________________
૭૮ ઘરાગ અને વિરાગ થઈ જતું, અને પછી તો ધર્મ અને દર્શનનાં તત્ત્વોને માટે એવું તો વાગ્યુદ્ધ જામતું કે સાંભળનાર દિંગ થઈ જતા.
અને કેટલીક વાર તો આ વાદવિવાદ એવો ઉગ્ર થઈ જતો કે પરાજિત થયેલા પુરુષને માટે મોઢું બતાવવું ય મુશ્કેલ બની જતું.
પંડિતો, તત્ત્વજ્ઞો અને ધર્મગુરુઓની આવી સાઠમારીનું સ્મરણ થઈ આવતાં મહારાજ જયસિંહના મુખ ઉપર આછું સ્મિત ફરકી રહ્યું. એમને થયું : ભલે એ ધર્મસભા રહી, પણ ત્યાં બેસનારા ય છેવટે તો કાળા માથાના માનવી જ હતા ને ! એમને ય, રાજામહારાજો જેમ જ, પોતાના જય-પરાજયના વિચારો સતાવતા હતા. એમને ય દુનિયામાં મોટા થઈને ફરવાની અને નામના મેળવવાની એટલી જ લાલસા હતી.
વિચારમાળાનો મેર આવ્યો હોય એમ મહારાજનો વિચાર જરા બીજી દિશામાં ગતિ કરવા લાગ્યો.
તત્ત્વવેત્તાઓની સાઠમારીના સ્મરણનું સ્મિત એમના મુખ ઉપરથી અદૃશ્ય થયું અને ત્યાં ગંભીરતાની રેખાઓ અંકિત થઈ.
એમને થયું ? આટઆટલી તત્ત્વચર્ચા, આટઆટલું શાસ્ત્રશ્રવણ અને આટઆટલો ધર્મબોધ, છતાં મનપંખીડાને નિરાંતે બેસવા માટે ધર્મ કે દર્શનની એકે સાચી ડાળ ન લાધી !
આ તો જેમ જેમ વધુ ઊંડા ઊતરો અને જેમ જેમ વધુ સાંભળો – વિચારો તેમ તેમ અક્કલનો મૂંઝારો થતો હોય એવી સ્થિતિ થતી આવે છે અને હવે જો ઓસરતી જિંદગાનીએ પણ સત્યનું નવનીત ન લાધ્યું તો આ બધી મથામણ કેવળ મિથ્યા જ સમજવી.
મહારાજ વધારે ગંભીર બન્યા.
એમનું મન જાણે પોતાને જ પૂછતું હતું, કયો ધર્મ સાચો ? કયું દર્શન સાચું ? બધાય જ્યાં પોતાના ધર્મ અને દર્શનોની સચ્ચાઈની સરસાઈની વાતો કરતા હોય ત્યાં કોને સાચું માનવું ? જેને પૂછો એ એમ જ કહે છે, આ જ સાચું અને બીજું બધુ મિથ્યા. આ તે કેવી વિચિત્રતા !
પણ એનો જવાબ મળવો સહેલો ન હતો. એ વિચારની માળા ફરતી જ રહી અને જાણે એ વિચારનું ઘેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org