________________
કલ્યાણગામી દાંપત્યT ૧૩૧ એને મન કોઈને માટે પોતા-પારકાપણાનો વેરોવંચો નહોતો. સૌને એ પોતાનાં માનતી અને સૌનું કામ હોંશે હોંશે કરી આપતી. શાણી સલાહ આપવી એ તો અનુપમાનું જ કામ ! ભલભલાં શાણાં સ્ત્રી-પુરુષો પણ એની સલાહ પૂછવા આવતાં.
પણ તેજપાળને મન આ બુદ્ધિ અને શાણપણનું કંઈ મૂલ ન હતું એ તો સૌંદર્યજ્યોતનો પતંગ બનવા માગતો હતો !
ચકોર અનુપમાને પતિની આ નારાજગી સમજતાં વાર ન લાગી, પણ એમાં એને ધીરજ રાખ્યા સિવાય બીજો ઇલાજ ન હતો. એને અગ્નિની સામે અગ્નિ નહીં પણ જળ બનવાનું હતું. પતિના સૌંદર્યધેલા હૃદયને અંતરના સૌંદર્યથી જીતવાનું હતું – કોઈ રીતે એક વાર એ સૌંદર્યનું દર્શન એ પામે !
એ તો સમતા અને શાણપણની મૂર્તિ બનીને કુટુંબની અને સૌ નાના-મોટાની સેવામાં લાગી ગઈ. કોઈ ને કંઈ પણ કામ હોય તો અનુપમા સદા તૈયાર ! અને એ બોલે પણ કેવું મીઠું મીઠું – જાણે વાણીમાંથી અમૃત ઝરતું ન હોય.
બીજાને તો રૂપની શી ખેવના હતી ? એમને તો અનુપમાના મોંની મીઠાશ અને કામની હોંશ કામણ કરી ગઈ.
અને કુટુંબનો ગમે તેવો સવાલ ઊભો થાય તો ય એ ન કદી જરા ય મૂંઝાય કે ન કોઈને દુઃખ લગાડવાનો પ્રસંગ આવવા દે ! એવા કામમાં તો એની મતિ સોળે કળાએ ખીલી ઊઠે.
ધીમે ધીમે મોટા ભાઈ વસ્તુપાળ આ કુલવધૂની અક્કલ, હોશિયારી, ઉદારતા, હૈયાઉકલત ને આવડત પિછાનતા થયા. હવે એમને કુટુંબ-ક્લેશનો એક પણ પ્રસંગ પજવતો ન હતો. એમને સમજતાં વાર ન લાગી કે આ બધો પ્રતાપ અનુપમા દેવીનો જ ! અને અનુપમાને વસ્તુપાળના સલાહકારમંડળમાં ગૌરવભર્યું સ્થાન મળી ગયું. ઘરની કે બહારની ગમે તેવી વાત હોય, વસ્તુપાળ અનુપમાદેવીને પૂછવાનું ન ચૂકે.
સ્વામીને રીઝવવા અનુપમાની સમતા અને મમતાની મૌન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org