સતનું પૂંછડું બનીને પોતાનું મોઢું ઉઘાડવા પ્રયત્ન કરતો, તો પળવારમાં મુકુંદરાયની માયાનો ડૂચો એનું મોઢું બંધ કરી દેતો ! લાંચ-રુશવતનાં જૂનાં પુરાણાં અળખામણાં નામ અદૃશ્ય થયાં હતાં અને બક્ષિસો અને પાઘડીઓના શોભાભર્યા નામે એની બોલબાલા થવા માંડી હતી ! અને એ બક્ષિસો અને પાઘડીઓના જોરે મુકુંદરાય કેવાં કેવાં અદ્ભુત પરાક્રમ કરતા હતા અને ધાર્યા પંખી પાડતા હતા – એ પરચાઓનું તો શું શું વર્ણન થઈ શકે ! વાત એટલી જ કે સતયુગમાં જેમ રાજા રાવણને ત્યાં પવન, પાણી ને અગ્નિ દાસ બનીને રહેતા, તેમ આ કલિયુગમાં કાયદો અને વ્યવસ્થા મુકુંદરાય જેવા કેટલાય માનવીઓની અનુકૂળતા જાળવવામાં જ પોતાની સલામતી માનતાં થયાં હતાં. બલિહારી હતી આ યુગની ! અને નાતજાતના વહેવારમાં તો મુકુંદરાયના નામે જાણે ફૂલ Page #232 -------------------------------------------------------------------------- ________________ હિસાબ કોડીનો! બક્ષિસ લાખની!] ૨૧૯ મુકાતાં. વ્યવહારને દીપાવવામાં પૈસાને પાણીના મૂલે વાપરવો એ તો મુકુંદરાયનું જ કામ ! એમનો વ્યવહાર ઈન્દ્રધનુષની જેમ રોજ નવનવા રંગે એવો તો ચમકતો, કે એમાં બીજા બધાયના રંગ ફીકા પડી જતા ! અને નાતના પટેલિયા એવા ઉદ્ધત થોડા જ હતા કે એમની સામે અવાજ કાઢે ? - કોઈ પણ વેપારને કબજે કરીને લાખોના ખેલ ખેલવા એ તો મુકુંદરાયને મન રમતવાત હતી ! મોટી મોટી કંપનીઓનો વહીવટ કરવામાં એમણે ધનના મારા-તારાપણાનો ભેદભાવ ક્યારનોય ભૂંસી નાખ્યો હતો ! અને લાખ-બે લાખ રૂપિયાના ભોગે “દયાના સાગર” કહેવરાવીને દાનની સરિતા વહેવરાવ્યાનો યશ મેળવવો, એ એમને મન ચપટી વગાડવા જેવું સહેલું કામ હતું. એમની એ ઉદારતા જોઈને ભલી જનતા એમની વાહવાહ બોલાવતી. પણ એ ભોળી જનતાને એ વાતનું ભાન ન હતું કે એ ધન ક્યાંથી આવતું હતું ! સરિતાનાં નીર પી-પીને રાજી થતો દરિયો બિચારો ક્યાં સમજે છે, કે એ તો એના પોતાના દેહમાંથી જ ચોરેલાં નીર છે ! છતી આંખે જાણે બધા આંધળા બન્યા. હતા ! વખત એવો અજબ આવ્યો હતો કે શુક્લ પક્ષના ચંદ્રની જેમ શ્રીમંતોની શ્રીમંતાઈ રોજરોજ વધતી જતી હતી, અને છતાં દેશની ગરીબીનો છેડો આવતો ન હતો; ઊલટું ગરીબીનો રંગ વધુ ને વધુ ઘેરો બનતો જતો હતો. ક્યારેક કોઈ શાણાને થતું કે આ બધું કંઈક ઊંધે માપે અપાઈ રહ્યું છે, તો એને બોલવાને ક્યાંય સ્થાન ન હતું. અને કદાચ એ બોલવાની હિંમત કરે તો એને સાંભળનારા કાનનો આજે તોટો પડી ગયો હતો ! અને આમ ને આમ આ અદ્ભુત માયાજાળથી દુનિયાનાં દુઃખનો ડુંગર નિત નિત વધતો જતો હતો. પણ પોતાનું પદ સલામત હોય તો મુકુંદરાય કે એમના જેવા બીજાઓને આવા ડુંગરની શી પડી હતી ? મુકુંદરાયના મનમાં તો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઘેરાગ અને વિરાગ 66 હજીય પેલું “ હિસાબ કોડીનો, બક્ષિસ લાખની ” એ વાક્ય રમ્યા કરતું હતું – ફક્ત એનો અર્થ બદલાઈ ગયો હતો એટલું જ ! પહેલાં એનો અર્થ ગમે તે હોય, પણ આ નવા યુગમાં એનો નવો અર્થ જન્મ્યો હતો : હિસાબની કિંમત કોડીની ! બક્ષિસની કિંમત લાખની ! મતલબ કે હિસાબ રાખે કે હિસાબ માગે એ કોડીનો લેખાતો; બક્ષિસ આપે કે બક્ષિસ લે એ લાખનો લેખાવા માંડ્યો હતો ! નવા યુગનો જાણે આ નવો જીવનમંત્ર શોધાયો હતો ! વાહ રે જમાનો ! અને આ નવી કોડી અને નવા લાખની વચ્ચે સમાજનાં કાયદો અને વ્યવસ્થા રાખ થઈ જતાં હતાં, ત્યારે પેલા સાંઈબાબાના દર્દભર્યા સ્વરો હજીય ક્યારેક હવામાં ગુંજી રહેતા કે કૌડી કોડી માયા જોડી મૂરખ મન ભરમાયો, પ્યારે ! મૂરખ મન ભરમાયો! - Page #234 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા જળભર્યું સરોવ૨ અસંખ્ય કમળોથી શોભી ઊઠે, અંધારભર્યું આકાશ મબલખ તારાઓથી ઝળહળી ઊઠે, તેમ વૈભવ અને વિલાસના રંગે રંગાયેલા જીવનપટમાં ત્યાગ અને સંયમનો કીમતી કસબ ભરાવા લાગ્યો હતો. અને એ કસબના ભરનારા હતા બે મહાકસબીઓ; બન્ને રાજકુમારો : એક હતા ભગવાન મહાવીર અને બીજા હતા ભગવાન બુદ્ધ ! ભારે અજબ હતો સમય એ ! એવા યાદગા૨ સમયની પચીસસો વર્ષ પહેલાંની આ કથા છે. મગધ દેશ ત્યારે ભારતવર્ષનો મુકુટમણિ લેખાતો. જળભરી મહાસરિતાઓ અને વિપુલ વનરાજિથી, સઘન પર્વતો અને વનોથી એ સમૃદ્ધ હતો. એનાં હરિયાળાં ખેતરો અને સૌરભભર્યા ઉદ્યાનો ભલભલાનાં મનને ભાવી જતાં. સરસ્વતી અને લક્ષ્મીનું એ સંગમસ્થાન બન્યો હતો. ૩ આવા રળિયામણા મગધદેશમાં ત્યારે મહારાજા શ્રેણિકનું રાજ્ય તપતું હતું. મગધદેશની રાજધાની રાજગૃહીને શણગારવામાં મહારાજાએ કશી વાતે ખામી નહોતી રહેવા દીધી. જાણે પોતાની લાડકવાયી પુત્રી ન હોય એટલી એ મહારાજાને મન પ્યારી હતી ! મગધની રાજધાની આ રાજગૃહી નગરી અને મગધના મહારાજા શ્રેણિકની ત્યારે દૂર દૂરના દેશ-વિદેશમાં ખ્યાતિ થયેલી હતી. એના વેપારની ચડતી કળા ભલભલા નગરને શરમાવે એવી હતી. દેશવિદેશમાં ફરીને નિરાશ થયેલા વેપારીઓ ત્યાં આવતા અને મનમાગ્યાં મૂલ મેળવીને ધનવાન થતા. રાજગૃહીમાં ત્યારે ધનના ઓઘ ઊભરાતા હતા. રાજગૃહીના વૈભવ-વિલાસોનો પણકશો પાર ન હતો ! સંસારસુખની અપાર સામગ્રી એ નગરીમાં ભરી પડી હતી. અને આટલું જ શા માટે ? જે નગરીમાં ધન, વૈભવ અને વિલાસના ઓઘ ઊભરાતા હતા તે નગરી તપ, ત્યાગ અને વૈરાગના રંગે રંગાવામાં પણ હવે તો જરાય Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૨ાગ અને વિરાગ પછાત નહોતી રહી ! વિલાસીઓની વિલાસભૂમિ સમી એ જ રાજગૃહીએ સંયમ અને આત્મસાધનાની તમન્નામાં મસ્ત થયેલા અનેક સાધુપુરુષો જગતને ભેટ આપ્યા હતા ! એવી ભોગ અને ત્યાગની જન્મભૂમિસમી નગરીની આ વાત છે ! ભગવાન મહાવીરસ્વામીના ધર્મોપદેશે આખા મગધને ઘેલું બનાવ્યું હતું ! આત્મસિદ્ધિ સાધ્યા પછી સંસારને તારવા નીકળેલા એ મહાપ્રભુએ આખાય દેશને અજબ જાદુ કર્યું હતું ! જાણે કોઈ મહાવાવંટોળ જાગ્યો હોય એમ સૌનાં હૈયાં હચમચી ઊઠ્યાં હતાં, અને વિલાસ અને ભોગની લાગણીઓનાં વૃક્ષ ટપોટપ જમીનદોસ્ત થવા લાગ્યાં હતાં. એ મહાપ્રભુના પગણે પગલે ત્યાગ અને વૈરાગનાં પૂર ઊમડતાં હતાં. એમના વચને વચને આત્મસાધનાની ભાવનાઓ જાગી ઊઠતી હતી ! કંઈક વિલાસી અને ભોગી આત્માઓને એમણે આત્મદર્શનના અભિલાષી બનાવ્યા હતા. એમની આત્મસિદ્ધિથી ખેંચાઈ કંઈક લક્ષ્મીનંદનો, રાજકુમારો, રાજરાણીઓ અને મહારાજાઓ ધનદોલત અને વૈભવનો ત્યાગ કરી ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા ! એ મહાપ્રભુના એક અદના સેવકની આ કથા છે ! ધત્રા-શાલીભદ્રના વૈભવની વાત આજે કહેવત જેવી થઈ પડી. છે ! વાતવાતમાં આપણે ધન્ના-શાલીભદ્રની દ્ધિ હજો'નું ઉચ્ચારણ કરીએ છીએ ! આ બે સંપત્તિસ્વામીઓના વૈભવવિલાસ અને અઢળક ધનસંપત્તિની વાતો સૌને મંત્રમુગ્ધ કરી દે એવી છે ! આજે રાજગૃહીમાં ઘરે ઘરે એક જ વાત ચર્ચાતી હતી. અજબ એ કોયડો હતો ! બહુ વિચિત્ર એ વાત હતી ! ન સમજાય એવી એ સમસ્યા હતી ! " આવું તે કદી બને ખરું ? સૌને મન એ જ પ્રશ્ન ઊઠતો હતો. રાજગૃહીના મહાકુબેરસમા શાળીભદ્ર શેઠ અને મહાલક્ષ્મી . Page #236 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા D ૨૨૩ નંદનસમાં તેમના બનેવી ધન્નાશા શેઠ ! એમના ભોગ, વિલાસ અને વૈભવની તરેહ તરેહની વાતો લોકોમાં શતમુખે ગવાતી ! એમના વૈભવ-વિલાસ આગળ રાજામહારાજાઓના વૈભવો પણ ફીકા લેખાતા ! સાત માળની મેડી ઉપરથી નીચે ઊતરી જેણે કદી દુનિયાની શકલ-સૂરત પણ નહોતી જોઈ, રાજા શ્રેણિકને ઓળખવા જેટલી પણ જેને તમન્ના ન હતી, જે રાતદિવસ અપાર સુખમાં જ મગ્ન રહેતા હતા, જેની અતિ કોમળ કાયા ટાઢ-તડકાને પિછાનતી પણ ન હતી – આજે લોકો વાત કરતા હતા કે – એ બેય શ્રીમંત મહાનુભાવો પોતાની અપાર ધનદોલત અને વૈભવ- વિલાસનો ત્યાગ કરીને ભગવાન મહાવીરના શ્રમણસંઘમાં દાખલ થવાના હતા. અપાર ધનવૈભવ એમને મન તણખલાના તોલે થઈ પડ્યો હતો. સહજ રીતે ગળે ન ઊતરે એવી આ વાત હતી ! પણ ? – પણ સ્વપ્નમાં પણ જેની કલ્પના ન આવી હોય તેવી વાત સાચી થતી ક્યાં નથી અનુભવાતી ? આ વાત પણ એટલી જ સાચી હતી ! “પોતાના માથે પણ પોતાની પાસે જવાબ માગી શકે એવો શ્રેણિક જેવો સ્વામી હયાત છે, આટઆટલા અપાર ધન અને વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નથી.” – એ હકીકત શાળીભદ્રના આત્માને સખત ફટકો લગાવ્યો. અને એનો સૂતેલો આત્મા, સિંહની જેમ, જાગી ઊઠ્યો. પોતાની પરાધીનતાનું ભાન તેને અકળાવવા લાગ્યું. સ્વાધીનતા નહીં તો કશું જ નહીં ! એનું દિલ આ સ્વાધીનતાની શોધમાં સર્વસ્વ ફના કરવા તૈયાર થયું. અને એક ધન્ય પળે તેમણે એ પરાધીનતાના અંચળાને ફગાવી દેવાનો નિશ્ચય પણ કર્યો ! જ્યાં જરાય પરાધીનપણું વેઠવું પડતું ન હોય એવી આત્મસાધનાના માર્ગે વિચરવાનો તેમણે સંકલ્પ કર્યો ! અને એ કમશ્ર આત્માને ધર્મશૂર થતાં જરાય વાર ન લાગી. તેમની સંસારી વાસનાઓ ઝાકળની જેમ અદૃશ્ય થઈ ગઈ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪રાગ અને વિરાગ માતાની અનેક વિનવણીઓ, સ્ત્રીઓની અનેક આરઝૂઓ અને સંસારની અનેક મોહકતાઓ એમને ઘેર પાછા ફરવા ન લલચાવી શકી ! એમનું હૈયું જાણે આજે વજનું બની ગયું હતું ! કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે પણ જોતો નથી તેમ, તેમના મનમાંથી એ બધી વાતો સાવ સરી ગઈ હતી ! તે શરીરને ભૂલીને આત્માને ઓળખવા લાગ્યા હતા ! અને એ ઓળખાણ આગળ બીજી બધી ઓળખાણો સાવ સારહીન બની ગઈ હતી. અને તે જ દિવસે, રાજગૃહીનાં નરનારીઓએ સગી આંખે નિહાળ્યું કે. શેઠ ધનાશા અને શાળીભદ્ર, શેઠ મટીને સાધુ બની ગયા હતા ! પરમાત્મા મહાવીર દેવનાં ચરણોમાં તેમણે પોતાનું સ્થાન શોધી લીધું હતું ! પરમાત્મા મહાવીર દેવની વાણીના મોરલીનાદે તેમનો આત્મા અપાર આનંદ અનુભવતો હતો ! આત્માને ઓળખવાની તમન્ના આગળ કાયાની કોમળતા ઓસરી ગઈ હતી ! સુખ-સાહ્યબીમાં આળોટેલી કાયા આજે કઠોર બનવામાં કૃતાર્થતા અનુભવતી હતી. દુનિયાને મન ખાંડાની ધારસમો સંયમ આવા સુકોમળ શરીરે શી રીતે સાધી શકાશે એ કોયડો ભલે હોય – આ બે આત્માઓએ તો પોતાનો નિશ્ચય કરી લીધો હતો ! આત્મબળે શરીરને પરાસ્ત કર્યું હતું. ધન્નાશા અને શાળીભદ્ર સાધુ બની સંયમ આરાધનમાં લીન બની ગયા ! કચ્છપે જાણે પોતાનાં અંગો સંકેલી લીધાં. સંસારનો સુંવાળો માર્ગ દૂર થયો હતો, સંયમનો આકરો માર્ગ આરંભાઈ ચૂક્યો હતો. મુક્તિના મુસાફરોની યાત્રા ધીમેધીમે આગળ વધતી હતી. શેઠ ધન્નાશા અને શાળીભદ્રજીને દીક્ષા આપ્યા પછી પ્રભુએ તેમને યોગ્ય સ્થવિરોને સોંપ્યા હતા. એ સ્થવિરોની આજ્ઞા એમને મન સર્વસ્વ હતું. ધનદોલતને પણ રખેવાળાં જોઈતાં હોય તો પછી સંસારવાસનાના Page #238 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા ૨૨૫ અનેક તસ્કરો વચ્ચે રહેતા આત્માને પણ રખેવાળાં જોઈએ જ ને ! આત્મભાન મેળવવું જેટલું મુશ્કેલ છે તેના કરતાં મેળવેલું આત્મભાન જાળવી રાખવું વધુ કઠિન છે. એના માટે તો સતત જાગૃતિ જ જોઈએ. ધન્ના અણગાર અને શાલીભદ્ર મુનિએ મેળવેલી આત્મપ્રીતિ ચોરાઈ ન જાય – એમાં વધારે થાય – એ જોવાનું કામ સ્થવિરોનું હતું. અને ગઈ કાલ સુધી અણવિશ્વાસથી ભરેલા એના એ જ જગતે જોયું કે, એક કાળે વૈભવમાં ખૂંતી ગયેલા એ બે પ્રબળ આત્માઓ માટે અત્યારે સંયમની સાધનામાં કશુંય અશક્ય ન હતું ! એવી બધી અશક્તિઓ તો તેમણે ક્યારની ખંખેરી નાખી હિતી. દીક્ષા પછી ધન્નાશા અને શાળીભદ્ર મુનિ ત્યાગ, તપ અને સંયમમાં ખૂબ આગળ વધવા લાગ્યા. આત્મજ્ઞાન મેળવવાની તેમની લગની અજબ હતી. તેઓ પોતાની જાતને ભૂલી ગયા હતા ! મુક્તાફળનો આશક, મરજીવો બનીને સાગરના પેટાળમાં સમાઈ ગયો. તેમની ઉગ્ર તપસ્યા ભલભલાને કંપાવે તેવી હતી ! તેમનું એકાગ્ર ધ્યાન આત્મયોગીને છાજે તેવું હતું ! રાત-દિવસ આત્માને ઓળખવા મથ્યા કરવું એ જ એમનું કામ હતું ! આમ સ્થવિરોની છત્રછાયામાં તેમણે બાર વર્ષની આકરી તપસ્યા અને ધ્યાનથી આત્મસાધના કરી. સંસારમાં દોલતમંદ ગણાતા એ બે મહાત્માઓ આત્મઋદ્ધિમાં પણ માલામાલ બનવા લાગ્યા હતા. સંપત્તિ તો એની એ જ હતી – એટલી ને એટલી જ હતી, માત્ર એનો પ્રકાર બદલાયો હતો ઃ એક નરી નજરે દેખાય એવી હતી, બીજીને જોવા માટે અંતરનાં અજવાળાં જોઈતાં હતાં ! ઉગ્ર ત્યાગ, આકરી તપસ્યા અને સતત પાદવિહારે એમની સુકોમળ કાયાની થાય તેટલી કસોટી કરી, પણ આત્મશુદ્ધિની ભાવનાના બળે એ કસોટી એમને જરા પણ વિચલિત ન બનાવી શકી. સાચું કુંદન એ કસોટીએ ચડીને વધુ સાચું ઠરી ચૂક્યું હતું, હવે તો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] રાગ અને વિરાગ માત્ર એમાંથી મનગમતો ઘાટ ઘડાવાની જ પ્રતીક્ષા હતી. અને એ પ્રતીક્ષામાં કાળદેવતાની ઘડીમાંથી રેતી સર્યે જતી હતી. એક દિવસની વાત છે. ગ્રીષ્મઋતુ પોતાનો પ્રતાપ વરસાવી રહી છે. મધ્યાહે ચડેલા સૂર્યનાં કિરણો રાજગૃહીના માર્ગને ધખાવી રહ્યાં હતાં. ઊંચે સૂર્યની ગરમી અને નીચે બળબળતી ધરતી ! ચારે તરફ ગરમીનું સામ્રાજ્ય પ્રસર્યું હતું ! રાજગૃહીનો રાજમાર્ગ વેરાન જેવો લાગતો હતો ! બળબળતા બપોરથી બચવા સૌ કોઈ વિશ્રાન્તિમાં પડ્યા હતા. આ સૂના રાજમાર્ગ ઉપર અત્યારે બે ભિક્ષુઓ ચાલ્યા જતા હતા. ઉઘાડું માથું અને અડવાણા પગ, ધોમધખતી ધરતી અને અગ્નિ વરસાવતો સૂરજ ! કેવો અજબ મેળ ! પણ એ ભિક્ષુઓને એની કશી પીડા ન હતી ! એ તો પોતાના માર્ગે ચાલ્યા જતા હતા - નિર્દોષ ભિક્ષાની શોધમાં – આગળ ને આગળ ! એ હતા ધન્ના અણગાર અને શાલિભદ્ર મુનિ. વિરોની પાસે રહીને બાર બાર વર્ષ લગી ઉગ્ર તપશ્ચરણ ક્ય પછી, તેઓ આજે પ્રભુ મહાવીર પાસે રાજગૃહીમાં આવ્યા હતા. જાણે રળવા ગયેલા દીકરા પોતાની વળતરનો હિસાબ આપવા ઘેર આવ્યા ! પ્રભુનાં દર્શન કરી તેઓ પરમ આનંદ પામ્યા. આજે એ બન્ને મુનિવરોને મહિનાના ઉપવાસનું પારણું હતું. જ્યારે તેઓ ભિક્ષા માટે નગરમાં જવા લાગ્યા ત્યારે પરમાત્મા મહાવીરદેવે શાલિભદ્ર મુનિને કહ્યું હતું : “ મહાનુભાવ ! આજે તમારું પારણું તમારી માતાએ વહોરાવેલ ખાદ્યથી થશે !” અને પ્રભુનું આ કથન સાંભળીને, પોતાના અલ્પ જ્ઞાનથી એનું રહસ્ય ન સમજી શકવાથી, તે બન્ને મુનિઓ શાળીભદ્ર મુનિના પ્રાસાદ તરફ, ભદ્રામાતા પાસેથી ભિક્ષા લેવા જઈ રહ્યા હતા. રાજગૃહીના શાંતમાગ વીંધીને તેઓ આગળ વધ્યા. આવા બળબળતા મધ્યાલે ફરતા આ ભિક્ષુઓ તરફ કોઈ કોઈ માનવી જોઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા ] ૨૨૭ રહેતા અને તેમના મનમાં કંઈ કંઈ લાગણીઓ જાગી ઊઠતી. ત્યાગ અને સંયમ તો વગર બોલ્યા જ બીજાના અંતરને જગવે છે ! બોલવગરની છતાં અંતરને સાદ દે એવી વાણી જ સમજી લ્યો ! મુનિઓને તો શરીરને તેનું ભાડું ચૂકવીને ફરી આત્મામાં લીન થઈ જવું હતું, એટલે તેઓ સીધા ભદ્રામાતાના આવાસે પહોંચ્યા અને પોતાની સાધુમર્યાદાને છાજે તે રીતે ત્યાં જઈને ભિક્ષા માટે ઊભા રહ્યા. પણ સમય મધ્યાહ્નનો હતો અને સૌ જમી પરવારી જંપી ગયા હતા, એટલે આંગણે આવીને ઊભેલા એ તપસ્વીઓને કોઈએ ન જોયા ! ભિક્ષુઓ ક્ષણભર ઊભા રહ્યા, ચારે તરફ જોયું અને કોઈ નજરે ન પડતાં પોતાની સંયમમર્યાદાનું સ્મરણ કરી ભિક્ષા મેળવ્યા વગર જ પાછા ફર્યાં. જે ઘરમાં તેમણે રાજવૈભવને પણ માત કરે તેવા વૈભવો માણ્યા હતા, જ્યાં અનેક દાસ-દાસીઓ પડ્યો બોલ ઉઠાવવા સદાય તત્પર રહેતાં હતાં, જે ઘરની એક એક ચીજ ઉપર પોતાના પ્રભુત્વની મહોરછાપ પડી હતી, તે ઘરમાંથી, એક મહિનાના ઉપવાસની ઉગ્ર તપસ્યાને અંતે અને આવા આગ વરસતા મધ્યાલે પણ, ખાલી હાથે પાછા ફરતાં શાળીભદ્ર મુનિને લેશ પણ ખેદ ન થયો ! ઊલટું તેમને તો પોતાના આત્માની કસોટીનો સુઅવસંર સાંપડ્યો લાગ્યો. આત્માની આ ઋદ્ધિનું માપ બીજાઓ શું પારખી શકે ! આમ ખાલી હાથે પાછા ફરવા છતાં એ શ્રમણશ્રેષ્ઠોના મનમાં જરાય શલ્ય ન હતું ! તેમનું મન તો સ્વસ્થ જ હતું - નિશ્ચલ ખડકની જેમ ! તેમનાં મનમાં અત્યારે અગર કંઈ હતું તો તે ફક્ત, પ્રભુએ માતા પાસેથી આહાર મળવાની વાત કહી હતી તે હતું ! પ્રભુના આ વચનનું શું રહસ્ય હશે ? પ્રભુનું વચન સાચું પડ્યા વગર તો રહે જ નહીં ! એની એમને ખાતરી હતી. પણ તે કઈ રીતે ? એ જ વિચાર તેમના - મનમાં ચાલતો હતો. રાજગૃહીએ જોયું કે, ભિક્ષા માટે પોતાને આંગણે આવેલા આ બંને - Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઘરાગ અને વિરાગ તપસ્વી ભિક્ષુઓ, ભરી ભરી નગરીમાંથી સાવ ખાલી હાથે પાછા ફરતા હતા. મુનિવરોની ભિક્ષા વણપૂરી રહી હતી ! રે કુદરત ! . ભર્યા સરોવરથી જાણે પંખી તરસ્યું પાછું ફર્યું. ભિક્ષાનો લાભ નહીં તો છેવટે તપસ્યાનો લાભ ! – મુનિઓને મન તો દરેક વાતે લાભ જ હતો. એમના દિલમાં ભિક્ષા ન મળ્યાનો જરાય રંજ ન હતો. તેમણે નગર વટાવ્યું. તેઓ જંગલમાં થઈને આગળ વધતા હતા ! પણ અરે, આ શું ? આવા મધ્યાહે, આવા નિર્જન જંગલમાં આ બાઈ ક્યાંથી ? અને એના રોમરોમમાં અત્યારે હર્ષનો સંચાર શાથી થતો હતો ? સાવ અજાણ્યા એવા આ બે ભિક્ષુઓને જોઈને ન જાણે કેવીય અદમ્ય લાગણીઓ એ બાઈના ઉરમાં ઊભરાવા લાગી હતી ! એ લાગણીનું પૂર ખાળવું અશક્ય હતું ! એ લાગણીઓ પોતાનો માર્ગ કય વગર રહે તેમ ન હતું ! પૂરના પાણી કદી ખાળ્યાં ખળાયાં છે ખરાં ? એ હતી એક ગોવાળણ ! એના માથે દહીંનું ભાજન હતું ! એ જતી હતી પોતાના માર્ગે – પોતાના મહીનું મૂલ ઉપજાવવા ! સામેથી ચાલ્યા આવતા મુનિઓને જોઈને તે થંભી ગઈ ! જાણે જન્મજન્મની સંઘરી રાખેલી ભાવના જાગ્રત થતી હોય એમ તેનું અંતર અનેક લાગણીઓ અનુભવી રહ્યું. તેનું હૈયું આ બે ભિક્ષુઓમાં જાણે જડાઈ ગયું ! તેને થયું ઃ આવા ભિક્ષુઓની કંઈક સેવા કરી શકું તો કેવું સારું ! પણ, અત્યારે મારી પાસે એવું શું છે કે જેથી હું આવા મહાત્યાગીઓની સેવા કરી શકું ? જેનાં ચરણો આગળ રાજામહારાજાઓનાં મસ્તકો ઢળતાં હોય તેવા તપસ્વીઓને મારા જેવી એક રેક સ્ત્રી શું આપી શકવાની હતી ? ગોવાળણનું દિલ દીનતા અનુભવી રહ્યું. Page #242 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાત્ત૨૨૯ ભક્તિ અને દીનતા જાણે સામસામે આવીને ઊભાં એકબીજાનો પરાજય કરવા ! પણ ભક્તિનું પૂર આવી દુન્યવી દીનતાથી કદી રોકી શકાયું નથી. ક્ષણભરમાં પોતાની દીનતાનો ખ્યાલ એ મહિયારીના હૈયામાંથી સરી ગયો. ભક્તિની ખુમારીએ એના હૈયામાં હામ ભરી દીધી. ભિક્ષુઓ તરફ જોઈને તે બોલી ઊઠી : .. પ્રભુ, આજે મુજ રાંકનું ભાગ્ય ઊઘડી ગયું ! મારે મન તો આજે વણમાગ્યા મેઘ વરસ્યા અને વણકાળે સહકાર ફળ્યો. આપ જેવા ત્યાગી ભિક્ષુઓની સેવાનો અવસર ક્યાંથી મળે ? આજ તો મારે સોનાનો સૂરજ ઊગ્યો લાગે છે, કે આપનાં દર્શન થયાં. ભગવાને આટલી કૃપા કરી છે તો હવે આપ મુજ ગરીબની આટલી ભેટ સ્વીકારી મને કૃતાર્થ કરો!” -M અને તેણે દહીંનું ભાજન માથેથી ઉતારી ભિક્ષુઓના ચરણ આગળ ધરી દીધું. બન્ને તપસ્વીઓ જોઈ રહ્યા ! શાલિભદ્ર મુનિની મૂંઝવણનો પાર ન રહ્યો. તેમને થયું ઃ ક્યાં ભદ્રામાતાના ઘેરથી ખાલી હાથે પાછા ફરવું, ક્યાં આજે માતા પાસેથી ભિક્ષા મળવાનું પ્રભુએ કહેલું વચન, અને ક્યાં વનવગડામાં વિનતિ કરતી આ ભક્તિભીની ગોવાળણ ! આ બધાનો મેળ કેમ કરી બેસે ? થોડી પળો મૌનમાં વીતી અને ફરી એમને વિચાર આવ્યો : પણ . સાધુને જો નિર્દોષ આહાર મળતો હોય તો તે ગમે ત્યાંથી પણ લેવામાં શી હરકત ? વળી આવી નિર્મળ ભક્તિનો ઇન્કાર પણ શી રીતે થઈ શકે ? સંયમને તો શુદ્ધતાની જ ખેવના હોય ! એને વ્યક્તિ સાથે શી લેવાદેવા ? શાલિભદ્ર મુનિ ફરી પાછા વિચારમગ્ન બની ગયા. પણ તરત જ તેમની મૂંઝવણ ઓસરી ગઈ. તેમણે વિચાર્યું : પ્રભુએ તો આજે માતા પાસેથી આહાર મળશે એટલી જ વાત કરી છે, પણ નિર્દોષ આહાર મળતો હોય તો તે લેવાનો ઇન્કાર ક્યાં કર્યો છે ? ૧૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦Dરાગ અને વિરાગ અને તરત જ તેમણે પોતાનું ભિક્ષાપાત્ર ગોવાળણની આગળ ગોવાળણના આનંદનો પાર ન રહ્યો ! તેણે ઉમળકા ભેર નિર્દોષ દહીં ભિક્ષુકોના પાત્રમાં રેડી દીધું – જાણે પોતાનું હૈયું ન ઠાલવતી હોય એટલો હર્ષ એના અંતરમાં ભર્યો હતો મહિયારીને પોતાના મહીનું અમૂલું મૂલ મળી ગયું. લક્ષ્મીનંદનોની અલકાપુરી સમી રાજગૃહીએ જે ભિક્ષાપાત્ર ખાલી રાખ્યું તે, આ નિર્જન વનમાં, એક ગરીબ મહિયારીએ ભરી દીધું ! તપસ્વીઓની ભિક્ષા સફળ થઈ ! ગોવાળણ પોતાના માર્ગે આગળ વધી ! તપસ્વીઓને પારણાની સામગ્રી પીરસીને જાણે કુદરતમાતા કિલ્લોલ કરતી હતી. મધ્યાહ્ન વટાવી સૂર્યનો રથ આસ્તાચળ તરફ આગળ વધતો હતો. બન્ને ભિક્ષુઓ પ્રભુ પાસે આવી પહોંચ્યા હતા. તેમના અંતરમાં તો એક જ વાત ઘોળાતી હતી ? માતા પાસેથી ભિક્ષા મળવાની પ્રભુની વાતનું શું ? એ વાત અફળ કેમ કરી સંભવે ? પણ મુનિઓ બોલે શું ? તેઓ તો મૌન જ રહ્યા ! પણ સહુના અંતર્યામી પ્રભુ તો ક્યારના પ્રસંગ પામી ગયા હતા. તેમણે વાતનું રહસ્ય ખોલતાં શાળભદ્ર મુનિને કહ્યું : “મહાનુભાવ ! વિચારમાં ન પડશો ! તમને દહીંની ભિક્ષા આપનાર એ ગોવાળણ તમારી માતા જ હતી – આ ભવની નહીં પણ તમારા આગલા ભવની ! તમારી માતાએ જ આજે તમારું ભિક્ષાપાત્ર ભરી દીધું છે.” ભિક્ષુઓનો સંશય દૂર થયો. મહાતપસ્વીઓએ આનંદપૂર્વક પારણાં કર્યો. ભિક્ષુઓને તો પ્રભુએ માતાની ઓળખાણ કરાવી હતી. પણ એ Page #244 -------------------------------------------------------------------------- ________________ ભિલા ૨૩૧ અજાણી, અદીઠ અને અબૂઝ માતાને કોણ કહેવા ગયું હતું કે : “માડી, આ તારો દીકરો છે. એને હૈયાભેર ભિક્ષા દેજે ?” – પણ અંતરની લાગણીઓ આવી ઓળખાણની ક્યાં રાહ જુએ છે ! માતાનાં હેતાળ હૈયાં તો અણજાણ્યા પુત્રોનેય પારખી લે છે ! એના પર ઓળઘોળ થઈ જાય છે ! એને પોતાના અંતરમાં સમાવી દે મહિયારીના અંતરને માતૃપ્રેમે પાવન કર્યું. ને એ અજરઅમર માતૃપ્રેમે ભિક્ષા લેનાર અને ભિક્ષા દેનાર બન્નેનું કલ્યાણ કર્યું ! ધન્ય એ માતૃપ્રેમ ! Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બે માણા રાવણ પૂર્વભારતના ગૌરવસમી શ્રાવસ્તી નગરીની કીર્તિ દેશ-વિદેશના સીમાડા વીંધી ચૂકી હતી. શ્રાવસ્તીના વૈભવ, શ્રાવસ્તીના વાણિજ્ય અને શ્રાવસ્તીની શોભાની બહુવિધ વાતોએ લોકહૃદયમાં સ્થાન મેળવી. લીધું હતું. દૂર દેશાંતરના શાહસોદાગરો પોતાનો અણમોલ માલ શ્રાવસ્તીનાં હાટોમાં ઠાલવતા અને મોંમાગ્યાં મૂલ મેળવી એ અલબેલી નગરીની યશોગાથાઓ દેશ-વિદેશમાં પહોંચાડતા. વૈભવવિલાસ અને વાણિજ્યના સંગમસ્થાનસમી એ નગરી પોતાના પાંડિત્ય અને જ્ઞાનદાન માટે પણ પંકાતી હતી. શ્રાવસ્તીનાં છાત્રાલયો અને ગુરુકુળવાસોએ અનેક જ્ઞાનપિપાસુઓને આકર્ષ્યા હતા. વિદ્યાના અનેક સેવકો એ નગરીએ દેશને ચરણે ધર્યા હતા. શ્રાવસ્તીના આ વિદ્યાપ્રેમથી ખેંચાઈને એક બ્રાહ્મણ યુવક વિદ્યાધ્યયન માટે આજે શ્રાવસ્તીમાં આવ્યો હતો. માતા સરસ્વતીની ઉપાસનાના એના દિલમાં કોડ હતા. ગુરુદેવની ચરણધૂલિ મસ્તકે ચડાવી એ નમ્રભાવે ઊભો હતો. એનું ભવ્ય લલાટ, વાંકી નાસિકા અને મનોહર આંખો સર્વત્ર એની કાંતિની છાયા ફેલાવતાં હતાં. બીજા છાત્રો આ સુંદર યુવકને અનિમેષભાવે જોઈ રહ્યા હતા. ગુરુજી, જાણે તેના અંતરનું ઊંડાણ માપતા હોય તેમ, તેને પૂછતા હતા ? “વત્સ ! શી શી આશા અને ઊર્મિઓ લઈને આજે તું પ્યારું વતન, વહાલાં માતાપિતા અને હેતાળ ભાઈભાંડુઓને છોડીને, અને સાવ એકાકી બનીને અહીં આટલે દૂર આવ્યો છે ? તારી સાધનાનું લક્ષબિંદુ શું છે ? તારા હૈયામાં કઈ તમન્નાએ વાસ કર્યો છે ?” “ ગુરુદેવ ! ન ધનની આશા છે, ન વૈભવવિલાસની તૃષ્ણા ! ધન અને વૈભવના તો અમારી કૌશામ્બીમાં ઓઘ ઊભરાય છે. એને માટે મારે આ પરભોમની સેવા કરવાની ન હોય ! ગુરુદેવ ! કેવળ એક જ ઈચ્છા, એક જ આશા, એક જ તમન્ના દિલમાં લઈને આવ્યો છું આપના ચરણમાં રહી સંસારના સમસ્ત ધર્મોનું અને ષદર્શનોનું જ્ઞાન Page #246 -------------------------------------------------------------------------- ________________ બે ભાષા સુવર્ણ ] ૨૩૩ પામવા મા સરસ્વતીની ઉપાસના કરવી છે. ગુરુદેવ, મેં આપને મારા ગુરુ માની લીધા છે, આપના ચરણમાં મને સ્વીકારો ! મને આપના શિષ્યપણાનું દાન આપી કૃતાર્થ કરો !” કૌશામ્બીના એ કુળવાન બ્રાહ્મણ યુવક સામે ગુરુજી તાકી રહ્યા – જાણે એનું અંતર વાંચવા મથતા ન હોય ! એ બ્રાહ્મણ યુવકની મુખાકૃતિ જાણે કંઈક મૂંઝવતી હોય એમ ગુરુજી પળવાર વિમાસી રહ્યા. પછી જાણે એ યુવકની વધુ કસોટી કરતા હોય એમ તેઓ તેને સમજાવવા લાગ્યા. “પણ વત્સ ! આ યુવાન વય અને સરસ્વતીની ઉપાસના – એ બેનો મેળ દુષ્કર છે. મનની ચંચળતા અને વિલાસની લાલસા કઈ પળે આવીને ઘેરી વળે એનું શું કહેવાય ? પાંચ ઈદ્રિયોનું સંવરણ કરીને કેવળ એકેન્દ્રિયભાવથી વર્તનાર જ આ સરસ્વતી-ઉપાસનાને પરિપૂર્ણ કરી શકે છે. વત્સ ! વિચારી જો, તારામાં એટલું બળ છે ?” “ ગુરુપ્રસાદથી મને એ બળ સાંપડો ! ” યુવક આટલું બોલી ભક્તિભાવે ગુરુની સામે જોઈ રહ્યો. એને એથી વધુ કશું કહેવાનું ન હતું. ગુરુજીએ મૌનભાવે એનો સ્વીકાર કર્યો અને એ બ્રાહ્મણ યુવકનું હૈયું હર્ષથી નાચી ઊઠ્યું. એને પોતાની આશાવેલડીને સફળતાનાં પુષ્પો પાંગરતાં લાગ્યાં. એ યુવકનું નામ કપિલકુમાર ! કપિલકુમારને મન કૌશામ્બી અને શ્રાવસ્તીનો ભેદ જાણે મટી ગયો હતો. શ્રાવસ્તી જ પોતાનું વતન હોય એવી આત્મીયતા એણે સાધી લીધી હતી. અને થોડા જ વખતમાં એ સૌ સહાધ્યાયીઓ સાથે એવો હળીમળી ગયો કે જાણે બધા એક જ કુટુંબના ભાઈ-ભાંડુ. અને વિદ્યાની ઉપાસના માટે તો ગુરુજીના આદેશ મુજબ, સાચે જ એ એકેન્દ્રિય બની ગયો હોય એમ, બીજી બધી પ્રવૃત્તિઓને એણે વિસારે પાડી દીધી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એની સરસ્વતી-ઉપાસના વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ. એને મન એ સિવાય બધું તુચ્છ બની ગયું. સાચે જ ધુ ને વધુ ઉપસાર થતા પ્રવૃત્તિઓને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રાગ અને વિરાગ સૌને લાગ્યું કે કપિલકુમાર મહાન પંડિત થશે. ગુરુજીને કપિલકુમારમાં પોતાના જ્ઞાનવારસાની પ્રતીતિ થવા લાગી હતી. પોતાની વિદ્યાના સાચા વારસાને જાણે કુદરતમાતાએ જ પોતાની પાસે મોકલી આપ્યો હતો. અને સમયના વહેવા સાથે એમનું અંતર શિષ્ય તરફ વધુ ને વધુ મમતાભર્યું બનવા લાગ્યું. પણ વિધિનું ઇંદ્રધનુ ક્યારે કેવો રંગ પલટે એ કોણ જાણી શક્યું છે ? કાચી માટીના કેટલાય ઘડા પાક્યા પહેલાં ફૂટી જાય છે ! કપિલકુમારનું પાંડિત્ય હજુ કાચું હતું. ઘાટ ઘડાઈને તૈયાર થઈ ગયો હતો, પણ એનો પરિપાક થવો હજુ બાકી હતો. ધગધગતા નીંભાડાની પરીક્ષા બાકી હતી. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને કપિલકુમાર નગરમાં ગયો. પણ જ્યારે એ પાછો આવ્યો ત્યારે એનું હૈયું ભારે થયેલું હતું. એના અંતરમાં વિચિત્ર પ્રકારની લાગણીઓએ ઝંઝાવાત જગાવ્યો હતો. પોતાને આજે શું થાય છે એનું ભાન એને પોતાને પણ ન હતું, પણ એનું મન બેચેન થઈ ગયું હતું એ ચોક્કસ ! કપિલને ભાગ્યું કે બે દિવસમાં અસ્વસ્થ ચિત્ત આપમેળે સ્વસ્થ થઈ જશે. પણ એમ ન થયું. એ વિચિત્ર લાગણીઓનાં બીજ ઊંડે સુધી ઊતરી ગયાં હતાં. અને હવે તો એમાંથી અંકુરો ફૂટવા લાગ્યા હતા. દિવસે દિવસે કપિલની અસ્વસ્થતા વધવા લાગી. તેની સરસ્વતી-ઉપાસનામાં આપોઆપ ઓટ આવવા લાગી, અને તેની જ્ઞાનદૃષ્ટિ આગળ અવિવેકનાં પડળ ફરી વળવા લાગ્યાં. પોતે કેવળ વિદ્યાભ્યાસ માટે જ કૌશામ્બી છોડીને શ્રાવસ્તીમાં આવ્યો હતો એ વાત જાણે એ સાવ વીસરી ગયો ! ઊડતું પંખી રાહ ભૂલીને અવળે રસ્તે ચડી ગયું. બિચારો કપિલકુમાર ! એના હૃદયમાં વિષય-સંગની ચિનગારીઓ દાખલ થઈ ચૂકી Page #248 -------------------------------------------------------------------------- ________________ બે માષા સુવર્ણ ૨૩૫ હતી. એ ચિનગારીઓ દિવસે દિવસે ઉગ્ર બનતી જતી હતી. અને હવે તો એ ચિનગારીઓમાંથી અંતરમાં કામવાસનાની જ્વાળાઓ ઊઠવા લાગી હતી. એ જ્વાળાઓમાં એનું સર્વસ્વ ભસ્મીભૂત થતું હતું. એની વિદ્યા-ઉપાસના એમાં નામશેષ થતી જતી હતી. અનુભવી ગુરુજીને કપિલકુમારની આ દુરવસ્થા સમજતાં વાર ન લાગી. તેમને કપિલની પ્રથમ મુલાકાત વખતે પોતાના અંતરમાં ઊઠેલ મૂંઝવણ યાદ આવી. તેમને થયું તે જ દિવસે એને જતો કર્યો હોત તો કેવું સારું થાત ! નહોત વાંસ અને ન વાગત વાંસળી ! તેમનું દિલ પસ્તાવાનો પોકાર કરી રહ્યું હતું. પણ હવે વાત વણસી ચૂકી હતી; પાણીએ પાળને તોડી પાડી હતી ! ગુરુજીની નિરાશાનો પાર ન હતો. છતાં તેમણે કપિલને સમજાવી જોવાનો પ્રયત્ન કરવાનું ઉચિત માન્યું. એક દિવસ આથમતી સંધ્યાએ તેમણે કપિલને બોલાવીને સ્નેહભર્યા અવાજે કહ્યું. 66 “ કપિલ, વત્સ ! તારા જ્ઞાનામૃતને મનોવિકારનાં વિષબિંદુઓ વિષમય ન બનાવે તે માટે સાવધાન થા ! બેટા, તારી અખંડ સરસ્વતી-ઉપાસનાને મંદ ન થવા દે ! તારા પાંડિત્યને દુરાચારનું કલંક ન લાગે તે માટે જાગતો રહે ! પ્રારંભ વખતનો મારો ઉપદેશ યાદ કર ! વત્સ ! સાવધ થા ! તારા આત્મધનની સંભાળ લે ! તારા જ્ઞાનધનની રક્ષા કર ! તારા ગુરુની અને તારા કુળની આબરૂનો વિચાર કર ! પળભરનો વિષયસ્વાદ તારા સમસ્ત જીવનને ભરખી ન જાય તે માટે વત્સ ! સમજ ! સમજ ! તારી પ્રમાદનિદ્રાનો ત્યાગ કર !” પણ કપિલકુમારના આત્મા ઉપર સુષુપ્તિનો કુંભકર્ણ ચડી બેઠો હતો. એને જગાડવો મુશ્કેલ હતું. તેના અંતરમાં વાસનાનું તાંડવ ગાજી રહ્યું હતું. એ તાંડવે ગુરુજીનો અવાજ કપિલના અંતર સુધી પહોંચવા ન દીધો. તેના જ્ઞાનને જાણે ચારિત્ર સાથે હવે લેશ પણ સંબંધ નહોતો રહ્યો. એને મન તો વાસનામોહ જ જીવનસર્વસ્વ બની બેઠો હતો. ગુરુજીની શિખામણ પથ્થર ઉપર પાણી જેવી નીવડી. પાણીનો વહેલો પ્રવાહ પાળને તોડી નાખે તેમ કપિલની અદમ્ય લાગણીઓના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ રાગ અને વિરાગ વેગવાન પ્રવાહે વિવેકની બધી મર્યાદાઓને ધ્વસ્ત કરી નાખી. અને એક અભાગી પળે, ગુરુવાસ છોડીને કપિલ એક યુવતીની સાથે ચાલી નીકળ્યો. પાત્ર-અપાત્ર પારખવાની એની શક્તિ ત્યારે નષ્ટ થઈ ગઈ હતી. સૌએ જોયું કે એક પંડિત પળવારમાં પતિત બની ગયો હતો ! આશાને નિરાશાનો અજગર ગળી ગયો હતો. સદ્ભાગ્ય ઉપર કમભાગ્યના ઓળા પડી ચૂક્યા હતા ! રે નસીબ ! સરિતાના પ્રવાહની જેમ સમય ચાલ્યો જતો હતો. કપિલકુમારનું પતન વધુ ઊંડું થતું જતું હતું. મહાદાવાનળની જેમ, એની વાસનાની કદી તૃપ્તિ થતી ન હતી. વધુ ભોગથી એ વધુ ઉગ્ર બનતી જતી હતી. એ આત્મભાન ખોઈ બેઠો હતો. અને આત્માની ઠોકર સિવાય એને બીજું કોઈ જગાડી શકે એમ પણ ન હતું. વિષયમાં અંધ બનેલ કપિલને ભાન ન હતું કે પોતાની પાસે ધનનો એવો અખૂટ ભંડાર ભર્યો ન હતો કે જેના ઉપર એ હમેશાં પોતાનો નિર્વાહ કરી શકે અને સુખચેનથી સમય વિતાવી શકે. એ તો સામાન્ય સ્થિતિનો ગરીબ બ્રાહ્મણ હતો. વિલાસી વૃત્તિમાં થોડા દિવસો ગયા-ન ગયા ને એની પાસેનું બધું ય દ્રવ્ય ખલાસ થઈ ગયું. અને એક દિવસ એને દરિદ્રતાનું ભયંકર દર્શન થયું. પેટ ભરવા જેટલું સાધન પણ એની પાસે ન રહ્યું. એટલે ધીમે ધીમે એની વિષયવાસના ઊડવા લાગી અને કંઈક બીજા વિચારો જાગવા લાગ્યા. - ધન હોય કે ન હોય – પેટ તો પોતાનું ભાડું માગ્યા વગર રહેતું જ નથી. જ્યારે કપિલે જોયું કે ધન કમાવાની તાકાત કે આવડત તેનામાં ન હતી, એટલે તેણે આખરી ઇલાજ તરીકે ભીખ માગવી શરૂ કરી. વિદ્યાની બહુમૂલી ભિક્ષા માટે ઘરબાર તજીને ગુરુચરણઓમાં આવેલો યુવાન ચપટી લોટ માટે ઘેર ઘેર ભટકવા લાગ્યો ! પણ ભીખ માગવાથી કંઈ વિલાસી વૃત્તિને પોષણ મળે ખરું ? Page #250 -------------------------------------------------------------------------- ________________ બે ભાષા સુવર્ણ ] ૨૩૭ આમ દિવસો વધુ ને વધુ ઉદાસીનતાથી ભારે થવા લાગ્યા. એક દિવસ તેની સ્ત્રીએ કહ્યું : “આપણા નગરના મહારાજા રોજ પ્રાતઃકાળમાં, જે.