SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] રાગ અને વિરાગ કોઈ અતિથિઓ-અભ્યાગતો અને સાધુ સંતો માટે પોતાના ઘરનાં દ્વાર ઉઘાડાં મૂકી દીધાં. જે કોઈ આવે તે એને ત્યાં આહાર અને આદર પામવા લાગ્યા. પણ પછી તો આ પણ એને ઓછું લાગ્યું હોય એમ ભોજનવેળાએ દાંડી પીટવામાં આવતી; અને સૌ કોઈને ભોજનને માટે આમંત્રવામાં આવતા. ગામને પાદરથી કોઈ પણ અતિથિ ભૂખ્યો ન જાય એ શ્રમણોપાસક લલ્લિગનું જીવનવ્રત બની ગયું. પોતાના ગુરુ ગોચરી પામે અને બીજા કોઈ ભૂખ્યા રહે તો એ બરાબર ન લેખાય. ગુરુનો ઉપદેશ એના અંતરમાં સોળેકળાએ ખીલી ઊઠ્યો. હવે તો લલ્લિંગના મકાને, ભોજનવેળાએ દરરોજ સેંકડો માનવીઓ ભેગાં થવા લાગ્યાં. ભારે ભીડ ત્યાં જામવા લાગી. પણ જ્યાં મનમાં ભીડ ન હતી ત્યાં આ ભીડની શી ચિંતા ? ઊલટું એ તો હર્ષનું સાધન બની રહેતી. આમ ધીરે ધીરે લલ્લિગનું આંગણું જાણે અતિથિગૃહ જ બની ગયું. સૌને ત્યાં સમભાવે, આદરમાન સાથે, ભોજન મળતું. 46 ભોજન કરીને તૃપ્ત થયેલા માણસો લલ્લિગને દુવા દેતા, તો લલ્લિગ નમ્રતાપૂર્વક કહેતો કે આ બધો પ્રતાપ ગુરુની કૃપાનો અને એમના ધર્મબોધનો છે. ગુરુનો મારા ઉપર આ મોટો ઉપકાર છે. અને જમનારાઓ સંતુષ્ટ થઈને ગુરુ હિરભદ્રની પાસે જઈને “ ઘણું જીવો ભવવિરહસૂરિ એવો જયજયકાર ઉચ્ચારતા. .. જવાબમાં સૂરિજી પણ એવો આશીર્વાદ આપતા. Jain Education International 5 19 તમને ભવિરહનો લાભ થાઓ ! ! ' ભાવિક લલિગનાં નેત્રો આ દૃશ્ય જોઈને આંસુભીનાં બનતાં. એને પોતાનું જીવન અને ધન કૃતકૃત્ય થયું લાગતું ! સૌ કોઈ લલિગના આ ધર્મપ્રેમને અને આદર્શ આતિથ્યને પ્રશંસી રહેતાં, નમન કરતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy