SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ્રલિંગનું તર્પણ D ૧૧૯ ત્યાં રહ્યું ! રાજા અને પ્રધાન વિમાસી રહ્યા ઃ આ તે કેવું કૌતુક કહેવાય ! આટલું બધું પાણી આટલી વારમાં ક્યાં અદૃશ્ય થઈ જતું હશે ? ભયંકર યુદ્ધો અને જીવલેણ મુસીબતોમાં પણ સ્થિર રહેનારું સિદ્ધરાજનું મન આ ઘટનાથી બેચેન બની ગયું. એને જાણે એ સરોવરના પાણીની સાથે સાથે પોતાની ભાવના શોષાઈ જતી લાગી ! આમાં ખામી ક્યાં હશે, કોની હશે, કેવી હશે, એ કેવી રીતે દૂર થઈ શકશે ? - બસ, સમ્રાટનું ચિત્ત તો રાત-દિવસ આના જ વિચારોમાં અટવાયેલું રહેવા લાગ્યું. એનાં સુખ-ચેન જાણે હરાઈ ગયાં ! પણ એનો ઉપાય શો ? મંત્રીઓ, અધિકારીઓ અને મુખ્ય નગરજનો એની જ શોધમાં લાગી ગયા. ધરતીના નિષ્ણાતોની સલાહ લેવામાં આવી; પણ એ કશો ઉપાય ન બતાવી શક્યા ! સ્વર્ગના સરોવર સમું આવું સુંદર સરોવર રચનારાઓની બુદ્ધિ પણ જાણે બહેર મારી ગઈ ! સરોવરમાં પાણી ટકી રહે એવો એકે ઉપાય હાથ ન લાગ્યો. બધી દોડધામ અને મહેનત એળે ગઈ ! જેમ જેમ વખત વીતતો ગયો, તેમ તેમ સિદ્ધરાજની ચિંતાને અધીરાઈ વધતી ગઈ. હવે તો એને આમાં કંઈક અમંગળનાં એંધાણની શંકા પણ થવા લાગી : ધરતી જેવી ધરતી આટલા બધા પાણીને શોષી જાય એનો અર્થ શું ? સમ્રાટને તો એવો પણ વહેમ ગયો ઃ આમાં કોઈ જતિ-સતીની લાગણી દુભાઈ હોય અને એની દુભાયેલી લાગણી કોઈક શ્રાપ આપી બેઠી હોય, એવું તો કંઈ આમાં નહીં બન્યું હોય ? પણ એ વહેમનો જવાબ કોણ આપે ? અને સરોવરમાં પાણી ટકતું ન હતું એ તો દીવા જેવું સત્ય હતું. આનો કંઈક ઉપાય તો કરવો જ ઘટે; પણ એ ઉપાય ક્યાંથી શોધવો ? અક્કલ-હોશિયારી કોઈ ઉપાય શોધી ન શકી, એટલે છેવટે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy