________________
પ્રાયશ્ચિત્ત – વિજયનું !] ૭૫ સાંભળવા થોડી વાર થોભી જા, એટલુંજ હું માનું છું. " તપસ્વીએ પોતાની કથા શરૂ કરી.
અચલ એકચિત્તે એ કથાનું રસપાન કરી રહ્યો.
“ કાકંદનગરીનો હું રહેનારો. વનસિંહ મારું નામ. શિકારમાં હું ભારે નિપુણ. અને મારો સ્વર એવો મધુર અને એવો ઉચ્ચ કે જ્યારે હું પંચમ સ્વરે ગીત ગાવા લાગું ત્યારે પશુ અને પંખી પણ સ્તબ્ધ થઈ જતાં. ' કાકંદીના રાજા શિકારના જબરા શોખીન હું પણ જબરો શિકારી, અને વધારામાં કામણગારા સ્વરોનો સ્વામી. એટલે અમારી વચ્ચે ગાઢ મૈત્રી જામી. જ્યારે જ્યારે રાજાજી શિકારે જાય ત્યારે હું એમની સાથે હોઉં જ.
એક દિવસની વાત છે. રાજાજી હરણાંઓની પાછળ શિકારે ચડ્યા. હરણાં એવી ઝડપથી છલાંગો ભરતાં દોડે કે રાજાજીનું નિશાન લાગે જ નહીં. હું રાજાજીની સાથે હતો. મેં સંગીતનો મોહક નાદ છેડી દીધો. હરણાં સ્તબ્ધ બની ગયાં, અને સામે જીવતું મોત ખડું હતું એ ભૂલીને ગાયનમાં લુબ્ધ થઈ ગયાં. રાજાજીને જોઈતો અવસર મળી ગયો. એમણે તો તીરોનો વરસાદ વરસાવીને કેટલાં ય જીવોનો સોથ વાળી દીધો ! એમાં એક તીર એક સગભાં હરણીના બરાબર પેટ ઉપર વાગ્યું. હરણી વેદનાની કારમી ચીસ પાડીને ઊછળી પડી, એનું પેટ ચિરાઈ ગયું અને ગર્ભનો લોચો દૂર જઈને તરફડી રહ્યો. કેવું ભયંકર એ દૃશ્ય ! એ કાળી ચીસ અને એ કારમું દૃશ્ય મારા હૈયાને વિદારી ગયાં. મને થયું, મેં આ કેવું મહાપાતક આચર્યું ! બળ્યું આ સંગીત અને બળ્યું આ જીવન ! મારું અંતર ખિન્ન થઈ ગયું. અને તારી જેમ, આ મહાપાતકનું પ્રાયશ્ચિત્ત કરવા હું ભુગુપાત કરીને જીવનનો અંત આણવા પહાડની કરાડ ઉપર જ પહોંચ્યો. ”
અચલ જાણે પોતાની આપવીતી જ સાંભળતો હોય એમ એકચિત્તે સાંભળી રહ્યો.
તપસ્વીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “ પણ એવામાં મને એક ચારણશ્રમણનો મેળાપ થયો. એમણે મને સમજાવ્યું : “ આપઘાત એ તો જીવનનો અંધકાર છે. એથી કોઈ પાતકનું પ્રાયશ્ચિત્ત નથી થતું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org