SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પતન અને ઉત્થાન ૧૫૭ મારી નજર ધર્મધ્યાનપરાયણ આ વયોવૃદ્ધ મુનિવર ઉપર ઠરે છે. આપ આજ્ઞા કરો અને એ મુનિવર આ જવાબદારી સંભાળવા તૈયાર થાય, તો આપણા સંઘના માથેથી દેવદ્રવ્યના નાશનો મહાદોષ દૂર થાય અને અમારી મોટી ચિંતા પણ દૂર થાય. આચાર્યવય, આપ તો શાસનના શુભ ચિંતક છો, માટે મારી આ વિનંતી નકારશો નહીં. ” બન્ને આચાર્યો અને સર્વ મુનિવરો ભારે અચરજમાં પડી ગયા ? ક્યાં સર્વ દોષોથી દૂર રહીને કેવળ આત્મસાધના કરવાની પ્રતિજ્ઞાવાળું મુનિજીવન અને ક્યાં અનેક જંજાળોથી ભરેલું આ કામ ? મંત્રીશ્વરની વાત સાંભળીને પેલા વયોવૃદ્ધ મુનિ પણ ભારે મનોમંથનમાં પડી ગયા. વસ્તુપાળે કહ્યું : “આ તો જલકમળની જેમ જીવીને મુનિજીવનને સફળ કરવાનો સુયોગ છે. કંચન અને કામિનીના ત્યાગી એ મુનિવરને તો આત્મસાક્ષીએ અને પ્રભુ સાક્ષીએ માત્ર આ તીર્થનું દેવધન નષ્ટ ન થાય એટલી જ સંભાળ રાખવાની છે. એમાં એમની સંયમની સાધનામાં શી બાધા આવવાની છે ? આ તો એક પંથ અને દો કાજ જેવી વાત છે : સંયમ-સાધનાની અગ્નિપરીક્ષા થશે. અને મહાતીર્થની સેવા થશે.” આચાર્યશ્રીના ગળે આ વાત ઊતરી તો નહીં, પણ મંત્રીશ્વરની વાતમાં ભાવનાનો એવો વેગ ભયો હતો કે તેઓ એનો ઈન્કાર કરી શક્યા નહીં. એમણે એ વૃદ્ધ મુનિવરને બોલાવીને કહ્યું : “ મુનિ, તમારે આપણા મંત્રી કહે છે તે પ્રમાણે તીથાધિરાજની સેવા કરવાની છે. ” મુનિએ વિનમ્રભાવે કહ્યું : “ મહાગુર, હું તો મારા આત્માની સાધના કરવા સાધુ બન્યો છું. એમાં આવી મોટી ઉપાધિ ક્યાં વળગાડું ? હું તો હજી જીવનસાધનાનો પહેલો એકડો ઘૂટું છું. અને મારું કામ પાશેરામાં પહેલી પૂણી જેટલું ય હજી આગળ વધ્યું નથી. એટલે મારે માટે તો આપની નિશ્રામાં રહીને સંયમની સાધના કરવી એ જ ઉચિત છે. આવું જોખમ ખેડવામાં સાર નથી. રખેને આવાં કામોમાં પડીને હું મારો મૂળ સંયમમાર્ગ જ ચૂકી જાઉં. સતી અને સંયમીને તો સો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy