________________
૧૫૮ ઘેરાગ અને વિરાગ
વિઘ્ન સમજવાં ! કૃપા કરો, અને મને આ ઉપાધિથી અળગો રહેવા દઈને મારી સાધના કરવા દો ! આગ સાથે ખેલ ખેલવાનું કે નદીના સામે પ્રવાહે તરવાનું મારું ગજું નથી. "
"
પણ મંત્રીશ્વરની વાતનો છેવટે એમને સ્વીકાર કરવો પડ્યો. વયોવૃદ્ધ મુનિવર શત્રુંજયના વહીવટ ઉપર દેખરેખ રાખવા પાદલિપ્તપુર પહોંચી ગયા.
જાણે એ દિવસે ત્યાગ અને ભોગની સ્પર્ધાનો આરંભ થયો.
વયોવૃદ્ધ મુનિવર પોતાના સંયમમાર્ગથી જરા ય વિચલિત થતા
નથી.
ત્યાગ, તપ અને તિતિક્ષાને અખંડ રાખવા એ રાત-દિવસ જાગતા રહે છે.
એમને માટે તો કાજળની કોટડીમાં પુરાઈને કલંક વગર બહાર આવવા જેવું આકરું આ કામ હતું.
અને મન તો હજી ય માનતું ન હતું. ક્યારેક ક્યારેક એ ચિંતામાં પડી જતા ઃ રખેને દેવના દ્રવ્યનું રક્ષણ કરવાની ઉપાધિમાં મારા આત્માનું દ્રવ્ય લૂંટાઈ ન જાય !
પણ હવે શું થાય જવાનો તો કોઈ અવકાશ જ ન હતો.
છે.
ગુરુની આજ્ઞા હતી જે! કામ મૂકીને પાછા
મુનિ તો બનતી સાવધાની રાખીને પોતાની ફરજ બજાવતા રહે
પણ આ તો દારૂ અને અગ્નિને સાથે રાખવા જેવો ખેલ હતો : જરા ય ચૂક્યા કે સર્વનાશ થતાં વાર ન લાગે !
પણ તીર્થભૂમિનો વહીવટ સુધરતો ચાલ્યો. દેવદ્રવ્યનું બરાબર જતન થવા લાગ્યું. એમાંથી પોતાનો સ્વાર્થ સાધનારના હાથ હેઠા પડ્યા. એવા બધાને તો એમ જ થયું : આ તો આપણું ઘીનું કૂડલું હરાઈ ગયું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org