________________
ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત L ૧૧૧ અને ક્યારેક નજર સામેનું સત્ય, કલ્પનાના મનમોહક મહેલને જમીનદોસ્ત કરી નાખે છે.
રાજમહેલનો શયનખંડ માદક ગંધથી ઊભરાતો હતો. ચોમેર શૃંગાર-સામગ્રી ઊભરાતી હતી. વિવિધ જાતનાં પુષ્પોથી ઢંકાયેલી શવ્યા તારેમઢ્યા આકાશ સમી સોહામણી લાગતી હતી. આખો ખંડ દીપમાળાઓથી ઝળાંઝળાં થઈ રહ્યો હતો. રાજા કર્ણના જીવનની આજે ધન્ય ઘડી હતી.
રાજા કર્ણદેવ અને રાણી મયણલદેવીની દર્શનપ્યાસી આંખોનું તારામૈત્રક રચાયું, અને સ્નેહતરસ્યાં હૈયાંના બે જીવ મળ્યા ન મળ્યા, * અને રાણ કર્ણના અંતરમાં વજનો કડાકો થયો ? આ કર્ણાટસુંદરી ! આવી નારી મારા હૃદયની સ્વામિની બનવા આવી છે ! ન રૂપ છે, ન ઊજળો વાન છે, ન શરીરમાં નમણાશ છે, પછી મનોહારી સૌંદર્યની તો આશા જ શી રાખવી ? શ્યામળો વાન અને કદ્રુપો ઘાટ – અરૂપતાનું નર્યું પોટલું જ ! રાજા કર્ણની પોતાની અર્ધાગિનીના સૌંદર્યની કલ્પનાનો પલકમાત્રમાં ભંગાર થઈ ગયો ! એને લાગ્યું કે પોતે બરાબર ઠગાયો
રોષ, હતાશા અને તિરસ્કારના આવેશમાં કર્ણ શયનખંડ તજીને ચાલતો થયો. એનું અંતર જાણે નંદવાઈ ગયું. એનું હૃદય-સિંહાસન સૂનું સૂનું થઈ ગયું.
મયણલદેવી હતુચેતન બનીને રાજા કર્ણની પીઠને નિહાળી રહી. મોહક પુષ્પશપ્યા અને માદક ભોગસામગ્રી સારહીન બની ગઈ ! શયનખંડના દીપો હતાશ રાણીના દુઃખના મૂક સાક્ષી બની રહ્યા ! મયણલ્લદેવીનું જીવતર અકારું બની ગયું.
સમાચાર જાણીને રાજમાતા અને મહામંત્રી મુંજાલ પણ દુઃખી દુઃખી થઈ ગયાં; પ્રજા પણ ભારે આંચકો અનુભવી રહી. દુભાયેલ રાજાનું મન કેવી રીતે બનાવવું એ કોઈને સમજાયું નહીં
અને રાજા કર્ણ તો ભોગ-વિલાસ તરફથી પોતાના ચિત્તને પાછું ફેરવી લીધું હતું. પોતાનું થનગનતું યૌવન અને સૌંદર્ય તરસ્યું મન કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org