________________
૬૪ ] રાગ અને વિરાગ વરસે વરસાદ ન પડ્યો. ખેતરમાં કંઈ ન પાક્યું. ખેડૂત તો ધાન્ય પાકે તો રાજા, નહિ તો રંકનોય રંક. આ વરસે તેઓ રાજ્યનો કર ભરી શક્યા નથી ? એટલે એમની પાસેથી રાજ્યનો કર જબરદસ્તીથી વસૂલ કરવાનો હુકમ થયો છે. આ લોકોને રાજદરબારે લઈ જશે, અને કર ન ભરવા માટે સજા કરશે.' અંગરક્ષકે ખુલાસો કર્યો .
આનો કોઈ ઉપાય ? " કુમાર મૂળરાજનું અંતર કરુણાભીનું બની ગયું. એને થયું, હું આ ભાંગ્યા માનવીઓનો ભેરુ બની શકું તો કેવું સારું !
“આમાં બીજું તો શું થઈ શકે ? આ તો મહારાજાના હાથની વાત છે, એ ધારે તે કરી શકે. બાકી રાજઆજ્ઞાની આડે આવવાની હિંમત બીજો કોણ કરે ? "
રાજકુમારે વધુ કંઈ ન પૂછ્યું, અને જાણે મનમાં ગાંઠ વાળી હોય એમ એ તરત જ મહેલે પાછો ફર્યો.
મૂળરાજ હજી તો ઊગતો જુવાન હતો. મૂછનો દોરો પણ હજી ફૂટ્યો ન હતો, પણ એના મુખ ઉપર કોઈ દેવાંશી તેજ રમતું હતું. પોતાનાં વિનય અને વાણીથી એ કોઇને પણ પ્રિય થઈ પડતો – જાણે કોઈ જોગભૂલ્યો જોગી યુવરાજના આ અવતારે આવ્યો હતો.
પાછો ફરીને એ સીધો પહોંચ્યો મહારાજા ભીમદેવ પાસે . એણે મહારાજાને વિનંતી કરી : “ બાપુ, આપ મારી અશ્વવિદ્યા જોવા આવવાના હતા. એ વાતને ઘણો વખત વીતી ગયો; એટલે આજ મારી અશ્વમેલનની કળા જોવાની કૃપા કરો !”
તરત જ મહારાજાની આજ્ઞા થઈ. રાજા, રાણી, રાજ કર્મચારીઓ, સ્ત્રીઓ અને નગરજનો રાજપ્રાસાદના પ્રાંગણમાં ભેગાં મળ્યાં અને કુમાર મૂળરાજે એક તેજી તોખારને લઈને પોતાની અશ્વકળાના નવા નવા પ્રયોગો બતાવવા માંડ્યાં.
એ અશ્વ અને શું એ અસવાર ! શું એ ખેલ અને શું એ ખેલાડી ! બધા કુમાર મૂળરાજની કળા ઉપર આફરીન પોકારી રહ્યા.
પળવાર તો બધાને લાગ્યું કે આ કોઈ ઊગતો યુવાન નથી , પણ. કોઈ કસાયેલો પ્રૌઢ યોદ્ધો કે અશ્વવિદ્યામાં નિપુણ કોઈ ઉંમરલાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org