________________
૫૬ રાગ અને વિરાગ
તૂટી પડ્યા. અને એમાંની બધી માલ-મિલકત લૂંટીને એમણે ઘરભેગી કરી દીધી !
એમણે મનોમન માની લીધું કે આટલી બધી મિલકત જોશે એટલે બાપુ આપણો ગુનો જરૂર ભૂલી જશે અને ઊલટી આપણને શાબાશી આપશે. અરે, સોનું દેખીને તો મુનિવર પણ ચળી જાય, તો પછી બાપુ તો એક સંસારી જીવ ! એમને ચળી જતાં કેટલી વાર ?
અને બધી માલ-મત્તા લઈને દીકરા બાપુની પાસે હાજર થયા, અને શાબાશીની વાટ જોઈ રહ્યા.
યોગરાજ તો એ બધું જોઈને થંભી જ ગયા. એમની અંતરવેદનાને કોઈ સીમા ન રહી. પણ એ સમજી ગયા કે આ માટે હવે દીકરાઓને ઠપકો આપવો કે શિખામણ આપવી સાવ નિરર્થક છે. પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડો પણ એનું પરિણામ શું ? અવસરની ગંભીરતા પારખી જઈને એ તો મૌન જ રહ્યા.
44
પણ ક્ષેમરાજથી પિતાનું આ મૌન ન સહેવાયું. એણે સાફસાફ પૂછ્યું : બાપુ, અમારા આ કાર્યથી આપ રાજી થયા છો કે નારાજ થયા છો ? ” એને ખાતરી હતી કે આમાં નારાજ થવા જેવું કંઈ છે જ નહીં. છતાં યોગરાજ કશું ન બોલ્યા જાણે અત્યારે એમની વાચા જ
હરાઈ ગઈ હતી !
..
ક્ષેમરાજે ફરી પૂછ્યું : પળવાર તો યોગરાજ શાંત રહ્યા; પણ પછી ગંભીર બનીને એમણે કહ્યું : “ દીકરાઓ, આમાં હું શું બોલું ? જો હું રાજી થયો છું, એમ કહું તો તમારી લૂંટારુવૃત્તિને ઉત્તેજન મળે એમ છે, અને જો, નારાજ થયો છું, એમ કહું તો તમે નારાજ થઈ જાવ એવો ભય છે; માટે આ વાતમાં મારા માટે તો મૌન રહેવું એ જ ઉત્તમ માર્ગ છે !
19
99
બાપુ, કંઈક તો બોલો ! "
દીકરાઓ સમજી ગયા કે આ કામ પિતાને જરા ય ગમતું નથી થયું. પણ થવાનું થઈ ચૂક્યું હતું; અને થયું ન થયું થઈ શકે એમ ન હતું. અને વળી પોતાને તો આમાં કંઈ અજુગતું થયું હોય એમ લાગતું પણ ન હતું. એટલે હવે એમને આમાં વધુ વાત કરવા જેવું કંઈ ન લાગ્યું. એ તો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International