________________
મહાકવિ ધનપાલ [૧૬૭
ધનપાલની અંતરના સાદને વફાદાર રહેવાની શક્તિની પણ આજે કસોટી થઈ.
ત્રણે જીવ જાણે પોતપોતાની ભાવનામાં વિજયી થયા.
એ વાતને થોડાંક વર્ષ વીતી ગયાં.
મુનિ શોભન તો શ્રમણધર્મના પાલનમાં અને ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં એકાગ્ર બનીને પોતાની જાતને અને ઊંઘ કે આરામને ય ભૂલી ગયા હતા. એ તો સદાકાળ જાગ્રત રહેતા અને પોતાની જીવનસાધનાને વધુ ને વધુ સતેજ કરતા.
વખત પાકે અને પંખીને પાંખો આવે, અને ત્યારે એને આભમાં ઊંચે ઊંચે ઊડવાનું મન થયા વગર ન રહે. મૂનિ શોભને પણ જાણે જ્ઞાન અને આચારની બે પાંખો મેળવી લીધી હતી અને હવે એમને અહિંસાધર્મના પ્રસારના કંઈ કંઈ મનોરથ જાગવા લાગ્યા હતા.
એક વાર એમને થયું કે મેં તો અહિંસાધર્મના સાધક બનીને મારું જીવન સફળ કર્યું, પણ મારા મોટા ભાઈને એ તરફ દોરું તો જ મારો ધર્મ અને મારું જ્ઞાન સફળ થયાં લેખાય. ગુરુની આજ્ઞા લઈને એમણે ધારાનગરી તરફ વિહાર કર્યો.
મુનિ શોભન અને કવિ ધનપાલ – એક શ્રમણ અને એક બ્રાહ્મણ – બંને ભાઈ ખૂબ હેતપ્રીતથી મળ્યા અને બંનેએ મોકળે મને ધર્મચર્ચા કરી. | મુનિ શોભનની સરળતા, સાધુતા, સત્યપરાયણતા, અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવના કવિ ધનપાલના અંતર ઉપર જાણે કામણ કરી ગઈ. સત્યના સાચા આગ્રહીને જાણે જીવનનું અને ધર્મનું નવું સત્ય લાધી ગયું.
એ જ કવિ ધનપાલ, એ જ એની વિદ્વત્તા અને એ જ એનો પોતાના ધર્મ માટેનો આગ્રહ, પણ આજે કવિના અંતરનો રંગ પલટાઈ ગયો હતો.
સત્યનો સ્વીકાર કરીને એણે તીર્થકરોના અહિંસાધર્મનો સ્વીકાર કર્યો અને પોતાના બ્રાહ્મણધર્મને વધુ ઉજ્જવળ બનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org