SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત ૧૧૩ ઢાળ તરફ વહી નીકળેલું પૂર રોકવું રોકી શકાય એમ ન હતું. યૌવનને યૌવનનો નેહઘેલો સાદ પહોંચી ચૂક્યો હતો. તે રીતે જાણે કામદેવ અને રતિનો વિયોગ દૂર થયો. રાજા કર્ણને એ રાત અપૂર્વ સુખભરી લાગી. આકાશનો સ્વામી ઊગે અને ધરતીના સરોવરનું કમળ ન ખીલે એવું ન બને ! દિવસ ઊગ્યો; રાત્રિનો અંધકાર દૂર થવા લાગ્યો; સૂર્યદિવના પ્રકાશથી ધરતી જાણે સોનેરસી બનવા લાગી. રાજા કર્ણ જાગ્યો. સાથે સાથે એના અંતરની સંસ્કારિતા. પણ જાગી ઊઠી. કામવાસનાનો આવેગ હવે શમી ગયો હતો. ભોગ-વિલાસના આવેશનું ઝેર ઊતરી ગયું હતું. એનું અંતર હવે તો જાણે એક જ પોકાર પાડી રહ્યું હતું : મેં, ગૂર્જર પ્રજાના પાલકે આ શું કર્યું ? મારા કુળને મેં લાંછન લગાવ્યું ? આવું પાપી-કલંકિત જીવન જીવવા કરતાં તો મરણ જ સારું ! મેં મારા સંસ્કારોને, મારા ઈષ્ટદેવને અને મારા ધર્મને દગો દીધો, રાજા પોતે જ જો પાપી બને તો પ્રજાના પાપનો દોષ કેવી રીતે કાઢી શકાય ? અને એને સજા પણ કેવી રીતે કરી શકાય ? સર્યું આવા જીવનથી ! દોષનો ભાર અંતરમાં અસહ્ય બની ગયો અને રાજા કર્ણદવે ભરસભામાં પોતાના પાપનો એકરાર કરીને ધર્મગુરુઓ પાસે એનું પ્રાયશ્ચિત્ત માગ્યું ! વેશ્યા નારીના સંગનું પ્રાયશ્ચિત્ત ધર્મશાસ્ત્રોમાં ભારે આકરું કહેવામાં આવ્યું છે : પિત્તળની ધગધગતી પૂતળીને ભેટીને આ દેહને પ્રજાળી નાખવામાં આવે તો જ આવા મહાપાપના ભારથી મુક્ત થઈ શકાય. પણ રાજા કર્ણને તો પોતના મહાદોષનો ભાર એવો અસહ્ય થઈ પડ્યો હતો કે આવી શિક્ષા માટે પણ તૈયાર થઈ ગયો ! વાત સાંભળીને પ્રજામાં હાહાકાર વ્યાપી ગયો ! આવા કાબેલ અને પ્રજાવત્સલ રાજવીને આવી ઊછરતી ઉંમરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy