________________
૧૧૦] રાગ અને વિરાગ
દૂરદૂરના બે દેશ લગ્ન જેવા મીઠા-મધુર સંબંધથી એકરૂપ બને, એવો યોગ કોઈને ય જતો કરવા જેવો ન લાગ્યો.
રાજા કર્ણ પણ છેવટે એક માનવી જ હતો. એનું નવયૌવન પણ નવવસંતના ઉલ્લાસ સમી અર્ધાગિનીને માટે ઝંખી રહ્યું હતું. એમાં ચિતારાની જાદુગરી, રાજમાતાની ઝંખના અને મહામંત્રી તેમજ પ્રજાજનોની ભાવના રાજાના અંતરને સ્પર્શી ગઈ.
કણટિકની રાજકુમારી ગૂર્જરભૂમિની રાજરાણી બનીને ગૂર્જરપતિની હૃદયેશ્વરીરૂપે ગૂર્જરપતિના અંતઃપુરને અજવાળવા આવી પહોંચી.
રાજ્યમાં અને પ્રજામાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો.
રાજા કર્ણના હૃદયમાં પોતાની હૃદયેશ્વરીના રૂપ અને સૌંદર્ય માટે કંઈ કંઈ કલ્પનાઓ જન્મી હતી. યુવાન રાજવી ચિતારાએ વર્ણવેલ એ રૂપનો વિચાર કરતો અને એને સ્વર્ગની અપ્સરા એનાથી ઊતરતી લાગતી. કેવું એ સૌંદર્ય હશે ! કેવાં એનાં કામણ હશે ! કેવી મનહર વાણી હશે ! કેવાં મોહન એનાં કટાક્ષ હશે ! એ યૌવનમત્ત રાજકમારી રૂપસૌંદર્યના માદક માધુર્યનો કેવો મહાસાગર હશે ! એના અંગેઅંગમાંથી માનવીને બેહોશ બનાવે એવો સૌંદર્યનો આસવ નીતરતો હશે – મયણલદેવીનો વિચાર આવતો અને રાજા કર્ણ જાણે કવિ બની જતો. એના રૂપ મધુની કલ્પનાનો જાણે એને કૅફ ચડતો.
રાજવીનું યૌવન પોતાની હૃદયેશ્વરીના યૌવનનું સ્વાગત કરવા થનગની રહ્યું. રાણી મયણલદેવીનું શરીર પ્રયમિલનનો પ્રથમ રોમાંચ અનુભવી રહ્યું. વાણી જાણે થંભી ગઈ; અંતરનો સ્નેહનાદ જાગી ઊઠ્યો.
કામદેવ અને રતિની શૃંગારવિલાસ-વાસના વાતાવરણમાં ચૂંટાઈ રહી. હવે તો કામદેવ અને રતિ એકરૂપ બને એટલી જ વાર ! અને પ્રિય મિલનની એ મોહક-ઉત્તેજક ઘડી પણ આવી પહોંચી.
પણ, કહે છે કે, પરમ આનંદની ઘડીનું આયુષ્ય લાંબું હોતું નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org