SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સતના રખેવાળ ૨૦૧ મોટું પછી મહેમાનો કેમ ન આવે ? અને આવાં તો એક નહીં પણ ચાર-પાંચ મકાનોની હારની હાર ! એક જુઓ અને એક ભૂલો એવાં મોટાં ! કોઈમાં સગાંવહાલાં રહે, કોઈમાં નોકરચાકર વસે, કોઈક વળી ખાલી પણ હોય ! ભાડાની આવકની તો કોઈ ચિંત જ નહીં ! મુંબઈમાં પણ શેઠના બે મોટા માળા. શેઠની પેઢીનો કારોબારી બહુ મોટો. જેવો આગરામાં ચાલે એવો જ મુંબઈમાં ચાલે. મુનીમજી પેઢી સંભાળે. રોકડિયાજી રોકડનો વહીવટ કરે. એ જમાનો હતો ચાંદીના રોકડા રૂપિયાનો અને સોનામોહરોનો. કાગળની નોટોનું ચલણ પણ ઘણું હતું. પણ ચાંદીના રૂપિયા અને સોનામહોરો માગો એટલાં મળે. લક્ષ્મીચંદ શેઠની પેઢીમાં પૈસાની લેવડ-દેવડ ઘણી મોટી. ચાંદીના રૂપિયાની ગુણોની ગુણો ત્યાં રોજ ઠલવાય અને ભરાય. આટલા રૂપિયા ગણવા બેસે તો ક્યારે આરો આવે ? કાંટે જોખીને રૂપિયાની ગણતરી થાય ! આ કામ કલાકો સુધી ચાલતું નજરોનજર જોયું છે. સચ્ચાઈ એ તો સટ્ટાના વેપારનો પ્રાણ ને સટોડિયાનું સાચું ધન અને મોટું બળ. ગમે તેમ થાય તોય સટોડિયો સોદામાં ક્યારેય જૂઠું ન બોલે : આવી એની આંટ. તેમાંય લક્ષ્મીચંદ શેઠ તો સાચા ધર્માત્મા. અસત્યનો તો એમને વિચાર સરખો ન આવે. સાચા ધર્મ અને સતવાદી હોવાને કારણે તેઓ શુકનવંતા પુરુષ ગણાતા. એમની સાથે સૌ હોંશે હોંશે સોદા કરતા. બજારમાં શેઠની આંટ-આવડત અને ન્યાય-નીતિની મોટી નામના ! આમ એક બાજુ ભાગ્ય ખીલતું જતું હતું અને ધન વધતું જતું હતું. બીજી બાજુ ધર્મભાવના વધતી જતી હતી ને દિનપ્રતિદિન ખીલતી જતી હતી. - સંપત્તિ ઘણી છે અને સાહ્યબીનોય પાર નથી; છતાં લક્ષ્મીચંદ શેઠના મનને એ જાણે સ્પર્શી શકતી નથી. સાદો વેશ, સાદું જીવન, સાદું ભોજન અને સાદી રહેણીકરણી જ એમના મનને ભાવે છે, અને એમના તનને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લ રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy