________________
૧૧૮ રાગ અને વિરાગ
પાસેના તળાવમાં નીતરેલું નિર્મળ પાણી સહસ્રલિંગ સરોવરમાં વહેતું મૂકીને એ મનમોહક સરોવરનું પણ મંગલ મુહૂર્ત કરવામાં આવ્યું. ખળભળ કરતું પાણી સરોવરના ચારે ખૂણાની સૂકી ધરતીમાં ઊભરાવવા લાગ્યું, સૌને થયું : હમણાં સરોવર સાગર બની ગયું સમજો !
મહારાજ જયસિંહ સિદ્ધરાજની કામના સફળ થઈ. પ્રજામાં આનંદ પ્રવર્તી રહ્યો.
પણ અરે, આ શું ?
સવારે જળથી ભર્યું ભર્યું લાગતું સહસ્રલિંગ સરોવર બપોર થતાં થતાંમાં તો સાવ ખાલી થઈ ગયું જાણે, જળ તરસ્યું વૈશાખ માસનું
વિશાળ ખેતર જ જોઈ લ્યો !
--
ભલા, આ શો ગજબ થઈ ગયો ? આટલું બધું જળ આટલી વારમાં ક્યાં સમાઈ ગયું ? શું પૃથ્વીનું પડ કાણું થઈ ગયું કે પાતાળલોકનો કોઈ તરસ્યો દાનવ આ બધું પાણી સ્વાહા કરી ગયો ! લોકોના અચંબાનો પાર ન રહ્યો.
આ વાત સિદ્ધરાજને કાને પહોંચી. એમણે તપાસ કરાવી. વાત સાવ સાચી હતી : સરોવરનું પાણી સાચેસાચ સાવ શોષાઈ ગયું હતું. સમ્રાટની ચિંતા અને જિજ્ઞાસા વધી ગઈ. એ અધીર બનીને સરોવ૨ની પાળે જઈ પહોંચ્યા; જોયું તો સરોવરમાં ક્યાંય પાણીનું ટીપું ય ન મળે ! જ્યાં નજર પડે ત્યાં ખાલી મેદાન જ મેદાન !
સમ્રાટે મન વાળ્યું અને મંત્રીએ પણ કહ્યું; “ આ ધરતી ઘણા વખતના તાપથી તપેલી અને સૂકી; એને પાણીનો પહેલો યોગ મળ્યો; સંભવ છે, ધરતીનો અંદરનો તાપ જળને શોષી ગયો હોય. એમાં ફરી પાણી ભરો અને પછી નક્કી કરો.”
સરોવરમાં તળાવમાંથી ફરી પાણી છોડવામાં આવ્યું. થોડી વા૨માં સરોવર પાણીથી છલકાઈ ઊઠ્યું. પણ દિવસ આથમતાં આથમતાં તો ફરી પાછું પાણી અલોપ થઈ ગયું અને માત્ર સૂકું મેદાન જ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International