________________
૧૧૪ Dરાગ અને વિરાગ
આવા કારમા કમોતના મુખમાં કેવી રીતે જવા દેવાય ? પણ એને અટકાવે પણ કોણ ? કંઈક માર્ગ શોધવા બધાએ મહામંત્રી મુંજાલને વિનંતી કરી.
મુંજાલ મંત્રીએ આ વાતનો નિકાલ બીજા દિવસે રાજસભામાં કરવાનું કહ્યું. નગરજનો ભારે ઉત્સુકતા અનુભવી રહ્યાં.
:
બીજે દિવસે રાજસભામાં તલપૂર જગ્યા ખાલી ન હતી. ચોમેર ગંભીરતા છવાઈ હતી. શું બનશે, એથી સૌનાં દિલ ચિંતિત હતાં. કંઈ પણ ન બનવા જોગું ન બની જાય એની સૌ પ્રાર્થના કરતાં હતાં. મહામંત્રી મુંજાલે ગંભીર સ્વરે કહ્યું “ ગરવી ગૂર્જરભૂમિના પવિત્ર સિંહાસનના સ્વામી આવા ગુણિયલ, આવા પાપીભીરુ અને પાપના પ્રાયશ્ચિત્ત માટે આવા અધીરા હોય એ આ ભૂમિનું અને આપણું અહોભાગ્ય છે, ગૌ૨વ છે; આમાં રાજા અને પ્રજા બંનેનું કલ્યાણ છે. સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : મહામંત્રી અત્યારે આ શું કહેતા હતા ?
મહામંત્રીએ વાત પૂરી કરતાં કહ્યું : પણ મહારાજ, આપે જે નારીનો સંગ કર્યો તે ગુણિકા નહીં પણ મહારાણી મયણાદેવી પોતે જ હતાં, તેથી આપને માથે પરનારીના સંગના પાપનો કોઈ ભાર ચડ્યો નથી. એટલે પછી આપને કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત્ત લેવાનું રહેતું જ નથી ! ”
44
**
એ જ ક્ષણે રાણી મયણાદેવીએ રાત્રે રાજા કર્ણ પાસેથી ભેટ મેળવેલી મુદ્રિકા રાજાજીના ચરણે ધરી દીધી.
રાજસભા ભારે શાતા અનુભવી રહી. મહામંત્રીનું મહામંત્રીપદ વધુ યશસ્વી બન્યું.
Jain Education International
તે દિવસે રાજા કર્ણદેવના મયણલ્લદેવી સાથેના સુખી દામ્પત્યનો જન્મ થયો !
For Private & Personal Use Only
www.jainelibrary.org