SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬Dરાગ અને વિરાગ સુધ્ધાં આવતો ન હતો. ભાવિના બળે એક વખત એવું બન્યું કે અનાથીજી દાહવરની બીમારીમાં સપડાઈ ગયા. કમળનો કુમળો વેલો મદોન્મત્ત હાથીના સપાટામાં જે રીતે પિલાય તે રીતે તેમનું શરીર દાહજ્વરની પીડામાં શેકાવા લાગ્યું. જાતે રાજકુમાર એટલે ઔષધ-ઉપચાર અને સેવા-સુશ્રષામાં તો શી ખામી હોય ? મહારાજા મહિપાળે અનેક વૈદ્યોને તેડાવ્યા અને મંત્ર-તંત્રવાદીઓ પાસે પણ પ્રયોગ કરાવ્યા. પણ કોઈ પણ ઉપાય સફળ ન થયો. ઊલટું, એનાથી તો, રાજકુમારનો રોગ વધુ ને વધુ અસહ્ય અને અસાધ્ય થતો ગયો. પુત્રવત્સલ પિતા પોતાના પુત્રને બચાવવા માટે બધું જ કરી છૂટવા તૈયાર હતા. પોતાના સર્વસ્વના ભોગે, અરે, પોતાના દેહના ભોગે પણ જો પોતાનો પુત્ર સાજો થઈ શકતો હોય તો તે માટે પણ તેઓ તૈયાર હતા. બીજા સ્નેહી-સંબંધીઓ પણ ખડે પગે ઊભા હતા. પણ રાજકુમારે જોયું કે, આટઆટલા સ્વજનો અને સ્નેહીઓ છતાં, પોતાની હાલત એક નિઃસહાય માનવી કરતાં જરા ય સારી ન હતી ! તેણે જોયું કે, આટલા બધા સ્નેહીઓ અને સમૃદ્ધિ છતાં, પોતાને સહાય કરી શકે એવું કોઈ ન હતું ! અને આ વિચારે, એમના મનને દુઃખમાંથી ઉદ્દભવતા વૈરાગ્ય તરફ વાળી દીધું ! એમને બધાં સ્નેહીઓ અને વૈભવ-વિલાસ તુચ્છ લાગવા લાગ્યાં. બહારની કોઈ પણ સામગ્રીથી માનવી સાચો સનાથ નથી થઈ શકતો, એનું એમને ભાન થયું. અને પરિણામે એમણે જો પોતે સાજા થાય તો, સંસારનો ત્યાગ કરી આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. અને. ભાગ્ય અને ભવિતવ્યતાને બળે, એમનો રોગ નષ્ટ થઈ ગયો. એટલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે, પોતાના સ્વજનોને સમજાવી, એમણે સાધુતાનો ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો. અને પોતાની અનાથ જેવી સ્થિતિ ટાળવા માટે, પોતાના સુપ્ત આત્માને જાગ્રત કરી તે સાચા સનાથ બન્યા – જેનો આત્મા જાગી ઊઠે તે સદાય સનાથ ! શાસ્ત્રો કહે છે, કે આત્મસાધનાની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ દશારૂપ સિદ્ધપદને વર્યા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy