________________
૧૬૮ | રાગ અને વિરાગ
મુનિ શોભનના મનોરથ સફળ થયા. એમનું અંતર અપૂર્વ આલાદ અનુભવી રહ્યું.
. તે દિવસે અહિંસાધર્મનો વધુ વિજય થયો.
ત્યારે વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી.
અવંતિપતિ અને રસોના સ્વામી મહારાજ મુંજની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી, અને ધારાનગરીનું સિંહાસન મહારાજા ભોજ શોભાવી રહ્યા હતા.
અવંતિ દેશ તે કાળે સાહિત્ય, સંગીત અને કળાનું ધામ લેખાતો. એની વિદ્યાભક્તિ પણ ખૂબ પંકાતી હતી. ધારાનગરીની રાજસભામાં કવિઓનું, વિદ્વાનોનું અને કળાકારોનું સદા બહુમાન થતું.
રાજા ભોજ પણ ભારે કાવ્યવિનોદી અને વિદ્યાપ્રેમી રાજા હતો. કવિ ધનપાલ તેનો બાળગોઠિયો હતો. મીઠાબોલા અને વિદ્યાના રસિયા તેમ જ કાવ્યકળામાં કુશળ ધનપાલ ઉપર મહારાજ મુંજને પણ ખૂબ હેત હતું. એ હેતે કુમાર ભોજને ધનપાલ તરફ આકર્મો હતો. અને છેવટે એક રાજા અને એક કવિ – રાજા ભોજ અને કવિ ધનપાલ – બાળપણથી જ મૈત્રીની ગાંઠ બંધાઈ ગયા હતા.
' રાજા સાથેની મૈત્રી નભાવવી અને સાથે સાથે મહાકવિ તરીકેની પોતાની ખુમારીને ટકાવી રાખવી, એ ભારે મુશ્કેલ કામ હતું. પણ ધનલોભ કે રાજભયને લીધે એ ખુમારીમાં કશી ખામી ન આવે એ માટે ધનપાલ હંમેશાં જાગૃત રહેતા. અને પોતાના અહિંસાધર્મની છાપ રાજાના અંતર ઉપર પડે એવો પ્રયત્ન કરવાનું એ કદી ન ચૂકતા, અને વખત આવ્યે કડવું સત્ય ઉચ્ચારવામાં પણ પાછા ન પડતા.
આમ રાજા ભોજની વિદ્યાપ્રીતિ અને કવિ ધનપાલની હૃદયસ્પર્શી રસઝરતી કવિતાને લીધે એ મૈત્રી અતૂટ રહેતી. એ કવિતાને તો ધનપાલને “સિદ્ધ સારસ્વત નું ગૌરવશાળી બિરુદ અપાવ્યું હતું.
પણ ક્યારેક એ મૈત્રી પણ કસોટીએ ચડી જતી. એક દિવસની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org