પહેલો ભિખારી તેમના દ્વારે જાય તેને, બે ભાષા સુવર્ણનું દાન કરે છે. આપ પ્રાતઃ કાળે વહેલા ઊઠીને એ દાન લઈ આવો તો આપણું દારિત્ર્ય નાશ પામે, અને આપણે સુખ-શાંતિપૂર્વક રહી શકીએ. અને વળી ઘર ઘર ભટકીને રોજ રોજ આ ચપટી લોટની ભીખ માગવાનું પણ ટળી જાય.” કપિલનું હૃદય આ વાત સાંભળીને નાચી ઊઠ્યું : રોજ બે ભાષા સુવર્ણ ? અને તેય કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ? ખરે જ મારું ભાગ્ય જાગી ઊઠયું લાગે છે. હવે મારું દારિદ પળવારમાં ચાલ્યું જવાનું ! મારો બેડો પાર થઈ જવાનો ! અને રાજદરબારે સૌથી પહેલાં પહોંચી જવાની ચિંતામાં કપિલને આખી રાત નિદ્રા ન આવી. જ્યારે સમય થાય અને ક્યારે બે ભાષા સુવર્ણ લઈ આવું – એના હૃદયમાં બસ આ એક જ રટન ચાલ્યા કર્યું. નિરંતર શાસ્ત્રોના પાઠોનું રટન કરનાર ચિત્ત આજે ભીખ, ભીખ ને ભીખની જ માળા જપવા લાગ્યું હતું. કોઈ બીજો ભિક્ષુ પોતાનાથી પહેલો પહોંચી જઈને બે ભાષા સુવર્ણનો અધિકારી ન બની બેસે, એ ચિંતામાં ને ચિંતામાં એ પરોઢ થયા પહેલાં ઘણા સમય અગાઉ, રાજદ્વારે પહોંચી જવા માટે, પોતાના ઘરેથી રવાના થયો. પણ ગરીબનું નસીબ પણ ગરીબ જ નીવડે ! આટલી રાતે તેને એકલો ફરતો જોઈને, તેના હાલહવાલ ઉપરથી ચોર સમજીને, રાજપુરુષોએ તેને કેદ કરી લીધો. સોનું સોનાના ઠેકાણું રહ્યું, અને નસીબમાં લોઢાની હાથકડીઓ આવી પડી ! હવે તો આમાંથી કેમ કરી છુટકારો થાય એ રટણ જ કરવાનું રહ્યું. રહીસહી રાત્રી માંડમાંડ પસાર થઈ અને સવાર થતાં તેને ન્યાય માટે રાજા પાસે હાજર કરવામાં આવ્યો. કપિલના ભયનો પાર ન હતો ! તેને તો અત્યારે મોત સામું ચાલ્યું આવતું દેખાયું. રે કમનસીબી ! આ તો રાજા રામચંદ્ર જેવું થયું ! રાજ્યારોહણની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પરાગ અને વિરાગ વેળાએ જ વનવાસ ! ક્યાં સોનું અને ક્યાં આ બેહાલ દશા ! રાજાજીએ કપિલને બધી હકીકત પૂછી એ ઉપરથી એમને ખાતરી થઈ કે એ ચોર નથી. રાજાજીએ તેને મુક્ત કરવાની રાજપુરુષોને આજ્ઞા કરી, અને પછી કપિલને પૂછ્યું : “વિપ્રવર, ઓપ હવે નિર્ભય છો. આપે કશો અપરાધ નથી કર્યો. હું આપના ઉપર પ્રસન્ન છું. આપને જે જોઈએ તે અત્યારે સુખેથી માગી લ્યો.” રાજાજીની વાત સાંભળીને કપિલનો આશાદીપ ફરી પાછો ઝળહળી ઊઠ્યો. તેનું હૃદય, ભયમુક્ત થતાં, લોભની સીડી ઉપર ચડવા લાગ્યું. તેને થયું : બે ભાષા સોનું માગીશ તો બે-ચાર દિવસે એ ખલાસ થઈ જશે અને પાછી એની એ દુર્દશા આવી પડશે. માટે અવસર આવ્યો છે તો એવું માગી લઉં કે જેથી આ દરિદ્રતા સદાને માટે ચાલી જાય. આથી તે “શું માગવું' એના વિચારના વળેમળે ચઢી ગયો. તેણે કંઈ કંઈ માગણીઓ કરવાનો વિચાર કર્યો, પણ છેવટે તેને એકેએક માગણી અધૂરી જ લાગવા લાગી – જાણે ગમે તેવી માગણી કરવા છતાં અંતે દરિદ્રતા વેઠવાની જ હોય ! અંતે તેને થયું કે રાજાજી પાસેથી આખું રાજ્ય જ માગી લઉં તો કેવું સારું ! પણ હવે તેનો આત્મા ધીમે ધીમે જાગ્રત થવા લાગ્યો હતો. તેનો વિવેક અને તેનું જ્ઞાન જાગતાં થયાં હતાં. તેમણે ફરી વિચાર્યું કે રાજ્ય મળ્યા પછી પણ શું ? એથી સાચી વૃદ્ધિ થશે ખરી ? અખૂટ સંપત્તિ મળશે ખરી ? અને પછી તો એનું મન વધુ ને વધુ ઊંડા ચિંતન-સાગરમાં ડૂબકી લગાવવા લાગ્યું અને એમાંથી અવનવાં વિચારમૌક્તિકો સાંપડવા લાગ્યાં. એમણે કલ્પના કરી : માનો કે રાજ્ય મળ્યું. પણ એ રાજ્યથી મૃત્યુ ખાળી શકાશે ખરું ? તો પછી આવી માયાવી વસ્તુની માગણી કરીને પતિત થયેલ આત્માને વધુ પતિત શું કરવા બનાવું ? તો પછી જે માયા આજે મારી સામે આવીને પડી છે તેને હસતે મોંએ ત્યાગીને અમર આત્મલક્ષ્મીની સાધના શા માટે ન કરું ? કપિલ ધીમે ધીમે અંતર્મુખ થવા લાગ્યો હતો. અરીસા ઉપરથી Page #252 -------------------------------------------------------------------------- ________________ બે માષા સુવર્ણ – ૨૩૯ રેતી સરી જાય એમ એના અંતરપટ ઉપરથી વાસના સરી જવા લાગી હતી. વરસી ગયેલ મેઘની જેમ એનું હ્રદય શુભ્ર થતું જતું હતું. અને વધતી જતી એ શુભતાના બળે પળવારમાં કપિલકુમારે પોતાના મન સાથે આખરી નિર્ણય કરી લીધો. પણ આ બધા વિચારમંથનમાં તેને રાજાજીને જવાબ આપવાનો ખ્યાલ ન રહ્યો. 46 શરમ કે સંકોચ જે કોઈ વસ્તુ “ વિપ્રવર ! શું વિચાર કરો છો ? એમાં રાખવાની જરૂ૨ નથી. ધન, સત્તા, લક્ષ્મી, સૌંદર્ય મેળવવાની આપને ઇચ્છા હોય તે સુખેથી માગી લ્યો ! આપની ઇચ્છા આજે જરૂર પૂરી થશે. મારું આપને વચન છે. એ વચન કદી મિથ્યા નહીં થાય ! ” રાજાજી ઉદારતાથી બોલ્યા. એમને આ બ્રાહ્મણ ૫૨ લાગણી થઈ હતી. કપિલની વિચારનિદ્રા તૂટી. તે બોલ્યો “રાજન્ આવ્યો હતો તો બે માષા જેટલા સુવર્ણની આશાએ, પણ વિચાર કરતાં આપનું આખું રાજ્ય મળે તોય મારી એ આશા શાંત થાય એમ મને નથી લાગતું. તો પછી એ અશાંત આશામાં સંતપ્ત થતા મારા આત્માને જ કાં ન ઉગારી લઉં ? રાજન્ ! આપનું ધન, આપની સત્તા, આપનું સુખ આપને મુબારક હો ! મારે મન હવે એ બધાંનું મૂલ્ય ઘટી ગયું છે. મને મારું આત્મધન સમજાઈ ગયું છે. મારી દીનતાનો નાશ એ જ મારી અમર સંપત્તિ થશે. એ આત્મલક્ષ્મીની સાધના આજથી મારો ધર્મ બનશે.” અને એ જ સુભગ પળે, સૌ વાસના અને તૃષ્ણા ઉપર વિજય મેળવી કપિલકુમાર આત્મલક્ષ્મીની શોધ માટે ચાલી નીકળ્યા. રાજાનું હૃદય એ પતિતપાવન અકિંચન વિપ્રને વંદી રહ્યું. રે તું સાચો વિપ્ર ! Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઇતિહાસની થોડીક પ્રસાદી (આઠ પાવન પ્રસંગો) : ૧. સાચી ઋદ્ધિ ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હજો !' – એમ ચોપડામાં લખીને જે શાલિભદ્રની ઋદ્ધિની આપણે વાંછા કરીએ છીએ, તેમની આ વાત છે. મગધ દેશની રાજધાની રાજગૃહીના ઉત્કર્ષનો મધ્યાહ્ન હતો. નગરીમાં અનેક ધનાઢ્યો અને કરોડપતિઓ રહેતા હતા. રાજા શ્રેણિક તે વખતે મગધ દેશના રાજા હતા. એક વખત એક પરદેશી વેપારી, મહામૂલાં રત્નકંબલો લઈને, મહારાજાની પાસે આવ્યો. કંબલોનું મૂલ્ય ઘણું વધારે હોવાથી રાજાએ એ ન ખરીદ્યાં. એમણે વિચાર્યું : રાજ્યનું ધન આવી વિલાસી ચીજોમાં શી રીતે વેડફી શકાય ? વેપારી નિરાશ થયો. એણે વિચાર્યું કે જે ચીજને અહીંના રાજાજી ન ખરીદી શક્યા તેને ખરીદનાર બીજું કોણ મળે ? પણ છેવટે એ ભદ્રા શેઠાણીનું નામ સાંભળીને એમની પાસે આવ્યો. ભદ્રા શેઠાણી શાલિભદ્રનાં માતા થાય ! તેમણે બધાય કંબલો ખરીદી લીધાં અને વધુ હોય તો લાવવા સૂચવ્યું ! અને વેપારીને નાણાં ચૂકવી આપવા ખજાનચીને આજ્ઞા આપી ! વેપારીના અચંબાનો પાર ન રહ્યો. રાણી ચેલણાએ જ્યારે રત્નકંબલની વાત જાણી ત્યારે, એની પ્રેરણાથી, એક કંબલ ખરીદવાની રાજા શ્રેણિકની ઈચ્છા થઈ. પણ વેપારીએ, બધા કંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાની વાત કરીને, કંબલ આપવાની પોતાની અશક્તિ જણાવી ! જે એક કંબલ ખરીદતાં પણ પોતે ખમચાતો હતો, તે તમામ કંબલોને એકીસાથે ખરીદનાર પોતાનો જ પ્રજાજન કેવો સમૃદ્ધ હશે. તે જોવાનું રાજાને મન થયું ! અને તેણે શાલિભદ્ર શેઠને પોતાને મળવાનું આમંત્રણ મોકલ્યું ! ઘરનો તમામ વહીવટ ભદ્રા શેઠાણી સંભાળતાં હતાં. અને શાલિભદ્ર તો, Page #254 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની થોડીક પ્રસાદી ૨૪૧ માતાની મમતાભરી હૂંફમાં, કોઈ પણ જાતની ઉપાધિ વગર, પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં આનંદ-વિલાસમાં જ બધો વખત વિતાવતા હતા; બહારની દુનિયાનો તેમને જરાય ખ્યાલ ન હતો. એટલે શેઠાણીએ રાજાજીને પોતાના મકાને પધારવા વિનંતી કરી. રાજા શ્રેણિકને તો શાલિભદ્ર શેઠને નજરે જોવાનું ઘણું કુતૂહલ હતું, એટલે તેમણે એ વાત પણ કબૂલ કરી. અને નક્કી કરેલ વખતે રાજા શ્રેણિક શાલિભદ્ર શેઠના મકાને પધાર્યા. શાલિભદ્ર શેઠ તો ત્યારે પણ પોતાના આનંદવિલાસમાં મગ્ન હતા. માતાએ રાજા શ્રેણિક પધાર્યાની વાત કરી એટલે શાલિભદ્ર તેમની ઓળખ પૂછી. માતાએ કહ્યું : “બેટા, શ્રેણિક કોઈ સાધારણ માણસ નથી; તે તો આ નગરનો અને આખાય મગધ દેશનો રાજવી છે. તું, હું અને બીજા બધા મગધવાસીઓ એના પ્રજાજન છીએ; એ આપણા બધાનો માલિક ગણાય !” શાલિભદ્ર માટે તો આ વાત નવી હતી. પોતાના માથે પણ કોઈ ઉપરી છે, એ વાતની તો એને કલ્પના સુધ્ધાં ન હતી ! માતાજીના મુખથી આવી વાત સાંભળી તેના મનમાં જબરું આંદોલન શરૂ થયું – ઝંઝાવાતથી સમગ્ર વાતાવરણ ખળભળી ઊઠે તેમ. પોતે પરાધીન છે એ વાત સ્વીકારવા તે તૈયાર ન હતો. પણ એક નર્યા સત્યનો અસ્વીકાર પણ શી રીતે થઈ શકે ? આ બીના તેના માટે અસહ્ય થઈ પડી ! અને તેણે આવી સ્થિતિનો અંત આણવાનો ઉપાય યોજ્યો; પરમાત્મા મહાવીર દેવના ચરણે જઈને તેણે પંચ મહાવ્રત અંગીકાર કર્યો. અને જે ઋદ્ધિમાં કોઈની પણ તાબેદારી કરવાની ન હોય, તેવી આત્મિક ઋદ્ધિની શોધમાં તેણે પોતાના એક વખતના વિલાસપ્રેમી દેહને જોડી દીધો ! તે દિવસે આત્માએ પુદ્ગલ ઉપર વિજય મેળવ્યો ! શાલિભદ્રની પાર્થિવ ઋદ્ધિ ઇચ્છનાર આપણે તેની સાચી અને સદાકાળ ટકી રહેનાર આવી ઋદ્ધિને ચાહતા ક્યારે થઈશું ? Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઘેરાગ અને વિરાગ ૨. ઋણ-સ્વીકાર ૧૪૪૪ ગ્રંથો રચ્યાની જેમની ખ્યાતિ છે, તે મહાધુરંધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી જન્મે બ્રાહ્મણ હતા. તેઓ ચિત્રકૂટમાં રહેતા હતા, અને ધંધે રાજપુરોહિત હતા. તેમના પાંડિત્યનો કોઈ પાર ન હતો ! ચાર વેદો, તમામ ઉપનિષદો, અઢારે પુરાણ અને બધી વિદ્યાઓમાં તે પારંગત હતા. બ્રાહ્મણ ધર્મશાસ્ત્રોનું કોઈ પણ અંગ એમનાથી અજાણ્યું ન હતું. વાદ કરવામાં કોઈ તેમની તોલે ન આવી શકતું; સૌ કોઈ એમની અપાર વિદ્યા-શક્તિનો સ્વીકાર કરતા. અનેક વિદ્યાર્થીઓ તેમની પાસે અધ્યયન કરતા. તે વખતના વિદ્વાનોમાં તેમનું સ્થાન પ્રથમ ગણાતું. જૈનધર્મનો પણ આ ઉત્કર્ષભર્યો સમય હતો. ઠેર ઠેર ધર્મપ્રચારકો પોતાનો ઉપદેશ આપતાં વિચરતા હતા. આ વખતે, કોઈ અકળ સંયોગે, હિરભદ્રને યાયિકની નામનાં એક જૈન મહાત્તરા (મોટાં ગુરુણી) સાથે પ્રસંગ પડ્યો. એ સાધ્વીજીના મુખેથી બોલાયેલ એક ગાથા એમના સાંભળવામાં આવી. પણ એ અટપટી ગાથાનો અર્થ એમને સમજાયો નહીં, તેથી એમના જ્ઞાનીપણાના ગર્વને જાણે ઠેસ વાગી ! પણ એમની સત્ય માટેની જિજ્ઞાસા એવી ઉત્કટ હતી, કે તેઓ એ ગાથાનો પાઠ કરનાર જૈન સાધ્વીજી યાકિની પાસે પહોંચી ગયા. વિવેકી સાધ્વીજીએ, પોતાનું જાણપણું છતું ક૨વાને બદલે, એમને એ માટે પોતાના ગુરુની પાસે મોકલ્યા. હરિભદ્ર સાચા વિદ્વાન હતા. વિદ્વત્તાના મિથ્યા અભિમાને તેમના અંતઃકરણને આવરી નહોતું લીધું. એ ગુરુની પાસે તેમને પોતાની ભૂલ અને સાચી વસ્તુ સમજતાં વાર ન લાગી ! અને યાકિની મહત્તરાએ ઉપદેશેલ બોધ તેમના હૃદયમાં તરત ઊતરી ગયો. તેમણે, જૈનધર્મની દીક્ષાનો સ્વીકાર કરી, પંચ મહાવ્રત અંગીકાર કર્યાં અને તેઓ આત્મમાર્ગનું શોધન કરવા લાગ્યા. પોતાને લાધેલા આત્મદર્શનના માર્ગનું મોટું શ્રેય યાકિની મહત્તરાને ઘટતું હતું તે વાત તેઓ જાણતા હતા. અને તેથી એ ૠણનો સ્વીકાર કરવા માટે તેમણે પોતાની જાતને યાનિીમહત્તરાધર્મસૂનુ Page #256 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની થોડીક પ્રસાદીu૨૪૩ (યાકિની મહાત્તરાના ધર્મપુત્ર) તરીકે ઓળખાવમાં ગૌરવ અને કૃતજ્ઞતા માન્યાં. આજે પણ જ્યાં જ્યાં હરિભદ્રસૂરિજીનું નામ મળે છે ત્યાં ત્યાં, બીજાં વિશેષણો હોય કે ન હોય, પણ ઉપરનું વિશેષણ તો, મોટે ભાગે, અવશ્ય મળે છે. કારણ કે न हि कृतमुपकारं साधवो विस्मरन्ति । (કરેલા ઉપકારને સાધુઓ ભૂલતા નથી.) ૩. મહાકવિની શક્તિ બારમા સૈકાની આ વાત છે. તે વખતે ગુજરાતમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય તપતું હતું. નવા નવા દેશોના વિજયથી ગુજરાતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધતી જતી હતી, સાથે સાથે ગુજરાતનાં કળા-કૌશલ્ય માટે પણ આ કાળ ચડતીનો હતો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ જેવા યુદ્ધવીર અને શૂરા હતા, તેવા જ કળાપ્રેમી પણ હતા. કળાકારોને અને વિદ્વાનોને તેમની રાજસભામાં સારું ઉત્તેજન મળતું. આવા વિદ્વાનોને સન્માનવા અને ઉત્તેજવા માટે તેમણે એક વિદ્વત્સભા કાયમ કરી હતી. શ્રીપાળ નામના એક કવિ આ વખતે તેમના દરબારમાં હતા. તે જાતે પોરવાડ વૈશ્ય હતા. કોઈક કારણસર તેમનાં નેત્રો ચાલ્યાં ગયાં હતાં, એટલે તે પ્રજ્ઞાચક્ષુ બની ગયા હતા. પોતે કવિ હોવા ઉપરાંત મહારાજા સિદ્ધરાજના બાળ-મિત્ર પણ હતા, તેથી જ ઇતિહાસ-ગ્રંથોમાં તેમનો ‘સિદ્ધરાજના બાલસખા” તરીકે ઉલ્લેખ મળે છે. અને આ વિદ્ધતસભાના મોવડી પણ તેઓ જ હતા. વિદ્વત્તાનો કે કવિત્વનો કોઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજા એમની સામે જ જોતા. એક વખત એવો જ કંઈક પ્રસંગ ઉપસ્થિત થયો, અને જ્યારે કોઈએ હામ ન ભીડી અને પોતાનું મોવડીપદ લાંછિત થવાનો વખત લાગ્યો, ત્યારે શ્રીપાળે પોતાની અજબ શક્તિનું પ્રદર્શન કરીને પોતાની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યો હતો. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪] રાગ અને વિરાગ આ કાર્ય એ હતું કે તેમણે એક દિવસ જેટલા સાવ ટૂંકા સમયમાં જ, ‘વૈરોચન પરાજય' નામક એક મહાપ્રબંધની રચના કરી આપી હતી. શ્રીપાળની આવી અજબ રચનાશક્તિથી સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા ! મહારાજાને તેમના ઉપર વિશેષ અનુરાગ થયો ! ત્યારથી તેઓ કવિચક્રવર્તી કહેવાવા લાગ્યા ! ૪. ન્યાયપ્રિયતા ભગવાન બુદ્ધને, રોગિષ્ઠ તથા ઘરડા માણસને અને માણસના શબને જોઈને વૈરાગ્ય થયાની વાત જાણીતી છે. આવો જ પ્રસંગ મહારાજા કુમારપાળના જીવનમાં મળે છે. ફરક એટલો છે કે ભગવાન બુદ્ધ સંસારને ત્યજી વૈરાગી થયા હતાજ્યારે મહારાજા કુમારપાળે તેની અસર પ્રજાજીવન ઉપર ઉપજાવી હતી. વાત એમ બની હતી કે, એક વખત મહારાજા કુમારપાળ શહેરમાં ફરવા નીકળ્યા હતા. રસ્તામાં એક માણસ, લાકડીના જોરે, સાવ નબળાં થઈ ગયેલો પાંચ-સાત બકરાંને પરાણે પરાણે હાંકતો લઈ જતો હતો. આ વખતે મહારાજા ઉપર જૈનધર્મના દયા-અહિંસાના સિદ્ધાંતોની અસર થઈ ચૂકી હતી. તેઓ આ સાવ નિરપરાધી જીવોની આવી બેહાલી જોઈ ન શક્યા ! તેમણે તે માણસને તેમ કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, “મારી આજીવિકા નિભાવવા માટે હું આ બકરાંને કસાઈને વેચવા લઈ જાઉં છું. હવે આ બકરાં એવાં નબળાં થઈ ગયાં છે કે એનો બીજો કોઈ ઉપયોગ નથી રહ્યો, અને મારા માટે એ ભારભૂત બની ગયાં છે.” પોતાના રાજ્યમાં મૂંગા પ્રાણીઓ આવી રીતે પીડાય એ મહારાજા માટે અસહ્ય હતું. તેમણે તરત જ હુકમ બહાર પાડ્યો : “જે જૂઠી પ્રતિજ્ઞા કરશે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હશે તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરશે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશે.” મહારાજાની આ આજ્ઞાએ મૂંગા પ્રાણીઓ ઉપર ઘણો ઉપકાર Page #258 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની થોડીક પ્રસાદી D ૨૪૫ કર્યો ! બીજા એક પ્રસંગે, જ્યારે મહારાજા ફરવા નીકળ્યા હતા ત્યારે, તેમણે એક સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. અબળા ગણાતી સ્ત્રીને આવી રીતે રોતી જોઈને મહારાજાનું હૃદય પીંગળવા લાગ્યું. તેમણે તે સ્ત્રીને સવાનું કારણ પૂછતાં જવાબ મળ્યો : “મારા પતિ બિનવારસ ગુજરી ગયા છે, એટલે રાજ્યના નિયમ પ્રમાણે, મારું અર્થાત્ મારા પતિનું તમામ ધન રાજ્યના ખજાનામાં લઈ જવામાં આવનાર છે. એટલે પછી. મારા નિર્વાહનું કશું સાધન નહીં રહે, એથી હું મારી નિરાધારતાના વિચારથી દુઃખી થાઉં છું.” મહારાજાએ જોયું કે રાજ્યનો આવો નિયમ તો સ્ત્રી જાતિ ઉપર ભારે અન્યાય. આચરવા સમાન હતો. તેમનું ન્યાયપ્રિય હૃદય અબળાજાતિ ઉપરના આવા અન્યાયને કેમ સાંખી શકે ? તેમણે તરત જ રાજઆજ્ઞા બહાર પાડી કે “ હવેથી અપુત્રિયાનું ધન રાજ્યે નહીં લઈ લેતાં તેની સ્ત્રીને માટે રહેવા દેવું.” આઠ સૈકા પહેલાંની જીવરક્ષા અને સ્ત્રીસન્માનની આ ભાવના ખરે જ, અભિનંદન માગી લ્યે છે ! ૫. સાચો સનાથ પરમાત્મા મહાવીરદેવના અણગારોમાં અનાથી નામક એક અણગાર થઈ ગયા, તેમની આ વાત છે. અનાથી મુનિ એમનાં ગૃહસ્થપણામાં જાતે ક્ષત્રિય અને રાજકુમાર હતા. તેમના પિતાનું નામ મહિપાળ રાજા હતું. તે કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. રાજકુટુંબમાં જન્મવાના કારણે અનાથીજીનું લાલન-પાલન ખૂબ લાડકોડમાં થયું હતું. એમને ત્યાં વૈભવ, વિલાસ અને સુખની સામગ્રીનો કંઈ પાર ન હતો. સૌ એમનો પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતા. આમ રાજકુટુંબમાં હેતાળ સ્વજનો, સ્નેહીઓ અને પ્રાણ પાથરનારાં પરિજનો વચ્ચે અનાથીજીના દિવસો મોજમાં પસાર થતા. તેમને કોઈ પણ કાળે નિરાશા કે નિઃસહાય વૃત્તિનો વિચાર Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬Dરાગ અને વિરાગ સુધ્ધાં આવતો ન હતો. ભાવિના બળે એક વખત એવું બન્યું કે અનાથીજી દાહવરની બીમારીમાં સપડાઈ ગયા. કમળનો કુમળો વેલો મદોન્મત્ત હાથીના સપાટામાં જે રીતે પિલાય તે રીતે તેમનું શરીર દાહજ્વરની પીડામાં શેકાવા લાગ્યું. જાતે રાજકુમાર એટલે ઔષધ-ઉપચાર અને સેવા-સુશ્રષામાં તો શી ખામી હોય ? મહારાજા મહિપાળે અનેક વૈદ્યોને તેડાવ્યા અને મંત્ર-તંત્રવાદીઓ પાસે પણ પ્રયોગ કરાવ્યા. પણ કોઈ પણ ઉપાય સફળ ન થયો. ઊલટું, એનાથી તો, રાજકુમારનો રોગ વધુ ને વધુ અસહ્ય અને અસાધ્ય થતો ગયો. પુત્રવત્સલ પિતા પોતાના પુત્રને બચાવવા માટે બધું જ કરી છૂટવા તૈયાર હતા. પોતાના સર્વસ્વના ભોગે, અરે, પોતાના દેહના ભોગે પણ જો પોતાનો પુત્ર સાજો થઈ શકતો હોય તો તે માટે પણ તેઓ તૈયાર હતા. બીજા સ્નેહી-સંબંધીઓ પણ ખડે પગે ઊભા હતા. પણ રાજકુમારે જોયું કે, આટઆટલા સ્વજનો અને સ્નેહીઓ છતાં, પોતાની હાલત એક નિઃસહાય માનવી કરતાં જરા ય સારી ન હતી ! તેણે જોયું કે, આટલા બધા સ્નેહીઓ અને સમૃદ્ધિ છતાં, પોતાને સહાય કરી શકે એવું કોઈ ન હતું ! અને આ વિચારે, એમના મનને દુઃખમાંથી ઉદ્દભવતા વૈરાગ્ય તરફ વાળી દીધું ! એમને બધાં સ્નેહીઓ અને વૈભવ-વિલાસ તુચ્છ લાગવા લાગ્યાં. બહારની કોઈ પણ સામગ્રીથી માનવી સાચો સનાથ નથી થઈ શકતો, એનું એમને ભાન થયું. અને પરિણામે એમણે જો પોતે સાજા થાય તો, સંસારનો ત્યાગ કરી આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. અને. ભાગ્ય અને ભવિતવ્યતાને બળે, એમનો રોગ નષ્ટ થઈ ગયો. એટલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે, પોતાના સ્વજનોને સમજાવી, એમણે સાધુતાનો ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો. અને પોતાની અનાથ જેવી સ્થિતિ ટાળવા માટે, પોતાના સુપ્ત આત્માને જાગ્રત કરી તે સાચા સનાથ બન્યા – જેનો આત્મા જાગી ઊઠે તે સદાય સનાથ ! શાસ્ત્રો કહે છે, કે આત્મસાધનાની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ દશારૂપ સિદ્ધપદને વર્યા ! Page #260 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની થોડીક પ્રસાદી | ૨૪૭ ૬. પુસ્તકનો પ્રભાવ સારાં પુસ્તકો વખત આવ્યે સાચા મિત્રોની ગરજ સારે છે, એ વાત આપણે ઘણી વખત સાંભળી છે. ઇસવીસનના દસમા સૈકાની આ વાત વસ ઊંડો ભિન્ન ભિળ ભચિ ઉણપ જ તેમનું મન આચાર્યવર્ય શ્રી સિદ્ધર્ષિસૂરિ તે વખતના એક પ્રભાવક અને વિદ્યાવંત જૈનાચાર્ય હતા. ન્યાય, વ્યાકરણ અને તત્ત્વજ્ઞાનનો તેમનો અભ્યાસ ઊંડો હતો. બીજા વિષયોના પણ એ ગહન જાણકાર હતા. તત્ત્વજ્ઞાન અને ભિન્ન ભિન્ન દર્શનશાસ્ત્રોના અભ્યાસ દરમ્યાન તેમને એકાએક બૌદ્ધધર્મ પ્રત્યે અભિરુચિ જાગી ઊઠી. બૌદ્ધ દર્શનના અધ્યયનને લીધે એમને જેન દર્શનમાં કંઈક ઊણપ જણાવા લાગી, અને પરિણામે તેમણે બૌદ્ધધર્મનો સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તેમનું મન સત્યશોધક હતું. એટલે કોઈ પણ વિચારનો અમલ કરતાં પહેલાં એમના ચિત્તમાં ખૂબ મંથન થતું. બૌદ્ધધર્મના સ્વીકારના વિચારના અમલ માટે પણ એમના ચિત્તમાં ખૂબ ખૂબ મંથન ચાલ્યું. આ પ્રમાણે તેમનું મન જ્યારે, મધદરિયે ખરાબે ચડેલા વહાણની જેમ, ઝોલા ખાતું હતું ત્યારે સદ્ભાગ્યે, તેમને એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તકે તેમના મનોમંથનને સ્થિર કરીને તેમને સત્ય માર્ગનું સ્પષ્ટ દર્શન કરાવ્યું. એ પુસ્તકના વધુ મનનથી જૈનદર્શનમાં ડગુમગુ થતું તેમનું મન સ્થિર થઈ ગયું અને પોતાના ધર્મનો ત્યાગ કરવાના તેમના વિચારો વિલીન થઈ ગયા. આ પુસ્તક તે આચાર્યપુંગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરે રચેલ લલિતવિસ્તરા ' નામક ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ. આ પુસ્તકના મનનથી શ્રી સિદ્ધર્ષિસૂરિને સત્યમાર્ગનું દર્શન થયું. પછી તો તેમનો ધર્મરાગ અને વૈરાગ્ય એવો દૃઢ થયો કે તેમણે ‘ઉપમિતિભવપાકથા’ નામક એક વૈરાગ્યરસપ્રધાન પદેશિક રૂપનો મહાન કથાગ્રંથ રચ્યો. આ પુસ્તક વાંચનારને તેના કતની ધર્મવૃત્તિ, વિદ્વત્તા અને વૈરાગ્યભાવના માટે માન ઊપજ્યા વગર નથી રહેતું. શ્રી સિદ્ધર્ષિસૂરિ પોતાના ઉપર મહાન ઉપકાર કરનાર એ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ રાગ અને વિરાગ ‘લલિતવિસ્તરા’ ગ્રંથ અને તેના કર્તાને કદી નથી ભૂલ્યા. જે હરિભદ્રસૂરિ પોતાથી કેટલાંય વર્ષ અગાઉ થઈ ગયા હતા, તેમણે જાણે, એ ‘લલિતવિસ્તરા’ગ્રંથ પોતાના ઉપર ઉપકાર કરવા માટે જ ન લખ્યો હોય, એવી રીતે તેમણે શ્રી હરિભદ્રસૂરિજીને કૃતજ્ઞતાભરી અંજલિ આપતાં લખ્યુ કે, नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मर्थे निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ॥ ૭. કસોટી - ઠાકોર લવણપ્રસાદ (લાવણ્યપ્રસાદ ) અને તેનો પુત્ર વીરધવળ તે વખતે ધોળકાના માંડલિક રાજા હતા. ગુજરાત ઉપર તે વખતે ભોળા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. ભોળો ભીમદેવ રાજકાજમાં અકુશળ અને વિલાસી હતો. તેથી ગુજરાતના રાજકારણમાં પણ લવણપ્રસાદ અને વીરધવળનું ઠીક ઠીક માર્ગદર્શન અને વર્ચસ્વ રહેતું. છતાં, સદ્ભાગ્યે એમના અંતરમાં ગુજરાતના રાજવી બનવાની ઇચ્છા નહોતી જાગી, એટલે તેમણે માંડલિક રહીને ગુર્જરસમ્રાટનું વર્ચસ્વ આપમેળે જ સ્વીકાર્યું હતું. તેમનો રાજ્યવિસ્તાર પણ કંઈ ઓછો ન હતો. તેમાં વળી વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાસમર્થ, સર્વકાર્યકુશળ, વફાદાર અને નિષ્ઠાવાન બે ભાઈઓને પોતાના અમાત્ય તરીકે નીમ્યા પછી તો તેમના રાજ્યની ઉન્નતિ સવિશેષ થવા લાગી હતી. એક વખત દક્ષિણનો રાજા સિંહ પોતાના ઉપર ચડી આવવાના સમાચાર મળવાથી લવણપ્રસાદ અને વીરધવળ બંને જણા તેનો સામનો કરવા ભરૂચ સુધી સામે ગયા. રાજ્યની લગામ કુશળ મંત્રીઓના હાથમાં હતી, એટલે તેની તેમને કશી ફિકર ન હતી. બીજાં પણ કેટલાંક નાનાં નાનાં રાજ્યો આ વખતે તેમની મદદે હતાં, એટલે સ્વાભાવિક રીતે જ તેઓ ચિંતામુક્ત હતા. વસ્તુપાલ તે વખતે ખંભાતના સૂબા તરીકેનું પદ સંભાળતા હતા. રાજરમતની શેતરંજમાં કયું સોગઠું ક્યારે, કઈ ચાલ લે તે કળવું Page #262 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની થોડીક પ્રસાદી [ ૨૪૯ મુશ્કેલ હોય છે. ધીમે ધીમે બીજા રાજાઓ લવણપ્રસાદની મદદમાંથી ખસી ગયા. ખુદ ભરૂચનો રાજા શંખ પણ એમની વિરુદ્ધ થઈ ગયો, અને એમની આવી નાજુક સ્થિતિનો ઉપયોગ પોતાના લાભમાં કઈ રીતે કરી લેવાય તેની યુક્તિ વિચારવા લાગ્યો ! તેણે એક દિવસ એક દૂતને ખંભાત વસ્તુપાળ આગળ મોકલ્યો. દૂતે વસ્તુપાળને રાજા શંખનો સંદેશો સંભળાવ્યો કે, “લવણપ્રસાદ જેવા એક માંડલિકના અમાત્ય રહીને તમે ખંભાત જેવા એકાદ સૂબાના ઉપરી રહો તે તમારી આટલી અસાધારણ શક્તિને માટે શોભારૂપ નથી. તમે એ માંડલિક રાજાને મૂકીને અમારું વર્ચસ્વ સ્વીકારશો અને ખંભાત અમારે સ્વાધીન કરશો, તો તમારો દરજ્જો વધારવામાં આવશે અને એક આખા મુલકનું પ્રધાનપદું પણ તમને મળશે. આ ઉપરાંત તમને અનેક જાતનો અંગત લાભ થશે તે તો જુદું ! વળી અમે કોઈ પણ ભોગે ખંભાત સર કરવાના તો છીએ જ, તો અમારા જેવા ક્ષત્રિયોનો સામનો તમારા જેવા પોચા દિલના વાણિયા શું કરી શકવાના હતા ? માટે પવન જોઈને સુકાન ફેરવવાનું ડહાપણ જરૂર દાખવશો !” શંખની ધારણા હતી કે લાલચથી નહીં તો છેવટે ધમકીથી તો આ વાણિયો જરૂર પોતાના હાથમાં આવી જશે ! પણ એની એ ધારણા સાચી ન હતી. તેને ખબર ન હતી કે જેને તે ઠંડી રાખ સમજતો હતો, તેની નીચે તો ભારેલા ધગધગતા અંગારા રહેલા હતા, જે એક વખત તેને પોતાને જ ભસ્મીભૂત કરી શકે ! વસ્તુપાળે ઠંડે પેટે જવાબ મોકલ્યો : “પૈસા કે અધિકારના લોભે લોભાઈ જનાર માનવી ક્યારેય અમાત્યપઠું ન ભોગવી શકે ! અમે તો રાજનિષ્ઠાની ખાતર માથું હાથમાં લઈને ફરનારા રાજભક્ત છીએ ! માથું સલામત હોય ત્યાં લગી અમારી નિષ્ઠા ફરી ન શકે ! રણમેદાનમાં ખાંડાના ખેલ ખેલીને અમારો મુલક સર કરવો હોય તો જરૂર પધારશો ! તો તમારું સ્વાગત કરવામાં આ વાણિયો પણ કોઈ રીતે પાછો નહીં પડે એની ખાતરી રાખશો ! કોના હાથ બળિયા છે તેની પરીક્ષા તો રણમેદાનમાં જ થઈ શકે ! બાકી માગણની માફક કોઈનો આપ્યો મુલક અમે ભોગવતા નથી, પણ ખાંડાના ખેલ ખેલીને માથા સાટે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦Dરાગ અને વિરાગ મેળવેલા મુલકને જ અમે ભોગવીએ છીએ.” એક વાણિયો આવો જવાબ આપે એ શંખથી સહન ન થયું. તે સાચે જ ખંભાત ઉપર ચડી ગયો, પણ વાણિયાના ઘા એને ભારે પડી ગયા ! ‘હવેલી લેતાં ગુજરાત ખોઈ ની જેમ બિચારા શંખને પણ પોતાનું ગાંઠનું ખાઈને પાછું હઠવું પડ્યું. વસ્તુપાલની રાજનિષ્ઠા, પ્રામાણિકતાની કસોટીમાં પાર ઊતરી અને તેની વીરતા ઉપર જાણે સુવર્ણકળશ ચઢ્યો ! ૮. મહાકવિની સમયસૂચકતા નવાંગીવૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્યવર્ય શ્રી અભયદેવસૂરિના આગમવિવેચનના કાર્યમાં સહાયક થનાર નિવૃત્તિકુલના આચાર્ય શ્રી દ્રોણાચાર્ય એક સમર્થ વિદ્વાન હતા. તેમણે “પિંડનિયુક્તિ ' નામક ગ્રંથની રચના કરી છે. તેમને સુરાચાર્ય નામના એક શિષ્ય હતા. ગુરુએ પોતાની વિદ્વત્તાનો વારસો પોતાના આ શિષ્યને આપવામાં ખામી નહોતી રાખી ! પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો થાય તેવી રીતે સુરાચાર્યને તેમણે વિદ્વત્તાનું અમૃતપાન કરાવ્યું હતું. પરિણામે સુરાચાર્ય પણ પોતાના ગુરુના જેવા જ પ્રખર વિદ્વાન થયા હતા. એક વખત રાજા ભોજે એક સમસ્યા રાજા ભીમદેવની રાજસભા ઉપર મોકલી. રાજા ભોજને પોતાની વિદ્વતસભા માટે ખૂબ અભિમાન અને ગૌરવ હતું. તે ધારતો હતો કે ગુજરાતના પંડિતો પોતે મોકલેલ સમસ્યા નહીં ઉકેલી શકે અને પરિણામે પાંડિત્યમાં માળવા ગુજરાતને મહાત કરશે. પણ પરિણામ કંઈક જુદું જ આવ્યું. રાજા ભોજની ધારણા ખોટી પડી અને દૂત સમસ્યાનો સાચો ઉકેલ લઈને પાછો ફર્યો. આથી રાજા ભોજ ખસિયાણો પડી ગયો. આ સમસ્યાનો ઉકેલ કરનાર હતા આ સુરાચાર્ય ! આ પછી સુરાચાર્ય વિહાર કરતા કરતા રાજા ભોજની સભામાં ગયા. અને ત્યાં એમની રાજસભામાં એમણે એમના માનીતા વિદ્વાનોને પરાસ્ત કર્યા. સુરાચાર્યના પાંડિત્યનું દેખીતી રીતે સન્માન કરવા છતાં Page #264 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ થોડીક પ્રસાદી D ૨૫૧ રાજા ભોજના મનમાં એ વાત આંખના કણાની જેમ ખટકવા લાગી. અને કોઈ પણ ઉપાય, સુરાચાર્યને પાછા પાડાને આ ઘટનાનો પ્રતિકાર કરવા તેમનું મન તલસતું હતું. એમાં પાસવાનોની ભંભેરણીએ ઉમેરો કર્યો, અને પરિણામે ન્યાય-અન્યાયનો વિવેક ભૂલીને રાજા ભોજે સુરાચાર્યને દેહકષ્ટ આપવાનો પેંતરો રચ્યો. સુરાચાર્યનું કુશળ-ક્ષેમ ભયમાં આવી પડ્યું. આ વખતે મહાકવિ ધનપાલ રાજા ભોજની વિદ્વત્સભાના સભ્ય હતા. તે કોઈક રીતે સુરાચાર્ય ઉપર આવનારી આફતને પામી ગયા. પોતાના ધર્મગ ને, પોતાની હયાતી છતાં, કષ્ટ સહન કરવું પડે તે એમના માટે અસહ્ય હતું. અને એમણે સમયસૂચકતા દાખવીને, સુરાચાર્યને વેળાસર ચેતવી દીધા અને બરોબર યુક્તિ રચીને તેમને બીજા પ્રદેશમાં વિહાર કરાવી દીધો. આમ મહાકવિ ધનપાળની સમયસૂચકતા અને બુક્તિએ એક સમર્થ વિદ્વાનને અણધારી આફતમાંથી બચાવી લીધા. એક જ કાવ્યમાંથી ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથના જીવનનો અર્થ બતાવવા દ્વિસંધાન' નામના પાંડિત્ય અને રસોના ભંડાર સમા કાવ્યના રચયિતા તે આ જ સુરાચાર્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ આત્મઘડતરનો ઉત્સવ ( શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ : જીવનઝાંખી) (જન્મ : તા. ૧૨-૯-૧૯૦૭, અવસાન ઃ તા. ૭-૧૨-૧૯૮૫) આ કથાઓ લેખકને જાતઘડતર કરતાં માર્ગમાં મળી આવી છે. એમાં ધબકે છે ધિંગી જીવનકળા. આ વાર્તાઓ માણવા આવો થોડીક ડૂબકી લગાવીએ લેખકના જીવનમાં. | શ્રી રતિભાઈના પિતા ‘દીપા-ભગત’ કહેવાતા. દીક્ષા પણ લીધેલી. એ ધાર્મિકતા રતિભાઈના જીવનમાં જુદી રીતે ખીલી. એમના સમગ્ર ઘડતરમાં સંપીલા, સંસ્કારી કુટુંબનું વાતાવરણ, પંડિતોમુનિવરોની દીર્ઘકાલીન છત્રછાયા અને આપકમાઈનો સંજોગ – આ બધાંએ ભાગ ભજવ્યો. ચંદન ખૂબ લસોટાયું. - એમના સાહિત્યમાં જૈન ધર્મ ને જૈન ઇતિહાસનું એમનું ઊંડું અધ્યયન ખૂબ ડોકાય. પણ ક્યાં ય સાંપ્રદાયિકતા નહિ. કારણ, શિવપુરી (મ.પ્ર.)ની જૈન સંસ્કૃત પાઠશાળામાં એમનું ખૂબ સમતોલ ઘડતર થયું હતું.' e શ્રી રતિભાઈ મૂળે તો ઠરેલ ચિંતન-વિવેચનનો જીવ. જૈન ધર્મ, જૈન સંઘ તેમ જ રાષ્ટ્રજીવન - વિષે એમના વિચારો ચોખ્ખાચણક ને પાકા, છતાં સૌમ્ય. “ જૈન સત્યપ્રકાશ ' અને “ જૈન ' એ બે સામયિકો દ્વારા વર્ષો સુધી નિર્ભય સત્યકથનનો પરિશ્રમ કર્યો. એમની વાર્તાઓમાં ય આવું ગંભીર વિચારભાતું ખૂબ મળે. ? - દરેક બાબતનો સાચો ઇતિહાસ જાણીને, તપાસ કરીને લખે. વાર્તાઓમાં ય એવું પૂરું ધ્યાન રાખે. એમની આવી ચીવટને કારણે એમની કલમે કચ્છના ભદ્રેશ્વર તીર્થનો સુંદર ઇતિહાસ તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢીનો વિસ્તૃત ઇતિહાસ પણ મળ્યા. ઉપરાંત અનેક વ્યક્તિચરિતો, સંસ્થાપરિચયો, તીર્થપરિચયો રસાળ ભાષામાં લખ્યાં. પોતાના ચોખ્ખા, નિર્ભય જીવનને કારણે જૈન શ્રમણ સંસ્થામાં તટસ્થપણે ઠીકઠીક ઊંડા ઊતરેલા. બદીઓ હોય તે બેધડક ચીંધી બતાવે. તો ગુણિયલ સાધુઓ પર તન-મન-ધનથી વારી જાય પણ એવા. જૈન પરંપરાના પ્રાચીન મહાન આચાર્યો માટે એમનું હૃદય ભાવભીનું. આ કથાઓમાં એવાં રસપૂર્ણ શ્રમણચરિત્રો પણ યાદગાર છે. તો સાથેસાથે દેશની આમપ્રજા વિષે, કુટુંબ-સમાજ વિષે, અર્થકારણની બેઢંગી રફતાર વિષે એમની ઊંડી જાણકારી અને સંવેદના. ટૂંકી આવક, છતાં અપાર અતિથિભક્તિ, માનવભક્તિ. એમની અનેક વાર્તાઓમાં આ માનવભક્તિ ઊભરાય છે. સમાજના અવગણાયેલા અંગરૂપ નારી બાબત એમના હૃદયમાં ઊંડાં આદર અને કરુણા. એટલે એમના હૈયે ચડેલાં અનેક તેજસ્વી નારીચરિતો આમાં સુપેરે ડોકાય છે. લેખકના જીવનની જેમ આ કથાઓનું વાંચન એટલે ય આત્મઘડતરનો ઉત્સવ ! રાગ આની વિરામ