SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પરાગ અને વિરાગ એ તો ધરતીનો સાચો બાળ ! અને ધરતી રીઝે કે ન રીઝે તો ય એને પોતાના, પોતાના કુટુમ્બના અને પોતાનાં પ્રાણપ્યારાં પશુઓના પેટનો ખાડો તો પૂરવાનો જ હતો. પણ એ કેવી રીતે પુરાય ? એક એક દિવસ જ્યાં વસમો થઈ પડ્યો ત્યાં સાવ નોધારા બાર મહિના કેવી રીતે પૂરા કરાય ? ન કોઈ આશા, ન કોઈ ઈલાજ ! એ તો ઓશિયાળાનો ઓશિયાળો બની ગયો ! એને માટે તો જનમ ધર્યો ત્યારથી ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારો ન હતો ! અને એ સહારો તો આજે ભાંગી પડ્યો હતો ! ભગવાન કરે એ ખરું ! કવિઓએ જેને જગતનો તાત કહીને બિરદાવ્યો એ ખેડૂત આજે જાણે સાવ નોધારો બનીને આકાશ સામે દર્દભરી મીટ માંડી રહ્યો, પણ એ કરુણાજનક મીટને નીરખનાર પણ ત્યાં કોઈ ન હતું. એ વાદળના દેવને પ્રાર્થના કરી રહ્યો; પણ એ પ્રાર્થનાને સાંભળનાર કાન અત્યારે બિડાઈ ગયા હતા, વરુણદેવ પૂરેપૂરા નમેરા થઈ બેઠા હતા ! ધરતીના પુત્રની ન આશા ફળી, ન પ્રાર્થના ફળી; અને જોતજોતામાં આખું ચોમાસું, પાણીની એક સરવાણીયા આપ્યા વગર, વીતી ગયું. | ગુજરાતની ધરતી ઉપર ભીષણ દુષ્કાળના ઓળા પથરાઈ ગયા ! ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ તે સોલંકી યુગ. એ યુગના આદિપુરુષ મૂળરાજ સોલંકીએ એ યુગનો પાયો નાખ્યો, એ વાતને એકાદ સૈકો પૂરો થવા આવ્યો હતો ; અને એમની જીવનલીલાને સંકેલાઈ ગયાને ય પાંચેક દાયકા થવા આવ્યા હતા. વિક્રમનો અગિયારમો સૈકો પૂરો થવામાં હતો અને ગુજરાત ઉપર રાજા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. એ શક્તિશાળી રાજવીએ ગુજરાતની કીર્તિ અને શક્તિને સારી રીતે વધારી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy