________________
સતના રખેવાળ D ૨૦૩
પાવનકારી એ દૃશ્ય હતું ઃ સાચી સાદાઈનો વણબોલ્યો જીવંત બોધપાઠ. એ દૃશ્ય આજેય ભૂલ્યું ભુલાતું નથી; મનની પાટી ઉપર એ સદાને માટે અંકિત થઈ ગયું છે.
મારાથી ન રહેવાયું. મેં કહ્યું : “અરે, શેઠ સાહેબ ! આપ આ શું કરો છો ? લાવો, હું એ નિચોવી આપું. આપે કોઈ નોકરને કહ્યું હોત તો ?”
શેઠે હસીને કહ્યું : “ અરે ભાઈ, બિચારા નોકરો તો હંમેશાં તૈયાર જ હોય છે. એ ક્યાં કોઈ કામની ના પાડે છે ? પણ બાપડા દિવસ આખો કેટલું બધું કામ કર્યા કરે છે ! પગ વાળીને બેસવાય પામતા નહીં હોય ! ક્યારેક આપણે આટલું કામ કરી લઈએ તો એમાં આપણે ક્યાં ઘસાઈ જઈએ છીએ ? ને છેવટે એમણે ઉમેર્યું : “કામ કરવાની ટેવ રાખવી એ તો બહુ સારી વાત છે. આરામતલબ બનવું સારું નહીં.”
પોતાની જાતપૂરતું તો શેઠનું જીવન બહુ જ કરકસરવાળું, જરૂર પડે એટલું જ ખર્ચ કરે. ફિઝુલખર્ચી તરફ એમને ભારે અણગમો. પણ ઘરના બીજા ચાહે તેટલું ખર્ચ કરે એમની સામે શેઠને કશી ફરિયાદ નહીં. અને દાનમાં કે ધર્મમાં આપવામાં તો તેઓ પાછું વાળીનેય ન જુએ.
શેઠ મુસાફરીએ નીકળે ( આગરા અને મુંબઈ વચ્ચે તો એમને વારંવાર મુસાફરી કરવી પડે ) ત્યારે ખાન-પાનમાં બહુ જ સંયમ સાચવે. સ્ટેશનની કોઈ વસ્તુ તો ખાય જ નહીં. ઘરમાં બનાવેલી અન્નની કોઈ વાની પણ એમને ચાલે નહીં. થોડોક સૂકો મેવો અને એકાદ-બે જાતનાં ફળ, અને તે પણ બને એટલાં ઓછાં એટલેથી કામ ચલાવી લે. શેઠનો જીવનક્રમ જ એવો કે એમાં શ્રીમંતાઈની છાપ નામમાત્રની પણ ભાગ્યે જ દેખાય. અને છતાં શેઠને એવું ક્યારેય ન લાગે અથવા તેઓ બીજાને એવું લાગવા ન દે કે પોતે કોઈ બહુ મોટી વાત કરી રહ્યા
છે.
શેઠના જીવનના સિક્કાની એક બાજુ સંપત્તિની છાપ અંકિત થઈ હતી, તો એની બીજી બાજુ ઉપર સાદાઈની છાપ ઊપસેલી હતી. અઢળક સંપત્તિ અને આદર્શ સાદાઈના બે સોહામણા કિનારા વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org