SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાનો ભેરુL૬૧ પસાર થવા લાગ્યા, પણ પારણાનો દિવસ ન આવ્યો. જોષીઓનાં ટીપણાંઓએ તો કહ્યું કે વરસાદની ત્ર8તુ બેસી ગઈ, પણ આકાશમાં ક્યાંય એના આગમનનાં એંધાણ ન દેખાણાં. ના આકાશમાં વાદળ જામે છે, ન વીજળી ઝબૂકે છે, ન મેઘગર્જના થાય છે; તો પછી મેઘધનુષ તો રચાય જ શી રીતે ? વધુ દિવસો પસાર થયા, છતાં આકાશ તો ખાલી ને ખાલી જ રહ્યું. જ્યારે ગગનમંડળમાંથી શીતળ જલધારાઓ વરસવી જોઈએ, ત્યારે એમાંથી સૂર્યનાં ઊનાં ઊનાં કિરણોની તેજવાલાઓ વરસી રહી ! ધરતી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહી; માનવી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ઊઠ્યો; પશુ-પંખી ત્રાહ્ય ત્રાહ્ય કરી રહ્યાં : સર્વત્ર ત્રાસનું વાતાવરણ સરજાઈ ગયું ! અને પછી તો ધરતીની કાયામાં ચીરાઓ પડી ગયા. નદી-નવાણ સુકાઈ ગયાં. ગૌચરમાં ધૂળ અને કાંકરા ઊડવા લાગ્યાં. જળચરોનો તો બિચારાંનો સોથ વળી ગયો. પંખીઓ પણ જીવ બચાવવા પરભોમ તરફ ઊડવા લાગ્યાં, અને ઢોરઢાંખરને પણ ઘાસ-ચારો દોહ્યલો બની ગયો, તો ય આકાશી દેવના અંતરમાં કરુણાનાં જળ ન ઊભરાણાં તે ન જ ઊભરાણાં ! આશામાં ને આશામાં બીજો એકાદ મહિનો વીત્યો; તો પણ ધરતીમાતાના તપના પારણાનો દિવસ ન ઊગ્યો; આકાશ કોરું ને કોરું જ રહ્યું ! ત્યાં તો ચોમાસાના ધોરી મહિના શ્રાવણ અને ભાદરવો ય પોતાની પાંખો સંકેલીને ચાલ્યા ગયા. તો ય આકાશમાં પાણી ન દેખાયું. માનવીએ વરસાદની આશા છોડી દીધી; ધરતીના પારણાના દિવસો આવા ઠેલાયા. બીજાં માનવીઓ તો બે પૈસા વધારે ખરચીને અને ગમે ત્યાંથી અનાજ લાવીને ય વસમા દિવસો વિતાવી દેશે; પણ ધરતીમાતાના પહેલા પુત્ર ખેડૂતનું શું ? એનું ભાગ્ય તો ધરતીના ભાગ્ય સાથે જ જડાયું હતું; ધરતી રીઝે તો એ રીઝે ; ધરતી કરમાય તો એ કરમાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy