________________
મહાકવિ ધનપાલ ] ૧૬૯
મહાકાલના મંદિરમાં મોટો યજ્ઞ મંડાયો હતો. ધર્મશાસ્ત્રનું અખંડ પારાયણ ચાલી રહ્યું હતું, અને યજ્ઞમાં હોમવા માટે ત્યાં ઘણાં પશુ એકત્ર કરવામાં આવ્યાં હતાં.
રાજા ભોજ અને કવિ ધનપાલ યજ્ઞના દર્શને ગયા.
"
ધર્મને નામે થનાર પશુવધના વિચારથી કવિનું અંતર કમકમી ઊઠ્યું. એમનું હૈયું વલોવાવા લાગ્યુંઃ ધર્મના નામે આવો અધર્મ ! છેવટે તો એ કવિ ! એમનાથી ચૂપ ન રહેવાયું. એમણે રાજા ભોજને કહ્યું : “ રાજન્ ! જરા જુઓ તો ખરા ! આ નિર્દોષ પશુઓ કેવું દીન આક્રંદ કરી રહ્યાં છે ! એને હોમીને આપણે સ્વર્ગ મેળવવું છે ! કેવું એ સ્વર્ગ અને કેવો આ યજ્ઞ ! જાણે વૃક્ષને મૂળમાંથી કાપીને આપણે એની છાયા અને એનાં મીઠાં ફળનો ઉપભોગ કરવા માગીએ છીએ ! આ તે ક્યાંનો ન્યાય ? અને આમાં રાજશાસનની શોભા પણ શી ? અને કહે છે કે, જે પશુને યજ્ઞમાં હોમવામાં આવે છે એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે ! ભલા, આ તે કેવી ભયંકર આત્મવંચના ! દયાભીના અંતરને કઠોર બનાવનારી આ કેવી વિચિત્ર અંધશ્રદ્ધા ! રાજન્ ! કંઈક તો વિચાર કરો ! કંઈક તો ન્યાય તોળો ! "
રાજા ભોજ વિચારમગ્ન થઈને સાંભળી રહ્યા. એક બાજુ પોતાના માનેલા ધર્મની, ધર્મશાસ્ત્રની અને ધર્માચરણની વાત હતી; બીજુ બાજુ પોતાના કવિ-મિત્રની અંતરને સ્પર્શી જાય એવી ન્યાયની વાત હતી. આમાં શું સાચું ? રાજા ભારે વિમાસણ અનુભવી રહ્યો.
ધનપાલનો આત્મા કકળી ઊઠ્યો હતો. આજે એનાથી ચૂપ રહેવાય એવું ન હતું. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું : રાજન્ ! જરા આ ગરીબડાં પશુઓનાં અંતરની વેદના તો વાંચો ! હું તો એમનાં અંતરની વેદના બરાબર વાંચી શકું છું. એ જાણે એમ કહી રહ્યાં છે ઃ · અરે ઓ ક્રૂર માનવીઓ, અમારો વધ કરીને તમારે તમારા આકાશી દેવને રાજી કરવા છે ? અમારું આ દુનિયાનું સુખ હરી લઈને તમારે સ્વર્ગનાં સુખ હાંસલ કરવાં છે ? તમારો એ દેવ તે દેવ છે કે દાનવ, જે પશુઓના માંસનો ભૂખ્યો અને એમના રુધિરનો તરસ્યો છે ? અને તમે એમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org