________________
છેલ્લો અહંકાર C ૧૭
જો આપ
દૂતે જાણે છેવટનો દાવ નાખતાં બાહુબલીને કહ્યું : આમન્યા નહીં સ્વીકારો તો યુદ્ધ અનિવાર્ય બની જશે.
:
બાહુબલી તો તૈયાર જ હતો. એણે કહ્યું યુદ્ધ કરવું હોય તો ભલે ભરત ચાલ્યો આવે. પણ જરા તાા અહંકારી રાજાને કહેજે કે ગંગાતીરે સાથે રમતી વખતે મેં અનેક વાર એને આકાશમાં ઉછાળ્યો હતો, અને પડતાં પડતાં હાથમાં ઝીલીને એનો જીવ બચાવી લીધો હતો, એ વખત શું ભૂલી ગયો ? એને પોતાનાં બળ અને સૈન્યનો તેમ જ સત્તાનો અહંકાર હોય તો અમે પણ કંઈ ચૂડીઓ પહેરીને બેઠા નથી ! જા, કહેજે તારા રાજા ભરતને અમારો આ જવાબ ! ”
..
ભરતનો અહંકાર જાણે બાહુબલીના અહંકારનો જનક બનતો જતો હતો, પણ બે વચ્ચે હજી ફેર હતો.
દૂત વીલે મોંએ પાછો આવ્યો અને રાજા ભરતે યુદ્ધનો હુંકાર કરીને ચતુરંગી સેના સાથે તક્ષશિલા તરફ કૂચ કરી.
બાહુબલી પણ ભરતના અહંકારને જવાબ આપવા તૈયાર ખડા હતા. એને હતું, ભલે ને દુનિયા આ યુદ્ધ પણ જોઈ લે !
બન્ને સૈન્યો તક્ષશિલાના રણાંગણમાં ખડાં થઈ ગયાં : જાણે બે પહાડો જ સામસામા અથડાવાની રાહ જોતા ખડા હતા. માનવસંહારથી કાળદેવતાનું મહાતર્પણ થવાની જાણે ઘડીઓ ગણાવા લાગી.
Jain Education International
ત્યાં કોઈક શાણા પુરુષે સલાહ આપી : યુદ્ધ કરવું છે તમારે બે ભાઈઓને; અને એ માટે તમે આખી ધરતીને ખેદાનમેદાન કરવા અને લાખો માનવીઓનો સંહાર કરવા તૈયાર થયા છો ? જરા વિચાર તો કરો, તમારા બેના આ અહંકારથી કેટલી ધરતી વેરાન બનશે ? કેટલી સ્ત્રીઓ વિધવા બનશે ? કેટલાં બાળકો અનાથ બનશે ? જરા તમારા ત્યાગી પિતાને તો સંભારો. એમણે તો એક નારીને કુદરતે અનાથ બનાવી તો એને પણ પોતાનો આશ્રય આપીને સનાથ કરી હતી ! અને એના જ પુત્રો થઈને તમે આ શું લઈને બેઠા છો ?
32
ભરત અને બાહુબલી સાંભળી રહ્યા, વિચારી રહ્યા, વિમાસી
For Private & Personal Use Only
www.jainelibrary.org