SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦p રાગ અને વિરાગ શાસ્ત્રો અને શાસ્ત્રના જાણકારોનું શરણું લેવામાં આવ્યું. મંત્રવાદીઓ મંત્રો ભણી ચૂક્યા; તંત્રવાદીઓએ કંઈ કંઈ પ્રયોગો કર્યા યંત્રોના નિષ્ણાતોએ કંઈ કંઈ યંત્રોની આરાધના કરી; પણ પરિણામ કંઈ ન આવ્યું. સૌની વિમાસણ વધી ગઈ. છેવટે સમ્રાટ, પ્રધાનો અને લોકોએ માની લીધું કે, હવે આ સરોવર નકામું જવાનું ! અને છતાં ઉપાય શોધવાનું તો ચાલુ જ હતું. એક દિવસ એક મોટા તપેસરી જોગીએ પાટણના પાદરમાં પડાવ નાખ્યો. મોટા મોટા મહંતને કે મંડલેશ્વરને ય મહાત કરે એવો એનો ઠાઠમાઠ અને રસાલો હતો. એમાં હાથીઓ ય હતા, ઊંટો ય હતા અને પાયદળ પણ સારું હતું. લોકો એને સિદ્ધ પુરુષ કહેતાં. ભલભલા સાધકો અને શૂરાઓ જે કામ ન કરી શકે એ કામ સહેજમાં કરી આપવાની અદ્ભુત સિદ્ધિ એની પાસે હતી, એમ લોકોમાં કહેવાતું. મહારાજા સિદ્ધરાજ એ જોગીનાં દર્શને ગયા. યોગીનું તેજ જોઈને જયસિંહદેવે એમને સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી નહીં ટકતું હોવાનું કારણ, અને એ કારણના નિવારણનો ઉપાય પૂછ્યો. યોગીએ પળવાર સમાધિ લગાવીને કહ્યું : “ મહારાજ, આ ધરતી ઉપર કોઈના શાપ પડેલા છે. એ શ્રાપના નિવારણ માટે એ ધરતી માનવીના રુધિરનું પાન માગે છે. એ ધરતીને કોઈ બત્રીસલક્ષણા માનવીનો ભોગ આપો ! અને પછી જુઓ કે, આની આ જ ધરતી પાણીથી કેવી છલકાઈ જાય છે !” પળવાર તો સમ્રાટ વિમાસણમાં પડી ગયો : જીવતા માનવીનો ભોગ આપવો ? એ તે કેવી રીતે બને ? અને એવો માનવી મળે પણ ક્યાંથી ? વળી એના ઉપર પણ જુલમ કેવી રીતે વરસાવાય ? ન બને એવી આ વાત છે ? પણ બીજી જ પળે પોતાના મનના મનોરથ સમું એ મનમોહક સરોવર એના અંતર ઉપર રમી રહ્યું અને એની સૂકી સૂકી ધરતીની યાદ એના ચિત્તને બેચેન બનાવી રહી. સમ્રાટે સંકલ્પ કર્યો : થવાનું હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy