________________
VII
વાકયે ઝબકી મૂલ્યપરસ્તી અને સંવેદનશીલતા આ એમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે.
આવા સરસ અને સરળ સાહિત્યસર્જકનું વાર્તાસર્જન, આજના અતંત્ર અને વિષમ વાતાવરણમાં, જેના મનમાં જીવન-ઘડતરનાં પાયાનાં મૂલ્યોની થોડીક પણ કિંમત છે અને સાત્ત્વિક સાહિત્ય પ્રત્યે આછીપાતળી પણ અભિરુચિ છે, તેને માટે જીવનજરૂરી અને પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે. એટલે જ, અપ્રાપ્ય બનેલા આ સાહિત્યનું આવા વર્ગીકૃત સંપુટરૂપે પુનર્મુદ્રણ અત્યંત આવકારપાત્ર બની રહે છે. આ સાહિત્ય-સંપુટના પ્રકાશનના સાહસ બદલ ‘ગૂર્જર' પરિવારને હાર્દિક અભિનંદન.
શીલચન્દ્રવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org