SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણગામી દાંપત્ય] ૧૨૯ બસ, પછી તો પૂછવું જ શું ? જુવાનનો સગપણનો આનંદ ખારો ધૂ બની ગયો ! અંતરમાં યૌવન તો થનગનવા માંડ્યું હતું, એમાં આવી ન રંગે ઊજળી, ન ઘાટે નમણી સ્ત્રી સાથે લગ્ન કરવાનું ? અને એની સાથે જિંદગી કાઢવાની ? હે ભગવાન, આ તે કેવી મુસીબત ? – યુવાન તો ઘડીએ ઘડીએ એ જ વિચાર કર્યા કરે છે. લોકોને લાગે છે કે એને ચિત્તભ્રમ થઈ ગયો છે ! એ વિચારે છે, ખૂબ વિચારે છે, વારંવાર વિચાર કરે છે : આ બલા કોઈ રીતે છૂટે ! આ સગપણ કોઈ રીતે ફોક થાય ! પણ આ તે કંઈ જેવીતેવી વાત થોડી ગણાય ? આમાં તો નાતજાતના કુટુંબની આબરૂ અને કુળની ખાનદાનીનો પ્રશ્ન આડે આવે. એક બાજુ કુટુંબની આબરૂ અને બીજી બાજુ મોટા ભાઈની આમન્યા, અને એ બધું તો ઠીક, પણ વચમાં કુલગુરુ સમા, સદાના સાચા સલાહકાર આચાર્ય વિજયસેનસૂરિ હતા, એનું શું થાય ? એ પરોપકારી અને જ્ઞાની આચાર્યે જ શ્રમણોપાસક ધરણિગને કહીને, એની પુત્રી અનુપમા સાથે આ સગપણ ગોઠવી આપ્યું હતું અને એ ગુરુ તો ભવિષ્યના જબરા જાણકાર. ન માલૂમ, આ સંબંધમાં એમણે શા શા જોષ અને કેવું કેવું ભવિષ્ય જોયું હશે ? એ ગુરુની વાતને કેમ કરી ટાળી શકાય ? યુવાનને તો કોઈ ઉપાય જડતો નથી, અને એનું મન આ માટે કોઈ રીતે તૈયાર થતું નથી. ક્યારેક તો એની આંખો આંસુભીની બની જાય છે. અને ક્યારેક એને રોષ પણ ચડી આવે છે કે અનુપમા કોઈ વાતે હતી ન હતી થઈ જાય તો ? પણ એમ માંગ્યા વેણ કોઈને ફળ ખરાં ? આમ એને એક ઉપાય જડતો નથી. . છેવટે નબળા મનનાં માનવી બાધા-આખડીના માર્ગે જાય એમ એણે પણ એ ભાગ લીધો. એણે એક મંદિરના ક્ષેત્રપાળની બાધા માની કે “હે ક્ષેત્રપાળદેવ ! મારા ઉપર કૃપા કરીને તમે કોઈ પણ ઉપાયે મને આ સગપણના બંધનમાંથી મોકળો કરશો તો તમને આઠ દ્રમ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy