SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] રાગ અને વિરાગ પાતળી કાઠી જેવી ટટ્ટાર કાયા, ઊજળો વાન, આછું સ્મિત ફરકાવતો સરળ, તેજસ્વી ચહેરો. હૃદયમાંથી ઊઠતી હોય એવી ઓછાબોલી વાણી. શેઠ જાણે શાંતિનું સરોવર લાગે ! મલમલનું ઝીણું અંગરખું, આછા ગુલાબી રંગની મારવાડી પાઘડી, પગમાં સાદી મારવાડી મોજડી. શેઠ ચાલ્યા જતા હોય તો એમ જ લાગે કે કોઈ શ્રીમંતાઈ નહીં પણ સાક્ષાત્ સાદાઈ અને સરળતા જ ચાલી જાય છે ! - ઘરમાં સૌ મોડે સુધી સુખનીંદરમાં સૂતા હોય ત્યારે શેઠજી વહેલી સવારે જાગી ઊઠે. ઈષ્ટદેવનું સ્મરણ કરી, નિર્મળ વસ્ત્રો પહેરી એ દેવદર્શને ચાલી નીકળે, અને બે-ત્રણ દેરાંનાં દર્શન કરી આવે. દેવનાં દર્શન કર્યા વગર અન્ન-જળ નહીં લેવાનાં એમનાં નીમ. શહેરમાં ગુરુમહારાજ હોય તો તેઓ ગુરુવંદના કરવાનું ચૂકતા નહિ. ઘરમાં જણ એટલી જાત-ભાતની મોટરો છે. બે એક શાનદાર બગીઓ પણ છે. પણ શેઠ તો પગે ચાલીને જ દેવદર્શને જાય છે ? આવી છે શેઠની દેવભક્તિ અને સાદાઈ. ક્યારેક કોઈ પૂછતું કે, “શેઠજી, સવારના પહોરમાં આમ પગે ચાલતા નીકળો છો, એના બદલે બગ્ગી કે મોટરગાડીમાં નીકળતા હો તો ?” શેઠ બહુ સહજ રીતે જવાબ આપતા : “અરે ભાઈ, આટલું ચાલીએ એમાં કંઈ મોટી વાત છે ? પછી તો આખો દિવસ વાહનમાં જ ફરવાનું છે ને ! બાપડા ડ્રાઇવરો અને સાઈતો મહેમાનો માટે આખો દિવસ દોડાદોડ કર્યા કરે, પછી થાકી જ જાય ને ? એય માણસ છે ને ? એનેય આરામ તો જોઈએ ને ? જાગ્યા પછી એમને કોઈ નિરાંત બેસવા દેવાનું છે ? છો ને અત્યારે નિરાંતે ઊંઘતા. આપણે તો આટલું ફરવામાં કોઈ મુસીબત નથી.” શ્રીમંત પુરુષની આવી દયાભાવના જોઈ પૂછનારનું માથું નમી જતું. એક વાર કોઈ કામ માટે હું એમને ત્યાં ગયો હતો. જોયું તો શેઠજી જાતે ધોતિયું નિચોવી રહ્યા હતા. જીવનમાં જવલ્લે જ જોવા મળતું એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy