________________
૭૬ રાગ અને વિરાગ
એથી તો ઊલટું જીવનમાં પાતકનો કર્દમ વધારે એકત્ર થાય છે. પાપનું સાચું પ્રાયશ્ચિત્ત તો જીવનને ધારણ કરીને પૂર્ણ સમભાવપૂર્વક તપ, ત્યાગ અને તિતિક્ષાને માર્ગે સંયમપૂર્ણ અત્મસાધના કરવી એ છે. રોગિષ્ટ અંગનું છેદન એ રોગમુક્તિનો સાચો ઇલાજ નથી. એથી તો દેહ અપંગ બને છે. એનો સાચો માર્ગ કષ્ટ સહીને પણ રોગને દૂર કરવાનો ઇલાજ કરવો એ જ છે. માટે વત્સ ! તજી દે આ આપઘાતનો આત્મવિનાશી માર્ગ અને સ્વીકારી લે સંયમનો આત્મકલ્યાણનો માર્ગ. ચારણશ્રમણ મુનિની વાણીએ મારા અંતરને જાણે આંચકો આપ્યો. જીવનને અકાળે સંકેલી લેવાની મારી મોહિનદ્રા ઊડી ગઈ.
અચલકુમા૨, કષ્ટો કે અંતસ્તાપથી કંટાળીને આપઘાત દ્વારા જીવનને નામશેષ કરી નાખવું એમાં ન શૂરાતન છે, ન સાર છે. સાચું શૂરાતન તો કોની સામે અડગ રહીને જીવનસંગ્રામ ખેલવામાં છે. જાણી-પેખીને મોતના મોંમાં જઈ પડનારનાં બારે વહાણ બૂડી જાય છે ! અને સંકટમાં જીવનને ટકાવી રાખનાર છેવટે ભદ્રને પામે છે. મહાનુભાવ, મારી કથા અહીં પૂરી થઈ. હવે આપઘાત કરવો કે આત્મસાધના કરવી, એ તારી પોતાની મરજીની વાત છે.
સહસ્રમન્ન અચલનો આત્મા જાગી ઊઠ્યો.
66
એની નિરાશા દૂર થઈ ગઈ.
એણે આત્મસાધનાનો સુભગ માર્ગ સ્વીકારી લીધો. સાચો સહસ્રમલ ! સાચો વીર !
*
Jain Education International
"1
For Private & Personal Use Only
www.jainelibrary.org