________________
ડ
સહસ્ત્રલિંગનું તર્પણ
મૂછનો દોરો તો હજુ ફૂટું ફૂટું થઈ રહ્યો હતો, પણ રોમરોમમાં સાહસ, શૂરાતન અને પરાક્રમની તેજરેખાઓ ચમકારા કરવા લાગી હતી. યૌવનને ઉંબરે ઊભેલા પુરુષનું પુરુષાતન જાણે આભ-પાતાળ એક કરવા તલસી રહ્યું હતું. ગૂર્જર સામ્રાજ્યના યુવરાજ જયસિંહને કોઈ ભય સતાવી શકતો ન હતો; કોઈની શેહ-શરમ પાછો પાડી શકતી ન હતી; કોઈનું તેજ આંજી શકતું ન હતું. જાણે એ સિંહનું શૂરાતન અને સૂરજનું તેજ લઈને જન્મ્યો હતો, અને ધાર્યો વિજય મેળવવાનું બળ એના અંગ અંગમાં ઊભરાતું હતું.
રાજમાતા મયણલદેવી યૌવનથી તરવરતા પોતાના પુત્રને જોતાં અને એમનું અંતર આનંદથી ઊભરાઈ જતું. શુક્લ પક્ષના ચંદ્રની જેમ, રાજકુમાર જયસિંહનું તેજ, બળ અને પરાક્રમ વિકસતું જોઈને રાજમાતા પોતાના જીવનને ધન્ય માનતાં, પોતાના દુઃખના દિવસોને જાણે મધુર
સ્મૃતિરૂપે માણતાં અને પોતાના ઈષ્ટદેવનો પાડ માનતાં : ધન્ય પ્રભુ ! ધન્ય ! ભલી કરી કરુણા આ દાસી ઉપર ! ગૂર્જરપતિનું સિંહાસન હવે થોડા જ વખતમાં સમર્થ સમ્રાટના હાથમાં સોંપી શકાશે અને પોતાનો કર્તવ્યભાર હળવો થશે, એ વિચારથી મયણલદેવી ભારે આહ્વાદ અને શાતા અનુભવી રહેતાં, કુમાર જયસિંહના આવા ઉછેર અને વિકાસમાં એમને પોતાનું માતૃપદ કૃતાર્થ થયું લાગતું !
ગૂર્જરપતિ મહારાજ કદિવ સોલંકી કૈલાસવાસી થયા ત્યારે રાજકુમાર જયસિંહની ઉંમર ભાગ્યે જ એક દસકો વટાવી શકી હતી અને ગૂર્જર સામ્રાજ્યના વિરોધીઓ તો રાજ્યની સામે માથું ઊંચકવાનું અને, આકડેથી મધ ઉતારી લેવાની જેમ, પોતાનો સ્વાર્થ સહેલાઈથી સાધી શકાય એવી તકની કાગના ડોળે રાહ જોતા હતા. પળવાર તો સૌને લાગ્યું કે, આ ગૂર્જર સામ્રાજ્ય પડ્યું કે પડશે ! પણ ગૂર્જર સામ્રાજ્યના પાયામાં તો મૂળરાજ સોલંકી જેવા પુરુષની રાજભક્તિ અને પ્રજાભક્તિનું ગજવેલ નંખાયેલું હતું. શાણાં અને ચતુર રાજમાતા, શાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org