________________
૮૦Zરાગ અને વિરાગ કંઈ એક સ્થાને ખીલે બંધાઈને નથી રહેતું.. એ તો વિશ્વમાં ઠેર ઠેર વિધવિધરૂપે વ્યાપેલું પડ્યું છે.”
પણ રાજાજીને સંતોષ ન થયો. એમણે તો ફરી વાર સ્પષ્ટ પૂછ્યું : “એ તો બધું ઠીક. પણ ક્યો ધર્મ સાચો અને કયું દર્શન સાચું – એ મારા સવાલનો જવાબ આપે ન આપ્યો. મારે તો એનો ચોખ્ખો ઉત્તર જોઈએ
છે.”
સૂરિજી તો અનેકાન્તવાદનો અવતાર હતા.
મારો ધર્મ અને મારું દર્શન સારું.” એવો જવાબ આપવામાં એમને અનેકાંતવાદની ઉપેક્ષા થતી લાગી. અનેકાન્તવાદ તો સત્યમાત્રનો સ્વીકાર કરતો હતો.
રાજાના મનનું સમાધાન કરવા સૂરિજીએ પુરાણ કાળની એક કથા સંભળાવી. એ બોલ્યા,
“ રાજન્ ! સાંભળો ત્યારે એ કથા ” –
જૂના વખતમાં એક વ્યવહારિયો હતો – બધી વાતે સુખી.
એક વખત એ પોતાનો માર્ગ ચૂક્યો અને પોતાની સ્ત્રીને છોડીને રખાતના ફંદામાં ફસાઈ ગયો.
પેલીએ તો એને એવો વશ કરી લીધો કે એ પોતાની ધનદોલત બધી એની પાછળ ફના કરવા લાગ્યો.
પેલી બિચારી સાચી સ્ત્રી તો દુઃખી દુઃખી થઈ ગઈ. એક બાજુ પતિ પરાયો થયો એનું દુઃખ, બીજી બાજુ ધન ચાલ્યું ગયું એનું દુઃખ, ઘરમાં તો જાણે દરિદ્રતા રાસડા લેવા લાગી !
એ તો બાવરી બનીને ચારે કોર ફર્યા કરે છે, અને પોતાનો પતિ પોતાને ત્યાં પાછો કેવી રીતે આવે એના ઉપાયો મૂક્યા કરે છે. પણ બિચારીની કશી કારી ફાવતી નથી.
એ તો ધીરે ધીરે હતાશ બનતી જાય છે અને અહર્નિશ પોતાના દુર્ભાગ્યની નિંદા કર્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org