SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦Dરાગ અને વિરાગ (પાવલી)નો ભોગ ચડાવીને નૈવેદ્ય કરીશ !” પણ યુવાનની બધી મથામણ નકામી ગઈ, એની બાધા-આખડી પણ ફોક ગઈ અને પેલા ક્ષેત્રપાળે એની પ્રાર્થના કાને ન ધરી. એનું સગપણ કાયમ રહ્યું, ભાવિના લેખ મિથ્યા ન થયા અને કચવાતે મને એને અનુપમાં સાથે લગ્ન કરવાં પડ્યાં ! એ યુવાનનું નામ તેજપાળ; ગુજરાતના એક કાળના મહામંત્રી વસ્તુપાળના એ નાના ભાઈ ! ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા જ્યારે પ્રકાશી રહી હતી, એવો એ વિક્રમના તેરમા સૈકાનો વખત. ગુજરાતના ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડી હજી ઊગીને ઊભી થતી હતી. એમની કારકિર્દીનું હજુ પહેલું પ્રભાત ઊઘડતું હતું. એવા સમયે અનુપમા પરણીને સાસરે આવી. એનો વાન પણ ભીનો; અને એનો ઘાટ પણ નમણો ન કહેવાય એવો ! રૂપની દેવીએ જાણે એને પોતાની કૃપાથી વંચિત રાખી હતી. તેજપાળ પરણ્યો તો ખરો, પણ એ આઘો આઘો જ રહેવા લાગ્યો. એના અંતરમાં પોતાની ઘરનારને માટે કોઈ પ્રેમની સરવાણી જ ન જન્મી. અનુપમા પાસે જવું એને જાણે અકારું થઈ પડતું. અનુપમનું રૂપ તો ભલે ગમે તેવું હતું, પણ એની બુદ્ધિ અને એના હૃદય ઉપર પ્રભુની મોટી મહેર હતી. બુદ્ધિમાં તો એ જાણે સરસ્વતીનો જ અવતાર હતી. કોઈ પણ વાતની ગૂંચ ઉકેલવામાં એને જરા ય વાર ન લાગતી. જાણે જન્મની સાથે જ એને હૈયાઉકલત સાંપડી હતી. અને એનું હૈયું તો જાણે દરિયા જેવું વિશાળ હતું. ન એમાં કોઈના પ્રત્યે રોષ કે ન કોઈના તરફ રીસ. એમાં તો હંમેશાં હેતની ગંગા જ વહ્યા કરતી, અને સૌને કરુણારસનાં પાન કરાવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy