SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ m રાગ અને વિરાગ રહ્યા. . પેલા શાણા પુરુષે પોતાની વાત આગળ ચલાવી : જો તમારે સાચે જ તમારા પોતાના પરાક્રમ અને બળાબળની પરીક્ષા કરવી હોય તો આવા ઘનઘોર અને સંહારક યુદ્ધની શી જરૂર છે ? એના કરતાં તમે બે પરસ્પર યુદ્ધ કરીને તમારા જય અને પરાજયનો નિર્ણય કરી લ્યો ! તમે પાંચ પ્રકારનાં યુદ્ધો કરો – દૃષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ, વચનયુદ્ધ, અને મુષ્ટિયુદ્ધ. એમાં જે હારે તે હાર્યો અને જે જીતે તે જીત્યો. 31 ભરત અને બાહુબલીને એ વાત રુચી ગઈ, અને બન્ને આ યુદ્ધો માટે સજ્જ બની ગયા. યુદ્ધનો આરંભ થયો. ભલે ભરતની સત્તા વિશાળ હતી, પણ શક્તિ તો બાહુબલીની જ મોટી નીવડી. દૃષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ અને વચનયુદ્ધ, એ ચારેમાં ભરતની હાર થઈ. બાહુબલી વિજયી થયો. પણ હવે ભરતનો અહંકાર ક્રોધમાં ફેરવાઈ ગયો. એ ભાન ભૂલ્યો અને યુદ્ધની શરતોની વિરુદ્ધ જઈને એણે બાહુબલીનો શિરચ્છેદ કરવા પોતાનું ચક્ર એના તરફ ફેંક્યું. પણ એમાંય એ નિષ્ફળ ગયો ! છેવટે પાંચમા મુષ્ટિયુદ્ધનો વારો આવ્યો. ભરતે મુઠ્ઠી ઉગામીને બાહુબલીના મસ્તકમાં જોરથી એનો પ્રહાર કર્યો. જોનાર સ્તબ્ધ થઈ ગયા : હમણાં બાહુબલીના ચૂરેચૂરા થઈ ગયા સમજો ! બાહુબલી કેડ સુધી જમીનમાં પેસી ગયો, પણ એને સ્વસ્થ થતાં વાર ન લાગી. હવે છેલ્લા યુદ્ધમાં છેલ્લો વારો બાહુબલીનો હતો, અને એમાં જ હારજીતનો છેવટનો તોલ નીકળવાનો હતો. બાહુબલીએ પોતાના પ્રચંડ બાહુ ઊંચા કર્યા. પોતાની મુઠ્ઠીને સજ્જડ કરી. અને જાણે પર્વત ઉપર વજ્ર પડવાની તૈયારી થઈ રહી. જોનારના જીવ કંઠે આવી ગયા. આ મુઠ્ઠી પડે એટલી જ વાર છે ! પછી તો ન ભરત હશે કે ન એનું ચક્રવર્તીપદ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy