________________
૧૪૮ ] રાગ અને વિરાગ એ દાસી. ભૂપલા એનું નામ. એના અંતરને પણ આ ભાવના સ્પર્શી ગઈ. એનું અંતર પ્રભુભક્તિની ભાવનાથી ઊભરાઈ ગયું. એને થયું, હું ગરીબ. આજે આ મહાપ્રભુને ચરણે શું ભેટ ધરું ? અને મારા પામર જીવનને કેવી રીતે કૃતાર્થ કરું ?
પળવાર એ વિચારી રહી, અને પછી માનવમેદની વચ્ચેથી માર્ગ કરતી આગળ આવીને યુગાદિદેવની સામે કર જોડી નત મસ્તકે ખડી
રહી.
ક્ષણ વાર એણે મન ભરીને પ્રભુને નીરખી લીધા, અને પછી પોતાના જીવનના સર્વસ્વ સમો બહુમૂલો હાર પોતાના કંઠમાંથી કાઢીને પ્રભુને ચરણે ધરી દીધો.
ફરી એણે પ્રભુનાં દર્શન કર્યા અને એ પાછી ફરીને મેદનીમાં સમાઈ ગઈ. - દાસી ભૂપલાની ભાવના તે દિવસે અમૂલ્ય બની ગઈ, અમર થઈ ગઈ !
સૌ એ નારીની ભાવના, ભક્તિ અને સમર્પણવૃત્તિને અભિનંદી રહ્યાં, અભિનંદી રહ્યાં !
બીજે દિવસે ગિરિરાજ પર ઇદ્રોત્સવ ઊજવવાનો હતો. જે ભક્તજન પ્રભુચરણે વધુ દ્રવ્યનું સમર્પણ કરે એના કંઠમાં ઈદ્રમાળા આરોપણ કરવાની હતી – પછી એ રાજા હોય કે રંક !
દેવમંદિરનો આખો મંડપ મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ, એમનાં સ્વજનો, ધર્માચાર્યો, શ્રેષ્ઠીઓ અને યાત્રીઓથી ભરાઈ ગયો
હતો.
ઇન્દ્રોત્સવની પુષ્પમાળા લઈને મંદિરના અધિકારી ત્યાં ખડા હતા. જીવનની કૃતાર્થતાની એંધાણી સમી .ળાનાં મૂલ થઈ શકે એમ ન હતાં.
અધિકારીએ ઈન્દ્રમાળા પહેરવાની બોલી શરૂ કરી. કોઈએ હજાર દ્રમ્ય કહ્યા, કોઈએ દસ હજાર તો કોઈએ પચાસ હજાર ! જોતજોતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org