________________
૧૧૨ રાગ અને વિરાગ
પણ ભૂલ ન કરી બેસે એ માટે એ સદા ય જાગ્રત અને રાજકાજમાં જ ડૂબેલો રહેતો. છતાંય યૌવન અને રાજવૈભવની જ્વાળાઓ વચ્ચે જીવનની નિર્મળતાનાં કુમળા ફૂલનું જતન કરવું સહેલું ન હતું.
રાજમહેલના રંગભવનમાં હમેશાં રૂપયૌવનભરી ગુણિકાઓનાં ગાયન-નર્તન ચાલતાં રહેતાં. રાજકાજની અતિ ચિંતાના ભારથી થાકેલા રાજવી અને રાજપુરુષોનો એ વિસામો લેખાતો. એ માટે કંઈ કંઈ મોહક સ્વરકિન્નરીઓ અને માદક રૂપસુંદરીઓ આવતી અને પોતાના રૂપશણગાર અને હાવભાવની મદિરાથી સૌને બેહોશ અને બેહાલ બનાવી મૂકતી.
રાજાકર્ણનું અંતર સૂનું સૂનું હતું. જીવને નિરાંત મળે એવા સ્થાન સમાં માતા ઉદયમતી અને મહામંત્રી મુંજાલ પણ આજે એને પોતાનાં નહોતાં લાગતાં. અને એનું ભાગ્ય તો અપાર વૈભવવિલાસની સામગ્રી વચ્ચે રહેવાનું હતું. કામના અને વાસનાઓના આતશને અંતરમાં સમાવવો દિવસે દિવસે મુશ્કેલ બનતો જતો હતો. યૌવનકાળ કામક્ષુધાને ઉત્તેજિત કરતો હતો. જીવન જીવનસંગિનીને માટે ઝંખતું હતું.
એક દિવસ રાજવીની કામક્ષુધા અદમ્ય બની બેઠી. નૃત્ય-ગાન માટે રંગભવનમાં આવેલી એક રૂપલાવણ્યભરી ગુણિકા રાજવીના મનમાં વસી ગઈ. આજે રાજવીનું યૌવન સંયમના કોઈ સીમાડાને ગણકારવા તૈયાર ન હતું. તીવ્ર કામવાસના એના રોમરોમને સતાવી રહી હતી. એ ગુણિકાને રાજા કર્ણ પાસે હાજર થવાનો આદેશ મળ્યો.
એ વાત ગુપ્તચરો દ્વારા મહામંત્રી મુંજાલ પાસે તરત જ પહોંચી ગઈ હતી. પણ આમાં, જાણે પોતે સાવ લાચાર હોય એમ, એમણે કશું જ પગલું ન ભર્યું.
જાણકારોએ મન મનાવ્યું કે આવી બાબતમાં એ કરી પણ શું શકે ? ધણીનો ધણી કોણ ? અને તેમાં ય આ તો લાંબા કાળથી દબાઈ રહેલી કામવાસનાનો ઉછાળો ! એને કોણ રોકી શકે ? બંધ તોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org