________________
શ્રમણોપાસક લલ્લિગ H૪૯ } અને એક દિવસ લલિગે એ મહામૂલું રત્ન લાવીને ગુરુ મહારાજની સેવામાં ધરી દીધું એથી ઉપાશ્રયનો ખૂણો, દીપકના પ્રકાશની જેમ, ઝળહળી ઊઠ્યો અને એ પ્રકાશમાં હરિભદ્રસૂરિજીનું શાસ્ત્રરચનાનું કામ વેગપૂર્વક ચાલવા લાગ્યું.
લલ્લિગને પોતાનું જીવન કૃતાર્થ થયું લાગ્યું.
બહુમૂલા રત્નની જેમ લલિગની ભાવનાનો પ્રકાશ સર્વત્ર પ્રસરી રહ્યો. લલિગની ભાવનાને લોકો પ્રશંસી રહ્યા.
આચાર્ય હરિભદ્રસૂરિની ધમદશના જાણે સૂતેલા આત્માઓને ઢંઢોળીને જાગૃત કરતી હતી. એમની શાસ્ત્રવાણી કંઈક સંતપ્ત આત્માને શાંતિનો માર્ગ બતાવતી, સમભાવને માર્ગે પ્રેરતી અને ધર્મકાર્યો કરવાની ઊર્મિ જગાવતી.
- લલિગની ભાવનામાં તો ઉત્તરોઉત્તર ભરતી જ આવતી રહી હતી. એ તો એટલું જ વિચારતો હતો કે આ સંજોગો અને આ સંપત્તિ મળી છે, તો એનો જેટલો લહાવો લેવાય એટલો લઈ લેવો. આવો ધર્મ આવો સદ્ગુરુનો સંજોગ વારેવારે મળતો નથી.
એક વેળા સૂરિજી પાસેથી એણે આતિથ્યનો મહિમા સાંભળ્યો, અને એનું મન એ માર્ગે દોડવા લાગ્યું.
ધીરે ધીરે એનું રસોડું પહોળું થતું ગયું. અને જેટલા વધુ અતિથિ આવે એટલો એને વધુ આનંદ થવા લાગ્યો. સંપત્તિ તો હતી જ, એમાં ભાવનાનો વેગ ભળ્યો, પછી તો શી વાતની ખામી રહે ?
પણ હવે તો આટલા અતિથિ પણ લલિગને સંતોષ ન થતો. એનું મન તો વધુ ને વધુ માટે ઝંખ્યા કરતું. અતિથિ તો આંગણે પધારેલા દેવ !
એક વેળા એને થયું ? ભોજન વેળાએ આપણે જમીએ અને ગામનું કોઈ પણ માનવી ભોજન વગર રહે. તો એનો દોષ આપણે શિરે આવે. ગુરુ મહારાજે સમજાવ્યા પ્રમાણે તો છતી શક્તિએ કામ ન કરવાથી, આપણને વયતિચાર જ લાગે ને ? .
અને એણે ભોજન વેળાએ ગામના અને પરગામથી આવતા સૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org