________________
૧૬૬ રાગ અને વિરાગ
પોતાની પ્રતિજ્ઞાનો ભંગ એને પ્રાણભંગ જેવો વસમો લાગતો હતો. પ્રાણ રહે કે ન રહે, પ્રતિજ્ઞા તો રહેવી જ જોઈએ. આ તો વિપ્રનું વચન ! એણે ધનપાલને સમજાવવા પ્રયત્ન કર્યો : વત્સ ! તો પછી મારા વચનનું શું ? હું તો મારી પુત્રસંપત્તિમાંથી અર્ધી શ્રમણધર્મને અર્પણ ક૨વાના વચનથી બંધાઈ ચૂક્યો છું, અને એનું પાલન કરવાની ઘડી આજે પાકી ગઈ છે. '
""
46
ધનપાલે તરત જ જવાબ આપ્યો : પિતાજી ! આ તો પ્રાણ આપવા કરતાં ય વધારે વસમી વાત છે. કયો શાણો અને સ્વમાની માણસ પોતાના ધર્મનો ત્યાગ કરવા તૈયાર થાય ? તેમાં ય આપણે તો રહ્યા બ્રાહ્મણ ! બ્રાહ્મણધર્મ તો આપણો પ્રાણ; અને યજ્ઞયાગાદિ ક્રિયાકાંડ અને વેદવિદ્યા એ આપણું જીવન અને આપણું સર્વસ્વ ! એનો ત્યાગ કેમ કરી શકાય ? કહો તો મારો પ્રાણ આપું, પણ પરધર્મનો સ્વીકાર હું નહીં કરી શકું. મને ક્ષમા કરો !
વિપ્ર સર્વદેવની વાચા જાણે હરાઈ ગઈ.
ધનપાલ પોતાની વાતમાં દૃઢ રહ્યો, પણ એ દૃઢતાનું મૂલ્ય આંકનાર ત્યારે ત્યાં કોઈ ન હતું. કડવું સત્ય બોલ્યાની અને આચર્યાની કડવાશ એના અંતરમાં પણ વ્યાપી ગઈ હતી. એને પણ આવા કઠોર બનવું રુચતું ન હતું, પણ લાચાર બની ગયો હતો.
પણ નાના ભાઈ શોભને રંગ રાખ્યો ઃ એણે જરા પણ અણગમો કે ક્ષોભ દાખવ્યા વગર પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો, અને નાની ઉંમરમાં જ શ્રમણધર્મ અંગીકાર કરીને જૈન મુનિનો વેશ ધારણ કરી લીધો. અહિંસાધર્મના પૂર્ણ પાલનને માર્ગે એણે પોતાના જીવનને વાળી દીધું.
ધનપાલની જેમ સ્વધર્મના ત્યાગની વાત શોભનને અકારી ન લાગી. એને મન પિતૃઆજ્ઞાનું પાલન એ જ પરમધર્મ અને જીવનસર્વસ્વ બની ગયું હતું.
પિતાની આજ્ઞાનું પાલન કરીને શોભન કૃતકૃત્ય થયો. પોતાના વચનનું પાલન થવાથી સર્વદેવ સંતુષ્ટ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org