SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો ધર્મ ૭૯ ચડ્યું હોય એમ મહારાજ જયસિંહ નિદ્રામાં પડ્યા. સૂર્યોદય થયો. મહારાજ જયસિંહ જાગ્યા, પણ એમના મનમાંથી પેલા પ્રશ્નો દૂર થયા ન હતા – એ પ્રશ્રોએ જ જાણે એમના મનનો કબજો લઈ લીધો હતો. એ શોધતા હતા ? આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? એમને ચેન ન હતું. અને એમને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ સાંભર્યા એમને તરત જ તેડાવ્યા. આચાર્ય મહારાજની પાસે જયસિંહદેવે પોતાનો પ્રશ્ન રજૂ કર્યો : “ સૂરિવર, આટઆટલાં દર્શનો અને ધર્મો – એમાં ક્યું દર્શન સાચું અને ક્યો ધર્મ સાચો ? ' મૂરિજી સાંભળી રહ્યા. જયસિંહદેવે આગળ ચલાવ્યું : “ જેને પૂછો એ પોતાના ધર્મ કે દર્શનનાં વખાણ કરે અને બીજાના ધર્મદર્શનની નિંદા કરે ! આમાં તો સાચો માર્ગ કેમ કરી શોધી કાઢવો ? " સૂરિજી તો હજીય મૌન જ હતા. રાજાજીએ પોતાની અકળામણ રજૂ કરતાં કહ્યું, “આ તો સૂરિજી, મારું તેટલું સારું અને બીજું બધું નરસું ' એવો ઘાટ થયો છે. આમાં તો ધર્મનું તત્ત્વ પાતાળમાં સંતાઈ જતું હોય એવું લાગે છે. તત્ત્વવેત્તાઓની આ સાઠમારીમાં ભલો ભોળો પામર માનવી બિચારો શું કરે ? શું માને અને શું ન માને ? એને સાચો ધર્મ કેવી રીતે લાધે ?” હેમચાર્યજીએ સ્મિત કરી કહ્યું : “ રાજનું. એમાં આવું અકળાવું શા માટે ? માનવી પોતાનો વિવેક વાપરે તો માર્ગ આપમેળે મળ્યા વગર ન રહે ! અને એમાં જો એ સાઠમારીથી બચીને મધ્યસ્થ બને તો તો જ્યાં જ્યાં સાર હોય એને એ શોધી શકે અને ગ્રહણ પણ કરી શકે. સત્ય * ઘર્મચ તત્ત્વ નિહિત કુટીયામ્ | Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy